________________
હિશિયાર છે, માટે આપે આપના વચનની વિરૂદ્ધ બોલવું તે ઉચિત નથી, આ પ્રમાણે બોલવું તે તે મૂર્ખનું કામ છે. જેવી રીતે દીપ શિખાને જેવાથી ઠંડીની પીડા શાંત થાય છે, તેવી રીતે પાણીથી ભરેલા ઘડાને જોઈ આપની તરસ પણ મટી શકે છે, ત્યારે અપ્રતિમ બની શ્રેષ્ટિએ કહ્યું હે ભદ્ર! તમે યથાર્થ કહ્યું છે, હવે હું તમને એક લાખ સેનૈયા જરૂર આપીશ. - બાલપંડિતા લીલાવતીએ કહ્યું કે લાખ સેનૈયા આવ્યા પછી જ આપ પાણી પી શકશે, શ્રેષ્ટિએ કહ્યું કે તમને જેમ ઉચિત લાગે તેમ કરે, એષ્ટિએ પિતાના માણસની પાસે ઘેરથી એક લાખ સેનૈયા મંગાવીને લીલાવતીને આપ્યા, અને પાણી પીધું, ત્યારબાદ લલિતાંગ ઘેર ગયે, લીલાવતીએ મારા સ્વમાનને નાશ કરી બળજબરીથી એક લાખ સેનૈયા લીધા, ક્રોધમાં આવેલે લલિતાંગ શ્રેષ્ટિ બદલે લેવા માટે વિચાર કરવા લાગે, કે જે આની સાથે લગ્ન કરૂં તો જ મારા કબજામાં લીલાવતી આવી શકે, તે સિવાય તેને કબજામાં લેવી મુશ્કેલ છે.
આ પ્રમાણે વિચારીને લલિતાંગ શ્રેષ્ટિ ચન્દન પ્રત્યે અધિક પ્રેમ બતાવવા લાગ્યા, અને તેની પુત્રી સાથે પિતાના લગ્નની માગણી કરી, ચંદન શ્રેષિને લલિતાંગ ઉપર વિશ્વાસ નહી હોવાથી કહ્યું કે પુત્રીને પૂછીને પછીથી જણાવીશ, આ પ્રમાણે કહીને નીતિ કુશલ ચંદન પિતાના ઘેર ગયે, પુત્રીએ પિતાજીને પૂછયું હે પિતાજી! શું આજે લલિતાગે