Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004542/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - શ્રાવક જીવન. ભાગ બીજો આચાર્યશ્રી વિજય ભદૃપ્તિસૂરીશ્વરજી Page #2 -------------------------------------------------------------------------- ________________ જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રુપે જન્મેલા મૂળચંદભાઈ જૂઈની જેમ ઉઘડતી જવાનીના ઉંબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ૨૦૦૭ના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનુવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભગુમવિજયજીના રુપે દીક્ષાજીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન’ વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ર૦ વરસની ઉંમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવાં ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય– બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર–સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છેસંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ્ય ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન મહારાષ્ટ્ર / તામિલનાડુ / આન્ધ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહાયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત’ (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ: મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી – ગુજરાતી – અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. Education International श्रीयुत संपतराज चकल्याण મકાનના નથી તેમ કાર P For Private & Psonal Use Only महे Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ભાગ : બીજો આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી-વિરચિત ‘ધર્મીબન્દુ’ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આધારિત રોચક, બોધક અને પ્રેરક પ્રવચનો (પ્રવચન : ૨૪થી ૪૭) प्रकाशन कल्याण विश्व ट्रस्ट ઝૂઠસાળા : પ્રવચનકાર : આચાર્યદેવશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી Page #4 -------------------------------------------------------------------------- ________________ ઃ સંપાદન : મુનિશ્રી ભદ્રબાહુવિજ્યજી ': અનુવાદ : ડો. પ્રહલાદ પટેલ, M.A., Ph.D., વડનગર પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા - પિન : ૩૮૪ ૦૦૨. મૂલ્ય : પચાસ રૂપિયા. પ્રથમ આવૃત્તિ. પ્રત : ૩ હજાર. વિ. સં. ૨૦૪૯, પોષ. લેસર ટાઈપસેટિંગ : મેક ગ્રાફિક, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. મુદ્રક : મહેશ મુદ્રણાલય, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. Shrawak-Jivan : By : Acharya Bhadraguptsuriji Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રાસંગિક : ‘ધર્મબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આપવામાં આવેલાં પ્રવચનોનો પહેલો ભાગ (પ્રવચન : ૧થી ૨૩) પ્રકાશિત થયા પછી બહુ જ થોડા દિવસો પછી આ બીજો ભાગ (પ્રવચન : ૨૪થી ૪૭) પ્રકાશિત થાય છે. ત્રીજો ભાગ (પ્રવચન : ૪૮થી ૭૨) હવે પ્રેસમાં જવાની તૈયારીમાં છે. ત્યારબાદ ચોથો ભાગ પણ પ્રકાશિત થશે. ત્રીજા અધ્યાય ઉપર પણ, પહેલા અધ્યાયની જેમ, ૯૬ પ્રવચનો પ્રકાશિત થવાની ધારણા છે. જો તમારે સારું જીવન જીવવું છે; સાત્ત્વિક, ધાર્મિક અને આદર્શમય જીવન જીવવું છે; તો આ પ્રવચનો તમને માર્ગદર્શન આપશે. આ બીજા ભાગમાં તો સવારે ઊઠીને રાત્રે સુતાં સુધી ક્રમશઃ તમારે શું શું ક૨વું જોઈએ, તે દૈનિક કાર્યક્રમ જ બતાવવામાં આવ્યો છે. તમારી વર્તમાન પરિસ્થિતિ, સંયોગો વગેરેને લક્ષમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો ખરેખર, તમારે આ દુર્લભ મનુષ્યજીવન સફળતાથી જીવી જવું છે, તો થોડી નૈતિક હિંમત કેળવો અને જીવનમાં પરિવર્તન કરો. કંઈ જ અશક્ય નથી. દૃઢ મનોબળ હશે તો પરિવર્તન કરી શકશો. માટે, આ પ્રવચનો તમે શાન્તિથી વાંચજો. વાંચીને, આમાંથી તમે શું શું કરી શકો એમ છો, એની અલગ નોંધ (Notes) કરજો. જો તમે ‘શ્રાવકજીવન’નો પહેલો ભાગ ન વાંચ્યો હોય તો વાંચી જજો. એમાંથી પણ જે તમને સ્વીકારવું શક્ય લાગે તેની નોંધ કરજો. તમે ધારશો તો ઘણું કરી શકશો. આ પ્રવચનો મેં હિન્દીભાષી પ્રદેશોમાં હિન્દી ભાષામાં આપેલાં હતાં. ‘અરિહંત’ માસિકમાં છપાઈ પણ ગયાં હતાં. એ પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ શ્રી પ્રલાદભાઈ પટેલે (M.A., Ph.D.) કાળજીપૂર્વક સરળ શૈલીમાં કર્યો છે...... બીજું બધું સંપાદન વગેરેનું કાર્ય મારા અંતેવાસી મુનિ ભદ્રબાહુએ કરેલું છે. સહુ આત્માર્થી જીવો, અધ્યયન-મનન-ચિંતનથી આત્માનંદ પામો, એ જ મંગલ કામના, પંચગીની પોષ વદ : ૫, વિ. સં. ૨૦૪૯ - ભદ્રગુપ્તસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दुः सूत्राणि ||४०|| वात्सल्यमेतेष्विति ||४१ || नमस्कारेणावबोधः ||४३|| ★ समान धार्मिक मध्ये वासः ★ धर्मचिन्तया स्वपनम् ||४२|| ★ प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवंदनम् ||४४ || ★ सम्यक् प्रत्याख्यान क्रिया ||४५|| ★ यथोचितं चैत्यगृहगमनम् ||४६ || ★ विधिनाऽनुप्रवेशः || ४७|| ★ भावतः स्तवपाठः ||४९|| ★ गुरुसमीपे प्रत्याख्यानाभिव्यक्तिः ||५१|| सम्यक् तदर्थालोचनम् ||५३|| ★ जिनवचन श्रवणे नियोगः || ५२|| ★ आगमैकपरता ।। ५४ || श्रुतशक्यपालनम् ॥५५॥ ★ अशक्ये भावप्रतिबन्धः || ५६ || तत्कर्त्तृषु प्रशंसोपचारौ || ५७ ॥ ★ निपुणभावचिन्तनम् ||५८|| गुरुसमीपे प्रश्नः || ५९ || ★ निर्णयावधारणम् || ६०|| ग्लानादिकार्याभियोगः ||६१|| ★ कृताकृत प्रत्युपेक्षा ||६२|| उचितवेलयाऽऽगमनम् ||६३|| ★ धर्मप्रधानो व्यवहारः || ६४ || द्रव्ये संतोषपरता || ६५ ॥ ★ धर्मे धनबुद्धिः || ६६ || शासनोन्नतिकरणम् ||६७ || ★ विभवोचितं विधिना क्षेत्रदानम् ||६८|| ★ सत्कारादिर्विधिः निःसंगता च ॥ ६९ ॥ ★ वीतराग धर्मसाधवः क्षेत्रम् ||७०|| ★ दुःखितेष्वनुकम्पा यथाशक्ति द्रव्यतो भावतश्च ॥७१ || उचितोपचार करणम् ||४८ || चैत्यसाधुवन्दनम् ||५०|| Page #7 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૨૪) પરમ કપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થજીવનનો વિશેષ ધર્મ બતાવી રહ્યા છે. બાર વ્રતોનો વિશેષ ધર્મ બતાવ્યા પછી તેઓ વ્રતધારી ગૃહસ્થની સામાન્ય જીવનચર્યા બતાવે છે. વ્રતમય જીવન સુરક્ષિત રહે એ દૃષ્ટિએ આચાર્યશ્રીએ જીવનચય બતાવી છે. સામાન્ય રીતે તમામ વ્રતધારીઓ માટે આ જીવનપદ્ધતિ બતાવી છે. વિશિષ્ટ સંજોગો ઉપસ્થિત થતાં આ જીવનપદ્ધતિમાં પરિવર્તન કરી શકાય છે, પણ તેમાં વૃષ્ટિ વ્રતસુરક્ષાની રહેવી જોઈએ. જ્ઞાની પુરુષો સવાંગીણ દૃષ્ટિવાળા હોય છે ? વ્રત આપવા માત્રથી યા તો લેવા માત્રથી કાર્ય પૂર્ણ થતું નથી. વ્રત આપનારાઓએ વ્રત લેનાર સારી રીતે વ્રતપાલન કરી શકે એવું માર્ગદર્શન આપવું જોઈએ. વ્રત લેનારાઓએ વ્રત લેવા માત્રથી પોતાની જાતને કતકત્વ સમજવી ન જોઈએ. વળી વ્રત આપનાર જ્ઞાની પુરુષ એકાંગી ન હોવા જોઈએ, તેમની દ્રષ્ટિ સવાંગીણ હોવી જરૂરી છે. "વ્રત લેનાર ગૃહસ્થ ક્યાં રહે છે,” એ સ્થાનમાં - “લોકાલીટી’માં વતપાલન કરી શકશે? “જે પરિવારમાં તે રહે છે તે પરિવારમાં રહીને તે સારી રીતે વ્રતપાલન કરી શકશે?” આવી અનેક વાતો વિચારવાની હોય છે. આવી વાતોનો વિચાર કર્યા વગર જો વ્રત આપવામાં આવે તો મોટે ભાગે વ્રતધારી માણસ પ્રતિકૂળ સંજોગોમાં વ્રતભંગ કરી બેસે છે. જો વ્રતભંગ નથી કરતો તો વ્રતને દૂષિત તો કરી જ બેસે છે. એટલા માટે સૌ પ્રથમ તો વ્રતધારીએ ક્યાં રહેવું જોઈએ, એનું ઘર કેવા સ્થળે હોવું જોઈએ, એ વાત ગ્રંથકાર બતાવે છે. સમાન ધાર્મિક મધ્યે વાસઃ તમારે એવી જગાએ રહેવું જોઈએ કે જ્યાં તમારા સમાન ધાર્મિક લોકો વસતા હોય. તમે જે ધર્મમાં માનતા હો, તે ધર્મમાં માનનારા લોકો જ્યાં વસતા હોય ત્યાં તમારે રહેવું જોઈએ. આ વાત ગ્રંથકારે કઈ દ્રષ્ટિએ કહી છે, તે તમે સમજ્યા? આ વાત તમારા વ્રતમય જીવનની સુરક્ષાની દ્રષ્ટિએ કહેવામાં આવી છે. કોઈ વાર તમારું મન વ્રતો પ્રત્યે લાપરવાહી રાખે, તમે વ્રતપાલનમાં દોષ લગાડી બેસો તે સમયે તમારો સાધર્મિક તમને પ્રેરણા આપીને વ્રતપાલનમાં દૃઢ કરી શકે છે. સાધમિકોનું આ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રાવકજીવન પરસ્પર કર્તવ્ય છે; તમે પણ અન્ય સાધર્મિકોને પ્રેરણારૂપ બની શકો છો. આ વિષયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો વિચારવી પડશે. – રહેવા માટે જગાની પસંદગી કઈ વૃષ્ટિએ કરવી. – સાધર્મિક પરિવારો સાથે મૈત્રીસંબંધ સાચવી રાખવો. - આસપાસમાં વસતા સાધર્મિકો પ્રત્યે આપણા કર્તવ્યોનું પાલન કરવું. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે - રહેવા માટે જગાની પસંદગી. જો તમે મુંબઈ, મદ્રાસ, બેંગલોર, દિલ્હી, કલકત્તા, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં રહેતા હો અને તમારી આજુબાજુ સાધર્મિક (જૈન) રહેતા હોય, તમે જે બિલિડંગમાં રહેતા હો તે બિલ્ડિંગમાં બધા જૈન રહેતા હોય તો પછી કોઈ પ્રશ્ન નથી. સભામાંથી પરંતુ જો અમે ‘વ્રતધારી’ ન હોઈએ તો સાધર્મિકો સાથે રહેવું શું આવશ્યક છે ? મહારાજશ્રી હા, જો કે ભલે તમે વ્રતધારી નથી પણ જૈન તો છો ને! તમારે જો તમારું જૈનત્વ ટકાવવું હોય, જૈન આચાર-વિચારોને જીવંત રાખવા હોય તો પણ તમારે જેનોની સાથે જ રહેવું પડશે ! માત્ર નામના જૈનો સાથે રહેવાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. જેનોમાં પણ આચાર-ભ્રષ્ટતા વધી રહી છે ઃ જો કે જે જૈન-પરિવારો સાધુ-સાધ્વીઓના પરિચયમાં નથી આવતા, જેમને જૈનધર્મનો ઉપદેશ સાંભળવા મળતો નથી, જૈનધર્મનું સાહિત્ય વાંચવા મળતું નથી એટલે કે જે લોકો ધર્મથી વેગળા છે, એવા જૈન-પરિવારોમાં જૈન-આચારોનું પરિપાલન થતું નથી. એ લોકો રાત્રિભોજન કરે છે, કંદમૂળ ખાય છે, વાસી ભોજન પણ લે છે, કેટલાક લોકોના ઘરોમાં શરાબ પણ શરૂ થઈ ગયો છે. તો વળી કેટલાક લોકો ઈંડાં પણ ખાય છે ! જેન-પરિવારોમાં વિડિયો આવી ગયા અને એના દ્વારા ગંદી ફિલ્મો પણ જોવાય છે. સદાચાર અને વ્યભિચારના ભેદ ભૂલી ગયા છે. એવા લોકો તો ભલે જૈન હોય પણ તેમની પાસે રહેવાથી આપણું વ્રતમય જીવન સુરક્ષિત રહી શકતું નથી. આજે તો ઘર-ઘરમાં કૉલેજડિગ્રીધારી માતા-પિતા અને છોકરા-છોકરીઓ થઈ ગયાં ! ધર્મની બાબતમાં વાદ-વિવાદ કરે છે. "શા માટે ધર્મ આચરવો જોઈએ ?" વગેરે પ્રશ્નો પૂછશે, પરંતુ "શા માટે પાપ કરવું જોઈએ ?" એ પ્રશ્નનો જવાબ એમની પાસે નથી હોતો. એ લોકો એવા કુતર્ક કરે છે કે જો તમારી પાસે એમને ચૂપ કરી દેવાની બુદ્ધિ નહીં હોય, તેમને પ્રભાવિત કરવાની પ્રતિભા નહીં હોય, તો એ લોકો Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩ તમારા વ્રતમય જીવનની ભાવનાઓને નષ્ટ કરી શકે છે. આવા જૈનોની સાથે રહેવું એના કરતાં તો શ્રદ્ધાવાન અને ધાર્મિક પ્રકૃતિવાળા અજૈન લોકો સાથે રહેવું વધારે સારું છે. એ લોકો તમારી ધર્મભાવના તોડશે નહીં. જો તે લોકો મધ્યસ્થ ભાવવાળા હશે તો તેઓ તમારા જૈન-આચારોની પ્રશંસા કરશે. કોઈ કોઈ વાર તો તેઓ તમારી સાથે દેરાસર આવશે, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા પણ આવશે. ઉપવાસ પણ કરશે. જૈનધર્મની પ્રશંસા કરશે. મોટાં શહેરોની સમસ્યાઓ : મોટાં નગરોમાં તમે પહેલેથી જ - ૫૦-૬૦ વર્ષથી - તમે સારી જગાએ રહેતા હો તો કોઈ ચિંતા નથી; પરંતુ આજે તમે સાધર્મિકો સાથે રહેવા જશો તો જગા મળવી મુશ્કેલ છે. સારી લોકાલીટીમાં લાખો રૂપિયા સિવાય જગા નથી મળતી. ભાગ ૨ - સભામાંથી : આજકાલ વ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ઓછાં હશે ! મહારાજશ્રી ; ઘણાં ઓછાં છે. બાર વ્રતોને સ્વીકારીને વ્રતમય જીવન જીવનારાં શ્રાવક-શ્રાવિકાઓ ઘણી ઓછી સંખ્યામાં છે. આવી પરિસ્થિતિમાં વ્રતધારીની સાથે રહેવાની વાત સરળ નથી. હવે પહેલાંની જેમ મહોલ્લો-શેરી, પોળ વગેરેની વ્યવસ્થા રહી નથી. હા, જૈનોની સોસાયટીઓ હોય છે. જો તમે જૈન સોસાયટીમાં રહેતા હો તો જૈન-આચારોના પાલનમાં સરળતા રહી શકે છે, સુખદુઃખમાં એકબીજાનાં સહયોગી બની શકો છો પરંતુ આ વાત ત્યારે જ સંભવિત બની શકે કે તમારામાં ૫રસ્પર મૈત્રીભાવ હોય, અંદર-અંદર સ્નેહભાવ હોય. સાધર્મિક મૈત્રી આવશ્યક છે ઃ તમારી બાજુમાં સારો સાધર્મિક પરિવાર રહેતો હોય, સારો સદાચારી પરિવાર હોય, પરંતુ જો તમે એ પરિવાર સાથે ઝઘડા કરતા હો, એ પરિવારની નિંદા કરતા હો તો એ પરિવાર તમને ઉપયોગી નહીં બની શકે. તમે વ્રતધારી છો પરંતુ જો તમારા હૃદયમાં તમારા સાધર્મિકો પ્રત્યે મૈત્રીભાવ ન હોય, સ્નેહભાવ ન હોય તો તમારું સાધર્મિકો સાથે રહેવું નિરર્થક છે. મૈત્રીભાવ-સ્નેહભાવ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારો પરિવાર કોઈની ય સાથે ઝઘડો કરવો, લડવું, નિંદા કરવી વગેરે પસંદ ન કરતો હોય. મૈત્રીભાવ ટકાવી રાખવા કોઈક વાર વત્તેઓછું નુકસાન પણ સહન કરવું પડે છે. પ્રથમ તો સારો સાધર્મિક પરિવાર મળવો જ મુશ્કેલ છે. શું તમે બીજાઓ માટે સારા પરિવાર તરીકેનું દૃષ્ટાંત પ્રસ્તુત કરો છો ? તમારી આજુબાજુ રહેતા સાધર્મિકોનો ખ્યાલ રાખો છો ? તેમને માટે હિતકર વાતો વિચારો છો ? કે Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન – કયો સાધર્મિક સુખી છે, કયો દુઃખી છે? - કોણ જૈન-આચારોનું પાલન કરે છે અને કોણ નથી કરતું? – કોણ ગુણાનુરાગી છે અને કોણ નિંદાથી ટેવાયેલું છે? આ પ્રકારે જાણકારી મેળવીને સમાન ધર્મવાળા યા સમાન વિચારો ધરાવનારાઓનો એક સંઘ સ્થાપીને પરમાર્થનાં કાર્યો કરવાં જોઈએ. જે લોકો ધર્મવિમુખ હોય તેમની સાથે મિત્રતા કેળવીને તેમને ધમભિમુખ કરવા જોઈએ. જેઓ અનાચાર તથા દુરાચારના માર્ગે છે તેમની સાથે પ્રેમભાવ બાંધીને તેમને સદાચારના માર્ગ પર લાવવા જોઈએ. એક વાત યાદ રાખો કે મૈત્રીભાવ સ્થાપિત કર્યા સિવાય તમે કોઈને ય સાચા માર્ગ પર લાવી નહીં શકો. સભામાંથી અમે તો પતિત થયેલાંની નિંદા કરીએ છીએ, તેમનો તિરસ્કાર કરીએ છીએ ! મહારાજશ્રી કારણ કે તેમના પ્રત્યે તમારા દ્ધયમાં પ્રેમ નથી, મૈત્રીભાવ નથી. પ્રેમ હશે તો નિંદા નહીં થાય, મૈત્રી હશે તો તિરસ્કાર નહીં થાય. એટલા માટે કહું છું કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવો. સાધર્મિકો પ્રત્યે વિશેષરૂપે પ્રેમભાવ પ્રસ્થાપિત કરો. ગ્રંથકાર આચાર્યશ્રીએ સમાન ધાર્મિકો સાથે રહેવાનું જે માર્ગદર્શન આપ્યું છે, તેનો મૂળ હેતુ આ છે: એકબીજાની જીવનયાત્રામાં સહયોગી બનવું. એકબીજાને સહયોગી ત્યારે બની શકશો કે જ્યારે એકબીજા પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવ હશે. સાધર્મિકો સાથે રહીને પણ જો એમની સાથે વેરભાવ-વિરોધ કરશો તો સાથે રહેવાનું કોઈ વિશેષ મહત્ત્વ નથી રહેતું. એટલા માટે ગ્રંથકારે આગળનું સૂત્ર આપ્યું છે: “વાસંમેતેy t સાધર્મિકો પ્રત્યે વાત્સલ્ય હોવું જોઈએ. "વાત્સલ્ય”ના રચનાત્મક પ્રકાર બતાવતાં ટીકાકાર આચાર્યશ્રી કહે છે : - સાધર્મિકોને પોતાને ઘેર નિમંત્રણ આપીને તેમને ભોજન કરાવવું. – મળવા આવે તો તેમને પાણી વગેરે આપવું, મુખવાસ કરાવવો. સાધર્મિક બીમાર હોય તો તેની પાસે જવું, સુખશાતા પૂછવી, તેની પાસે બેસવું. રાત્રે બીમારની સેવામાં ઉપસ્થિત રહેવું. હૉસ્પિટલમાં જવું, જરૂરી હોય તો હૉસ્પિટલમાં રહેવું. જે સાધર્મિક દુઃખી હોય તો તેને આર્થિક સહાય પણ કરવી જોઈએ - જો તમે સુખી શ્રાવક હો તો ! Page #11 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ આ છે સાધર્મિક વાત્સલ્યના રચનાત્મક પ્રકારો. પરંતુ એના મૂળમાં હોવો જોઈએ મૈત્રીભાવ. પરસ્પર મૈત્રીભાવ હોવો જોઈએ. એકબીજાને ત્યાં જવાઆવવાથી, સારી વસ્તુઓનું આદાનપ્રદાન કરવાથી, બીમારીમાં એકબીજાની સેવા કરવાથી મૈત્રીભાવમાં વૃદ્ધિ થાય છે. જે શત્રુભાવ હોય તો બીમારીમાં અવસરોચિત સેવા કરવાથી શત્રુભાવ ટળી જાય છે અને મૈત્રીભાવ જાગૃત થઈ ઊઠે છે. બીમારીમાં સેવા કરો : એક નાનકડા શહેરની ઘટના છે. એક મહોલ્લામાં બે જૈન-પરિવારો પાસે પાસે રહેતા હતા. બંને પરિવારમાં સારો પ્રેમભાવ હતો. એકબીજાના ઘરમાં દિવસ દરમિયાન દશ વાર આવતા-જતા હશે. ભોજનમાં પણ કોઈ સારી વસ્તુ બનાવી હોય તો એકબીજાને ઘેર અવશ્ય પહોંચતી. એકબીજાનાં સુખદુઃખની વાતો કરતા. તીર્થયાત્રા કરવા જતા તો બંને પરિવારો સાથે જતા; આવો ઘનિષ્ઠ પ્રેમ આ પરિવારો વચ્ચે હતો. પરંતુ એક દિવસ આ પ્રેમના હજાર ટુકડા થઈ ગયા. એક નાની સરખી વાત આગમાં પરિવર્તિત થઈ ગઈ ! અને પ્રેમ બળીને રાખ થઈ ગયો. બંને ઘરોનાં નાનાં નાનાં બાળકો પણ પરસ્પર લડવા-ઝઘડવા લાગ્યાં. સ્ત્રીઓમાં પણ લડાઈ-ઝઘડા થવા લાગ્યા. દશ વર્ષમાં આ પ્રથમ લડાઈ હતી. પ્રથમ ઝઘડો હતો. વાત રાત્રે પુરુષોમાં પહોંચી, પરંતુ બંને ઘરના પુરુષોએ મૌન ધારણ કરી લીધું. કારણ કે બંને ઘરના પુરુષોએ પહેલેથી જ નિર્ણય કરી લીધો હતો કે : "સ્ત્રીઓમાં કોઈક વાર ઝઘડો થઈ શકે, પરંતુ સ્ત્રીઓની વાતો સાંભળીને આપણે ઝઘડો કરવો નથી.” શું તમારે લોકોને આવી પ્રતિજ્ઞા લેવી છે? સ્ત્રીઓનો ઝઘડો તમારે વહોરી લેવાનો નથી. તેમની વાતો સાંભળી તરત જ ઝઘડવાનું નથી. જો તમે પ્રતિજ્ઞા લો તો ૯૦ ટકા ઝઘડા પતી જાય ! સભામાંથી સ્ત્રીની વાત સાચી હોય તો પણ ન માનવી? મહારાજશ્રી ઝઘડવાની વાત ન માનવી; સાચી વાત માનવાનો કોણ ઈન્કાર કરે છે? સાચી વાત માનવાની તત્પરતા હોય તો અમારી વાત માનો ને ? અમે સાચી વાત કરીએ છીએ ને? ઝઘડો કરવાની વાતથી દૂર રહો. આ બંને ઘરોના પુરુષો સમજદાર હતા. સ્ત્રીઓએ એમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ શાન્ત રહ્યા, પણ બે ઘરોનો વ્યવહાર તૂટી ગયો. બોલવાનો વ્યવહાર પણ ન રહ્યો. એક પરિવારના મુખ્ય માણસનું નામ હતું અવનીશભાઈ જ્યારે બીજા પરિવારના મુખ્ય માણસનું નામ હતું રજનીશભાઈ. આ બંનેની Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન સમજદારી હોવાથી એક વર્ષ સુધી કોઈ કજિયો ન થયો. સ્ત્રીઓએ પણ ઝઘડો ન કર્યો, કારણ કે ઘરમાં વર્ચસ્વ પુરુષોનું હતું. ઘરમાં સમજદાર માણસનું વર્ચસ્વ હોય તો ઘર ખરાબીથી બચી જાય છે. પછી સમજદાર સ્ત્રી હોય યા પુરુષ હોય. સમજદાર સ્ત્રીનું પ્રભુત્વ હોય તો પણ સારું છે. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. અવનીશભાઈ પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા. અચાનક રજનીશભાઈના ઘરમાંથી સ્ત્રીની ચીસ સંભળાઈ. અવનીશભાઈ ઊભા થઈ ગયા, ઘરની બહાર આવ્યા, તો સ્ત્રીનો પીડાવાનો અવાજ સંભળાયો. તેમણે તેમની પત્નીને બોલાવીને ગંભીરતાપૂર્વક કહ્યું : "જરા એ ઘરમાં જઈને જુઓ...શું વાત છે ?" એક વાર તો પત્નીએ પતિની સામે જોયું અને ઊભી રહી. અવનીશભાઈએ કહ્યું : "કેમ ઊભી છે? તું નહીં જાય તો મારે જવું પડશે, કોઈ સ્ત્રી દર્દથી પીડાઈ રહી છે.” આગળ અવનીશભાઈ અને પાછળ તેમની પત્ની રજનીશભાઈને ઘેર ગયાં. ઘરમાં એકલી સ્ત્રી હતી – રજનીશભાઈની પુત્રવધૂ. તે સગભાં હતી અને તેના પેટમાં ભયંકર વેદના થતી હતી. આ વેદના પ્રસવની વેદના હતી. ઘરમાં અન્ય કોઈ સ્ત્રી-પુરુષ ન હતાં. અવનીશભાઈએ તેમની પત્નીને કહ્યું તું શોભાની પાસે બેસ. હું ગાડી કાઢે છે. અત્યારે જ શોભાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડશે. તેમણે પોતાની ગાડી કાઢી, શોભાને ગાડીમાં બેસાડી, ઘર બંધ કર્યું તાળું માર્યું અને ત્રણે જણાં હૉસ્પિટલ પહોંચ્યાં. શોભાને દાખલ કરીને અવનીશભાઈએ રજનીશભાઈને ઑફિસમાં ફોન કર્યો અને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી. “તમે અહીં આવશો ત્યાં સુધી અમે બંને શોભાની પાસે બેઠાં છીએ. કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં.” ફોન કરીને અવનીશભાઈ ખંડની બહાર બેઠા હતા એટલામાં જ તેમની પત્નીએ આવીને સમાચાર આપ્યા કે : "શોભાએ પુત્રને જન્મ આપ્યો છે.” અવનીશભાઈ આનંદિત થયા. અડધા કલાકમાં રજનીશભાઈની ગાડી હૉસ્પિટલે પહોંચી. અવનીશ દ્વાર આગળ ઊભા હતા. તેમણે રજનીશને સમાચાર આપ્યા કે "શોભાએ પુત્રને જન્મ આપ્યો છે અને બંનેની તબિયત સારી છે. તમારી ભાભી શોભાની પાસે બેઠી છે. હું જાઉં છું.” રજનીશની પત્ની વગેરે સ્ત્રીઓ હૉસ્પિટલમાં શોભાની પાસે પહોંચી ગઈ, પરંતુ રજનીશે અવનીશનો હાથ પકડી લીધો; રજનીશના મોટા પુત્ર કોશલે અવનીશના Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાગ ચરણોમાં પ્રણામ કર્યા. પિતાપુત્ર બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ. રજનીશે કહ્યું : ”અવનીશભાઈ, તમે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તમે શોભાના અને આવનાર બાળકના પ્રાણ બચાવ્યા. તમારો ઉપકાર જિંદગીપર્યંત નહીં ભૂલીએ.” અવનીશ કશું બોલ્યા વગર ઊભા રહ્યા. - ૨ કોશલ બોલ્યો : "કાકા, જ્યાં સુધી શોભા ઘરે નહીં આવે ત્યાં સુધી અમે તમારે ત્યાં ભોજન કરીશું.” અવનીશે કોશલને માથે હાથ ફેરવતાં કહ્યું : "બેટા, તારું જ ઘર છે......અવશ્ય, ભોજન આપણે સાથે બેસીને જ કરીશું. આથી તારી કાકીને ખૂબ આનંદ આવશે.” એટલામાં રજનીશની પત્ની ત્યાં આવી અને બોલી ઃ "શોભા અને બાળક બંને કુશળ છે, ત્યારે કોશલે કહ્યું : "મા, તું અહીં રહે, અમે બધાં અવનીશકાકાને ત્યાં ભોજન કરીશું. તું ભાભીને મોકલી દે.” કોશલની માએ અવનીશને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું : "ભાઈ, મને ક્ષમા કરી દો, મારે લીધે જ આપણા બે પરિવારોમાં તિરાડ પડી હતી.......તમે તિરાડ દૂર કરી.......અમારા ઉપર મહાન ઉપકાર કર્યો....... અમે આ ઉપકારને કદી ય નહીં ભૂલીએ.” અવનીશે કહ્યું : "ભાભી, ઉપકાર નથી કર્યો, મારી પુત્રવધૂને બચાવવાનો મારો ધર્મ હતો........વધારે કશું નહીં." બંને. પરિવારોમાં ફરીથી મૈત્રી બંધાઈ ગઈ. જિનશાસનની સારભૂત વાતો : जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् साधर्मिक वात्सल्यं भक्तिश्च तथा जिनेन्द्राणाम् ॥ ૧. જીવદયા, ૨. કષાયોનો નિગ્રહ, ૩. સાધર્મિક વાત્સલ્ય અને ૪. જિનેન્દ્ર ભગવંતની ભક્તિ. આ ચાર વાતો જિનશાસનની સારભૂત વાતો છે. જો આ ચાર વાતો જીવનમાં આવી જાય તો જીવનમાં જિનશાસન આવી જાય છે. હવે આ ચાર વાતો ૫૨ થોડું વિવેચન કરીશ. જીવદયા ઃ પ્રથમ વાત બતાવી છે જીવદયાની. "દયા" સામાન્યતઃ દુઃખી જીવો પ્રત્યે બતાવવામાં આવે છે. દયાનો જન્મ કોમળ હૃદયમાં થાય છે. જો તમારું હૃદય કોમળ હશે, મૃદુ હશે તો જ દયાનો જન્મ થશે. કઠોર અને ક્રૂર હૃદયમાં દયાનો જન્મ થતો નથી. દયા અને મૈત્રીનું કાર્ય સમાન હોય છે. ‘પરહિત’ કરવું જેમ મૈત્રીનું કાર્ય છે Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન તેમ દયાનું પણ કાર્ય છે. દયા કરવી એટલે પરહિત કરવું. મૈત્રીભાવ રાખવો એટલે કે પરહિત કરવું. જિનશાસનનું સારરૂપ પ્રથમ તત્ત્વ છે પરહિત. બીજા જીવોના હિતનો જ વિચાર કરવાનો છે. દ્રવ્યહિત અને ભાવહિત - બંને પ્રકારના હિતોનો વિચાર કરવાનો છે. ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નગ્નને વસ્ત્ર આપવું, નિર્ધનને ધન આપવું, રોગીને ઔષધ આપવું - આ સર્વે દ્રવ્યદયા છે. જે હિંસક છે તેને અહિંસક બનાવવો, જે જૂઠું બોલનાર છે તેને સત્યવાદી બનાવવો. જે ચોરી કરે છે તેને પ્રામાણિક અને નીતિવાન બનાવવો, દુરાચારી છે તેને સદાચારી બનાવવો, પરિગ્રહીને અપરિગ્રહી બનાવવો, ક્રોધીને ક્ષમાવંત બનાવવો, અભિમાનીને વિનમ્ર બનાવવો, માયાવીને સરળ બનાવવો - આ સર્વે ભાવદયા છે. આ દ્રવ્યદયા અને ભાવદયા - બંને પરહિતના કાર્યો છે. આ પરમાર્થ છે. આ પરમાર્થ જિનશાસનનું સારભૂત તત્ત્વ છે. શું કદી પણ તમારા હૃદયમાં બીજા જીવોના હિતનો, તેમના સુખ-શાન્તિનો વિચાર આવે છે? "સંસારના તમામ જીવોનું હિત થાઓ, બધા જીવો સુખી થાઓ, સર્વે જીવોને શાન્તિ મળો, કોઈનું પણ અહિત ન થાઓ, કોઈ જીવ દુઃખી ન થાઓ, કોઈનેય અશાન્તિ ન હો” - આવી સંવેદના શું પેદા થાય છે? જો આવી સંવેદના થતી હોય તો સમજવું કે તમારું દય કોમળ છે, મૃદુ છે. જો તમે તમારા જ સ્વાર્થમાં લીન હશો, પોતાના જ વિચારોમાં ડૂબેલા હશો તો પરમાર્થની દૃષ્ટિ ખૂલશે નહીં. સ્વાર્થના રાહ ઉપર ચાલવાથી કષાયોનાં ભૂત ડગલે ને પગલે સતાવતાં રહેશે. કષાયોનો નિગ્રહ : કષાયોનો નિગ્રહ કરવો એ જિનશાસનનું બીજું સારભૂત તત્ત્વ છે. કષાય-નિગ્રહ કરવા માટે સ્વાર્થનું વિસર્જન કરવું પડશે. જ્યાં સુધી સ્વાર્થ રહેશે, થોડોક પણ સ્વાર્થ રહેશે ત્યાં સુધી કષાયો દૂર થવાના નથી. કષાયોનો નિગ્રહ કરવા પ્રયત્ન કરવો જ પડશે. કષાયોને કારણે જ આપણે ક્લેશ, અશાંતિ, ઉદ્વેગ અને સંતાપ અનુભવીએ છીએ. ગમે તેટલી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ જો કષાયોનો નિગ્રહ ન કર્યો તો શાન્તિ- સમતા - સમાધિ મળનારી નથી. કષાયને કારણે મૈત્રીભાવ પણ તૂટી જાય છે. કષાયનિગ્રહ કરનારો મનુષ્ય જ મૈત્રીભાવને અખંડ રાખી શકે છે. સભામાંથી કષાયોનો નિગ્રહ કરવો ખૂબ મુશ્કેલ લાગે છે. કષાયો વધતા રહે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૯ ભાગ ૨ મહારાજશ્રી નિરાશ થવાનું નથી. કષાયોનો નિગ્રહ કરવાનો સંકલ્પ કરો. “મારે કષાયો ઘટાડવા જ છે.” આવો સંકલ્પ કરીને કષાયો ઘટાડવાની યોજના બનાવો. યોજનાનું સ્વરૂપ બતાવું છું : સર્વ પ્રથમ તમે એવી વાતોની નોંધ કરો કે કેવી કેવી વાતોમાં તમને ક્રોધ આવે છે. કેવી કેવી વાતોમાં અભિમાન આવે છે. ક્યારે ક્યારે માયા-કપટ કરવાની ઇચ્છા થાય છે. ક્યારે લોભ ઊછળે છે. - આ નોંધને આધારે વિચાર કરો કે તમે ક્યાં ક્યાં ક્રોધ, અભિમાન, માયા અને લોભથી બચી શકો એમ છો. ક્યાં ક્યાં ક્રોધાદિ ટાળી શકો એમ છો. તમને લાગે કે "આવા આવા સંજોગોમાં ક્રોધ વગેરેથી બચી શકતો નથી” તો એની નોંધ કરો. મને ક્રોધ આવશે તો હું બીજે દિવસે મીઠા વગરનું ભોજન કરીશ, વધારે પ્રમાણમાં ક્રોધ આવશે તો બીજે દિવસે ઉપવાસ કરીશ અથવા સો રૂપિયા અનુકંપા-દાન આપીશ.' આ રીતે જાતે જ દંડનો સ્વીકાર કરવો. આ રીતે અભિમાન થતાં, માયા-કપટ થતાં, લોભ થતાં સ્વયં દંડનો સ્વીકાર કરવો. એવાં પુસ્તકો વાંચવાં કે જે વાંચવાથી કષાયો પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થાય. કષાય કરવાનાં કટુ પરિણામોનું જ્ઞાન થાય અને ક્ષમા-નમ્રતા-સરળતાનિર્લોભતાનું જ્ઞાન થાય. ક્રોધી, અભિમાની, માયાવી અને લોભીને મિત્ર ન બનાવવો. જો મિત્ર હોય તો ત્યજી દેવો. આવા ક્રોધી વગેરે લોકો પાસે બેસવું નહીં. વધારે વાતિલાપ ન કરવો. દ્વેષ-ઈર્ષા-ઘૃણા-તિરસ્કાર, અભિમાન, કપટ, લોભને વધારનારાં પિક્ચરો ન જોવાં. કષાયો પર વિજય મેળવવો હોય તો સિનેમા-નાટક જોવાં બંધ કરવાં. ગમે તેમ કરીને કષાયો પર કાબૂ મેળવવો જોઈએ. કષાયોનો નિગ્રહ કરવો જિનશાસનનો સાર છે. સાધર્મિક વાત્સલ્ય ઃ જેમ કષાય-નિગ્રહ સારભૂત તત્ત્વ છે તેવી રીતે સાધર્મિક વાત્સલ્ય પણ સારભૂત તત્ત્વ છે. "વાત્સલ્ય”ના પ્રકારો તમને બતાવ્યા છે. સર્વ પ્રથમ તો સાધર્મિકો પ્રત્યે મૈત્રીભાવ હોવો અતિ આવશ્યક છે. મૈત્રીભાવ હશે તો જ સાચું વાત્સલ્ય હૃદયમાં ઉત્પન્ન થઈ શકશે. કોઈ પણ સાધર્મિક પ્રત્યે દ્વેષ-તિરસ્કાર-ઘૃણા કરવી નહીં. તમે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવકજીવન નથી કરતાને? સભામાંથી ખૂબ કરીએ છીએ. દ્વેષ કરીએ છીએ, ઝઘડીએ છીએ. મહારાજશ્રી ઃ તો પછી સાધર્મિક વાત્સલ્યનો ધર્મ તમે નથી કરી શકતા. જે કષાય-નિગ્રહ નથી કરી શકતો તે સાધર્મિક મૈત્રી પણ નથી કરી શકતો. મૈત્રી વગર વાત્સલ્ય ન હોઈ શકે. સાધર્મિક વાત્સલ્યમાં વિવેક આવશ્યક એક વાત યાદ રાખો કે જેમ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરવી એ ધર્મ છે એવી રીતે સાધર્મિક વાત્સલ્ય પણ ધર્મ છે - એક વિશિષ્ટ ધર્મક્રિયા છે. પરંતુ આજકાલ તમે લોકો સાધમિક વાત્સલ્યને જમણવાર સમજવા લાગ્યા છો. “સ્વામિવાત્સલ્ય” કહો કે “સાધર્મિક વાત્સલ્ય' કહો – એક જ છે. સાધર્મિક વાત્સલ્યની ક્રિયા મોટે ભાગે તમામ જૈનસંઘોમાં થાય છે, પરંતુ ભાવના મૃતપ્રાયઃ થઈ ગઈ છે. વિવેક તો રહ્યો જ નથી. હું તમને કેટલાક સવાલો પૂછું છું; જવાબ આપો? ૧. શું તમે સ્વામિવાત્સલ્યને દિવસે જિનપૂજા કરો છો ? ૨. શું એ દિવસે તમે બ્રહ્મચર્યનું પાલન કરો છો? ૩. શું તે દિવસે તમે ગુરુસેવા કરો છો ? ૪. શું એ દિવસે દુઃખી જીવો માટે અનુકંપા-દાન આપો છો ? ૫. શું સ્વામિવાત્સલ્યમાં ભોજન કરતી વખતે મૌન રાખો છો ? ૬. ખાતાં ખાતાં બોલતા તો નથીને ? ૭. કોઈની સાથે ઝઘડો તો નથી કરતાને? ૮. એંઠું તો નથી મૂકતાને ? - જો તમે આ આઠ વાતોનું પાલન કરતા હશો તો તમારું સાધર્મિક વાત્સલ્ય શ્રેષ્ઠ પ્રકારનું કહી શકાશે. – ઓછામાં ઓછી ત્રણ વાતોનું પાલન કરતા હશો તો તમારું સાધર્મિક વાત્સલ્ય ઠીક-ઠીક કહી શકાશે. – અને ત્રણથી વધારે, પણ આઠથી ઓછી વાતોનું પાલન કરતા હશો તો તમારું સાધર્મિક વાત્સલ્ય મધ્યમ પ્રકારનું કહી શકાશે. તમે વિચારો. સાધર્મિકોની સેવાભક્તિ મૈત્રીભાવથી કરવી. જિનેન્દ્રપૂજા : જિનશાસનનું ચોથું સારભૂત તત્ત્વ છે જિનેન્દ્રપૂ. જિનેશ્વર ભગવંતોનું દર્શન Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૧ અને પૂજન પ્રતિદિન કરવું જોઈએ. જો તેમનું સ્મરણ ર્દયમાં નિરંતર ચાલતું હશે તો તેમનાં દર્શન-પૂજનની ભાવના સહજતાથી થશે. પરમાત્માનું સ્મરણ દ્ધયમાં ત્યારે જ આવે કે જ્યારે પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોય. કેટલાક જીવોને પૂર્વજન્મના સંસ્કારોને લીધે પરમાત્મા પ્રત્યે સહજતાથી પ્રેમ હોય છે, તો કેટલાક જીવોને પ્રેમ બાંધવો પડે છે. પ્રેમનો નવો સંબંધ બાંધવો પડે છે. પ્રેમ થઈ ગયો કે સ્મરણ થાય જ. સ્મરણ થતું રહેશે તો દર્શનની ઈચ્છા જાગતી રહેશે. દર્શનની સાથે સ્પર્શનની ઈચ્છા જાગૃત થશે જ. સ્પર્શનનો અર્થ છે પૂજન. તમારું પૂજન વિધિપૂર્વક અને ભાવપૂર્વક થશે. પ્રથમ કામ કરો પરમાત્મા સાથે પ્રેમ કરવાનું. ઉપસંહાર : સાધમિકો સાથે રહેવાથી આ તમામ વાતો સરળતાથી બની શકે છે. તમારી આસપાસ રહેનારાઓ દરરોજ ઊઠતાંની સાથે જ મંદિરે જાય છે, તો તમે પણ મંદિર જશો. એ લોકો પ્રતિદિન પૂજા કરે છે, તો તમે પણ પૂજા કરવા જશો. અથવા તમે દરરોજ મંદિર જતા હો, દર્શન-પૂજન કરતા હો તો તમને જોઈને તમારી આજુબાજુના લોકો મંદિર જવા માંડશે. તમે જો સાધર્મિકોની ભાવથી ભક્તિ કરતા હશો તો તે લોકો પણ કરશે. તમે દીન-દુઃખી લોકોને વસ્ત્ર-ભોજન વગેરે આપતા હશો તો તેઓ પણ આપવા લાગશે. જો તમે સાધર્મિકોની આપત્તિમાં સહયોગી બનશો, આપત્તિ દૂર કરવામાં સહાયક બનશો તો તે સાધર્મિકો પણ બીજાના દુઃખમાં સહયોગી બનવાની પ્રેરણા પામશે. તમારે "સાધર્મિક વાત્સલ્યના ધર્મમાં આલંબન બનવાનું છે. બનશોને? તમે લોકો મારી પાસે આવો છો, ધર્મનો ઉપદેશ સાંભળો છો, ધર્મતત્ત્વ સમજો છો, તો તમારે બીજા લોકો માટે આલંબનરૂપ બનવું જ જોઈએ. જે લોકો પ્રમાદને કારણે યા અન્ય કારણોથી ધર્મગુરુઓ પાસે જઈ શકતા નથી, સધર્મની વાતો સાંભળી શકતા નથી, જેઓ સ્વાર્થમાં અટવાઈ પડ્યા છે, તે સર્વેના તમારે સહયોગી બનવાનું છે. સમજી લેવું કે સાધર્મિક ભક્તિ એ પરમાત્માની ભક્તિ છે, કારણ કે પરમાત્માના શાસનને વહન કરનાર સાધર્મિક છે. પરમાત્માની જય પોકારનાર સાધર્મિક છે. સમય આવતાં ધર્મની રક્ષા માટે પ્રાણ આપનાર-પ્રાણની આહુતિ આપનાર સાધર્મિક છે. એટલા માટે ગ્રંથકાર મહર્ષિ કહે છે : સાધર્મિકો પ્રત્યે મૈત્રીભાવ રાખવો. અવસર પ્રમાણે તેમનો આદર-સત્કાર કરવો. અહિંસક અને દયાપ્રધાન સમાજની સાથે રહેવાથી પારિવારિક સુરક્ષા પણ થાય Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રાવકજીવન છે. મારામારી અને હુમલા જેવાં અનિષ્ટો પ્રાયઃ ઓછાં થાય છે. જીવનવ્યવહારમાં ન્યાય-નીતિ અને પ્રામાણિકતાનું પાલન સરળ બને છે. આ દૃષ્ટિએ અહિંસક અને દયાપ્રધાન જૈનસમાજ સાથે રહેવું અન્ય જાતિના લોકો પણ પસંદ કરે છે. શાન્તિપ્રિય અને અહિંસામાં શ્રદ્ધા રાખનાર બીજા હિન્દુઓ પણ જૈન સોસાયટીઓમાં મકાન લેવું પસંદ કરે છે. એટલા માટે બની શકે તો સાધર્મિકો સાથે રહેવું અને તેમની સાથે મૈત્રીભાવ રાખીને વાત્સલ્ય કરતા રહેવું. આજે, બસ આટલું જ. Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨૫ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. બાર વ્રતમય વિશેષ ધર્મ બતાવીને વિશેષ ધર્મનું પાલન કરનારાં શ્રાવક-શ્રાવિકાઓની દિનચર્યા કેવી હોઈ જોઈએ, એ વિષયમાં વિશદ - સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. "સમાન ધાર્મિક લોકોની આસપાસ રહેવું જોઈએ અને એ સાધર્મિકોનું વાત્સલ્ય કરવું જોઈએ.” એટલું માર્ગદર્શન આપ્યા પછી તેઓશ્રી કહે છે ઃ ધર્મચિન્તયા સ્વપનમ્ । ધર્મભાવનાનું ચિંતન કરતાં કરતાં નિદ્રાધીન થવું જોઈએ. સૂતી વખતે ધર્મીચંતન કરવું ઃ જો તમે સૂતી વખતે શુભ ભાવનાઓમાં હશો તો તમારી સંપૂર્ણ રાત્રિ શુભ ભાવનાઓમાં વ્યતીત થશે. નિદ્રા પૂર્વે જે ભાવ હોય છે, એટલે કે જે ભાવની સાથે તમે નિદ્રાધીન થાઓ છો તે જ ભાવ નિદ્રામાં પણ રહે છે. ટીકાકાર આચાર્યશ્રીએ કહ્યું છે : शुभ भावना सुप्तो हि तावन्तं कालमवस्थितः शुभः परिणाम एव નમયતે । જો રાત્રિને શુભ બનાવવી હોય તો ધર્મચિંતન કરતાં કરતાં સૂવાની ટેવ પાડો; એનાથી અનેક લાભ થાય છે ઃ ૧. ખરાબ - અશુભ સ્વપ્ર નથી આવતાં. ૨. સતત પુણ્યબંધ થાય છે. ૩. નિદ્રામાં જ આયુષ્ય પૂર્ણ થઈ જાય તો સદ્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૪. શાન્ત નિદ્રા આવે છે. પહેલો લાભ કેટલો મહત્ત્વપૂર્ણ છે ! કેટલાય લોકોને ખૂબ ખરાબ સ્વપ્ર આવે છે. તેઓ સ્વપ્રમાં રડે છે, ડરે છે, ખૂબ જ પરેશાન થાય છે. આવા લોકો જો શુભ ભાવનાઓ ભાવીને સૂઈ જાય તો આ હેરાનગતિથી મુક્ત થઈ જાય. બીજો લાભ તો મહાન છે જ. રાતભર શુભ - ધાર્મિક ભાવના ચાલતી રહે છે, એનાથી સતત પુણ્યકર્મનો બંધ થતો રહે છે. નિદ્રામાં પુણ્યકર્મનો બંધ ! પ્રયત્ન કર્યા વગર પુણ્યકર્મ ઉપાર્જન થાય છે ! ત્રીજો લાભ પણ અસાધારણ છે. કેટલાય લોકો નિદ્રામાં શ્વાસ તોડી દે છે. મરી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવકજીવન જાય છે. જો ધર્મભાવના ભાવતાં ભાવતાં સૂઈ ગયો હોય તો તેનો આત્મા સદ્ગતિ પામે છે. આત્મા દુર્ગાંતથી બચી જાય છે. ચોથો વિશિષ્ટ લાભ છે - શાન્ત નિદ્રા પામવાનો. જેને અનિદ્રાનો રોગ હોય, એટલે કે નિદ્રા આવતી ન હોય તેને ધર્મભાવના ભાવતાં સહજતાથી નિદ્રા આવી જાય છે. કારણ કે ધર્મીચંતન કરવાથી મનમાં ચિંતા રહેતી નથી. મન ચિંતામુક્ત થઈ જાય છે. કષાયોથી પણ મન મુક્ત થઈ જાય છે. એટલે નિદ્રા આવી જાય છે. સભામાંથી : ધર્મીચંતન કરવાનો સમય જ ન મળતો હોય, પથારીમાં પડતાંની સાથે જ નિદ્રા આવી જતી હોય તો શું કરવું જોઈએ ? મહારાજશ્રી : શ્રી નવકારનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ. એક..... બે.....ત્રણ.......જેટલા નવકાર ગણી શકો, જપતા રહો. જપતાં જપતાં સૂઈ જાઓ ! જેને ઊંઘ ન આવતી હોય તેણે ધર્મીચંતન કરતા રહેવું. ધર્મચંતન કેવી રીતે કરવું ? : ધર્મચિંતન ભિન્નભિન્ન પ્રકારે થઈ શકે છે. "ધર્મબંદુના ટીકાકાર આચાર્યદેવે બ્રહ્મચારી મહાપુરુષોનું સ્મરણ કરવાનો નિર્દેશ કર્યો છે. धन्यास्ते बन्दनीयास्ते तैत्रैलोकयं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जितः ॥ ‘જેણે ત્રણે ભુવનોને પરેશાન કર્યાં છે તેવા કામમલ્લને જેમણે જીત્યો છે, તેવા મહાપુરુષો ધન્ય છે, તે મહાપુરુષો વંદનીય છે. આવા મહાપુરુષોથી ત્રિલોક પવિત્ર છે.’ આ રીતે બ્રહ્મચારી મહાપુરુષોની પુણ્યસ્મૃતિ કરવી જોઈએ. પરંતુ તમારા મનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ હશે તો જ આ પ્રકારે બ્રહ્મચારી મહાપુરુષોની સ્મૃતિ થતી રહેશે. બ્રહ્મચર્યનું મૂલ્ય તમારા મનમાં સ્થાપિત થશે તો તમારો પોતાનો પણ આદર્શ બ્રહ્મચર્યપાલન થશે. "હું ક્યારે બ્રહ્મચર્યના પાલનમાં સમર્થ બનીશ ? ક્યારે હું વિષયવાસના ઉપર વિજય પામીશ ?” આવી ભાવના તમારા મનમાં છે ? વિષયભોગ પ્રત્યે નફરત પેદા થઈ છે ? વિષય-ભોગ ભોગવતાં પણ વિષયથી નિવૃત્ત થવાની ઇચ્છા પેદા થઈ છે ? વિચારજો, ગંભીરતાથી વિચારજો. વૈષયિક સુખ પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થવો ખૂબ જરૂરી છે. અને એ ભાવ જાગૃત કરવા માટે બ્રહ્મચારી મહાપુરુષો પ્રત્યે આદરભાવ-પૂજ્યભાવ હોવો એ એક ઉપાય છે. ચાર સંજ્ઞાઓમાં મૈથુનસંજ્ઞા મનુષ્યમાં પ્રબળ હોય છે. એ સંજ્ઞા ઉપર વિજય Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૫ મેળવવો એ આસાન કામ તો નથી. મોટા મોટા તપસ્વીઓને પણ આ વાસના સતાવે છે. મોટા મોટા યોગી પુરુષોને પણ તે પરેશાન કરે છે. છતાં પણ અશક્ય વાત નથી. કામવાસના પર વિજય પામવાની ભાવના જાગવી જોઈએ. અને આ રીતે પ્રતિદિન સૂતા પહેલાં બ્રહ્મચારી મહાપુરુષોનું પુણ્યસ્મરણ કરતા રહેવું જોઈએ. એ મહાપુરુષોની અલૌકિક કૃપાથી કોઈક કાળે તમે બ્રહ્મચર્યનું પાલન કરવામાં સમર્થ બની જશો. આ રીતે બીજું પણ ધર્મચિંતન બતાવ્યું છે. તીર્થોનું ભાવચિંતન કરવું? તીથનું ધર્મચિંતન કરવું. યતિ દિનચય” નામના ગ્રંથમાં આચાર્યશ્રી ભાવદેવસૂરિજીએ લખ્યું છે : नंदीसर अठ्ठावय सित्तुंजय उज्जयंत सम्मेयं । पमुहाई तित्थाई बंदेऽहं परमभत्ति० ॥१४४॥ નંદીશ્વર, અષ્ટાપદ, શત્રુંજય ગિરનાર અને સમેત શિખર વગેરે તીથને હું પરમ ભક્તિથી વંદના કરું છું.' અહીં આચાર્યદેવે જે તીથોનાં નામ આપ્યાં છે, તેમાંથી પ્રથમ બે તીથી આપણામાંથી કોઈએ જોયાં નથી. નંદીશ્વર અને અષ્ટાપદ તીર્થ આપણે જોયાં નથી. નંદીશ્વર દૂર છે, અષ્ટાપદ અદ્રશ્ય છે ! છતાં પણ શાસ્ત્રોમાં બંને તીર્થોનું વર્ણન વાંચવા મળે છે. તમારે આ તીર્થોનું વર્ણન જાણવું છે? પ્રથમ નંદીશ્વર તીર્થનું વર્ણન કરું છું. નંદીશ્વર તીર્થ : નંદીશ્વર તીર્થ નંદીશ્વર દ્વીપ ઉપર આવેલું છે. ભારત એટલે આપણે જંબૂદ્વીપમાં છીએ. આપણો દ્વીપ જંબૂદીપ કહેવાય છે. જંબૂદીપ એક લાખ યોજન વિસ્તારવાળો જેબૂદ્વીપની ચારે કોર "લવણ સમુદ્ર આવેલો છે. તેનો વિસ્તાર બે લાખ યોજનનો છે. એની પછી ધાતકીખંડ આવેલો છે. તે ચાર લાખ યોજન વિસ્તારવાળો છે. ધાતકીખંડની ચારે તરફ કાલોદધિ સમુદ્ર છે. તે આઠ લાખ યોજન વિસ્તારવાળો છે. તેની ચારે બાજુપુષ્કરવર દ્વીપ આવેલો છે. તે સોળ લાખ યોજનાનો છે. પુષ્કરવાર દ્વિીપની ચારે બાજુ ૩૨ લાખ યોજનાના વિસ્તારવાળો પુષ્કરવાર સમુદ્ર આવેલો છે. તેની પછી વારુણી દ્વીપ, જે ૬૪ લાખ યોજનાના વિસ્તારવાળો છે. તેની ચારે બાજુ વારુણી સમુદ્ર છે, જે ૧૨૮ લાખ યોજનાનો છે. તેની પછી સીરદ્વીપ, જે ૨૫ લાખ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રાવકજીવન યોજનના વિસ્તારવાળો છે. તેની ચારે બાજુ ક્ષીરવર સમુદ્ર છે, જે ૪૧૨ યોજન વિસ્તૃત છે. તેની પછી વૃતવર દ્વીપ, જે૮૨૪ લાખ યોજન વિસ્તૃત છે. તેની ચારે બાજુ વૃતવર સમુદ્ર છે, જે ૧૬૪૮ લાખ યોજન વિસ્તૃત છે. તેની પછી ઈક્ષદ્વીપ છે, જે ૩૨૯૬ લાખ યોજન વિસ્તૃત છે. તેની ચારે કોર ઈસુ સમુદ્ર છે, જે ૫૯૨ લાખ યોજન વિસ્તૃત છે. આની પછી નંદીશ્વર દ્વીપ આવેલો છે. તે દ્વીપ ૧૩,૧૮૪ લાખ યોજનના વિસ્તારનો છે. એટલે એનો ઘેરાવો ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજનાનો છે.. આ નંદીશ્વર દ્વીપના મધ્યમાં ચારે દિશાઓમાં ચાર “અંજનગિરિ નામના પર્વતો છે. પૂર્વ દિશામાં "દેવરમણ” નામનો અંજનગિરિ છે. દક્ષિણમાં "નિત્યોદ્યોત” નામનો અંજનગિરિ છે. પશ્ચિમમાં “સ્વયંપ્રભ” નામનો અને ઉત્તરમાં "રમણીય” નામનો અંજનગિરિ છે. આ ચારે પર્વતો ઉપર એક-એક વિશાળ મંદિર છે. ચાર અંજનગિરિની ચારે દિશાઓમાં એક-એક લાખ યોજન દૂર ચાર-ચાર વાવડીઓ છે એટલે કે ૧૬ વાવડીઓ છે. દરેક વાવડીની વચ્ચે એક-એક પહાડ છે. “દધિમુખ’ નામના ૧૬ પહાડ છે. દરેક પહાડ ઉપર ૧-૧ જિનમંદિર છે. - ચાર અંજનગિરિનાં ચાર જિનમંદિરો અને ૧૬ દધિમુખ પહાડો ઉપર ૧૬ જિનમંદિરો, કુલ ૨૦ જિનમંદિરો છે. આ જિનમંદિરો ચાર દરવાજાવાળાં હોય છે. ૧00 યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચાં હોય છે. નંદીશ્વર દ્વીપની ચાર વિદિશાઓમાં ચાર “રતિકર નામના પહાડો છે. આ ચાર પહાડો ઉપર ચાર જિનચૈત્ય છે. આ પહાડ ૧૦,૦00 યોજન લાંબા અને ૧૦,૦૦૦ યોજન પહોળા હોય છે. ૧૦00 યોજન ઊંચા અને ૨૫૦ યોજન ઊંડા હોય છે. આ રીતે નંદીશ્વર દ્વીપની ઉપર ૨૪ જિનચૈત્યો છે. બીજી માન્યતા અનુસાર નંદીશ્વર દ્વીપ ઉપર પર જિનચૈત્યો છે. આ નંદીશ્વર તીર્થ, વિશેષ રૂપે દેવોનું તીર્થ છે. દેવલોકનાં દેવ-દેવીઓ ત્યાં આવે છે અને પરમાત્માની ભક્તિ કરે છે. વિદ્યાધર મનુષ્યો પણ ત્યાં આવે છે. આપણે ત્યાં જઈ શકતા નથી, પરંતુ માનસિક યાત્રા કરી શકીએ છીએ ! કલ્પનાથી ત્યાં જવું, માનસયાત્રા ખૂબ મહત્ત્વ ધરાવે છે. અષ્ટાપદ તીર્થ : બીજી માનસયાત્રા કરવાની છે અાપદ તીર્થની. કેટલાંક વર્ષોથી આ તીર્થ અદ્રશ્ય છે. પરંતુ ભગવાન મહાવીરના સમયમાં શ્રી ગૌતમસ્વામી પગે ચાલીને અષ્ટાપદ તીર્થની તળેટીમાં ગયા હતા અને સૂર્યકિરણો પકડીને પહાડ ઉપર ગયા Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ હતા. આ વાત અનેક ગ્રંથોમાં આવે છે. એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ તીર્થ મગધ દેશબિહાર)ની આજુબાજુમાં હોવું જોઈએ. ભગવાન ઋષભદેવ પણ તેમનો નિવણિ કાળ અને નિર્વાણ ભૂમિને જાણીને અયોધ્યાથી વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા. આ વાત ઉપરથી એ અનુમાન પુષ્ટ થાય છે કે અષ્ટાપદ મગધ દેશની પાસે અયોધ્યાની નજીક હોવું જોઈએ. મગધ અને અયોધ્યાની પાસે અત્યારે તો હિમાલય છે! બીજો કોઈ ૩૨ ગાઉં ઊંચો પર્વત એ પ્રદેશમાં નથી. ભગવાન ઋષભદેવનું નિવણ અષ્ટાપદ પર્વત ઉપર થયું. તેમના પુત્ર ભરત ચક્રવર્તીએ પિતા અને પરમાત્માની સ્મૃતિમાં ત્યાં "સિંહનિષદ્યા” નામનો અતિ ભવ્ય પ્રાસાદ (ચેત્ય) બનાવ્યો. સુવર્ણનું મંદિર બનાવ્યું. તેમાં ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકર ભગવંતોની રત્નમય પ્રતિમાઓ બનાવીને સ્થાપિત કરી. પ્રત્યેક તીર્થંકરના દેહમાન - Hight and body • ના પ્રમાણવાળી પ્રતિમાઓ બનાવડાવી અને ચાર દિશામાં પ્રતિમાઓ સ્થાપિત કરાવી. - પૂર્વ દિશામાં ઋષભદેવ અને અજિતનાથની બે પ્રતિમાઓ. - દક્ષિણ દિશામાં સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ અને પપ્રભની ચાર પ્રતિમાઓ. - પશ્ચિમ દિશામાં સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શિતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ અને અનંતનાથની આઠ પ્રતિમાઓ અને ઉત્તર દિશામાં ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની દશ પ્રતિમાઓ સ્થાપિત કરી. તમારે લોકોએ અષ્ટાપદ તીર્થની આ પ્રકારે કલ્પના કરવી. કલ્પના કરીને ૨૪ તીર્થકર ભગવંતોનાં દર્શન-વંદન કરવાં. વિશેષ રૂપે ભગવાન ઋષભદેવની સ્તુતિપ્રાર્થના કરવી. કારણ કે આ ઋષભદેવ ભગવાનની નિવણિ ભૂમિ છે-કલ્યાણક ભૂમિ છે. ખૂબ જ પવિત્ર અને પ્રભાવક ભૂમિ છે. મનથી-હ્મયથી એ ભૂમિની સ્પર્શના કરવી. શત્રુંજય તીર્થને ભાવવંદના કરવીઃ આના પછી શત્રુંજય તીર્થની ભાવવંદના કરવાની છે. તમે લોકોએ સૌરાષ્ટ્રમાં આવેલા આ તીર્થની યાત્રા તો કરી છે ને? પાલીતાણા ગયા છો ને? જો ન ગયા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાવકજીવન હો તો એક વાર અવશ્ય જઈને શત્રુંજય તીર્થની યાત્રા કરજો. શત્રુંજય પર્વત ઉપર બાહ્ય સૌંદર્ય જોવાનું નથી; તેની અંદરની પવિત્રતાને સ્પર્શવાની છે. આ પવિત્ર પર્વત ઉપર અનંત અનંત આત્માઓએ પોતાના કર્મનાં બંધનો તોડ્યાં છે અને તેઓ સિદ્ધ બન્યા છે. આ પર્વતનો એક-એક કાંકરો એ સિદ્ધ આત્માઓના સ્પર્શથી પવિત્ર બનેલો છે. જો યાત્રા કરી હશે તો એ તીર્થની સ્મૃતિ આવશે. તળેટીનાં મંદિરોનાં દર્શનવંદન અને પૂજન કરીને યાત્રાનો પ્રારંભ કરવો. પહાડ ચડતી વખતે આ પહાડ ઉપર કોણ કોણ મહાપુરુષો મોક્ષે ગયા છે - તેમને યાદ કરવા, કયા કયા મહાપુરુષોએ આ ગિરિરાજ ઉપર મંદિરોનું નિર્માણ કર્યું, જિર્ણોદ્ધાર કર્યો, તેમને યાદ કરવા. કયા કયા મહાપુરુષોએ આ તીર્થની રક્ષા કરી, રક્ષા કરતાં કરતાં પોતાના પ્રાણ અર્પણ કર્યા, તેમને યાદ કરવા. ઉ૫૨ પહોંચીને ભગવાન શાન્તિનાથનાં દર્શન-પૂજન કરીને ભગવાન ઋષભદેવના દરબારમાં પહોંચી જવું. ત્રણ પ્રદક્ષિણા આપવી. ત્રણ વાર પ્રણામ કરીને હવિભોર ચિત્તે ભગવાનનાં દર્શન કરવાં. સ્તુતિ કરવી. અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી ભાવપૂજા કરવી. પરમાત્મામાં લીન બની સ્તવન કરવું. પરમાત્માની ભવ્ય મૂર્તિ સામે પોતાની આંખોથી ત્રાટક ક૨વું. દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરીને મંદિરની બહાર આવવું. આસપાસનાં મંદિરોમાં દર્શન-પૂજન કરીને "રાયણવૃક્ષ" નીચે જઈને ભગવાન શ્રી ઋષભદેવનાં ચરણોમાં શિર ઝુકાવવું, પૂજન કરવું. એની પછી નૌ ટૂંકમાં જઈને એક-એક ભવ્ય મંદિર, એક-એક નયન મનોહર મૂર્તિનાં દર્શન-વંદન કરતા જવું. નવટૂંકની યાત્રા પૂર્ણ કરીને "ઘેટીની પાગ” પહોંચવાનું છે. ત્યાં જિનમંદિરમાં જઈને દર્શન-પૂજન કરવાં અને ગિરિરાજને પ્રણામ કરીને નીચે ઊતરવાનું. ધર્મશાળામાં પહોંચીને સાધુ-સાધ્વીઓને સુપાત્ર દાન આપવાનું છે, સાધર્મિક ભક્તિ કરવાની છે અને પછી ભોજન ક૨વાનું છે ! અભક્ષ્યનો ત્યાગ અને રાત્રિભોજનનો પણ ત્યાગ કરવાનો છે. ભાવયાત્રા થઈને ! દ૨૨ોજ સૂતા પહેલાં આવી ભાવયાત્રા કરતા રહો. ગિરનાર તીર્થની યાત્રા કરો ઃ કલ્પનાથી પાલીતાણાથી જૂનાગઢ પહોંચવામાં વાર નહીં લાગે ! એક ક્ષણમાં જૂનાગઢ પહોંચી, શરીર શુદ્ધ કરીને, શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ગિરનાર પર્વત ઉપર ચડવાનો પ્રારંભ કરો. જો તમે આ તીર્થનો ઇતિહાસ વાંચ્યો હશે તો અનેક રોમાંચક Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૯ વાતો તમારા મનમાં ઘૂમવા લાગશે. ઓછામાં ઓછાં ભગવાન નેમનાથનાં ત્રણ કલ્યાણકો તો યાદ કરવાં જ. - ભગવાન નેમનાથે આ પર્વત ઉપર દીક્ષા લીધી હતી. - ભગવાન નેમનાથને આ પર્વત ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. - ભગવાન નેમનાથનું નિવણ પણ આ પર્વત ઉપર થયું હતું. – ભગવાન નેમનાથની વાગ્દત્તા રાજીમતીએ આ પર્વત ઉપર આવીને ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. આ પર્વત ઉપર કરોડો દેવતાઓ ઊતરી આવતા હતા, સમવસરણ રચતા હતા. ભગવાને અહીં ધર્મતીર્થની સ્થાપના કરી હતી. ચતુર્વિધ સંઘની રચના કરી હતી. જ્ઞાનની ગંગા વહેવડાવી હતી ! આ પર્વતની એક ગુફામાં સાધ્વી રાજીમતી અને મહાશ્રમણ રથનેમિનો રોમાંચક સંવાદ થયો હતો. સાધ્વીએ સાધુની કામવાસનાને નિર્મૂળ કરીને સાધુને પતનના ગર્તમાં પડતો બચાવ્યો હતો. આ બધી વાતો યાદ કરતા કરતા પર્વત ઉપર પહોંચી જશો. ત્યાં ધવલ મંદિરનાં ઉન્નત શિખરો ઉપર લહેરાતી ધજાઓનાં દર્શન થતાં જ “નમો જિણાણ” બોલીને પ્રણામ કરવા. ભગવાન નેમનાથના મંદિરમાં જઈને શ્યામ વર્ણની જિનપ્રતિમાનાં દર્શન-પૂજન કરવાં. ભગવદ્ભક્તિથી ગદગદિત થવું. અન્ય જિનમંદિરોમાં જઈને એકે-એક જિનપ્રતિમાનાં દર્શન-વંદન કરવાં. આ રીતે ગિરનાર તીર્થની ભાવયાત્રા કરીને, કલ્પનાના યાનમાં બેસીને સમેત શિખર પહોંચી જવું. સૌરાષ્ટ્રથી સીધા જ બિહાર પહોંચી જવાનું છે! સમેત શિખર તીર્થની સ્પર્શના કરવી ? - બિહારમાં સમેત શિખરનો વિશાળકાય પર્વત આવેલો છે. આ પણ સિદ્ધક્ષેત્ર છે. તમારામાંથી કેટલાકે તો આ તીર્થની યાત્રા કરી હશે! પૂર્વદિશના તીર્થોની યાત્રાઓ આજકાલ ૪૦ વર્ષથી વધી છે ! ઘણા યાત્રા-પ્રવાસો, સંઘયાત્રાઓ આયોજિત થાય છે. આ પર્વત ઉપર ૨૦ તીર્થંકર ભગવંતો નિર્વાણ પામ્યા હતા. આ નિવણિ ભૂમિ છે. અહીં અનેક મુનિવરોએ અનશન ગ્રહણ કરીને મુક્તિ પ્રાપ્ત કરી હતી. ૨૪ તીર્થકરોમાંથી ભગવાન ઋષભદેવનું નિવણ અષ્ટાપદ પર્વત પર થયું હતું. ભગવાન વાસુપૂજ્યનું નિવણ ચંપાનગરીમાં થયું હતું. ભગવાન નેમનાથનું નિર્વાણ ગિરનાર પર્વત ઉપર જ્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ પાવાપુરીમાં થયું હતું. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રાવકજીવન આ પર્વત ઉપર ચડતાં ચડતાં ૨૦ તીર્થકર ભગવંતોનાં જીવનચરિત્રોનો વિચાર કરવો. ૨૪ તીર્થકરોનાં જીવનચરિત્રો જાણો છો ને? ન જાણતા હો તો વાંચી લેવાં. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રનો ગુજરાતી અનુવાદ છપાઈ ગયો છે. પ્રાયઃ હિન્દીમાં પણ છપાયો છે - મેળવીને અવશ્ય વાંચી લેવો. સમેત શિખર ઉપર સૌ પ્રથમ ભગવાન પાર્શ્વનાથના મંદિરમાં જવું. ભગવાન પાર્શ્વનાથનાં દર્શન-પૂજન-સ્તવન કરીને આત્માને નિર્મળ કરવો. એ પછી જ્યાં જ્યાં અન્ય તીર્થંકર ભગવંતોની ચરણપાદુકાઓ સ્થાપિત છે ત્યાં જઈને દર્શન-પૂજન કરવાં. એ સર્વે તીર્થંકરોની સ્તુતિ બોલવી. ૨૪ તીર્થકરોની ૨૪ સ્તુતિઓ આવડે છે? યાદ કરી લેવી જોઈએ. ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં સ્તુતિઓ છપાઈ છે. તમને લોકોને સંસ્કૃત અને પ્રાકૃત તો આવડતું નથી. એ ભાષાઓમાં અનેક સ્તુતિઓ રચાઈ છે, પરંતુ અર્થજ્ઞાન વગર સ્તુતિ બોલવાથી કોઈ લાભ થતો નથી. આ રીતે સમેત શિખરની યાત્રા કરવી જોઈએ - ભાવથી, મનથી. અન્ય તીર્થોનું ય સ્મરણ કરી લેવું ઃ શંખેશ્વર, આબુ, રાણકપુર, હસ્તિનાપુર, પાવાપુરી, રાજગૃહી વગેરે અન્ય તીર્થોની પણ માનસયાત્રા કરી લેવી જોઈએ. તમે જે તીથની યાત્રા કરી હોય તે તમામ તીથની સ્મૃતિ તાજી કરીને તથધિપતિ ભગવંતોનાં દર્શન-વંદન કરી લેવાં જોઈએ. તીર્થકરોને વંદના કરવી ? તીર્થનંદના પછી તીર્થકર ભગવંતોને ભાવવંદના કરવી જોઈએ. - ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં આવેલાં જિનચૈત્યોને હું વંદું છું. - એ જિનચૈત્યોમાં આવેલી સર્વ જિનપ્રતિમાઓને વંદન કરું છું. - "મહાવિદેહ” ક્ષેત્રમાં વિચરતા ૨૦ તીર્થંકર ભગવંતોને વંદન કરું છું. – જેબૂદ્વીપના મહાવિદેહમાં વિહરમાન સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામીને વંદન કરું છું. ઘાતકીખંડના મહાવિદેહમાં વિહરમાન આઠ તીર્થકર ભગવંત સુજાત, સ્વયંપ્રભુ, ઋષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ શ્રીવિશાળ, શ્રી વજધર અને શ્રી ચંદ્રાનનને વંદન કરું છું. - પુષ્કરવર દ્વીપના મહાવિદેહમાં વિહરમાન આઠ તીર્થકર ભગવંત શ્રી ચંદ્રબાહુ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભાગ - ૨ શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર, શ્રી નેમિપ્રભુ, શ્રી વીરસેન, શ્રી મહાભદ્ર, શ્રી દેવયશા અને અજિતવીર્યને વંદન કરું છું. જો કલ્પના કરી શકો તો સમવસરણમાં બેસીને દેશના આપતા તીર્થકરોને વંદના કરવી. મુનિ-શ્રેષ્ઠોનું સ્મરણ કરવું? - ભગવાન ઋષભદેવના પ્રથમ શિષ્ય શ્રી પુંડરીક સ્વામીને નમન કરું છું. – ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર શ્રી ભરત કેવલીને વંદન કરું છું. – ભગવાન ઋષભદેવના દ્વિતીય પુત્ર શ્રી બાહુબલી કેવલીને હું નમન કરું છું. - સનકુમાર રાજર્ષિને નમન કરું છું. – ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીને નમન કરું છું. - શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને નમન કરું છું. - શ્રી દશાર્ણભદ્ર રાજર્ષિને નમન કરું છું. - શ્રી ગજસુકુમાલ મુનિને, શ્રી મેતાર્ય મુનિને, શ્રી શાલિભદ્ર મુનિને, શ્રી દૃઢકુમાર મુનિને, શ્રી ધન્ના અણગારને, શ્રી ચિલાતીપુત્રમુનિને, શ્રી ઉદયન રાજર્ષિને વંદન કરું છું. શ્રી જંબૂસ્વામીને, શ્રી સુદર્શન મુનિને, શ્રી સ્થૂલભદ્ર મુનિને, શ્રી અયવંતી સુકુમાલ મુનિને અને શ્રી વજસ્વામી મુનિ વગેરે મુનિવરોને નમન કરું છું. આ રીતે મુનિવરોનું પુણ્યસ્મરણ કરવું જોઈએ. આ વંદન-સ્મરણ કર્યા પછી "અધિકરણોની આલોચના” કરવી જોઈએ. અધિકરણાનો ત્યાગ કરીને સૂવું: આ પ્રકારે ચિંતન કરવું કે ગત જન્મોમાં ઉપાર્જિત કરેલાં કામ, ક્રોધ, માન-માયા અને લોભરૂપ જે અધિકરણો છે, જેમનો મેં ભાવથી ત્યાગ કયો નથી, તે અધિકરણોનો હું ત્યાગ કરું છું. દેહના પ્રમાદથી, નિદ્રાના પ્રમાદથી જે અધિકરણો (કર્મબંધના હેતુ) પેદા થતાં હોય છે, તેમનો પણ ત્યાગ કરું છું. આત્માની સાથે અનેક જન્મોથી કષાયોની પરંપરા ચાલતી આવે છે, તે આ પ્રકારના ચિંતનથી તૂટી જાય છે. કષાયોની તીવ્રતા ઓછી થઈ જાય છે. ત્રિવિધ પાપ વ્યાપારનો ત્યાગ કરો : કષાયોની આગ શાન્ત થાય તેની સાથે મન-વચન-કાયાની ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિનું મિચ્છામિ દુક્કડું આપવું જોઈએ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જે કોઈ ધર્મવરુદ્ધ મનના વિચારો કર્યા હોય, જે કોઈ ધર્મવરુદ્ધ વચન બોલ્યા હોઈએ, - – જે કોઈ ધર્મવરુદ્ઘ શરીરની પ્રવૃત્તિ કરી હોય...તે મિથ્યા થાઓ..........તે મિથ્યા થાઓ......હું મિચ્છામિ દુક્કડં આપું છું. ફરીથી મારા જીવનમાં ધર્મવરુદ્ધ મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થાઓ - એવી હું ભાવના રાખું છું. "યંતિ દિનચર્યા" નામના ગ્રંથમાં આ વાત કહેવામાં આવી છે ઃ जो मे धम्मविरुद्धो जाओ मण वयण - कायवावारो । मिच्छामि दुक्कडं तस्स पुणरवि मा हुा पावमई ॥ ચાર શરણનો સ્વીકાર કરવો. अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, શ્રાવકજીવન केवलीपन्नत्तं धम्मं सरणं पवज्जामि । હું અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારું છું. હું સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. હું સાધુપુરુષોનું શરણ સ્વીકારું છું. હું સર્વજ્ઞ-પ્રણિત ધર્મનું શરણ સ્વીકારું છું. "આપણે આ ચાર પરમ તત્ત્વોનું શરણ સ્વીકારીએ તો તે ચારે તત્ત્વો આપણી રક્ષા કરે છે; આપણને સહાય કરે છે.” ચાર શરણ સ્વીકાર્યા પછી આપણે સર્વત્ર શુભ.....પ્રશસ્ત....અને સુંદરની કલ્પના કરવાની. સર્વત્ર પ્રસન્નતા છે ! ‘સર્વ શુકનો પ્રશસ્ત છે. સૌ સ્વજનો, સર્વ ગ્રહો અને સર્વ નક્ષત્રો મારા ઉપર પ્રસન્ન છે. ત્રણ ભુવનોના હિતકારી જિનેશ્વર ભગવંત મારા હૃદયમાં છે.’ કેટલી સરસ વાત કરી છે ? સૂતી સમયે અશુભની, અમંગળની અને ઉદ્વેગની કલ્પનાઓ ન કરવી. શુભની, મંગળની અને પ્રસન્નતાની કલ્પના-ભાવનાઓ ક૨વી. "મારા તમામ સ્વજનો મારા ઉપર પ્રસન્ન છે,” આ ભાવનાથી તમે તમારા પરિવારમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ નિર્માણ કરી શકશો. ભલે વ્યવહારમાં તેઓ તમારાથી સંતુષ્ટ ન પણ હોય, તમારા પ્રત્યે નારાજ હોય છતાં પણ વિચારતા રહો કે “મારાં સર્વ સ્વજનો મારા પ્રત્યે પ્રસન્ન છે.” Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૩ “સર્વ ગ્રહો અને નક્ષત્રો મારા પ્રત્યે પ્રસન્ન છે.” આ ભાવના જો પ્રબળ બની જાય તો પ્રતિકૂળ ગ્રહ-નક્ષત્રો પણ તમારે માટે આશીર્વાદ રૂપ બની જઈ શકે છે. બધા ગ્રહો મારી વિરુદ્ધ છે.” એ રીતે વિચારીને રડવાથી, ગ્રહો પ્રત્યે તિરસ્કારની ભાવના ભાવવાથી તે અનુકૂળ થતા નથી. ભલે શનિગ્રહની મહાદશા ચાલતી હોય, પણ તમે વિચારો કે “સર્વ ગ્રહો મારા ઉપર પ્રસન્ન છે.......પ્રસન્ન છે......પ્રસન્ન "મારા દયમાં ત્રણ ભુવનના હિતકારી જિનેશ્વર ભગવાન બિરાજમાન છે.” આ ભાવના આપણને નિર્ભય બનાવે છે. આપણા તમામ પ્રકારના અહિતોની કલ્પના દૂર કરે છે. અમારા દ્ધયમાં પરમ હિતકારી જિનેશ્વર ભગવાન છે. મારું કલ્યાણ જ થશે.......” - એક બીજી ભાવના આ પ્રકારે ભાવવીઃ “સર્વ દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” તમે અનુભવ કરશો કે તમારા મનમાં શુભ વિચારોની હારમાળા શરૂ થશે ! શુભની, મંગળની, કલ્યાણની જ કલ્પના કરતા રહો. તમારી શ્રદ્ધાને બેવડાવો : - હવે તમારી આંખોમાં નિદ્રા ઊતરી રહી છે, તમારે ઊંઘવું છે. બસ, તમારી શ્રદ્ધાને બેવડાવીને સૂઈ જાઓ ! अरिहं देवो, गुरुणो सुसाहुणो जिणमयं मह पमाणं । इय सम्मत्तविसुद्धो धम्मो मे होउ सइ सरणं ॥ "અરિહંત મારું શરણ છે, મારા પરમાત્મા છે. સુસાધુ મારા ગુરુ છે અને જિનશાસન મારો ધર્મ છે.“ આ રીતે સમ્યકત્વથી નિર્મલ ધર્મ સદૈવ મારા શરણરૂપ થાઓ. "અરિહંત જ મારા દેવ છે, મારા આરાધ્ય છે, મારા તારણહાર છે. તેમના સિવાય હું અન્ય કોઈ દેવને મારા ભગવાન માનતો નથી. સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા જ મારા આરાધ્ય અને ઉપાસ્ય રહેશે.” એ રીતે તમારી શ્રદ્ધા ટકી રહેવી જોઈએ. "હું તો સર્વ દેવોને માનું છું.” રાગ-દ્વેષી દેવ અને વીતરાગ પરમાત્મા - સર્વને સમાન હરોળમાં મૂકીને મૂર્ખ લોકો કેવી ગંભીર ભૂલ કરે છે? આવી ભૂલ ન કરવી. હા, અન્ય દેવોનો અનાદર યા તિરસ્કાર ન કરવો. પરંતુ આપણા આરાધ્ય તો વીતરાગ પરમાત્મા જ રહેવા જોઈએ. "હું સુસાધુઓને જ મારા ગુરુ માનું છું.” ગુરુતત્ત્વનો નિર્ણય થવો જોઈએ કે જે મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, જેઓ જીવોને સન્માર્ગ બતાવે છે, તેઓ જ સદ્ગુરુ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવકજીવન છે. જેઓ જાતે જિનાજ્ઞાને શિરોધાર્ય કરે છે અને જિનાજ્ઞાનુસાર ધમપદેશ આપે છે તેઓ જ સદ્ગુરુ કહેવાય છે. "જિનમત જ મારો ધર્મ છે!” કારણ કે જિનધર્મ જ સાચા રૂપમાં ધર્મ છે. આ ધર્મ જીવોને દુગતિમાંથી બચાવે છે. "સર્વ ધર્મો સમાન છે.” એવું કદી માનવાનું નથી, એવું બોલવાનું નથી. સર્વ પથ્થરો સમાન હોતા નથી તો સર્વ ધર્મો સમાન કેવી રીતે હોઈ શકે? ઘર્મચિન્તયા સ્વપન | ધર્મચિંતન કરતાં કરતાં સૂવું જોઈએ. એ ગ્રંથકાર આચાર્યદેવનો ઉપદેશ છે. આ વિષયમાં આટલું વિવેચન પર્યાપ્ત છે. આટલું ચિંતન કરવું હશે તો પણ એક કલાક લાગશે. આટલો સમય ન મળે તો આટલા ચિંતનમાંથી બની શકે તેટલું ચિંતન કરવું. વાત આટલી જ છે કે શુભ ભાવમાં નિદ્રા આવવી જોઈએ, જેથી સમગ્ર રાત્રિ શુભ ભાવોમાં પસાર થાય ! આજે, બસ આટલું જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૨૬) પરમ કૃપાનિધિ, મહાન કૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં વિશેષ ગૃહસ્થ ધર્મ બતાવ્યો છે, એટલે કે શ્રાવક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. બાર વ્રતો અને એ વ્રતોના અતિચારોનું વિવેચન કર્યા પછી શ્રાવકની દિનચર્યા બતાવવામાં આવે છે. નમો રિહંતાળ” બોલીને જ નિદ્રાત્યાગ કરવો જોઈએ. એટલે કે જાગતાં જ શ્રી નમસ્કાર મહામંત્ર બોલવાનો. ગ્રંથકારે કહ્યું : નમસ્ચારેવિરોધઃ | જાગતાંની સાથે જ આપણા મુખમાં નમસ્કાર મહામંત્રનો શબ્દોચ્ચાર થવો જોઈએ. નવા દિવસનો મંગલ પ્રારંભ પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને જ કરવાનો છે. કારણ કે આ પંચ નમસ્કાર વિશ્વના સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. જીવાત્માનાં સર્વ પાપો દૂર કરવાની શક્તિ આ પાંચ નમસ્કારોમાં રહેલી છે ? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચ પરમેષ્ઠીઓ છે. કારણ કે આ પાંચ જ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ તત્ત્વો છે. પરમ શ્રેષ્ઠ જ પરમ ઈષ્ટ : તમે લોકો કોને શ્રેષ્ઠ માનો છો ? આ પાંચ પરમેષ્ઠી જ શ્રેષ્ઠ છે ને ? આવો વિચાર તમારા મનમાં આવે છે? "પાંચ પરમેષ્ઠીથી આગળ વધીને કોઈ પણ વસ્તુ યા વ્યક્તિ શ્રેષ્ઠ નથી.” શું આવો નિર્ણય તમારા મનમાં થયો છે ? થઈ ગયો છે ? જ્યાં સુધી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ શ્રેષ્ઠ નહીં લાગે ત્યાં સુધી તેઓ તમારા પરમ ઈષ્ટ નહીં બને. તમે ભ્રમમાં પડી જશો. અરિહંતાદિને પરમેષ્ઠી માનતા રહેશો અને પરમ ઈષ્ટ બીજાં જ તત્ત્વો બની જશે. તમે વિચારજો. વર્તમાનમાં તમારું ઈષ્ટ શું છે? યાદ રાખો કે માણસની ઈષ્ટ અનેક વસ્તુઓ હોય છે, પરંતુ પરમ ઈષ્ટ તો એક જ વસ્તુ હોય છે. અનેક વસ્તુઓ પ્રિય હોઈ શકે છે પણ પરમ પ્રિય વસ્તુ તો એક જ હોય છે. એ પરમ પ્રિય વસ્તુ માટે -એ પરમ ઈષ્ટ વસ્તુ માટે બીજી પ્રિય વસ્તુઓઈષ્ટ વસ્તુઓ છોડવી પડે તો તે છોડી દે છે. ઈષ્ટ અને પરમ ઈષ્ટ - પ્રિય અને પરમ પ્રિય : સીતાજીને રાજમહેલ પ્રિય હતો, સુંદર વસ્ત્ર-અલંકારો પણ પ્રિય હતાં, સ્નેહી સ્વજનો પણ પ્રિય હતાં, માતા-પિતા, ભાઈ વગેરે પ્રિય હતાં, પરંતુ પરમ પ્રિય તો Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રાવકજીવન હતા માત્ર રામ જ! એટલા માટે જ્યારે રામચંદ્ર વનવાસ માટે ચાલી નીકળ્યા ત્યારે સીતાજી પણ પ્રિયજનોનો ત્યાગ કરીને તમામ પ્રિય વસ્તુઓ ત્યજી દઈને તેમની સાથે વનવાસ ગયાં. જે તેમને રાજમહેલ અને સુખ-સુવિધાઓ પરમ પ્રિય હોત. તો તેઓ અયોધ્યામાં રહેતા અને શ્રીરામની સાથે વનમાં ન જાત. રામને કહી દેત કે: "મારાથી વનનાં કષ્ટ સહન નહીં થાય, હું અયોધ્યામાં જ રહીશ. તમારું નામ રટતી રહીશ. તમારી પ્રતીક્ષા કરતી રહીશ. આપ કુશળ રહેજો.” જો સીતાજીને પરમ પ્રિય માતા-પિતા હોત તો તે મિથિલા ચાલી જાત. જો કે માતા-પિતા પ્રિય છે. પરમ પ્રિય ન હતાં. પરમ પ્રિય તો રામ જ હતા. અને એટલા માટે જ સર્વ પ્રિય વસ્તુઓ અને પ્રિય વ્યક્તિઓનો ત્યાગ કરીને શ્રીરામની સાથે વનમાં ચાલી ગયાં હતાં. એક ગામમાં આગ લાગી. જે ઘરમાં આગ લાગી હતી તે ઘરનાં સ્ત્રી-પુરુષો બહાર નીકળી ગયાં. ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. આગ હોલવવા પ્રયત્નો કરતા હતા. ઘરના એક ખૂણામાં બે વરસની એક બાળકી સૂતી હતી અને એ જ ઓરડામાં લાખ રૂપિયા ભરેલી સૂટકેસ પડી હતી. બેમાંથી એક બહાર કાઢી શકાય તેમ હતું -યા તો બાળકી, યા તો સૂટકેસ-લાખ રૂપિયા. પતિપત્ની વચ્ચે ગુસપુસ થઈ. પતિ ફાયરપ્રુફ કોટ પહેરીને ઘરમાં ગયો અને થોડીક ક્ષણોમાં સૂટકેસ લઈને બહાર આવ્યો. લોકો કહેવા લાગ્યાઃ ”સારું કર્યું. ઘર તો બળી ગયું.......પણ રૂપિયા બચી ગયા. બચાવેલા રૂપિયાથી નવું ઘર બનશે........બાળકી તો..........લોકો હસવા લાગ્યા. બાળકી પતિ પત્નીને પ્રિય હશે પરંતુ પૈસા પરમ પ્રિય હતા; એટલા માટે પૈસા બચાવી લીધા અને બાળકીને આગમાં બળી જવા દીધી ! આમ આપણને પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રિય છે શું? શું પરમ ઈષ્ટ છે? પ્રિય હોઈ શકે પણ પરમ પ્રિય છે? આત્મસાક્ષીએ વિચારવાનું. જ્યાં સુધી પંચ પરમેષ્ઠી સર્વશ્રેષ્ઠ નહીં લાગે ત્યાં સુધી તે પરમ પ્રિય લાગવા મુશ્કેલ છે. મનુષ્યનો સ્વભાવ છે કે એ જેને સારું સમજે છે તેને તે પ્રિય માને છે. તે જેને શ્રેષ્ઠ સમજે છે તે તેને ઈષ્ટ લાગે છે. જે વસ્તુ યા વ્યક્તિને માણસ સુખદાયી સમજે છે તે તેને ઈષ્ટ લાગે છે, પ્રિય લાગે છે. એમ દુઃખ દૂર કરનારી વરતુ અને દુઃખ નાશ કરનાર વ્યક્તિ પણ મનુષ્યને પ્રિય લાગે છે – ઈષ્ટ લાગે છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચ પરમેષ્ઠી આપણને સુખદાયી અને દુઃખવિમોચક પ્રતીત થશે ત્યારે તેઓ આપણને ઈષ્ટ અને પ્રિય લાગશે. આપણી આ પ્રતીતિ જેમ જેમ દ્રઢ થતી જશે તેમ તેમ તેઓ પરમ ઈષ્ટ લાગવા માંડશે, પરમ પ્રિય બનતા જશે. "પંચ પરમેષ્ઠી ભૌતિક અને આધ્યાત્મિક સુખ આપનારા છે. તેઓ જ સર્વકર્મજન્ય દુઃખોથી મુક્તિ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભાગ - ૨ અપાવનારા છે.” એવી પ્રતીતિ દ્ધયમાં થવી જોઈએ. પંચ પરમેષ્ઠી પરમ સુખદાયકઃ અનુભવી-જ્ઞાની મહાપુરુષોએ નમસ્કાર મહામંત્રનો મહિમા બતાવતાં કહ્યું છે किं एस महारयणं ? किं वा चिन्तामणि ब्व ? नवकारो । किं कप्पदुमसरियो ? नहु नहु ताणं पि अहिययरो ॥ चिन्तामणि-रयणाई कप्पतरु इककजम्मसुहहेऊ । नवकारो पुण पवरो, सग्ग-पवग्गाण दायारो ॥ શું આ નવકાર મંત્ર મહારત્ન છે ? ચિંતામણિ રત્ન છે યા કલ્પવૃક્ષ સમાન છે? ના, ના, આ તો એ સર્વેથી શ્રેષ્ઠ છે. કારણ કે ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ વગેરે તો એક જન્મમાં સુખ આપનારાં છે, જ્યારે પરમ શ્રેષ્ઠ નવકાર તો સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં સુખ આપનાર છે.' પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાનું આ શ્રેષ્ઠ ફળ બતાવવામાં આવ્યું છે. એટલા માટે સર્વ પ્રથમ તો મનથી પાંચ પરમેષ્ઠીઓના ગુણોનું સ્મરણ કરવું. વાણીથી તેમની સ્તુતિ કરવી અને કાયાથી તેમને પ્રણામ કરવા. આમ કરવાથી તમે મનથી જે કંઈ ઈચ્છશો, મનથી જે કંઈ માગશો અને કાયાથી જે કોઈ કાર્ય કરશો તે તમારું કાર્ય પૂર્ણ થશે, તમારી ઈચ્છા પૂર્ણ થશે, તમારી પ્રાર્થના સફળ થશે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું પ્રણિધાન કરીને કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરો, તો તમને તરત જ કાર્યસિદ્ધિ પ્રાપ્ત થશે. મૃત્યુ સમયે જે મનુષ્યના મુખમાં પંચ પરમેષ્ઠી ભગવંતનાં નામ હોય છે તે ભવાંતરમાં સદ્દગતિ જ પ્રાપ્ત કરે છે. જે તેનો મોક્ષ ન થાય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. એટલે કે દેવોની શ્રેષ્ઠ યોનિમાં ઉત્પન્ન થાય છે. પંચ પરમેષ્ઠી પરમ દુખવિદારક? જેવી રીતે પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ પરમ સુખદાયક છે તેવી રીતે તેમનું સ્મરણ, પૂજન, સ્તવન જીવોના દુઃખોને મટાડનારું છે. અનુભવી-જ્ઞાની પુરુષોની વાણી છે કે : જે ભવ્ય જીવ કરજાપથી ૧૦૮ નવકાર મંત્રના જાપ કરે છે તેને પિશાચ વગેરે વ્યંતરદેવો ઉપદ્રવ કરતા નથી ! Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ न हु किंचि तस्स पहवइ डाइणि-वेयाल - रकख - मारिभयं । य सयलदुरियाई नवकारपभावेण नासंति II ‘શ્રી નવકાર મહામંત્રના પ્રભાવથી ડાકિની, વૈતાલ, રાક્ષસ, રોગ-ભય વગેરે કશું કરી શકતા નથી અને સર્વ પાપો નષ્ટ થાય છે.’ પંચ પરમેષ્ઠી-નમસ્કાર મહામંત્રના ચિંતન-સ્મરણ કરવા માત્રથી પાણીનું પૂર અટકી જાય છે, આગ થંભી જાય છે. શત્રુ, રોગ, ચોર અને રાજાઓના ઘોર ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. અહીંતહીં ભટકવાની જરૂર નથી. દુઃખ દૂર ક૨વાનો આ સર્વોત્તમ ઉપાય છે. અનુભવ કરીને જોજો, ત્યારે આ પંચ પરમેષ્ઠી પ્રિય જ નહીં પરમ પ્રિય બની જશે. શ્રાવકજીવન રોગને નષ્ટ કરવાની શક્તિ પણ આ નમસ્કાર મહામંત્રમાં છે. એક મહર્ષિએ કહ્યું છે : 1 जापाज्जयेत्क्षयमरोचकमग्निमान्द्यं कुष्ठोदराम - कसन - श्वसनादि- रोगान् प्राप्नोति चाऽप्रतिमवाग् महतीं महद्भ्यः पूजां परम च गतिं पुरुषोत्तमाप्ताम् ॥ "શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવથી, તેના જાપથી ક્ષયરોગ, અન્ન અરુચિ, અપચન, કુષ્ઠરોગ, આમરોગ, શ્વાસ, ખાંસી વગેરે રોગ નષ્ટ થઈ જાય છે. આ મહામંત્રનો જાપ કરનારા મનુષ્યને અપ્રતિમ વચનશક્તિ પ્રાપ્ત થાય છે. તે મહાપુરુષોનો પણ પૂજ્ય બની જાય છે અને પરલોકમાં પરમગતિ-મોક્ષ પામે છે કે જેને પુરુષોત્તમ એવા તીર્થંકર-ગણધરોએ પ્રાપ્ત કરી છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે પંચ પરમેષ્ઠી નમસ્કાર દુઃખ દૂર કરે છે, સુખ આપે છે, યશનો વિસ્તાર કરે છે અને ભવસાગરમાંથી પાર ઉતારે છે. ઇહલૌકિક અને પારલૌકિક સર્વ સુખોનો મૂળ આધાર આ નમસ્કાર મહામંત્ર છે. પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ અને ચિંતન કરવાનું છે. કરો છો ને પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ-ચિંતન ? જ્યારે તમે એમની શ્રેષ્ઠતા જાણશો ત્યારે એ પંચ પરમેષ્ઠી ભગવંતો તમારા હૃદયને પરમ પ્રિય બની જશે; ત્યારે સ્વતઃ તેમનું સ્મરણ-ચિંતન ચાલશે - ચાલતું રહેશે, તમારે સ્મરણ કરવું નહીં પડે. જે પરમ પ્રિય હોય છે તેની સ્મૃતિ પ્રગાઢ સ્મૃતિ બની જ જાય છે. પંચ પરમેષ્ઠીઓનું સ્વરૂપ ઃ સભામાંથી અમને પંચ પરમેષ્ઠી ભગવંતોના સ્વરૂપનું જ્ઞાન જ નથી તો તેમનું : Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભાગ - ૨ સ્મરણ કેવી રીતે કરીએ ? મહારાજશ્રી ઃ તેમનું સ્વરૂપ બતાવું છું. તમે સરળતાથી તેમની કલ્પના કરી શકો, તેમનું ધ્યાન ધરી શકો એ રીતે તેમનું સ્વરૂપ બતાવું છું. સંક્ષેપમાં બતાવું છું કે જેથી યાદ રહી જાય ! સર્વ પ્રથમ અરિહંત પરમાત્મા ઃ દેવોએ શ્રેષ્ઠ અને દિવ્ય પુદ્ગલોથી નયનરમ્ય સમવસરણની રચના કરી છે. એ સમવસરણ ઉપર વિશાળ અશોકવૃક્ષની છાયા છે. મણિમય સિંહાસન ઉપર અરિહંત પ્રભુ બિરાજમાન છે. તેમના ઉપર ત્રણ દેદીપ્યમાન છત્ર છે. તેમનાં મસ્તકની પાછળ તેજ:પુંજસમાન ભામંડળ છે. તેમની બંને બાજુએ દેવો ચામર ઢોળે છે. સિંહાસનની આગળ પાદપીઠ છે, એની ઉપર બંને પગ સ્થાપિત કરીને તેઓ બેઠા છે. તેમના શરીરનું સૌંદર્ય અતિશય છે. તેમના નેત્રોમાં અદ્ભુત કરુણા હોય છે, તેમની વાણીમાં સવધિક માધુર્ય હોય છે. આકાશ મુખરિત છે..........દેવદુંદુભિનો અવાજ સંભળાય છે; દિવ્ય ધ્વનિ કર્ણમાં પ્રવેશે છે અને આકાશમાંથી સુંદર, સુગંધી પુષ્પોની અનવરત વૃષ્ટિ થઈ રહી છે. અરિહંત પરમાત્માના મુખમાંથી ધમપદેશનું અમૃત વહી રહ્યું છે....... સર્વ દેવ-દેવેન્દ્ર, મનુષ્ય, પશુ, પક્ષી એ ધર્મામૃતનું તન્મય બનીને પાન કરી રહ્યા છે ! એવા અરિહંત મારું શરણ હો......તેમને મારા નમસ્કાર હો !..... સભામાંથી : બહુ આનંદ આવ્યો ! લાગ્યું કે આપણે જાતે સમવસરણમાં જ બેઠા છીએ ! મહારાજશ્રી હવે તમારે એ અનુભવ કરવાનો છે કે તમે સિદ્ધશિલા ઉપર બેઠા છો ! સિદ્ધ પરમેષ્ઠીના સ્વરૂપનું ધ્યાન ધરો. આઠે કર્મોનો ક્ષય કરીને તમે વિશુદ્ધ બન્યા છો, સંબુદ્ધ બન્યા છો. વિમુક્ત બન્યા છો. તમે પરમાનંદમય છો. તમે જ્યોતિ સ્વરૂપ છો. દેહરહિત થઈ ગયા છો. અજર, અમર અને અક્ષય બની ગયા છો. અમર, અરુજ અને અનંત બની ગયા. સર્વ ધ્યાતાઓનું ધ્યેય બન્યા અને સર્વ શ્રદ્ધાનંતોના શ્રદ્ધેય બન્યા છો. એવા સિદ્ધ પરમેષ્ઠી મારું શરણ હો ! તેમને મારા નમસ્કાર. અનંત સિદ્ધ ભગવંતોનું આ રીતે કંઈક પ્રણિધાન કરતા રહેવું જોઈએ. હવે તૃતીય આચાર્ય-પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવું છું. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપશ્ચયથી આપ ભાવિત છો. પ્રભાવિત છો. બીજાઓને આપ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપશ્ચયમાં પ્રેરિત કરી રહ્યા છો. જિનશાસનના આ૫ આધાર-તંભ છો. ચતુર્વિધ સંઘનું યોગક્ષેમ કરનાર-રખેવાળ છો. જિનશાસનની શાન વધારનાર છો. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રાવકજીવન અનેક શિષ્યોથી પરિવૃત્ત અને અનેક ગુણોથી અલંકૃત આચાર્ય-પરમેષ્ઠીમારું શરણ હો, તેમને મારા નમસ્કાર ! - હવે ચોથા ઉપાધ્યાય-પરમેષ્ઠીનું સ્વરૂપ સાંભળો. "તેઓ એકાદશ અંગના જ્ઞાતા છે. તેઓ શ્રેષ્ઠ જ્ઞાની છે. એટલું જ નહીં, બીજા સુયોગ્ય જીવોને જ્ઞાની બનાવવાની તેમની તમન્ના છે. જ્ઞાનનું દાન કરવામાં તેઓ કદી થાકતા નથી. આળસ તો તેમનાથી સો યોજન દૂર ભાગી ગઈ છે ! તેમનું છાત્રવૃંદ કરુણા અને વાત્સલ્યથી પ્રભાવિત છે – આપ્લાવિત છે. જ્ઞાનના શીતળ પ્રકાશથી પ્રકાશમાન ઉપાધ્યાય-પરમેષ્ઠી મારું શરણ હો, તેમને મારા નમસ્કાર ! - હવે પાંચમા સાધુ-પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવું છું. મહાવ્રતોના ધારક અને પાલક સાધુ ભગવંત મોક્ષમાર્ગની આરાધનામાં લીન રહે છે. સમિતિ-ગુપ્તિ તેમની માતા છે અને આત્માનો શુદ્ધોપયોગ તેમના પિતા છે. આઠે કર્મોનો ક્ષય કરવામાં તેઓ કટિબદ્ધ છે. બાહ્ય-આત્યંતર તપશ્ચય કરતા રહે છે. હે સાધુ ભગવંત! સંયમધર્મનું પાલન કરવામાં હું અસહાય છું. આપ મને સહાય કરો છો એટલા માટે માસિક સવ સાહૂi | સાધુ-પરમેષ્ઠી મારું શરણ હો, તેમને મારા નમસ્કાર હો. પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું તેનો જેટલો વિસ્તાર કરવો હોય તેટલો કરી શકીએ છીએ. કેટલાય કલાકો, કેટલાય દિવસો સુધી, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપગાન કરી શકાય છે. પરંતુ એ ગીત તમારા દ્ધયમાં સ્વતઃ સ્કુરાયમાન થાય એમ હું ઇચ્છું છું. તેમના પ્રત્યે તમારા દ્ધયમાં પરમ પ્રેમ જાગૃત થઈ જાય.. ગીત સ્વતઃ સ્ફરશે. પંચ પરમેષ્ઠી જ પરમ ઈષ્ટ હોવા જોઈએ ? એ ગીતોમાં જ્યારે તમે મસ્ત થઈને ઝૂમવા લાગશો ત્યારે તમારી ચારે બાજુ દિવ્ય વાતાવરણ બનશે, દિવ્ય અનુભૂતિઓ થવા લાગશે; તમે આનંદનો આસ્વાદ કિરશો. પરંતુ પહેલું કામ તમારે એ કરવાનું છે કે પરમેષ્ઠી ભગવંતોની પુનઃપુનઃ સ્તવના કરતાં કરતાં તેમની શ્રેષ્ઠતાનો ખ્યાલ વૃઢ કરવાનો છે. દુઃખનિવારણની તેમની શક્તિ પ્રત્યે વિશ્વાસ પાકો કરવાનો છે. સુખ પ્રદાન કરવાની તેમની પરમ કરુણા ઉપર વિશ્વાસ કરવાનો છે. કાલે જ એક ભાઈ મારી પાસે આવ્યા હતા. તે સુશિક્ષિત, ધનવાન અને બુદ્ધિમાન હતા, પરંતુ પારિવારિક દુઃખથી ત્રસ્ત હતા. સર્વ પ્રકારનાં સુખ સંસારમાં કોઈને નથી મળતા. તે જૈન હતા. જન્મથી જ તેમને નવકાર મંત્ર મળ્યો છે. પરંતુ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૩૧ નવકાર મંત્રની શક્તિનું, પંચ પરમેષ્ઠી ભગવંતોની અનંત શક્તિનું તેમને જ્ઞાન ન હતું. તેથી તેમણે અન્ય દેવ-દેવીઓની પૂજા-ભક્તિ શરૂ કરી દીધી હતી. છતાં પણ તેમનું દુઃખ તેમનું તેમ જ રહ્યું છે ! માનસિક ત્રાસ કંઈક વધારે પ્રમાણમાં વધી ગયો છે. તેમણે મને પૂછ્યું: “હું નવકાર મંત્રનું ધ્યાન કરું છું. સ્મરણ કરું છું. છતાં પણ મારા મનની અશુભ - રાજસી વૃત્તિઓ શાન્ત કેમ નથી થતી? મેં કહ્યું? કારણ કે તમારી નવકાર મંત્ર પ્રત્યે, પંચ પરમેષ્ઠી પ્રત્યે અડગ-અખંડ શ્રદ્ધા નથી. તમે માળા ફેરવતા રહ્યા નવકારની અને પૂજા કરતા રહ્યા અંબિકાની, ભૈરવની અને શંકરની ! તમારું મન વિભાજિત થઈ ગયું. નવકાર મંત્રની દુઃખનિવારણ શક્તિ ઉપર તમારો વિશ્વાસ ન રહ્યો, તમારો વિશ્વાસ ઘંટાકર્ણ વીર ઉપર બેઠો, ત્યાં પણ તમારું દુઃખ દૂર ન થયું. તો તમે દેવી અંબિકા પાસે ગયા. ત્યાં નિરાશા મળી, તો તમે ભૈરવની આરાધનામાં લાગી ગયા ! માળા ફેરવતા રહ્યા નવકાર મંત્રની, પણ એમ માનતા માનતાં કે "નવકારથી મારું દુઃખ દૂર થવાનું નથી.” નવકાર મંત્રનાં સ્મરણ-જાપ અને ધ્યાન જે વિધિથી, જે શ્રદ્ધાથી અને જે ભાવથી કરવાં જોઈએ એ રીતે કરતા નથી અને કહો છો કે : "નવકાર મંત્રથી ન તો મારું દુઃખ દૂર થયું કે ન સુખ મળ્યું. નવકાર મંત્રનો પ્રભાવ જ રહ્યો નથી.” તે ભાઈએ કહ્યું : “આપની વાત સત્ય છે. હું શ્રદ્ધાભ્રષ્ટ થયો છે. દિશાશૂન્ય બન્યો છું; મારે કરવું અને શું ન કરવું એ કૃપા કરીને આપ જ બતાવો.” મેં કહ્યું : "હું જેમ કહે તેમ કરવાની તમારી તત્પરતા છે? જો હા હોય તો હું બતાવી શકું.” તેમણે દૃઢતાથી કહ્યું: ‘અવશ્ય કરીશ.” "ધ્યાન” કરવાનો એમનો અભ્યાસ હતો. આથી મેં પ્રથમ પરમેષ્ઠી અરિહંતનું ધ્યાન કરવાની પ્રક્રિયા બતાવી. સભામાંથી ? કૃપા કરીને અમને પણ બતાવો. મહારાજશ્રી બતાવી શકું પરંતુ એ રીતે ધ્યાન કરવાની તમારી તત્પરતા હોવી જોઈએ. મને વિશ્વાસ છે કે કેટલાંક ભાઈ-બહેન ધ્યાન કરવાનો પ્રયત્ન અવશ્ય કરશે. અત્યારે તમે ધ્યાનથી સાંભળો, લખશો નહીં. પાછળથી. તમારે લખવું હશે તો લખાવી દઈશ, અત્યારે તો એકાગ્ર મનથી સાંભળો. અરિહંત પરમાત્માના ધ્યાનની એક પ્રાચીન પ્રક્રિયા : – શરીરને સ્નાનથી પવિત્ર કરીને ઊનના શુદ્ધ આસન પર શ્વેત વસ્ત્ર ધારણ કરીને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રાવકજીવન - બેસવું. – સુખાસન યા પદ્માસન લગાવીને બેસવું. પૂર્વ દિશા સન્મુખ યા ઉત્તર દિશા સન્મુખ બેસવું. - શરીરને સ્થિર કરવું, મૌન ધારણ કરવું અને મનને વિચારમુક્ત કરવું. – નાસિકાના અગ્ર ભાગે વૃષ્ટિને સ્થિર કરવી. - શ્વાસ-નિશ્વાસ મંદ કરવા, પ્રમાદનો ત્યાગ કરવો. – “સર્વ જીવો મારા મિત્રો છે. મારા અપરાધોને માફ કરો” એવી પ્રાર્થના કરવી. - પરમ ગુરુદેવ ગૌતમ સ્વામીનું સ્મરણ કરવું અને ભાવવંદના કરવી. સમવસરણની રચનાની કલ્પના કરવી : - વાયુકુમાર દેવ આવે છે અને ભૂમિશુદ્ધિ કરે છે. – મેઘકુમાર દેવ આવે છે અને સુગંધી જળનો છંટકાવ કરે છે. – ઋતુદેવતા પુષ્પવૃષ્ટિ કરે છે. -- એ ભૂમિ ઉપર ભવનપતિ દેવ અને જ્યોતિષદેવ રજતના, સુવર્ણના અને રત્નના ત્રણ ગઢ બનાવીને સમવસરણની રચના કરે છે. - પાદપીઠ, ત્રણ છત્રો અને ભામંડળ સહિત સિંહાસનની સ્થાપના કરે છે. સમવસરણ ઉપર અશોકવૃક્ષની છાયા હોય છે. - એ સમવસરણ ચક્રધ્વજ, સિંહધ્વજ, ધર્મધ્વજ અને ધ્વજ૫ટથી શોભાયમાન વ્યંતરદેવ સુવર્ણ કમળોની રચના કરે છે, અરિહંત પરમાત્મા એ કમળો ઉપર ચાલે છે. – અરિહંત પરમાત્મા આવે છે, તેમની આગળ આગળ ધૂપઘટાઓ ફેલાય છે. દેવસમૂહ જય-જયકાર કરે છે. ઈન્દ્ર માર્ગમાંથી લોકોને દૂર કરે છે, દેવો વાદ્યો વગાડે છે. - સમવસરણના પૂર્વ ધારેથી પરમાત્મા પ્રવેશ કરે છે અને પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેસે છે. – ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં દેવો પરમાત્માનાં ત્રણ પ્રતિબિંબ સ્થાપિત કરે છે કે જે સાક્ષાત્ પરમાત્મા જ દેખાય છે. - રત્નજડિત દંડવાળા ચામરોથી ઇન્દ્ર હર્ષિત થઈને પરમાત્માની ભક્તિ કરે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ હવે, સમવસરણમાં કોણ ક્યાં બેઠુ છે, ધ્યાનથી જુઓ : અગ્નિકોણમાં જુઓ ત્યાં ગણધર ભગવંત બેઠા છે. મુનિવૃંદ બેઠું છે. દેવીઓ અને સાધ્વીવૃંદ ઊભાં છે. - - – = હવે છે નૈઋત્યકોણ. ત્યાં જે છે તે બધા દેવો છે. વાણવ્યંતર દેવ, ભવનપતિ દેવ અને જ્યોતિષદેવ છે. ઈશાન ખૂણામાં જે તેજસ્વી દેવો દેખાય છે તે વૈમાનિક દેવો છે અને મનુષ્યો છે.....સ્ત્રીઓ છે. હવે તમારી દૃષ્ટિ અરિહંત પરમાત્મા તરફ કેન્દ્રિત કરો ઃ જુઓ ! ૫૨માત્મા અશોકવૃક્ષની નીચે, ત્રણ છત્રોની નીચે રત્નસિંહાસન ઉપર બેઠા છે અને સમગ્ર શ્રોતાગણ એમના ચરણકમળમાં નતમસ્તક છે, પરમાત્માનું શરીર બાર બાર સૂર્યના તેજપુંજ જ જોઈ લો ! કેવું દેદીપ્યમાન છે !! ૩૩ બીજા વલયમાં પરસ્પર વેરભાવ ભૂલીને પશુઓ કેવાં શાન્તિથી બેઠાં છે ! આ જ પરમાત્માનો પ્રભાવ છે કે તેમના સાન્નિધ્યમાં જીવો સહજતાથી વેરભાવ ભૂલી જાય છે. દેવ અને દેવેન્દ્રોના રૂપ કરતાં પણ પરમાત્માનું રૂપ ચડિયાતું છે. પરમાત્મા જીવોના મોહવૃક્ષનું ઉન્મૂલન કર્મનારા છે. પરમાત્મા રાગરૂપ મહારોગને મટાડનારા છે. પરમાત્મા ક્રોધાગ્નિને શાંત કરનાર છે. પરમાત્મા દ્વેષરૂપ વ્યાધિના ઔષધરૂપ છે. સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉદ્ધાર કરનારા છે. ત્રણે ભુવનોના તેઓ ગુરુ છે. ત્રણે ભુવનોના મુગટ સમાન છે. મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને, જીવોના સર્વ પાપોનો નાશ કરનારા છે. પરમાત્મા જીવોની સમસ્ત સંપત્તિના મૂળરૂપ છે. સર્વોત્તમ પુણ્યના ઉત્પાદક છે ! જે લોકો તેમનું ધ્યાન કરે છે, તેમને તેઓ મુક્ત કરી દે છે. મહાયોગી પુરુષોને આનંદિત કરે છે. પરમાત્મા જન્મ, જરા, મૃત્યુથી મુક્ત છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રાવકજીવન આ રીતે અરિહંત પરમાત્મા આપણી પાસે જ છે, એવો પ્રતિભાસ થાય ત્યાં સુધી નિશ્ચય ચિત્તથી ધ્યાન કરતા રહેવું. અત્યંત ભક્તિભાવથી નતમસ્તક બની પરમાત્માના ચરણોનો સ્પર્શ કરતા હો એવી કલ્પના કરવી, અને ચિંતન કરવું? હે પરમાત્મા, મેં આપનું શરણ લીધું છે, આપ જ મારું શરણ છો, હું આપનો છું.” એવું ચિંતન કરીને સુગંધી દ્રવ્યોથી પૂજા કરવી, સ્તુતિ કરવી અને બોધિલાભની પ્રાર્થના કરવી. ત્યાર પછી આંખો ખોલવી. ધ્યાન પૂર્ણ થયું. આનંદ આવ્યો ને ? કલ્પનાના પ્રકાશમાં સમવસરણ જોયું ને? પરમાત્માની સૃષ્ટિમાં ભ્રમણ કરવાની મજા પડીને ? આ દુઃખમય દુનિયાને ભૂલી ગયા હતા ને? પરમાત્માના મિલનનો રોચક-રોમાંચક અનુભવ હજુ પણ અનુભવી રહ્યા છો ને ? કદાચ અત્યારે નહીં તો પછી પણ તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવી શકે કે "ધ્યાનની ફલશ્રુતિ શું હોઈ શકે ?" આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ તો આપણા મનમાં ક્રિયાના ફળ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે. - આચાર્યશ્રી દેવભદ્રસૂરિજીએ “પાર્શ્વનાથ ચરિત્રમાં ધ્યાનની ફલશ્રુતિ આ પ્રમાણે બતાવવાની કૃપા કરી છે. એ ફલશ્રુતિ બતાવું છું ઃ -- જે માણસ આ પ્રકારે પ્રતિદિન ધ્યાન ધરે છે, તે માણસની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતું નથી. તેનું વચન માન્ય ગણાય છે. - કદાચ એના શરીરમાં રોગ ઉત્પન્ન થયો હોય તો રોગ મટી જાય છે. – અર્થોપાર્જનનાં નિમિત્તો મળી જાય છે. અર્થપ્રાપ્તિ થાય છે અને તે ધનવાન બની જાય છે. – તેને સૌભાગ્ય અને યશપ્રાપ્તિ-કીર્તિપ્રાપ્તિ થાય છે. - આ ફળો તો તુચ્છ છે. તેના જન્માન્તરમાં દેવલોકનાં દિવ્ય સુખ મળે છે અને (ત્રણ અથવા આઠ ભવોમાં) મુક્તિનાં સુખ પ્રાપ્ત થાય છે. પ્રથમ પરમેષ્ઠીના ધ્યાનથી દુખક્ષય અને સુખપ્રાપ્તિ થાય જ છે, એ સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો. આમ પંચ પરમેષ્ઠીઓનું ધ્યાન કરવું જોઈએ. સમવસરણમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાથી પાંચ પ્રકારની ફળપ્રાપ્તિ બતાવી. છે. આ અંગે એક પ્રાચીન કથા પણ કહેવામાં આવી છે. મંત્રી શિવદત્તની કથા મંત્રી શિવદત્ત : એક નગર હતું. નગરના રાજાના મંત્રીમંડળમાં "શિવદત્ત” નામનો એક મંત્રી Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૩૫ હતો. એક વાર શિવદત્તની ભૂલ થઈ ગઈ તેથી રાજાએ તેને અપમાનિત કર્યો અને મંત્રીપદેથી દૂર કર્યો. રાજાએ શિવદત્તની સંપત્તિ પણ પડાવી લીધી. શિવદત્ત દરિદ્ર થઈ ગયો. મંત્રી, મંત્રીપત્ની, મંત્રીપુત્ર અને પુત્રવધૂ - પરિવારમાં આ ચાર વ્યક્તિઓ હતી. બધાં દુઃખી થઈ ગયાં. કેટલાંક વર્ષો પછી એ નગરમાં એક અવધિજ્ઞાની' મહર્ષિ પધાર્યા. શિવદત્ત પરિવાર સાથે તેમનો ઉપદેશ સાંભળવા ગયો. ઉપદેશ સાંભળ્યા પછી શિવદત્તે મહર્ષિને વંદના કરીને પ્રશ્ન પૂછ્યો : "ભગવંત પૂર્વજન્મમાં મેં અને મારા પરિવારે એવાં કયાં પાપકર્મો કર્યાં છે કે જેને કા૨ણે હું-અમે આ જન્મમાં ઘોર દરિદ્રતા ભોગવીએ છીએ ?” અવધિજ્ઞાની મહર્ષિએ કહ્યું : “મહાનુભાવ, તારો આ પુત્ર દેવપ્રસાદ છે તેણે પૂર્વજન્મમાં એક સાર્થવાહનો વિશ્વાસઘાત કર્યો હતો. સાર્થવાહ પાસે ઘણાં બધાં મૂલ્યવાન રત્નો હતાં. દેવપ્રસાદના જીવે એ રત્નો મેળવવાના લોભથી સાર્થવાહને મૂર્છિત કરી દીધો અને કપટ કરીને બધાં રત્નો લઈ લીધાં. એ સમયે તેના પરિવારમાં તમે ત્રણે હતાં. તમે ત્રણે જણાંએ એ કપટની-ચોરીની પ્રશંસા કરી. અને એ રત્નોથી સુખનાં ઘણાં સાધનો પ્રાપ્ત કરીને સાથે રહી ઉપભોગ કર્યો. તમે ચારે જણાંએ ઘોર અંતરાય કર્મ બાંધી લીધું. અનીતિથી, અન્યાયથી અને છલકપટ તેમજ ચોરીથી ધનપ્રાપ્તિ કરનાર મનુષ્ય પ્રગાઢ લાભાન્તરાય કર્મ બાંધે છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે જીવ અતિ દરિદ્રી બની જાય છે - નિર્ધન બની જાય છે. તમે ચારે મૃત્યુ પામ્યાં અને પશુયોનિમાં તમારો જન્મ થયો. પશુજીવનમાં પણ તમે ખૂબ દુઃખી બન્યાં. ઘણાં કષ્ટો સહન કર્યાં અને મૃત્યુ પામ્યાં. મરીને તમે ચારે જણાં મનુષ્ય બન્યાં. મનુષ્યજીવનમાં પણ ઘણાં કષ્ટો સહન કર્યા. સંપૂર્ણ જીવન દુઃખમય બની ગયું. પરંતુ દુઃખોથી કંટાળીને શ્વાસ રુંધીને તમે ચારે જણાએ આત્મહત્યા કરી દીધી. મરીને ચારે જણાં વ્યંતરલોકમાં ઉત્પન્ન થયાં. એ જન્મમાં તમે ઘણા લાંબા સમય સુધી સુખ ભોગવ્યાં. આયુષ્ય પૂર્ણ થતાં ફરીથી તમારો જન્મ મનુષ્યયોનિમાં થયો. મનુષ્યજીવનમાં સદ્ગુરુનો સંયોગ મળ્યો. તમે ચારેએ દીક્ષા લીધી. આ દેવપ્રસાદના જીવ સિવાય તમે ત્રણેએ તપશ્ચર્યા કરી અને ઘણાં પાપકર્મોનો ક્ષય કરી નાખ્યો. દેવપ્રસાદનો આત્મા સંક્લિષ્ટ હોવાથી તેના કર્મનો ક્ષય ન થયો. છતાં પણ સાધુધર્મના પાલનથી તેનું સમાધિ મૃત્યુ થયું. મરીને તમે ચારે અહીં આ નગરમાં જન્મ્યાં. Page #42 -------------------------------------------------------------------------- ________________ વકજીવન દેવપ્રસાદનું અંતરાય કર્મ તમારા ત્રણે માટે દુઃખનું નિમિત્ત બન્યું છે. તમે ચારે જણાંએ સમૂહમાં અંતરાય કર્મ બાંધ્યું હતું ને ? એટલા માટે જ્યાં સુધી તમારા ચારેમાંથી કોઈ એકનું પણ અંતરાય કર્મ બાકી રહેશે ત્યાં સુધી ચારે જણાએ દુઃખ ભોગવવું પડશે. ૩૬ અવધિજ્ઞાની મહર્ષિનાં વચન સાંભળીને ચારેને પૂર્વજન્મોની સ્મૃતિ થઈ ગઈ. શિવદત્ત મંત્રીએ કહ્યું : “ભગવંત, આપે અમારા જે ભવ બતાવ્યા તે સત્ય છે. અમને પૂર્વજન્મોની સ્મૃતિ થઈ ગઈ છે, અમે અમારા પૂર્વજન્મોને જોઈ રહ્યા છીએ. હવે દેવપ્રસાદનાં જે કર્મો શેષ છે, એ કર્મોનો નાશ કરવા માટે શું કરવું એ બતાવવાની કૃપા કરો.” "મહાનુભાવ ! સમવસરણમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કરો. આ ધ્યાન સંપૂર્ણ કર્મવૃક્ષોને મૂળસહિત ઉખાડી નાખવા માટે પ્રચંડ વાયુ સમાન છે. અવધિજ્ઞાની મહર્ષિએ એમને સમવસરણનું ધ્યાન કરવાની પદ્ધતિ બતાવી, જે હમણાં જ મેં તમને બતાવી. દેવપ્રસાદે ઊભા થઈને કહ્યું : ‘ભગવંત, મને શ્રાવક ધર્મ પ્રદાન કરો, હું આપના નિર્દેશ અનુસાર ધ્યાન કરીશ.” ધ્યાનના પ્રભાવથી દેવપ્રસાદનું અંતરાય કર્મ તૂટી ગયું. શિવદત્ત રાજાને પ્રિય થઈ પડ્યો. રાજા પાસેથી સન્માન પ્રાપ્ત કર્યું, સમૃદ્ધિ મળી, જીવનના ઉત્તરાર્ધમાં ચારે વિરક્ત બની ગયાં, દીક્ષા અંગીકાર કરી લીધી અને તેમનું સમાધિ મૃત્યુ થાય છે. ચારે જીવ ‘સનત્કુમાર’ નામના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. દેવપ્રસાદનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં "સોમ” નામે રાજકુમા૨ તરીકે જન્મે છે. યૌવનકાળે ચંપકમાલા નામે રાજકન્યા સાથે લગ્ન કરે છે અને પછી રાજા બને છે. રાણી અને પુત્રનું મૃત્યુ થતાં તે વૈરાગી બની જાય છે. ભગવાન પાર્શ્વનાથનો એ સમય હતો. સોમ રાજા ૫૦૦ રાજકુમારો સાથે ભગવાન પાર્શ્વનાથ પાસે આવીને દીક્ષા લે છે. ભગવાન પાર્શ્વનાથના તેઓ પાંચમા ગણધર બને છે. સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પામે છે. સમવસરણમાં અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવાથી દુઃખ દૂર થાય છે, મળે છે, યશ-કીર્તિ ફેલાય છે અને મનુષ્ય કર્મક્ષય કરીને મુક્તિ પામે છે. સુખ પંચ પરમેષ્ઠી ભગવંતોની આ જ શ્રેષ્ઠતા છે. શ્રેષ્ઠ છે એટલે તો આપણા ઈષ્ટ છે - પરમ ઈષ્ટ છે. પરમ ઈષ્ટ પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ સવારે ઊઠતાંની સાથે જ કરવું જોઈએ. “નમો અરિહંતાળું” બોલતાં જ જાગવું જોઈએ. જાગતાંની Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૩૭ સાથે જ મુખમાંથી નમો અરિહંતા નીકળવું જોઈએ. એનાથી આખો દિવસ શુભ, મંગલમય અને કલ્યાણકારી પસાર થાય છે. જાગ્યા પછી શું કરવું જોઈએ, દૈનિક કાર્યક્રમ કેવો હોવો જોઈએ - આ બધી વાતો આગળ બતાવીશ. આજે, બસ આટલુ જ. