________________
૨૭
કાયરતા, કેમ ? મારી બુદ્ધિ ત્રણે લેાકમાં પહેાંચી વળે તેમ છે. તેની સામે આ કાંઈ વિસાતમાં નથી.
આ ગુપ્ત શત્રુ ઉપેક્ષા કરવા યોગ્ય નથી પણ વધ કરવા યોગ્ય છે. માટે ગુપ્તતાથી આના ‘વધ’ કરવા જોઇએ, નહિતર લેાકમાં મારી આબરૂને કલક લાગશે, ત્યારબાદ શ્રેષ્ઠિએ યમદાસ' નામે વધસ્થાનાધિકારી-ચાંડાલને એકાંતમાં બેાલાવ્યો, અને કહ્યું કે મેં તને એક કામ માટે ખેલાવેલ છે. તું મારૂં કાર્ય કર, ઉઘરાણીના બહાને કાલ અપેારના હું જેને તારા ઘેર મેાકલું, તેનેા એકાંતમાં વધ કરજે, અને તેની એક આંગળી કાપીને મને બતાવજે, કે જેથી તેના મૃત્યુના મને વિશ્વાસ આવે, તને ઈનામમાં ઘણું દ્રવ્ય આપીશ, તારા ઉપર મારા વિશ્વાસ છે, તે માટે આ વાતનું રહસ્ય ગુપ્ત રાખજે, ચાંડાલે શ્રેષ્ઠિની વાતનેા સ્વિકાર કર્યાં.
ચાંડાલના ગયા પછી માયાવી શ્રેષ્ઠિએ દામનક પ્રત્યે અત્યંત પ્રેમ બતાવ્યે, અને તે દિવસને ખૂબ જ દુ:ખીત હૃદયે શ્રેષ્ઠિએ પસાર કર્યાં, બીજા દિવસે અપેારના સમયે નિય શ્રેષ્ઠિએ ઉઘરાણીને બહાને દામનકને ચાંડાલના ઘેર મેકલ્યો, જેવી આપની આજ્ઞા, કહી દામનક નિઃશંક ખાળકના ખેલ હાય તેવી રીતે નિયતાથી ગયા, મરેલા પશુઓથી વ્યાપ્ત, શ્મશાનના યુવરાજરૂપ, સાક્ષાત્ યમરાજની રાજધાનીરૂપ, નરકના પ્રતિષિ’ખસમાન, મેાતના શરીરરૂપ, લાહીથી ભરપૂર, હિંસાના તાંડવસમાન, હાડકાંના