________________
આવી પિતાજીની એકાએક આજ્ઞા કેમ? આવો વિચાર કરે યુક્ત નથી, કારણકે કુલનેને માટે વડીલ તરફથી મળેલા આદેશમાં વિકલ્પ કરે ઉચિત નથી. સ્વપ્નમાં પણ પિતાજી ખોટું વિચારતા નથી.
આવનાર વ્યક્તિ વિષાના પતિ તરીકે રૂપ, શીલ, કુલાદિકમથી સર્વથા એગ્ય છે. લેખને પિતાના પાસે રાખી સાગરદત્ત વિષાને કહ્યું હેન! પિતાજીએ તારા લગ્ન માટે આવનાર વ્યક્તિને મોકલાવેલ છે.
આ સાંભળી મનમાં હસતી વિષાએ મર્યાદા ને શરમથી માથું નીચું કર્યું, જતિષિઓને બોલાવી આદરપૂર્વક લગ્નને માટે પૂછ્યું. જ્યોતિષિઓએ કહ્યું કે આજે આ રાત્રિના સમયે લગ્ન ઉત્તમ છે. જે આજે તે બંનેના લગ્ન ન થાય તે બે વર્ષ સુધી લગ્ન શુદ્ધી આવતી નથી. આજના ગ્રહબલ ઉત્તમ અદ્દભુત અભ્યયને આપનાર છે. ગ્રહ ચગેનું વિવેચન થઈ શકે તેમ નથી, સાગરદત્તે
તિષિઓની પૂજા કરી વિદાય કર્યા, સુંદર દિવસ હોવાના કારણે પિતાજીએ આનંદપૂર્વક આજ્ઞા આપી જણાય છે.
શ્રેષ્ઠિપુત્રે તરત જ દ્રવ્ય વ્યય કરીને સુલભ વસ્તુઓ મંગાવી લગ્નની તૈયારી કરી. સ્ત્રીઓએ મંગળ ગીતે ગાયાં, રાત્રે સુંદર વષવાળી વિષાના દામનકની સાથે લગ્ન થયાં, સવાર થતાં જ પ્રસન્ન ચિત્ત શ્રેષ્ઠિ ઘેર આવ્યા, દૂરથી