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨૭ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મીબંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં વિશિષ્ટ શ્રાવક ધર્મ બતાવે છે. ત્યાં શ્રાવકજીવનની દિનચર્યાં વિસ્તારથી બતાવી છે. સવારથી સાંજ સુધી શ્રાવકશ્રાવિકાઓએ શું કરવું જોઈએ, એ વિષયમાં સ્પષ્ટ અને વિશદ માર્ગદર્શન આપ્યું છે. જો જીવન નિયમિત, વ્યવસ્થિત અને નિયમબદ્ધ જીવવું હોય તો આ માર્ગદર્શન તમારે માટે ઉપયોગી સિદ્ધ થશે. અનિયમિત, અવ્યવસ્થિત અને અસંયમિત જીવન જીવનારાઓ માટે આ માર્ગદર્શન કામનું નથી. તેમને તો માર્ગ’ જ પસંદ આવતો નથી ! પછી માર્ગદર્શન શા માટે પસંદ કરે ? તેમને તો માર્ગ નહીં પરંતુ ઉન્માર્ગ પસંદ પડે છે ! તેઓ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં પણ ઉન્માર્ગગામી હોય છે, ધર્મપુરુષાર્થની તો વાત જ છોડો. શાન્ત, સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની અપેક્ષા રાખતા હો તો અર્થ, કામ અને ધર્મ - ત્રણે પુરુષાર્થોમાં નિયમિત, વ્યવસ્થિત અને સંયમિત બનવું જ પડશે. સ્વચ્છંદી અને ઉન્માર્ગગામી જીવનમાં શાન્તિ અને સુખની આશા રાખવી વ્યર્થ છે. સમૃદ્ધિની અપેક્ષા રાખવી બેકાર છે. અશાન્તિ અને વ્યથા-વેદનાઓમાં જ જીવન પૂરું થઈ જાય છે. દિવસનો મંગલ પ્રારંભ નવકાર મહામંત્રથી મનુષ્યજીવન જો એમ જ પૂરું થઈ ગયું તો અનંત જન્મ દુર્ગતિઓમાં પસાર કરવા પડશે. એટલા માટે કહું છું કે પ્રમાદનો ત્યાગ કરીને જીવનને નિયમિત, વ્યવસ્થિત અને સંયમિત બનાવી દો. નિયમિત રીતે નવ યા દશ વાગે સૂઈ જવું, સવારે ચાર યા પાંચ વાગે ઊઠી જવાનું રાખો. સૂતી વેળાએ શ્રી નવકારનું સ્મરણ અને ઊઠતી વખતે પણ શ્રી નવકારનું સ્મરણ ! નવા દિવસનું સ્વાગત નવકાર મંત્રથી કરો. આખો દિવસ શુભ અને મંગલમય પસાર થશે. સભામાંથી : રાત્રે બાર-એક વાગ્યા પહેલાં સૂતા જ નથી ! અને સવારે સાત વાગ્યા પહેલાં ઊઠતા નથી ! મહારાજશ્રી : પરિવર્તન કરવું પડશે. આદતો સુધારવી પડશે. જો સાચેસાચ આ જીવનનું સાફલ્ય પ્રાપ્ત કરવું હોય, આત્મકલ્યાણના માર્ગે ચાલવું હોય, સાત્ત્વિક Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ આનંદ પ્રાપ્ત કરવો હોય, તો હું કહું તેમ સુધારો કરવો જ પડશે. ચાર-પાંચ વાગે જાગવું પડશે, અને જાગતાં જ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું પડશે. નવા દિવસનો મંગલ પ્રારંભ પરમ મંગલભૂત પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને કરવાનો છે. ચૈત્યવંદન ઃ અને આ પછી ચૈત્યવંદન કરવાનું છે. ગાળેલા, અલ્પ પાણીથી સ્નાન કરીને શ્વેત શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને તમારે "ચૈત્યવંદન” કરવાનું છે - ગૃહમંદિરમાં જઈને કરવાનું છે. પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ આદિથી પરમાત્માની પૂજા ક૨વાની છે અને ચૈત્યવંદન કરવાનું છે. પુષ્પાદિથી દ્રવ્યપૂજા કરવામાં આવે છે. ચૈત્યવંદન ભાવપૂજારૂપ છે. જો ગૃહમંદિર ન હોય તો પુષ્પપૂજા વગેરે પૂજા કરી ન શકો, પરંતુ ચૈત્યવંદન કરી શકો છો. ઈશાન ખૂણામાં શ્રી સીમંધર સ્વામીની કલ્પના કરીને, તેમનું . આલંબન લઈને ચૈત્યવંદન કરી શકો છો. આજકાલ આ પદ્ધતિ નથી. હા, જો પ્રતિક્રમણ દરરોજ કરતા હો તો પ્રતિક્રમણની અંતર્ગત “ચૈત્યવંદન” કરો છો, પરંતુ પરમાત્મપૂજા કરીને ચૈત્યવંદન કરવાની પરંપરા આજે ચાલતી નથી, છતાં પણ તમારી ભાવના હોય તો તમે દેહશુદ્ધિ કરીને વસ્ત્રશુદ્ધિ સાથે ચૈત્યવંદન કરી શકો છો. ધર્મ કોણ કરી શકે છે ? : પરંતુ હૃદયમાં જો પરમાત્મા પ્રત્યે ભક્તિ હશે અને સમ્યગ્ દર્શનનો પ્રકાશ હશે તો જ ચૈત્યવંદન કરવાની ઇચ્છા પેદા થશે, તે સિવાય નહીં થાય. ૫૨માત્મા પ્રત્યે "સંભ્રમ"યુક્ત ભક્તિ જ્યારે પેદા થાય છે, ત્યારે હ્રદય હર્ષોલ્લાસથી ભરાઈ જાય છે. ચમત્કારિક હર્ષની અનુભૂતિ પેદા થાય છે. ૩૯ "મને કેવી સુંદર ધર્મક્રયા મળી છે ! કેવા સર્વજ્ઞ-વીતરાગ પરમાત્મા મળ્યા છે ! હું ધન્ય થઈ ગયો." પ્રીતિ અને ભક્તિથી હૃદય ગદ્ગદ્ થવું જોઈએ, ચિત્ત હર્ષીવભોર થઈ જવું જોઈએ. પ્રીતિ અને ભક્તિના ઉત્કટ ભાવથી "ચૈત્યવંદન” કરવાનું છે, જેથી હૃદયમાં અપૂર્વ શુભ વિચાર-અધ્યવસાય પેદા થશે. પ્રીતિ-ભક્તિનું મૂળ સમ્યક્ શ્રદ્ધા છે. શ્રદ્ધામાંથી પેદા થયેલી પ્રીતિ-ભક્તિ ધર્મીક્રયાને ચૈતન્યપૂર્ણ બનાવે છે. ક્રિયામાં જડતા રહેતી નથી. ક્રિયા આત્માને સ્પર્શ કરી જાય છે. સમ્યક્ શ્રદ્ધા જો તમારા હૃદયમાં હોય પરંતુ ભક્તિ નથી, — Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાવકજીવન – પ્રીતિ-ભક્તિનો ઉલ્લાસ છે પરંતુ સમ્યફ શ્રદ્ધા નથી, તો તમારી ચૈત્યવંદનની ક્રિયાનો કોઈ અર્થ નથી, મહત્ત્વ નથી. કોઈ વિશેષ ફળ મળતું નથી. નથી તો તૃપ્તિ થતી કે નથી શુભ ભાવની પ્રાપ્તિ થતી. અશુભ ભાવો નષ્ટ થતા નથી. એટલા માટે શ્રદ્ધાથી તેમજ પ્રીતિ-ભક્તિના ઉલ્લાસથી ચૈત્યવંદન કરવાનું છે. ચૈત્યવંદન કેવી રીતે કરવાનું છે ?? આ પણ વિધિપૂર્વક કરવાનું છે. આગમ-દર્શિત વિધિથી કરવાનું છે. દરેક ધર્મક્રિયા કરવાનો વિધિ આગમોમાં બતાવવામાં આવ્યો છે. તમારે જે વિધિ કરવાનો હોય તેનું વિધિ-જ્ઞાન જ્ઞાની પુરુષો પાસેથી જાણી લેવું - સમજી લેવું. મનમાની રીતે, ગમે તેમ કરવાનું નથી. વિધિથી કરેલી પ્રવૃત્તિનું સારું ફળ મળે છે. સંસાર વ્યવહારમાં પણ વિધિનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. જેવી રીતે તમારા સંસારમાં દરેક કાર્યમાં વિધિનો આગ્રહ રાખો છો, દરેક કાર્ય જે રીતે થવું જોઈએ, જે સમયે થવું જોઈએ એ રીતે કરો, તે સમયે કરો, તો તમારું કાર્ય પ્રશંસાપાત્ર બનશે. તમારી ઉન્નતિ થશે. ધર્મક્રિયા પણ જે પ્રકારે કરવાની હોય તે રીતે જ કરવી જોઈએ. જે સમયે જે ક્રિયા કરવાની કહેવામાં આવી હોય તે સમયે તે ક્રિયા કરવી જોઈએ. "કાલ”-સમયનું ઘણું મહત્ત્વ છે. - મંત્રસાધનામાં સમયનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. જે દિવસે, જે સમયે જે મંત્ર તમારે જપવાનો હોય તે દિવસે, તે સમયે મંત્રસાધના કરવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. – જે સમયે જે બીજ ખેતરમાં વાવવાનું હોય છે તે સમયે તે બીજ ખેડૂત વાવે છે, તેથી સારો પાક પામે છે. - સ્ત્રી જ્યારે ઋતુસ્નાતા બને છે તે સમયે સંભોગ કરવાથી ગર્ભવતી બની શકે – જે સમયે ઔષધ લેવાનું હોય છે તે સમયે ઔષધ લેવામાં આવે, તો રોગ દૂર થાય છે. સવારનું ઔષધ સાંજે લેવામાં આવે અને સાંજનું ઔષધ સવારે લેવાય તો ? રોગ મટવાને બદલે વધી જાય ને ? આ રીતે પ્રત્યેક ધર્મક્રિયાનો પોતાનો સમય નિશ્ચિત હોય છે. તમને જ્ઞાન હોવું જોઈએ કે કઈ ધર્મક્રિયા કયા સમયે કરવાની છે. "ચૈત્યવંદન” સવારે ઊઠતાં જ - પ્રભાતમાં કરવાનો સમય બતાવ્યો છે ને ? એમ પૂજાનો સમય મધ્યાહ્ન છે. પ્રતિક્રમણનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત છે. ધર્મક્રિયાઓમાં કેવી રીતે બેસવું, Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૪૧ કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે હાથ જોડવા, કેવી રીતે પગ રાખવા વગેરે વાતો શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. તમારે સંકલ્પ કરવો જોઈએ કે : "મારે પ્રત્યેક ક્રિયા વિધિપૂર્વક કરવી છે, અવિધિથી-અવિવેકથી નહીં !” તો જ તમે દરેક ધર્મક્રિયા વિધિથી કરી શકશો. આસન-મુદ્રા વગેરેનો ખ્યાલ કરશો અને પાલન પણ કરશો. મનને ધર્મક્રિયામાં જોડો : આમ છતાં વિધિ બાહ્ય ક્રિયાથી સંબદ્ધ છે. આસન-મુદ્રા વગેરે શરીરની વિશિષ્ટ ક્રિયાઓ છે. તમે વિધિનું પાલન કરો છો, પરંતુ તમારું મન જો ધર્મક્રિયાઓમાં જોડાતું નથી, બીજી વાતોમાં ભટકે તો ધર્મક્રિયાનો પ્રાણ જ નષ્ટ થઈ જશે. સાવધાન રહેજે, મન નકામા વિચારોમાં, બીજા વિચારોમાં ચાલ્યું ન જાય અથવા શૂન્ય ન થઈ જાય. તમારી જે ધર્મક્રિયા ચાલતી હોય તે ધર્મક્રિયામાં તમારા મનનો ઉપયોગ હોવો જોઈએ. એક ધર્મક્રિયા કરતી વખતે બીજી ધર્મક્રિયાનો વિચાર પણ ન કરવો જોઈએ. એટલે કે “ચૈત્યવંદન”ની ક્રિયાના સમયે પ્રતિક્રમણ”ની ધર્મક્રિયાનો વિચાર ન આવવો જોઈએ. અને પ્રતિક્રમણ કરતી વખતે ચૈત્યવંદનના વિચારો ન આવવા જોઈએ. જે ધર્મક્રિયા ચાલી રહી હોય, તે જ ધર્મક્રિયાના વિચારો કરવા અને ભાવસૃષ્ટિને નિર્મળ તથા વિશુદ્ધ બનાવો. સભામાંથી : ક્રિયામાં મનનો ઉપયોગ ન રહે તો શું શુભ ભાવ ઉત્પન્ન થતા નથી ? મહારાજશ્રી શુભ તો નહીં, અશુભ ભાવ પેદા થાય છે. ધર્મક્રિયામાં મન લાગતું નથી, ત્યાં સુધી મન ક્યાં જાય છે? સિદ્ધશિલા પર જાય છે ? શું વિદેહક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે જાય છે ? કયાં જાય છે તેનો તમને અનુભવ હશે ને ? દુકાનમાં.....ઘરમાં..સ્નેહી પાસે....પૈસા પાસે.....પત્ની પાસે ? અને શું કરે છે ? ધર્મધ્યાન યા આર્તધ્યાન ? રાગદ્વેષ અને મોહનો વિચાર કરે છે ને ? વારંવાર આવા વિચારો કરવાથી ધર્મક્રિયા નિષ્ફળ જાય છે. ધર્મક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. ધર્મક્રિયાનાં બે ફળ પ્રાપ્ત કરવાનાં છે - બે પ્રયોજનો સિદ્ધ કરવાનાં છે. ૧. અશુભ ભાવોને દૂર કરીને શુભ ભાવ - શુભ અધ્યયસાય પેદા કરવાના ૨. શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં ચિત્તને સ્થિર કરવાનું છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રાવકજીવન જેમ જેમ શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં ચિત્તની સ્થિરતા વધતી જશે તેમ તેમ ધ્યાનમાં, ધર્મધ્યાનમાં પ્રગતિ થતી રહેશે. ક્રમશઃ શુક્લધ્યાનની પ્રાપ્તિ અને કૈવલ્યનું પ્રાકટ્ય થશે; આત્મા પૂર્ણતાના શિખરે પહોંચી જશે. ચિત્ત સ્થિરતાનાં ત્રણ આલંબન : પરંતુ અશુભ ભાવોને દૂર કરવા માટે અને શુભ ભાવોને જાગૃત કરવા માટે ચિત્તની પાસે આલંબન હોવું જોઈએ. મન જેવું શુભાશુભ આલંબન લેશે, તેવા શુભાશુભ ભાવ ઉત્પન્ન થશે. "ચૈત્યવંદન”ની ધમક્રિયા છે, તમે એ ક્રિયામાં પ્રવૃત્ત. ૧. તમારી દ્રષ્ટિ પરમાત્માની મૂર્તિ ઉપર સ્થિર કરો. ૨. તમારા મનને ચૈત્યવંદનના સૂત્રોના શબ્દો સાથે જોડો. ૩. ચૈત્યવંદન સૂત્રના અર્થ-ચિંતનમાં મનને જોડો. મનને આજ્ઞા કરો, "મારે ચૈત્યવંદન સૂત્રના એક-એક અક્ષરને વાંચવો છે અને એક-એક શબ્દના અર્થનું ચિંતન કરવું છે. જ્યાં સુધી મારી આ ક્રિયા ચાલતી રહે ત્યાં સુધી મારે આ જ કામ કરવાનું છે.” વૃઢ સંકલ્પ વગર મન માનશે નહીં. સભામાંથી અમને ચૈત્યવંદન સૂત્રનો અર્થ નથી આવડતો. મહારાજશ્રી અર્થજ્ઞાન પ્રાપ્ત કરી લો. જો ધર્મક્રિયાની સાર્થકતા મેળવવી હોય તો સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું શીખી લો અને અર્થજ્ઞાન પ્રાપ્ત કરી લો. તમારે માટે એ મુશ્કેલ નથી. આસન અને મુદ્રાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લેવું જોઈએ. ધર્મક્રિયાનું સાચું ફળ પ્રાપ્ત કરવાની ગરજ હોવી જોઈએ. આ જ ચિત્ત-સ્થિરતાનાં આલંબનો છે. આ આલંબનોથી જ ચિત્ત સ્થિર બની શકે છે. સ્થિર ચિત્તમાં શુભ ભાવ પેદા થાય છે. બસ, શુભ ભાવોની પ્રાપ્તિ જ આપણું ઈષ્ટ છે, આપણો ઉદ્દેશ છે. શુભ ભાવોથી આપણો સમગ્ર જીવનવ્યવહાર પવિત્ર બની જશે, એ મહાન લાભ છે. એક સાવધાનીઃ દયમાં શ્રદ્ધા અને પ્રતિ-ભક્તિ હશે, ક્રિયામાં વિધિપાલન હશે અને ચિત્તનો ઉપયોગ હશે તો તમારી ધર્મક્રિયા નિશંક શુભ ભાવોની જનની બનશે. શ્રેષ્ઠ ક્રિયાનું શ્રેષ્ઠ ફળ મળશે, છતાં પણ એક સાવધાની રાખવાની ! મનમાં કોઈ ભૌતિક, સાંસારિક સુખની આશંકા-કામના પ્રવેશી ન જાય. “આ ચૈત્યવંદનાની ધમક્રિયાથી મને ધન-સંપત્તિ પ્રાપ્ત થાઓ, પત્ની....... પુત્ર...... પરિવારની પ્રાપ્તિ થાઓ, યશ-કીર્તિ પ્રાપ્ત થાઓ, દેવલોકનાં દિવ્ય સુખ મળો." . Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૪૩ એવી ઇચ્છાઓ ઉત્પન્ન થવી ન જોઈએ. "હું આવી ધર્મક્રિયાઓ કરીશ તો સમાજની દ્રષ્ટિમાં હું “સારો માણસ” દેખાઈશ, લોકો મને ધમત્મિા કહેશે, તપસ્વી કહેશે, સપુરુષ કહેશે, એવી કામનાઓ પણ ન કરવી જોઈએ. દુનિયાની દ્રષ્ટિએ સારા દેખાવાનો શો અર્થ? આપણે તો અનન્ત સિદ્ધ ભગવંતોની દ્રષ્ટિમાં તથા સજ્જનોની દૃષ્ટિમાં સારા બનવાનું છે. સારા બનવાનો પ્રયત્ન કરવાનો છે, સારા દેખાવાનો નહીં. સારા દેખાવાથી તો દંભ આવી જશે. ધર્મનો ઉપયોગ સારા દેખાવા માટે નહીં પણ સારા બનવા માટે કરવાનો છે. તમે સારા હો, ધર્મથી સારા બન્યા છો, છતાં દુનિયાની દ્રષ્ટિમાં તમે સારા ન દેખાતા હો તેમજ દુનિયા તમારી પ્રશંસા ન કરતી હોય તો અફસોસ કરવો નહીં. તમારા જીવનમાં ધર્મ છે, ધર્મના પ્રભાવથી તમારા વિચારો સારા છે, વ્યવહાર સારો છે, કાર્યો સારાં છે, તો તમે કૃતાર્થ છો. ભૌતિક, આધિભૌતિક અને દૈવિક સુખોની કામનાથી ધર્મક્રિયા કરનારાઓ પોતાની ધર્મક્રિયાને લાંછન લગાડે છે, કલંકિત કરે છે. એ ધર્મક્રિયા શુભ ભાવોની જનની બની શકશે નહીં. ધર્મક્રિયાઓને શુભ ભાવોની જનની જ રહેવા દો. એનાથી ભૌતિક-વૈષયિક સુખોની કામના ન કરો. સુખ સ્વતઃ મળવાનું છે. શુભ ભાવથી પુણ્યકર્મ અર્જિત થતાં અને પુણ્યકર્મથી ભૌતિક સુખ મળવાનું જ છે. ભૌતિક-વૈષયિક સુખોની કામનાથી-આશંસાથી હૃદય અશુદ્ધ બને છે, ચિત્ત ગંદુ થાય છે. ગંદા અને અશુદ્ધ ચિત્તમાં ધર્મ ઉદ્ભવતો જ નથી. ધર્મનો જન્મ ચિત્તમાં જ થાય છે, એ વાત તો તમે જાણો છો ને? નિર્મળ, પવિત્ર અને વિશુદ્ધ ચિત્તમાં જ ધર્મનો જન્મ થાય છે અને ટકે છે. એટલા માટે ભૌતિક સુખોની આશંસાથી ચિત્તને અશુદ્ધ ન કરો. ભૌતિક સુખોની ઈચ્છા તો ઉત્પન્ન થશે જ. પરંતુ ધર્મક્રિયાના ફળસ્વરૂપ ભૌતિક સુખોની આશંસા ન કરવી. હા, કદી કોઈ વૈષયિક સુખની અત્યંત આવશ્યકતા ઉપસ્થિત થાય તો - હું દેવો પાસે સુખની યાચના નહીં કરું. મારે સુખ માગવું હશે તો મારા જિનેશ્વર ભગવંત પાસે જ માગીશ, એવી શ્રદ્ધા હોય અને પરમાત્મા પાસે તે ભૌતિક સુખની માગણી કરશો તો કોઈ દોષ નથી, એનાથી તેનું ચિત્ત મલિન થતું નથી. કદીક કોઈ તીવ્ર પાપકર્મ ઉદયમાં આવે છે, કોઈ સુખના અભાવે તીવ્ર આર્તધ્યાન થઈ જાય છે.....એ સમયે એ જાણતો હોવા છતાં કે - "મારે ભૌતિકવૈષયિક સુખની આશંસાથી ધમક્રિયા ન કરવી જોઈએ.” તે આશંસાથી ધર્મક્રિયા Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન કરતો હોય પરંતુ એનું મૂળ ધ્યેય-લક્ષ્ય આર્તધ્યાનથી બચવાનું છે, નહીં કે વૈષાયિક સુખ-ભોગ. એટલે તેનું ચિત્ત મલિન થતું નથી. ધર્મ કરવાની અધિકારિતા કોને? આ તમામ વાતો ગંભીર છે. ધર્મ કરવો એ કોઈ સામાન્ય વાત ન સમજે. ખૂબ ગંભીર વાત છે. આ અપેક્ષાએ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા નામના ગ્રંથમાં ધર્મ કરનારની, ધર્મ ગ્રહણ કરનારાઓની યોગ્યતા જોવાનું કહ્યું છે. અયોગ્યને ધર્મ આપવાની ના કહી છે. તેમણે લખ્યું છે ........... તથા ગર્થી સમર્થ શાસ્ત્રોળાપરતો ઘsfધરિતે . - જે મનુષ્યને ધર્મની જરૂર હોય, – જે મનુષ્ય ધર્મ કરવામાં સમર્થ હોય અને – જે મનુષ્ય ધર્મશાસ્ત્ર પ્રમાણે જ ધર્મ કરવા માટે સંમત હોય. સભામાંથી ધર્મ કરવા માટે પણ આટલા બધા નિયમો? - મહારાજશ્રીઃ હા, યોગ્યતા, પાત્રતા જોવી પડે છે. જેમ સેનામાં તમામ પુરુષોને પ્રવેશ નથી મળતો ને ? જે શરીરે સજ્જ હોય. જેની કારકિર્દી સારી હોય તેને જ સેનામાં પ્રવેશ મળે છે, એમ ધર્મક્ષેત્રમાં પણ પ્રવેશ મેળવવા ત્રણ પ્રકારની યોગ્યતા જોઈએ. ધર્મ પામવાની ગરજ જોઈએ ? ધર્મ એ માણસ જ પામી શકે છે કે જેને ધર્મ પામવાની ઈચ્છા-ગરજ હોય. ધર્મ પામવાની અભિલાષા હોય. જેવી રીતે ધન પામવાની ઇચ્છાવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધન મેળવવાનો પુરુષાર્થ કરે છે, એ રીતે ધર્મ પામવાની ઇચ્છાગરજવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધર્મનો પુરુષાર્થ કરશે. કષ્ટ જોઈને ધર્મ છોડી નહીં દે, અથવા ધર્મ પામવાનો પ્રયત્ન ત્યજી નહીં દે. પરંતુ જેને ધર્મની જરૂર નહીં હોય તેને ધર્મ આપવામાં આવશે તો તે વિધિપૂર્વક, ઉલ્લાસથી ધર્મ નહીં કરે. કષ્ટ પડતાં ધર્મ છોડી દેશે. દૂર ભાગી જશે. જે માણસને ધર્મની જરૂર નથી તે જાતે ધર્મની શોધ કરશે નહીં. જાતે સામે ચાલીને કોઈ મહાત્મા પાસે ધર્મ પામવા જશે નહીં. કોઈ મહાત્માએ તેની પાસે જઈને જો સમજાવી પટાવીને તેને ધર્મ આપી દીધો તો તે મન વગર, અવિધિથી, ખિન્ન ચિત્તે ધર્મનું આચરણ કરશે. "ક્યારે મારી આ ધર્મક્રિયા પૂરી થાય અને હું આ વાતાવરણમાંથી બહાર નીકળે.......!” એવા એના વિચારો હોય છે. તે ધર્મક્રિયા કર્યા પછી કદીય તે ક્રિયાની પ્રશંસા યા અનુમોદના કરતો નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ - ૫ ભાગ - ૨ - જે માણસ પોતાના રોગની ભયંકરતા સમજે છે તેને ઔષધની કેવી જરૂર છે, એ વાત કોઈ કૅન્સરના દરદીને જઈને પૂછો, કોઈ ક્ષયના દરદીને પૂછો, કોઈ દ્ધયરોગના દરદીને પૂછો. અને જે બાળક પોતાના રોગની ભયાનકતા નથી સમજતું તે દવા કેવી રીતે લે છે તે જોવું મુખ બગાડશે, રડશે, દવા ફેંકી દેશે, કારણ કે તેને દવાની કોઈ ગરજ નથી ! તે પોતાના રોગને સમજતો નથી. આ જ રીતે જે માણસ પોતાના આત્માને લાગેલાં અનંત કમની ભયંકરતા સમજતો નથી, કર્મોના વિપાકને સમજતો નથી, તે નાના બાળક જેવી વાત કરે છે. તે ધર્મ સાથે તેવો જ વ્યવહાર કરશે, જેવો બાળક ઔષધ સાથે વ્યવહાર કરે એટલા માટે ગુરુજનોએ પહેલું કામ ધર્મ આપવાનું ન કરવું જોઈએ. પહેલું કામ તો જીવોમાં ધર્મની ઈચ્છા-જરૂર પેદા કરવાનું કરવું જોઈએ. તેમને ગળે પહેલાં તો આ વાત ઉતારવી જોઈએ કે "તમારા સર્વ દુઃખોનું મૂળ તમે બાંધેલાં પાપકર્મો છે, એ પાપકર્મો જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી તમારે દુઃખ ભોગવવાં જ પડશે. ત્રાસ સહન કરવો જ પડશે.” ત્યારે કદાચ એમ કહે કે : "એ પાપ દૂર કરવાનો ઉપાય બતાવવાની કૃપા કરો.” તે પછી તમે એને “ધર્મનો ઉપાય બતાવો. "ધર્મના પ્રભાવથી કર્મોનો નાશ થઈ શકે છે,” એ વાત અનેક તર્ક અને અનેક દ્રષ્ટાંતોથી સમજાવો. તેમના મનમાં ધર્મની ગરજ ઉત્પન્ન થશે. તેઓ શ્રદ્ધાથી, પ્રેમથી અને વિધિસહિત ધર્મની આરાધના કરશે. ધર્મ-આરાધના કરવાનું સામર્થ્ય જોઈએ: ધર્મનો સ્વીકાર કરવાની, ધર્મનું પાલન કરવાની અભિલાષા મનમાં પેદા થવા છતાં પણ જો ધર્મપાલન કરવાનું સામર્થ્ય ન હોય તો માણસ ધર્મ-આરાધના કરી શકતો નથી. સામર્થ્ય બે પ્રકારનું હોવું જોઈએ - માનસિક અને શારીરિક, માનસિક અને કાયિક શક્તિ હોવાથી મનુષ્ય વિશિષ્ટ ધર્મપુરુષાર્થ કરી શકે છે, ધર્મ-આરાધનામાં આવનારાં વિપ્નો ઉપર વિજય મેળવી શકે છે, ઉપસર્ગો આવતાં નિર્ભય થઈ સમતાભાવથી સહન કરી શકે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રમુખ ૧૦શિષ્યોમાં કામદેવનું નામ આવે છે. તમે કદાચ કામદેવનો વૃત્તાંત નહીં સાંભળ્યો હોય. સભામાંથી નથી સાંભળ્યું, દશે શ્રાવકોનાં વૃત્તાંતો-જીવનચરિત્રો સાંભળ્યાં જ નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રાવકજીવન મહારાજશ્રી: આ શ્રાવકોનાં જીવનચરિત્રો સાંભળવાથી અનેક ભવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થશે. શ્રમણ ભગવાન મહાવીરનો ધર્મ-ઉપદેશ સાંભળીને તેમનામાં ધર્મપુરુષાર્થ કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ હતી. ગૃહસ્થ ધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરવાનું તેમનું સામર્થ્ય જોઈને ભગવાને તેમને બાર વ્રતો આપ્યાં હતાં. મિથ્યાદ્રષ્ટિ દેવોએ તેમની ઉપર ઉપસર્ગો કર્યા હતા. છતાં પણ તેઓ વતભ્રષ્ટ થયા ન હતા. દ્રઢ મનોબળથી તેઓ પોતાના વ્રતધર્મમાં વળગી રહ્યા હતા. આ વિષયમાં હું આજે "કામદેવ”નું ચરિત્ર સંભળાવું છું. મહાન શ્રાવક કામદેવ ઃ મગધ દેશમાં ચંપા નામે નગરી હતી. એ નગરીમાં કામદેવ નામનો એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તે નગરનો ખૂબ વિશ્વાસુ માણસ હતો. અનેક મહત્ત્વપૂર્ણ મંત્રણાઓમાં, વિશિષ્ટ નિર્ણયોમાં અને વ્યવહારમાં રાજા, કામદેવ સાથે પરામર્શ કરતો હતો. તે રાજમાન્ય હતો, સાથે સાથે પ્રજાપ્રિય હતો. નગરના મોટા મોટા વેપારીઓ તેની સાથે ચર્ચા-વિચારણા કરીને મહત્ત્વપૂર્ણ કાર્યો કરતા હતા. તે પોતાના પરિવારનો પણ આધાર હતો. તેની પાસે ૬ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. ૬ કરોડ મુદ્રાઓ વેપારમાં રોકેલી હતી. ૬ કરોડ સ્વર્ણમુદ્રાઓ ધનધાન્ય, નોકર, વાહન, પશુ.........અનેક સુંદર રાજમહેલ જેવાં મકાન, ઉદ્યાન વગેરેમાં રોકાયેલી હતી. એટલે કે ૬ કરોડની સ્થાવર મિલકત હતી, ગાયોના છ વ્રજમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી. કામદેવને ભદ્રા નામની પત્ની હતી. તે અતિરૂપવતી સ્ત્રી હતી, પ્રિયદર્શના હતી અને સપ્રમાણ અંગોવાળી હતી. પતિભક્તા હતી. કામદેવ સમાન કામદેવ સાથે તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વૈષયિક સુખોને ભોગવતી સ્વર્ગ સમાન સુખ અનુભવતી હતી. ચંપાનગરીની ઉત્તર-પૂર્વ દિશાના મધ્ય-ઈશાન ખૂણામાં અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ "પૂર્ણભદ્ર” નામે એક ચૈત્ય હતું. તે ચૈત્ય ચંદનના સુંદર કળશોથી મંડિત હતું અને તેના દરેક દરવાજા ઉપર ચંદનના ઘડાઓનાં તોરણ બાંધેલાં હતાં. ઉપર નીચે સુગંધી-પુષ્પોની મોટી મોટી માળાઓ લટકતી હતી. પંચવર્ણનાં સુગંધી ફૂલ અને શ્રેષ્ઠ સુગંધયુક્ત ધૂપથી ચૈત્ય સુવાસિત રહેતું હતું. ચૈત્યના શિખરે એક વિશાળ ધજા લહેરાતી હતી. ચૈત્યના દ્વાર પર લાગેલા મોટા મોટા ઘંટ વાગતા જ રહેતા હતા. ચૈત્યની અંદર ભૂમિ ગોમયાદિથી લીંપેલી હતી. દીવાલો શ્વેત રંગની ચળકતી માટીથી ધોળેલી હતી. તેની ઉપર ચંદનના થાપા મારેલા હતા. ઘણા ભક્ત લોકો Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ४७ ત્યાં પૂર્ણભદ્ર યક્ષને આહુતિ આપવા, તેની પૂજા કરવા, વંદવા અને ધ્યાન ધરવા આવતા હતા. તે ઘણા લોકોની ઉપાસનાનું સ્થળ હતું. પૂર્ણભદ્રની દૈવી શક્તિ ઉપાસકોની લૌકિક કામનાઓને પૂર્ણ કરતી હતી. અનેક લોકો દૂર-સુદૂરથી આવીને પૂર્ણભદ્ર યક્ષની અર્ચા-પૂજા કરતા હતા ! શ્રમણ ભગવાન મહાવીર ગામ-ગામ, નગર-નગર વિહાર કરતા કરતા એક દિવસ ચંપાનગરીએ પધાર્યા. તેઓ પૂર્ણભદ્ર ચૈત્યમાં બિરાજિત થયા. ત્યાં સમવસરણ થયું. ચંપાનરેશ જિતશત્રુ એ સમવસરણમાં પધાર્યા, હજારો નગરજનો પણ સમવસરણમાં ગયા. ભગવાનના આગમનનો ખ્યાલ કામદેવને આવ્યો. તેણે પણ ભગવાનની પાસે જવાનો, દર્શન-વંદન કરવાનો નિર્ણય કર્યો. તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યાં. આભૂષણો પહેર્યાં અને વિશાળ પરિવારની સાથે તે પૂર્ણભદ્ર ચૈત્ય તરફ ચાલ્યો, જ્યાં ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં ગયો. ત્રણ વાર તેણે ભગવાનની પરિક્રમા કરી અને વંદન કરીને ઉપદેશ સાંભળવા બેઠો. ભગવાનની ધર્મદેશના સાંભળીને કામદેવ અતિ સંતુષ્ટ થયો, ખૂબ પ્રસન્ન થયો. તેણે ભગવાનને કહ્યું : “ભન્તે ! હું નિગ્રંથ પ્રવચનમાં વિશ્વાસ રાખું છું. આપના નિગ્રંથ પ્રવચનથી સંતુષ્ટ છું. નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, તે મિથ્યા નથી. ભત્તે, હું સાધુ બનવા, નિથ પ્રવ્રજ્યા સ્વીકાર કરવામાં અસમર્થ છું. મને ગૃહીધર્મ પ્રદાન કરવાની કૃપા કરો.” કામદેવે ભગવાન પાસેથી ગૃહસ્થનાં બાર વ્રતો ગ્રહણ કર્યાં. તેણે ભગવાનને ત્રણ વાર વંદના કરી અને પોતાને ઘેર પાછો ફર્યો. હર્ષિત મન-વચન-કાયાથી તેણે પોતાની પત્ની ભદ્રાને કહ્યું ઃ "હે દેવાનુપ્રિયે, મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ લાગ્યો. એ ધર્મ મને ખૂબ જ રુચિકર જણાયો છે, એટલા માટે હે ભદ્રે ! તું પણ ભગવાન પાસે જા, તેમને વંદન કર, તેમની સેવા કર અને તેમની પાસેથી વ્રતમય ગૃહસ્થ-ધર્મ સ્વીકાર કર.” કામદેવની વાત સાંભળીને ભદ્રા આનંદિત થઈ ભદ્રાએ સ્નાન કર્યું. કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કર્યું. સુયોગ્ય અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને અલ્પ પણ મૂલ્યવાન અલંકારોથી શરીર-શૃંગાર કરીને તે ધાર્મિક વાહનમાં બેઠી. અનેક દાસીઓ સાથે તે જ્યાં ભગવાન મહાવીર બિરાજતા હતા તે પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રાવકજીવન તે ભગવાનની સન્મુખ આવી. તેણે ત્રણ વાર ભગવાનને વંદના કરી અને ન તો અતિદૂર કે ન અતિનજીક હાથ જોડીને ઊભી રહી ! ભગવાનનો ઉપદેશ સાંભળીને ભદ્રા ખૂબ સંતુષ્ટ થઈ. તેણે ભગવાનને કહ્યું : “હે ભન્ત ! હું આપના નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. હું પ્રવ્રુજિત થવા અસમર્થ છું, પરંતુ હું બાર વ્રતો અંગીકાર કરવા ઈચ્છું છું.” ભગવાન પાસેથી ભદ્રાએ બાર વ્રતો સ્વીકારીને તે ભગવાનને વંદના કરીને ઘેર પાછી ફરી. વ્રતપાલન, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે ધર્મ-આરાધના કરતાં કરતાં ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં, પંદરમું વર્ષ બેઠું. એક દિવસ રાત્રિના ઉત્તરાર્ધમાં ધમનુષ્ઠાન કરતાં કરતાં કામદેવે વિચાર કર્યો : "હું આ ચંપાનગરીના રાજા-પ્રજાનો આધાર છું. એટલે તે વ્યસ્તતાને કારણે વિશિષ્ટ ધર્મ-આરાધના કરી શકતો નથી. એટલા માટે કાલે સૂર્યોદય થતાં સ્નેહીસ્વજનોનો સત્કાર-સન્માન કરીને, જ્યેષ્ઠ પુત્રને સમગ્ર જવાબદારી સોંપીને હું નગર બહારની પૌષધશાળામાં જઈને પૌષધોપવાસ આદિ ધર્મ-આરાધના કરતો રહું.” બીજે દિવસે કામદેવે સ્નેહી-સ્વજનોને બોલાવ્યા. તેમનો સત્કાર કર્યો. તેમનું સન્માન કર્યું. તેમની અનુમતિ લીધી. ઘરની તમામ જવાબદારી જ્યેષ્ઠ પુત્રને સોંપી અને તે પૌષધશાળામાં જઈને વિશેષ રૂપથી ધર્મ-આરાધના કરવા લાગ્યો. સમય પસાર થવા લાગ્યો. એક રાત્રિના સમયે એક દેવ પિશાચનું રૂપ ધારણ કરીને હાથમાં તલવાર ધારણ કરીને કામદેવની પાસે આવ્યો. અતિ ક્રોધને લીધે તેની ભ્રકુટી વાંકી થઈ ગઈ હતી. ઊઘાડા મુખમાંથી તેની જીભ બહાર લટકી રહી હતી. તે ભયાનક હાસ્ય કરી રહ્યો હતો. રોષ, ક્રોધ અને રીસથી ઉગ્રતા ધારણ કરતાં તેણે કામદેવને કહ્યું : "તું તારા મોતને બોલાવી રહ્યો છે. એ અધમાધમ, ખરાબ લક્ષણોવાળા, હીન. પુણ્યવાળા, શું તું ધર્મની કામના કરે છે? તું પુણ્યની કામના કરે છે? સ્વર્ગ-મોક્ષની કામના કરે છે? હે દુષ્ટ શું તું તારા વ્રતથી, શીલથી, પૌષધોપવાસથી ડગવા ઈચ્છતો નથી ? પરંતુ આજે હું તને અવશ્ય ડગાવીશ. આજે જો તું વ્રતાદિનો ત્યાગ નહીં કરે તો આ તલવારથી તારા ટુકડેટુકડા કરી નાખીશ.” પિશાચનાં આવાં ભયજનક વચનો સાંભળવા છતાં પણ કામદેવ ન ભયભીત થયા કે ન જરાય ચંચળ બન્યા. પિશાચે ફરીથી ધમકીઓ ઉપર ધમકીઓ આપી છતાં પણ કામદેવ અડગનિશ્ચલ રહ્યા. કુદ્ધ પિશાચ કામદેવના શરીરના ટુકડેટુકડા કરવા લાગ્યો......તો પણ. અસહ્ય વેદના સહન કરતાં કામદેવ ધર્મધ્યાનમાં સ્થિર Page #55 -------------------------------------------------------------------------- ________________ ભાગ રહ્યા. R ૨ પિશાચની હાર થઈ, તે પૌષધશાળાની બહાર નીકળ્યો. તેણે હાથીનું રૂપ ધારણ કર્યું; પૌષધશાળામાં પ્રવેશ કરીને કામદેવને કહ્યું : "જો તું મારા કહ્યા પ્રમાણે વ્રતોનો ત્યાગ નહીં કરે તો તને આકાશમાં ઉછાળીશ, પૃથ્વી ઉપર પટકીશ, પગ નીચે કચડી નાખીશ......!” આ ધમકીથી પણ કામદેવ વિચલિત ન થયા. ત્રણ વાર ધમકી આપી છતાં પણ કામદેવ સ્થિર રહ્યા, અડગ રહ્યા ત્યારે હાથીએ તેને આકાશમાં ઉછાળ્યો, પૃથ્વી ઉપર પટક્યો અને પગ નીચે કચડવા લાગ્યો. કામદેવે આ ભયાનક વેદનાને પણ સમતાભાવથી સહન કરી લીધી. ૪૯ દેવ નિરાશ થઈ ગયો. બહાર આવીને તેણે ભયંકર સાપનું રૂપ ધારણ કર્યું. પછી તે અંદર આવ્યો અને કામદેવને સતાવવાની શરૂઆત કરી. શરીરે ડંખવા લાગ્યો, ખૂબ કષ્ટ આપવા લાગ્યો.......છતાં પણ તે કામદેવને ચલિત કરી ન શક્યો. તેણે પોતાની હાર સ્વીકારી લીધી. દેવનું મૂળસ્વરૂપ ધારણ કરીને કામદેવ પાસે આવીને બોલ્યો : "હે કામદેવ ! તું ધન્ય છે, તારું સત્ત્વ અને ધૈર્ય અદ્ભુત છે. નિર્ગંથ પ્રવચનમાં તારી શ્રદ્ધા મેરુવત્ અચલ છે. હે દેવાનુપ્રિય, ઇન્દ્રે દેવસભામાં કહ્યું હતું કે : “ચંપાનગરીની પૌષધશાળામાં કામદેવ શ્રાવક ભગવાન મહાવીર સ્વામીના નિથ પ્રવચનનો સ્વીકાર કરીને રહ્યો છે. કોઈ દેવમાં પણ શક્તિ નથી કે જે કામદેવને વિચલિત કરી શકે.” હે ધીર પુરુષ ! મને ઇન્દ્રના કથન ઉપર વિશ્વાસ ન આવ્યો. હું અહીં આવ્યો અને તને હેરાન-પરેશાન કરી નાખ્યો; ખૂબ કષ્ટ આપ્યું. મને ક્ષમા કર......ક્ષમા કર.” દેવ ક્ષમા માગીને ચાલ્યો ગયો. પ્રભાત થયું હતું. તેમણે સાંભળ્યું ઃ ‘શ્રમણ ભગવાન મહાવીર પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે છે.” કામદેવે વિચાર કર્યો, "ભગવાનની પાસે જઈને તેમને વંદન-નમસ્કાર કરીને પછીથી જ પૌષધોપવાસનાં પારણાં કરીશ.” કામદેવે બહાર જવા યોગ્ય શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યાં અને વિશાળ જનસમૂહની સાથે પૂર્ણભદ્ર ચૈત્યમાં ગયા. ૪ ધર્મોપદેશ પછી ભગવાન મહાવીરે કામદેવને સંબોધિત કરીને રાત્રિની ઘટના સંભળાવી, અને પૂછ્યું : "શું મેં કહ્યું તેમ જ દેવનો ઉપસર્ગ તે સમતાભાવથી સહન કર્યો ને ?" "હા ભગવંત ! આપે જે કહ્યું તે જ રાત્રે થયું !” ભગવાને ત્યાં ઉપસ્થિત સાધુસાધ્વીઓને સંબોધિત કરીને કહ્યું : "એક ગૃહસ્થ શ્રાવક પણ દેવના ઉપસર્ગોને સમતાભાવથી સહન કરતો Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રાવકજીવન ધ્યાનમગ્ન રહે છે. વિચલિત થતો નથી, તો પછી દ્વાદશાંગીના ધારક એવા સાધુઓએ ઉપસર્ગ સહન કરવામાં સર્વથા દૃઢ રહેવું જોઈએ.” ભગવાનને વંદના કરીને કામદેવ પૌષધશાળામાં ચાલ્યા ગયા. કામદેવે ઘણાં વ્રતોથી પોતાના આત્માને ભાવિત કર્યો. ૨૦ વર્ષ સુધી શ્રાવકનું વ્રતમય જીવન વ્યતીત કર્યું. નવ પ્રતિમાઓની સારી રીતે આરાધના કરી. એક માસની સંલેખના કરી.......અનશન કર્યું.......સમાધિ મૃત્યુ થયું. તે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા અત્યારે તે ત્યાં જ છે - સૌધર્માવતંસક વિમાનના ઈશાન કોણમાં "અરુણાભ” નામે વિમાનમાં; ત્યાં તમે જાઓ તો મળજો ! ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું : "ભગવંત્ ત્યાંથી કામદેવ ક્યાં ઉત્પન્ન થશે ?” ભગવાને કહ્યું : “ગૌતમ, તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને એ જન્મમાં તે નિવણિ પામશે.” ઉપસંહાર : ધર્મનો સ્વીકાર કરનારા એવા શક્તિમાન હોવા જોઈએ કે કષ્ટ આવતાં લાલચ મળતાં પણ ધર્મ છોડી ન દે. કામદેવ કેવા ધીર અને વીર પુરુષ હતા ! સ્વયં તીર્થંકર ભગવાને તેમની સ્વમુખે પ્રશંસા કરી હતી. કેટલું પ્રેરણાદાયી છે કામદેવનું આ ચરિત્ર ? એ સાંભળીને તમને મનમાં ધીર, વીર બનીને ધર્મ-આરાધના કરવાના મનોરથો પેદા થયા ને ? કે "હું પણ દૃઢતાથી વ્રત-નિયમોનું પાલન કરીશ.” ધર્મ કરનાર માણસ અર્થી હોવો જોઈએ, સમર્થ હોવો જોઈએ અને શાસ્ત્રસંમત હોવો જોઈએ. આ વિષયમાં આજે બે વાતો બતાવી છે. ત્રીજી કાલે બતાવીશ અને "ચૈત્યવંદન”ના વિષયમાં પણ અન્ય વાતો બતાવવી છે, સમજાવવી છે, તે પણ કાલે સમજાવીશ. આજે, બસ આટલું જ. ★ ★ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ પરમ કૃપાનિધાન, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત “ધર્મીબંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં વિશિષ્ટ શ્રાવક ધર્મનું નિરૂપણ કર્યું છે. શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં તેમણે કહ્યું : "શ્રાવક-શ્રાવિકાઓએ જાગતાં જ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. પછી દેહશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને ચૈત્યવંદન કરવું જોઈએ.” "ચૈત્યવંદન" એક ધર્મક્રિયા છે. આ ધર્મક્રિયા સામાન્ય - સાધારણ ક્રિયા નથી, મહત્ત્વપૂર્ણ છે. ઈહલૌકિક અને પારલૌકિક દૃષ્ટિથી ધર્મીક્રયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આવી ધર્મીક્રયા ક૨ના૨ા મનુષ્ય પણ સામાન્ય - સાધારણ હોય તે ન ચાલે. તે યોગ્યાસંપન્ન હોવો જોઈએ. તેનામાં ત્રણ પ્રકારની યોગ્યતા હોવી જોઈએ. ધર્મક્રિયાની ગરજ હોવી જોઈએ. - ધર્મક્રયા પૂર્ણ કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. – ગુણમય વ્યક્તિત્વ હોવું જોઈએ. ધાર્મિક મનુષ્ય ગુણવાન હોવો જોઈએ : પહેલી બે પ્રકારની યોગ્યતા અંગે વિવેચન કરી ચૂક્યો છું. આજે ત્રીજા પ્રકારની યોગ્યતાના વિષયમાં સમજવાનું છે. ધર્મ આચરનાર માણસ ગુણવાન હોવો જોઈએ, અને તે જ શાસ્ત્રસંમત યોગ્ય વ્યક્તિ છે, ધર્મ કરવા માટે. ગુણરહિત મનુષ્યનો ધર્મક્ષેત્રમાં પ્રવેશ નિષિદ્ધ છે. જ્ઞાની પુરુષોએ ગુણ વગરના માણસને ધર્મ આપવાનો નિષેધ કર્યો છે. દોષયુક્ત મનુષ્ય, ગંભીર દોષવાળો માણસ ધર્મક્ષેત્રમાં આવે છે તો ધર્મક્ષેત્ર નિંદાનો વિષય બની જાય છે. ― અજ્ઞાની લોકો તેની નિંદા તો કરે જ છે, પણ ધર્મ અને ધર્મગુરુઓની ય નિંદા કરે છે. તે લોકો ધર્મ પ્રત્યે, ધર્મગુરુઓ પ્રત્યે, ધર્મસ્થાનો પ્રત્યે દુર્ભાવવાળા બની જાય છે. ધર્મીક્રયા કરનારા માણસોને મંદિરમાં - ઉપાશ્રયમાં - આયંબિલ ભવનમાં.... તીવ્ર ક્રોધ કરતા, ઝઘડતા જોઈને યુવકવર્ગ ધર્મ તરફ નફરત કરવા માંડે છે. – ધર્મક્રિયા કરનારાઓને દાણચોરી કરતાં, જુગાર રમતાં, શરાબ પીતાં કે ક્લબોમાં પરસ્ત્રીઓ સાથે નાચતા જોઈને કેટલાક બુદ્ધિમાન લોકો ધર્મક્ષેત્રથી દૂર ચાલ્યા જાય છે ! — Page #58 -------------------------------------------------------------------------- ________________ પર શ્રાવકજીવન ધર્મ આચરનારાઓની અતિકૃપણતા જોઈને, તેમની નિર્દયતા નિહાળીને, તેમનો અવિનય અને ઉદ્ધતાઈ જોઈને કેટલાય સુશિક્ષિત લોકોએ મંદિર જવાનું છોડી દીધું છે. — ધર્મ કરનારાઓ જ્યારે કષ્ટ પડે છે, દુઃખ આવે છે ત્યારે ધર્મ છોડી દે છે. કાર્યનો આરંભ કરીને વચ્ચેથી જ કાર્ય છોડી દે છે. દીર્ઘદૃષ્ટિથી કાર્ય કરતા જ નથી, ત્યારે લોકોને તેમના પ્રત્યે અભાવ થઈ જાય છે. ધર્મકાર્યમાં વિશ્વાસ રહેતો નથી. ધર્મ કરનારાઓ જ્યારે બીજાઓ સાથે નિર્લજ્જ વ્યવહાર કરે છે, મોટાઓની મર્યાદાઓ તોડે છે, નાના-મોટાઓનો અનાદર-તિરસ્કાર કરી બેસે છે, ગંદા શબ્દો બોલે છે, ત્યારે બીજા લોકોને ધર્મ અને ધર્મ કરનારાઓ પ્રત્યે દુર્ભાવ થઈ જાય છે અને તેઓ ધર્મથી વિમુખ બની જાય છે. આ વાતનું મને એક પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું હતું. એક રાજ્યના મુખ્ય મંત્રી મળવા આવ્યા, અનેક વિષયો ઉપર વાતો થઈ. જૈનધર્મ પ્રત્યે તેમણે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું : “જૈનધર્મ અને જૈનસમાજ મને ખૂબ પસંદ છે. જૈનધર્મ જીવંત ધર્મ છે. જૈનસમાજ નિર્વ્યસની અને અહિંસક સમાજ છે. આ ધર્મ રાષ્ટ્રધર્મ - વિશ્વધર્મ બનવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આપ નારાજ ન થાઓ તો એક કડવી વાત કહી દઉં ?" મેં કહ્યું : "નારાજ થવાનો પ્રશ્ન જ નથી, તમે દિલ ખોલીને કહો.” તેમણે કહ્યું : “તમે લોકો પરસ્પર ઝઘડતા રહો છો, એ વાત મને ખટકે છે. કોઈ કોઈ વાર છાપાઓમાં વાંચું છું. આપના આચાર્યોમાં, સાધુઓમાં પરમતસહિષ્ણુતા નથી ! જો આપ સૌ પ૨મત-સહિષ્ણુ બનીને એક થઈ જાઓ તો જૈનધર્મથી રાષ્ટ્રને મોટો લાભ થઈ શકે, રાષ્ટ્રનું ચારિત્ર્ય ઉપર ઊઠી શકે !” જાહેરમાં ઝઘડવું અયોગ્યતાનું પ્રદર્શન : પરસ્પરના ઝઘડા-મતભેદ જ્યારે છાપાઓમાં આવે છે ત્યારે તે અનિષ્ટ બની જાય છે. ઉગ્ર શબ્દોમાં બીજાનાં ધર્મવષયક મંતવ્યોનું ખંડન કરવું અને પોતાનાં મંતવ્યોનું મંડન કરવું.....બીજા પાઠોની ધર્મભાવનાનું મુંડન કરી દે છે. •ધર્મભાવનાને નષ્ટ કરી દે છે. શાસ્ત્રોની, ધર્મગ્રંથોની વાતો લઈને જાહેરમાં છાપાઓના માધ્યમથી ઝઘડા કરનારાઓ ધર્મ આચરવા માટે યોગ્ય છે ખરા ? પાત્ર છે ખરા ? અંદર-અંદરના મતભેદોનું ખાનગી મંત્રણાના માધ્યમથી, પરસ્પર ચર્ચાવિચારણાથી નિરાકરણ ન કરી શકાય ? Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ પ૩ અખબારો-Newspaper - લોકશાહીના સંવાહક છે. ધર્મક્ષેત્રમાં લોકશાહીનો વિરોધ કરનારા મહાપુરુષો (1) લોકશાહીના સંવાહક સાધનનો ઉપયોગ કરે છે ! જે જિનશાસનમાં લોકમતનું કોઈ મૂલ્ય નથી, જિનમતનું જ મૂલ્ય છે, એ જિનમતને, લોકમત પ્રાપ્ત કરવા માટે અખબારોમાં લઈ જાય છે. તેનું વસ્ત્રાહરણ કરે છે. આ વાતને ગંભીરતાપૂર્વક વિચારજો. ધર્મક્ષેત્રમાં અયોગ્ય વ્યક્તિઓ પ્રવેશી ગઈ છે, તેઓ ધર્મક્ષેત્રની આન-શાનને બટ્ટો લગાવી રહી છે. પોતાનું અહિત તો કરે જ છે, સાથે-સાથે બીજાનું પણ અહિત કરે છે. શાસ્ત્રસંમત ધમધિકારી મનુષ્યના ૨૧ ગુણો : ખૂબ દુઃખની વાત છે કે આજે આપણા શાસનમાં અનુશાસન હીનતા છે; ન કોઈ કોઈને કશું કહી શકે છે, ન કોઈ કોઈનું સાંભળે છે. શાસ્ત્રો અને આગમોની વાતો ઘણી થાય છે, પણ તે પોતાના પક્ષની માન્યતાઓને સિદ્ધ કરવા અને બીજા પક્ષોની માન્યતાઓનું ખંડન કરવા માટે ! ગુણહીન માણસોએ ખૂબ શોર મચાવી દીધો છે. ધર્મક્ષેત્રમાં ગુણવાન માણસોનું અવમૂલ્યાંકન કરીને ક્રિયાજડ અજ્ઞાનીઓનું મૂલ્ય વધારી દેવામાં આવ્યું છે. જ્ઞાનહીન ધર્મક્રિયા કરનારાઓને મહત્ત્વ આપવામાં આવે છે. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તમારે જાગ્રત બનીને સ્વ-પર મતના હિતમાં પ્રવૃત્ત બનવું જોઈએ. પોતાનું વ્યક્તિત્વ ગુણવાન બનાવવું જોઈએ. ૨૧ ગુણોને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે તો હું એ ૨૧ ગુણોનાં માત્ર નામ જ બતાવીશ. ૧. ગંભીરતા ૨. રૂપ ૩. સૌમ્ય પ્રકૃતિ ૪. લોકપ્રિયતા પ. અક્રૂરતા ૬. પાપભીરુતા ૭. અશતા ૮. સુદાક્ષિણ્ય ૯. લજ્જા ૧૦. દયા ૧૧. મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિ ૧૨. ગુણાનુરાગ ૧૩. સત્યકથા ૧૪. સુપરિવાર ૧૫. દીર્ઘદ્રષ્ટિ ૧૬. વિશેષજ્ઞતા ૧૭. વૃદ્ધાનુસારિતા ૧૮. વિનય ૧૯. કૃતજ્ઞતા ૨૦. પરહિતનિરતા ૨૧. લબ્ધલક્ષ્યતા છે કે એક માણસમાં આ ૨૧ ગુણો બધા જ ન હોઈ શકે. ઓછાવત્તા હોઈ શકે, પરંતુ ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય તો ઓછામાં ઓછા સાત ગુણ તો હોવા જોઈએ. કેટલાક ગુણ કર્મોના ક્ષયોપશમ પર આધારિત છે, તો કેટલાક પુણ્યકર્મના ઉદય ઉપર આધારિત છે. વિશેષજ્ઞતા, દીર્ઘદ્રષ્ટિ અને લબ્ધલક્ષતા જ્ઞાનાવરણ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૪. શ્રાવકજીવન કર્મના ક્ષયોપશમ સાથે જોડાયેલા છે. ઘણાં પાપકમોંના ક્ષયોપશમ વગર ગુણવાન બનવું અસંભવ છે. શૈત્યવંદન"ની ધમક્રિયા કોણ કરી શકે છે? "ચૈત્યવંદન”નો ધર્મ કરવા માટે પણ આચાર્યદિવશ્રી હરિભદ્રસૂરિજીએ ત્રણ ગુણોની યોગ્યતા બતાવી છે. ચૈત્યવંદનની ધમક્રિયા પ્રત્યે દયમાં બહુમાન હોવું એ પહેલો ગુણ છે. ચૈત્યવંદનની ધર્મક્રિયાની વિધિનું જ્ઞાન હોવું અને વિધિનું પાલન હોવું, એ બીજી વાત છે. ઉચિત ગુણમય જીવનવ્યવહાર હોવો એ ત્રીજી વાત છે. ધર્મનાં અનેક અનુષ્ઠાનો છે. ત્યવંદન" એમાંનું એક અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાન દરેક વ્યક્તિ નથી કરી શકતી, એ વાત તો સમજો છો ને ? ગુણવાન વ્યક્તિ જ કરી શકે છે. આ ત્રણ ગુણ મનુષ્યમાં હોવા જોઈએ! માણસે સ્વયં આત્મનિરીક્ષણ કરીને નિર્ણય કરવો રહ્યો કે: "મારામાં આ ત્રણ ગુણ છે કે નહીં ?” "બહુમાન” આંતરિક ગુણ છે. "આ ગુણ આપણામાં છે કે નહીં.” એ વાતનો નિર્ણય કરવા માટે પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. બહુમાનનાં પાંચ લક્ષણઃ - જો તમારા હૃદયમાં "ચૈત્યવંદન” ધર્મ પ્રત્યે બહુમાન હશે તો ચૈત્યવંદનની વાતો પ્રિય લાગશે. એમ જે જે ધર્મક્રિયા પ્રત્યે તમારા હૃદયમાં બહુમાન હશે તે તે ધર્મક્રિયાની વાતો તમને પ્રિય લાગશે. તે તે ધમક્રિયાઓ કરનારા પ્રત્યે સ્નેહભાવ બંધાશે. એ વાતો વિવિધ પ્રકારની હોય છે. ધર્મસ્વરૂપની વાત હોય, ધમવિધિની વાત હોય, ધર્મના લોભની વાત હોય, ધર્મનાં દ્રત કહેવામાં આવતાં હોય, ધર્મનું રહસ્ય બતાવવામાં આવતું હોય - આ તમામ વાતો સાંભળવામાં પ્રેમ દેખાય, આદર દેખાતો હોય, હર્ષ ઉત્પન્ન થતો હોય, બીજાં કામ છોડી દઈને તે સાંભળવામાં જ દિલ લાગતું હોય તો માનવું કે એ ધર્મ પ્રત્યે બહુમાનનો ભાવ છે. સભામાંથી ધર્મ પ્રત્યે પ્રેમ હોય, પરંતુ ધર્મની વાતો સાંભળવામાં રસ ન હોય, એવું બની શકે છે? મહારાજશ્રી તમે કેવી વાત કરો છો? તમારો પ્રિય પુત્ર પરદેશમાં છે, તેનો મિત્ર સંદેશો લઈને તમારી પાસે આવે છે. મિત્ર તમારા પુત્રની વાતો સંભળાવે છે. શું એ સાંભળવામાં તમને આનંદ નહીં આવે? એનો પત્ર વાંચવામાં આનંદ નહીં આવે ? - આનંદનો અનુભવ નહીં થાય ? શું તમારું મુખ પ્રફુલ્લિત નહીં થાય ? Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ પપ આ જ રીતે ધર્મ પ્રત્યે તમારા હૃયમાં બહુમાન હશે તો ધર્મની વાત સાંભળવામાં હર્ષ અને આનંદની અનુભૂતિ થશે જ. “ધર્મકથા પ્રીતિ - આ પ્રથમ લક્ષણ છે ! ધર્મબહુમાનનું બીજું લક્ષણ છે – “ધમનિંદાનું અશ્રવણ”. તમારા હૃદયમાં "ચૈત્યવંદન”ના ધર્મ પ્રત્યે આંતરિક પ્રેમ છે, તો તમે ચૈત્યવંદનની નિંદા નહીં સાંભળી શકો. તમે સાંભળવાનું પસંદ નહીં કરો. નિંદા સાંભળવી જ પસંદ નહીં પડે, તો પછી નિંદા કરવાની તો વાત જ ક્યાં રહી? જે વાત ઉપર માણસને પ્રેમ હોય છે, બહુમાન હોય છે, તે વાતમાં દોષ અગર ન્યૂનતા તે જોઈ જ શકતો નથી અને દોષ યા ન્યૂનતા જોયા સિવાય, નિંદા થઈ શકતી નથી! કોઈ તમારી પાસે આવીને કહે કે : "શા માટે સવાર-સાંજ ચૈત્યવંદન કરો છે? આ ક્રિયાથી કોઈ લાભ નથી. આ મૂર્તિ, આ મંદિર, બધું નિરર્થક છે, પથ્થરની પૂજા કરવાથી મોક્ષ નથી મળતો.........” વગેરે. તમને સાંભળવું ગમશે ? નહીં! બે કાનોમાં આંગળી રાખીને તમે કહેશો "ભાઈ ! આવી કડવી અને અપ્રિય વાત સાંભળવા ઇચ્છતો નથી. તમે નિંદા કરવી બંધ કરો અથવા અહીંથી ચાલ્યા જાઓ. જે ધર્મ મને પ્રિય છે તે હું કરું છું અને કરતો રહીશ. મને ચૈત્યવંદન કરવામાં કેટલો આનંદ આવે છે અને આખો દિવસ કેવો શુભ જાય છે એ વાત સાંભળશો. તો તમે પણ મારી માફક ચૈત્યવંદન કરવું શરૂ કરી દેશો; નિંદા કરવી ભૂલી જશો.” તમારા હૃદયમાં ધર્મ પ્રત્યે બહુમાન હશે તો તમે ધમનિંદા કરનારાઓને નિંદા કરતા અટકાવશો; તેમને બુદ્ધિચાતુર્યથી ધર્મપ્રશંસક બનાવી દેશો. કદાચ આ વાત શક્ય નહીં બને તો તમે નિંદા સાંભળવા ઊભા નહીં રહો, ત્યાંથી ખસી જશો. કોઈ પણ માણસની નિંદા કરવી યા સાંભળવી એ પાપ છે, તો પછી ધર્મની નિંદા કરવી-સાંભળવી એ તો ઘોર પાપ છે ! અધમ કૃત્ય છે ! તમારાથી ધર્મનું આચરણ ન થતું હોય તો ન કરો, પરંતુ ધર્મની નિંદા તો કદીય ન કરો. ધર્મની નિંદા કદીય ન સાંભળો. - સદાય યાદ રાખો કે ધર્મ જ આપણો તારણહાર છે. ધર્મ જ આપણી રઝળપાટ મટાડનાર છે. ધર્મ જ આપણને સુખશાંતિ આપનાર છે. ધર્મથી જ પાપોનો નાશ થાય છે. ધર્મથી જ પુણ્ય બંધાય છે અને તે જ આપણાં સર્વ સુખોનું મૂળ છે. એટલા માટે ધર્મની નિંદા કરવી નહીં-સાંભળવી નહીં. તમારા દ્ધયમાં ધર્મ-બહુમાન હશે તો તમે નિંદા કરશો જ નહીં. નિંદા સાંભળવી પસંદ કરશો નહીં. કદાચ કોઈક વાર પરવશતાથી સાંભળવી પડે તો નિંદક પ્રત્યે દ્વેષ ન કરતા, તેના તરફ ભાવકરુણાથી વિચારજો. ત્રીજું લક્ષણ આ જ બતાવે છે ! ઘમીનંદક પ્રત્યે ભાવકરુણા, ભાવદયા ! Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રાવકજીવન સભામાંથી શું ધર્મની નિંદા કરનારાઓ પ્રત્યે દ્વેષ કરવો એ પાપ છે? તેના પ્રત્યે દ્વેષ ન કરવો? ષ તો થઈ જાય છે ! મહારાજશ્રી ધર્મનંદક તરફ દ્વેષ કરવાનો નથી ! જો તમે ધર્મનું સ્વરૂપ સમજશો તો ધમનિંદકો તરફ દ્વેષ નહીં થાય. તીર્થંકર ભગવંતોએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવનાઓથી યુક્ત અનુષ્ઠાનને ધર્મ કહ્યો છે. તમારે અનુષ્ઠાન જિનાજ્ઞા અનુસારનું હશે, વિધિપૂર્વકનું હશે, પરંતુ મૈત્રી વગેરે ભાવનાઓથી યુક્ત નહીં હોય તો એ અનુષ્ઠાન "ધર્મ” નહીં કહેવાય. તે ક્રિયા ધમક્રિયા નહીં બને. એટલે કે તમે ધર્મ પામ્યા છો તો તમારા હૃયમાં એ ચાર ભાવનાઓ હોવી જોઈએ. કોઈના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, ધૃણા... વગેરે દુષ્ટ ભાવો ન હોવા જોઈએ. ધર્મની નિંદા કરનારા તરફ પણ ભાવકરુણા” રહેવી જોઈએ. “ધર્મનિંદાના પાપથી એને કેવી રીતે બચાવું? બિચારો પાપકર્મ બાંધીને ભવાન્તરમાં દુઃખી દુઃખી થઈ જશે.....” એવું ચિંતન કરવું જોઈએ. તમારા દ્ધયમાં ધર્મ પ્રત્યે બહુમાન હોય તો આ વાત છે ! તમે તમારા મનને બીજી વાતોમાં ગૂંચવશો જ નહીં. તો તમારું મન ચૈત્યવંદના વગેરે ધર્મક્રિયાઓમાં જ નિરત રહેશે. ઘર્મ પ્રત્યેના બહુમાનનું ચોથું લક્ષણ એટલા માટે જ "ચિત્તવિન્યાસ બતાવવામાં આવ્યું છે. તમારા હૃયમાં ધર્મ પ્રત્યે પ્રેમ છે, તમારું મન વારંવાર ધર્મમાં જ વળશે. ધર્મનિંદકો તરફ નહીં જાય. મનનો આ સ્વભાવ છે. જે એને પ્રિય લાગે છે, તેમાં જ તે વારંવાર જાય છે. પિતાને પુત્ર પ્રિય હોય છે. પુત્ર પરદેશ હોય તો પિતાનું મન વારંવાર પુત્ર પાસે જ જાય છે ને? પુત્રના વિચારોમાં જ ડૂબી જાય છે ને? એ રીતે તમને તમારો વેપાર વધારે પ્રિય હોય તો ભલે તમે અહીં બેઠા છો, પણ તમારે મન વેપારના વિચારોમાં જ ચાલ્યું જતું હશે ! ભોજન કરતાં કરતાં પણ મન વેપારમાં ચાલ્યું જશે. એમ ધમ પ્રિય હશે તો વેપાર કરતાં કરતાં પણ મન ધર્મના વિચારોમાં ચાલ્યું જશે. ભોજન વખતે પણ ધર્મના ચિંતનમાં ડૂબી જશે. ધર્મક્રિયા કરતી વખતે તો મન તેમાં લીન-તલ્લીન થઈ જશે ! પાંચમું લક્ષણ બતાવ્યું છે - "પરા જિજ્ઞાસા . પરા એટલે શ્રેષ્ઠ ! એટલે કે ગહન.......ગંભીર! ધર્મના વિષયમાં શ્રેષ્ઠ..........ગહન અને ગંભીર જિજ્ઞાસા પેદા થાય છે. જેમ કે - ચૈત્યવંદન-સૂત્રમાં ચૈત્યનો અર્થ શું? વંદનનો વિધિ શું? કયાં કયાં સૂત્રો છે ? – આ સૂત્ર કોણે બનાવ્યું? Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ - સૂત્રોચ્ચાર કેવી રીતે કરવો ? દિવસમાં કેટલાં ચૈત્યવંદન કરવાં જોઈએ ? - ક્યારે ક્યારે કરવાં જોઈએ ? ચૈત્યવંદન-સૂત્રનો સામાન્ય અર્થ શું ? વિશેષ અર્થ શું - તાત્પર્ય અને રહસ્યાર્થ શું ? ચૈત્યવંદનની મનુષ્યના મન ઉપર શી અસર પડે છે ? ચૈત્યવંદનનો આધ્યાત્મિક પ્રભાવ શું છે ? - વગેરે જિજ્ઞાસાઓ ઉત્પન્ન થાય છે. સભામાંથી : ચૈત્યવંદનની ક્રિયા પ્રત્યે બહુમાન હોય પરંતુ એવી જિજ્ઞાસા પેદા ન થતી હોય એવું ન હોઈ શકે ? મહારાજશ્રી ઃ ન બની શકે. જેના પ્રત્યે પ્રેમ હોય, બહુમાન હોય એના વિષયમાં જિજ્ઞાસા ન હોય - આ વાત અશક્ય છે. પ્રેમનો પ્રભાવ અને જિજ્ઞાસાનો ભાવ પરસ્પર અપેક્ષિત હોય છે. બંને પ્રકારના ભાવોમાં સંબંધ છે. જે વસ્તુનો, જે વિષયનો પ્રેમ હશે તે વિષયમાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે જ. જેમ કે એક વિદ્યાર્થીને ઇતિહાસના વિષયમાં ઊંડી અભિરુચિ છે, તો તેની તે વિષયમાં જિજ્ઞાસા વધતી જ જાય છે અને તે ઊંડી શોધ કરવા લાગશે - ગંભીર સંશોધન કરતો રહેશે. ૫૭ આ જ રીતે "ચૈત્યવંદના”ની ક્રિયામાં તમારી ઊંડી અભિરુચિ હશે તો "ચૈત્યવંદન”ના વિષયમાં તમારી જિજ્ઞાસા વધતી જ જશે. તમે એ વિષયમાં ગહન અને ગંભીર ચિંતન-મનન કરજો ! જેમ કે આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજીએ ચૈત્યવંદનના વિષયમાં પૂરો “થીસીસ” લખી નાખ્યો છે "લલિતવિસ્તરા” ! ચૈત્યવંદન-સૂત્રના વિષયમાં એક સંપૂર્ણ મહાનિબંધ જ છે. જો "નવકાર મંત્ર”ના પ્રત્યે તમારા હૃદયમાં શ્રદ્ધા છે, પ્રેમ છે, તો નવકાર મંત્રના વિષયમાં પણ તમારા મનમાં વિશિષ્ટ જિજ્ઞાસાઓ પેદા થઈ જશે. જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો ગંભીર-ઊંડું જ્ઞાન થઈ જાય ! જ્ઞાનના ખજાનાની ચાવી છે જિજ્ઞાસા. તત્ત્વજ્ઞાનનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે. પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. ચિત્તમાં ‘આવું કેમ ? - આવું ક્યારથી ? - આવું ક્યાં સુધી ? - પરિણામ શું ?’ આવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવશે તો સમાધાન મેળવવા એ વિષયના જ્ઞાની પુરુષો પાસે જશો અને સમાધાન મેળવવા પ્રયાસ કરશો. વિધિ-તત્પરતાનાં પાંચ લક્ષણ : તાત્ત્વિક જિજ્ઞાસાનું સમાધાન મેળવવા માટે માણસે સદ્ગુરુને શરણે જવું પડે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રાવકજીવન છે અને ત્યાં વિનયપૂર્વક વ્યવહાર કરવો પડે છે. આ દૃષ્ટિથી વિધિ-તત્પરતાનું પ્રથમ લક્ષણ "ગુરુવિનય" બતાવવામાં આવે છે. “શ્રી ઉત્તરાધ્યયન-સૂત્ર”ના પહેલા જ અધ્યાયમાં વિનયના પ્રકાર અને વિનયનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જિજ્ઞાસાવાળો માણસ જ એવો વિનય કરી શકે છે. ગુરુ પ્રત્યે આંતરિક બહુમાનની સાથે જીવનનો પ્રત્યેક વ્યવહાર વિનયથી રંગી દેવાવાળો મુમુક્ષુ પોતાના જીવનને ધન્ય બનાવી દે છે ! બધાની આધારશિલા વિનય છે. વિનીત આત્મા સદ્ગુરુ પાસેથી પરિણિત-જ્ઞાન પામે છે. એટલે કે તે જ્ઞાનને માત્ર દિમાગમાં જ નથી ભરતો, આત્મસાત્ કરી લે છે. તેનું જ્ઞાન તેને દોષમુક્ત કરાવે છે. પરમ શ્રેય તરફ લઈ જાય છે. વિનીત આત્મામાં વિધિ-તત્પરતા સહજભાવે પ્રકટ થાય છે. તેનું પ્રત્યેક અનુષ્ઠાન વિધિયુક્ત હશે. તે પોતે વિધિપાલનનો આગ્રહી હશે. જેમ તે વિધિનો આદર કરનારો હોય છે, તેમ દરેક અનુષ્ઠાન તેના નિશ્ચિત સમયે ક૨વાનો આગ્રહી પણ હશે. બીજું લક્ષણ "સત્કાલાપેક્ષા"નું બતાવ્યું છે. તે યથાર્થ જ છે. જે સમયે ચૈત્યવંદન કરવાનું હશે, તે સમયે ચૈત્યવંદન ક૨શે. જે સમયે પરમાત્મા-પૂજા કરવાની હશે, તે સમયે તે પૂજા કરશે. જ્ઞાની પુરુષોએ જે પ્રતિક્રમણનો સમય બતાવ્યો હશે, તે સમયે તે પ્રતિક્રમણ કરશે. સમયની પાબંદી વિધિ-તત્પરતાનું બીજું લક્ષણ છે. તે સમયની બાબતમાં લાપરવાહી નહીં કરે. જો કદાચ પરિસ્થિતિવશ, કોઈક વાર ધક્રયા કરવામાં સમય-પાલન નહીં કરી શકે તો તેના મનમાં સંતાપ રહેશે. “હું કેવો આળસુ છું ? મેં આજે સવારે સમયસર ચૈત્યવંદન કર્યું નથી. મોટી ભૂલ થઈ ગઈ.” કાર્યસદ્ધિ માટે સમયનું ખૂબ મહત્ત્વ છે. તે તમે દુનિયામાં જુઓ છો. નિશ્ચિત સમયે કરેલી મંત્રસાધના સફળ થાય છે. યોગ્ય સમયે કરેલો વ્યાપાર, વાવેલું બીજ અને બોલેલું વચન સફળતા પ્રાપ્ત કરે છે; એ જ રીતે યોગ્ય કાળે કરેલું ધર્માનુષ્ઠાન વિશિષ્ટ લ પ્રદાન કરે છે. એટલા માટે કાળનું મહત્ત્વ સમજવું જોઈએ. તમે લોકો સમયની કેટલી ચિંતા કરો છો તે હું જાણું છું. તમને જ્યારે સમય મળે છે ત્યારે ધર્મક્રિયા ફરી લો છો ! સવારે પાંચ વાગે જિનપૂજા અને રાતે ૧૦/૧૨ વાગે પ્રતિક્રમણ ? વિધિ-તત્પરતા રહી નથી. ન ગુરુવિનય રહ્યો છે, ન કાળની અપેક્ષા રહી છે. ત્રીજું લક્ષણ બતાવ્યું છે - ઉચિત આસન અને મુદ્રાઓનું. કઈ ધર્મીક્રયામાં કયા આસનથી બેસવાનું છે, બેસવું જોઈએ, કયું સૂત્ર બોલતી વખતે બે હાથ દ્વારા કેવી કેવી મુદ્રાઓ કરવી તે વિષયનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે, કારણ કે નિશ્ચિત Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ પ૯ આસનમાં બેસવાથી, નિશ્ચિત મુદ્રાઓની સાથે ધર્મક્રિયા કરવાથી તેને અનુરૂપ શુભ ભાવ ર્દયમાં ઉત્પન્ન થાય છે. ચૈત્યવંદનમાં યોગમુદ્રા, મુક્તાસૂક્તિ મુદ્રા અને જિનમુદ્રાની સાથે સૂત્રો બોલવાનાં હોય છે. બંને નેત્રો જિનપ્રતિમા ઉપર સ્થિર કરવાનાં હોય છે. જિતમુદ્રામાં કાયોત્સર્ગ-ધ્યાન કરવામાં આવે છે. સર્વ કાયોત્સર્ગ જિનમુદ્રામાં કરવામાં આવે છે. પ્રતિક્રમણમાં "વંદિતાસૂત્ર” તમારે લોકોએ "વીરાસન"માં બોલવાનું હોય છે! આસન-મુદ્રાઓનું ઉચિત પાલન શુભ ભાવોની વૃદ્ધિમાં નિમિત્ત બને છે. ધમક્રિયામાં આનંદનો અનુભવ કરવો હોય તો વિધિ-તત્પરતા હોવી અનિવાર્ય છે. વિધિ-તત્પરતાનું ચોથું લક્ષણ છે - યુક્ત સ્વર. ચૈત્યવંદન કરતી વખતે તમારે સૂત્રોચ્ચાર યુક્ત સ્વરમાં કરવો જોઈએ. એટલે કે તમારો અવાજ એવો હોવો જોઈએ કે જેથી મંદિરમાં બેઠેલા અન્ય માણસોની ધર્મક્રિયામાં વિક્ષેપ ન પડે. કેટલાક લોકોને જોર-જોરથી સૂત્રોચ્ચાર કરવાની ટેવ હોય છે. તેઓ બીજા લોકોનો ખ્યાલ જ રાખતા નથી. મંદિરમાં પ્રવેશતાં જ તેમનો અવાજ કોલાહલ પેદા કરે છે. બીજાની ધર્મક્રિયામાં વિક્ષેપ ઊભો કરી નાખે છે. તે એક મોટું પાપ છે. બીજાની ધર્મક્રિયામાં વિક્ષેપ કરવો એ મામૂલી પાપ નથી. સભામાંથી એટલા માટે તો અમે સવારે મંદિરે જતા જ નથી. સવારમાં એટલો શોર હોય છે કે શાન્તિથી પ્રભુનાં દર્શન થતાં નથી કે સ્તુતિ-પ્રાર્થના પણ થતી નથી. મહારાજશ્રી જે લોકો મંદિરમાં જોરથી બરાડા પાડે છે, તેઓ મોટે ભાગે પ્રવચન સાંભળવા આવતા નથી ! એમને કોણ સમજાવે ? એ અનિવાર્ય અનિષ્ટ થઈ ગયું છે. એટલા માટે સુખી લોકોએ પોતાના ઘરમાં નાનકડું મંદિર બનાવી લેવું જોઈએ. ગૃહમંદિરમાં તમે શાન્તિથી, મધુર સ્વરથી પરમાત્માની સ્તવના કરી શકશો અને મધ્યમ સૂરોમાં ચૈત્યવંદન કરી શકશો. સભામાંથી જેમને પોતાનું ગૃહમંદિર ન હોય તે લોકો શું કરશે? મહારાજશ્રી તેઓ સંઘ-મંદિરમાં જશે, શોર કરનારા પ્રત્યે ભાવકરુણા રાખીને બની શકે તેટલી એકાગ્રતાથી ચૈત્યવંદન કરશે. પ્રાતઃકાળે પોતાના ઘરમાં જે ચૈત્યવંદન કરવાનું હોય છે તે શાંતિ, ઉલ્લાસ અને એકાગ્રતાથી કરવું. શોર મચાવનાર પ્રત્યે રોષ ન કરવો. રોષ કરવાથી આત્માનું અહિત થશે. મંદિરમાં જવું બેકાર થઈ જશે. - પાંચમું લક્ષણ છે - પાઠોપયોગનું ધમક્રિયામાં જે સૂત્રપાઠ કરવામાં આવે, તે સૂત્રપાઠ કરતી વખતે મન એની સાથે જોડી દેવું. ચિત્ત એ જ સૂત્રપાઠ સાથે Page #66 -------------------------------------------------------------------------- ________________ SO શ્રાવકજીવન લાગ્યું રહેવું જોઈએ. સાથે સાથે અર્થનો પણ બોધ હોવો જોઈએ. મનને "ચૈત્યવંદન”માં તન્મય કરવાનું છે ! ઉચિત વૃત્તિનાં પાંચ લક્ષણ : ચૈત્યવંદનની ઉત્તમ ધર્મક્રિયા કરનારાઓના હૃદયમાં જેવી રીતે બહુમાન હોવું આવશ્યક છે, વિધિ-તત્પરતા આવશ્યક છે, એ જ રીતે ઉચિત જીવનપદ્ધતિ, ઉચિત જીવનવ્યવહાર પણ અતિ આવશ્યક છે. સર્વ લોકો સાથે ઉચિત જીવનવ્યવહાર કરનાર માણસ ‘લોકપ્રિય’ બને છે. ઉચિત વૃત્તિનું પ્રથમ લક્ષણ છે - લોકપ્રિયતા. એટલે કે ધર્મ આચરનાર ધાર્મિક વ્યક્તિ લોકપ્રિય હોવી જોઈએ. જ્ઞાની પુરુષોએ ઘણી મહત્ત્વની વાત કરી છે. મારા ખ્યાલ પ્રમાણે તો તમે લોકો તમારા ઘરમાં પણ પ્રિય હશો નહીં ! તમે ખૂબ ધર્મક્રિયાઓ કરો છો એટલા માટે તમને લોકપ્રિયતા મળશે નહીં. તમારો જીવનવ્યવહાર સારો હશે, ઉચિત હશે તો તમને લોકપ્રિયતા મળશે. જો તમે પ્રિય અને હિતકારી ભાષણ કરતા હશો, વિવેકપૂર્ણ વ્યવહાર કરતા હશો, પારિવારિક અને સામાજિક કર્તવ્યોનું સમુચિત પાલન કરતા હશો, બીજાંને સમયોચિત સહાય કરતા હશો, બીજાંના અપરાધો માફ કરતા હશો, તો તમે લોકપ્રિય બનશો. લોકપ્રિય ધર્માત્મા બીજાંને ધર્મસન્મુખ બનાવે છે. એટલા માટે સૌમ્યતા, સહૃદયતા, સહાનુભૂતિ, નમ્રતા, ઉદારતા, નિઃસ્પૃહતા વગેરે ગુણોને આત્મસાત્ કરી લો. મનુષ્યની પૂજા ગુણોથી જ થાય છે. ગુણોથી જ પ્રશંસા થાય છે. એક સાવધાની રાખવી - જીવનમાં કોઈ નિંદનીય ક્રિયા ન થઈ જાય. ગર્વિતનિન્દ્રિત કાર્ય કરવાનું નથી. નિન્દ્રિત કાર્ય તમારી લોકપ્રિયતાને આગ લગાડી દેશે. ઉચિત વૃત્તિનું બીજું લક્ષણ આ જ બતાવવામાં આવ્યું છે - અગર્ષિત ક્રિયા । ગર્વિત અને નિન્દ્રિત કાર્યોની યાદી છે તમારી પાસે ? હોવી જ જોઈએ. દુષ્ટ કાર્યોથી બચીને જીવવાનું છે. અપ્રિય, કર્કશ, ઔદ્વતાપૂર્ણ વાણી, અપ્રિય, અહિતકારી અને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર, બીજાંની નિંદા કરવી, ઝઘડવું વગેરે નિંદિત કાર્યો છે. એ રીતે શરાબ પીવો, માંસાહાર કરવો, ચોરી કરવી, જુગાર રમવો વગેરે પણ નિંદનીય પ્રવૃત્તિઓ છે. આવી પ્રવૃત્તિ કરનારાઓની ચિત્તવૃત્તિઓ અશુદ્ધ હોય છે, મલિન હોય છે. અશુદ્ધ અને મલિન ચિત્તવૃત્તિમાં ધર્મનો જન્મ થતો નથી; ધર્મનો સ્પર્શ થતો નથી. આવી નિંદનીય પ્રવૃત્તિઓ કરનાર માણસ જો ધર્મ આચરે તો તે ધર્મની પણ નિંદા કરાવે છે. જે ગુરુની પાસે જાય છે, એ ગુરુની પણ નિંદા કરાવે Page #67 -------------------------------------------------------------------------- ________________ ભાગ છે. પોતે તો નિંદાપાત્ર છે જ. એટલા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશેલી વ્યક્તિએ પોતાનો જીવનવ્યવહાર વિશુદ્ધ બનાવવો અનિવાર્ય છે. ઘોર પાપોનો ત્યાગ કરવો અનિવાર્ય છે. પરંતુ આ ત્યારે જ સંભવ બનશે કે જ્યારે તમારામાં સંકટ સમયે ધૈર્ય રાખવાની ક્ષમતા હશે. દુઃખમાં ધૈર્ય રાખવાની ક્ષમતા ઉચિત વૃત્તિ"નું ત્રીજું લક્ષણ છે. - ૨ ૬૧ દુઃખોથી, સંકટોથી જ્યારે ઘેરાઈ જાઓ ત્યારે ધૈર્ય રાખવી સરળ વાત તો નથી. તેમ મુશ્કેલ પણ નથી. જો તમારી પાસે વિચારવાની સાચી વૃષ્ટિ હશે તો તમે દુઃખમાં પણ હસતા રહેશો. સંકટમાં પણ નિર્ભય રહેશો. સંકટના સમયે તમે તમારી સહનશીલતાની શક્તિનો પરિચય આપો. સંકટથી બચવા માટે પાપ તરફ જવું નહીં. પાપોનો સહારો ન લેવો. ઉચિત વૃત્તિનું ચોથું લક્ષણ છે - શક્તિ-અનુસાર ત્યાગ કરવો, એટલે કે દાન દેવું. ગૃહસ્થ, જીવનવ્યવહારમાં જેવી રીતે ન્યાય-નીતિથી અર્થોપાર્જન કરે છે, એમ એણે નમ્રતાથી ઉદારતાપૂર્વક દાન પણ આપવાનું છે. દાનની આરાધના કરવાની છે. પૂજ્યોને સુપાત્ર દાન આપવાનું છે. દીન, અનાથ, નિર્ધનોને અનુકંપા-દાન આપવાનું છે. આ ઉચિત જીવનવ્યવહારનું એક અંગ છે. પાંચમું લક્ષણ છે - લબ્ધલક્ષ્યતા. ચૈત્યવંદના કરવાનું તમારું લક્ષ્ય શું છે ? તમારું લક્ષ્ય નિર્ધારત હોવું જોઈએ અને એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારો પુરુષાર્થ હોવો જોઈએ. જે કોઈ ધર્મક્રિયા તમે કરો તે પહેલાંથી તમારે લક્ષ્ય નિર્ધારિત કરી લેવું જોઈએ. ઉચિત જીવનવ્યવહારમાં આ વાત વિશેષ મહત્ત્વ ધરાવે છે. માત્ર ધર્મના વિષયમાં જ નહીં, સંસારનાં કાર્યોમાં પણ તમારે પરિણામનો વિચાર તો કરવો જોઈએ, તો જ તમારી જીવનયાત્રા સારી રીતે ચાલી શકશે. માની લો કે એક વ્યક્તિમાં લક્ષ્ય નિર્ધારિત કરવા જેટલી બુદ્ધિ નથી, તો તેણે સદ્ગુરુનો સહારો લઈને તે જેમ કહે તેવી રીતે લક્ષ્ય નિશ્ચિત કરવું જોઈએ ! ઉપસંહાર : આ રીતે “ચૈત્યવંદન કરવાના અધિકારના વિષયમાં ત્રણ વિશિષ્ટ ગુણોની ચર્ચા કરી. તાત્પર્ય એ છે કે ગુણવાન વ્યક્તિ જ ધર્માનુષ્ઠાનની અધિકારી છે. પ્રસ્તુતમાં "ચૈત્યવંદન”ની વાત હોવાથી એ ધર્મક્રિયામાં આવશ્યક અને સહાયક ત્રણ ગુણ બતાવવામાં આવ્યા. એ રીતે બીજી ધર્મક્રિયાઓમાં પણ ગુણોની આવશ્યકતા સમજવાની છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ દર શ્રાવકજીવન સવારે ઊઠતાં જ, નિદ્રાત્યાગ કરીને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું. ત્યાર પછી દેહશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને શ્રી ચૈત્યવંદન કરવાનું છે. ચૈત્યવંદન કર્યા પછી માતા પિતા અને અન્ય વડીલોની ચરણવંદના કરવાની છે ! આ અંગે આગળ વિવેચન કરીશ. આજે, બસ આટલું જ. Page #69 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૨૯) પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થના વિશેષ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. તેમાં તેમણે વ્રતમય ધર્મ બતાવ્યો છે અને દૈનિક ધર્મ પણ બતાવ્યો છે. સવારથી સાંજ સુધી શ્રાવકની દિનચર્યા બતાવી છે. સવારે જાગતાં જ પંચ પરમેષ્ઠી-નમસ્કાર કરો. દેહશુદ્ધિ કરીને, શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ચૈત્યવંદન કરો અને પછી માતા-પિતા વગેરે ગુરુજનોની ચરણ-વંદના કરવી. માતા-પિતા ગુરુ છે. માતા-પિતા માટે જે પૂજ્ય છે તે પણ ગુરુ છે. કલાચાર્ય જ્ઞાનદાતા, ધર્મદાતા વગેરે ગુરુ છે. યોગબિંદુમાં આ આચાર્યદિવે લખ્યું છેઃ માતા-પિતા તાવાર્થ તેષાં તિસ્તા | - वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥ જનની, જનક, ઉપાધ્યાય અને જનની વગેરેના ભાઈ-બહેનો "ગુરુ” માનવામાં આવે છે. જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધોનો સમાવેશ પણ ગુરુવર્ગમાં થાય છે. ધર્મનો ઉપદેશ આપનાર મુનિજન તો ગુરુ છે જ. આ સર્વેમાંથી જેટલાં ઘરમાં હાજર હોય, તેમને સવારે વંદન કરવાં. માતા-પિતા વગેરે વંદનીય છે એટલે તેમને વંદન કરવાં જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે માતા-પિતા વંદનીય કેમ? શું પોતાનાં બાળકોને જન્મ આપ્યો માટે વંદનીય બની ગયાં? તો પછી પશુ પણ વંદનીય બની જશે. કારણ કે તેઓ પણ બચ્ચાંને જન્મ આપે છે ! જન્મ આપવો એ વંદનીયતાનું કારણ નથી. વંદનીયતાનું કારણ છે ઉપકારકતા. જેઓ ઉપકાર કરે છે તેઓ વંદનીય, અભિનંદનીય છે. વિશ્વનું શ્રેષ્ઠ તત્ત્વ છે ઉપકાર. તે ઉપકાર ભૌતિક હોય યા આધ્યાત્મિક હોય, ઈહલૌકિક હોય યા પારલૌકિક હોય, નાનો યા મોટો હોય, ઉપકાર એ ઉપકાર છે. વિશ્વનું શ્રેષ્ઠ તત્ત્વ છે ઉપકાર. ભાવ-વિશ્વનું આ અણમોલ તત્ત્વ છે. જે ઉપકારક તે વંદનીય ઃ જ્યારથી જીવ માતાના ઉદરમાં આવે છે ત્યારથી માતા એ જીવ ઉપર ઉપકાર કરતી રહે છે. તેનો ગર્ભસ્થ શિશુ પ્રતિ પ્રેમ હોવો, વાત્સલ્ય હોવું એ પણ ઉપકાર છે. કોઈ આપણા પ્રત્યે પ્રેમ-સ્નેહ-વાત્સલ્ય અભિવ્યક્ત કરે છે, તે આપણા ઉપર ઉપકાર કરે છે. કેમ કે તે પ્રેમ બતાવીને આપણને ઉલ્લાસથી ભરી દે છે. માતા ગર્ભસ્થ શિશુના શારીરિક અને માનસિક હિત માટે પોતાના અનેક પ્રકારના ખાવા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રાવકજીવન પીવાના શોખ છોડી દે છે. વ્યસન છોડી દે છે. વિષય-ભોગનો ત્યાગ કરી દે છે. આ બધા માતાના ઉપકાર નથી તો શું છે ? જે સ્ત્રીઓ પોતાના મોજશોખ માટે, વિષયભોગ માટે અનેક વ્યસનોના સેવન માટે માતા બનવા નથી ઇચ્છતી અને ભૂલથી ગર્ભવતી બની જાય છે, તે શું કરે છે તે તમે જાણો છો ને ? સભામાંથી : એબોર્શન - ગર્ભપાત કરાવી દે છે. મહારાજશ્રી : ગર્ભપાત કરાવી દે છે, ગર્ભસ્થ જીવની હત્યા કરી નાખે છે. આવી ક્રૂર સ્ત્રીઓ વંદનીય નથી હોતી, પૂજ્ય નથી બનતી. કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે માતા ગર્ભપાત કરાવવા ઇચ્છતી નથી, પરંતુ પિતા - સ્ત્રીનો પતિ દબાણ કરીને ગર્ભપાત કરાવવા મજબૂર કરે છે. આવા લોકો કેવાં પાપકર્મો બાંધે છે - એ વાત આજે મારે કરવી નથી. આજે તો મારે માતા પિતાઓની - તેમની વંદનીયતા સમજાવવાની છે. એમને યાદ રહેવું જોઈએ કે "તેઓ તેમનાં સંતાનોનાં વંદનીય છે - પૂજનીય છે” અને જે વંદનીયપૂજનીય હોય છે, તેમનો જીવનવ્યવહાર કેવો હોવો જોઈએ. પોતાના સંતાનો સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ - આ બધી વાતો કરવી છે. સંતાનોની દૃષ્ટિમાંથી ઊતરી ન જાઓ ઃ માતા-પિતાએ જો તેમના સંતાનો પાસે અપેક્ષાઓ સારી રાખવી હોય તો, સંતાનોને સુસંસ્કારી અને માતા-પિતાનાં પૂજક બનાવવા ઇચ્છા રાખતાં હોય તો તેમણે સૌ પ્રથમ પોતાનું આત્મનિરીક્ષણ કરવું પડશે. પોતાની કેટલીક આદતો સુધારવી પડશે. જે ખરાબ આદતો છોડવી અતિ આવશ્યક છે, તે બતાવું છું. પહેલી વાત છે વાતવાતમાં ગુસ્સો કરવો. ગુસ્સાયુક્ત સ્વભાવ હોવો. – નાની શી ભૂલ થતાં મારવું-પીટવું. માતા-પિતાનો પરસ્પર ઝઘડો થવો. સંતાનોની બિમારીમાં તેમની ઉપેક્ષા કરવી. - ઘેર આવેલા મહેમાનો, મિત્રો, સ્નેહી સ્વજનોની સામે બાળકોની નિંદા કરવી. બાળકોને પ્રેમ ન આપવો, તેમની વાતો ન સાંભળવી. બાળકોના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષા કરવી. એક બાળક સામે બીજા બાળકની પ્રશંસા કરવી અને પેલાની નિંદા કરવી. બાળકોની જરૂરિયાતો પૂરી ન કરવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૬૫ આવો દુર્વ્યવહાર કરીને તમે માતા-પિતા બાળકોની નજરમાંથી ઊતરી જાઓ છો. તમારા પ્રત્યે બાળકોના મનમાં પૂજ્યભાવ નથી રહેતો. તમને વંદન કરવાનો ભાવ જ તેમના મનમાં જાગતો નથી. આ ખૂબ મોટું નુકસાન છે. સાંસ્કૃતિક નુકસાન છે. "ઉપકાર”ના શ્રેષ્ઠ તત્ત્વોનું અવમૂલ્યન થતાં જીવનવ્યવહારમાં તાણ પેદા થાય છે. માતા-પિતા પ્રત્યે નફરત પેદા થતાં સંતાનો માતા-પિતાથી દૂર થઈ જાય છે અને કદાચ કોઈ ખોટા યા અયોગ્ય માણસના સંપર્કમાં આવી જાય છે, તો તેમનું જીવન જ બરબાદ થઈ જાય છે, દુર્વ્યસનોમાં ફસાઈ જાય છે અને કેટલાય પ્રકારના અપરાધો કરવા માંડે છે. આ બાબતમાં ન્યૂયોર્કની એક ઘટના સંભળાવું છું. જાન્યુઆરી ૧૯૮૭ની આ ઘટના છે. ૧૯ વર્ષના ટાયરોના વિલબર્ન નામના છોકરાએ ૧૬૦૦ ડોલરના ચેકો ઉપર પોતાની માતાની બનાવટી સહી કરીને બેંકમાં ડોલર લેવા ગયો; પરંતુ તે પકડાઈ ગયો. પોલીસે કેસ કર્યો. ન્યાયાધીશ કેનેથ કે. રીલની સામે એને રજૂ કરવામાં આવ્યો. આ આરોપ સાચો સાબિત થતાં વધારેમાં વધારે દંડ સાત વર્ષની જેલનો થઈ શકતો હતો. પરંતુ જિલ્લાના સરકારી વકીલના કાર્યાલયે એવી ભલામણ કરી કે ગુનેગાર પોતાનો અપરાધ કબૂલ કરે છે તો એને સારા આચરણ માટે દેખરેખ નીચે રાખવાની વ્યવસ્થા કરવા સાથે એને છોડી મૂકવામાં આવે. ન્યાયાધીશ રૌલે આ પ્રસ્તાવ માની લીધો, પણ એક શરત રાખી કે વિલબર્ને એક કવિતા યાદ કરીને મોઢેથી સંભળાવવી પડશે ! એ કવિતા હતી કિલર્લિંગની "ઓ. મારી મા !” ખચાખચ ભરેલા એ શાન્ત ન્યાયાલયના ઓરડામાં વિલબર્ન પોતાની રડતી માની સામે ઊભો હતો અને સંભળાવા લાગ્યો : જો ફાંસી પર લટક્યો હોઈશ હું પહાડની સૌથી ઊંચી ટોચ પર, ત્યારે યાદ આવીશ તું ! ઓ મા, ઓ મા,... મર્યા પછી પણ કોનો આત્મા ભટકશે મારી સાથે સાથે, માનો બસ, મારી માનો........ મારા આત્મા અને શરીરના પાપોને કોની પ્રાર્થના ધોઈ નાખશે માની, બસ, મારી માની......! આ બાબત સીધીસાદી-સામાન્ય પદ્ધતિથી પણ પતાવી શકાઈ હોત, પરંતુ ન્યાયાધીશ રૌલે પાછળથી જણાવ્યું કે “મેં વિચાર્યું કે બાળકને એ બોધ કરાવવામાં આવે કે તેની માતાને કેટલો આઘાત પહોંચ્યો છે, અને એની માને પણ જાણ થાય Page #72 -------------------------------------------------------------------------- ________________ s શ્રાવકજીવન કે બાળકને કેટલી પ્રતીતિ થઈ, તો કંઈક બીજી પણ કોઈ ઉપલબ્ધિ થઈ શકે છે.” વાસ્તવમાં ઉપલબ્ધિ થઈ ! વાત પતી ગઈ ! બાળક સુધરી ગયું અને માતાએ પણ પુત્રને પ્રેમથી સંભાળવાની શરૂઆત કરી દીધી ! બાળકોએ જો અપરાધ કર્યો હોય તો સજા કરી શકો છો, પરંતુ ખૂબ સમજદારી સાથે સજાનો ઉપયોગ કરવાનો હોય છે, નહીંતર બાળકોના માનસિક વિકાસ માટે સજા ઘાતક સાબિત થશે. બાળક સુધરવાને બદલે બગડતું જશે. વારંવાર મારવાઝૂડવાથી બાળકના મનમાં માતા-પિતા પ્રત્યે રોષ ઉત્પન્ન થાય છે, વેરભાવ જન્મે છે. પછી તો તમને વંદન કરવાં તો દૂર રહ્યાં, ઉપરથી તમને પરેશાન કરી નાખશે. મોટા થઈને માતા-પિતા સાથે ખરાબ વ્યવહાર કરશે અને વૃદ્ધાવસ્થામાં “વૃદ્ધાશ્રમ”માં મોકલી દેશે ! એટલા માટે કહું છું કે તમારે માતા-પિતાએ તમારી વંદનીયતા અખંડ રાખવી હોય તો સંતાનો સાથે ઉચિત - પ્રેમમય વ્યવહાર કરવો. ભવિષ્યમાં તમારે માટે એ સુખદાયી નીવડશે. આ વિષયમાં કલકત્તાનો એક પ્રસંગ યાદ આવે છે. કેટલાક સમય પહેલાં વાંચ્યો હતો. કલકત્તાની હાઈકોર્ટના ન્યાયાધીશ સર ગુરુદાસ બંધોપાધ્યાય અદાલતમાં એક મુકદ્દમો સાંભળી રહ્યા હતા. એકાએક તેમની નજર અદાલતના દરવાજા પર પડી. એ સમયે એક વૃદ્ધા ગંગાસ્નાન કરીને પાછી ફરતાં પોતાના ભીનાં વસ્ત્રોમાં અદાલતમાં પેસવાનો પ્રયત્ન કરી રહી હતી, અને અદાલતનો પટાવાળો એને રોકી રહ્યો હતો. ગુરુદાસે એકાએક એ વૃદ્ધાને ઓળખી લીધી, તે તેમની ધાવમાતા હતી અને એનું દૂધ ગુરુદાસે પોતાના શૈશવકાળમાં પીધું હતું. તેમણે તરત જ કેસ રોકી દીધો અને ઊઠીને જાતે દરવાજે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે ધાવમાતાનો ચરણસ્પર્શ કર્યો, પછી બધાંને જણાવ્યું : "આ મારી માતા છે, તેમણે મને તેમનું દૂધ પાયું છે. ધાવમાતાએ ગુરુદાસને બચપણમાં દૂધની સાથે પ્યાર પણ આપ્યો હશે. તે સિવાય ગુરુદાસ આ રીતે અદાલતમાં તેમને પગે ન લાગત ! અહીં બેઠેલી માતાઓએ પણ દૂધ તો પાયું હશે પોતાનાં બાળકોને, પણ શું એમનાં બાળકો તેમના ચરણસ્પર્શ કરે છે સવારે ? પ્રેમથી દૂધપાન કરાવ્યું હશે તો કરતાં હશે ચરણસ્પર્શ ! વંદનીયતા ટકાવી રાખવાના ઉપાયો ઃ ગ્રંથકાર કહે છે કે દરરોજ સવારે માતા-પિતાને વંદન કરવાં જોઈએ ! માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ હોવો જોઈએ. બહુમાનનો ભાવ હોવો જોઈએ. આ ભાવ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ભાગ - ૨ ત્યારે જ ઉત્પન્ન થાય અને ટકે કે જ્યારે માતા-પિતા સંતાનો સાથે સમજદારીપૂર્વકનો વ્યવહાર કરે. બચ્ચાંની ભૂલો તો થશે પણ મોટા ભાગની ભૂલો અજ્ઞાનતાથી થતી હોય છે. કોઈ વાર બીજાનું અનુકરણ કરવાથી થતી હોય છે. કોઈક વાર કોઈના ચડાવવાથી બાળક ભૂલ કરી બેસે છે, તો કોઈ વાર જિજ્ઞાસાથી પ્રેરાઈને ભૂલ કરે સજા કરતા પહેલાં, આક્રોશ કરતા પહેલાં એ વિચારવું આવશ્યક છે કે "આમાં સાચી રીતે બાળકની ભૂલ કેટલી છે? આ પરિસ્થિતિમાં ભૂલ થવી કેટલી સંભવિત છે?" જો તમે વિચાર કરશો તો તમારો ગુસ્સો ઓછો થઈ જશે. સજા કરતા પહેલાં બાળકને તેની ભૂલની ગંભીરતા સમજાવવી જોઈએ. બે-ચાર વાર તેને સમજાવતા રહો. ખોટું કામ કરતાં રોકો, પરંતુ પ્રેમ કરતા રહો. તમે બાળક ઉપર ગમે તેટલા ઉપકારો કર્યા હશે, પરંતુ સાથે સાથે તેમની પ્રત્યે અયોગ્ય વ્યવહાર કર્યો હશે તો તેઓ તમારા અયોગ્ય વ્યવહારને યાદ રાખશે અને ઉપકારને ભૂલી જશે. એટલા માટે તમારે બે કામ કરવાં પડશે ઃ ૧. બાળકો સાથે સારો, ભદ્ર વ્યવહાર કરો. ૨. કદી પણ તમે કરેલા ઉપકારોની વાતો તેમને ન સંભળાવો. બાળકો સાથે સારો વ્યવહાર કરો તમે તમારા બાળકો સાથે સારો વ્યવહાર કરશો તો બાળકો તમારા ઉપકારો કદી નહીં ભૂલે. તેઓ પોતાના મિત્રોને કહેશે : "મારી માતા સારી છે. તે મને કદી મારતી નથી. કદી ઝઘડો કરતી નથી. તે પાસે બેસીને મને જમાડે છે, ભણાવે છે. Home Work કરાવે છે. મારા પિતા પણ સારા છે. તેઓ મારી સાથે હસે છે. તેઓ મારી સ્કૂલ વિશે, મિત્ર વિશે, અભ્યાસ વિશે મારી સાથે વાતો કરે છે. મારા માટે સારાં વસ્ત્રો લાવે છે. મારી પસંદગીની કેટલીય વસ્તુઓ મારા માટે લાવે છે.” તમારાં બાળકો બીજાંની સામે તમારી પ્રશંસા કરતાં હોય તો તમારે સમજવું કે તે તમારા વ્યવહારથી સંતુષ્ટ છે. પરંતુ તમારે સાવધાની રાખવાની કે બાળકોને વધારે પડતો પ્રેમભાવ ન આપવો. તેમના અયોગ્ય આગ્રહોને વશ ન થવું. કદાચ બાળક તમારી સાથે રિસાય તો રિસાવા દેવું. પરંતુ તે લાંબો સમય તમારી સાથે મૌન નહીં રહી શકે. તમારી વાત માનશે. તેને પ્રેમથી અને તર્કથી સમજાવવું પડશે. આજકાલ બાળકો વધારે પ્રશ્નો કરે છે ને ? - આવું કેમ ન ખાવું જોઈએ? – આવું કેમ ન પીવું જોઈએ? Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રાવકજીવન - આવાં કપડાં કેમ ન પહેરવાં જોઈએ? - આવાં સિનેમા - નાટક કેમ ન જોવાં? - આવા છોકરા સાથે કે આવી છોકરી સાથે શા માટે લગ્ન ન કરવાં? – રાત્રિએ કેમ ન ખાવું જોઈએ? – મંદિરમાં શા માટે જવું? ધર્મનો ઉપદેશ શા માટે સાંભળવો? એવા અનેક પ્રશ્નો બાળકો કરે છે ત્યારે તમે ગુસ્સો કરો છો ને? તેમને ધમકાવીને ચૂપ કરી દો છો ને? આવું ન કરવું. શાંતિથી પ્રશ્ન સાંભળવા. જો ઉત્તર આપી શકો તો આપવા. ન આપી શકો તો તેમને કહેવુંઃ “બેટા! તારા પ્રશ્નો સાચા છે. હું તને એવા જ્ઞાની પુરુષ પાસે લઈ જઈશ જ્યાં તારા પ્રશ્નોના જવાબ તને મળી જશે.” અને જ્યારે તમારા ગામમાં કોઈ જ્ઞાની સાધુપુરષ આવે તો બાળકને તેમની પાસે લઈ જવો અને સમાધાન કરાવવું. સભામાંથી કોઈ કોઈ વાર સાધુપુરુષોને પ્રશ્નો પૂછવામાં આવે તો તેઓ નારાજ થઈ જાય છે, ગુસ્સો ય કરી દે છે......મન વધારે વિદ્રોહી બની જાય છે: પ્રેમથી બીજાના પ્રશ્નોનું સમાધાન કરો : મહારાજશ્રી એટલા માટે તમે સ્વયં જાણકારી મેળવી લો કે સાધુપુરુષ કેવા છે? તેમનું જ્ઞાન કેવું છે, સ્વભાવ કેવો છે, પ્રકૃતિ કેવી છે, આકૃતિ કેવી છે? હા. આકૃતિ પણ જોવી જોઈએ ! સાધુપુરુષની આકૃતિ સૌમ્ય હશે, તો બાળકો તેમની પાસે જશે, પાસે બેસશે અને તેમની વાતો સાંભળશે. પહેલી અસર સૌમ્ય આકૃતિની પડે છે, બીજી અસર મધુર વાણીની પડે છે અને ત્રીજી અસર તર્કબદ્ધ શૈલીથી સમજાવવાની પડે છે. તમે પહેલાં એવા સાધુપુરુષ શોધી કાઢો, પછી બાળકોને તેમની પાસે લઈ જાઓ. . બધા સાધુપુરુષો સમાન આકૃતિના નથી હોતા. બધા જ્ઞાની ય નથી હોતા. કોઈ સામાન્ય જ્ઞાની હોય તો પોતાના જીવનને સારી રીતે જીવી લે છે, પરંતુ બીજાંને સમજાવી શકતા નથી. બધા જ્ઞાની પુરુષ સૌમ્ય આકૃતિ - પ્રકૃતિના નથી હોતા. કોઈ સૌમ્ય હોય તો કોઈ ઉગ્ર હોય છે. તમારે સૌમ્ય પ્રકૃતિના - આકૃતિના સાધુપુરુષ શોધીને તેમની સામે પ્રશ્નો કરવા જોઈએ. તે શાન્તિથી, સમતાથી તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે. ઘણી વાર એવું પણ બને છે કે સમજાવનાર તર્કબદ્ધ શૈલીથી સમજાવે છે, પરંતુ પ્રશ્ન કરનારની બુદ્ધિ સ્થૂળ-જડ હોવાથી તે સમજી જ શકતો નથી. પ્રશ્ન પૂછવામાં સૂક્ષ્મ અને તેજ બુદ્ધિ ન જોઈએ, પણ સમાધાન મેળવવામાં બુદ્ધિ સૂક્ષ્મ અને તેજ : Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ se હોવી જોઈએ. તમારે પ્રશ્નો વિનયથી પૂછવા જોઈએ. ઉત્તર શાન્તિથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. કોઈક વાર એવું પણ બને છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર સાધુપુરુષ એ સમયે ન આપી શક્યા હોય; કારણ કે તે સર્વજ્ઞ તો નથી. સમજી-વિચારીને પછીથી પણ ઉત્તર આપી શકે છે. તમે તમારા બાળકોને બચપણથી જ તમારા ઘરમાં સુશિક્ષિત કરવાનું કાર્ય કરો. સુશિક્ષિત કરવાનું કાર્ય બીજા પર ન છોડો. જો તમે તમારા બાળકોની ભલાઈ ઈચ્છતા હો તો તમે તેમને પૂર્ણ રીતે બહારની વ્યક્તિઓ ઉપર ન છોડી દો. તમારાથી વધારે કોનો પ્રભાવ તમારા બાળકો ઉપર પડવાનો? તમારાથી વધારે ચિંતા તમારા બાળકોની કોણ કરશે? ‘પરંતુ તમારા બાળકોને શિક્ષિત કરતા પૂર્વે આ અંગેની તમારી જાણકારીને અદ્યતન બનાવો. આધુનિક સામગ્રીથી પૂર્ણ બનાવો. આ માટે તમારે અધ્યયન કરવું પડશે. સમય છે ને? આજકાલ મોટા ભાગનાં માતા-પિતાને પોતાનાં બાળકો માટે સમય નથી ! સમય હોય છે તો તેમને શિક્ષિત કરવાની કળા એમની પાસે હોતી નથી. જ્ઞાન હોતું નથી. બાળકોના પ્રશ્નોનું શાંતિથી સમાધાન કરવાની ક્ષમતા હોતી નથી. આવાં માતા-પિતા લાંબો સમય પૂજ્ય કે વંદનીય રહી શકતાં નથી. કોન્વેન્ટ કલ્ચર : અને જો તમે તમારાં બાળકોને કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા મોકલતા હશો તો તમે બાળકો માટે વંદનીય નહીં બની શકો. ત્યાં "માતા-પિતા વંદનીય છે,” એવું શીખવવામાં આવતું નથી. ત્યાં તો માતા-પિતા તમારા મિત્ર છે” એવું શીખવવામાં આવે છે ! મિત્ર વંદનીય નથી હોતો - સમકક્ષ હોય છે. મૂળભૂત મૂલ્યોમાં જ પરિવર્તન આવી રહ્યું છે. ત્યાંની શિક્ષણ પદ્ધતિ જ એવી છે. ભારતીય સનાતન મૂલ્યોનો મૂળસહિત ઉચ્છેદ કરવાનો સુવ્યવસ્થિત કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ એ શિક્ષણપદ્ધતિનું આકર્ષણ એટલું બળવાન છે કે માતા-પિતા કોન્વેન્ટ સ્કૂલમાં બાળકોને પ્રવેશ કરાવતાં જોવા મળે છે. સવારે સાત-આઠ વાગે બાળકો ચોપડીઓનો મોટો થેલો અને ટિફીન બોક્ષ ઉપાડીને સ્કૂલે જાય છે, સાંજના ચાર વાગે યા પાંચ વાગે ઘેર પાછાં ફરે છે, થોડુંક રમે છે ને ટ્યુશનનો સમય થઈ જાય છે. સાંજ પડી જાય છે કે TV. જોવા બેસી જાય છે....... ભોજન કરે છે અને સૂઈ જાય છે. ન મંદિર જાય છે, ન આરતીના સમયે મંદિર જઈને આરતી કરે છે કે ન સવારે મંદિરમાં દર્શન-પૂજન કરે છે કે ન તો સાધુઓની પાસે જાય છે. નથી ઉપદેશ સાંભળતાં નથી પાઠશાળામાં જતાં. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રાવકજીવન પાઠશાળામાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે. T.V. જોનારાઓની સંખ્યા વધતી જાય છે. ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરનારા પુરુષોની સંખ્યા ૦ શૂન્ય - ઝીરો ઉપર પહોંચી ગઈ છે. મૂળભૂત ઘાર્મિક સિદ્ધાન્તો પર પ્રહારઃ ભારતના તમામ ધર્મોના મૂળભૂત સિદ્ધાન્તો છેઃ દાન, શીલ અને તપ ત્રણે સિદ્ધાન્તોને જૂઠા પાડવા પ્રયત્નો થઈ રહ્યા છે. - આપણે કહીએ છીએ કે ગરીબને, ભિક્ષુકને, અતિથિને દાન આપવું જોઈએ. તેઓ કહે છેઃ દાન ન આપવું જોઈએ. દાન આપવાથી લોકો આળસુ થઈ જાય છે. આપણે કહીએ છીએ ? શીલ-સદાચાર અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેઓ કહે છે : “સેક્સ માણસની સહજ પ્રવૃત્તિ છે. એ વૃત્તિને દબાવવી ન જોઈએ. શીલ-સદાચાર અને બ્રહ્મચર્યના પ્રાચીન ખ્યાલો છોડી દેવા જોઈએ. સજાતીય અને વિજાતીય શારીરિક સંભોગ કરવા જોઈએ. આપણે કહીએ છીએ તપશ્ચર્યા કરવી જોઈએ, તપશ્ચયથી આત્મા શુદ્ધ થાય છે. શરીર શુદ્ધ થાય છે. મન પણ નિર્મળ બને છે. તેઓ કહે છેઃ નહીં, શરીરનું દમન ન કરવું જોઈએ. ખાવા-પીવા મળ્યું છે તો ભોગવવું જોઈએ. તપ ન કરવું જોઈએ. તપ કરવાથી શારીરિક અને માનસિક વિકૃતિઓ વધે છે. આવી વિપરીત વિચારધારાઓમાં આપણું તરુણ અને યુવાજગત વહી રહ્યું છે. તેમને કોણ સમજાવે? ઠીક છે, જે તરુણો અને યુવાનો પ્રબુદ્ધ સાધુપુરુષોના ઉપદેશ સાંભળે છે, અથવા તેમના પરિચયમાં રહે છે, તેઓ તો ખોટી વિચારધારાથી પ્રભાવિત નથી થતા, પરંતુ તેવા કેટલા છે? એક લાખમાં પચાસ કે સો! લાખો નહીં કરોડોની સંખ્યામાં તરુણો અને યુવકો વિભિન્ન પ્રકારના વ્યસનોમાં અને નશીલા પદાર્થોનાં સેવનમાં ફસાઈ ગયા છે, અને ફસાતા જાય છે. બાળકોને નશીલા પદાર્થોના સેવનથી બચાવો : કિશોર વયમાં નશાની લત, પેલાં ભયાનક, જંગલી જાનવર જેવી છે. મા-બાપ તો આ ખતરનાક જાનવરની ઉપસ્થિતિની ઉપેક્ષા જ કરે છે. ભલેને એ જાનવર તેમના દરવાજા ઉપર ઊભું રહીને ઘૂરકતું કેમ ન હોય ! મોટા ભાગના કિશોરોમાં નશાખોરીની સૌ પ્રથમ લત તમાકુથી શરૂ થાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભાગ - ૨ આગળ વધતાં તેઓ નશીલી ગોળીઓ, કોકીન અને હેરોઈન જેવા માદક પદાર્થોનું સેવન કરવા લાગે છે. ધીરેધીરે તે નશાની આદતના શિકાર બની જાય છે. પરિણામ જાણો છો ? મહોલ્લાઓમાં અને શેરીઓમાં તેઓ ભીખ માગે છે. નદીઓના પૂલો નીચે દુર્ગધથી ખદબદતી ગંદકીમાં જિંદગીના દિવસો પસાર કરે છે. આ બાબતમાં મારા મનમાં ઘોર ચિંતા છે, આ જંગલી જાનવરને કેવી રીતે મારીને ભગાડી શકાય ? વિચારું છું.... કોઈ માર્ગ દેખાતો નથી. નિરાશામાં ડૂબી જાઉં છું. કારણ કે તમારા બાળકોની ચિંતા તમને - મા-બાપને નથી. તમારું બાળક નશીલા પદાર્થોની મજા લે છે કે નહીં, શું તમને ખબર છે? બીજી વાત, જો તમે જાતે જ કોઈ નશાના બંધાણી હો અને વિચારતા હો કે તમારું બાળક નશાખોરીથી દૂર રહે તો તમે તમારી જાતને દગો દઈ રહ્યા છો - બીજા કોઈને નહીં. મઘનિષેધ માટે અમેરિકન રાષ્ટ્રીય પરિષદનું કહેવું છે કે "કિશોર અવસ્થામાં શરાબ પીવાની લત પડવા પાછળનું મુખ્ય કારણ મા-બાપનું ચાલચલન અને બાળકો સાથેનો તેમનો વર્તાવ હોય છે.” દિવસભર કઠોર પરિશ્રમ કરીને, ઘેર આવીને જો તમે કહો: “મારે શરાબ જોઈએ. મારે સિગારેટ જોઈએ !” તમને જોઈને તમારા બાળકને ખરાબ ટેવ પડશે જ. એક ભાઈએ મને કહ્યું "હું વર્ષોથી સિગારેટ પીવાનો શોખીન હતો, પરંતુ જે દિવસે મારો બે વર્ષનો બાબો મારા પાકીટમાંથી સિગારેટ કાઢીને પીવા માંડ્યો. તે દિવસથી મેં સિગારેટ છોડી દીધી. મારી પાસે ધૂમ્રપાન છોડવાનું આનાથી વધારે સારું બહાનું બીજું કોઈ ન હતું.” જે લોકો પોતાના માનસિક ભારણને દૂર કરવાનું શીખતા નથી તેઓ સિગારેટ યા શરાબ વગેરે નશીલા પદાર્થોની લતના શિકાર સહજતાથી બની જાય છે. એટલા માટે નશીલી દવાઓથી પડનારા ખરાબ પ્રભાવ અંગે બાળકોને ચાર-પાંચ સાલની ઉંમરે જ સમજાવવાનું શરૂ કરી દો. તેમને નશીલી દવાઓ અંગે સમજાવવા કિશોરાવસ્થામાં પહોંચવાની રાહ જોશો તો ઘણું મોડું થઈ ગયું હશે. સૌ પ્રથમ તો તમારી મનઃસ્થિતિ બિલકુલ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે તમારાં બાળકો કોઈ પણ નશીલી વસ્તુને સિગારેટ યા શરાબને હાથ ન અડકાડે. મેં સાંભળ્યું છે કે કેટલાંક આધુનિક મા-બાપ બાળકો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરવા પ્રત્યે બેદરકારીનો દ્રષ્ટિકોણ રાખે છે. કેટલાંક મા-બાપ ત્યાજ્ય નશીલા પદાથ ઘરમાં વાપરવાની બાળકોને છૂટ આપે છે. આ તદ્દન ખરાબ છે. જે મા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રાવકજીવન બાપો આવું કરે છે તેઓ પોતાના બાળકોના દોષ ઉપર પડદો પાડે છે. અનુશાસનનાં તમામ આધારો સમાપ્ત કરી રહ્યા છે અને બાળકોને નિયંત્રણમાંથી બહાર જવા માટે ઉકેરી રહ્યા છે. જો તમારા મનમાં તમારા બાળકો માટે હિતકામના હોય તો જલદી કરો. તમારા બાળકો ઉપર નશાખોરીની આદતવાળાઓનો પ્રભાવ પડી ચૂકે તે પહેલાં તમે એમને બચાવી લો. પહેલાંથી જ સુરક્ષાની તૈયારી કરી લો જેથી તમે સંકટમાંથી બચી જાઓ. બાળકોને કેવી રીતે સમજાવશો ? આજકાલ પાનવાળાની દુકાનેથી પણ નશીલી સિગારેટ અને નશાવાળાં પાન મળી જાય છે. એક-બે વાર કોઈક દુષ્ટ મફતમાં સિગારેટ પાઈ દીધી, પાન ખવડાવી દીધું.