________________
વસ્થામાં પણ આપની બુદ્ધિ કેમ બગડી છે? નૃશંસબોલે, આ મનુષ્ય રત્નને મારવાથી તમારું કર્યું કાર્ય સિદ્ધ થવાનું છે? ભાગ્યે જ આવા પુત્ર રત્નને સ્ત્રીએ જન્મ આપે છે. પિતાજીએ ઝેર આપવાનું લખ્યું છે. તે આજ્ઞાંતિભાઈ જરૂરથી ઝેર આપી દેશે, શું આ પત્રને ફાડી ફેંકી દઉં? અથવા બીજે લખીને મૂકી દઉં,અથવા અક્ષરને બદલી નાખું, કે જેનાથી બીજે અર્થ નીકળે, અરે ! સમજી ગઈ ‘વિષમની જગ્યાએ “વિષામ' કરી નાખું, ઘણું પુણ્યથી આવી બુદ્ધિ જડી આવી, આ સુંદર જીવશે અને મારે સ્વામિ પણ બનશે, એક જ કિયાથી આંબાના ઝાડને સિંચન પણ થશે, અને પિતાજી તૃપ્ત પણ થશે, આંખમાં આંજેલા કાજળને આંસુથી ભીજાવી નખ વડે ‘વિષ ની જગ્યાએ “વિષા ? કરી નાખ્યું. જેનાથી વિષ આપજે તેના બદલે “વિષા. આપજે આ અર્થ બની ગયે, લેખ હતો તેવી રીતે વસ્ત્રમાં બાંધી દીધે, વિષાં કામદેવના મંદિરમાં પૂજા કરવા ગઈ પૂજા થયા પછી બોલી કે હે દેવ ! આપે મારી ઉપર પ્રસન્ન થઈ યુવાનને બતાવ્યો છે તે હવે આપ પ્રસન્ન થઈને આ પુણ્યાત્માની સાથે મારા લગ્ન થાય તેવું વરદાન આપે, બલીને વિષા ઘેર આવી.
દામનક ઉંઘમાંથી ઉઠીને શ્રેષ્ઠિના ઘેર ગયે, સાગરદતિ મધુર વચનોથી દામનકને સત્કાર કર્યો, દામનકે સાગરદત્તને સમાચાર તથા લેખ આપ્યા, લેખ વાંચી અર્થ સમજીને વિચારવા લાગ્યું કે, “લેખ લઈ આવનારને તરત જ વિષા આપજે.”