________________
મારી કે મારા પુત્રની ભૂલ નથી. આ ભૂલમાં ભાગ્યે જ મારૂં પ્રતિકુળ છે. પિતાના મનની વ્યાકુળતા શ્રેષ્ટિએ પુત્રને જણાવી નહી. કારણ કે ગૂઢ રહસ્ય કેઈ દીવસ કેઈને કહેવું જોઈએ નહી, એ નિશ્ચય કરી પ્રષ્ટિએ પુત્રની પ્રશંસા કરી, કહ્યું કે તારા સિવાય આટલી ઉતાવળથી આ કાર્યને બીજે કંઈ કરી શકે નહી. માટે તું ધન્યવાદને પાત્ર છે. વૃદ્ધાવસ્થાના કારણે કાલે જ તને જણાવેલું કાર્ય હું ભૂલી ગયો છું. હવે આજથી બધે કારભાર તારે જ સંભાળવાને છે. હું નિશ્ચિત બનું છું.
ત્યારબાદ શ્રેષ્ટિ ચિત્રશાલમાં જઈ કોધરૂપી વડવાનલ વાળે, ચિંતારૂપી સમુદ્રમાં બળવા લાગે, આ દુરાત્માને મારવા માટે મેં ઘણા ઉપાયે કર્યા, પણ ભાગ્યને દોષ કે એકપણ પ્રયત્ન સફળ થયે નહી. વળી હે દામનક! તે તે ઘાની ઉપર વિસ્ફટકની ગરજ સારી છે. તું મર્યો નહી પણ જમાઈ બન્યો. કેટલી વિધિની વિચિત્રતા છે કે મુનિના વચન કદાપિ પણ અસત્ય હેઈ શકતા નથી, અને હોય પણ નહી. નખથી છેદવાની વસ્તુ હવે કુહાડા વડે છેદવા ગ્ય બની છે. હું હાથી સમાન અને દામનક વૃક્ષ સમાન છે. તેને હું નિર્મુલ કરીને જ શાંતિ મેળવીશ, વિષાને વૈધવ્યદશા પ્રાપ્ત થાય તે સારું છે. પણ આ દુષ્ટ જીવતો રહે તે ખોટું છે.
. કારણ કે દીવાના ઝાંખા પ્રકાશ કરતાં અંધકાર વધારે સારે છે. આ નગરમાં યમદાસ અને કાલપાશ