________________
સફરે ગયા હતા, તેને આજ દિન સુધી પત્તો મલ્ય નહોતે, તે વહાણે આપના પુર્યોદયથી આજે મલ્યાં છે. જેથી આપ મહાન પુણ્યશાલી છે, સમાચાર આપનારને ભેટ આપી વિદાય કર્યો. પોતે જેવાને માટે ગયે, ચેકમાં ઘણા લોકોને જોયા, અને વહાણના માણસો દ્વારા બનેલી હકીકત જાણી, કે સુખ દુઃખાદિમાં ભાગ્ય જેના પલ્લામાં બેઠેલું હોય છે. તેને તેવું ફળ પ્રાપ્ત થાય છે.
એકાએક અનુભૂત અર્થને કહેવાવાળી ગાથાઓ સાંભળી પ્રસન્નતાથી એક લાખ સેનૈયા ઈનામમાં આપ્યાં. બીજી વખત સાંભળી બીજા લાખ, ત્રીજી વખત સાંભળી . ને ત્રીજા લાખ આપ્યા, આ રીતે ઉદારાશયી દામનકે, ત્રણ લાખ ઈનામમાં આપ્યા.
રાજાએ વાત સાંભળીને દામનકને બેલા, કહ્યું કે હે શ્રેષ્ટિન ! બીજાને ધન આપી શકાય છે. પણ તે એક વસ્તુ સાંભળીને ત્રણ લાખ આપી મારી અને તારી બંનેની પ્રતિષ્ઠા નાશ કરી છે. ગુણમાં દાન સુંદર છે. સર્વ શ્રેષ્ઠ છે. પરંતુ ઉચિત્તતા સવાન આપવું જોઈએ. ત્યારે દામનકે કહ્યું કે રાજન ! ત્રણ લાખ તે અતિ અલ્પ છે, જે મેં સાંભળ્યું છે તેને માટે સર્વસ્વ આપું તે પણ અલ્પ છે.
. કારણ કે આ ગાથાઓ સાંભળતાં જ ભૂતકાળની વાતે સ્મરણ થઈ ગઈ, આ પ્રમાણે દામનકે રાજાને પિતાનું આખું ચરિત્ર કહ્યું,
રાજાએ પણ વિમિત બનીને તેની પ્રશંસા કરી,