બસ, પછી એના વગર રહેવાતું નથી, આદત પડી જાય છે. તમે આ વિષયની ચર્ચા બાળકો સાથે એ સમયે કરો કે તેઓ "મૂડ"માં હોય. હા, તમારે ઉપદેશ આપવાનો નથી, સહજ રીતે વાત કરવાની છે. આ રીતે તમે વાત કરી શકો છો : "કેટલાક લોકો માનસિક તાણથી મુક્ત થવા નશો કરે છે. જ્યારે આવા લોકો અત્યંત દુઃખી યાનિરાશ થઈ જાય છે ત્યારે નશો કરે છે, નશીલા પદાર્થોનું સેવન કરે છે, તો કેટલોક સમય તો તેઓ એ દુખ યા પરેશાનીથી છુટકારો મેળવી શકે છે, પરંતુ થોડાક સમય પછી દુઃખ-પરેશાની શરૂ થઈ જાય છે. આવા સમયે એ વધુ દુઃખી બને છે ! સમસ્યા આ રીતે હલ થતી નથી! - જો તે કોકીન લે છે, તો તે દવા તેના શરીરને, જેમ ઉંદર પનીર ખાઈ જાય છે તેમ ખાઈ જાય છે. દવા પોતાની અસર બતાવતી નથી. ઊલટાનું તે દવાનો બંધાણી બની ચૂક્યો હોય છે. તેના વગર તે રહી શકતો નથી. તેનું જીવન ત્રાસમય બની જાય છે. તે પછી એના મનની સ્થિતિ જોઈને કહોઃ “જો તું નશીલા પદાર્થોનો ત્યાગ કરીશ તો તને તારી મિત્રમંડળીમાંથી બહાર કાઢી મૂકવામાં આવશેને? કોઈ વાંધો નથી. મિત્રોને સમજાવવા સહેલું તો નથી, છતાં ઉચિત છે. કારણ કે તમારે એ બાળકો સાથે હંમેશાં તો રહેવાનું નથી, તમારે સ્વયં તમારી જિંદગી જીવવાની છે." એટલા માટે તમારા મિત્રો ન માને તો કહી દેવું : "જો હું નશો કરીશ તો મારાં મા-બાપ મને સજા કરશે અને જિંદગીભર ઘરમાં નજરકેદ કરી દેશે.” તે મિત્રો માની જશે. તમે બાળકો સાથે એ રીતે વાત કરો કે તેમને પોતાનો સ્વમાનભંગ-ગૌરવભંગ ન લાગે. લઘુતાગ્રંથિથી એવી સજા પણ ન કરો કે જેથી મા-બાપ પ્રત્યે વેરભાવ Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૭૩ ઉત્પન્ન થાય, કારણ કે તમારે તો બાળકોમાં મા-બાપ પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન કરવાનો છે. પૂજ્યભાવ અખંડ રાખવાનો છે. તો જ તેઓ મા-બાપનો વિનય કરશે. તેમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરશે. માતા-પિતાએ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. જે તેમને બાળકોનો પ્યાર જોઈતો હોય, આદર અને વિનય જોઈતાં હોય તો સમજી-વિચારીને તેમના અપરાધોની સજા કરવી પડશે. સાવધાનીપૂર્વક જ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. સભામાંથી બાળક જ્યારે બગડી જાય છે ત્યારે અમે લોકો તેને બોર્ડિંગમાં મૂકી આવીએ છીએ. મહારાજશ્રી એનાથી તો બાળકનો માતા-પિતા સાથેનો સંબંધ તૂટી જાય છે. બોર્ડિંગમાં જઈને શું બાળક સુધરી જાય છે ? સંભવ છે કે કોઈ વ્યસની છોકરા સાથે એને દોસ્તી થઈ જાય અને એનું જીવન બરબાદ થઈ જાય. તે છોકરો ધીમે ધીમે “સ્વકેન્દ્રિત” થતો જશે. દરેક વાતમાં, હર પ્રસંગમાં તે પોતાનો વિચાર પહેલો કરશે. પારિવારિક પ્રેમ વિકસશે નહીં. બોર્ડિંગમાં ગૃહપતિ એક હોય છે અને છોકરાઓ સો-બસો હોય છે. એક વ્યક્તિ આટલા બધા છોકરાઓનું જીવન-નિમણિ કેવી રીતે કરી શકે? વાસ્તવમાં મા-બાપે સ્વયે છોકરાને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરાશ ન થવું જોઈએ. બુદ્ધિ અને જ્ઞાનથી સુધારવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ઉપસંહાર : - આપણા ભારતીય ધર્મોની આ સંસ્કૃતિ છે - "માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.” ધર્મવૈદિક હોય, બૌદ્ધ હોય કે જેન હોય. સાંસ્કૃતિક ધરાતલ એક જ છે. સવારે ઊઠીને સૌ પ્રથમ પરમાત્મ-સ્મરણ કરવું, ઈષ્ટ દેવની સ્તુતિ કરવી અને માતાપિતાની ચરણવંદના કરવી. આ સર્વ વાતો સર્વધર્મમાન્ય છે. સર્વ ધર્મગુરુઓ આ સંસ્કતિનો ઉપદેશ આપે છે. છતાં પણ પરિસ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જાય છે. આવું કેમ થઈ રહ્યું છે. તેનાં કારણ બતાવ્યા છે. પરિસ્થિતિ સુધારવી છે. સાર્વત્રિક પરિસ્થિતિ સુધારવી મુશ્કેલ છે, અસંભવ જેવી છે. પરંતુ પોતાના પરિવારની પરિસ્થિતિ કંઈક અંશે સુધારી શકો છો. તમે માતા-પિતા અંતઃકરણથી ઇચ્છો તો સુધારો થઈ શકે છે. બદલાતાં નૈતિક મૂલ્યોનું. ધાર્મિક મૂલ્યોનું તેમજ સામાજિક મૂલ્યોનું ગંભીર અધ્યયન કરવાથી આપણા પરિવારોની સુરક્ષાના ઉપાયો કરી શકાય છે. પારિવારિક સમસ્યાઓનો પણ અંત નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રાવકજીવન - છોકરાઓ પરદેશ રહે છે, માતાપિતા ભારતમાં રહે છે. - છોકરાઓ ભારતમાં રહે છે, માતા-પિતા પરદેશ રહે છે ! - ક્યાંક મા-બાપ દુઃખી છે તો ક્યાંક છોકરા-છોકરીઓ દુખી છે ! - સ્વદેશી અને પરદેશી સંસ્કૃતિનો સંઘર્ષ ચાલી રહ્યો છે ! - અર્થપ્રધાનતા અને ભોગપ્રધાનતા વધતી જાય છે - વૃદ્ધ માતા-પિતાઓને ઘરમાં રહેતાં આવડતું નથી, તેઓ અપ્રિય બન્યાં છે. સંતાનોના Æયમાં માતા-પિતા પ્રત્યે પૂજ્યભાવ કેટલો રહ્યો છે - તમે બધાં જાણો છો, છતાં મારે તો મૂળભૂત સંસ્કૃતિનો ઉપદેશ આપવો જ છે. દરરોજ સવારે માતા-પિતાનાં ચરણોમાં વંદન કરો. આજે, બસ આટલું જ. : Page #81 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૩૦) પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત . “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દિનચર્યા–દૈનિક કાર્યક્રમ બતાવી રહ્યા છે. કેટલું પવિત્ર અને મંગલ કાર્યક્રમ છે આ ! – સવારે ઊઠતાં જ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરો. - શરીરશુદ્ધિ કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને, ચૈત્યવંદન કરો. - ભાવપૂર્વક ઉપકારી માતા-પિતાનાં ચરણોમાં વંદન કરો. – અને શક્તિ તથા ભાવનાઅનુસાર પ્રત્યાખ્યાન કરો. ગ્રંથકારે લખ્યું છે: "સગવ પ્રત્યાક્યાનાિ !” પ્રત્યાખ્યાન” સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પ્રાકૃત ભાષામાં "પચ્ચખાણ” કહે છે અને લોકભાષામાં "પચખાણ કહે છે. જૈનસંઘમાં, જેનસમાજમાં આ પચ્ચખાણની ક્રિયા પ્રચલિત છે. બાળક, કિશોર, યુવક અને વૃદ્ધ સૌ જાણે છે. કારણ કે સાધુપુરુષોના ઉપદેશમાં “પચ્ચખાણ”નો મહિમા વિશેષ રૂપે બતાવવામાં આવ્યો છે. જૈન કુળોના અનેક પ્રગાઢ સંસ્કારોમાંનો એક સંસ્કાર આ પચ્ચક્માણનો પચ્ચખ્ખાણનો અર્થ અને પ્રયોજન : પચ્ચખાણનો પ્રચલિત અર્થ છે પ્રતિજ્ઞા. પ્રસ્તુતમાં આ પ્રતિજ્ઞા ખાવાપીવાના વિષયમાં કરવામાં આવે છે. કાળની વૃષ્ટિએ સૂર્યોદય થયા પછી, ક્યારે ખાવું, શું શું ન ખાવું અને કેટલું ખાવું - આ તમામ વાતો નિયંત્રિત કરવામાં આવે છે. પ્રતિજ્ઞાથી સ્વૈચ્છિક નિયંત્રણ કરવામાં આવે છે. પ્રતિજ્ઞા કરવાનું પ્રયોજન છે મનની દ્રઢતા. પ્રતિજ્ઞા કરવાથી મન દ્રઢ બને છે. ભય અને પ્રલોભનની સામે ઢીલું નથી પડતું. “મારી આ પ્રતિજ્ઞા છે” - વિચારવાથી મનોબળ દૃઢ બને છે. પ્રતિજ્ઞા કરવાનું બીજું પ્રયોજન છે વિરતિ-ધર્મનું પાલન. અવિરતિ પાપ છે, વિરતિ ધર્મ છે. “અવિરતિ” એક એવું દ્વાર છે કે જેના દ્વારા પ્રતિક્ષણ અનંત-અનંત કર્મોનો પ્રવાહ આત્મામાં પ્રવેશતો રહે છે. તે પ્રવાહને રોકવા માટે અવિરતિનું દ્વાર બંધ કરી દેવું જ પડશે. દ્વાર બંધ કરી દેવાનો અર્થ છે પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો ત્યાગ કરવો. અલ્પ અંશોમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રાવકજીવન પાપોનો ત્યાગ કરી શકાય છે. સર્વાંશમાં પણ ત્યાગ કરી શકાય છે. ગૃહસ્થ જીવનમાં પાપોનો આંશિક ત્યાગ કરી શકાય છે. પાપોનો સર્વ રૂપે ત્યાગ એટલે સાધુજીવન. પ્રસ્તુતમાં પ્રત્યાખ્યાન ક્રિયા પ્રભાતમાં કરવાનું કહેવામાં આવ્યું છે. તે ક્રિયા કાલ પ્રત્યાખ્યાનની છે. આ પ્રત્યાખ્યાન વિરતિ-ધર્મનો જ એક પ્રકાર છે. કાલ પ્રત્યાખ્યાન ૧૦ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. ફાલ પચ્ચક્ખાણના ૧૦ પ્રકાર : ૧. પહેલો પ્રકાર છે ‘નવકારશી' પચ્ચક્ખાણનો. સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધી આહાર-પાણીનો ત્યાગ કરવામાં આવે છે. "નવકાર મંત્ર” બોલીને આ પચ્ચક્ખાણ પૂર્ણ કરવામાં આવે છે. એટલા માટે આ *નવકારશી પચ્ચક્ખાણ કહેવાય છે ! ૨. બીજો પ્રકાર છે "પોરસી" પચ્ચક્ખાણનો. સૂર્યોદયથી એક પ્રહ૨ (પ્રહર = દિવસનો ચોથો ભાગ) સુધી આહાર-પાણીનો ત્યાગ કરવામાં આવે છે. "સાઢ પોરસીના પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી દોઢ પ્રહર સુધી આહાર-પાણીનો ત્યાગ કરવામાં આવે છે. જેમ કે પોરસી સવારમાં નવ વાગે આવે છે તો સાઢ પોરસી ૧૦-૩૦ વાગે આવશે. ૩. ત્રીજું પચ્ચક્ખાણ છે પુરિમ૰નું. અડધો દિવસ વ્યતીત થતાં આ પચ્ચક્ખાણ આવે છે ! ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ કરવાનો હોય છે. જેમ કે આખો દિવસ બાર કલાકનો હોય છે તો સૂર્યોદયના સમયમાં છ કલાક જોડવાથી જે સમય આવે તે પુરિમુદ્ધનો સમય સમજવો જોઈએ. ૪. ચોથું પચ્ચક્ખાણ છે એકાસણાનું. દિવસમાં એક વાર અને એક જગાએ બેસીને ભોજન ક૨વું જોઈએ. એકાસનમાં ચિત્ત વસ્તુનો પરિત્યાગ કરવો જોઈએ. એ દિવસે ગરમ પાણી, ઉકાળેલું પાણી જ પીવું જોઈએ. ૫. એકલઠાન પાંચમું પચ્ચક્ખાણ છે. ભોજન કરતી વખતે માત્ર મુખ અને જમણો હાથ જ હાલવો જોઈએ. બાકીનાં બધાં અંગ-ઉપાંગો હાલવાં ન જોઈએ. બાકીના બધા નિયમો એકાસન જેવા હોય છે. ૬. છઠ્ઠું પચ્ચક્ખાણ છે આયંબિલનું. દિવસમાં એક વાર અને એક જગાએ બેસીને ભોજન ક૨વાનું હોય છે. ભોજનમાં ઘી, દૂધ, દહીં, ગોળ, સાકર, તેલ, મિષ્ટાન્ન, મેવા, ફળ, લીલી વનસ્પતિ-શાકભાજી, ફરસાણ, અથાણાં વગેરેનો ત્યાગ કરવો પડે છે. પાણીમાં બાફેલું ભોજન જ કામમાં આવે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ 99 ચા ન પી શકો, પાન ન ખાઈ શકો, સોપારી વગેરે મુખવાસ ન ખાઈ શકાય. સિગારેટ-બીડી પણ ન પી શકો. મસાલામાં માત્ર મીઠું, કાળાં મરી, સૂંઠ ઇત્યાદિ લઈ શકાય. ૭. સાતમું પચ્ચક્ખાણ છે “ઉપવાસ”નું. આ ઉપવાસ બે પ્રકારના હોય છે. પાણીની સાથે અને પાણી વગરના. પાણી ઉકાળેલું જ કામ આવે. કોઈ પણ પ્રકારનું ભોજન ન કરી શકાય. ભોજનનો સર્વથા ત્યાગ કરવામાં આવે છે. એક સાથે બે ઉપવાસ કરવામાં આવે તો "છટ્ઠ" કહેવાય છે અને એક સાથે ત્રણ ઉપવાસ કરવામાં આવે તો “અક્રમ” કહેવાય છે. એમ તો એક સાથે ૬ મહિનાના ઉપવાસ આ કાળમાં કરી શકાય છે ! એક માસના ઉપવાસને “માસખમણ” કહેવામાં આવે છે. આ સર્વેમાંથી જે પચ્ચક્ખાણ ક૨વું હોય તો તે સવારમાં કરી લેવું જોઈએ. હાથ જોડીને તે તે પચ્ચક્ખાણનાં સૂત્રો બોલવાં જોઈએ. સૂત્ર ન આવડતું હોય તો “આજે મારે આ (નવકારશી, પોરસી વગેરે) પચ્ચક્ખાણ છે.” એવી ધારણા કરી લેવી જોઈએ. ; ૮. આઠમું પચ્ચક્ખાણ છે “અભિગ્રહ," અભિગ્રહનો અર્થ છે પ્રતિજ્ઞા. આ પ્રતિજ્ઞા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હોય છે. વિશેષ રૂપથી આ અભિગ્રહ સાધુ-સાધ્વીઓ કરે છે. ઇચ્છો તો તમે પણ કરી શકો છો. સભામાંથી : અમે લોકો કેવી રીતે કરી શકીએ ? મહારાજશ્રી : પહેલી વાત તો એ છે કે તમારે તમારો અભિગ્રહ કોઈને કહેવાનો નથી. ન કહેવો જોઈએ. પરંતુ મન ડગી ન જાય એટલા માટે અભિગ્રહ લખીને કવરમાં બંધ કરીને ઘરમાં કોઈને આપી દેવો જોઈએ. "આજે મને સાકર વગરનું દૂધ મારો ભાઈ જ આપશે તો હું દૂધ પીશ.” દૂધ ન પીતા હો, ચા પીતા હો તો ચાના વિષયમાં અભિગ્રહ લઈ શકો છો. "આજે મને મારી બહેન પોતાના હાથેથી સર્વપ્રથમ ચા આપશે તો જ હું સવારે નવકારશી કરીશ, અન્યથા પોરસીનું પચ્ચક્ખાણ કરીશ." - આ "દ્રવ્ય"નો અભિગ્રહ કહેવાય. "ક્ષેત્ર”ના અભિગ્રહમાં "આજે મને રવિવાર પેઠમાંથી મારા મિત્રનું ભોજન માટે નિમંત્રણ આવશે તો જ હું ભોજન કરીશ. જો નિમંત્રણ નહીં આવે તો ઉપવાસ કરીશ.” આવી પ્રકારની પ્રતિજ્ઞા કરી શકાય છે. એક સમયનું ભોજન છોડવાની પણ પ્રતિજ્ઞા કરી શકો છો. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રાવકજીવન "કાળથી અભિગ્રહ કરવો હોય તો “રોજ હું બાર વાગે ભોજન કરવા ઘેર આવું છું. આજે હું એક વાગે ભોજન કરવા આવીશ. એ સમયે ભોજન મળશે તો ભોજન કરીશ." આ રીતે બે વાગ્યાનો, ત્રણ વાગ્યાનો અભિગ્રહ કરી શકો છો. જો કે તમારે માટે આ અભિગ્રહ સરળ છે, કારણ કે તમારા ઘરવાળાં ભોજનની થાળી ઢાંકીને રાખી મૂકે છે ! અથવા ટીફીન દુકાને મોકલી દે છે ! આ અભિગ્રહ અમારી કસોટી કરી દે છે ! અમે સાધુ-સાધ્વી આ અભિગ્રહ કરીએ કે "આજે ભિક્ષાવેળા વીતી ગયા પછી ભિક્ષા લેવા જઈશ. જો ભિક્ષા મળશે તો આહાર કરીશ, અન્યથા ઉપવાસ !” ભિક્ષાનો સમય, તમારા લોકોના ઘરોમાં ભોજનનો સમય વીતી ગયા પછી અમને ક્યારેક ભિક્ષા નથી પણ મળતી ! ૨૫ વર્ષ પૂર્વે અમે મારવાડ ગયા હતા ત્યારની વાત છે. એક વાર અમે વિહાર કરીને ગામમાં મોડા પહોંચ્યા. ભોજનનો સમય વીતી ગયો હતો. હું ગોચરી લેવા ગયો હતો. પહેલા જ ઘરમાંથી અવાજ આવ્યો: "બાવની, જિમ લિયા હૈ.” મેં કહ્યું : “થે જિમ લિયો, પરંતુ મેં કરે જિમિયા ?" મને યાદ છે, એ દિવસે અમે સાંજના પાંચ વાગે ગોચરી કરી હતી ! "ભાવથી અભિગ્રહ તમે આ રીતે કરી શકો છો - "આજે મારી પત્ની હસતીહસતી ભોજન પીરસશે, તો જ હું ભોજન કરીશ !” સભામાંથીઃ એ દિવસે ઉપવાસ કરવો હોય તો જ આવો અભિગ્રહ કરવો જોઈએ ! મહારાજશ્રી : શું શ્રીમતીજી કદી હસતાં હસતાં ભોજન નથી પીરસતાં? સભામાંથીઃ એવું ભાગ્ય અમારા લોકોનું નથી ! મહારાજશ્રી : અભિગ્રહ કરશો તો સંભવતઃ ભાગ્યનાં દ્વાર ખૂલી જશે, પરંતુ અભિગ્રહ કરતી વખતે "મારી કસોટી થવાની છે” એવું સમજીને જ અભિગ્રહ કરવાનો છે. ઉપવાસની તૈયારી રાખવાની ! કાયાને કષ્ટ આપવા - સ્વેચ્છાએ કષ્ટ સહન કરવા જ તપશ્ચર્યા કરવાની છે. સ્વેચ્છાએ શરીરને કષ્ટ આપવાથી ખૂબ કમનિર્જરા થાય છે. પાપકર્મોનો નાશ થાય છે. પુણ્યકર્મ બંધાય છે. ૯. નવમું પચ્ચખાણ “દિવસ ચરિમ"નું હોય છે. આ પચ્ચખાણ સૂર્યાસ્ત સમયે કરવામાં આવે છે. રાત્રિભોજનના ત્યાગનું આ પચ્ચકખાણ છે. “ચોવિહારનું પચ્ચખ્ખાણ કરવાથી સૂર્યાસ્ત પછી ભોજન કરી ન શકો, પાણી પણ ન પી શકો. તિવિહાર"નું પચ્ચખ્ખાણ કરવાથી સૂર્યાસ્ત પછી પાણી પી શકો છો. સૂર્યાસ્ત પછી Page #85 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ દવા લેવાની હોય તો "દુવિહારનું પચ્ચક્ખાણ કરી શકો છો. ૧૦. દશમું પચ્ચક્ખાણ છે "વિગય-ત્યાગનું. "વિગય" પ્રાકૃત શબ્દ છે. સંસ્કૃતમાં ‘વિકૃતિ’ કહે છે. જે મનમાં વિકાર પેદા કરે, તેને ‘વિગય-વિકૃતિ' કહેવામાં આવે છે. આ રીતે ૬ ભક્ષ્ય વિગય ગણાવી છે - ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ, સાકર અને તળેલી વસ્તુઓ. ૭૯ દરરોજ આ વિગઈઓમાંથી એક...બે...ત્રણ... નો ત્યાગ કરવો જોઈએ. જેટલો ત્યાગ કરી શકો તેટલો કરવો જોઈએ. સવારે સવારે જ અભિગ્રહ કરી લેવો જોઈએ :: "આજે હું ઘી અને દહીંનો ત્યાગ કરીશ.” કોઈ વાર "આજે હું તમામ વિગયનો ત્યાગ કરીશ.” એ રીતે પણ ત્યાગ કરી શકો છો. જો નિર્વિકારી મનઃસ્થિતિ ઇચ્છતા હો તો વિગય-ત્યાગ કરવો જ જોઈએ. દરેક પચ્ચક્ખાણ સાપવાદ હોય છે ઃ આ તમામ પચ્ચક્ખાણો સારાં છે. મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ ક૨વાની દૃષ્ટિએ જ તીર્થંકરોએ આ તપશ્ચર્યા બતાવી છે, આ બધાં પચ્ચક્ખાણ બતાવ્યાં છે. જો આ વર્તમાન જીવનમાં પણ શાન્તિ, સમતા અને પ્રસન્નતા ઇચ્છતા હો તો મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ કરવો જ પડશે. પચ્ચક્ખાણ ધર્મ ખૂબ ઊંચો ધર્મ છે. જે પ્રકારે અને જેટલો ઇચ્છો તેટલો આચરી શકો છો ! સભામાંથી : સારો તો લાગે છે, પરંતુ ‘કદાચ પ્રતિજ્ઞા તૂટી ગઈ તો ?’ એવો ભય લાગે છે. “એકાસણું કરીશું, પરંતુ ભૂલથી મોંમાં કશુંક નખાઈ જશે તો ? પચ્ચક્ખાણનો ભંગ થઈ જશે, પાપ લાગશે, એટલા માટે પચ્ચક્ખાણ કરવું જ નહીં !' આવા વિચાર આવે છે. મહારાજશ્રી : આવો ભય ન રાખવો જોઈએ. કદાચ ભૂલમાં ઉપવાસ વખતે મોઢામાં સોપારી અથવા બીજું કંઈ નાખી દીધું તો પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. મોઢામાં નાખતાં જ તમને યાદ આવી જાય કે "અરે ! આજે તો મારે ઉપવાસ છે.” તમે થૂંકી નાખો. જો પેટમાં પહોંચી ગયું તો કોઈ ચિંતા નહીં, વમન ન કરવું. આપણા જૈનધર્મનાં તમામ પચ્ચક્ખાણો સાપવાદ હોય છે. દરેક પચ્ચક્ખાણ સાગારસાપવાદ હોય છે. "અપવાદ” માટે આપણે ત્યાં "આગાર” શબ્દનો પ્રયોગ થાય છે. દરેક પચ્ચક્ખાણ સાગાર-સાપવાદ હોય છે. એ આગારોને સંક્ષેપમાં સમજાવું છું. એ સમજવાથી તમારા મનમાં જે ભય છે, તે ભય દૂર થઈ જશે, અને તમે મજાથી પચ્ચક્ખાણ કરી શકશો. હા, જાણીબૂજીને જો તમે આ આગારોનું-અપવાદોનું સેવન કરશો તો પચ્ચક્ખાણનો ભંગ થઈ જશે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ८० પચ્ચક્ખાણોના અપવાદો : તમે સવારે “નવકારશી”નું પચ્ચક્ખાણ ધારી લીધું, પછી ભૂલી જ ગયા કે "મેં નવકારશીનું પચ્ચક્ખાણ કર્યું છે” અને સૂર્યોદય થતાં જ નાસ્તો કરવા બેસી ગયા. મુખમાં ચાનો ઘૂંટડો ભર્યો અને યાદ આવ્યું : “અરે, મેં તો નવકારશી કરી છે.” તો મુખમાંથી ચાનો ઘૂંટડો બહાર કાઢી નાખો. કદાચ યાદ ન આવ્યું, ચા પેટમાં પહોંચી જાય તો પણ તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી. - — - શ્રાવકજીવન અચાનક આદતવશ પચ્ચક્ખાણના સમય પહેલાં મોઢામાં પાણી નાખી દીધું, અથવા કંઈક ખાઈ લીધું, યાદ આવી જાય તો થૂંકી નાખો. તમારા પચ્ચક્ખાણનો ભંગ નહીં થાય. સમય જોવા માટે માની લો કે તમારી પાસે ઘડિયાળ નથી, વૉચ પણ નથી, કલોક પણ નથી. સૂર્ય આકાશમાં વાદળોથી ઢંકાયેલો છે અને તમે સમયની પહેલાં પચ્ચક્ખાણ પાળી લો છો, તો તમારી પ્રતિજ્ઞા તૂટતી નથી - પ્રતિજ્ઞાભંગ થતો નથી. જો કે આજકાલ તો જેમને ઘડિયાળ જોતાં ય નથી આવડતી તે પણ ઘડિયાળ બાંધે છે ! કદી કદી દિશાનો ભ્રમ પણ થઈ જાય છે. પૂર્વ દિશાને પશ્ચિમ માનીને, સમયની પહેલાં પચ્ચક્ખાણ પાળી લો, તો પાપ નથી લાગતું. પરંતુ આજકાલ આપણે સૂર્યની ગતિના આધારે ચાલતા નથી, ઘડિયાળ જોઈને ચાલીએ છીએ, આથી ભૂલ થવા સંભવ નથી. હા, ઘડિયાળ બંધ પડી ગઈ હોય યા આગળ-પાછળ ચાલતી હોય તો, તમે છેતરાઈ જાઓ એ સંભવ છે ! ઘડિયાળમાં નવ વાગ્યા છે, વાસ્તવમાં ૮-૩૦નો સમય છે. ઘડિયાળ અર્ધો કલાક આગળ ચાલે છે, તમને ખબર નથી. અને નવ વાગે પોરસીનું પચ્ચક્ખાણ આવે છે. થઈ ગયો સમય, તમે પોરસી પારીને મુખમાં પાણી નાખી દીધું ! તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી. કોઈકે કહી દીધું : "નવકારશીનો સમય થઈ ગયો છે, પોરસીનો સમય થઈ ગયો છે.” અને સાંભળીને નવકારશીનું પચ્ચક્ખાણ પારી લીધું, પોરસી કરી લીધી. જો કે સમય થયો ન હતો. કહેનારની ભૂલ હતી. સમય આવ્યા પહેલાં તમે નવકા૨શી યા પોરસી પારી લીધી. છતાં પણ તમને પચ્ચક્ખાણ ભંગનું પાપ નહીં લાગે. માની લો કે તમે પોરસીનું પચ્ચક્ખાણ કર્યું છે. તમે સવારે ૭ વાગે ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવે કહ્યું : "આજે તમારે અત્યારે જ મદ્રાસ જવાનું છે.” તમે કહ્યું : “ગુરુદેવ ! મેં પોરસીનું પચ્ચક્ખાણ કર્યું છે અને હું કશું લીધા સિવાય, Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૮૧ ખાધા સિવાય જઈ ન શકું. મારી શારીરિક સ્થિતિ અનુકૂળ નથી.” ગુરુદેવ કહે ઃ "કોઈ સવાલ નથી. અત્યારે તમે કશુંઢ લઈ લો, ખાઈ લો. શાસનરક્ષાનું મહત્ત્વપૂર્ણ કામ છે, તમારું જવું અનિવાર્ય છે.” ગુરુદેવની આજ્ઞાથી તમે પોરસીના સમય પહેલાં કશુંક ખાઈ લો છો, તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી. પરંતુ ધ્યાન રાખવું કે આજ્ઞા કરનાર ગુરુદેવ જ્ઞાની હોવા જોઈએ અને શાસનનીસંઘની જવાબદારી તેમને શિરે હોવી જોઈએ. એકાસણું-આયંબિલ ક૨વા બેઠા છો. શરીર અસ્વસ્થ છે. હાથ-પગ લાંબા કરવા પડે છે, સંકુચિત કરવા પડે છે, શરીર હાલે છે, તો પણ તમારું પચ્ચક્ખાણ તૂટતું નથી. -- તમે એકાસણું-આયંબિલ ક૨વા બેઠા છો અને તમારે ઘેર આચાર્ય-ઉપાધ્યાય આદિ આવે, તમે ઊભા થઈને તેમને વંદન કરો, તો તમારો વ્રત-ભંગ થતો નથી. કારણ કે તમારો ભાવ ગુરુ-વિનયનો છે. અચાનક પેટમાં તીવ્ર દર્દ ઊઠ્યું હોય, સાપ કરડ્યો હોય, ખૂબ જ આર્તધ્યાન થતું હોય, સમતા રહેતી નથી, એ સમયે કોઈ ઔષધ, અનુપાન, આહાર, ચાપાણી લેવું અનિવાર્ય છે. પચ્ચક્ખાણનો સમય થયો ન હોય, તો પણ તમે ઔષધ વગેરે લઈ શકો છો. તમારું પચ્ચક્ખાણ તૂટશે નહીં. જો તીવ્ર વેદનામાં પણ ધર્મધ્યાનમાં રહી શકો, સમતાભાવ ટકાવી શકો તો પછી પચ્ચક્ખાણનો સમય આવતાં જ ઔષધ લેવું જોઈએ. મનની સમાધિ રહેવી એ મહત્ત્વપૂર્ણ વાત છે. આ તમામ અપવાદો તમારા માટે અને અમારે સાધુ-સાધ્વીઓ માટે સાધારણ છે. હવે કેટલાક અપવાદો માત્ર સાધુ-સાધ્વીઓ માટે છે તે પણ તમને બતાવી દઉં છું. માની લો કે સાધુ-સાધ્વીઓને ઘી યા તેલનો ત્યાગ છે, તમારે ઘેર ભિક્ષા માટે આવ્યાં. ચમચી ઘી યા તેલવાળી છે. એ ચમચીથી તમે ભાત યા તો અન્ય વસ્તુ સાધુને આપો છો. એ વસ્તુને ઘી યા તેલનો સ્પર્શ થયો, સાધુ તેનો ઉપયોગ કરે છે, તો તેનું વિગય-ત્યાગનું પચ્ચક્ખાણ તૂટતું નથી. તમારે ઘેર રોટલી ઉ૫૨ ગોળ યા સાકર પડી છે. એ રોટલી સાધુને આપવી છે. તમે ગોળ-સાકર દૂર કરીને એ રોટલી સાધુને આપો છો. એ રોટલી ઉ૫૨ ગોળ-સાકરના કણો લાગેલા છે. સાધુને ગોળ-સાકર વિગયનો ત્યાગ હોય, છતાં પણ એ રોટલી સાધુના કામમાં આવે છે. તેના પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રાવકજીવન – રોટલી બનાવતી વખતે આટામાં થોડુંક ઘી યા તેલ નાખો છો ને? એ રોટલી સાધુ-સાધ્વીને નવી યા આયંબિલમાં કામ આવી શકે છે, છતાં પણ પચ્ચખાણનો ભંગ થતો નથી. તમારે નવી યા આયંબિલમાં એવી રોટલી કામમાં નથી આવતી. આટલું જાણ્યા પછી હવે તો પચ્ચખાણ કરવાથી ગભરાશો નહીં ને ? પચ્ચખાણ ઉમંગભેર કરશો ને? – દરરોજ ઓછામાં ઓછું “નવકારશી'નું અને સાંજે ચોવિહારનું યા તિવિહારનું પચ્ચખાણ કરતા રહો. સાંજનું પચ્ચખ્ખાણ ન થઈ શકે તો પણ સવારે : "નવકારશી તો અવશ્ય કરો જ. - પંચમી, અષ્ટમી, ચતુર્દશી જેવી પર્વતિથિમાં ઉપવાસ, આયંબિલ અથવા : એકાસણાનું પચ્ચખ્ખાણ કરવું જોઈએ. ઉપવાસ વગેરે ન થઈ શકે તો પોરસી સાઢ પોરસી પણ કરવી જોઈએ. - મહિનામાં એક ઉપવાસ તો ઓછામાં ઓછો કરવો જોઈએ - જો શક્તિ હોય તો. આત્મશુદ્ધિ તો થશે જ, સાથે શરીરશુદ્ધિ પણ થશે. – કોઈ કોઈ વાર નિવૃત્તિના દિવસોમાં “અભિગ્રહ” પચ્ચખ્ખાણ પણ કરવું જોઈએ. “ભૂલ થશે તો શું થશે ? પાપ લાગશે' - આ ભય મનમાંથી કાઢી નાખો. અજાણતાં જે ભૂલ થાય છે તે ક્ષમ્ય હોય છે, એનાથી પચ્ચખાણનો ભંગ થતો નથી. જીવ કમપરવશ છે. પાપકર્મના ઉદયથી કદી ભૂલ પણ થઈ જાય છે. એ નિમિત્તથી પચ્ચખ્ખાણ-ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. શ્રદ્ધાથી અને જ્ઞાનથી પચ્ચખ્ખાણ કરતા રહો ! છ પ્રકારની શુદ્ધિ : - તીર્થંકર ભગવંતોએ જે પચ્ચખ્ખણ-ધર્મ બતાવ્યો છે તે સાચો છે ! એ ધર્મના પાલનથી જીવ અનંત પાપોથી બચી જાય છે : "મેં પચ્ચખ્ખાણ લીધું, સારું કર્યું !” એવું વિચારવું, એવું ચિંતન શ્રદ્ધાને શુદ્ધ કરે છે. – પચ્ચખાણના સૂત્રોનો અર્થ જાણવો, એને ગ્રહણ કરવાનો વિધિ જાણવો, તેમના અપવાદો જાણવા – પ્રકારો જાણવા એ જ્ઞાનશુદ્ધિ છે. – પચ્ચખ્ખાણ ગુરુદેવ સમક્ષ લેવામાં આવે છે. ગુરુદેવને વિધિપૂર્વક વંદન કરીને તેમની પાસેથી પચ્ચખાણ લેવાય છે. વંદન કરવું એ વિનય છે. - કદાચ ગામમાં સાધુપુરુષ ન હોય, અથવા ઘણા દૂર હોય તો જિનમંદિરમાં જઈને, પરમાત્માને વંદન કરીને સ્વયં પચ્ચખાણ લેવું જોઈએ. વંદન કરીને Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ પચ્ચખ્ખણ લેવું વિનયશુદ્ધિ છે. - ગુરુદેવ જ્યારે પચ્ચખ્ખાણ-સૂત્ર બોલતા હોય ત્યારે પચ્ચખ્ખાણ લેનારે પણ મનમાં આ સૂત્ર બોલવું જોઈએ. માનસિક અનુભાષણ કરવું જોઈએ. આ રીતે અનુભાષણ કરવાથી પચ્ચખ્ખાણ લેનારની સ્મૃતિ વૃઢ બને છે કે મેં અમુક પચ્ચખાણ લીધું છે.” જે પચ્ચખાણ લીધું હોય તેનું દ્રઢતાપૂર્વક અનુપાલન કરવું જોઈએ. વિચારવું કે "હું દૃઢતાપૂર્વક લીધેલા પચ્ચખ્ખાણનું પાલન કરીશ. ગમે તેવાં કષ્ટ આવી પડે. હું પચ્ચખાણનો ભંગ નહીં કરે. પ્રાણ જાય તો ભલે જાય, મારી પ્રતિજ્ઞા અખંડ રહેશે.” આ અનુપાલન-શુદ્ધિ કહેવાય છે. સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે ભાવશુદ્ધિ ! – આ તપશ્ચયથિી, આ પચ્ચખ્ખાણથી મને લોકોનાં માન-સન્માન ન જોઈએ. – પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા ન જોઈએ. - પ્રશંસાનાં પુષ્પો ન જોઈએ. - ન તો મારે નરેન્દ્ર બનવું છે કે ન તો દેવ-દેવેન્દ્ર બનવું છે. - મારે મારા આત્માને વિશુદ્ધ કરવો છે. - મારે મારા આત્મા ઉપર લાગેલાં કર્મોનો નાશ કરવો છે. - મારે મારી વાસનાઓને બાળી નાખવી છે. – મારે શુભ ભાવનાઓમાં રમવું છે. – તપશ્ચયથી મારે આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, અન્ય કશું નહીં! આ છે ભાવશુદ્ધિ. પચ્ચખ્ખાણની પવિત્ર ક્રિયાની સાથે આ છ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. આ શુદ્ધિઓ ભાવનાત્મક છે. આ શુદ્ધિઓની સાથે કરવામાં આવેલી પચ્ચખાણની ક્રિયા વિશિષ્ટ ફળ આપનારી છે. તે પ્રભાવોત્પાદક બને છે. પચ્ચખ્ખાણનાં વિવિધ ફળઃ પચ્ચખાણનાં બે પ્રકારનાં ફળ તીર્થકર ભગવંતોએ બતાવ્યાં છે - ઈહલૌકિક અને પારલૌકિક. પારલૌકિક ફળ બે પ્રકારનાં બતાવ્યાં છે : સ્વર્ગનું સુખ અને અપવર્ગનું સુખ ! ઈહલૌકિક ફળ અનેક પ્રકારનાં બતાવ્યાં છે ? – રોગી નીરોગી બને છે. – નિધન ધનવાન બને છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન – અભાગી ભાગ્યવાન બને છે. – નિઃસંતાન સ્ત્રી માતા બને છે. – કલંકિત મનુષ્ય નિષ્કલંક બને છે. - અપમાનિત મનુષ્ય લોકપ્રિય બને છે. – અજ્ઞાની જ્ઞાની બને છે ! જેવી તપશ્ચય એવું ફળ મળે છે. ફળની ઈચ્છા ન કરો તો પણ ફળ મળે જ છે. તપશ્ચયથી પાપકર્મોનો ક્ષયોપશમ થાય છે, અને ક્ષયોપશમથી તમામ ફળ મળે છે. નિરાશંસ ભાવથી કરેલાં પચ્ચખ્ખાણથી બુદ્ધિ નિર્મળ બને છે. જેની બુદ્ધિ નિર્મળ હોય છે તે સુખ યા દુઃખમાં ધર્મ છોડતો નથી, તે ઉન્માર્ગગામી બનતો નથી. ચાર પ્રકારના આહાર : જ્યારે પચ્ચખ્ખણનો જ વિષય ચાલે છે તો તેની સાથે સંબંધિત ચાર પ્રકારના આહાર પણ સમજાવી દઉં છું. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ - નામથી શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે. - સર્વપ્રથમ ‘અશનમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તે બતાવું છું. | સર્વ પ્રકારનાં દ્વિદળ, સર્વ પ્રકારનાં ધાન્ય, દૂધ અને દૂધની તમામ બનાવટો, જેવી કે દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓ ઘી-ઘીની બનાવટો, ગોળ, સાકર અને તેમાંથી બનાવેલી વસ્તુઓ, સર્વ પ્રકારનાં મિષ્ટાન્ન-જેનાથી ક્ષુધા શાન્ત થાય છે, તે તમામ ખાદ્યસામગ્રી “અશન” કહેવાય છે. - બીજો આહાર છે પાન એટલે પાણી. છાશની ઉપરનું પાણી, જવનું પાણી, નારિયેળનું પાણી, ફળોની અંદરનું પાણી અને શુદ્ધ પાણી, ઘઉં-ચોખા વગેરે જે પાણીથી ધોવામાં આવે છે તે પાણી પણ “પાન"માં ગણાય છે. - ત્રીજો આહાર છે ખાદિમ. ખાદિમમાં સર્વ પ્રકારનાં ફળોનો સમાવેશ થાય છે. ખજૂર અને ખારેકનો સમાવેશ થાય છે. બદામ, કાજુ વગેરે મેવા પણ ખાદિમ કહેવાય છે. નારિયેળ અને ચણા-મમરા પણ ખાદિમ છે. જે ખાવાથી પૂર્ણરૂપે ક્ષુધા શાન્ત ન થાય તે “ખાદિમ કહેવાય છે. - ચોથો આહાર છે સ્વાદિમ. ઈલાયચી, લવિંગ, કેસર, સોપારી, સૂંઠ, વરિયાળી, તજ, કાળાં મરી, જીરું વગેરે Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૮૫ વસ્તુઓ "સ્વાદિમ” કહેવાય છે. – સાંજે જો તમે ચોવિહાર'નું પચ્ચખાણ કરો તો રાત્રે આ ચારે પ્રકારના આહારોનો ત્યાગ કરવાનો હોય છે. - જો તમે તિવિહારનું પચ્ચખાણ કરો તો માત્ર (શુદ્ધ) પાણીનો જ ઉપયોગ કરી શકો. બાકીના ત્રણ પ્રકારનો આહાર ત્યજવો પડે છે. – પચ્ચકખાણ કરનારને અને કરાવનારને આ જાણકારી હોવી જરૂરી છે. પચ્ચખાણ લેનાર માણસને પચ્ચખાણની બાબતમાં વિશદ જ્ઞાન ન હોય તો ચાલી શકે છે, પરંતુ પચ્ચખાણ આપનાર ગુરુને તો વિશદ જ્ઞાન હોવું જ જોઈએ. આ વિષયમાં ચતુર્ભગી હોય છે ? - પચ્ચખાણ લેનાર જ્ઞાની, દેનાર જ્ઞાની. - પચ્ચખાણ લેનાર અજ્ઞાની, દેનાર જ્ઞાની. - પચ્ચખાણ લેનાર જ્ઞાની, દેનાર અજ્ઞાની. - પચ્ચખ્ખાણ લેનાર અજ્ઞાની, દેનાર પણ અજ્ઞાની ! પ્રથમ ભંગ શ્રેષ્ઠ, બીજો મધ્યમ, ત્રીજો જઘન્ય જ્યારે ચોથો નિરર્થક. હવે પાંચ પ્રકારના સંકેત” પચ્ચખાણ સમજાવીને પ્રવચન પૂર્ણ કરીશ. સંકેત પચ્ચખ્ખણ : “સંકેત પચ્ચખાણને "સાંકેતિક પચ્ચખ્ખાણ પણ કહેવામાં આવે છે - કેટલાક સંકેત નિશ્ચિત કરીને પચ્ચખ્ખાણ કરવામાં આવે છે. પચ્ચખાણભાષ્ય” નામના ગ્રંથમાં પાંચ પ્રકારનાં આ પચ્ચખ્ખાણ બતાવવામાં આવ્યાં છે. ૧. પ્રથમ છે મુઠસી પચ્ચખાણઃ જ્યાં સુધી હું મુઠ્ઠી બાંધીને, નવકાર મંત્ર બોલીને પચ્ચખ્ખાણ પાળે નહીં ત્યાં સુધી ચારે આહારનો મારે ત્યાગ છે. આ પચ્ચખાણમાં મુઠ્ઠી બાંધવાનો સંકેત નિશ્ચિત કરવામાં આવ્યો. ૨. બીજું છે ગંઠસી પચ્ચખ્ખણઃ કપડાને ગાંઠ મારીને સંકેત નિશ્ચિત કરવામાં આવે છે. જ્યાં સુધી આ ગાંઠને ખોલું નહીં ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ છે.” ૩. ત્રીજું છે જલબિંદુ પચ્ચખ્ખાણઃ શરીર ઉપર પાણીનું બિંદુ પડ્યું હોય, અથવા કોઈ વસ્તુ ઉપર પાણીનું બિંદુ પડ્યું હોય, તે જળબિંદુનો સંકેત નક્કી કરીને પચ્ચખ્ખાણ કરવામાં આવે કે "જ્યાં સુધી આ જળબિંદુ સૂકાઈ ન જાય ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ રહેશે અથવા ત્યાં સુધી હું કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહીશ.” Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રાવકજીવન ૪. ચોથું છે અંગૂઠી પચ્ચક્ખાણ ઃ તમારી આંગળી ઉપર અંગૂઠી છે. તમે સંકેત નક્કી કરો છો કે "જ્યાં સુધી હું આંગળી ઉપરથી અંગૂઠી ઉતારું નહીં ત્યાં સુધી મારે ચારે આહારોનો ત્યાગ રહેશે.” પ. પાંચમું છે દીપક જ્યોતિ પચ્ચક્ખાણ ઃ તમારી પાસે ઘી યા તેલનો દીવો બળી રહ્યો છે. તમે સંકેત નક્કી કરો છો કે “જ્યાં સુધી આ દીવો બળે છે ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ રહેશે - અથવા હું ધ્યાનમાં રહીશ.” જો તમે ધ્યાનમાં હો અને ઘરની કોઈ વ્યક્તિએ દીવામાં બીજું ઘી ભરી દીધું, દીવો રાતભર બળતો રહેશે યા દિનભર બળતો રહેશે, ત્યાં સુધી તમારો સંકેત કાયમ રહેશે, ત્યાં સુધી તમારે ચારે આહારનો ત્યાગ રહેશે કે પછી ધ્યાન ચાલુ રહેશે. ઉપસંહાર : આ રીતે પચ્ચક્ખાણના વિષયમાં વિવેચન કર્યું. તમે શાન્તિથી સાંભળ્યું, સમજ્યા પણ હશો. હવે તમે દરરોજ પચ્ચક્ખાણ કરતા રહેશો, તો મને આનંદ થશે. તમારા પરિવારનાં બાળકોને પણ પચ્ચક્ખાણનો મહિમા સમજાવજો. પચ્ચક્ખાણનો વધારે આગ્રહ ન કરતા. તેમને નવકારશી, પોરસી, સાઢ પોરસી, એકાસણા, ઉપવાસ વગેરે નામ યાદ રહેશે તો પણ ઘણું છે. અન્યથા તેઓ આ નામ પણ સમજશે નહીં. અનેક પાપોમાંથી બચાવનાર આ પચ્ચક્ખાણ ધર્મ છે; તેની આરાધના કરીને તમે સર્વે પરમ કલ્યાણની પ્રાપ્તિ કરો, એ જ મંગલ કામના. આજે, બસ આટલું જ ! Page #93 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન ઃ ૩૧) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની વિશિષ્ટ દિનચય બતાવે છે. દિનચય બતાવતાં તેમણે પ્રાતઃ કાળમાં પ્રત્યાખ્યાન કરવાનું કહ્યું. અભિમાન, ક્રોધ, વિસ્મૃતિ વગેરે દોષોનો ત્યાગ કરતાં પ્રત્યાખ્યાન કરવાનું વિધાન કર્યું. પ્રત્યાખ્યાનથી પરિમિત પાપોનું સેવન અને અપરિમિત પાપોનો ત્યાગ થાય છે. જે માણસ પ્રત્યાખ્યાન દ્વારા પાપોનું અલ્પ સેવન કરે છે અને અપરિમિત પાપોનો ત્યાગ કરે છે, તે પરલોકમાં અપરિમિત અને અનંત સુખ પ્રાપ્ત કરે છે. ઘરમાં ચૈત્યવંદન અને પચ્ચખાણ કરીને શ્રાવક અહંતુ પ્રતિમાનાં દર્શન કરવા જિન ભવનમાં જાય છે. જો શ્રાવક વૈભવશાળી અને ધનવાન હોય તો પોતાના સ્નેહી, મિત્રો, સ્વજનો વગેરે સાથે જિનભવનમાં જાય અને કદાચ ધનવાન ન હોય, સામાન્ય સ્થિતિનો હોય તો પોતાના પરિવાર સાથે જાય, પરંતુ એકલો ન જાય. ગ્રંથકારે કહ્યું છે અથરિત ચેત્યકૃમિન ૪દા સમુદાયમાં જિનભવન જવાનું પ્રયોજન : શુદ્ધ અને સુંદર વસ્ત્રોમાં સજ્જ, શ્રીમંત પરિવારના લોકો સમૂહમાં મળીને જે જિનભવન જાય છે, તો તેમને જોઈને ઘણા લોકો પ્રભાવિત થાય છે, જેઓ શ્રીમંત નથી તેઓ વિશેષ રૂપે પ્રભાવિત થાય છે. જેઓ શ્રીમંત છે તેઓ તેમનું અનુકરણ કરવા તત્પર થાય છે. સામાન્ય સ્થિતિના માણસો વિચારે છે: "આવા મોટા મોટા શ્રીમંત લોકો પણ પોતપોતાના પરિવારની સાથે, સ્નેહી-સંબંધી-મિત્રોની સાથે પરમાત્મા જિનેશ્વરના મંદિરે જાય છે, તો આપણે પણ જવું જોઈએ. આપણે તો અવશ્ય જવું જોઈએ. આ મહાનુભાવોની સંપત્તિનું મૂળ કારણ આ “જિનભક્તિ” લાગે છે. ધન્ય છે આ મહાનુભાવોને અપાર સંપત્તિ પાસે હોવા છતાં તેઓ જિનેશ્વરનાં દર્શન-વંદનમાં શ્રદ્ધા રાખે છે ! જુઓ, પ્રભાતમાં એ લોકો પહેલું કામ જિનભવનમાં જવાનું કરે છે ! આપણે પણ જિનભવનમાં જઈશું. બીજા શ્રીમંતો કે જેઓ પરમાત્માનાં દર્શન કરવા - વંદન કરવા જિનભવનમાં જતા નથી, તેઓ જ્યારે તેમના પ્રમાણમાં શ્રીમંતોને જિનભવનમાં જતા જુએ છે ત્યારે તેમના મનમાં પણ ઇચ્છા પેદા થાય છે કે "આપણે પણ આપણા સ્નેહી, Page #94 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રાવકજીવન સ્વજનો, મિત્રો સાથે આ રીતે શુદ્ધ અને સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરીને જિનભવન જઈશું.” સમાન વ્યક્તિનું અનુકરણ કરવાની વૃત્તિ મનુષ્યમાં હોય છે. મોટા નગરોમાં મુંબઈ, મદ્રાસ, બેંગલોર જેવાં શહેરોમાં આ અનુકરણ અને અનુસરણ વિશેષ રૂપમાં જોવા મળે છે. કેટલાંક ઉદાહરણો બતાવું છું. સામુદાયિક આનંદ મનાવવાની પ્રવૃત્તિઓ : – વૈભવશાળી ફ્લેટમાં ઊભેલી મહિલા પોતાના પતિને કહે છે : "શું તમે દર રવિવારે આપણા પાડોશી મહેશભાઈને સપરિવાર સિનેમા જોવા જતા જુઓ છો ? પોતાની બે છોકરીઓને જમાઈઓ સાથે બોલાવી લે છે અને બધાં સાથે સિનેમા જોવા જાય છે. તમને કદી ઇચ્છા થાય છે ? લગ્ન પછી આપણે પરિવાર સાથે ઘર બહાર નીકળ્યાં જ નથી ! મને ઇચ્છા થાય છે કે આપણે પણ રવિવારે સાંજે પરિવાર સાથે સિનેમા જોવા જઈશું... પિકનિક પણ થઈ જશે કોઈક ગાર્ડનમાં ?" આ થઈ અનુકરણની વાત. બંને પાડોશી ધનવાન છે ! "તે લોકો આવો આનંદપ્રમોદ કરે છે તો આપણે કેમ ન કરીએ ?” આવી ઇચ્છા સ્વાભાવિક રીતે જ થાય છે. – બીજી એક શ્રીમંત ઘરની નારી પોતાના પતિને કહે છે ઃ "આપણા સામેવાળા ફ્લેટમાં રંજનાબહેન રહે છે, તે રવિવારે સાંજે કદીય ઘેર રસોઈ બનાવતાં નથી. પતિ-પત્ની અને ત્રણે બાળકો રવિવાર સાંજનું ભોજન કોઈ સારી હોટલમાં કરે છે. તમે તો કદી અમને હોટલમાં લઈ જતા નથી, મને એક દિવસનો ય આરામ નહીં... રવિવારે પણ બહાર જવાનું નહીં ?” આ કિસ્સો પણ અનુકરણનો છે. કેવું અનુક૨ણ ચાલી રહ્યું છે તે તમે જાણો છો ? રવિવારે તમારા લોકોના ઘરમાં રસોઈ બનાવવાનું બંધ થઈ જાય ! અમને લોકોને ગોચરી મળવી મુશ્કેલ થઈ ગઈ ! શ્રીમંતોનું અનુકરણ કરવું મધ્યમ વર્ગે શરૂ કરી દીધું છે, તેઓ પણ રવિવાર ઘર બહાર વિતાવવા લાગ્યા. ફાલતું ખર્ચ વધી ગયું. - એક યુવકમંડળની મિટિંગમાં ચર્ચા ચાલી રહી હતી : "આપણી પાડોશની બિલ્ડિંગના મંડળે ડિસેમ્બરમાં મહાબળેશ્વરની ટૂર કાઢી હતી; ૫૦ યુવક-યુવતીઓ ગયા હતા. ખૂબ મજા પડી એ લોકોને, આપણે પણ એવી ટૂર કાઢીએ. આપણે ઉટી જઈએ યા માથેરાન જઈએ.” મંડળ એટલે સમૂહ. સમૂહમાં કોઈ સારી આકર્ષક ક્રિયા થાય છે તો બીજાંને અનુકરણ યા અનુસરણ ક૨વાની ઇચ્છા જાગે જ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૮૯ – મુંબઈના મારા એક પરિચિત ભાઈએ મને કહ્યું ”અમારી પાસે એક ગુજરાતી પરિવાર રહે છે. પરિવારમાં પાંચ વ્યક્તિો છે. દરરોજ તેઓ પૂજામાં પવિત્ર વસ્ત્રો ધારણ કરીને, પૂજાસામગ્રી લઈને દેરાસર જાય છે. હું દરરોજ એમને જોતો હતો. દેરાસરમાં પણ હું તેમને ચૈત્યવંદન કરતાં જોતો હતો. મને પણ એવી ઈચ્છા થઈ. મેં ઘરમાં મારી પત્નીને, મારી બે છોકરીઓને અને એક પુત્રને મારી ઈચ્છા જણાવી. બધાં તૈયાર થઈ ગયાં. બીજે દિવસે અમે પણ સપરિવાર દેરાસર ગયાં. એ પરિવાર સાથે મળી ગયાં. સમૂહમાં પૂજા-ભક્તિ કરવામાં ખૂબ મજા આવી. આજે પણ અમે સૌ સાથે દેરાસર જઈએ છીએ ! સારાંખોટાં અનુકરણોનાં અનેક ઉદાહરણો આ સંસારમાં મળશે. એ દૃષ્ટિથી ગ્રંથકારે લખ્યું છે યથોવિ ચૈત્યગૃઢ મનમ્ | "યથોચિત” શબ્દના ટીકાકાર આચાદિવે એ તાત્પર્ય બતાવ્યું છે કે "જિનભવનમાં સમૂહમાં જતા થાઓ. તમે સમૂહમાં જશો તો બીજા લોકો તમારું અનુસરણ કરશે. એ અપેક્ષાએ સમૂહ-ગમન ઉચિત છે.” સમૂહમાં-સમુદાયમાં જિનભવન જતી વખતે એક સાવધાની રાખવાની છે. રસ્તામાં જોરશોરથી વાતો નથી કરવાની. પરસ્પર લડવું-ઝઘડવું નહીં, હસવું નહીં તેમજ દોડવું પણ નહીં. નારા પણ લગાવવાના નથી. હા, આપણા લોકોમાં આદત છે, પાંચ-દશ ભેગા થઈ ગયા કે નારા લગાવવા શરૂ કરી દે છે. અજૈન પ્રજાની દ્રષ્ટિમાં એ સારું લાગતું નથી. ધર્મની પ્રભાવના થતી નથી, પરંતુ ધર્મનો ઉપહાસ થાય છે. સમુદાયમાં જવાનું છે, શાન્તિથી જવાનું છે. મૌન રાખીને જવાનું છે. વિવેકથી ચાલવાનું છે અને મનમાં વિચાર પરમાત્માના રાખવાના છે. એવા વિચારો કરવા જોઈએ કે જિનભવનના દ્વારે પહોંચતાં તમારું હૃદય ભક્તિભાવથી છલકાઈ ઊઠે. પરમાત્માનાં દર્શન થતાં જ મનમયૂર નાચવા લાગી જાય ! જિનભવનમાં જઈને શોરબકોર કરવો ન જોઈએ. વિવેકથી, મધુર સ્વરે સ્તુતિપ્રાર્થના કરવી જોઈએ. સમુદાયમાં કરેલાં કમ સમુદાયમાં જ ભોગવાય છે? વિશાળ સ્નેહીવર્ગ સાથે યા પોતાના કુટુંબ સાથે જિનભવન જવા માટે ગ્રંથકાર કેમ કહે છે? તેનું મુખ્ય કારણ આ છેઃ સમુદાયમાં જે પુણ્યકર્મ બંધાય છે, તે કર્મ સમુદાયમાં ભોગવાય છે ! એ રીતે સમુદાયમાં જે પાપકર્મ બંધાય છે, એ પાપકર્મોનું ફળ એ સમુદાયમાં ભોગવાય છે ! એટલા માટે જ્ઞાની પુરુષોએ સામુદાયિક પાપ ન કરવાનો આદેશ - ઉપદેશ આપ્યો છે અને સામુદાયિક રૂપે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધર્મ કરવાનો આદેશ આપ્યો છે. કેટલાંક કાર્યોનાં કારણો પ્રત્યક્ષ દેખાતાં નથી. સિદ્ધાંતને આધારે કા૨ણનું અનુમાન કરવું પડે છે. અનુમાનથી એ સત્ય પ્રતીત થાય છે. - ગાડી પુલ ઉપરથી પસાર થતી હતી અને ગાડી નદીમાં પડી ગઈ; એક સાથે ૪૦૦ મુસાફરો નદીમાં ડૂબી ગયા. એક સાથે ૪૦૦ માણસો મર્યા. સમુદાયમાં મર્યા, કેમ ? કારણ કે એ ૪૦૦ માણસોએ ગત જન્મોમાં સામુદાયિક રૂપમાં હિંસા કરી હશે. શ્રાવકજીવન – આકાશમાં જમ્બો જેટ ઊડતું હતું. પ્લેનમાં બોંબ-વિસ્ફોટ થયો. પ્લેન સળગતું જમીન ઉપર આવીને પડ્યું. એક સાથે ૩૦૦ યાત્રીઓ મરી ગયા. મૃત્યુનું દુઃખ એકી સાથે કેમ આવ્યું ? કારણ કે એ ૩૦૦ યાત્રીઓએ ગત જન્મોમાં સામુદાયિક રૂપે કોઈ જીવને માર્યો હશે, મરાવ્યો હશે યા હિંસાની અનુમોદના કરી હશે. – ગંગાના પાણીમાં નૌકા તરી રહી હતી અને અચાનક ડૂબી ગઈ. ૧૦૦ યાત્રીઓ એકી સાથે ડૂબી ગયા. કેમ ? પૂર્વજન્મમાં એકી સાથે તે ૧૦૦ માણસોએ પાપ કર્યું હતું. એ પાપનું ફળ ભોગવવા એ બધા એક નૌકામાં એકત્ર થયા અને નૌકામાં ડૂબી મર્યા. – રાત્રિનો સમય હતો, નગર શાન્ત સૂતેલું હતું અને અચાનક ધરતીકંપ થયો. ઘરો પડી ગયાં, ધરતી ફાટી ગઈ અને નગરનાં ૫૦ હજાર માણસો માર્યાં ગયાં. એકી સાથે કેમ મરી ગયાં ? કારણ કે પૂર્વજન્મોમાં ૫૦ હજાર માણસોએ મળીને કોઈ ઘોર પાપ કર્યું હશે ! એ પાપક્રિયાની જ આ પ્રતિક્રિયા આવી અને ભૂકંપમાં ૫૦ હજાર મર્યા. – ગામમાં ડાકુ આવ્યા. એક ઘર ઉ૫૨ હુમલો કર્યો. સ્ટેનગનમાંથી ગોળીઓ વરસવા લાગી. એકી સાથે ઘરની ૧૦ વ્યક્તિ ભૂંજાઈ ગઈ. ૧૦નું મોત કેમ એકી સાથે આવ્યું ? પૂર્વજન્મમાં આ ૧૦ વ્યક્તિઓએ મળીને કોઈની હત્યા કરી હશે. દરેક ક્રિયાની પ્રતિક્રિયા આવે જ છે. વર્તમાન જન્મમાં નહીં તો બીજા જન્મમાં ! – કોલસાની ખાણમાં મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક આગ લાગી અને ૫૦ મજૂરો બળીને મરી ગયા. આવું કેમ થયું ? કારણ કે પૂર્વજન્મમાં આ ૫૦ માણસોએ કોઈ જીવને સળગાવીને મારી નાખ્યો હશે. એટલા માટે ત્રિકાળજ્ઞાની મહાપુરુષોએ કહ્યું છે કે સામુદાયિક પાપ ન કરો. સામુદાયિક પાપની અનુમોદના પણ ન કરો. સામુદાયિક પાપ તમે કઈ કઈ રીતે બાંધો છો તે બતાવું છું. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ભાગ - ૨ સામુદાયિક પાપકર્મ બાંધવાના પ્રસંગો : – દિલ્હીની તિહાર જેલમાં કોઈ અપરાધીને ફાંસી આપવામાં આવી. છાપામાં બીજે દિવસે તમે વાંચ્યું અથવા ટી.વી.ના પડદા ઉપર એ દ્રશ્ય જોયું. તમે ખુશી વ્યક્ત કરી, “આ દુષ્ટને ફાંસીની સજા થવી જ જોઈતી હતી. આ રીતે છાપું વાંચીને એક સાથે હિંસાની અનુમોદના કરનારાઓ સામુદાયિક પાપકર્મ બાંધી લે છે. સિનેમા જોવાય છે. એક સાથે સિનેમાગૃહમાં ૭૦૦-૮૦૦ જેટલા લોકો સિનેમા જુએ છે, તેઓ પડદા ઉપર એક દ્રશ્ય જુએ છે એક સૈનિક એક અપરાધીને મારે છે. જેનારાઓ ખુશ થાય છે. “સારું થયું, પકડાઈ ગયો અને મારી નાખવામાં આવ્યો.' આ રીતે સામુદાયિક પાપકર્મ બાંધવામાં આવે છે. - ૨00 ડાકુઓ ભેગા મળીને આખા ગામને સળગાવી મૂકે છે. હજારો માણસોની હત્યા કરે છે. આ ૨૦૦ ડાકુઓ સામુદાયિક પાપકર્મ બાંધે છે. – ૧૦ મિત્રોએ મળીને કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો, મારી નાખી, તે ૧૦ વ્યક્તિઓ સામુદાયિક પાપકર્મ બાંધે છે. – કોઈ મદારી સાપ અને નોળિયાને લડાવે છે. નોળિયો સાપને મારે છે. જોનારા ૧૦૦-૨૦૦ માણસો ખુશ થાય છે, તેઓ સામુદાયિક પાપકર્મ બાંધે છે. - પાંચ-સાત વ્યક્તિઓ મળીને ચોરી કરે છે, સામુદાયિક પાપકર્મ બાંધે છે. - T.V.ના પડદા ઉપર કેટલાય પ્રકારનાં પાપમય દ્રશ્યો આવે છે. એક સાથે લાખો કરોડો મનુષ્ય એ દ્રુશ્યોને જુએ છે અને સામુદાયિક પાપકર્મ બાંધે છે. – ટોળીઓ બાંધીને જે લોકો લડે છે તેઓ સામુદાયિક પાપકર્મો બાંધે છે. વર્તમાનકાળમાં સામુદાયિક પાપકર્મ બાંધવાનાં અનેક નિમિત્તો મળી જાય છે. • ટી.