________________
કયાં છે, ત્યારે પરિજને જવાબ આપતા કે, તે, રમવા ગયે છે. કેઈ કોઈ વખત તે બાળકને લાવી શ્રેષ્ઠિને બતાવતા પણ હતા, દોરડાથી તેને બાંધેલું તેથી તે બાળકને લોકો દામનક કહેતા, બંધનમાં બંધાયેલા તે દામનકમાં ધીમે ધીમે વિનય અને વિવેક આવવા લાગ્યા, થડાક સમયમાં દામનકને બંધનમાંથી મૂક્ત કરવામાં આવ્યો. અનેક પ્રકારના કાર્ય કરતો, સહજ કમળતાવાળે દામનક થોડા જ વખતમાં પરિજન તથા સ્વજનમાં પ્રિય બની ગયે.
એક વખતે ગોચરી માટે બે મુનિઓ શ્રેષ્ઠિના ઘેર પધાર્યા, મુનિએ દામનકને જોયો. અવધિજ્ઞાનના ઉપયોગથી દીશા
ઓનું અવલેકન કરી, મોટા મુનિશ્વરે ધીમેથી નાના મુનિને કહ્યું કે જે બીજાઓથી પિાષાયેલે આ બાળક જે દેખાય છે. તે આ ઘરને માલીક થશે. બીજા ખંડમાં બેઠેલા શ્રેષ્ટિએ બારીમાંથી મુનિશ્વરના વચનો સાંભળ્યા, તરત જ શ્રેષ્ઠિનું મૂખ પડી ગયું, આઘાતથી અને ચિંતાથી મૂખ ઉપર કરચલીઓ પડી ગઈ, શેઠે વિચાર્યું હાય ! આ સમય વગરને વાઘાત કેમ? શું નોકર ઘરનો માલીક બનશે ? આ હું શું સાંભળું છું?
જ્ઞાની અને સત્યવાદી મહામુનિશ્વરોની વાણી કદાપિ અસત્ય હોતી નથી. હાય ! હું હણાઈ ગયે? મારાં જીવતા આ કેમ બને ? મેં સાપને દૂધ પીવડાવ્યું, મેં ઝેરી વૃક્ષને પાણી પાયું, આને માટે કરીને મેં શત્રુ ઉભે કર્યો છે. અરે ! આ શું વિચારું છું? શું મારામાં સ્ત્રીના જેટલી