________________
૩૪
તેના લાવણ્યરૂપ પકમાં મગ્ન એવી મારી ગાય રૂપી દષ્ટિને કેવી રીતે બહાર કાઢી શકું. તેના શિકારી જેવા પ્રેમબંધને, મારા મૃગ રૂપી મનને બાંધી લીધું છે.
તેના શરીર આદિ અવયવ ઉપર વળેલા પ્રસ્વેદના બિંદુઓ કહી રહ્યા છે. કે ભારે શ્રમિત બનીને હમણાં જ અહીં આવી સુતેલ મુસાફર છે. - આ યુવાન કોઈપણ જાતને હોય તેની સાથે મને કોઈ સંબંધ નથી. તે પછી કુલાદિથી મને શું? પણ મનગમત યુવાન મારો સ્વામિ થશે. પ્રેમ કેઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી, પાંચાલિકાની સમાન થંભની પાસે નિશ્ચલ અને મિનિમેષ ઉભી રહેલી વિષાએ યુવાનના વસ્ત્રમાં ગાંઠ જેઈકૌતુકથી ગાંઠ ખોલીને “લેખ છે, તપાસ્ય, બન્ને તરફ પિતા તથા ભાઈનું નામ જોવામાં આવ્યું. પિતાના અક્ષરને જોઈ લેખમાં શું હશે? કુતુહલતા પૂર્વક લેખ ખોલીને વિષા વાંચવા લાગી, સ્વર્ગ જેવા ગેકુળમાં દરરોજ ઉત્સવોથી બિરાજમાન સમુદ્રદત્ત તરફથી રાજગૃહ નગરમાં માનનીય અગ્રગણ્ય પુત્ર સાગરદત્તને જણાવું છું કે અમે સર્વે સકુશળ છીએ, અને મેકલાવેલ માણસને આવતાની સાથે તરત જ જરૂરથી વિષ, આપજે. પુત્ર! આ કાર્યમાં વિકલ્પ કે વિલંબ જરાપણ કરીશ નહી. કાર્યને જલદીથી સિદ્ધ કરવાનું છે.
હું પણ આવતી કાલે ત્યાં આવી જઈશ, લેખના અર્થને વિચારતી વિષા વિષાદથી બેલી ઉઠી. હે તાત ! વૃદ્ધા