વી. લાખો લોકો એકી સાથે જુએ છે. • સિનેમા એક સાથે હજારો લોકો જુએ છે. • નાટક એક સાથે સેંકડો માણસો જુએ છે. ૦ રેડિયો એક સાથે હજારો માણસો સાંભળે છે. • છાપાં એક સાથે હજારો માણસો વાંચે છે. આ બધું જોતાં, સાંભળતાં અને વાંચતાં બધાને એક સાથે સારા-ખોટા વિચારો આવે છે ને ! સારા વિચારો આવે છે તો સામુદાયિક પુણ્યકર્મ બંધાય છે. ખરાબ વિચારો આવે છે તો પાપકર્મો બંધાય છે. પરંતુ વધારે પ્રમાણમાં તો ખરાબ વિચારો Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રાવકજીવન આવતા હશે, કારણ કે મોટા ભાગે સિનેમા બને છે “સેક્સી” અને મારફાડનાં ! નાટકો પણ મોટે ભાગે એવાં જ બની રહ્યાં છે. છાપાઓમાં હિંસાના, ચોરીના, વ્યભિચારના અને રાજનૈતિક કપટજાળના જ સમાચાર મુખ્ય રૂપમાં આપવામાં આવે છે. રેડિયો ઉપર કેવાં ગીતો પ્રસારિત થાય છે ? કેવા સમાચાર પ્રસારિત થાય છે ? એ સાંભળીને તમારા મનમાં કેવા વિચારો આવે છે ? કર્મબંધનો આધાર વિચારો ઉપર છે. અમે લોકો તમને ટી.વી., સિનેમા, નાટક જોવાની ના કેમ પાડીએ છીએ ? તમે સમજી ગયા ને ? અમને ટી.વી.થી કોઈ દ્વેષ નથી. સિનેમા-નાટક માટે રોષ નથી, પરંતુ મનમાં તમારા લોકોની ચિંતા રહે છે. તમે લોકો પાપકર્મ બાંધી ન લો એની ચિંતા છે. : સભામાંથી ટી.વી. ઉપ૨ જોવાલાયક ઘણું ઓછું આવે છે. પરંતુ ઘરમાં ટી.વી. હોવાથી જોવાની ઇચ્છા થઈ જાય છે. મહારાજશ્રી : તમે લોકોએ જ ઘરમાં ટી.વી. વસાવ્યાં છે ને ? તમારી ઇચ્છા નહીં હોય તો તમારી શ્રીમતીજીની હશે, અથવા બાળબચ્ચાંની તીવ્ર ઇચ્છા હશે. એનાથી લાભ કેટલો થાય છે, નુકસાન કેટલું થાય છે, તેનો વિચાર કર્યો છે ? અનુકરણ શરૂ થઈ ગયું. અંધ અનુકરણ શરૂ થઈ ગયું છે. સંસ્કારોની દૃષ્ટિથી, કર્મબંધની દૃષ્ટિથી, મનની સ્વસ્થતાની દૃષ્ટિએ કદી વિચારો છો ખરા ? આજે તો હું તમને સામુદાયિક પાપકર્મના બંધનના વિષયમાં સામુદાયિક પુણ્યકર્મના બંધનના વિષયમાં વિચારવા માટે કહી રહ્યો છું. સમૂહમાં જે ક્રિયા થાય છે તે પ્રાયઃ તીવ્ર ભાવથી થાય છે, અને તેથી જ કર્મબંધ પણ તીવ્ર થાય છે. સમૂહમાં ધર્મ-આરાધના કરતા રહો ઃ જો તમારે પુણ્યકર્મ-શુભ કર્મ તીવ્રતાથી બાંધવાં છે તો તમે કેટલીક ધર્મક્રિયાઓ સમૂહમાં કરો. ભાવોલ્લાસ વધશે અને તીવ્ર કોટિનું સામુદાયિક શુભ કર્મ બંધાતું જશે. એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સમૂહમાં જિનભવને જવાનું રાખો. સભામાંથી સાથે જિનમંદિરમાં જવું એ સમયની દૃષ્ટિએ બેસતું જ નથી. કોઈ સવારે પાંચ વાગે જાગે છે, કોઈ છ વાગે, તો કોઈ સાત-આઠ વાગે જાગે છે ! કોઈ મંદિરે જવું પસંદ કરે છે તો કોઈ પસંદ નથી કરતું, શું કરીએ ? : મહારાજશ્રી ઃ તમને અનુકૂળ પરિવાર કેમ મળ્યો નથી, એ વિષયમાં કદી તમે વિચાર્યું છે ? કારણ કે પૂર્વજન્મમાં પરિવાર સાથે મળીને ધર્મ કર્યો નથી. મળીને Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૯૩ શુભ કાર્યો કર્યો નથી. એટલે જ અહીં સરખી ધર્મ-રુચિવાળો પરિવાર મળ્યો નથી. તમારા પાપકર્મનો ઉદય છે. સભામાંથીઃ હવે કરીએ? મહારાજશ્રી: પાપકર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરો, તપ કરો, ધ્યાન કરો, દાન આપો. શીલનું પાલન કરો. ક્રોધાદિ કષાયો ઓછા કરો. જ્યારે પણ સામુદાયિક ધર્મ-આરાધના થાય તો તમે એમાં જોડાઓ. - સમૂહમાં તીર્થયાત્રા થતી હોય તો એ સંઘમાં તમે સંમિલિત થઈ શકો છો. – સમૂહમાં પરમાત્મભક્તિ થતી હોય, પૂજા-મહાપૂજા થતી હોય, તો તેમાં તમે સંમિલિત થઈ શકો છો અને પરમાત્મભક્તિ પણ કરી શકો છો. સમૂહમાં કોઈ તપ-જપનું અનુષ્ઠાન થતું હોય તો તમે પણ સૌની સાથે એ અનુષ્ઠાનની આરાધના કરી શકો છો. - કેટલાંક વર્ષોથી આપણા જૈનસંઘોમાં - ગામેગામ સામુદાયિક નવકાર મંત્રના જાપની આરાધનાઓ થાય છે. પાર્શ્વનાથ ભગવાનના, સીમંધર સ્વામી ભગવાનના અઠ્ઠમ તપની સામૂહિક આરાધનાઓ થાય છે. સામુદાયિક સિદ્ધિતપ, શ્રેણીતપ, વરસીતપ વગેરે તપશ્ચર્યાઓ થાય છે. નવપદજીની ઓળીની આરાધના સમૂહમાં થાય છે. તમારાથી જેટલી શક્ય હોય તેટલી આરાધના કરી શકો છો. - પરમાત્મભક્તિના મહોત્સવો ગામેગામ થવા લાગ્યા છે. મોટા શહેરોમાં કોઈ ને કોઈ જગાએ મહોત્સવો ચાલતા રહે છે. પહોંચી જાઓ ત્યાં અને સમૂહ ભક્તિમાં સામેલ થઈ જાઓ. તમે જાતે આટલા મહોત્સવો નહીં કરી શકો ! સહજ રૂપથી થતા હોય તો લાભ લઈ લેવો જોઈએ. - સમૂહની સાથે બેસીને સદ્દગુરુનો ઉપદેશ સાંભળી શકો છો. - સમુદાયમાં બેસીને “સ્વામિવાત્સલ્ય” ભોજન કરી શકો છો. સામુદાયિક ધર્મક્રિયાઓનો વિરોધ ન કરો: હા, એક સાવધાની રાખવી જોઈએ. કેટલાક વર્ષોથી કેટલાક લોકો જેઓ "સામુદાયિક કર્મબંધ”નો સિદ્ધાંત સમજતા નથી, તેઓ વિરોધ કરે છે આવી સામુદાયિક ધર્મક્રિયાઓનો. સ્વયં તો કરતા નથી, કરાવતા નથી, પણ બીજા જેઓ કરે છે તેમની નિંદા કરે છે. "આટલા બધા પરમાત્મભક્તિના મહોત્સવો ન કરવા જોઈએ, આ પૈસાનો દુર્ભય છે. આટલાં બધાં "સ્વામિવાત્સલ્ય” ન કરવાં જોઈએ, પૈસાનો દુર્વ્યય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રાવકજીવન આટલા બધા સંઘો પણ ન કાઢવા જોઈએ, પૈસાનો દુર્વ્યય છે.” નિંદા કરનારાઓ સમજતા નથી કે તેઓ પોતાની બુદ્ધિનો દુર્વ્યય કરી રહ્યા છે. તેમને પાપક્રિયાઓનો વિરોધ કરવો સૂઝતો નથી! તેમને ધર્મક્રિયાઓની આલોચના કરવી જ પસંદ પડે છે! તેઓ એવાં પાપકર્મો બાંધે છે કે જ્યારે એ પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે - તેમને પ્રતિકૂળ પરિવાર મળશે. - ઘરનાં જ માણસો એમની નિંદા કરશે. - સમાજમાં અપ્રિય બનશે. – ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જશે. – ક્રોધાદિ કષાયો તીવ્ર થશે. - નિર્ધનતા, દુર્બળતા અને દીનતાનો શિકાર બનશે. એટલા માટે કહું છું કે સામુદાયિક આરાધનામાં તમારે સામેલ ન થવું હોય તો ન થાઓ, પરંતુ નિંદા કદીય ન કરો. બુદ્ધિમત્તા હોય તો અનુમોદના કરવી. સામુદાયિક ધર્મ-આરાધનાનું મહત્ત્વ ગંભીરતાથી વિચારવું. ઊંડાણમાં જઈને વિચારવું. કરવું-ન કરવું એ તમારી શક્તિ પર નિર્ભર છે. પરંતુ એ ધર્મક્રિયાની ઉપાદેયતાનો સ્વીકાર તો કરવો જ પડશે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી સમૂહક્રિયાનું મહત્ત્વ સમજવું. "કર્મબંધની દ્રષ્ટિએ સામુદાયિક ક્રિયાનું મહત્ત્વ સમજવું. સમજ્યા-વિચાર્યા વગર વિરોધનો ઝંડો લઈને બૂમો પાડવી એ મૂર્ખતા છે. સામુદાયિક પાપક્રિયાઓનો વિરોધ કરો વિરોધ જ કરવો હોય, વિરોધ કરવામાં તમને આનંદ આવતો હોય, તો એવી પાપક્રિયાઓનો વિરોધ કરો કે જે સામુદાયિક રૂપમાં થાય છે ! પરંતુ એ લોકો આ વિરોધ નહીં કરે, કારણ કે એમાં પોતે જ સામેલ હોય છે. - સમૂહમાં બેસીને સિનેમા જોશે. - સમૂહમાં બેસીને ટી.વી. જોશે. - સમૂહમાં બેસીને હોટલમાં પાર્ટી-ભોજન કરશે. - સમૂહમાં બેસીને જુગાર રમશે. - સમૂહમાં બેસીને શરાબ પશે. – લગ્નોત્સવમાં સામેલ થશે. - પિકનિક-પાર્ટીઓમાં સામેલ થશે. - સામુદાયિક તોફાનોમાં સામેલ થશે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૫ સભામાંથી : ના જી ! તોફાનનું નામ સાંભળીને જ ઘ૨માં ઘૂસી જઈએ છીએ ! ભાગ - ૨ મહારાજશ્રી ઃ કારણ કે તમે લોકો બોલવામાં જ શૂરવી૨ છો ! કષ્ટ સહન કરવામાં કાયર છો ને ? મારામારીનાં તોફાનોમાં સામેલ નહીં થાઓ, પરંતુ શબ્દના તોફાનોમાં ને તકરાર કરવામાં સામેલ થાઓ છો. મારું કહેવું એ છે કે તમે સામુદાયિક ધર્મક્રિયાઓનો વિરોધ ન કરો. વિરોધ કરવો જ હોય તો પાપક્રિયાઓનો કરો. સભામાંથી : માની લીધું કે સામુદાયિક ધર્મક્રિયાની નિંદા ન કરવી જોઈએ. પરંતુ જ્યારે સામુદાયિક ધર્મક્રિયા કરનારાઓમાં વિવેક, શિસ્ત, અનુશાસન વગેરેનો અભાવ જોઈએ છીએ ત્યારે ત્યાં જવાની ઇચ્છા થતી નથી. મહારાજશ્રી : આ વાત હું પણ સ્વીકારું છું. આપણે ત્યાં ઉત્સવ-મહોત્સવમાં આ વિકૃતિ તો પ્રવેશી ચૂકી જ છે. વિવેકપૂર્ણ વ્યવહાર નથી રહ્યો, અનુશાસન નથી રહ્યું. શાન્તિનાં બોર્ડ લગાવે છે, પરંતુ લોકોને શોર મચાવવામાં જ મજા પડે છે. ધક્કામુક્કી કરવામાં શરમ નથી આવતી. લડવા-ઝઘડવામાં લાજ આવતી નથી. આ બધું કરતી વખતે તેમને એ ભાન રહેતું નથી કે તેઓ સામુદાયિક ધર્મક્રયાઓનું અવમૂલ્યન કરી રહ્યા છે. ― સામુદાયિક ધર્મક્રયાઓને શુદ્ધ કરો ઃ મંદિરમાં પૂજા-મહાપૂજા ભણાવતી વખતે સર્વે સ્ત્રી-પુરુષો પાસે પૂજાની ચોપડીઓ હોવી જોઈએ. બધાએ મધ્યમ સૂરમાં પૂજા ગાવી જોઈએ. પરસ્પર વાતો ન ક૨વી જોઈએ. ખૂબ નાનાં બાળકોને લાવવાં ન જોઈએ. મંદિરમાં પૂજા વખતે બાળકોને રમવા દેવાં ન જોઈએ. પ્રભાવના લેવા માટે લાઈનથી મંદિરની બહાર નીકળવું જોઈએ. પ્રભાવના લેનાર-આપનારે પરસ્પર વિવેક રાખવો જોઈએ, ધક્કામુક્કી ન કરવી જોઈએ. સ્વામિવાત્સલ્ય - ભોજનમાં વિવેક ખૂબ જરૂરી છે. સ્વામિવાત્સલ્ય બપોરે રાખવું જોઈએ, જેથી રાત્રિભોજનનો દોષ ન લાગે. સ્વામિવાત્સલ્યમાં મૌન રહીને ભોજન કરવું જોઈએ. એંઠું મૂકવું ન જોઈએ. જગા નાની હોય, બધા એક સાથે બેસી શકે તેમ ન હોય, તો ક્રમશઃ પંગતમાં બેસવું જોઈએ. પહેલાં બાળકોની અને પછી સ્ત્રીઓની પંગત ભોજન કરી લે, પછી પુરુષો ભોજન માટે બેસે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રાવકજીવન - જે દિવસે સ્વામિવાત્સલ્ય હોય તે દિવસ માટે પણ સાચા જૈન બનવું જોઈએ. એટલે કે એ દિવસે જિનમંદિરમાં પૂજા કરવી, એ દિવસે રાત્રિભોજન ન કરવું, એ દિવસે કંદમૂળ ન ખાવાં, બ્રહ્મચર્યનું પાલન કરવું. એ દિવસે કોઈ પણ સાધર્મિક સાથે લડાઈ-ઝઘડો ન કરવો. આ પ્રકારે સ્વામિવાત્સલ્ય કરીને અનુભવ કરો. કેટલો આનંદ આવે છે અને પરસ્પર સાધર્મિક પ્રેમ કેટલો વધે છે. - સંઘયાત્રામાં અનુશાસનનું, શિસ્તનું પાલન હોવું અનિવાર્ય છે. • બને ત્યાં સુધી પગપાળા સંઘયાત્રામાં સામેલ થવું. ૦ પગપાળા યાત્રા સંઘમાં સાધુ-સાધ્વીજી સાથે હોવાથી યાત્રીઓની ધર્મ આરાધના સારી થાય છે અને શિસ્તનું પાલન સારું થાય છે. - વાહનોમાં (બસ, ટ્રેઈનોમાં) જેઓ તીર્થયાત્રા કરવા જાય છે, એમાં ધર્મ આરાધના ગૌણ હોય છે. પિકનિક જેવું વાતાવરણ હોય છે. તીર્થસ્થાનોમાં જઈને રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન ન કરવું જોઈએ. ધર્મશાળામાં જુગાર ન રમવો જોઈએ. ખાવા-પીવામાં અને આરામમાં સમય વ્યતીત ન કરવો જોઈએ. પરમાત્માનાં દર્શન-પૂજન અને ભક્તિ કરવી જોઈએ. સાધુપુરુષોનાં પ્રવચનો સાંભળવાં જોઈએ. સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું જોઈએ. ધર્મધ્યાનમાં મનને જોડવું જોઈએ. પર્વોના દિવસોમાં ઉપાશ્રયમાં શિસ્ત અને શાન્તિ જાળવવી આવશ્યક છે. • ખાસ કરીને પર્યુષણ પર્વના દિવસોમાં ખૂબ શાન્તિથી પ્રવચનો સાંભળવાં. • ધર્મક્રિયાઓ શાન્તિ અને સમતાપૂર્વક કરવી. જેમને ધર્મક્રિયા ન આવડતી હોય, તેમને પ્રેમથી શીખવો. • પ્રવચન સમયે એવી વાતો સંઘમાં ન કરો કે જેથી ઝઘડા થાય. ૦ પ્રતિક્રમણ સમયે પણ એવી વાતો ન કરવી કે જેથી પરસ્પર વેર-વિરોધ વધે. સામુદાયિક ધર્મ-આરાધનાઓ એ રીતે થવી જોઈએ કે બધા લોકોને તેમાં સંમિલિત થવાની પ્રેરણા મળે. જુઓ, અહીં પૂરો ઉપાશ્રય ભરેલો છે. કેટલી શાન્તિ છે ? તો તમે શાન્તિથી પ્રવચન સાંભળી શકો છો. પ્રવચન શાન્તિથી સંભળાય છે. એટલા માટે તો વધારે લોકો સાંભળવા આવે છે. મેં પર્યુષણ-પૂર્વના પછી એક ભાઈને પૂછ્યું: “મેં તમને પર્યુષણના દિવસોમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ વ્યાખ્યાનમાં જોયા નહીં શું ગામમાં ન હતા?” તેમણે જવાબ આપ્યો “હું ગામમાં જ હતો, પરંતુ પર્યુષણ-પર્વમાં ઉપાશ્રયમાં નથી આવતો. કારણ કે ઘણી ભીડ હોય છે, શોરબકોર હોય છે, પ્રવચન સંભળાતું નથી.” આવા અનેક લોકો છે કે જેઓ પર્યુષણમાં પ્રવચન સાંભળવા ઉપાશ્રયમાં આવતા નથી. જ્યાં કોઈ હોલમાં કોઈ વિદ્વાનનું પ્રવચન હોય છે તો ત્યાં સાંભળવા ચાલ્યા જાય છે. ત્યાં તેમને " કલ્પસૂત્ર” જેવો પવિત્ર ગ્રંથ સાંભળવા મળતો નથી. એટલા માટે ધર્મસ્થાનોમાં શાન્તિ રાખવી ખૂબ આવશ્યક છે. – એક મહત્ત્વપૂર્ણ સામુદાયિક ધર્મક્રિયાની વાત કરીને પ્રવચન પૂર્ણ કરીશ. આપણા જૈનસંઘોમાં ઉપધાન તપની સામુદાયિક ધર્મ-આરાધના થાય છે. અંતિમ સમયમાં ૨૦-૨૫ વર્ષથી ઠેર ઠેર, નગર-નગરમાં ઉપધાન તપની આરાધના થાય છે. ધીરે ધીરે આ આરાધનામાં અનેક વિકૃતિઓ પ્રવેશી ગઈ જો કે આ તપ સરળ નથી, કઠિન છે. ૪૭ દિવસની તપશ્ચયીમાં સ્નાન કરવાનું હોતું નથી. કપડાં ધોવાનાં હોતાં નથી. બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. કોઈ ધંધો કરવાનો હોતો નથી. પૌષધવ્રતમાં રહેવાનું હોય છે. પરંતુ જે જે દિવસે નવી (એકાસણું) કરવાની હોય છે, તે દિવસે ખાવા-પીવાની જ વાતો મુખ્ય હોય છે. કેટકેટલી મિઠાઈઓ બને છે અને કેટકેટલી બીજી વસ્તુઓ બને છે? નીવીમાં ૨૫-૩૦ વસ્તુઓ બને છે. સ્વાદવૃત્તિ પ્રબળ બની જાય છે. એટલા માટે પ્રથમ વાત તો એ છે કે નીવીમાં "દ્રવ્ય સંક્ષેપ” કરવો આવશ્યક છે. એટલે કે વધારેમાં વધારે ૧૦-૧૫ વસ્તુઓ જ બનવી જોઈએ. બીજી વાત છે ભાષા સમિતિની બોલવાની, વાતો કરવાની મયદા બાંધવી જોઈએ. ઉપવાસના દિવસે, સ્નેહી-સ્વજન-મિત્ર મળવા આવે છે ઉપધાનના તપસ્વીઓને. બે-ત્રણ કલાક સુધી વાતોનો-સાંસારિક વાતોનો ક્રમ ચાલ્યા કરે છે. શું બોલવું, શું ન બોલવું આનો વિવેક મોટે ભાગે જોવા મળતો નથી. સાવદ્ય-પાપમય વાતો પણ કરી લે છે. ઉપધાનતપ કરાવનારા ગુરુ-સાધુપુરુષ મના કરે છે, છતાં પણ ગુવજ્ઞાની ઉપેક્ષા કરીને વાતો કરે છે. ત્રીજી વાત છે પ્રલોભનની. લોકો જુએ છે, "ઉપધાન કોણ કરાવે છે? પ્રભાવના ક્યાં વધારે મળી શકે તેમ છે !” એટલે કે પ્રલોભનથી ઉપધાનની સંખ્યા વધી જાય છે અને ઉપધાનમાં પ્રવેશ આપવાની યોગ્યતા જોવામાં આવતી નથી. ચોથી વાત છે પ્રમાદની. ઉપવાસ થાય છે, બપોરે એક-બે કલાક સૂઈ જાય Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રાવકજીવન છે! નીવી કર્યા પછી પણ એક-બે કલાક આરામ કરી લે છે. રાત્રિમાં પણ ૭૮ કલાક ઊંઘ લઈ લે છે. આ ચાર મુખ્ય વિકૃતિઓ છે. તે દૂર કરી નાખવામાં આવે તો આ તપશ્ચય વાસ્તવમાં મનુષ્યનું ઊર્ધીકરણ કરી શકે છે. તપશ્ચર્યાનું સાચું ફળ તેને મળી શકે ઉપસંહાર : સામુદાયિક ધર્મક્રિયાઓ તરફ આધુનિક શિક્ષિત સ્ત્રી-પુરુષોનું આકર્ષણ વધી શકે, જો વિકૃતિઓ દૂર થઈ જાય તો. સમુદાયમાં જિનભવનમાં જવાની વાત કરવામાં આવી છે, તે મહત્ત્વપૂર્ણ છે. માત્ર "શો” કરવાનો નથી. આપણા ભાવોલ્લાસને વધારવા માટે આ વિધાન છે, વાત છે. આપણાં પુણ્યકર્મોને તીવ્રતાથી બાંધવા માટે આ વિધાન છે. પોતાના પરિવારના માણસોને પ્રેમથી સમજાવો : "પ્રતિદિન આપણે દેહશુદ્ધિ કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જિનભવન જઈએ. ખૂબ આનંદ આવશે. આપણો સ્નેહ પણ પરસ્પર પ્રગાઢ બનશે. તમે લોકો સવારે ૫-૬ વાગે નિદ્રાનો ત્યાગ કરો તો આપણે સાથે જિનભવન જઈ શકીએ. સાથે દર્શન-પૂજન કરી શકીએ.” તમારા પુણ્યનો ઉદય હશે, તો તમારી વાત ઘરના માણસો માનશે. આજે, બસ આટલું જ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : ૩૨ ) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી છે. સવારથી સાંજ સુધી શ્રાવક-શ્રાવિકાઓએ શું-શું કરવું જોઈએ - એ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે ! • જાગતાં જ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું. • શારીરિક હાજતોથી મુક્ત થવું સ્નાનાદિથી દેહશુદ્ધિ કરવી. પુષ્પ, ધૂપ, દીપ, અક્ષતાદિથી જિનપ્રતિમાની પૂજા કરવી. ૦ ચૈત્યવંદન કરવું. માતાપિતા વગેરે ગુરુજનોને વંદના કરવી. • પ ન્માણ કરવું. પોતપોતાની આર્થિક સંપત્તિ-શક્તિ અનુસાર સમુદાય સાથે જિનભવને જવું. આટલું કહ્યા પછી જિનભવનમાં વિધિપૂર્વક પ્રવેશ કરવાનું ગ્રંથકારે કહ્યું છેઃ વિધિનાનુપ્રવેશ: ૪ળા બે શબ્દોમાં જ ગ્રંથકારે ઘણી વાતો કહી દીધી છે ! એ વાતોનું વિવેચન કરવા પૂર્વે એક સ્પષ્ટીકરણ કરવા ઈચ્છા રાખું છું. સવારમાં પ્રતિક્રમણનું વિધાન કેમ નહીં? કાલે બપોરે એક ભાઈએ મારી પાસે આવીને પૂછ્યું કે "સવારમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન "ધર્મબિંદુ”માં કેમ નથી ?” મેં કહ્યું “ધર્મબિંદુ”માં નથી તેવી રીતે આ જ ગ્રંથકારનો બીજો ગ્રંથ "પંચાશક” છે, તેમાં પણ પ્રતિક્રમણનું વિધાન નથી. ત્યાં પણ પ્રભાતિક કાર્યો બતાવવામાં આવ્યાં છે. પરંતુ બીજા ગ્રંથોમાં સવારમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. શ્રાદ્ધવિધિ“નામે ગ્રંથમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીએ લખ્યું છે: नवकारेण विषुद्रो सरेइसो सकुलधम्मनियमाई । पडिकमिअ सुई पूइअ गिहे जिणं कुणइ संवरणं ॥५॥ આનો અર્થ છે - નવકાર મંત્રના સ્મરણની સાથે જાગૃત થયેલો શ્રાવક પોતાના કુળધર્મોને નિયમાદિને યાદ કરે છે. પછી પ્રતિક્રમણ કરે છે. તે પછી પવિત્ર થઈને Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૦૦ જિનમંદિરમાં (ગૃહમંદિરમાં) જિનપૂજા કરીને પચ્ચષ્માણ કરે છે. "ધર્મબિંદુ" અને "પંચાલક"માં આચાર્ય હરિભદ્રસૂરિજીએ સવારમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન કેમ કર્યું નથી, એ પ્રશ્ન છે. પરંતુ ગ્રંથકારે “પ્રયત્નવૃત્તાવસ્થ” જે લખ્યું છે, તેમાં “આવશ્યક” શબ્દ છે. એ શબ્દથી “ષડાવશ્યક રૂપ પ્રતિક્રમણનો અર્થ નીકળી શકે છે. એટલે કે ટીકાકાર આચાર્યદવે ટીકામાં આ અર્થ કાઢ્યો નથી. ઠીક છે, પ્રતિક્રમણ કરવાનો નિષેધ કર્યો નથી તેથી એ કરવું જોઈએ. જિન ભવનમાં પ્રવેશ કરવાનો વિધિ : આજે મારે તમને જિનભવનમાં પ્રવેશથી શરૂ કરીને સંપૂર્ણ પૂજાવિધિ બતાવવી છે. પરમાત્મપૂજન કરનારા તમે લોકો મોટે ભાગે પૂજાવિધિ જાણ્યા વગર ગતાનુગતિક ઢંગથી પૂજાવિધિ કરો છો. શું તમે કદી કોઈ જ્ઞાની પુરુષ પાસે બેસીને પૂજાવિધિ શરૂ કરી હતી ? નહીં ને? એટલે કેટલીક અવિધિઓએ વિધિનું રૂપ લઈ લીધું છે. આજે તમે સંપૂર્ણ પૂજાવિધિ સાંભળજો, ત્યારે તમને વિધિ-અવિધિનું જ્ઞાન થઈ જ જશે. * જિનમંદિરમાં પ્રવેશ કરતી વેળાએ પાંચ પ્રકારના વિનય-વિવેકનું પાલન કરવું જોઈએ. જો તમારી પાસે પરમાત્માને સમર્પણ કરવા માટે ફળ હોય તો તમે મંદિરમાં લઈ જઈ શકો છો, પરંતુ એ ફળ સિવાય અન્ય ફળ, તાંબુલ-મુખવાસ વગેરે લઈને મંદિરમાં ન જવું જોઈએ. જોડા મંદિરની બહાર રાખવા જોઈએ. પાસે કોઈ શસ્ત્ર હોય તો બહાર મૂકવું જોઈએ. ઉચિત અલંકારો પહેરીને મંદિરમાં જઈ શકો છો. શરીર ઉપર બે વસ્ત્રો જોઈએ. એક અધોવસ્ત્ર, બીજું દુપટ્ટો. પરમાત્મપૂજાનો આ જ યુનિફોર્મ છે - ધોતી અને દુપટ્ટો. પાયજામો અને શર્ટ પહેરીને પૂજા ન કરવી જોઈએ. આ નિયમ પુરુષો માટે છે. મહિલાઓએ પોતાનાં શુદ્ધ પણ જેનાથી પોતાના શરીરની મર્યાદા જળવાય એવાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. પરમાત્માનાં દર્શન થતાં જ "નમો જિણાણ” બોલીને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને વંદન કરવું. બીજ વિચારોને મનમાંથી કાઢી નાખીને, પરમાત્મામાં મનને જોડવું. એકાગ્ર કરવું. જો કે જ્યારથી ઘરમાંથી બહાર નીકળ્યા, ત્યારથી મનને પરમાત્મામાં જોડવાનું છે. બીજા વિચારોથી મનને મુક્ત રાખવાનું છેપાપના વિચારો તો કરવાના જ નથી. શુભ વિચારો પણ કરવાના નથી. માત્ર પરમાત્માના જ વિચારો Page #107 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૦૧ કરવાના છે. ભક્તિપૂર્ણ દયથી કરવાના છે. આવા વિચારો કરતાં કરતાં જિનભવન પહોંચશો. પરમાત્માને જોતાં જ રોમાંચ થશે ! આંખોમાં હર્ષનાં અશ્રુ ઊભરાઈ આવશે. સ્વર ગદગદિત થઈ જશે ! "નિસહિ” બોલીને પ્રવેશ કરવો : મંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતી વખતે "નિસહિ” બોલવું જોઈએ. આ બોલીને તમે સ્વેચ્છાથી પ્રતિજ્ઞા કરો છો કે - “હવે હું મન, વચન, કાયાથી ગૃહવિષયક પ્રવૃત્તિ નહીં કરું.” એટલે કે મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યા પછી ઘર, દુકાન યા પરિવારના વિચારો ન કરવા જોઈએ. તે સંબંધમાં વાતો ન કરવી જોઈએ અને તદ્વિષયક કોઈ કાર્ય પણ ન કરવું. ત્રણ પ્રદક્ષિણા કરો: મંદિરમાં પ્રવેશ કર્યા પછી જો મૂળ ગભારાની પ્રદક્ષિણા કરવાની સુવિધા હોય તો ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. સભામાંથી ત્રણ જ કેમ ? મહારાજશ્રી : કારણ કે પરમાત્મા પાસેથી ત્રણ તત્ત્વો પામવાનાં છે - જ્ઞાન, દર્શન અને ચારિત્ર ! આ રત્નત્રયી પામવાનું આપણું ધ્યેય હોવું જોઈએ. ત્રણ પ્રદક્ષિણા ત્રણ તત્ત્વો પામવાના ધ્યેયથી કરવાની છે. પ્રદક્ષિણા આપણી ડાબી તરફથી અને પરમાત્માની ક્મણી તરફથી શરૂ કરવી જોઈએ. પૂજનસામગ્રીનો થાળ હાથમાં લઈને, પરિવાર સાથે ગંભીર અને મધુર સ્વરમાં સ્તવના કરતાં, જીવરક્ષાનો ઉપયોગ રાખીને મનમાં પરમાત્માના ગુણોનું ચિંતન કરતાં ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રદક્ષિણાનો આરંભ કરતી વખતે તમે સમવસરણની કલ્પના કરો. જેમ કે તમે સમવસરણમાં જઈને ચતુર્મુખપરમાત્માને પ્રદક્ષિણા આપી રહ્યા છો, એવી કલ્પના કરો. ત્રણ વાર પ્રણામ કરો: પ્રદક્ષિણા આપ્યા પછી પરમાત્માની સામે ઊભા રહીને બે હાથ જોડો. માથું નમાવો. કમરમાંથી અધનમી જાઓ. ત્રણ વાર નમો અને ભાવપૂર્ણ હૃયથી સ્તુતિ કરો. બાદમાં દુપટ્ટાથી મુખકોશ બાંધીને, બીજી "નિસીહિ” બોલીને ગભારામાં પ્રવેશ કરો. મુખ અને નાકથી નીકળતા નિઃશ્વાસને રોકવા માટે મુખકોશ બાંધવાનો છે. જિનપ્રતિમા ઉપર જે વાસી પુષ્પો છે તેને મોરપિચ્છથી ઉતારી નાખો. ગર્ભગૃહની ઉપયોગથી સફાઈ કરો. ત્યારબાદ જળપૂજા કરવી જોઈએ. ગ્રંથકારે કહ્યું છે તોપથાર ૪૮ હવે આ વાત સમજાવું છું. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રાવકજીવન અંગપૂજા કરવી? જળપૂજા કરતી વખતે ચિંતન કરવું કે "હે પ્રભુ ! આપનો જન્મ થતાંની સાથે જ ઈન્દ્ર આપને મેરુ પર્વત ઉપર લઈ ગયા અને તેમણે આપને રત્નજડિત સુવર્ણકલશોથી સ્નાન કરાવ્યું! એ સમયે જેમણે આપનાં દર્શન કર્યા તે ધન્ય બની ગયા ! સોના, ચાંદી યા કોઈ પણ સારી ધાતુના બનાવેલા કલશમાં સ્વચ્છ પાણી ભરીને જિનપ્રતિમા ઉપર અભિષેક કરવો. અભિષેક કરતી વખતે ત્રણ કામ ન કરવાં? ૧. શરીરે ખણવું નહીં, ૨. ઘૂંકવું નહીં, ૩. સ્તુતિ-સ્તોત્ર આદિ બોલવાં નહીં. મૌન રહીને અભિષેક-પૂજા કરવાની છે. સભામાંથીઃ આજકાલ તો લોકો અભિષેક કરતાં ગાય છે ! વાતો ય કરે છે. મહારાજશ્રી ઃ અવિધિ છે. ગાવાનું નથી. વાતો પણ કરવાની નથી. દ્ધયમાં ભક્તિનો ભાવ હોવો જોઈએ. મનને પરમાત્મા સાથે જોડવાનું છે. પ્રતિમાને કેવી રીતે સાફ કરો છો ? : તે પછી કોમળ અને સુગંધી વસ્ત્રથી જિનપ્રતિમાને સાફ કરવી. અંગ-ઉપાંગમાં ક્યાંય પાણી ન રહે તેવી રીતે સાફ કરવી. જેમ માતા પોતાના નાના બાળકને સ્નાન કરાવીને તેનું શરીર લૂછે છે, એ રીતે કોમળ હાથોથી પ્રતિમા સાફ કરવી. કેટલાક અજ્ઞાની અને અવિવેકી લોકો પહેલવાનની માફક મૂર્તિના બંને બગલમાં વસ્ત્ર નાખીને મૂર્તિને એવી રીતે ઘસે છે કે મૂતિ કદાચ ગાદી ઉપરથી ઊખડી જાય ! કોઈ વાર મૂર્તિના ગળામાં કપડું નાખીને એવી રીતે ઘસે છે કે મૂર્તિનું મસ્તક અલગ થઈ જાય! કેટલાંક મંદિરોમાં મેં જાતે એ રીતે મૂર્તિને સાફ કરતા લોકોને જોયા છે, તેમને સમજાવ્યા પણ છે. પ્રતિમા લૂછવાનાં વસ્ત્ર સ્વચ્છ, મુલાયમ અને સુગંધી હોવાં જોઈએ. તમારા મંદિરમાં કેવાં અંગ-લૂછણિયાં રાખો છો? તમારા શરીરને લૂછવા કેવો ટુવાલ રાખો છો ? કંઈક વિચારો અને સુધારો કરો. અભિષેકપૂજા-પ્રક્ષાલપૂજા તમારે જાતે કરવી જોઈએ. પ્રતિમાને સાફ-સ્વચ્છ પણ તમારે જાતે જ કરવી જોઈએ. પૂજારી પાસે એ કામ ન કરાવવું જોઈએ. પ્રતિમાને સાફ-સ્વચ્છ કર્યા પછી ચંદન-કેસરથી પૂજા કરવી, પરમાત્માના નવ અંગો ઉપર પૂજા કરવી જોઈએ. કેસર-ચંદન સુગંધયુક્ત હોવું જોઈએ. સભામાંથી કેટલાક લોકો પ્રતિમાજીની છાતી ઉપર અને ગળામાં ઘણાં બધાં તિલક ચંદનથી-લાલ કેસરથી કરે છે ! Page #109 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૦૩ મહારાજશ્રી ઃ એવું ન કરવું જોઈએ. નવ અંગો ઉપર જ પૂજા કરવી જોઈએ. કેસર-ચંદનથી પૂજા કર્યા પછી સુગંધયુક્ત ગુલાબ, જૂઈ, મોગરો વગેરે પુષ્પો ચડાવવાં જોઈએ. એટલે કે ભાવથી પુષ્પપૂજા કરવી જોઈએ. સુગંધયુક્ત વાસચૂર્ણથી પણ પૂજા કરવી જોઈએ. ચંદન-પુષ્પો વગેરેથી પૂજા એવી રીતે કરવી જોઈએ કે જેથી પ્રતિમાજીનું મુખ ઢંકાઈ ન જાય, આંખો બંધ થઈ ન જાય. તમારે એ રીતે પૂજા કરવી જોઈએ કે જેથી દર્શન કરનારાઓને હર્ષ થાય - આનંદ થાય. આ રીતે અંગપૂજા કરીને ગર્ભગૃહમાંથી બહાર આવવું જોઈએ અને અગ્રપૂજા કરવી જોઈએ. અંગપૂજા પછી અગ્રપૂજા કરવી : ભગવાનની આગળ ઊભા રહીને જે પૂજા કરવામાં આવે છે તે અગ્રપૂજા કહેવાય છે. પહેલાં ધૂપપૂજા કરવી. સુગંધી ધૂપ હોવો જોઈએ. – તે પછી દીપપૂજા ક૨વી. ઘીનો દીવો હોવો જોઈએ. — - - સિદ્ધશિલા ઉપર ફળ ચડાવીને ફળપૂજા કરવી, મીઠાઈ અને ફળો સારાં હોવાં જોઈએ. સડેલાં ફળ અને દુર્ગંધયુક્ત મીઠાઈ કદી ય ચડાવવાં નહીં. નૈવેદ્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે ઃ પછી અક્ષતપૂજા કરવી જોઈએ. સ્વસ્તિકાદિનું આલેખન કરવું જોઈએ. સ્વસ્તિકની ઉપર નૈવેદ્ય - મીઠાઈ રાખીને નૈવેદ્યપૂજા કરવી. "શ્રાદ્ધવિધિ" ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે અગ્રપૂજા કરતાં ભગવાનની સામે ચાર પ્રકારનાં નૈવેધ સમર્પિત કરવાં જોઈએ. – વિવિધ વ્યંજન, વિવિધ સૂપ, ભાત, રોટલી, દૂધ, દહીં વગેરે અશનનો થાળ. પાણીના ભરેલા કળશ, અનેક પ્રકારનાં ફળ, નારિયેળ, બદામ, મેવા વગેરે ખાદ્ય પદાર્થો. ઇલાયચી, લવિંગ, કેસર, સોપારી, સૂંઠ વગેરે ખાદ્ય પદાર્થો પરમાત્માની સામે પાટ ઉપર સ્થાપિત કરવાં જોઈએ. આ નૈવેદ્યપૂજા ગૃહસ્થ સરળતાથી દરરોજ કરી શકે છે. એનું ફળ પણ ખૂબ મોટું છે. ધાન્ય - રાંધેલું ધાન્ય તો જગતનું જીવન છે એટલા માટે "સર્વોત્કૃષ્ટ રત્ન” કહેવાયું છે. પ્રાયઃ વ્યંતર દેવ-દેવીઓ નૈવેદ્યથી જ પ્રસન્ન થાય છે. માંત્રિકો પાસેથી સાંભળ્યું છે કે ભૂતપ્રેત, પિશાચ વગેરે દેવો ખીર માગે છે, ખીચડી માગે છે, વડાં માગે છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અન્ય રાંધેલાં અનાજ-ધાન્ય માગે છે. તીર્થંક૨ પરમાત્માની દેશના પૂર્ણ થયા પછી જે "બલિ" કહેવાય છે, તે રાંધેલા ધાન્યમાંથી જ બનાવવામાં આવે છે. એ નૈવેદ્યપૂજાનો જ એક પ્રકાર છે ! અન્ય ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ઃ "ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપકપૂજાથી મૃત્યુ ઉપર વિજય મળે છે, નૈવેદ્યપૂજાથી વિપુલ રાજ્ય-સંપત્તિ મળે છે અને પરમાત્માની પ્રદક્ષિણા કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. : વિશેષ રૂપથી ભક્તિ ઃ ભાવપૂજા ઃ અંગપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજારૂપ ચૈત્યવંદન કરવામાં આવે છે. ત્રીજી "નિસીહિ” બોલીને ભાવપૂજાનો આરંભ કરવામાં આવે છે. હવે અંગપૂજા યા અગ્રપૂજાના વિષયમાં પણ મન-વચન-કાયાથી પ્રવૃત્તિ ક૨વાની હોતી નથી. ચૈત્યવંદન શરૂ કરતા પહેલાં લઘુ પ્રતિક્રમણ રૂપ "ઇરિયાવહી” કરવી જોઈએ. ખમાસમણ આપતી વખતે : જમીનની ત્રણ વાર પ્રમાર્જના કરવી. – સૂત્ર અને અર્થમાં મનનો ઉપયોગ રાખવો. જે દિશામાં પરમાત્મા હોય, તે દિશામાં જોવું. શ્રાવકજીવન પ્રતિમાજીનું આલંબન લેવું, મનને સ્થિર કરવું અને ભાવપૂર્વક એકાગ્રતાથી ચૈત્યવંદન કરવું. ગીત અને નૃત્યનો સમાવેશ અગ્રપૂજામાં થાય છે. એ રીતે ભાવપૂજામાં પણ થાય છે. ગીતપૂજા-નૃત્યપૂજા શ્રેષ્ઠપૂજા કહેવાઈ છે. કારણ કે ગીત અને નૃત્યથી મનની તન્મયતા પ્રાપ્ત થાય છે. સૂત્રનું અને સ્તવનાનું ઉચ્ચારણ સમુચિત ધ્વનિથી કરવું જોઈએ. જો જિનભવનમાં બીજા લોકો પૂજા કરતા હોય, તો તમારે મંદ અને મધુર ધ્વનિમાં ચૈત્યવંદન અને સ્તવના કરવી જોઈએ. જો મંદિરમાં તમે એકલા જ હો તો પછી મંદ યા તીવ્ર - જેવો ધ્વનિ તમારે કાઢવો હોય તેવો કાઢી શકો છો. હા, મધુરતા અવશ્ય હોવી જોઈએ. સ્તવના કેવી હોવી જોઈએ : ગ્રંથકારે કહ્યું છે : ભાવતઃ સ્તવવાદઃ ||જા જેવું તેવું સ્તવન ન બોલવું જોઈએ. સ્તવના તો એવી હોવી જોઈએ કે ગાતાં ગાતાં પરમાત્માના અદ્ભુત ગુણો પ્રત્યે હૃદય આકર્ષિત થાય. પોતાના દોષો પ્રત્યે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ ભાગ - ૨ નફરત થાય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને મોક્ષની અભિરુચિ પ્રકટ થાય. પરમાત્માના અનેક ઉપકારોની સ્મૃતિ થઈ આવે ! – સ્તવનાની રચના શ્રેષ્ઠ કવિની હોવી જોઈએ. તમારી પસંદગી શ્રેષ્ઠ હોવી જોઈએ, શુભ ભાવોત્પાદક સ્તવના પસંદ કરવી. - ગીતની સાથે જો નૃત્ય આવડતું હોય તો નૃત્ય પણ કરવું; પરંતુ તમારા મૃત્યથી બીજા પૂજકોની પૂજામાં અવરોધ પેદા થવો ન જોઈએ. ગૃહમંદિરમાં આ વાતનું સુખ હોય છે ! તમારા મંદિરમાં તમે એકાંતમાં પરમાત્મા સમક્ષ નૃત્ય કરી શકો છો. "જૈન રામાયણ”માં આવે છે કે અષ્ટાપદ તીર્થ ઉપર ભગવાનની સામે મંદોદરી નૃત્ય કરતી હતી અને રાવણ વીણા વગાડતો હતો ! "નિશીથગૃ”િ ગ્રંથમાં આવે છે કે રાણી પ્રભાવતી અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પરમાત્માની સામે નૃત્ય કરતી હતી અને રાજા ઉદાયનમૃદંગ વગાડતો હતો. તમને જો નૃત્ય કરતાં આવડતું હોય તો અવશ્ય કરવું જોઈએ. મુદ્રા અને પ્રણિધાન : – ચૈત્યવંદન "યોગમુદ્રાથી કરવામાં આવે છે. – "જાવન્તી ચેઈઆઈ” સૂત્ર "જાવંત કે વિ સાહૂ” સૂત્ર અને "જય વિયરાય સૂત્ર" - આ ત્રણ સૂત્રો "મુક્તાસૂક્તિ મુદ્રાથી બોલવામાં આવે છે.' – એક નવકાર મંત્રનો જે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તે સમયે ઊભા રહેવાની મુદ્રા “જિનમુદ્રામાં હોય છે. હાથ-પગના આકારોને મુદ્રા કહે છે ! – "જાવંતી ચેઈઆઈ" સૂત્ર બોલતી વખતે ત્રણે લોકમાં રહેલી શાશ્વત અને અશાશ્વત્ સર્વ જિનપ્રતિમાઓને ભાવવંદનારૂપ પ્રણિધાન કરવામાં આવે છે. – "જાવંત કેવિસાહૂ” સૂત્ર બોલતી વેળાએ દુનિયામાં રહેલા સર્વ સાધુપુરુષોને ભાવવંદના કરવાની હોય છે. સાધુ-વંદનારૂપ પ્રણિધાન કરવામાં આવે છે ! "જય વિયરાય સૂત્રમાં પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે. પરમાત્મા પાસે આપણે કંઈક માગીએ છીએ. એમાં આપણું મન એકાગ્ર રહે, એ પ્રણિધાન છે. પરમાત્મા પાસે શું માગો છો તમે લોકો, જાણો છો ? "જય વિયરાય” સૂત્રનો શું અર્થ છે તે જાણો છો ? ઓછામાં ઓછું "ચૈત્યવંદન”માં જેટલાં સૂત્રો આવે છે, તેમના તો અર્થો લખી લો ! અર્થ જાણ્યા સિવાય ચૈત્યવંદન કરવામાં મજા નહીં આવે ! ભાવવૃદ્ધિ નહીં થાય. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રાવકજીવન પરમાત્માની ત્રણ અવસ્થાઓનું ચિંતન કરો : પરમાત્માની ભાવપૂજામાં બીજી વાત છે પરમાત્મ ચિંતનની. આંખો બંધ કરીને યા પરમાત્મા ઉપર સ્થિર કરીને પરમાત્માની ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું – સર્વ પ્રથમ પરમાત્માની છાસ્થ અવસ્થાનું ચિંતન કરવું. - બીજું, અષ્ટ પ્રાતિહાર્યની સાથે સમવસરણમાં બિરાજમાન તીર્થકર ભગવાનનું ચિંતન કરવું. - ત્રીજું સિદ્ધાવસ્થાનું ચિંતન કરવું. છઘસ્થ અવસ્થાના ચિંતનમાં જન્મ-અવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને શ્રમણઅવસ્થાનું ચિંતન કરવું. આ ચિંતન પહેલાં મેં વિસ્તારપૂર્વક બતાવ્યું છે. આ ચિંતન અવશ્ય કરવું જોઈએ. આ ચિંતનથી પરમાત્મા સાથે પૂજકનું તાદાભ્ય સધાય છે અને આ જ પૂજાનું શ્રેષ્ઠ ફળ છે. પૂજાનું ફળ બતાવતાં જ્ઞાની પુરુષોએ ભાવપૂજાનું ફળ આ જ બતાવ્યું છે, તે છે પરમાત્માની પ્રાપ્તિ. વિવિધ પૂજાનાં વિવિધ ફળઃ જ્ઞાની પુરુષોએ પૂજાનાં ફળ બતાવતાં કહ્યું છે કે : v પરમાત્માની અંગપૂજા કરવાથી વિઘ્ન દૂર થઈ જાય છે. પ અગ્રપૂજા કરવાથી મનુષ્યનો અભ્યદય થાય છે, ઉન્નતિ થાય છે. - ભાવપૂજા કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ નિશ્ચિત છે કે પરમાત્માની પૂજા કરવાથી મનને શાન્તિ મળે છે. મન શાન્ત થવાથી શુભ ધ્યાન થાય છે. શુભ ધ્યાનથી, શુદ્ધ ધ્યાનથી આત્મા મુક્ત થાય છે. મુક્તિનાં શ્રેષ્ઠ સુખોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પ્રતિદિન વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરવી જોઈએ. પરિપૂર્ણ પૂજા ન થઈ શકે તો ઓછામાં ઓછી અક્ષતપૂજા અને દીપપૂજા તો કરવી જ જોઈએ. પૂજાની કેટલીક વિશેષ વાતોઃ પૂજાવિધિ પ્રકરણમાં પૂજા વિશે કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે. એ પણ આજે બતાવી દઉં છું. - બની શકે તો પૂર્વ દિશા સન્મુખ સ્નાન કરવું. - ઉત્તર દિશા સન્મુખ ઊભા રહીને શ્વેત-ઉજ્વળ વસ્ત્ર પહેરવાં. - પૂર્વ સન્મુખ યા ઉત્તર સન્મુખ ઊભા રહીને પરમાત્માની પૂજા કરવી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 1 પરમાત્માનાં નવ અંગોની પૂજા કરવી. ચંદનથી નવ અંગ ઉપર તિલક કરવાં. - - પ્રભાતમાં વાસક્ષેપ પૂજા, મધ્યાહ્ન કાળમાં પુષ્પપૂજા અને સંધ્યા સમય ધૂપપૂજાદીપપૂજા કરવી. અત્યારે એક જ વાર પૂજા કરો છો તેથી અષ્ટપ્રકારી પૂજા કરવી. જમીન ઉપર પડેલું પુષ્પ, પગને સ્પર્શેલું પુષ્પ, ગંદા વસ્ત્રમાં લાવવામાં આવેલું પુષ્પ, પહેરેલાં વસ્ત્રોમાં લવાયેલું પુષ્પ, રોષાયમાન મનુષ્યનું સ્પર્શેલું, બગડેલું પુષ્પ પરમાત્માને ચડાવવું નહીં. એવું ફળ પણ સમર્પિત ન કરવું જોઈએ. પુષ્પના બે ભાગ ન કરવા. કમળપુષ્પ અને ચંપાના પુષ્પના બે ભાગ કદી પણ ન કરવા. બે ભાગ કરવાથી ખૂબ મોટો દોષ લાગે છે. * પુષ્પની કળી તોડવી નહીં. * મનની શાન્તિ માટે શ્વેત પુષ્પથી પૂજા કરવી. * અર્થલાભ માટે પીળા પુષ્પનો ઉપયોગ કરવો. * શત્રુવિજય માટે શ્યામ રંગના પુષ્પથી પૂજા કરવી. * મુક્તિ પામવા માટે પાંચ પ્રકારનાં ફૂલોથી પૂજા કરવી. * માંગલિક માટે લાલ રંગનાં પુષ્પો ચડાવવામાં આવે છે. * પંચામૃતથી પ્રતિમાનો અભિષેક કરવો. * શાન્તિ-પુષ્ટિ માટે અગ્નિમાં લવણ નાખીને લૂણ ઉતારવામાં આવે છે. * ખંડિત, ફાટેલું, સાંધેલું અને લાલ રંગનું વસ્ત્ર પહેરીને પૂજા ન કરવી જોઈએ. આવું વસ્ત્ર પહેરીને કરેલી પૂજા નિષ્ફળ જાય છે. * ડાબા હાથથી પૂજા ન કરવી. * એક પગ ઊંચો અને એક પગ નીચો રાખીને પૂજા ન કરવી. ૨૧ પ્રકારની પૂજા ઃ ૧૦૭ જેમ અષ્ટ પ્રકારી પૂજા બતાવી છે તેમ ૨૧ પ્રકારની પૂજા પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે ઃ ૧. અભિષેક-પૂજા, ૨. વિલેપન-પૂજા, ૩. આભૂષણ-પૂજા, ૪. પુષ્પ-પૂજા, ૫. વાસ-પૂજા, ૬. ધૂપ, ૭. દીપ, ૮. ફળ, ૯. અક્ષત, ૧૦. પત્ર, ૧૧. સોપારી, ૧૨. નૈવેદ્ય, ૧૩. જળ, ૧૪. વસ્ત્ર, ૧૫. ચામર, ૧૬. છત્ર, ૧૭. વાજિંત્ર, ૧૮. ગીત, ૧૯. નાટક, ૨૦. સ્તુતિ, ૨૧. ભંડા૨વૃદ્ધિ. અન્ય પણ જે વસ્તુઓ તમને અતિપ્રિય હોય, તે ૫રમાત્માને સમર્પિત ક૨વી જોઈએ. તમારે તમારી શક્તિ અનુસાર અને ભાવના અનુસાર પૂજા કરવી જોઈએ. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રાવકજીવન કદાચ કોઈ શ્રાવક દરિદ્રાવસ્થામાં આવી ગયો હોય, કોઈ પણ પ્રકારની પૂજા સ્વદ્રવ્યથી કરવાની તેનામાં શક્તિ ન હોય, તો પોતાના ઘરમાં સામાયિક” કરવું. જો તેના માથે કોઈનું દેવું ન હોય, અને કોઈની સાથે વિવાદ-ઝઘડો ન હોય તો જ તે સામાયિકમાં જ સાધુની જેમ મંદિરમાં જાય. મંદિરમાં જો કાયાથી ક૨વા યોગ્ય કોઈ કાર્ય હોય તો સામાયિક પૂર્ણ કરીને તે કાર્ય કરે. જો ત્યાં પૂજાસામગ્રી હોય અને સ્નાન-વસ્ત્ર આદિની સુવિધા હોય તો જિનપૂજા પણ કરી શકે છે. પૂજા વિધિથી કરવી : પોતાની શક્તિ અનુસાર પૂજા કરવાની છે. એક દ્રવ્યથી કો યા ૧૨ દ્રવ્યથી કરો. પૂજામાં ભાવ અને વિધિનું પાલન જોઈએ. વિધિપૂર્વક પૂજા કરવાથી પૂજાનું શ્રેષ્ઠ ફળ મળે છે. સભામાંથી : અમે લોકો તો અવિધિથી જ પૂજા કરીએ છીએ ! તો પછી ન કરવી જ સારું છે ને ! અવિધિથી કરવાથી વધારે દોષો લાગે છે ને ! મહારાજશ્રી : “પૂજા અવિધિથી નથી કરવાની” - એટલી વાત તો સાચી છે. પરંતુ પૂજા ક૨વાની છોડી દેવી એ યોગ્ય નથી. "હું વિધિથી પૂજા કરીશ” એવું વિચારવાનું છે. વિધિપૂર્વક પૂજા ક૨વાથી શ્રેષ્ઠ ફળ મળે છે, અવિધિથી પૂજા કરવાથી ઓછું ફળ મળે છે ! ફળ બંનેને મળે છે, પરંતુ વસ્તું-ઓછું મળે છે. આ વિષયમાં એક વાર્તા સાંભળી લો ! બે ભાઈઓ હતા. ગરીબ હતા. માના આગ્રહથી પૈસા કમાવા ચાલ્યા. ગામ-ગામ, નગર-નગરમાં ફરતા રહ્યા, પણ પૈસા ન કમાયા. તેઓ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં એક નાના પર્વતની તળેટીમાં એક વૃક્ષની છાયામાં વિશ્રામ લેવા બેઠા. પાસે જ એક ગુફા હતી. ગુફામાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. આ બે ભાઈઓએ એ સિદ્ધ પુરુષની સેવા કરવાનો નિર્ણય કર્યો. સેવા કરતા રહ્યા, એક વર્ષ સુધી સેવા કરી. સિદ્ધ પુરુષ બંને ઉપર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું ઃ "તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું. ઘરમાં તમારી માતા એકલી છે, એટલા માટે તમે હવે ઘેર ચાલ્યા જાઓ. હું તમને સોનું બનાવવાનું રહસ્ય આપું છું, તમે જેટલું ઇચ્છો તેટલું સોનું બનાવી શકશો.” સિદ્ધ પુરુષે બંને ભાઈઓને સોનું બનાવવાની પ્રક્રિયા સમજાવી. બંને ભાઈઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા. મોટા ભાઈએ વિધિપૂર્વક ક્રિયા કરી અને સોનું બનાવી લીધું. નાનાએ વિધિનું સમુચિત પાલન ન કર્યું, બધું અવિધિસર કર્યું. તે સોનું ન બનાવી Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાગ શક્યો, પરંતુ ચાંદી બની ગઈ ! તાંબુ-રજત બની ગયાં ! કહેવાનું તાત્પર્ય એ છે કે વિધિપાલનથી ૧૦૦ ટકા ફળ મળે છે તો અવિધિથી ૫૦ ટકા-૪૦ ટકા ફળ મળે છે. પરંતુ અવિધિના ભયથી ક્રિયા જ છોડી દેવામાં આવશે તો એક ટકો પણ ફળ મળશે નહીં. - ૨ શ્રદ્ધાવાન અને શક્તિમાન પુરુષ વિધિપૂર્વક જ સર્વ ક્રિયાઓ કરે છે. કોઈક વાર અવિધિ થઈ જાય છે તો “મિચ્છામિ દુક્કડમ્” કહે છે અને હૃદયમાં વિધિનો જ પક્ષપાત રાખે છે. ૧૦૯ સભામાંથી : વિધિપૂર્વક ધર્મક્રયા કરવાનો ભાવ હ્રદયમાં કેમ જાગતો નથી ? મહારાજશ્રી : શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે "જે જીવ નજીકના ભવિષ્યમાં, ત્રણચાર ભવોમાં મોક્ષ પામવાનો હોય છે તેને જ હૃદયમાં વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાના ભાવ હ્દયમાં જાગે છે ! આ એક સાધારણ નિયમ છે. કેટલાક લોકો જાણીજોઈને અવિધિ નથી કરતા, પરંતુ અજ્ઞાનતાથી કરે છે. વિધિનું અજ્ઞાન હોવાથી વિધિનું પાલન નથી કરી શકતા, એટલા માટે તમારે લોકોએ વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. દરેક ધર્મક્રિયા વિધિપૂર્વક કરવાનો સંકલ્પ કરી લેવો જોઈએ. પૂજાનું ફળ ઉપવાસના માધ્યમથી : જિનપૂજાનું ફળ ભિન્નભિન્ન દૃષ્ટિએ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે : "પદ્મચરિત્ર"માં જિનપૂજાનું ફળ ઉપવાસના માધ્યમથી બતાવવામાં આવ્યું છે ! તમારા મનમાં વિચાર આવ્યો કે “હું જિનપૂજા ક૨વા જિનભવનમાં જાઉં.” બસ, આટલા વિચારથી જ તમને એક ઉપવાસનું ફળ મળી ગયું ! એટલે કે એક ઉપવાસ કરવાથી જે ફળ મળવું જોઈએ તે ફળ એ વિચારથી મળી ગયું ! તમે જિનભવનમાં જવા માટે ઊભા થાઓ છો, તમને બે ઉપવાસનું ફળ મળી ગયું. ચાલવાનો પ્રારંભ કર્યો કે ત્રણ ઉપવાસનું ફળ. આગળ વધતાં ચાર ઉપવાસનું ફળ. માર્ગનો ચોથો હિસ્સો કાપવાથી પાંચ ઉપવાસનું ફળ. અર્ધ રસ્તો કપાતાં પંદર ઉપવાસનું ફળ. જિનભવન પહોંચતાં, જિનપ્રતિમાનાં દર્શન થતાં એક માસના ઉપવાસનું ફળ. જિનભવનમાં પહોંચતાં છ માસના ઉપવાસનું ફળ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રાવકજીવન - જિનભવનમાં ગર્ભગૃહની પાસે પહોંચતાં બાર માસના ઉપવાસનું ફળ. - પ્રદક્ષિણા આપતાં ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ. - જિનેશ્વરની પૂજા કરતી વખતે એક હજાર વર્ષના ઉપવાસનું ફળ. - ભાવપૂજા કરતી વખતે અનંત ઉપવાસનું ફળ મળે છે. જો કે ફળપ્રાપ્તિનો આધાર મનુષ્યના અધ્યવસાયો હોય છે. ઉત્કૃષ્ટ ભાવમાં તત્કાલ કેવલજ્ઞાન પણ પ્રગટ થઈ શકે છે ! હવે જિનમંદિર પ્રત્યે આપણાં કેટલાંક વિશેષ કર્તવ્યો બતાવું છું ! જિનમંદિર પ્રત્યે આપણાં વિશેષ કર્તવ્યો : જ્યારે કર્તવ્યની વાત કરવાની છે ત્યારે મારે પહેલી વાત એ કરવાની છે કે તમારા દ્ધયમાં જિનપ્રતિમા, જિનમત અને જનસંઘ પ્રત્યે એવી જ પ્રીતિ હોવી જોઈએ કે જેવી પ્રીતિ દેહ, દ્રવ્ય અને કુટુંબ પ્રતિ હોય છે. એવી પ્રીતિ હશે તો જ તમારા કર્તવ્યોનું પાલન સારી રીતે કરી શકશો. * પ્રથમ કર્તવ્ય છે જિનભવનને સ્વચ્છ રાખવાનું. બને ત્યાં સુધી જાતે જ સાફ રાખવાનું કાર્ય કરો. * જો જિનભવન જીર્ણ હોય, કોઈ ભાગ પડી ગયો હોય તો તેનો જીર્ણોદ્ધાર કરાવવો જોઈએ, મરામત કરાવવી જોઈએ. જો તમે ધનવાન હો તો સ્વદ્રવ્યથી જ જીર્ણોદ્ધાર કરો. ધનવાન ન હો તો પૈસા એકઠા કરીને કામ કરવું જોઈએ. * પૂજાનાં સાધનો-ઉપકરણો એકત્ર કરવાં જોઈએ. આપૂર્તિ કરવી જોઈએ. * જિનભવનની સર્વ પ્રતિમાઓ સ્વચ્છ, નિર્મળ રાખવી જોઈએ. * જિનભવનને ધૂપથી સુવાસિત રાખવું, દીપકોથી પ્રકાશિત રાખવું અને પુષ્પમાળાઓથી સુશોભિત રાખવું. * પરમાત્માને ચડાવેલાં ચોખા, ફળ, નૈવેદ્ય વગેરેનો યોગ્ય વિનિયોગ કરવો. * ચંદન, કેસર, ધૂપ-ઘી વગેરેનો સંગ્રહ કરવો. * દેવદ્રવ્યની સુરક્ષા કરવી, વૃદ્ધિ કરવી. * દેવદ્રવ્યનો હિસાબ-કિતાબ ચોખ્ખો રાખવો. * જિનભવનના નોકરોને સારો પગાર આપવો. * નોકરી સારી રીતે કામ કરે છે કે નહીં તેનું સારી રીતે ધ્યાન આપવું. * જિનભવનની કોઈ પણ વસ્તુનો ઉપયોગ પોતાના ઘરના કામમાં કરવો નહીં. ઘણી વાતો છે, પરંતુ મુખ્ય છે તે બતાવી દીધી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૧૧ સભામાંથી આજના પ્રવચનમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું, પરંતુ એક પ્રશ્નનું સમાધાન કરવાની કપા કરો. જળપૂજા, પુષ્પપૂજા વગેરેમાં હિંસા થાય છે, છતાં પણ તે કરવાનું વિધાન શા માટે કરવામાં આવ્યું છે ? મહારાજશ્રી હિંસા બે પ્રકારની હોય છે. હેતુ હિંસા અને સ્વરૂપ હિંસા. જો કોઈ પણ જીવને મારવાની ભાવનાથી મારો છો, તો હિંસાની ભાવનાથી હિંસા કરતા હો તો તેને તીર્થકરોએ હેતુ હિંસા કહી છે. આવી હિંસા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ કોઈ શુભ ભાવથી કોઈ પવિત્ર ક્રિયા કરવામાં આવે છે ત્યારે એ ક્રિયામાં જીવ હિંસા પણ થતી હોય, એ હિંસા સ્વરૂપ હિંસા છે. એ હિંસાથી જે પાપકર્મ બંધાય છે તે પાપકર્મ શુભ ભાવનાના પાણીથી ધોવાઈ જાય છે. તમારા દયમાં પરમાત્મભક્તિનો શુભ ભાવ છે, એ ભાવથી તમે જળપૂજા અને પુષ્પપૂજા કરો છો. તમારો ભાવ પાણીના અને પુષ્પોના જીવોને મારવાનો નથી, પરંતુ એ ક્રિયામાં તે મરી અવશ્ય જાય છે. એનાથી જે પાપકર્મો બંધાય છે તે પરમાત્મભક્તિના ભાવજળથી ધોવાઈ જાય છે. એટલા માટે એ હિંસાના ભયથી પૂજાનો ત્યાગ ન કરવો જોઈએ. બીજી વાત વિચારો. તમે તમારા ઉપકારી સાધુપુરુષોને વંદના કરવા જાઓ છો ને? ટ્રેઈનમાં... બસમાં...... યા મારુતિમાં બેસીને જાઓ છો ને? શું ત્યાં હિંસા થતી નથી ? અરે, પંચેન્દ્રિય પશુઓની.....