________________
૨૩
દામનકની કથા - મહીલતના આભૂષણરૂપ મગધ નામે દેશ છે. મધ્યાહુને તપતા સૂર્યની જેમ સર્વ દેશના માથા બિરાજમાન છે. તે દેશમાં લક્ષ્મીના ભવનરૂપ, હંસથી સેવાતા કમલરૂપ રાજગૃહ નામે નગર છે. શત્રુઓને શાંત કરનાર તારાચંદ નામે રાજા રાજય કરે છે, જેના હાથમાં શૂરતારૂપી સૂર્યની છાયા સમાન તલવાર શોભે છે, તે રાજાને સર્વે અંગે માં નેત્ર સમાન અને સર્વે કાર્યોમાં મુખ્ય નગરમાં શ્રેષ્ઠ એવા સમુદ્રદત્ત અને માણિભદ્ર નામે બે શ્રેષ્ટિ મિત્રે છે. માણિભદ્રને શહિણી નામે સ્ત્રી હતી, પૂર્વના ત્રણાનુબંધ તથા મનુષ્યાય બાંધીને માછીમાર “નન્દકને જીવ રહિણની કુક્ષીને વિષે ઉત્પન્ન થયે, પૂર્ણ દીવસે જન્મ થયો, પૂર્વ જન્મમાં પહેલા કરેલી જીવહિંસાના પાપોદયથી જન્મતાંની સાથે જ તેની માતા રહિણીનું મૃત્યુ થયું. જ્યારે ત્રણ વર્ષને થયો ત્યારે નગરમાં ફેલાયેલી મહામારીને ભયંકર રોગમાં તેના પિતાજીનું અવસાન થયું, દાવાગ્નિની માફક તેના કુલમાં ફેલાયેલી મહામારીએ ઘણાને મારી નાખ્યા.
પૂર્વ જન્મમાં પાળેલી દયાના વિપાકથી આખા કુળમાં તે એકલે બાળક બચી ગયે, મહા મારીને અટકાવવા માટે ગામના ભદ્રિક લેકેએ તેના ઘરની ચારે બાજુ મેટી દિવાલ ઉભી કરી, બહાર નીકળવાને રસ્તે નહી હોવાથી ઘરમાં રહી ગયેલા, ભૂખ અને તરસથી વ્યાકુલ બનેલા ચતુર બાળકે હાથ વડે જે કાંઈ ખાવા ગ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ તેનાથી ભજન કરી પાણી પીને પિતાના પ્રાણની રક્ષા