________________
કુલદેવી ચંડિકાનું મંદિર છે ત્યાં તમે તમારા હાથમાં કુલની ડાળી લઈને વિષાની સાથે ચંડિકા દેવીને નમસ્કાર કરજે. અને અમારા કુલની મર્યાદા છે કે નમસ્કારની વેદી ઉપરથી ઉઠીને તમે એકલા દેવની પૂજા કરજે, મારે પુત્ર આ બધી બાબતથી અજાણ છે. માટે હું તેને તમારી સાથે નથી મોકલી શકતો, કારણ કે અજાણ એવા સાગરદત્તથી કાંઈ ભૂલ થઈ જાય તો મહા અનિષ્ટ થવાનો સંભવ છે. માટે તમે બંને જણા જલ્દીથી જાઓ.
“જેવી આપની આજ્ઞા ” કહીને સસરાએ આપેલે નૈવેદ્યને થાળ વિષાને આપી, પોતે ફુલની ડાળી લઈને ચંડિકાના મંદિરમાં જવા માટે દામનક નીક, વિષાને શંકા થઈ કે પિતાજીએ કપટને બીજે પાસે કેમ ન ફેંક્યો હોય ? મારું મન કરે છે, વિષા બેલી ઉઠી કે હે આર્યપુત્ર ! આપ પાછા ફરો, પિતાજીને “આ વિચાર મને સારો લાગતો નથી, દામનકે કહ્યું કે હે પ્રિયે ! તું ધીરજ ધર, ચંદ્રમાંથી કોઈ દિવસ અંગાર વૃષ્ટિ થાય જ નહી. તે પ્રમાણે વાત કરતાં બન્ને જણ ચાલવા લાગ્યા, રસ્તામાં સાગરદત્તે બંનેને જોયા, અને પૂછયું કે તમે બંને જણ ક્યાં જાય છે ? દામનકે બધી વાત કરી ત્યારે સાગરદત્ત હસ્યો અને બેલ્યો, કે દેવી પૂજનને માટે પિતાજીએ સંધ્યાસમય અને ચંડિકાનું ભયાનક સ્થાન આવા સમયે કેમ નક્કી કરેલ હશે, તમે બંને જણ નવવિવાહિત, અપરિચિત અને સહાયતા વિનાના છે માટે