________________
૩૩.
કે “જલદીથી જા, લખેલું કાર્ય જલ્દીથી પતાવી પાછે આવ, શ્રષ્ટિની આજ્ઞાને મસ્તકે ચઢાવી, લેખને કપડામાં બાંધી, ધનુષ્યને ખભે ધારણ કરી દામનક રાજગૃહના માર્ગે જવા નીકળ્યો, જમણી આંખ, જમણું અંગ અને જમણે હાથ, ફરકવાથી શુભ શુકનને માની દામનક પાણીના રેલાની જેમ પુર ઝડપે ઉપડયો, રાજગૃહી નગરીની સમીપમાં મનોરમ્ય ઉદ્યાન છે ત્યાં દામનને પ્રવેશ કર્યો. દૂરથી મધ્ય ભાગમાં કામદેવનું ગગનચુંબી મંદિર દેખાયુ અને અનુરાગ રૂપ સમુદ્રના મેજાની સમાન લાલ વિજાએથી સુશોભિત, પદ્યરાગ મણિમય કામમંદિર જોયું, અને દામનક ત્યાં ગયે, તેના એક ભાગમાં જઈને સૂઈ ગયે
આ બાજુ સમુદ્રદત્તની પુત્રિ “વિષા, ત્યાં આવી, મનગમતા પતિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તે દરરોજ કામદેવની ઉપાસના કરવા મંદિરમાં આવતી હતી, વિષાએ સૂતેલા દામનકને જે, અને મનમાં કામદેવને સંશય આવ્ય, વિષાની આંખે દામનકના રૂદય, કઠ, એઠ, મૂખ વિગેરે જેવા લાગી, દામનકના તમામ અવયવોની સુન્દરતા જોઈને આશ્ચર્ય ને અનુભવતી, જાણે કે કામદેવના બાણથી હૃદયમાં વિધાયેલી હોય તેમ માથાને હલાવવા લાગી, ઘણા દીવસે બાદ દાઢી મૂછવાળા, માંસથી ભરપૂર શરીર વાળા પુરૂષને જોઈ વિચારવા લાગી કે આના જે કોઈ પણ હજુ સુધી જોવામાં આવ્યું નથી, વળી બાહવેષ તથા આભૂષણ સિવાયનું સૌદર્ય ખીલતા કમલ જેવું છે.