મનુષ્યોની હિંસા પણ થઈ જાય છે. થાય છે ને હિંસા? તો પછી વંદન કરવા ન જવું જોઈએ ને? જળપૂજા અને પુષ્પપૂજામાં તો એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે. વાહનોમાં સફર કરવાથી પંચેન્દ્રિય જીવોની પણ હિંસા થાય છે. પરંતુ તમારો ભાવ હિંસા કરવાનો નથી. ભાવ ગુરુવંદના કરવાનો હોય છે, શુભ ભાવ હોય છે, એટલા માટે નિષેધ કરતા નથી. અલબત્ત, જળપૂજા અને પુષ્પપૂજામાં વિવેક હોવો અનિવાર્ય છે. અવિવેક સર્વત્ર વર્યું છે. જિનપૂજામાં વિવેક આવશે તો તમારી જિનપૂજા અનેક મનુષ્યોને જિનપૂજા કરવા માટે પ્રેરણા બની જશે. ગ્રંથકાર આચાર્યશ્રીએ “ઉચિતોપચારકરણમુ અને ભાવતઃસ્તવપાઠ એ બે સૂત્રો આપ્યાં છે. આ બે સૂત્રો પર આજનું પ્રવચન થયું. આજે, બસ આટલું જ. * * * Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩૩ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકના વિશેષ ધર્મ બતાવ્યા બાદ શ્રાવકની જીવનચર્યા બતાવી છે. કેટલી સુંદર છે એ જીવનચર્યા ! ક્ષતિરહિત, અવિકલ અને પરિપૂર્ણ છે આ જીવનચર્યા. જિનભવનમાં જઈને, પરમાત્માની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કેવી રીતે ક૨વી જોઈએ, એ મેં કાલે બતાવ્યું છે. આજે "સાધુવંદન"ની કેટલીક વાતો કહેવી છે, કારણ કે ચૈત્યવંદન પછી સાધુવંદનનો ક્રમ ગ્રંથકારે જાતે જ બતાવ્યો છે. તતઃ ચૈત્ય-સાધુવંવનમ્ ||૧૦ની "ચૈત્ય"નો અર્થ ટીકાકાર આચાર્યદેવે "જિનપ્રતિમા" કર્યો છે. સાચો અર્થ કર્યો છે. વાસ્તવિક અર્થ કર્યો છે. કેટલાક સ્થાનકવાસી સાધુઓએ "ચૈત્ય”નો અર્થ "સાધુ" કર્યો છે, આ ખોટો અર્થ છે. "ચૈત્ય" શબ્દનો અર્થ ઃ આગમોમાં જ્યાં જ્યાં "ચૈત્ય" શબ્દ આવ્યો છે, ત્યાં ટીકાકાર મહર્ષિઓએ "અર્હત્ પ્રતિમા", "ઈષ્ટદેવ પ્રતિમા", "જિનપ્રતિમા” જ લખ્યો છે. – "ભગવતીસૂત્ર”માં “વેછ્યું”નો અર્થ “ઈષ્ટદેવ પ્રતિમા” કર્યો છે. "પ્રશ્નવ્યાકરણ માં નૈનિ’”નો અર્થ બિનપ્રતિમાઃ કર્યો છે. - "ઉવવાઈસૂત્ર"માં “ચૈત્યાનિ’’નો અર્થ ટેવાયતનાનિ કર્યો છે. "રાયપસેણીસૂત્ર”માં ‘“આયાવંત વેડ્યું” શબ્દ આવે છે. તેનો અર્થ કરવામાં આવ્યો છે - ગારવત્તિ - સુંવાળારાણિ - ચૈત્યાનિ - વૈવતાયતનાનિ સુંદર આકારવાળા ચૈત્ય એટલે જિનભવન. "શબ્દાર્થ ચિંતામણિ” કોશમાં, બીજા ભાગમાં ‘‘વૈત્વ’’ શબ્દનો અર્થ ‘રેવતો વૈવાવાસે, બિનવિશ્વે બિનસમાયાં, વૈવસ્થાને - એ રીતે કરવામાં આવ્યો છે. - "અનેકાર્થ સંગ્રહ”માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ ‘“વૈત્વ”નો અર્થ આ પ્રમાણે કર્યો છે : Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભાગ - ૨ चैत्यं जिनौकस्तद् बिम्बं चैत्यो जिनसभातरूः ।। - વિજયન્તી કોશમાં પણ “મૈત્ય” શબ્દનો અર્થ જિનમંદિર કરવામાં આવ્યો છે. ટેવાયતનં ચૈત્યમ્ | એટલા માટે “ચૈત્ય” શબ્દના અર્થ નિર્ણયમાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કારણ કે આંખો બંધ કરીને જિનપ્રતિમા અને જિનમંદિરોનો વિરોધ કરનારા લોકો "ચેત્ય” શબ્દનો મનમાન્યો અર્થ કરીને સરળ, ભદ્રિક અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અણજાણ લોકોને અવળે માર્ગે દોરે છે. પ્રજાને જિનમંદિરો અને જિનપ્રતિમાઓથી દૂર લઈ જાય છે, અને મિથ્યાવૃષ્ટિ દેવોના મંદિરોમાં મિથ્યાવૃષ્ટિ દેવમૂર્તિઓના પૂજક બનાવે છે ! આવા લોકોથી સાવધાન રહેવું. જિનપ્રતિમાઓને વંદન કરવાં : જિન ભવનમાં જેટલી જિનપ્રતિમાઓ હોય, તે બધીને “નમો જિણા” બોલીને વિંદન કરવાં, પંચાંગ પ્રણિપાત કરવા એટલે કે ખમાસમણ દેવાં. જિનપ્રતિમાને સાક્ષાત્ “અરિહંત” માનવા. પ્રતિમામાં આપને સાક્ષાતુ અરિહંત પરમાત્માનાં દર્શન થવાં જોઈએ. જો તમારા હૃયમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે, ભક્તિ હશે તો તમે એ જિનપ્રતિમામાં પથ્થર નહીં જુઓ, પરમાત્મા જોશો. સવાલ છે પરમાત્મપ્રેમનો! - પ્રેમ પૈસામાં હોય છે તો કરંસી નોટમાં કાગળ નથી દેખાતો, પરંતુ રૂપિયા દેખાય – સોના માટે પ્રેમ હોય છે તો સોનાની લગડીમાં ધાતુ” નથી દેખાતી, પરંતુ સોનું દેખાય છે! – પત્ની પ્રત્યે પ્રેમ હોય તો પત્ની હાડચામ-માંસની પૂતળી નથી દેખાતી, પરંતુ સૌદર્યસભર સ્ત્રી દેખાય છે. એ રીતે જો પરમાત્મા માટે દયમાં પ્રેમ હોય તો પરમાત્માની મૂર્તિમાં પથ્થર નહીં દેખાય, પરમાત્મા દેખાશે. આમ અનેક પરમાત્મપ્રેમી સ્ત્રી-પુરુષોએ પરમાત્માના મંદિરોના નિમણિમાં અને મૂર્તિઓના નિર્માણમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે – સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. ઈતિહાસ એનો સાક્ષી એટલા માટે કહું છું કે જિનપ્રતિમાનું દર્શન પ્રેમની આંખોથી કરવું. એ વંદનમાં તમને અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રાવકજીવન પ્રતિદિન સાધુવંદના કરવી? મંદિરની બહાર નીકળીને જ્યાં સાધુપુરુષો બિરાજતા હોય ત્યાં જઈને તેમને વિધિપૂર્વક વંદન કરો. જો કે ઘણાં ભાઈ-બહેનોને વંદન વિધિપૂર્વક કરવાનું આવડતું નથી. એક ભાઈ - જે અત્યારે અહીં પ્રવચન સાંભળી રહ્યા છે, તે મારી પાસે કાલે આવ્યા હતા. હાથ જોડીને પ્રણામ કરીને તે મારી પાસે બેઠા હતા ! તેમણે કહ્યું હતું: “મને વિધિપૂર્વક ગુરુવંદન કરવાનું આવડતું નથી!” કારણ કે બાલ્યકાળમાં તેઓ પાઠશાળામાં ગયા જ ન હતા ! ન કોઈ સાધુપુરુષનો સંપર્ક રહ્યો હતો ! આજે ૪૦ વર્ષની ઉંમર થવા છતાં પણ તેમને ગુરુવંદનનો વિધિ આવડતો ન હતો! આવા તો અનેક સ્ત્રી-પુરુષો આપણા જૈનસંઘમાં છે. અને એટલા માટે તેઓ વ્યક્તિગત રૂપે પાસે આવતાં શરમાય છે! સાધુ-પરિચયથી વંચિત રહે છે. જ્ઞાની પુરુષો પાસેથી જ્ઞાન પામી શકતા નથી. માત્ર વ્યાખ્યાન સાંભળીને જ સંતોષ માની લે છે. જો કે વ્યાખ્યાન પણ વિધિપૂર્વક વંદન કરીને જ સાંભળવું જોઈએ. પરંતુ કંઈક મોડા આવીને, હાથ જોડીને, પ્રણામ કરીને પાછળ બેસી જાય છે. વિધિપૂર્વક વંદન કરવાની પદ્ધતિ શીખી લેવી જોઈએ. તેનાં માત્ર ત્રણ જ સૂત્રો છે, નાનાં નાના. એક-બે દિવસમાં યાદ કરી શકો છો. આસન અને મુદ્રા તો અડધા કલાકમાં શીખી શકો છો. આમ તો ગુરુવંદન ઊંડાણથી અને ગહનતાથી શીખવું હોય તો તમારે ૨૨ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. “ગુરુવંદન-ભાષ્ય” નામે ગ્રંથનું અધ્યયન અને પરિશીલન કરવું પડશે. સભામાંથી શું આ ગ્રંથ ગુજરાતીમાં છપાયો છે? મહારાજશ્રી ગુજરાતી અને હિન્દી - બંને ભાષાઓમાં છપાયો છે. પાઠશાળામાં મળશે. વાંચજો જરૂર, પરંતુ શીખવું ગુરુજનો પાસેથી. કારણ કે પ્રેકટીકલ કરવાનો છે ને! જેઓ “એક્ષપર્ટ હશે તેઓ જ શીખવશે. સદ્ગુરુને ભાવથી વંદન કરવાં? શીખવું અને ભાવથી વંદન કરવું. ક્રિયા શીખવી શકાય છે, પણ ભાવ સ્વયંભૂ હોવો જોઈએ. ભાવ એ શીખવવાની બાબત નથી. સદ્ગુરુ પ્રત્યે સ્વયંભૂ શુભ ભાવ હોવો જોઈએ. ગુણદર્શનથી શુભ ભાવ પ્રગટ થઈ જાય છે. દોષદર્શનથી અશુભ ભાવ પેદા થાય છે. એટલા માટે આજે તો મારે પ્રથમ વાત ગુણદર્શનની કરવી સદ્ગુરુમાં, સાધુપુરુષોમાં ગુણદર્શન કરીશું તો તેમના પ્રત્યે પ્રીતિનો ભાવ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભાગ - ૨ જાગશે. ભક્તિની ભાવના જાગશે. દર્શન-વંદન કરવાની વૃત્તિ પેદા થશે. એટલા માટે કહું છું કે સાધુપુરુષોમાં ગુણદર્શન કરો. સાધુદર્શનનો અર્થ જ ગુણદર્શન થાય * ૩૬ ગુણોના માધ્યમથી દર્શન કરતા હો, તો આચાર્યને વંદન થાય છે. * ૨૫ ગુણોના માધ્યમથી દર્શન કરતા હો, તો ઉપાધ્યાયને વંદન થાય છે. * ૨૭ ગુણોના માધ્યમથી દર્શન કરતા હો, તો સાધુને વંદન થાય છે ! તો શું આ ગુરુજનોમાં દોષ નથી હોતા ? દોષ હોય છે, પરંત દોષ જોવાના હોતા નથી. ગુરુજનોના દોષ જોવાતા નથી પરંતુ ગુણ જોવાય છે. જ્યાં સુધી જીવ છદ્મસ્થ રહેશે ત્યાં સુધી તેનામાં દોષ રહેવાના જ છે. દર્શન-વંદન દોષોને કરવાનાં નથી. ગુણોને કરવાનાં છે. આપણી કલ્પનામાં સાધુપુરુષ તો "ગુણમૂતિ” જ હોવા જોઈએ. "ગુણમૂર્તિ” સમજીને જ વંદના કરવી જોઈએ. જો તમે દોષ જોવા જશો તો જીવમાં બે-ચાર દોષ નથી, પરંતુ અસંખ્ય અને અનંત છે ! કેટલા દોષ જોશો? તમારી દ્રષ્ટિ જ દોષમય બની જશે! તમારું વંદન ભાવવંદન નહીં રહે, માત્ર શુષ્ક ક્રિયા બની જશે વંદનની ! વંદન કરવું છે તો શુભ મનથી, મધુર વાણીથી અને પવિત્ર કાયાથી કરતા રહો. ગુરુવંદન કેમ કરવાં જોઈએ ગુણવાનોને વંદના કરવાથી આપણામાં પણ એ ગુણ આવે છે. ગુણવાન બનવા માટે જ ગુરુવંદન કરવામાં આવે છે. ગુણવાન પુરુષ સદેવ પૂજનીય હોય છે. એવા પૂજ્ય પુરુષો પાસે જવાનું છે, કંઈક શીખવાનું છે, કંઈક મેળવવાનું છે, વાત કરવાની છે. જે કંઈ કરવાનું છે તે વંદન કરીને કરવાનું છે. ગુરુદેવોને વંદન કરવાનાં એવાં આઠ પ્રમુખ પ્રયોજનો છે. * પહેલું પ્રયોજન છે પચ્ચખ્ખાણ લેવાનું. ગ્રંથકારે લખ્યું છે: “Tદ સગીરે પ્રત્યાક્યાનામવિત્તઃ ” સવારે પ્રતિક્રમણ કરતી વખતે તમે તમારા મનમાં નવકારસી, પોરસી, આયંબિલ, ઉપવાસનું જે કોઈ પચ્ચખ્ખાણ કર્યું હોય તે જ પચ્ચખાણ ગુરુની પાસે જઈને લેવું જોઈએ. ભાવના વધી જાય તો આયંબિલની જગાએ ઉપવાસનું પચ્ચખ્ખાણ કરી શકો છો ! નવકારસીની જગાએ પોરસીનું પચ્ચખ્ખણ કરી શકો છો. પચ્ચખ્ખાણ લેતા પૂર્વે વિધિપૂર્વક ગુરુવંદન કરવું જોઈએ. * બીજું પ્રયોજન છે ક્ષમાયાચનાનું. ગુરુ પ્રત્યે કોઈ અવિનય થઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, તો એમની ક્ષમા માગવાની હોય, તો વંદન કરીને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાવકજીવન ક્ષમા માગવી જોઈએ. * ત્રીજું પ્રયોજન છે પ્રાયશ્ચિત લેવાનું. પોતાનાં પાપોનું ગુરુ સમક્ષ પ્રકાશન આલોચન કરીને પ્રાયશ્ચિત લેવાનું હોય તો સર્વપ્રથમ વંદન કરવું જોઈએ. * ચોથું પ્રયોજન છે જ્ઞાનપ્રાપ્તિનું. ગુરુ પાસેથી વાચના લેવાની હોય, ગુરુને પ્રશ્ન પૂછવાનો હોય, વિશેષ જ્ઞાન મેળવવું હોય, તો પહેલાં વંદન કરવું જોઈએ. * પાંચમું પ્રયોજન છે પ્રતિક્રમણ પ્રતિક્રમણમાં ગુરુવંદન કરવાનું હોય જ છે. છ આવશ્યકોમાં "વંદન” એક આવશ્યક છે. * છઠું પ્રયોજન છે અનશનનું. અનશન સ્વીકારવા પૂર્વે ગુરુવંદન કરવું પડે છે. ગુરુકૃપા પ્રાપ્ત કરીને અનશન કરવામાં આવે છે. * સાતમું અને આઠમું પ્રયોજન અમારા સાધુ-સાધ્વીઓ માટે હોય છે. અમારે ત્યાં મેહમાન-અતિથિ સાધુ આવ્યા હોય તો અમારે “અલ્યાણ યામિ” બોલીને વંદન કરવાનું હોય છે અને યોગોદ્વહનની ક્રિયામાં વંદન કરવામાં આવે વંદન ક્યારે કરવું જોઈએ? આ બધાં વંદન કરવાનાં પ્રયોજન છે, પરંતુ વંદન કરતી વખતે દેશ અને કાળ જોવા જોઈએ. કયા સમયે વંદન કરવું જોઈએ, કયા સમયે ન કરવું જોઈએ, એ વાતનો વિવેક હોવો જોઈએ. કઈ જગાએ વંદન કરવું જોઈએ, કઈ જગાએ ન કરવું જોઈએ, એ વિવેક પણ હોવો જોઈએ. - જે સમયે ગુરુ શાન્ત બેઠા હોય, - પોતાના આસન ઉપર બેઠા હોય, - અપ્રમત્ત હોય અને – વંદનનો પ્રત્યુત્તર આપવા તત્પર હોય ત્યારે વંદન કરવું જોઈએ. જે સમયે ગુરુદેવ ધર્મચિંતનમાં મગ્ન હોય, ધર્મચર્ચામાં વ્યસ્ત હોય, ધર્મનો ઉપદેશ આપવામાં પ્રવૃત્ત હોય, તે સમયે વંદન ન કરવું જોઈએ. ગુરુદેવ ઊભા હોય, તમારા તરફ લક્ષ્ય ન હોય, એ સમયે વંદન ન કરવું જોઈએ. ગુરુદેવ સૂતા હોય, અથવા રોષમાં હોય, એ સમયે વંદન ન કરવું. સભામાંથી સાધુપુરુષ રોષ કરે ? મહારાજશ્રી ઃ કોઈક વાર રોષ કરવો પડે છે. પ્રેમથી, વાત્સલ્યથી સમજાવવા છતાં પણ તમે લોકો ન સમજતા હો, ન સુધરતા હો ત્યારે રોષ કરવો પડે છે ! Page #123 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૧૭ વિશેષ પરિસ્થિતિમાં આચાર્યને ક્રોધ, રોષ કરવાની રજા તીર્થકરોએ આપેલી છે ! આચાર્ય વિશેષ પરિસ્થિતિમાં ક્રોધ કરી શકે છે, પરંતુ તે માત્ર અભિવ્યક્તિ હોય છે ! તેમના હૃયમાં તો કરુણા જ હોય છે. કેટલાક લોકો અમારા આહાર-સમયે જ વંદન કરવા આવે છે ! અથવા સ્પંડિલ જવાનો સમય હોય છે ! કહે છેઃ "મહારાજ! બે મિનિટ રોકાઓ, મારે વંદન કરવું છે !” એ સમયે વંદન ન કરવું જોઈએ. અસમયે વંદન કરવાથી, અસ્થાને વંદન કરવાથી ગુરુજનોને – ધર્મકાર્યમાં અંતરાય આવે છે, - વંદન પ્રત્યે દુર્લક્ષ્ય સેવાય છે, – વંદન કરનારા પ્રતિ કોઈક વાર ક્રોધ પણ આવે છે, – શારીરિક હાજત રોકવાથી શરીરમાં રોગ પણ થાય છે. એટલા માટે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને જ વંદન કરવાં જોઈએ. શ્રમણ સંઘમાં વંદનની મર્યાદાઓ : જેવી રીતે તમે શ્રાવક-શ્રાવિકાઓ અમને વંદન કરો છો, તેમ અમારે પણ વંદન કરવાનાં હોય છે. દીક્ષા પર્યાયમાં અમારાથી જેઓ મોટા હોય છે, તેમને પ્રતિદિન વંદન કરવાનાં હોય છે. જેઓ જ્ઞાનસ્થવિર હોય છે એટલે કે વિશિષ્ટ જ્ઞાની હોય છે, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વંદન કરવાનાં હોય છે. જે પ્રવર્તક સાધુ હોય છે, એટલે કે સાધુસમુદાયને સવ્યવહારોમાં જે પરિવર્તિત કરે છે, તે પણ વંદનીય છે. ઉપાધ્યાય અને આચાર્ય પણ વંદનીય હોય છે. પરંતુ દીક્ષિત પિતા પોતાના દીક્ષિત પુત્રને વંદન કરતો નથી. ભલે ને પુત્રે પિતાની પહેલાં દીક્ષા લીધી હોય. એ જ રીતે દીક્ષિત માતા પોતાની દીક્ષિત પુત્રીને વંદન નથી કરતી, દિક્ષિત પુત્રને પણ વંદન નથી કરતી. એ રીતે દીક્ષિત મોટો ભાઈ પોતાના દીક્ષિત નાના ભાઈને વંદન કરતો નથી. બહેનોમાં પણ એ જ વ્યવહાર છે. પુત્ર સાધુ છે, માતા-પિતા સંસારી છે, તો માતાપિતા પુત્ર-સાધુને વંદન કરે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રાવકજીવન અમારે ત્યાં સાધુસમુદાયોમાં અને સાધ્વીસમુદાયમાં વંદનવ્યવહારનું ચુસ્ત રીતે પાલન થાય છે. સાધુજીવનમાં પ્રધાન ધર્મ જ વિનય છે. ધર્મનું મૂળ વિનય છે. વંદનથી વિનયનું પાલન થાય છે. વંદનથી નમ્રતા આવે છે. પરસ્પરનો સ્નેહ ટકી રહે છે. ગુરુવંદનથી વિશેષ રૂપે છ ગુણોની પ્રાપ્તિ થાય છે. વંદનથી ગુણપ્રાપ્તિ : * સૌ પ્રથમ તો વિનયગુણની પ્રાપ્તિ થાય છે, ગુરુવિનય થાય છે. * બીજો નમ્રતાનો ગુણ પ્રાપ્ત થાય છે, અભિમાન દૂર થાય છે. * વંદન કર્યાં એટલે ગુરુપૂજા કરી, ગુરુપૂજાથી ગુરુતા પ્રાપ્ત થાય છે. * "ગુરુને વંદન કરવાં જોઈએ” આ જિનાજ્ઞા છે. વંદન ક૨વાથી જિનાજ્ઞાનું પાલન થાય છે. * ગુરુવંદન કરીને તમે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો છો. આ શ્રુતધર્મની આરાધના છે. * વંદનથી વિનય આવે છે અને વિનયથી કર્મનાશ થાય છે. વંદન કરવાથી આટલા બધા ગુણોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પ્રતિદિન ગુરુવંદન કરવાં જોઈએ. સવારે, બપોરે અને સાંજના - ત્રણે સમયે ગુરુવંદન કરવાં જોઈએ. * જે સમયે વંદન કરવાનાં હોય છે એ સમયે વંદન કરવામાં ન આવે તો "અવિનય" વધે છે. "અવિનય” એ મોટો દોષ છે. વંદન ન કરવાથી દોષવૃદ્ધિ : ગુરુવંદન ન કરવાથી અભિમાન વધે છે. ગુરુ નજીક જ હોવા છતાં પણ ગુરુની ઉપેક્ષા કરીને જે ગુરુને વંદન નથી કરતો તેનું અભિમાન વધે છે. અભિમાની મનુષ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. ગુરુ હોવા છતાં ગુરુને વંદન ન કરવાં, એ ગુરુનો તિરસ્કાર છે. ગુરુનો તિરસ્કાર કરવો એ ખૂબ મોટો દોષ છે, મોટું પાપ છે. # ગુરુનો તિરસ્કાર કરવાથી "નીચ ગોત્ર” કર્મ બંધાય છે. અનેક જન્મો સુધી આ નીચ ગોત્રકર્મ દુઃખ આપે છે. આ કર્મથી પશુયોનિમાં પણ જન્મવું પડે છે, અને અસહ્ય દુઃખ સહન કરવાં પડે છે. "બોધિ”ની પ્રાપ્તિ નથી થતી. એટલે કે અનેક જન્મોમાં, અસંખ્ય જન્મોમાં સર્વશ શાસનની પ્રાપ્તિ નથી થતી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અભિમાનથી, તિરસ્કાર ભાવથી જે મનુષ્ય ગુરુવંદના નથી કરતો, તે દીર્ઘકાળ દરમિયાન સંસારમાં ભટકતો રહે છે. ભાગ ગુરુની સાથે તમારો વ્યવહાર કેવો છે ઃ જો તમારા હૃદયમાં ગુરુ પ્રત્યે બહુમાન છે, ભક્તિભાવ છે, તો તમે આ રીતે અવિનય નહીં કરો. તિરસ્કાર નહીં કરો. ગુરુજનો પ્રત્યે તમારો વ્યવહાર ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ. કેટલીક મહત્ત્વપૂર્ણ ઔચિત્યપાલનની વાતો બતાવું છું. જો તમે ચાલતી વખતે ગુરુની સાથે ચાલતા હો તો એમની આગળ ન ચાલો. હા, ગુરુને માર્ગ બતાવવાનો હોય તો તમે આગળ ચાલી શકો છો, એ સિવાય નહીં. તમારે ગુરુની પાછળ પાછળ ચાલવું જોઈએ, પરંતુ એકદમ નિકટ નહીં, બેત્રણ ડગલાં પાછળ ચાલવું જોઈએ. # ગુરુના ખભાથી ખભો મેળવીને, મિત્રની જેમ ન ચાલવું જોઈએ. ॥ ગુરુ ઊભા હોય તો તેમની આગળ ઊભા ન રહેવું. # ગુરુ ઊભા રહે તો તેમની પીઠથી થોડા દૂર ઊભા રહેવું. # ગુરુ ઊભા હોય તો તેમની પાસે મિત્રની જેમ ઊભા ન રહેવું. ગુરુની આગળ, એકદમ નજીક બેસવું નહીં. # ગુરુની પાછળ બે-ત્રણ હાથ દૂર બેસવું. # ગુરુની પાસે મિત્રની જેમ ન બેસવું. ॥ ગુરુના આસનને, શય્યાને તમારો ચરણસ્પર્શ ન થવો જોઈએ. ॥ ગુરુના આસન પર, સંસ્તારક ઉપર બેસવું ન જોઈએ, સૂવું ન જોઈએ. ॥ ગુરુ બોલાવે તો જવાબ આપવો જોઈએ. # ગુરુ સાથે કર્કશ ભાષાપ્રયોગ ન કરવો જોઈએ. ખૂબ મોટેથી ન બોલવું. # ગુરુની પાસે જાઓ તો “મત્કણ્ વામિ' કહો. ॥ ગુરુને "શું છે ?" એમ ન પૂછો પરંતુ "મારા યોગ્ય શું આશા છે ?” એવી રીતે પૂછો. ॥ ગુરુને બહુવચનથી સંબોધન કરવું. ગુરુનો ઉપદેશ સાંભળીને “આપે સારો ઉપદેશ આપ્યો,” એવાં પ્રશંસાનાં વાક્યો Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૨૦ બોલવાં. મનમાં આનંદિત થવું જોઈએ. - “તમને આ સૂત્રનો અર્થ યાદ નથી એવું ન બોલવું જોઈએ. ગુરુના કથનનું ખંડન ન કરવું જોઈએ. ગુરુ સાથે વાત કરવા આવેલી વ્યક્તિ સાથે તમે વાત શરૂ ન કરો. તેને ગુરુ સાથે જ વાત કરવા દો. વચ્ચે તમે બોલ બોલ ન કરો. - ગુરુને વિનયપૂર્વક ભિક્ષા માટે નિમંત્રિત કરો. ગ્લાન-બિમાર સાધુની સમુચિત સેવા કરો. 1 કદી સાધુજનોની નિંદા ન કરવી. સાચા-ખોટાં કલંક ન લગાડો. અવર્ણવાદ ન કરો. આ રીતે તમારો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ, ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ. એનાથી તમે ગુરુકૃપાને પાત્ર બનો છો, તમારું હૃદય નિર્મળ રહે છે અને તમે વિવિધ સુખને પ્રાપ્ત કરશો. પ્રતિદિન ગુરુમુખથી જિનવચનો સાંભળોઃ સદ્ગુરુની પાસે પચ્ચખ્ખાણ લીધા પછી તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવો જોઈએ. આ મૂળ - “ઓરિજિનલ વિધિ છે. વર્તમાનમાં પ્રવચન સાંભળવાનો સમય સવારે ૯-૧૦ વાગે હોય છે. ઠીક છે, તમે પચ્ચખાણ લઈને, ઘેર જઈને નવકારસી કરીને પુનઃ ઉપાશ્રયમાં જઈને જિનવચનોનું શ્રવણ કરો. ગુરુ જ્ઞાની હોય, ગીતાર્થ હોય, સાધુ-આચારોના પાલનમાં જાગૃત હોય તેમની પાસેથી જિનવચનોનું શ્રવણ કરવું જોઈએ. અવશ્ય પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. સભામાંથી એવા ગુરુદેવોનું આગમન જ ક્વચિત હોય છે. મહારાજશ્રી શું કરીએ? જ્યારે એવા ગુરુદેવોનો સંયોગ મળે ત્યારે પ્રતિદિન એમની પપાસના કરતા રહો અને જિનવચન સાંભળતા રહો. અનિવાર્ય કારણ વગર એક દિવસ પણ "મિસ” ના કરો-ખોશો નહીં. તમે લોકો શ્રાવકો છો ને? "શ્રાવક” શબ્દની પરિભાષા જાણો છો ? પ્રસિદ્ધિને સાધુઝનાતુ સામાવાર, કૃતિ-તિ શ્રાવ: !” સાધુપુરુષો પાસેથી જે માણસ પ્રતિદિન "સામાચારી” સાંભળે છે, તે શ્રાવક કહેવાય છે. શ્રાવકનો આ વ્યુત્પત્તિ-અર્થ છે. જે સાંભળે છે તે શ્રાવક છે. જે ધર્મનો ઉપદેશ સાંભળે છે, સર્વજ્ઞ કથિત ધર્મનો ઉપદેશ સાંભળે છે- સાધુપુરુષોના મુખથી સાંભળે છે, તે શ્રાવક છે ! Page #127 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૨૧ સામાચારી જીવન જીવવાની રીત: પ્રાચીન કાળની ઉપદેશ પદ્ધતિ આ હતી - સાધુપુરુષ શ્રાવકોને તેમના આચારધર્મનો ઉપદેશ મુખ્ય રૂપે આપ્યા કરતા હતા. સદાચારોને સમજાવ્યા કરતા હતા. “ગાવાર પ્રથમ ઘર્મ ” પહેલો ધર્મ છે આચાર, સદાચાર. જેઓ શ્રાવક નથી, સમક્તિ દ્રષ્ટિ નથી, જે આદિ ધાર્મિક હોય છે, બીજા બીજા ધર્મોમાં માન્યતા રાખનારા છે, તેમને ઉપદેશ આપવાની પદ્ધતિ જુદી છે. અહીં પ્રસ્તુતમાં શ્રાવકના ઉપદેશની વાત છે. શ્રાવક-શ્રાવિકાઓએ કેવું જીવન જીવવું જોઈએ, એ બતાવવું જોઈએ. ધર્મને કેવી રીતે જીવનમાં જીવવો, એ બતાવવું જોઈએ. શુદ્ધ જીવન-વ્યવહારોનું પાલન કરવાની પ્રેરણા આપવી જોઈએ. પવિત્ર, ઉદાત્ત અને પરોપકારપરાયણ જીવન જીવવાની રીત શીખવવી જોઈએ. જ્યારે સદ્ગુરુનો યોગ મળે, ત્યારે જિનવચન અવશ્ય સાંભળજો. જિનવચન સાંભળવાથીઃ – તમારા સંત હૃદયને શીતળતા મળશે. - અશાન્ત મનને શાન્તિ મળશે. - સમતા અને સમાધિનો અનુભવ થશે. - સારા કાર્યો કરવાની પ્રેરણા મળશે. – Æયમાં પાપોનું પ્રાયશ્ચિત થશે. – ઉચ્ચ કોટિનો ધર્મપુરુષાર્થ કરવાની ભાવના જાગશે. – અધ્યાત્મમાર્ગનો પ્રકાશ મળશે. – નિરાશાઓ મટી જશે. ઉલ્લાસ પ્રકટ થશે. આ વાતો માત્ર કલ્પનાનું ઉડ્ડયન જ નથી, વિજ્ઞાપન-જાહેરાતની માયા-જાળ નથી, પરંતુ વાસ્તવિકતા છે. એના સાક્ષી છે ? – ગુજરશ્વર રાજા કુમારપાળ ! – માલવદેશના મહામંત્રી પેથડશાહ ! - કાન્યકુબ્ધ દેશનો રાજા આમ ! – મોગલ બાદશાહ અકબર ! અને આવા અનેક ઐતિહાસિક મહાપુરુષો ! આ મહાપુરુષોના વિષયમાં મેં તમને ઘણી વાર જણાવ્યું છે. હેમચંદ્ર સૂરીશ્વરજીના ચરણોમાં બેસીને કુમારપાળે. ધર્મઘોષ સૂરીશ્વરજીના ચરણોમાં બેસીને પેથડશાહે, બપ્પભટ્ટી સૂરીશ્વરજીના ચરણે બેસીને આમ રાજાએ અને હીર સૂરીશ્વરજીના ચરણે બેસીને અકબરે કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, કેવી ભવ્ય પ્રેરણા મેળવી હતી. કેવી શાન્તિ-સમતા અને સમાધિ મેળવી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રાવકજીવન હતી ? ધર્મપુરુષાર્થની કેવી જ્વલંત પ્રેરણાઓ પ્રાપ્ત કરી હતી, શું તમે નથી સાંભળ્યું ? * વર્તમાનકાળમાં પણ આવા કેટલાય મહાનુભાવોને જાણું છું કે જેઓ યોગ મળતાં દરરોજ જિનવચન સાંભળે છે. એક દિવસ પણ ચૂકતા નથી. તેમણે તેમના જીવનમાં અદ્દભુત પરિવર્તન કર્યું છે. દુરાચારો છોડીને, સદાચારોનું પાલન કરતા રહ્યા છે. દરેક સ્થિતિમાં શાન્તિ અને સમતા ટકાવી રાખે છે. અવસર આવતાં પરોપકારનાં કાર્યો કરે છે. પરમાત્મપૂજા, સામાયિક, પ્રતિક્રમણ જેવી ધર્મક્રિયાઓ કરતા રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન કરે છે. પોતાનાં પારિવારિક કર્તવ્યો નભાવે છે અને સર્વત્યાગમય સાધુજીવન જીવવાની ભાવના રાખે છે. ક્રોધ, માન, માયા અને લોભકષાયો પર જેમણે સારો કાબૂ મેળવ્યો છે. છે આવા મહાનુભાવો વર્તમાનકાળમાં પણ. કારણ કે જિનશાસન છે, જિનશાસનનાં કર્તવ્યો છે, સાધુ-સાધ્વી છે, ઘણું બધું છે આજે, આપણે તેનો લાભ ઉઠાવવો જોઈએ. સભામાંથી શું કરીએ? મન તડપે છે જિનવચન સાંભળવા માટે, પરંતુ દેશકાળ પ્રતિકૂળ છે. આર્થિક વિષમતા છે. શેઠ હોય યા નોકર, સવારે નવ વાગે બજારમાં જવું પડે છે. રાત્રે નવ વાગે થાકયા-પાક્યા પાછા ફરીએ છીએ. જ્યારે સાંભળીએ ધમપદેશ ? મહારાજશ્રી તમારું કહેવું સત્ય છે. આજીવિકાનો પ્રશ્ન વિકટ થતો જાય છે. બજારની સ્થિતિ પણ સારી નથી. આમાં પણ જેઓ નોકરી કરનારાઓ છે, જેઓ સ્કૂલ-કૉલેજોમાં ભણવાવાળા છે તેમને ધમપદેશ સાંભળવો મુશ્કેલ થઈ ગયો છે. શરીરથી જેઓ પરવશ થઈ ગયા છે, રોગગ્રસ્ત છે, તેમને માટે પણ જિનવચનો દુર્લભ થઈ ગયાં છે. છતાં પણ જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય, તમે જિનવચન સાંભળતા રહો. સાંભળવાનો યોગ ન મળે ત્યારે વાંચવાનો પ્રયત્ન કરો. સાંભળો થા વાંચો, કંઈ પણ કરો, તમારે તમારા સદાચારોની-સર્વિચારોની રક્ષા કરવાની છે. સદાચાર અને વિચારો પર આક્રમણ : જો કે કેટલાંક વર્ષોથી સદાચારો ઉપર અને સર્વિચારો ઉપર પ્રબળ આક્રમણ થઈ રહ્યું છે. અને આપણા હજારો-લાખો જૈન પરિવાર એ આક્રમણો સામે આત્મસમર્પણ કરતા જાય છે. સદાચારોને છોડતા જાય છે, દુરાચારોને સ્વીકારતા જાય છે. સવિચારો છોડતા જાય છે અને ખરાબ વિચારોમાં ફ્લાતા જાય છે. - જે પરિવારોમાં ગાળ્યા વગર પાણી પીવામાં આવતું ન હતું એ પરિવારોમાં કયાંક કયાંક શરાબની બાટલીઓ જોવામાં આવે છે. – જે પરિવારોમાં કંદમૂળનો પ્રવેશ વર્ષ હતો ત્યાં ઈંડાં અને આમલેટને પ્રવેશ Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ - મળી ગયો છે. જે પરિવારોમાં વડીલોનો વિનય રાખવામાં આવતો હતો, તેમની મર્યાદાઓનું પાલન થતું હતું, એ પિરવારોમાં વડીલોની ઉપેક્ષા-મર્યાદાભંગ અને તેમનો તિરસ્કાર થાય છે. ૧૨૩ જે પરિવારોમાં લેણ-દેણનો વ્યવહાર શુદ્ધ રહેતો હતો, ત્યાં આજે દગો-કપટ અને વિશ્વાસઘાત થઈ રહ્યાં છે, અર્થપ્રધાન અને ભોગપ્રધાન વિચારધારાઓ વહેવા લાગી છે. આવી વિકટ પરિસ્થિતિમાં સદાચારો અને સદ્વિચારોની રક્ષા કેવી રીતે ફરશો ? રક્ષાના ઉપાયો કરવા જ પડશે. "સદાચાર બચાવો" આંદોલન આવશ્યક : અનેક ઉપાયોમાંનો એક ઉપાય છે આંદોલન કરવાનો. "સદાચાર બચાવો” આંદોલન શરૂ કરી દેવું જોઈએ. પ્રજામાં આંદોલનની પ્રબળ ભાવના ભરી દેવી જોઈએ. યાદ રહે કે સદાચાર અને સદ્વિચારોને નહીં બચાવીએ તો શાસનનેજિનશાસનને નહીં બચાવી શકીએ. જિનશાસનની રક્ષા કરવાની ભાવનાવાળાઓએ સૌ પ્રથમ આ કામ કરવું પડશે - સદાચા૨-રક્ષાનું અને સદ્વિચાર-રક્ષાનું. સદાચારને અને સવિચારોને નષ્ટ કરી નાખનારો એક રાક્ષસ પેદા થઈ ગયો છે - નશાખોરીનો. તમાકુથી બ્રાઉન સુગર સુધી આ રાક્ષસનો પંજો ફેલાયેલો છે. કિશોરો અને કિશોરીઓ આ રાક્ષસની લપેટમાં આવી ગયાં છે. આ નાદાનોને કોણ બચાવે ? કેવી રીતે બચાવવાં આ નિર્દોષોને ? જિનવચનને સહારે જ આ લોકોને બચાવી શકાય. આયોજન કરવું પડશે, એ લોકો સુધી જિનવચન પહોંચાડવાનું. આ કાર્યમાં જેટલો વિલંબ થશે, એટલો જ આ નશાખોરીનો રાક્ષસ સંઘ-સમાજને ભક્ષ્ય બનાવી દેશે. એટલા માટે વિભિન્ન માધ્યમોથી જિનવચનોનો વધારેમાં વધારે પ્રસાર કરવો પડશે. તતો બિનવચનશ્રવળે નિયોઃ - પચ્ચક્ખાણ કર્યા પછી જિનવચનનું શ્રવણ કરવાનો નિયમ હોવો જોઈએ. એ વાતનો તાત્પર્યાર્થ બતાવ્યો છે. આ વાતનું મહત્ત્વ બતાવ્યું છે. તમે ગંભીરતાથી વિચારજો. આજે, બસ આટલું જ. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના સ્વરચિત “ધબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દૈનિક ચર્યા બતાવી છે. પ્રાભાતિક કાર્ય બતાવતાં તેમણે : – શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું. – દેહશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને ગૃહમંદિરમાં ચૈત્યવંદન કરવું. - પ્રતિક્રમણ દરમિયાન પચ્ચક્ખાણ-ધારણા કરવી. – પરિવાર સાથે જિનભવન જવું. – વિધિપૂર્વક જિનપૂજા કરવી. – ગુરુવંદન કરવાં, ધારણા અનુસાર પચ્ચક્ખાણ કરવું. અને તેમની પાસે જિનવચન-શ્રવણ કરવું - આટલી વાતો બતાવી છે. વચ્ચે બીજી કોઈ વાત બતાવી નથી. કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં. બીજું કોઈ કામ નહીં. સારો છે ને આ પ્રાભાતિક કાર્યક્રમ ? તમે પણ આટલો કાર્યક્રમ બનાવી શકો, જો સૂર્યોદય પૂર્વે નિદ્રાત્યાગ કરી શકો તો. સૂર્યોદય પૂર્વે એક કલાકે જાગવું જોઈએ અને બીજા કોઈ કાર્યક્રમની જવાબદારી માથે ન રાખવી જોઈએ. - બીજાં બધાં કાર્યો ધર્મોપદેશ સાંભળ્યા પછી જ કરવાનો નિર્ણય કરી લેવો જોઈએ. હા, જે ગામમાં પ્રતિદિન સદ્ગુરુનો સંયોગ નથી મળતો, ત્યાં જિનપૂજા કર્યા પછી ઉપાશ્રયમાં અથવા ઘરમાં આવીને સામાયિક કરવું. સામાયિકમાં શ્રી નવકાર મંત્રનો જાપ કરવો અને ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવું. પરંતુ સદ્ગુરુનો સંયોગ મળે ત્યારે તેમની પાસે જઈને જિનવચનોનું શ્રવણ કરતા રહેવું. દ૨૨ોજ અથવા કોઈ કોઈ વાર જિનવચન સાંભળવાથી તમારા મનમાં નિરાકુલતા-સ્વસ્થતા રહેશે. મનની શંકાઓ દૂર થશે. સાંભળ્યા પછી ચિંતન કરવું ઃ ગ્રંથકાર કહે છે : સમ્યક્ તવર્ણાકોચનનું રૂા જિનવચન સાંભળ્યા પછી એ વચનોનું વારંવાર - પુનઃ પુનઃ ચિંતન કરવું, ચિંતન કરવા માટે વિશેષ સમય કાઢવાની જરૂર નથી. કપડાં પહેરતાં પહેરતાં, ભોજન કરતાં કરતાં, ટ્રેઈન યા ટેક્સીમાં મુસાફરી કરતાં કરતાં તમે ચિંતન કરી શકો છો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧૨૫ વિચારવાનો સમય ઘણો મળી શકે છે; અને જિનવચનોનું ચિંતન કરવાની કળા હસ્તગત થઈ ગઈ તો તમે ફાલતું પાપ-વિચારણા કરવાની આદતમાંથી બચી જશો. સભામાંથી : ચિંતન કેવી રીતે કરવું જોઈએ એ અમને આવડતું નથી ! મહારાજશ્રી ચિંતનનો પ્રારંભ પ્રશ્નથી, જિજ્ઞાસાથી થાય છે. વધારે પ્રશ્નો મનમાં ન ઊઠે. કોઈ વાત નહીં. બે પ્રશ્નોથી ચિંતનનો પ્રારંભ કરવો. શા માટે ? અને કેવી રીતે ?’ - ૨ ચિંતન કરવું ખૂબ જ આવશ્યક છે, કારણ કે વૃથા શ્રુત-વિનિતમ્ । ચિંતન નહીં કરો તો સાંભળેલું વ્યર્થ જશે. જિનવચનોનું ચિંતન કેવી રીતે કરવું જોઈએ એ હું એક રોચક દૃષ્ટાન્તના માધ્યમથી સમજાવું છું. રાજા પ્રદેશી : શ્રાવસ્તિ નગરી પાસે “સેતવ્યા” નામનું નગર હતું. તે નગર કેકયાદ્ઘ પ્રદેશની રાજધાની હતું. ત્યાંનો રાજા હતો પ્રદેશી. પ્રદેશી અધાર્મિક હતો, ધર્મથી વિપરીત આચરણ કરનારો હતો. તે ખૂબ ક્રૂર, રૌદ્ર, પ્રચંડ અને ક્રોધી હતો. સદાય શિકાર કરતો હતો. પશુ-પક્ષી અને મનુષ્યોની હત્યાથી તેના હાથ રક્તરંજિત રહેતા હતા. રાજા પ્રદેશીના રથનો સારથિ હતો ચિત્ત. ચિત્ત ઉંમરમાં પ્રદેશી કરતાં મોટો હતો. રાજા એને પોતાના ભાઈ સમાન ગણતો હતો. ચિત્ત અર્થશાસ્ત્રમાં પારંગત હતો, તેથી તેણે રાજ્ય-સમૃદ્ધિ વધારી હતી. તે ચારે પ્રકારની નીતિઓમાં કુશળ હતો. પ્રત્યેક કાર્યને સામ, દામ, દંડ અને ભેદથી પતાવવો હતો. રાજા પ્રદેશી વિભિન્ન વાતોમાં ચિત્ત સાથે ચર્ચાવિચારણા કરી લેતો હતો - એક પ્રકારે રાજા ચિત્તને મંત્રી જ માનતો હતો. રાજાનો ઘોર હિંસાચાર ચિત્તને પસંદ ન હતો, પરંતુ તે જાણતો હતો કે "રાજા આત્મતત્ત્વને માનતો જ નથી. એટલે તે પુણ્ય-પાપ અને સ્વર્ગ-નર્કને પણ માનતો નથી. કોઈ જ્ઞાની; કોઈ સાધુ-સંન્યાસી રાજાને આત્માનું અસ્તિત્વ સમજાવી શકતા ન હતા. જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ રાજા નહીં સમજે, ત્યાં સુધી હિંસા વગેરે અનેક પાપોથી તે નિવૃત્ત નહીં બને. હું તો તેનો સેવક છું. મારે એને સમજાવવાની ચેષ્ટા ન ક૨વી જોઈએ. પોતાની યોગ્યતા અનુસાર જ કાર્ય કરવું જોઈએ.” ચિત્તને બોલાવીને એક દિવસે રાજાએ કહ્યું : "તારે શ્રાવસ્તિ જવાનું છે અને રાજા જિતશત્રુને મારી આ ભેટ આપવાની છે.” રાજાની ભેટ લઈને ચિત્ત શ્રાવસ્તિ ગયો. રાજા જિતશત્રુને તેણે ભેટ આપી દીધી. જે સમયે ચિત્ત શ્રાવસ્તિમાં ગયો હતો તે સમયે શ્રાવસ્તિમાં આચાર્ય કેશીકુમાર Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રાવકજીવન પોતાના પ00 શિષ્યો સાથે બિરાજમાન હતા. નગરના ઈશાન ખૂણામાં કોષ્ઠક નામનું ચૈત્ય હતું, ત્યાં આચાર્યદિને નિવાસ કર્યો હતો. ચિત્તે બીજે દિવસે પ્રભાતમાં વિશાળ જનસમૂહને કોષ્ઠક ચૈત્ય તરફ જતો જોયો. તેના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. "આજે નગરમાં કયો મહોત્સવ હશે? અપાર જનસમૂહ એક જ દિશામાં જઈ રહ્યો છે !” ચિત્ત સારથિ શ્રમણોપાસક બને છે ? રથમાં બેસીને ચિત્ત પણ ઈશાન કોણ તરફ ચાલી નીકળ્યો. કોષ્ટક ચૈત્યમાં લોકોનો મોટો મેળો જામ્યો હતો. આચાર્ય કેશીકુમાર - જે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના બહુશ્રુત આચાર્ય હતા, તેમને ચિત્તે જોયા. આચાર્યનું સુંદર રૂપ અને સૌમ્ય આકૃતિ જોઈને ચિત્ત તેમના પ્રત્યે આકર્ષાયિો. લોકો આચાર્યને ત્રણ પ્રદક્ષિણા આપી રહ્યા હતા. ચિત્તે પણ ત્રણ પ્રદક્ષિણા આપી. લોકો આચાર્યને વંદના કરી રહ્યા હતા, ચિત્તે પણ વંદના કરી. આજે પહેલી જ વાર તે જૈન મુનિવરોને જોઈ રહ્યો હતો કારણ કે “સેતવ્યા” નગરીમાં પ્રાયઃ કોઈ પણ સાધુ-મુનિ-સંન્યાસી આવતા ન હતા. રાજા પ્રદેશી સાધુમુનિ-સંન્યાસીઓ પ્રત્યે ઘણા કરતો હતો તિરસ્કાર કરતો હતો. કોઈ કોઈ વાર તો મારી પણ નાખતો હતો. એટલે તવામાં સાધુ-મુનિ-સંન્યાસીનું જવું જ બંધ થઈ ગયું હતું. ચિત્ત સારથિ આચાર્યનો ઉપદેશ સાંભળવા બેઠો. આચાર્યના મધુર, ગંભીર ધ્વનિએ ચિત્તના મનને મોહિત કરી લીધું. આચાર્યે એ દિવસે આત્મતત્ત્વ સમજાવ્યું. પરમાત્માની ઓળખાણ કરાવી, ગુરુનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મતત્ત્વનો વાસ્તવિક બોધ આપ્યો. ચિત્તના દયમાં એક-એક વાત સ્પર્શી ગઈ. ચિત્ત બુદ્ધિશાળી હતો, તે એક-એક વાતને બુદ્ધિથી માપતો હતો અને તેનો સ્વીકાર કરતો હતો. ઉપદેશ પૂર્ણ થયો, તે મહેલમાં આવ્યો. તેના મનમાં સાંભળેલી વાતોનું ચિંતન ચાલી જ રહ્યું હતું. રાજા જિતશત્રુએ ચિત્તને કેટલાક દિવસો શ્રાવસ્તિ નગરીમાં રોકાવા કહ્યું. તેને ખૂબ આનંદ થયો. "સારું થયું, અહીં થોડાક દિવસ વધારે રોકાવાનું થયું! હું જ્યાં સુધી અહીં રહીશ, પ્રતિદિન આચાર્યનો ઉપદેશ સાંભળવા જઈશ ! એક પ્રહર પસાર થઈ જાય છે. લાગે છે એક ઘટિકા જ પસાર થઈ છે! આચાર્યશ્રી એક-એક વાત યુક્તિપૂર્વક કહે છે. ભિન્ન ભિન્ન ઉદાહરણો લઈને વાતને સિદ્ધ કરે છે. શાન્ત અને સ્પષ્ટ શૈલીમાં સમજાવે છે. કાશ ! મારા મહારાજા આ ઉપદેશ સાંભળે. પરંતુ તેઓ તો સાધુપુરુષોને જોતાં જ ભડકે છે, પ્રજ્વલિત થઈ જાય છે.” Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૨૭ ચિત્તને અહીં શ્રાવસ્તિ નગરીમાં બીજું તો કોઈ કામ ન હતું. બપોરે અને રાત્રિના પ્રથમ પ્રહરમાં તે આત્મતત્ત્વ ઉપર જ વિચારતો હતો. પરમાત્માના વિષયમાં જ વિચારતો હતો. ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વની જે વાતો સાંભળી હતી, તે વાતો ઉપર ઉહાપોહ કરતો હતો. બીજે દિવસે તે કોષ્ટક વનમાં ગયો. આચાર્યદેવને ત્રણ પ્રદક્ષિણા આપીને, ભાવપૂર્વક વંદના કરીને, ઉપદેશ સાંભળવા બેઠો. આચાર્યદેવે અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહ - આ પાંચ અણુવ્રતો સમજાવ્યાં. ગુણવ્રત અને શિક્ષાવ્રતો પણ સમજાવ્યાં. ગૃહસ્થધર્મનું સુંદર રીતે પ્રતિપાદન કર્યું. વ્રતમય, સંયમમય જીવનની મહાનતા બતાવી. "મનુષ્ય· જીવનની સાર્થકતા વ્રત-સંયમથી જ છે,” એ વાત સમજાવી. ચિત્તને ઉદાત્ત-મહાન અને ઉત્તમ જીવન જીવવાનું સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું. સરળ સ્વભાવનો તો હતો જ ! આચાર્યદેવનો ઉપદેશ સીધો જ હૃદયમાં ઊતરી ગયો. ઉપદેશ પૂર્ણ થયા પછી તેણે આચાર્યદેવને વંદના કરી, ઉપદેશની વારંવાર પ્રશંસા કરી અને તે પોતાના મહેલમાં પાછો ફર્યો. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતોના વિષયમાં તે દિનભર વિચારતો રહ્યો. “શું હું પણ આ વ્રતોને ગ્રહણ કરી શકું ? આ વ્રતોનું પાલન કરી શકું ખરો ? વ્રતપાલન કરવાની મારામાં ક્ષમતા છે ખરી ? એનાથી જીવનમાં આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થશે ખરી ?” રાત્રે પણ જ્યાં સુધી નિદ્રા ન આવી ત્યાં સુધી તે વિચાર કરતો જ રહ્યો. આજે ત્રીજો દિવસ હતો. તે સવારનાં કાર્યો પતાવીને સીધો કોક વનમાં પહોંચ્યો. આજે તેણે આચાર્યદેવને પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પછી પ૦૦ મુનિવરોને વંદના કરી. આજે એનું હૃદય આનંદથી, હર્ષથી ગદગદિત થઈ જતું હતું. તે અપ્રમત્ત થઈને ઉપદેશ સાંભળવા બેઠો. આજે આચાર્યદેવે મહાવ્રતમય શ્રમણજીવનનું વર્ણન કર્યું - એક એક મહાવ્રત બતાવ્યું. એક એક "સમિતિ-ગુપ્તિ”નું વર્ણન કર્યું. સાધુજીવનની દિનચર્યા બતાવી. શ્રમણના જ્ઞાનાનંદનું વર્ણન કર્યું. સાંભળતાં સાંભળતાં ચિત્ત હર્ષવિભોર થઈ ગયું. “આ શ્રમણજીવન જ શ્રેષ્ઠ જીવન છે.” આ વાત તેના હ્દયમાં ઊતરી ગઈ. ઉપદેશ પૂર્ણ થતાં તેણે આચાર્યદેવને વંદના કરી અને તે પોતાના સ્થાને ગયો. તેના મનમાં શ્રમણજીવનનાં મહાવ્રતો ઉપર ચિંતન શરૂ થઈ ગયું. “મહાવ્રતમય શ્રમણજીવન કેટલું નિષ્પાપ છે ! કેટલું ઉત્તમ છે ? પરંતુ શું હું એ જીવન પામી શકું ? એ જીવન જીવવાની મારી ક્ષમતા છે ? નહીં, અત્યારે આ સમયે હું શ્રમણોપાસક બની શકું છું. બાર વ્રતોનું પાલન કરી શકું છું. જે કોઈ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રાવકજીવન આરાધના શક્ય છે, એનું પાલન માટે કરવું જોઈએ. કાલે ગુરુદેવની પાસે જઈને ગૃહસ્થધર્મનો સ્વીકાર કરી લઈશ.” અને ચિત્ત ગયો આચાર્ય કેશીની પાસે. તેણે બાર વ્રતો સ્વીકારી લીધાં. તે શ્રમણોપાસક બની ગયો. ખૂબ આનંદિત થઈને રાજભવનમાં પાછો ફર્યો. રાજા જિતશત્રુએ ચિત્તને બોલાવીને કહ્યું : "ચિત્ત, મારો આ ઉપહાર મહારાજા પ્રદેશીને આપજે." ચિત્તે ઉપહાર લીધો અને સેતવ્યા જવાની તૈયારી કરી. તેણે પોતાના મનમાં વિચાર્યું : "હું આચાર્યદેવને સેતવ્યા પધારવા વિનંતી કરું. જો તેઓ સેતવ્યા પધારે તો મહારાજનું હૃદય-પરિવર્તન થઈ શકે. તેમનું ઉજડેલું જીવનવન નંદનવન બની શકે.” ચિત્ત રથમાં બેઠો, કોષ્ઠક વનમાં ગયો, આચાર્યદેવને વંદના કરીને વિનયથી બેઠો. તેણે કહ્યું ઃ “ભગવંત, હું આપને સેતવ્યા પધારવા માટે વિનંતી કરું છું. સેતવ્યા પધારવાથી મહાન ઉપકાર થશે, ગુરુદેવ !" “મહાનુભાવ, સેતવ્યાનાં દ્વાર સાધુ-મુનિ-સંન્યાસી માટે સદૈવ બંધ રહે છે. સેતવ્યાનાં વન-ઉપવનમાં પણ તેમને પ્રવેશ મળી શકતો નથી, એવું અમે સાંભળ્યું છે." આચાર્યદેવે કહ્યું, “ગુરુદેવ, આપના પધારવાથી સેતવ્યાનાં દ્વાર સદાને માટે ખૂલી જશે. સેતવ્યાનાં વન-ઉપવન સાધુ-મુનિ-સંન્યાસીઓની ધર્મદેશનાથી ગુંજવા લાગશે અને અમારા મહારાજાનું હૃદય-પરિવર્તન થશે. હજારો સ્ત્રી-પુરુષોનું આત્મકલ્યાણ થશે. આપની અનુકૂળતા અનુસાર પધારવા કૃપા કરો.” આ રીતે ચિત્તે ખૂબ જ અનુનય કર્યો. આચાર્યદેવે અનુનયનો સ્વીકાર કર્યો. ચિત્ત અત્યંત આનંદિત થયો. આચાર્યને વંદના કરીને તે પોતાના આવાસે આવ્યો. હૃદયમાં આશા અને ઉમંગ ભરીને તે ચેતવ્યા તરફ ચાલી નીકળ્યો. આચાર્ય કેશીકુમાર સેતવ્યા તરફ ઃ જો કે આચાર્યદેવે સેતવ્યા તરફ જવા અંગે ખૂબ વિચાર કર્યો. તેઓ પોતે તો મરણાન્ત ઉપસર્ગથી પણ નિર્ભય હતા, પરંતુ સાથે પ૦૦ સાધુઓનો વિચાર તેમને વિચલિત કરી રહ્યો હતો. વાસ્તવમાં રાજા પ્રદેશીએ અનેક સાધુ-સંન્યાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ ચિત્ત કે જે પ્રદેશીનો સારથિ હતો, મંત્રી હતો, પ્રિયપાત્ર હતો, તે શ્રમણોપાસક બન્યો હતો; એટલા માટે તેઓ સેતવ્યા જવા માટે તત્પર બન્યા હતા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રાવસ્તિના શ્રમણોપાસકોએ આચાર્યદેવને સેતવ્યા ન જવા માટે ખૂબ સમજાવ્યા, પરંતુ પરોપકાર - રસિક આચાર્યદેવે સેતવ્યા જવાનો પોતાનો નિર્ણય ન બદલ્યો. "અમારા જીવનનું અસ્તિત્વ જ પરોપકાર માટે છે.” એ વાત ઉપર તેઓ અડગ હતા. તેમણે શુભ મુહૂર્તમાં સેતવ્યા તરફ વિહાર કર્યો જ. ભાગ - ૨ આ બાજુ ચિત્તે સેતવ્યા જઈને નગર બહારના મૃગવન’ના રક્ષકોને કહી દીધું ઃ "જિનમતના આચાર્ય પોતાના ૫૦૦ શિષ્યો સાથે અહીં પધારવાના છે. તેમનો સ્વાગત-સત્કાર થવો જોઈએ, સમજ્યાને !” પળવાર તો રક્ષકો સ્તબ્ધ થઈ ગયા. પછી તેમણે કહ્યું : "આપની આજ્ઞા છે તો અમે એમનું ઉચિત સ્વાગત કરીશું અને તેમને મૃગવનમાં ઉતારો આપીશું.” આચાર્યદેવ સાથે પ્રદેશીનું મિલન : વિહાર કરતા કરતા આચાર્યદેવ ૫૦૦ શ્રમણો સાથે સેતવ્યા પધાર્યા. મૃગવનના રક્ષકોએ એમને પ્રણામ કરીને તેમનું સહર્ષ સ્વાગત કર્યું અને મૃગવનમાં સ્થિરતા કરવા વિનંતી કરી. આચાર્યદેવ મૃગવનમાં સ્થિર થયા. આ બાજુ એક વનરક્ષકે જઈને ચિત્તને આચાર્યદેવના આગમનના સમાચાર આપી દીધા. ચિત્તે રાજા પ્રદેશીને કહ્યું : "મહારાજ, કમ્બોજથી નવા સુંદર અશ્વો આવ્યા છે. મેં રથમાં જોડ્યા છે. પધારો... નગરની બહાર ફરીને આવીએ.” રાજા રથમાં બેસી ગયો. ચિત્તે રથને નગરના બાહ્ય પ્રદેશમાં લાવીને દૂર દૂર જંગલમાં દોડાવ્યો. રાજા આનંદિત થયો. તેને અશ્વો પસંદ પડ્યા. તેણે અશ્વોની પ્રશંસા કરી. ચિત્તે રથ પાછો લીધો. રાજાએ કહ્યું : "ચિત્ત રથને મૃગવનમાં લેજે. થોડોક સમય વિશ્રામ કરીને પછી નગ૨માં જઈશુ.” ચિત્ત જેવું ઇચ્છતો હતો તેવું જ થઈ રહ્યું હતું. તે મનમાં ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યો હતો. રથ મૃગવનમાં પ્રવેશ્યો. વનરક્ષકોએ રાજાને પ્રણામ કર્યા. જે પ્રદેશમાં આચાર્ય બિરાજતા હતા તેનાથી થોડેક જ દૂર એક સુંદર લતામંડપની પાસે રથને રોકી દેવામાં આવ્યો. રાજા અને ચિત્તે લતામંડપમાં પ્રવેશ કર્યો. બંને જણા ત્યાં બેઠા. આ બાજુ આચાર્ય કેશીકુમાર પોતાના ૫૦૦ શ્રમણોને જ્ઞાન-દાન આપી રહ્યા હતા. મૃગવનના નીરવ વાતાવરણમાં આચાર્યનો મધુર, ગંભીર અવાજ ગુંજી રહ્યો હતો. રાજા પ્રદેશીના કાને અવાજ આવ્યો. રાજાએ ચિત્તની સામે જોયું. રાજાના મુખ ઉપર, આંખોમાં નફરતનો ભાવ ઉમટવા લાગ્યો. તેણે ચિત્તને પૂછ્યું : "કોણ છે આ ? કોનો અવાજ છે આ ?" : ચિત્તે વિનયપૂર્વક કહ્યું : “મહારાજ, આ આચાર્ય કેશીકુમાર છે. આજે જ અહીં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રાવકજીવન આવ્યા છે.” રાજાએ કહ્યું: "તેને કહો કે તે અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલ્યા જાય.” ચિત્તે કહ્યું: “મહારાજ, મેં સાંભળ્યું છે કે આ આચાર્ય ખૂબ શાની છે. આપણે એમની પાસે જઈએ. તેમને જે પૂછવું હોય તે પૂછો. જો તેઓ આપના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર ન આપે તો તેમને તરત જ અહીંથી ચાલ્યા જવાનું કહીશું.” ચિત્ત ઊભો થયો. રાજા પણ અનિચ્છાએ ચિત્તની સાથે ચાલ્યો. બંને જણા આચાર્યની પાસે આવ્યા. ચિત્તે વિનયપૂર્વક પ્રણામ કર્યા. રાજા પ્રદેશીએ અવિનય પ્રકટ કર્યો. ઊભા ઊભા જ પ્રદેશીએ આચાર્યને કહ્યું: "શ્રમણ નિગ્રંથોની આ પ્રતિજ્ઞા છે, આ દૃષ્ટિ છે, આ રુચિ છે, આ ઉપદેશ છે, આ સંકલ્પ છે, આ માને છે, પ્રમાણ છે કે જીવ પૃથકુ છે અને શરીર પૃથક છે. પરંતુ તેઓ નથી માનતા કે જે જીવ છે તે જ શરીર છે." આચાર્યે મધુર સ્વરે કહ્યું : "રાજનું, મારો વિચાર પણ એ જ છે કે જીવ અને શરીર પૃથક પૃથક છે. જે જીવે છે એ જ શરીર છે – આ મારો મત નથી.” પ્રદેશ બોલ્યો : "જીવ અને શરીર પૃથક-પૃથક છે અને જે જીવ છે, તે જ શરીર છે એવું જો ન માનતા હો તો હે શ્રમણ, માની લો કે મારા દાદા પાપકર્મોને કારણે મરીને નરકમાં ગયા હશે. હું એમનો પૌત્ર છું. તો મારા દાદાએ અહીં આવીને મને કહેવું જોઈએ કે “બેટા, ઘોર પાપને કારણે હું નરકમાં ગયો છું. એટલા માટે તું પાપ ન કરતો.” હે શ્રમણ, જો મારા દાદા આવીને મને એમ કહે તો હું જીવ અને શરીરને ભિન્ન માની શકું છું. મારા દાદા હજુ સુધી તો આવ્યા નથી. એટલા માટે હું માનું છું કે તેમના શરીરની સાથે જીવ પણ નષ્ટ થઈ ગયો હશે.” આચાર્યદેવે કહ્યું ”રાજનું, હું એક પ્રશ્ન પૂછું છું. માની લો કે કોઈ દુષ્ટ પુરુષ તમારી રાણીની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ જાય, તો તેને શું દંડ આપશો ?” રાજાએ કહ્યું: "તેના શરીરના ટુકડા કરાવી દઉં...” આચાર્ય બોલ્યા : "પરંતુ તે પુરુષ કહે કે જરાક થોભો, હું મારા સંબંધીઓને જરા પૂછીને આવું કે વ્યભિચારનું ફળ પ્રાણદંડ છે, મોત છે." તો તું શું કરીશ? રાજાએ કહ્યું ક્ષણમાત્રનો વિલંબ કર્યા વગર હું એને મારી નાખીશ.” આચાદવે કહ્યું : "રાજનું બરાબર આ જ રીતે તારા દાદા નરકમાં પરાધીન છે, સ્વતંત્ર નથી. એટલા માટે તને કશું કહેવા માટે અહીં આવી શકતા નથી.” પ્રદેશીએ કહ્યું: "ઠીક છે, નરકમાં પરાધીનતા છે એટલે જીવ ત્યાંથી બહાર નીકળી શકતો નથી. પરંતુ મારી માતા તો ખૂબ જ ધાર્મિક હતી, તેણે ખૂબ જ ધમી કર્યો હતો, તે તો સ્વર્ગમાં ગઈ હશે ને ? સ્વર્ગમાં તો જીવ પરાધીન નહીં હોય, Page #137 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૩૧ તો અહીં આવીને મને કેમ નથી કહેતી કે "બેટા, ધર્મના પ્રભાવે હું દેવલોકમાં દેવ બની છું, તું પણ ધર્મ કર.” જો મારી માતા આવીને મને કહે તો હું માની શકું કે જીવ અને શરીર ભિન્ન છે.” આચાર્યે કહ્યું: “રાજનું દેવલોકમાં જેઓ જાય છે તેઓ દિવ્ય પ્રેમમાં ડૂબી જાય છે. દિવ્ય વૈષયિક સુખોમાં આસક્ત થઈ જાય છે, એટલા માટે તેઓ અહીં આવતાં નથી. અને મનુષ્યલોક એટલો દુર્ગધમય, અશુભ છે કે દેવો અહીં આવવાનું પસંદ કરતા નથી. એટલા માટે સ્વર્ગમાં ગયેલી તારી માતા અહીં તારી પાસે આવતી નથી.” રાજા મૌન રહ્યો. તેણે ચિત્તની સામે જોયું. ચિત્તને કહ્યું "આજે હું થાકેલો છું. અત્યારે આપણે ચાલીએ, કાલે પાછા આવીશું. મારે ઘણા પ્રશ્નો પૂછવા છે.” ચિત્તે કહ્યું : “આચાર્યશ્રી અહીં એક માસ રોકાવા ઇચ્છે છે, એટલે આપ પ્રતિદિન અહીં આવીને જે કોઈ પ્રશ્નો પૂછવા હોય તે પૂછજો. મને વિશ્વાસ છે કે આપના પ્રશ્નોનું અહીં અવશ્ય સમાધાન થશે." બંને જણા ઊભા થયા, ચિત્તે બે હાથ જોડીને, મસ્તક નમાવીને પ્રણામ કર્યા. રાજાએ પણ એ જ રીતે નમસ્કાર કર્યો. આચાર્યો “ધર્મલાભ”નો આશીર્વાદ આપ્યો. અને રાજા ચિત્તની સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. રાજા આચાર્યથી પ્રભાવિત થાય છે ? ચિત્તના મનમાં અતિ સંતોષ થયો. તે પોતાના મનમાં વિચારે છેઃ "ખૂબ સારું થયું. સારી ધર્મચર્ચા થઈ. આ રીતે પ્રતિદિન વાર્તાલાપ થશે તો મહારાજનું જીવન સુધરી જશે. તેમનો શિકાર છૂટી જશે. માંસાહાર અને મદિરાપાન છૂટી જશે. ઘણાં બધાં પાપ છૂટી જશે. જીવન ધર્મમય બની જશે. તેમનો પરલોક સુધરી જશે. સાચે જ હું એ ઈચ્છતો હતો. મારા ઉપર મહારાજાના અનેક ઉપકારો છે. આ ઉપકારોનો બદલો વાળવાનો આ અવસર મળી ગયો...” રાજાને રાજમહેલે મૂકીને ચિત્ત પોતાને ઘેર ગયો. રાજાના મનમાં આચાર્ય પ્રત્યે આદરભાવ પેદા તો થઈ જ ગયો હતો. તેને લાગ્યું કે "આચાર્ય ચંદ્ર સમાન સૌમ્ય છે, સૂર્યથી પણ વધારે તેમનું જ્ઞાન તેજ છે. તેમની આંખોમાં કરૂણાનો સાગર હિલોળા લઈ રહ્યો છે. હું દરરોજ એમની પાસે જઈશ. આજે એમણે મારા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપ્યા. નરકમાંથી કોઈ આવી નથી શકતું, સ્વર્ગમાંથી પણ કોઈ આવી નથી શકતું. નરકમાં પરાધીનતા અને અતિભયંકર દુઃખ છે, ત્રાસ છે, સ્વર્ગમાં અતિ સુખ છે, વિષયાસક્તિ છે. વૈષયિક શ્રેષ્ઠ સુખોને છોડીને કોણ અહીં આવશે? સાચી વાત છે.” પ્રદેશી કલાકો સુધી વિચાર, ચિંતન, મંથન કરતો રહ્યો. