________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દુખે છે, અધું મુખ વાંકું થાય છે, આદાશીશી થાય છે અને બધી ઇંદ્રિયે દુર્બળ બને છે. ઓડકાર રોકવાથી કંઠ અને મોટું ભર્યા જેવું લાગે છે અને તેમાં સોયે ભેંકાયા જેવી પીડા થાય છે, તેતડું બોલાય છે; શ્વાસ અને પ્રશ્વાસ લેવાતા અટકી જાય છે અને વખતે હેડકી જેવા વાયુમાંથી ઉત્પન્ન થનારા ભયંકર વિકાર ઉત્પન્ન થાય છે. ઊલટીના વેગને રોકવાથી શરીરે ખૂજલી થાય છે, મોટાં મોટાં ઢીમાં થાય છે, અન્ન પર અભાવે થાય છે, મુખ પર કાળા ડાઘ પડે છે, સેજા અને પાંડુરોગ થાય છે, તાવ આવે છે અને વખતે કેહને અને વિસને ભયંકર વ્યાધિ થાય છે. કામના વેગને તથા શુકના વેગને રોકવાથી મૂત્રાશયમાં સેજે ચડે છે અને તેમાં અસહ્ય, તીવ્ર અને તીક્ષ્ણ વેદના થાય છે; પેશાબ કબજ થાય છે, શુકામરી (પથરી) બંધાય છે, વિર્ય ગળે છે અને વખતે ઇંદ્રિયના સોજાથી મનુષ્યનું મરણ થાય છે. ભૂખના વેગને રોકવાથી આંખે અંધારાં આવે છે, શરીર કળે છે, અરુચિ થાય છે અને આંખમાં ખાડા પડી જાય છે. તરસના વેગને રોકવાથી ગળું તથા મોઢે સુકાય છે, કાન બહેરા થાય છે, હૃદયમાં પીડા થાય છે અને શરીરની રસધાતુ સુકાય છે. શ્વાસશ્વાસના વેગને રોકવાથી હૃદયરોગ, મૂછી અને ગુલમની ગાંઠ થાય છે. નિદ્રાના વેગને રોકવાથી બગાસાં પર બગાસાં આવે છે ને આખું અંગ કળે છે, નેત્ર અને માથું અત્યંત ભારે થઈ જાય છે અને ઝોકાં પર ઝોકાં આવે છે.
ઉપર પ્રમાણેનાં તેર જાતનાં ઉદાવતનાં લક્ષણે ઉપરથી રેગનું સ્વરૂપ સમજાયા પછી જે જે કારણથી રોગ ઉત્પન્ન થયે હોય તે તે કારણેને ત્યાગ કરવાથી અથવા જે જે વેગો કાયલા છે, તે તે વેગની પ્રવૃત્તિ કરાવવાથી, તે તે ઉપદની શાંતિ થાય છે. પરંતુ ઉદાવતમાં ભયંકર રૂપ ધારણ કરનારા અધેવાયું, મળ,
For Private and Personal Use Only