________________
ત્યારે મેં (ચતુરિકે) કહ્યું કે તે મંજપુર નગરમાં શ્રેષ્ઠિ પુત્ર લલિતાંગને સ્વમમાં જોયા છે. તે પછી કઈ આપ્ત વ્યક્તિને ત્યાં મોકલાવી નિશ્ચય કરે, તેની અનુમતિથી મેં પણ તેજ રીતે કર્યું. તપાસ કરવા જનાર માણસે પાછા આવીને સ્વમની વાત સાચી છે તેમ કહ્યું. સ્વમની વાત સત્ય જાણીને મારી સખી ખુબ જ હર્ષિત બની, જાણે કે અમૃતપાન કર્યું, આ પ્રમાણે સુખી બની.
જ્યારથી સ્વપ્નને બનાવ બન્યું છે. ત્યારથી માંડીને મારી સખી સ્વપ્નામાં પણ લલિતાંગ ઉપર વિશ્વાસ રાખી, મનને કાબુમાં રાખે છે. બીજો કોઈ પણ પુરુષને શત્રુની સમાન માને છે. માતાની પરાધીનતાથી, સ્વપ્ન દ્રષ્ટ પુરૂષને પ્રાપ્ત ન કરી શકે, કમલશ્રીના ખુબ સમજાવ્યા છતાં પણ તેણીએ પોતાને આગ્રહ છોડશે નહી. માતાએ ક્રોધાવસ્થામાં તેણીને કાઢી મૂકી, તેણી ગજપુર જવા ચાલી નોકળી, હું પણ તેણીની સાથેના અત્યંત નેહથી તેણીની સાથે અહીં આવું છું. અહી આવ્યા બાદ જાણવામાં આવ્યું કે લલિતાગે ગજપુરનગરમાં એક કન્યા સાથે લગ્ન કરી લીધા, ત્યારથી ઐક્યસુંદરી કઈ પ્રકારને નિર્ણય કરી શકતી નથી. અને દિવસે વિતાવી રહી છે. નવ યૌવનને પ્રાપ્ત થયાં છતાં વેશ્યાદુર્લભ કૌમાર્ય વ્રતનું પાલન કરી રહી છે.
ચતુરિકાની વાત સાંભળી ગગે કહ્યું કે -