________________
૩૨
દામનકના પક્ષમાં છે. અને વિશ્વાસઘાતી દુષ્ટ ચાંડાલે મને ઠગી મારા શત્રુને બચાવ્યો, તે હવે ચાંડાલ તું પણ ક્યાં જઈશ ! ઠીક છે. આ બધી વાતોને હું પહોંચી વળીશ,. આ પ્રમાણે વિચારતે શ્રેષ્ટિ બેલી ઉો હે વત્સ ! તુ અમારા પુણ્યદયથી બચી ગયો.
ચાંડાલ જેવા પાપીઓને અકૃત્ય જેવું કાંઈ હતું જ નથી. ચાંડાલેના હાથમાંથી છટકવું ખૂબ જ મુશ્કેલ છે. તારે શંકા કરવાનું કાંઈ કારણ નથી કારણ કે તેને મારવાથી મને કાંઈ લાભ થવાને નથીશેઠે ગોવાળને પણ કહ્યું કે - તમે દામનકને તમારી સાથે રાખે તે તમે એ ઘણું સારું કર્યું, ગોકુળ તે મારું બીજુ ઘર છે તેમ આ દામનક મારે બીજો પુત્ર છે. આ પ્રમાણે શ્રેષ્ટિએ પિતાની મેલી મુરાદ પાર પાડવા માટે દામનકના મનમાં વિશ્વાસ ઉન્ન કર્યો, ગેવાળાને પાછા કામે મોકલી શેઠ પિતાના સ્થાને આવ્યો.. જેમ તપેલી ભૂમિ પર સાપ તરફડીઆ મારે, તેવી રીતે પથારીમાં શ્રેષ્ઠિ તરફડીઆ મારવા લાગ્યો, રાતભર તેને શાંતિ નહતી, દામનકને મારવાના વિચારે મનમાં તેને સતાવતા હતા, રાત્રીના છેલા પહેરે તેણે ઉપાય શોધી કાઢો. સવારના દામનકને પ્રેમ પૂર્વક બેલાવી કહ્યું કે હે વત્સ! મારા અંગત કાર્યોમાં તું હમેશાં પાવર છે, માટે એક મારું અંગત કાર્ય છે, અને વળી ગુપ્ત પણ છે, માટે તું રાજગૃહ નગરમાં સાગરદત્તની પાસે જા, જેવી આપની આજ્ઞા, શ્રેષ્ટિએ લેખ લખીને આપ્યો અને કહ્યું