________________
તમને જોતાં એમ લાગે છે કે એવો નહિ હોય કે જેની શિક્ષા મૃત્યુદંડ હોય, વિનિતાના મસ્તકાલંકારરૂપ અને. સાત્વિકતાના દ્રષ્ટાંતરૂપ એવા તમને મારીને નરકમાં પણ મને સ્થાન પ્રાપ્ત નહી થાય. | માટે હે વત્સ ! તું એવી જગ્યાએ ચાલ્યો જા કે શ્રષ્ટિને તારે ભેટ જ ન થાય, તું જીવંત છે. એવી ગંધ પણ આવશે તો આપણું બંનેનું કલ્યાણ નથી, પરંતુ. શ્રેષ્ઠિને વિશ્વાસ આવે માટે તારી એક આંગળી આપ, અને દામનકે પિતાની આંગળી આપી, દયાળુ હોવા છતાં યમદાસે આંગળી કાપી લીધી, પાછળના રસ્તેથી દામનકને વિદાય કર્યો, શ્રેષ્ટિને યમદાસે આંગળી બતાવીને પિતાનો ઉપહાર (ભેટ) લીધે. શ્રેષ્ઠિ પોતાના શત્રુના વધથી પ્રસન્ન થયો, અને બીચારો “દામનક' ટોળાથી છૂટા પડેલા હર
આની જેમ આમતેમ ભટકવા લાગે, યાતાયાત કરતે દામનક ગાડાના બળદની જેમ વનમાં ફરવા લાગે.
ત્યારબાદ ત્યાંથી ફરતે ફરતો શ્રેષ્ઠિના ગોકુળમાં આવ્યો, જે કે નજીકમાં કીડા કરતી ગેવલણના ગીતથી. ખેંચાઈને આવ્યો હતો, પહેલાં રાજગૃહમાં જોયેલે હોવાથી દામનકને ગેવાળાએ શેઠને માણસ સમજી ઓળખ્યો.. અને સન્માન કર્યું. દૂધ, દહી આદિ ભેજન કરાવ્યું, અને ત્યાંજ રાખ્યો, દામનક પણ બાલ્યાવસ્થામાં માતાના મરી જવાથી દૂધ ઈચ્છાપૂર્વક પીવા નહી મલ્યું હોવાથી અહીં આ ઈચ્છા મુજબ દૂધ અને દહીનો આહાર લેવાથી, થોડાક