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રાવકજીવન ધર્મતત્ત્વનું સ્મરણ કર્યા પછી ગ્રંથકારે કહ્યું છે કે "એ સાંભળેલા ધર્મતત્ત્વનું આલોચન કરવું જોઈએ.” સચવ્ તથનોનસ્ / સારી રીતે ચિંતન-મનનઆલોચન કરવું જોઈએ. જેથી મનમાં કોઈ શંકા-સંદેહ યા વિપસ ન રહે. રાજા પ્રદેશના મનમાં આજે નવું જ ચિંતન ચાલુ થઈ ગયું હતું. જીવનમાં સૌ પ્રથમ આજે એ સ્વર્ગ અને નરકના વિષયમાં, આત્મા અને શરીરના જુદાપણાના વિષયમાં વિચારી રહ્યો હતો. ભિત્ર અસ્તિત્વનો સ્વીકાર કરી રહ્યો હતો. આત્મા દેખાતો કેમ નથી ? છતાંયે એના મનમાં નવા નવા પ્રશ્નો સર્જાતા હતા. આત્માનું શરીરથી અલગ અસ્તિત્વ હોય તો આત્મા પ્રત્યક્ષ દેખાવો જોઈએ. પણ સ્વતંત્ર આત્મા દેખાય છે કક્યાં ? બીજા દિવસે આચાર્યદેવની પાસે આવીને રાજાએ પોતાનો પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યો. આચાર્યદિવે એને કહ્યું : જેમ હવા પ્રત્યક્ષ નથી દેખાતી, છતાંય છે. આ વૃક્ષની ડાળીઓ હલે છે, પાંદડાઓ હલી રહ્યા છે, શા માટે? હવાના કારણે જ ને? કોઈ પણ કાર્યનું કારણ જ્યારે દેખીતે રીતે પ્રત્યક્ષ ન દેખાતું હોય ત્યારે એનો નિર્ણય પરોક્ષરૂપે કરવામાં આવે છે. માણસમાં ઇચ્છા, જ્ઞાન, સુખ-દુખ વગેરે દેખાય છે. આ બધાની પાછળ કારણ શું છે ? કંઈક કે કોઈક કારણ હોવું તો જરૂરી છે ને? બસ... એ કારણ છે આત્મા! ઈચ્છા..... જ્ઞાન વગેરે આત્માના ગુણો છે, જડના નહીં! માટે જ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે ! કારણ વગર કોઈ પણ કાર્ય સંભવિત નથી ! ઘણા બધા કાર્યો એવા છે કે જે આત્મા વગર સંભવિત નથી !' - આ રીતે રાજા આચાર્યદિવ સમક્ષ પ્રશ્નો રજૂ કરતો ગયો અને કરુણાના સાગર જેવા આચાર્યદિવ એક-એક પ્રશ્નોનો ખૂબ સારી રીતે રાજાના મનનું સમાધાન થાય એ રીતે જવાબ આપે છે. રાજાનું મિથ્યાત્વ દૂર થઈ ગયું. એના હૈયામાં સમ્યજ્ઞાનનો દીવો પ્રગટી ગયો. એને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાજા પ્રદેશી શ્રમણોપાસક બને છે? આત્મા છે, આત્મા કમોંથી આવૃત્ત છે, પુણ્યકર્મ છે, પાપકર્મ છે, સ્વર્ગ છે, નરક છે, આશ્રવ, સંવર અને નિર્જરા છે, મોક્ષ છે. જ્યારે આ બધી વાતોની સમજણ રાજા પ્રદેશીને મળી ત્યારે એના મનમાં પોતાના વીતેલા વર્ષો પ્રત્યે. વીતેલા જીવન પ્રત્યે ઘોર વિષાદ અને ઊંડી વિષણતા પેદા થઈ જાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧૩૩ મેં મારા જીવનમાં ઘોર પાપો કર્યા છે. નિર્દોષ એવા અનેક જીવોની હત્યા કરી છે - હિંસા કરી છે. અનેક સાધુમહાત્માઓને ક્રૂરતાથી સંતાપ્યા છે, સતાવ્યા છે ! જૂઠ તો હું ડગલે ને પગલે બોલ્યો છું. માંસભક્ષણ કર્યું છે, મદિરાપાન કર્યું છે, જુગાર રમ્યો છું, શિકાર કર્યા છે. ઓહ ! મારું શું થશે ? મારે શું નરકમાં જવું પડશે ? નરકની પ્રચંડ આગમાં સળગવું પડશે ? મારા કરેલા પાપોની સજા તો મારે ભોગવવી જ પડશે !’ . ૨ એણે આચાર્યદેવ કેશી ગણધરના ચરણોમાં બેસીને એક દિવસ પોતાના મનમાં ચાલતી મથામણ વ્યક્ત કરી દીધી. આચાર્યદેવે જ્ઞાનવૃષ્ટિથી એના મનનું સમાધાન કર્યું. બાર વ્રત અંગીકાર કરીને દૃઢતા સાથે વ્રતમય જીવન જીવવાનો ઉપદેશ આપ્યો. પ્રદેશીના હોઠ ઉપર તો એક જ વાકય ગુંજતું રહે છે ઃ ‘ગુરુદેવ, હવે પછી આપની આજ્ઞા એ જ મારું જીવન હશે. હું શ્રમણ બનવા શક્તિમાન નથી, પણ હું આપનો.... શ્રમણાનો ઉપાસક અવશ્ય બની શકીશ.’ પ્રદેશીએ બાર વ્રત સ્વીકાર કર્યા. ગ્રંથકારે ત્રીજી વિકાસની ભૂમિકા આ જ બતાવી છે. શ્રુતશત્સ્યપાનનમ્ ॥૧॥ જે તત્ત્વની વાતો સાંભળી, જે ધર્મતત્વો જાણ્યા, એમાંથી જેટલું શક્ય હોય એનું પાલન કરવું જોઈએ. પ્રદેશી માટે ગૃહસ્થધર્મ શક્ય હતો. એણે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો અને એનું સમુચિત પાલન કર્યું. ‘જે ગુરુદેવ કહે એ જ મારે કરવાનું છે !' આ સંકલ્પ એમની ‘આમૈપત્તા ॥૧૪॥’ હતી. એમના માટે ગુરુ એ જ આગમ હતા. આગમ એટલે જ્ઞાન. જ્ઞાનથી જ્ઞાની ભિન્ન ન હોઈ શકે. જ્ઞાનીની શરણાગતિ એટલે જ્ઞાનની શરણાગતિ ! ગુરુની આજ્ઞા એ જ શાસ્ત્રની આજ્ઞા હોય છે ! પ્રદેશી માટે આચાર્યદેવ કેશી ગણધરની આજ્ઞા જ સર્વસ્વ હતી. એના હૈયામાં ગુરુદેવ પ્રત્યે પૂર્ણરૂપેણ સમર્પણ ભાવ ઉછળવા લાગ્યો હતો. -- રાજા પ્રદેશી વૈષયિક સુખોથી વિરક્ત બને છે : ‘રાયપસેશીય સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્રતધારી બન્યા પછી પ્રદેશી રાજા વિરક્ત બનતો જાય છે. તેના રાજ્યમાં સાત હજાર ગામ હતાં. રાજાએ એ ગામોને ચાર ભાગમાં વહેંચી દીધાં : એક ભાગ રાજ્યની વ્યવસ્થા માટે સેનાને આપી દીધો. એક ભાગ રાજ્યનાં ભંડાર માટે રાખ્યો. એક ભાગ અંતઃપુર(રાણીવાસ)ની રક્ષા અને નિર્વાહ માટે આપ્યો. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાવકજીવન – એક ભાગ દાનશાળા માટે આપ્યો. તમામ વ્યવસ્થા મંત્રીઓને સોંપીને રાજા જાતે વ્રતપાલન કરતો મન-વચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યો. પતિથિના દિવસોમાં પૌષધ અને ઉપવાસ કરવા લાગ્યો. જ્ઞાન અને ધ્યાનમાં નિમગ્ન રહેવા લાગ્યો. તે વિચારતો રહેતો "ક્યારે સર્વસંગનો ત્યાગ કરીને શ્રમણ બનીશ? સંપૂર્ણ નિષ્પાપ જીવન ક્યારે જીવીશ? ધન્ય છે એ શ્રમણોને કે જેઓ યથાશક્તિ મોક્ષમાર્ગની આરાધના કરે છે. હું મન-વચન-કાયાથી એમની આરાધનાની અનુમોદના કરું છું.” “ગશ માવતિવા /દા તત્વ[૬ પ્રશંસોપવા ક૭” ગ્રંથકાર મહર્ષિએ આ બે વાતો જે કહી છે તે પ્રદેશના જીવનમાં, તેના ચિંતનમાં જાણવા મળે છે. તેના માટે શ્રમણજીવન અશકય હતું, પરંતુ એ શ્રમણજીવનમાં તેનો ભાવપ્રતિબંબ હતો. “ભાવપ્રતિબંધ’ એટલે આંતરિક લગાવ. આપણે જે ધર્મ-આરાધના ન કરી શકતા હોઈએ તો એ ધર્મ-આરાધના તરફ આપણો આંતરિક લગાવ તો હોવો જ જોઈએ. સંભવ છે કે શ્રદ્ધાવાન મનુષ્ય બાર વ્રતમય ગૃહસ્થજીવન સ્વીકારી ન શકે, પાલન કરવાની એની ક્ષમતા ન હોય, પરંતુ એના મનમાં એ ગૃહસ્થ ધર્મ પ્રત્યે લગની હોવી જોઈએ, અને લગની હશે તો તેના જીવનમાં બે વાતો હશે ? ૧. ગૃહસ્થ ધર્મનું પાલન કરનારાઓની પ્રશંસા. ૨. ગૃહસ્થ ધર્મનું પાલન કરવાવાળાઓની સેવા-ભક્તિ. લગની પ્રશંસા, સેવાભક્તિ ઃ ગ્રંથકાર આચાર્યદિને આ અતિ મહત્ત્વપૂર્ણ વાત કહી છે. જે ધર્મ-આરાધના તમારાથી ન થઈ શકતી હોય, તો એ ધર્મ-આરાધના પ્રત્યે તમારા મનમાં લગની હોવી જોઈએ. "હું કયારે શ્રમણધર્મનું પાલન કરી શકીશ?" એવી ઈચ્છા.... એવી ભાવના તમારા મનમાં હોવી જોઈએ. અને આ ભાવના સાચી છે કે જૂઠી, તેનો નિર્ણય કરવાનો ઉપાય પણ બતાવી દીધો છે ! – તમે સાધુધર્મનું પાલન નથી કરી શકતા, પરંતુ જે મહાપુરુષ સાધુધર્મનું પાલન કરે છે, તેની તમે પ્રશંસા કરો છો ? - સાધુધર્મનું પાલન કરનારાઓની સેવાભક્તિ કરો છો? જો કરતા હો તો માનવું પડશે કે તમારા મનમાં સાધુધર્મ પ્રત્યે લગની છે. એવું જ દાન, શીલ અને તપધર્મના વિષયમાં સમજવું. – તમે દાન નથી આપી શકતા, પરંતુ દાનધર્મ પ્રત્યે તમારી લગની હશે તો તમે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ભાગ - ૨ દાતાઓની પ્રશંસા કરશો. દાતાઓ સાથે ઉચિત વ્યવહાર કરશો. – તમે શીલધર્મનું પાલન ન કરી શકતા હો, તો પણ શીલધર્મ પ્રત્યે તમારી આંતરિક પ્રીતિ હશે તો તમે શીલવાનોની વારંવાર પ્રશંસા કરતા રહેશો. અવસરોચિત ભોજન વગેરે દ્વારા તેમનો સત્કાર-સન્માન કરતા રહેશો. – તમે તપધર્મનું પાલન ન કરી શકતા હો, પરંતુ તપધર્મ પ્રત્યે તમારા મનમાં પ્રેમ હશે તો તપ કરનારાઓની મુક્ત કંઠે પ્રશંસા કરતા રહેશો અને તપસ્વીઓની ઉચિત સેવાભક્તિ કરતા રહેશો. હવે તમારે વિચારવાનું કે તમારા પોતાના માટે તમે શું કરી રહ્યા છો ! ચિંતન કિરવું, આત્મસાક્ષીથી ચિંતન કરવું. શ્રવણ પછી ચિંતન કરવું જ જોઈએ. રાજા પ્રદેશની કરુણાન્તિકા આજે બતાવતો નથી. આજે, બસ આટલું જ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન : ૩પ) . . . - પરમ કપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચયનું પ્રતિપાદન કર્યું છે. એ દિનચયમાં જિનવચનોનું શ્રવણ કરવું અતિ આવશ્યક બતાવ્યું છે. તેમણે કહ્યું – જિનવચનોનું શ્રવણ કરવાનો નિયમ કરવો. – જે સાંભળો તેની ઉપર સમ્યગુ ચિંતન કરો. – જીવનની દરેક ક્રિયા આગમાનુસાર, શાસ્ત્રાનુસાર કરો. - જે ધર્મતત્ત્વ સાંભળો, તેમાંથી જે શકય હોય તેનું પાલન કરો. - જે ધર્મ-આરાધના નથી કરી શકતા એની લગની હોવી જોઈએ. – એ ધર્મ જેઓ આચરી શકે છે તેમની પ્રશંસા કરવી, ઉચિત સેવા કરવી. – ગહન-ગંભીર તત્ત્વ-ચિંતન કરવું. - જે તત્ત્વ તમને અતિગહન, ગૂઢ અને ગંભીર લાગે, જેનો અર્થ તમે ન સમજી શકતા હો તે માટે જઈને ગુરુદેવને વિનયથી પ્રશ્ન પૂછવો. ગ્રંથકારે કહ્યું છે: નિપુણ ભાવચિન્તનમ્ ૧૮ गुरुसमीपे प्रश्नः ॥५९।। રાજા પ્રદેશી : આ તમામ વાતો રાજા પ્રદેશના જીવનમાં આવી હતી. આચાર્યદિવશ્રી કેશીના પરિચયથી-સંપર્કથી - જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ બની જાય છે તેમ - પ્રદેશી વાસ્તવમાં ધર્માત્મા બની ગયા હતા. રાજા પ્રદેશી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. - પ્રતિદિન ગુરુદેવ કેશી આચાર્ય પાસેથી જિનવચન સાંભળતા હતા. – સાંભળેલી વાતો ઉપર મનનચિંતન કરતા હતા. – સાંભળતાં સાંભળતાં હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરતા રહેતા હતા. - તેમના જીવનની દરેક ક્રિયા ગુરુવચનાનુસાર થઈ ગઈ હતી. - જે શ્રમણધર્મનું પાલન એમના માટે અશકય હતું એ શ્રમણધર્મ પ્રત્યે એમનો આંતરિક પ્રેમ હતો. Page #143 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ એટલા માટે તે · હમેશાં શ્રમણોની, શ્રમણજીવનની પ્રશંસા, ગુણાનુવાદ કર્યા કરતા હતા. અને તેમને નિર્દોષ આહાર-પાણી, ઔષધ-વસ્ત્ર વગેરેનું દાન કર્યા કરતા હતા. તેમની સેવા-ભક્તિ કરતા રહેતા હતા. ૧૩૭ સભામાંથી : સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે ને ? મહારાજશ્રી : ભગવાન અજિતનાથથી ભગવાન પાર્શ્વનાથ સુધીના ૨૨ તીર્થંકરોના શ્રમણોને માટે આ નિયમ નથી. આ ૨૨ તીર્થંકરોના શ્રમણો સરળ અને બુદ્ધિના સ્વામી હોવાથી તેમને માટે રાજપિંડ વર્જ્ય ન હતો. તેઓ ઇચ્છતા હતા તો લેતા હતા. તેઓ ઇચ્છતા ન હતા તો લેતા ન હતા. આચાર્ય કેશીકુમા૨ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના મહાન આચાર્ય હતા. શ્રી ગૌતમ સ્વામી સાથે વિશદ ચર્ચા થયા પછી તેમણે ભગવાન મહાવીરના ધર્મશાસનનો સ્વીકાર કર્યો હતો. પાછળથી તેમણે રાજાને ત્યાંથી ભિક્ષા ગ્રહણ નહીં કરી હોય. રાજા પ્રદેશી આચાર્યદેવ કેશીકુમારના પરિચયથી જિનોક્ત તત્ત્વોના જ્ઞાતા બની ગયા હતા. એટલા માટે ગૂઢ-ગહન અને ગંભીર જિનતત્ત્વોનાં ચિંતન-મનન કરતા, જે તત્ત્વો સમજમાં ન આવતાં તે ગુરુદેવ પાસે જઈને પૂછતા હતા. આપણે કહી શકીએ કે પ્રદેશી ધર્મ કરતા ન હતા. ધર્મને જીવનમાં જીવતા હતા ! ધર્મ કરવો એક વાત છે, ધર્મ જીવવો એ બીજી વાત છે. જ્યાં સુધી ધર્મ ક૨વાની વાત છે, તો તે ધાર્મિકતાનો બાલ્યકાળ છે. ધર્મ જીવવાની વાત ધર્મનો યૌવનકાળ છે. પ્રદેશીના મન-વચન અને કાયા ત્રણે યોગ ધર્મરંગે રંગાઈ ગયાં હતાં. એટલા માટે જ્યારે મહારાણી સૂર્યકાન્તાએ - જે પરપુરુષગામિની, દુરાચારિણી સ્ત્રી હતી - પ્રદેશીને પૌષધોપવાસ પારણાને દિવસે પારણામાં ઝેર આપીને મારી નાખ્યો હતો, ત્યારે પ્રદેશીનું મન સમતા-સમાધિમાં રહ્યું હતું. સૂર્યકાન્તા પ્રત્યે તેના મનમાં કોઈ રોષ આવ્યો ન હતો. મરીને તે પ્રથમ દેવલોકમાં દેવ બન્યા. તેમનું નામ છે “સૂર્યભ.” જો મરણ પછી તમે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થાઓ તો સૂયભિને મળજો ! પૂછજો કે પૌષધોપવાસના પારણામાં ઝેર આપનાર પત્ની માટે ગુસ્સો કેમ ન આવ્યો ? અમને તો ઝેર નહીં, અમૃત પાનારી પત્ની ઉપર ગુસ્સો આવે છે. પૂછશો ને ? સભામાંથી : સ્વર્ગમાં જવાનાં અમારાં લક્ષણો દેખાતાં નથી. જો નરકમાં એકબીજાની મુલાકાત થશે તો મહારાજા શ્રેણિકને મળવું છે ! મહારાજશ્રી : નરકમાં જઈને પૂછવાને બદલે અત્યારે આ જીવનમાં તેમની મુલાકાત કરી શકો છો ને ? કલ્પનાના આલોકમાં શ્રેણિકના આત્માને અવતરિત Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રાવકજીવન કરીને તેમનો સાક્ષાત્કાર કરો. પૂછવું હોય તે પૂછો ! “તમારે નરકમાં કેમ જવું પડ્યું ? તમે તો ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ઉપાસક હતા ! એવું કયું પાપ તમને નરકમાં લઈ ગયું ?” પૂછજો. પ્રત્યુત્તર મળશે. હું અત્યારે પ્રત્યુત્તર નહીં આપું. તમારે એમની પાસેથી જ કારણ જાણવું અને એ કારણનો તમારે ત્યાગ કરી દેવાનો, જેથી નરકમાં ન જવું પડે ! અથવા અહીં જ કોઈ સંવિગ્ન ગીતાર્થ શ્રમણશ્રેષ્ઠને પૂછી લેવું, જ્યારે સંપર્ક થઈ જાય ત્યારે ! જે સમયે ભગવાન મહાવીર સ્વામી વૈશાલીથી વિહાર કરીને વત્સદેશ પધાર્યા - વત્સદેશની રાજધાની કૌશામ્બી નગરીમાં પધાર્યા ત્યારે સ્વર્ગસ્થ રાજા શતાનિકની બહેન જયન્તી શ્રાવિકાએ વિશુદ્ધ વિનયભાવથી ભગવાનને પ્રશ્નો પૂછ્યા હતા, તમે જાણો છો ? કદાચ નહીં જાણતા હો. મહાન શ્રમણોપાસિકા જયન્તી : શ્રી ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં જયન્તી શ્રાવિકાનું વર્ણન આવે છે. જ્યારે મેં એ પ્રસંગ વાંચ્યો હતો, શ્રાવિકા જયન્તીએ ભગવાનને જે પ્રશ્નો પૂછ્યા હતા તે વાંચતાં વાંચતાં જયન્તી પ્રત્યે હૃદય અહોભાવથી ભરાઈ ગયું હતું. એક શ્રમણોપાસિકા, ગૃહસ્થ સ્ત્રીનો કેટલો ગહન તત્ત્વબોધ ! કેવા ગહન, ગંભીર અને ગૂઢ પ્રશ્નો એણે પૂછ્યા હતા ! તમે કેવા પ્રશ્નો પૂછો છો, તેના આધારે તમારા જ્ઞાનનું અનુમાન થઈ શકે છે. તત્ત્વવિષયક ગહન ચિંતન વગર એવા પ્રશ્નો ઉદ્દભવી શકતા નથી. જયન્તીના પ્રશ્નો - ભગવાનના ઉત્તરો ઃ તમે લોકો જિનવચનો સાંભળો છો, તત્ત્વશ્રવણ પણ કરો છો. પરંતુ ચિંતનમનન નથી કરતા. એટલા માટે તત્ત્વવિષયક પ્રશ્નો તમારા મનમાં પેદા થતા નથી, એટલે તમારા પ્રશ્નો વિશેષ રૂપથી તત્ત્વવિષયક નથી હોતા. કોઈ કોઈ વાર લોકો એવા પ્રશ્નો પૂછે છે કે જે રાગદ્વેષને વધારનારા હોય છે. રાદ્વેષને ઉપશાન્ત કરનારા પ્રશ્નો પૂછવા, રાગદ્વેષની વૃદ્ધિ કરનારા નહીં. આજે હું જયન્તી શ્રાવિકાના પ્રશ્નો અને ભગવાન મહાવીર સ્વામીના ઉત્તરના કેટલાક નમૂનાઓ બતાવું છું. ભગવાન મહાવીર સ્વામી કૌશામ્બીમાં પધાર્યા, "ચંદ્રાવત૨ણ" નામના ચૈત્યમાં બિરાજ્યા. ભગવાનનું આગમન સાંભળીને જયન્તી શ્રાવિકા ભગવાનનાં દર્શનવંદન કરવા આવી. ભગવાને ત્યાં દેશના આપી. ધર્મદેશના પૂર્ણ થતાં શ્રાવિકાએ વિનયપૂર્વક ભગવાનને કહ્યું : Page #145 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૩૯ "ભગવન, પ્રયત્ન કરવા છતાં પણ આપના કેટલાક ગહન વચનોનો અર્થ હું સમજી શકી નથી. આપ અર્થબોધ કરાવવા સમર્થ છો. એટલા માટે મારા મનના પ્રશ્નો પૂછવા ઈચ્છા રાખું છું." ભગવાને કહ્યું: ભદ્રે, તે પ્રશ્ન પૂછી શકે છે. જયન્તીએ પૂછ્યું: ભગવનું, જીવ ગુરુત્વને કેવી રીતે પામી શકે છે ?” ભગવાને કહ્યું "જયન્તી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ-દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડીચુગલી, રતિ-અરતિ. પરનિંદા, કલહપૂર્વક મિથ્યા ભાષણ અને મિથ્યાત્વ - આ ૧૮ દોષ છે. આ દોષોના સેવનથી જીવ ગુરુત્વ એટલે કે ભારેપણું પામે છે.” જયન્તીએ પૂછ્યું : "ભગવનું, આત્મા લઘુપણાને કેવી રીતે પામે છે ?” ભગવાને કહ્યું: “આ અઢાર દોષોને રોકવાથી લઘુપણાને-હલકાપણાને પામે છે. પ્રાણાતિપાતાદિ કરવાથી જેવી રીતે જીવ સંસારને વધારે છે, લાંબો કરે છે, સંસારમાં રખડે છે, એ રીતે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિથી હલકો બને છે. સંસારને ઘટાડે છે, ઓછો કરે છે અને તેને ઓળંગી જાય છે.” "હલકાપણું, સંસારનું ઘટવું, સંસારનું નાનું થયું અને સંસારને ઉલ્લંઘવો એ પ્રશસ્ત છે. કારણ કે એ જ મોક્ષનાં અંગ છે. ભારેપણું, સંસારનું વધવું, સંસારનું દીર્ઘ થવું અને સંસારમાં ભટકવું એ અપ્રશસ્ત છે; કારણ કે તે અ-મોક્ષનાં અંગ જયન્તીએ પૂછ્યું: “ભગવન્! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે પરિણામથી ?" ભગવાને કહ્યું “મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વભાવથી છે, પરિણામથી નહીં.” જયન્તીએ પૂછ્યું "ભગવન્, શું સર્વ ભવસિદ્ધિક જીવો મોક્ષગામી હોય છે?” ભગવાને કહ્યું “હા, જે ભવસિદ્ધિક છે, તે સર્વે મોક્ષગામી છે.” જયન્તીએ પૂછ્યું: “ભગવનું, જો સર્વ ભવસિદ્ધિક જીવોની મુક્તિ થઈ જશે તો શું આ સંસાર ભવસિદ્ધિક જીવો વગરનો થઈ જશે ?” ભગવાને કહ્યું "જયન્તી તું એવું કેમ કહે છે? જેવી રીતે સકિાશની શ્રેણી આદિ-અનંત હોય, બંને બાજુથી પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી એક-એક સમયે એક-એક પરમાણુ પુદ્ગલ નીકળતાં નીકળતાં અનંત ઉત્સર્પિણી તથા અવસર્પિણી વ્યતીત થઈ જાય, તો પણ એ આકાશ શ્રેણી ખાલી થઈ શકતી નથી. એ પ્રકારે છે જયન્તી, ભવસિદ્ધિક જીવો સિદ્ધ થવા છતાં પણ, Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૪૦ ભવસિદ્ધિક જીવોથી આ સંસાર ખાલી ન થઈ શકે.” જયન્તીએ પૂછ્યું : “ભગવન, જીવ સૂતેલો સારો કે જાગતો સારો ? ભગવાને કહ્યું : "હે જયન્તી! જે જીવ અધાર્મિક છે, અધાર્મિકનું અનુસરણ કરે છે, જેને અધર્મ પ્રિય છે, જે અધર્મ કરનારો છે, જે અધર્મ જોનારો છે, જે અધર્મમાં આસક્ત છે, જે અધર્મનું આચરણ કરનારો છે, તેનું સૂનું સારું છે. એવો જીવ સૂતેલો રહે છે તો ઘણાંખરાં પ્રાણોનો, ભૂતોનો, જીવોનો અને સત્ત્વોના શોક તેમજ પરિતાપનું કારણ નથી બની શકતો. એવો જીવ, સૂતો હોય તો તેને પોતાને અને બીજાંને ઘણી અધાર્મિક સંયોજના નથી બનતી, એટલા માટે આવા જીવોનું સૂવું સારું છે. અને "હે જયન્તી, જે જીવ ધાર્મિક અને ધર્માનુસારી છે, જેનું આચરણ ધર્મયુક્ત છે, એવા જીવોનું જાગવું સારું છે. એવો જીવ જાગે છે તો ઘણાં પ્રાણીઓનાં અદુઃખ અને અપરિતાપ માટે કાર્ય કરે છે. એવો જીવ જાગે છે તો પોતાની અને અન્ય લોકો માટે ધાર્મિક સંયોજનાનું કારણ બને છે. આવા જીવોનું જાગવું સારું છે. એટલા માટે હું કહું છું કે કેટલાક જીવોનું સૂવું-સૂતા રહેવું સારું અને કેટલાક જીવોનું જાગવું સારું.” જયન્તીએ પૂછ્યું : ભગવન્ય જીવોની દુર્બળતા સારી છે કે સબળતા ?" ભગવાને કહ્યું “કેટલાક જીવોનું સબળ હોવું સારું તો કેટલાકની દુર્બળતા સારી છે." જયન્તીએ પૂછ્યું : “ભગવન્, એ આપ કઈ દ્રષ્ટિથી કહી શકો છો કે કેટલાક જીવોની દુર્બળતા સારી તો કેટલાકની સબળતા સારી ?" ભગવાને કહ્યું : "હે જયન્તી, જે જીવ અધાર્મિક છે, જે જીવ અધર્મથી જીવિકોપાર્જન કરે છે, એ જીવો માટે દુર્બળતા સારી છે, એ દુર્બળ હોય તો દુઃખનું કારણ બનતા નથી. જે જીવ ધાર્મિક છે તેમનું સબળ હોવું સારું. એટલા માટે કહું છું કે કેટલાક જીવોની દુર્બળતા સારી છે તો કોઈકની સબળતા." જયન્તીએ પૂછ્યું "ભગવન્! જીવોનું દક્ષ અને ઉદ્યમી હોવું સારું છે કે આળસુ હોવું સારું છે ?” ભગવાને કહ્યું "કેટલાક જીવોનું ઉદ્યમી હોવું સારું તો કેટલાકનું આળસું હોવું સારું.” જયન્તીએ પૂછ્યું "ભગવનું, આપ એવું કેવી રીતે કહી શકો છો ?” ભગવાને કહ્યું : "જે જીવો અધાર્મિક છે, અધમનુસાર વિચરણ કરે છે, તેમનું Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૪૧ આળસું હોવું સારું છે. જે જીવો ધમચિરણ કરે છે, તેમનું ઉદ્યમી હોવું સારું છે. કારણ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે, તો તે આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા-સુશ્રુષા કરે છે.” જયન્તીએ પૂછ્યું: “ભગવન્, શ્રોત્રેન્દ્રિયને વશીભૂત-પીડિત જીવ કયું કર્મ બાંધે છે ? ભગવાને કહ્યું : "હે જયન્તી, ક્રોધને વશ થયેલા જીવ જેવી રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે, એવી રીતે શ્રોત્રેન્દ્રિયને વશીભૂત જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલું જ નહીં પાંચ ઇન્દ્રિયોને વશીભૂત જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે, ભટકે છે.” ભગવાનના ઉત્તરોથી સંતુષ્ટ થઈને જયન્તી શ્રાવિકાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. જ્ઞાનનું ફળ વિરતિઃ જયન્તી શ્રાવિકાએ દીક્ષા લઈ લીધી. સર્વ પાપોનો ત્યાગ કરી દીધો. સંપૂર્ણ ધર્મમય જીવન સ્વીકારી લીધું. કેવી રીતે ? એમના પ્રશ્નોના ઉત્તરો મળવા માત્રથી ? ના, એમ તો અમારી પાસે પણ લોકો પ્રશ્નો પૂછવા આવે છે, ઉત્તરોથી સંતુષ્ટ થઈને ચાલ્યા જાય છે, પણ દીક્ષા નથી લેતા ! ભગવાનના ઉત્તરોથી જયન્તીના પ્રશ્નોનું સમાધાન તો થયું જ હતું, સાથે મનનું પણ સમાધાન થઈ ગયું હતું! ભગવાન પ્રત્યે "હવે તો હું ભગવાનની દરેક આજ્ઞાનું પાલન કરીશ,” એવી અપૂર્વ શ્રદ્ધા પ્રકટી હતી, તેણે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાનના ફળ સ્વરૂપ વિરતિધર્મની પ્રાપ્તિ થઈ ગઈ હતી. જયન્તીના પ્રશ્નો કેટલા સુંદર છે ! ભગવાનના જવાબો કેટલા સુંદર છે સભામાંથી ? આ પ્રશ્નોત્તર સાંભળતાં ખૂબ આનંદ થયો. કોઈ વાદવિવાદ નહીં ! માત્ર સંવાદિતા જ છે પ્રશ્નોત્તરમાં ! મહારાજશ્રી જયન્તી શ્રમણોપાસિકા હતી અને સામે તીર્થકર ભગવાન હતા, એટલે વાદવિવાદનો પ્રશ્ન જ ઊભો થતો નથી ! જયન્તી પ્રબુદ્ધ શ્રાવિકા હતી. પ્રબુદ્ધ વ્યક્તિ વાદવિવાદમાં ગૂંચવાતી નથી. બે પ્રબુદ્ધ - સમાન કક્ષાના જ્ઞાની પુરુષો જ્યારે મળે છે ત્યારે કેવી રીતે પ્રશ્નોત્તર થાય છે એ સાંભળવા છે? જ્યાં વાદવિવાદ થવાની પૂરી સંભાવના હતી, છતાં વાદવિવાદની કોઈ કટુતા પેદા ન થઈ. હારજીતની કોઈ ખરાબ ભાવના પેદા ન થઈ. આ જ પ્રશ્નનો વિષય ચાલે છે તો એક અદ્ભુત અને વિરલ ઘટના સંભળાવું Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ છું. ગૌતમ સ્વામી અને આચાર્ય કેશીકુમાર : શ્રમણ ભગવાન સ્વામીના પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ પોતાના શિષ્યવૃંદ સાથે શ્રાવસ્તિ પધાર્યા અને નગરની નજીક કોષ્ટક વનમાં સ્થિર થયા. એ નગરની બહાર હિંદુક-ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના આચાર્ય કેશીકુમાર શિષ્ય-પરિવાર સાથે બિરાજમાન હતા. ગૌતમ સ્વામીના શિષ્યો શ્રાવસ્તિમાં ભિક્ષા માટે જાય છે. કેશીકુમારના શ્રમણ પણ શ્રાવસ્તિમાં ભિક્ષા માટે જાય છે. લોકોમાં ચર્ચા થવા લાગી છે. સાધુઓના મનમાં પણ શંકાઓ ઉત્પન્ન થવા લાગી. એક જ મોક્ષમાર્ગ હોવા છતાં : કેશીકુમારના સાધુઓ વિવિધ રંગનાં અને મૂલ્યવાન વસ્ત્રો પહેરે છે અને ગૌતમ સ્વામીના સાધુઓ શ્વેત અને જીર્ણ વસ્ત્રો ધારણ કરે છે, આવો ભેદ શા માટે ? - શ્રાવકજીવન ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતોનો ઉપદેશ આપ્યો અને ભગવાન મહાવીર સ્વામી પાંચ મહાવ્રતોનો ઉપદેશ આપે છે, આવો ભેદ શા માટે ? બીજી પણ આચારવિષયક ભિન્નતા પ્રત્યક્ષ જોતાં નગરમાં તેમ જ શ્રમણોમાં પરસ્પર ચર્ચા થવા લાગી. બંને આચાર્યોએ ૫૨સ્પ૨ મળવાનો નિર્ણય કર્યો. ગૌતમ સ્વામી શિષ્યવૃંદ સાથે હિંદુકવનમાં પધાર્યા, જ્યાં આચાર્ય કેશી બિરાજતા હતા. ગૌતમ સ્વામીને આવતા જોઈને કૈશીકુમારે ભક્તિ-બહુમાનથી તેમનું સ્વાગત કર્યું. ગૌતમ સ્વામીને બેસવા માટે પ્રાસુક-નિર્દોષ આસન આપ્યું. વાર્તાલાપનો પ્રારંભ કેશીકુમારે કર્યો. ‘હે મહાભાગ ! હું આપને પૂછવા ઇચ્છું છું’ - એમ બોલીને ગૌતમ સ્વામીની અનુમતિ મેળવીને પ્રશ્ન કર્યો : “વર્ધમાન સ્વામીએ પાંચ શિક્ષારૂપ ધર્મનું કથન કર્યું છે અને મહામુનિ પાર્શ્વનાથે ચાતુમિ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. હે મેધાવિન્, એક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થનારાઓના ધર્મમાં વિશેષ ભેદ હોવાનું કારણ શું છે ? અને ધર્મના બે ભેદ થઈ જતાં પણ આપના મનમાં સંશય કેમ થતો નથી ?’ ગૌતમ સ્વામીએ કહ્યું : “જીવાદિ તત્ત્વોનો વિનિશ્ચય જેમાં કરી શકાય છે એવા ધર્મતત્ત્વને પ્રજ્ઞા જ જોઈ શકે છે. પ્રથમ તીર્થંકરના મુનિ ઋજુ અને જડ તથા ચરમ તીર્થંકરના મુનિઓ વક્ર અને જડ છે. પરંતુ મધ્યમ ૨૨ તીર્થંકરોના મુનિઓ ઋજુ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૪૩ અને પ્રાજ્ઞ હોય છે. આ કારણે ધર્મના બે ભેદ કરવામાં આવ્યા છે. પ્રથમ તીર્થંકરના મુનિઓનો આચાર દુર્વિશોધ્ય હતો, ચરમ તીર્થંકરના મુનિઓનો આચાર દુરનુપાલનીય હોય છે, પરંતુ ૨૨ તીર્થકરોના મુનિવરોનો આચાર સુવિશોધ્ય અને સુપાલનીય છે.” કેશીકુમારે કહ્યું: “આ વિષયમાં આપે મારી શંકા દૂર કરી, હવે બીજો પ્રશ્ન પૂછું છું. વર્ધમાન સ્વામીએ અચેલક ધર્મનો ઉપદેશ આપ્યો અને મહામુનિ પાર્શ્વનાથ સચેલક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. હે ગૌતમ, એક જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત આપણામાં આટલો ભેદ કેમ ? તેમાં હેત કયો છે ? હે મેધાવિન ! લિંગ-વેશમાં ભેદ થઈ જતાં શું તમારા મનમાં સંશય ઉત્પન્ન નથી થતો ?” ગૌતમ સ્વામીએ કહ્યું: “લોકમાં પ્રત્યક્ષ માટે વષાદિકાળમાં, સંયમની રક્ષા માટે, સંયમયાત્રાના નિવહિ માટે, જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે "આ સાધુ છે,” એવી ઓળખાણ માટે, લોકોમાં લિંગ-વેશનું પ્રયોજન છે, હે ભગવન, વસ્તુતઃ બંને ય તીર્થકરોની આ જ પ્રતિજ્ઞા છે કે મોક્ષનાં અદૂભુત સાધન તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે.” કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, આપ અનેક-હજારો શત્રુઓની મધ્યમાં ઊભા છો. એ શત્રુઓ આપને જીતવા સન્મુખ આવી રહ્યા છે. આપે કેવી રીતે એ શત્રુઓને જીત્યા ?” ગૌતમ સ્વામીએ કહ્યું: ‘એકને જીતવાથી પાંચને જીતી લીધા, પાંચ જિતાતાં દશ જીતી લીધા અને દશ પ્રકારના શત્રુઓને જીતીને મેં સર્વ પ્રકારના શત્રુઓને જીતી લીધા છે.” કેશીકુમારે પૂછ્યું: “એ શત્રુઓ કોણ છે ? ગૌતમ સ્વામીએ કહ્યું: “હે મહામુનિ, અવશ આત્મા જ શત્રુ છે. કષાય અને ઇન્દ્રિયો પણ શત્રુઓ છે. એમને જીતીને હું વિચરું છું.' કેશીકુમારે પૂછ્યું: 'લોકમાં ઘણા જીવો પાશબદ્ધ દેખાય છે, તો આપ પાશમાંથી મુક્ત થઈને, લઘુ બનીને કેવી રીતે વિચરતા દેખાઓ છો ?” ગૌતમ સ્વામીએ કહ્યું “મુનિવર, એ પાશોનું સર્વ પ્રકારે છેદન કરીને, ઉપાયથી તેમને નષ્ટ કરીને વિચરું છું.' કેશીકુમારે પૂછ્યું: “એ પાશ કયા છે?' ગૌતમ સ્વામીએ કહ્યું: ‘ભગવન્, એ પાશ છે રાગ, દ્વેષ અને મોહ. પુત્રાદિના સંબંધરૂપ પાશ અતિ ભયંકર છે. એ પાશોનું છેદન કરીને હું વિચરું છું.” Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રાવકજીવન કેશીકુમારે પૂછ્યું: ‘હે ગૌતમ, હૃયની અંદર ઊગેલી લતા એ સ્થાને જ ટકે છે. એ લતાનું ફળ વિષમય છે. તેનું પરિણામ અતિ દારુણ હોય છે. આપે એ લતાનું કેવી રીતે ઉમૂલન કરી દીધું ?' ગૌતમ સ્વામીએ કહ્યું: “મેં એ લતાનું સર્વ પ્રકારે ઉચ્છેદન કર્યું. ટુકડેટુકડા કરીને તેને ઊખાડીને ફેંકી દીધી. આથી હું ન્યાયપૂર્વક વિચરું છું અને એ લતાનાં વિષયુક્તઝેરી ફળોના ભક્ષણથી મુક્ત થઈ ગયો છું.” કેશીકુમારે પૂછ્યું: “એ લતા કઈ છે ?' ગૌતમ સ્વામીએ કહ્યું: “હે મહામુનિ, એ તૃષ્ણારૂપ લતા છે. તે અતિ ભયાનક છે અને ભયાનક ફળ આપનારી છે. એ લતાનો ઉચ્છેદ કરીને હું વિચરું છું.” કેશીકુમારે પૂછ્યું: ‘શરીરમાં ઘોર અને પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. જે અગ્નિ શરીરને ભસ્મ કરનારો છે, એ અગ્નિને આપે કેવી રીતે બુઝાવ્યો ?” ગૌતમ સ્વામીએ કહ્યું: “મહામેઘનું ઉત્તમ અને પવિત્ર જળ ગ્રહણ કરીને એ અગ્નિ ઉપર સિંચ્યું, આથી અગ્નિ મને બાળતો નથી.' કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, એ અગ્નિ કયો છે? ગૌતમ સ્વામીએ કહ્યું : “મુનીશ્વર, એ અગ્નિ કષાયનો છે. શ્રત, શીલ અને તપ-જળ છે. એ જળથી હું નિરંતર કષાયાગ્નિને સિંચતો રહું છું. આથી તે અગ્નિ શાન્ત બની ગયો છે. એ મને બાળતો નથી !' કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, એક દુષ્ટ અને સાહસિક અશ્વ ચારેકોર ભાગી રહ્યો છે. આપ એ અશ્વ ઉપર આરુઢ છો, છતાં પણ એ અશ્વ આપને ઉન્માર્ગે લઈ જતો નથી, એ કેવી રીતે ?' ગૌતમ સ્વામીએ કહ્યું : “ભગવદ્ ભાગતા એ દુષ્ટ અશ્વને પકડીને હું શ્રુતજ્ઞાનની દોરીથી બાંધીને રાખું છું. એટલે મારો અશ્વ ઉન્માર્ગે જતો નથી, પરંતુ સન્માર્ગે જ ચાલે છે.' કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, એ અશ્વ કોણ છે? ગૌતમ સ્વામીએ કહ્યું: ‘એ દુષ્ટ અને રૌદ્ર અશ્વ છે - મન! મન ચારેકોર ભાગે છે. ધર્મશિક્ષા દ્વારા હું એનો નિગ્રહ કરું છું.' કેશીકુમારે પૂછ્યું: “હે ગૌતમ, સંસારમાં એવા અનેક ઉન્માર્ગો છે, જેના ઉપર ચાલવાથી સન્માર્ગ છૂટી જાય છે. આપ સન્માર્ગે ચાલતાં માર્ગભ્રષ્ટ કેમ નથી થતા ?' ગૌતમ સ્વામીએ કહ્યું હે મુનિવર, જે સન્માર્ગ ઉપરથી પસાર થાય છે અને Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૫ જેઓ ઉન્માર્ગે ચાલે છે, એ સર્વને હું જાણું છું. એટલે હું સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી.” કેશીકુમારે પૂછ્યું: “હે ગૌતમ, એ સન્માર્ગ કયો છે - ઉન્માર્ગ કયો છે?” ગૌતમ સ્વામીએ કહ્યું: ‘રાગી-દ્વેષી અને અ-સર્વજ્ઞ દ્વારા બતાવેલો માર્ગ એ ઉન્માર્ગ છે, જ્યારે સર્વજ્ઞ કથિત માર્ગ સન્માર્ગ છે - આ સન્માર્ગ નિશ્ચિત રૂપે ઉત્તમ કેશીકુમારે પૂછ્યું: “હે મુનિ, પ્રચંડ જળપ્રવાહમાં વહેતાં પ્રાણીઓ માટે શરણભૂત અને પ્રતિષ્ઠારૂપ દ્વીપ આપ કોને કહો છો ?' ગૌતમ સ્વામીએ કહ્યું : “એક મહાદ્વીપ વિશાળ છે, વ્યાપક છે - ત્યાં એક જળપ્રવાહની ગતિ નથી.’ કેશીકુમારે પૂછ્યું: હે ગૌતમ, આ મહાદ્વીપ કયો છે ?' ગૌતમ સ્વામીએ કહ્યું: ‘તે ધર્મદ્વીપ છે. જરા અને મૃત્યુના જળપ્રવાહમાં ડૂબેલા જીવો માટે શરણભૂત છે. એ દ્વીપ ઉપર પ્રતિષ્ઠિત થવું એ ઉત્તમ છે.' કેશીકુમારે પૂછ્યું: હે ગૌતમ, એ મહાન જળપ્રવાહ(સમુદ્ર)માં એક નૌકા છે. વિપરીત રૂપથી તે ચારેકોર ભાગી રહી છે, એ નૌકામાં આપ બેઠા છો, તો પછી આપ કેવી રીતે કિનારે પહોંચશો ?” ગૌતમ સ્વામીએ કહ્યું : “જે છિદ્રોવાળી નૌકા હોય છે તે પાર ઉતારી શકતી નથી, પરંતુ છિદ્રરહિત હોય છે તે પેલે પાર જવામાં સમર્થ હોય છે.” કેશકુમારે પૂછ્યું : “એ નૌકા કેવી છે ?” ગૌતમ સ્વામીએ કહ્યું: ‘તીર્થંકર દેવે આ શરીરને જ નૌકા કહી છે. જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે. આ સાગરને મહર્ષિ તરી જાય છે.” કેશીકુમારે પૂછ્યું : હે ગૌતમ, ઘણા બધા જીવો ઘોર સંસારમાં પડ્યા રહ્યા છે, આ જીવલોકમાં પ્રકાશ કોણ કરે છે ? ગૌતમ સ્વામીએ કહ્યું : “જીવલોકમાં પ્રકાશ કરનારો ઉદિત સૂર્ય છે.” કેશીકુમારે પૂછ્યું: “એ સૂર્ય કોણ છે ?' ગૌતમ સ્વામીએ કહ્યું: “સર્વજ્ઞ જિનેશ્વર જ સૂર્ય છે, એ જ સર્વલોકમાં પ્રકાશ કરનારા છે.” કેશીકુમારે પૂછ્યું “શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવો માટે ક્ષેમરૂપ, શિવરૂપ અને અવ્યાબાધ સ્થાન આપ કોને માનો છો ?” ગૌતમ સ્વામીએ કહ્યું લોકના અગ્રભાગ ઉપર એક ધ્રુવસ્થાન છે. ત્યાં જન્મ, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રાવકજીવન જરા મૃત્યુ નથી, વ્યાધિ અને વેદનાઓ નથી. પરંતુ એ સ્થાન ઉપર આરોહણ કરવું અતિ કઠિન છે. ' કેશીકુમારે પૂછ્યું: “એ સ્થાન કયું છે? ગૌતમ સ્વામીએ કહ્યું : “એ સ્થાન નિવણિ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ, અવ્યાબાધ - વગેરે નામોથી પ્રસિદ્ધ છે. હે ભગવનું, એ સ્થાન શાશ્વત છે. લોકના અગ્રભાગ ઉપર સ્થિત છે. પરંતુ એની ઉપર ચડવું, ત્યાં સુધી પહોંચવું અતિ કઠિન કેશીકમારે પૂછ્યું : હે ગૌતમ, આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે ! આપે મારા સંશયોને નષ્ટ કરી દીધા! હે સંશયાતીત, હે સર્વસૂત્ર પારગામી, આપને મારા નમસ્કાર છે.” કેશીકુમાર આચાર્ય પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન મહાવીરના ધર્મશાસનમાં સંમિલિત થઈ ગયા. આ બે પ્રજ્ઞાવંત મહામુનિઓનો સંવાદ સાંભળીને પૂરી પરિષદ સન્માર્ગે પ્રવૃત્ત થઈ. સર્વે લોકો આ બે મહાપુરુષોની પ્રશંસા કરવા લાગ્યા. “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'(અધ્યાય ૨૩)માં આ સંવાદ વાંચવા મળે છે. કેટલો મહાન છે આ સંવાદ ! અને કેશી આચાર્યની કેટલી સરળતા ! તેમણે ભગવાન મહાવીરનો અચેલક આચાર અને પાંચ મહાવ્રતમય સાધુધર્મ સ્વીકારી લીધો ! પોતાનો સચેલક આચાર અને ચાર મહાવ્રતમય સાધુધર્મનો આગ્રહ છોડી, દીધો ! કેશીકુમાર આચાર્યનું ઉચ્ચતમ વ્યક્તિત્વ સંવાદમાંથી શુભ પરિણામો પેદા થાય છે. કેશીકુમાર આચાર્યે પોતાની પરંપરા છોડી દીધી અને ભગવાન મહાવીરના શાસનમાં ભળી ગયા. પોતાની અલગ પરંપરાને લુપ્ત કરી દીધી. આ સામાન્ય કામ ન હતું, સાધારણ કામ ન હતું. વર્તમાનકાલીન પરિસ્થિતિઓને જોતાં અને બે હજાર વર્ષનો ઇતિહાસ જોતાં આ ઘટનાનું મૂલ્યાંકન ન કરી શકાય. આગમ અને શાસ્ત્રોનો સહારો લઈને, બુદ્ધિમાન લોકો પોતાની અલગ-અલગ પરંપરાઓ સ્થાપિત કરતા આવ્યા છે. અલગ પરંપરા સ્થાપીને, તેના નેતા બનીને - સ્થાપક બનીને ઇતિહાસમાં અમર થઈ જવાના મોહમાં ફસાઈ જનારાઓની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે. આ લોકો - પરંપરાના સ્થાપક શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વાંચતા ન હતા, એવું ન સમજતા, વાંચ્યું હતું. પરંતુ સત્યને વાંચવું સરળ છે, જીવવું મુશ્કેલ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૧૪૭ જરા વિચારો, જો કેશી આચાર્ય પોતાની પાર્શ્વનાથ-પરંપરાને ચાલુ રાખવા ઇચ્છતા હોત તો તેમને કોણ રોકી શકત ? એ કાળના પાર્શ્વનાથ-પરંપરાના તેઓ મુખ્ય આચાર્ય હતા. કેમ મહાવીરના શાસનમાં સંમિલિત થઈ ગયા ? પાર્શ્વનાથપરંપરા શું ખોટી હતી ? ના, એ પણ તીર્થંકરનું જ ધર્મશાસન હતું - સુંદર પરંપરા હતી. "લોકોનો મોક્ષમાર્ગમાં બુદ્ધિભેદ ન થાઓ,” એ મુખ્ય વિચારધારા હતી. લોકોના મનમાં "કોણ સાચો, કોણ ખોટો” - એક ચાર મહાવ્રતોનો ઉપદેશ આપે છે, તો બીજો પાંચનો ! એક લાલ-પીળાં વસ્ત્રો પહેરે છે, તો બીજો શ્વેત અને જીર્ણ વસ્ત્રો પહેરે છે. આવું કેમ ? આવું વિચારવાથી લોકો મોક્ષમાર્ગથી વિમુખ થઈ જાય છે. તીર્થંકરોએ કહ્યું છે કે ઃ લોકોને ધર્મીવમુખ કરવા, તે મોટું પાપ છે. લાખો જન્મ સંસારમાં ભટકાવનારું પાપ છે. એટલા માટે મોક્ષમાર્ગનો એક જ પ્રવાહ વહેવો જોઈએ. પરંતુ આ તો માત્ર આપણી ભાવના છે. આજે તો ધર્મશાસન એટલું વિભક્ત થઈ ગયું છે કે મોક્ષમાર્ગ દેખાતો જ નથી. પોતપોતાની અલગ પરંપરાઔ ઊભી કરવી અને તેમાં ‘શાસનરક્ષા,’ ‘સત્યરક્ષા’ની ભ્રમણાઓ રાખવી, એ આજની દુઃખદ પરિસ્થિતિ છે. વાદવિવાદ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં "શાસનપ્રભાવના”ની કલ્પના કરનારા બુદ્ધિમાનોની સંખ્યા વધતી જાય છે. કેશી આચાર્ય અને ગૌતમ સ્વામીનો સંવાદ શાસ્ત્રમાં બંધ પડ્યો છે ! માનવું, ન માનવું તમારી ઇચ્છા, મેં તો આ સંવાદ શાસ્ત્રમાંથી લઈને આજે ખુલ્લો કરી દીધો છે. “ગુરુતમીત્તે પ્રશ્ન:’’ એ સૂત્રનું વિવેચન પૂર્ણ કરું છું. આજે, બસ આટલું જ. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી છે. એ દિનચર્યામાં વિદ્વાન સદ્ગુરુના મુખેથી જિનવચનોનું શ્રવણ કરવું અતિ આવશ્યક છે, એમ બતાવ્યું છે. જિનવચનોનું શ્રવણ કરતી વખતે જે તત્ત્વ તમને અતિગૂઢ, ગહન અને ગંભીર લાગે - જેનો અર્થ તમને ન સમજાય, તો તમે વિનયથી ગુરુદેવને પ્રશ્ન કરો અને અર્થ-ભાવાર્થ સમજવાનો પ્રયાસ કરજો. અનિર્ણય થઈ ગયા પછી તમે એ અનિર્ણયનું ‘અવધારણ’ કરી લેજો. બહુશ્રુત ગુરુ મળવા જ મુશ્કેલ છે. જો મળી ગયા અને તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું તો એ સમાધાનને "સ્મૃતિ"માં સંઘરી રાખશો. એ સમાધાનને ભૂલતા નહીં ! જીવનપર્યન્ત ભૂલતા નહીં. : એટલા માટે ગ્રંથકાર કહે છે ઃ નિર્ણયાવધારળમ્ ॥૬૦ના ભૂલવાનાં કારણો - નિવારણના ઉપાયો ઃ જે વિષયમાં મનુષ્યની અભિરુચિ હોય છે, જરૂર હોય છે, તે વિષયને માણસ ભૂલતો નથી. જો તમને તત્ત્વજ્ઞાનમાં અભિરુચિ હશે તો તમે તત્ત્વજ્ઞાનને ભૂલી નહીં શકો, પરંતુ તત્ત્વનિર્ણય સાંભળતી વખતે જો તમારું મન ચંચળ હશે, ચિત્ત સાવધાન નહીં હોય તો તમે એ તત્ત્વનિર્ણયને ભૂલી જશો ! - ગહન અને ગંભીર વિષય સાંભળતી વખતે તમારું મન વિકલ્પરહિત હોવું જોઈએ. મન ઉપર વિકલ્પોનો ભાર ન હોવો જોઈએ. ચિત્ત ચિંતાગ્રસ્ત ન હોવું જોઈએ. ચિંતાગ્રસ્ત ચિત્તથી જે કંઈ સાંભળશો તે તમે ભૂલી જશો. ચિંતાઓ અને ફાલતું વિકલ્પોથી સ્મૃતિ-શક્તિનો નાશ-હ્રાસ થાય છે; એટલે કે સ્મૃતિ-શક્તિ ક્રમશઃ ઘટતી જાય છે. સાંભળ્યા પછી પૂછવામાં આવે કે "તમે શું સાંભળ્યું ?” ”કયા તત્ત્વની ચર્ચા તમે સાંભળી ?” નહીં બતાવી શકો ! કારણ કે વિકલ્પરહિત મનથી સાંભળ્યું નથી. સાંભળતી વખતે અન્ય અનેક વિચારોમાં મન ગૂંચવાયેલું હોય છે. તત્ત્વજ્ઞાન ગ્રહણ કરતી વખતે : સ્થિર આસને બેસો. તમારી દૃષ્ટિ ગુરુદેવ ઉપર સ્થિર કરો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ - - મનને તત્ત્વજ્ઞાનમાંથી આનંદ મેળવવા દો. સમાધાન લખી લો જે વાત તમારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ હોય તેને તમારી નોટબૂકમાં લખી લો. એટલું જ લખો કે તમે એને સપ્તાહમાં એક-બે વાર વાંચી શકો. કેટલાક લોકો સાંભળતા જ નથી, લખતા જાય છે ! ખૂબ લખે છે ! પછી તેઓ જાતે જ વાંચી શકતા નથી ! મારા એક પરિચિત ભાઈએ મને કહ્યું હતું કે તેમને અનેક મુનિરાજોની પ્રવચનોની પચાસ નોટોથી વધારે નોટો લખી છે ! પચાસ નોટનાં પેજ કેટલાં ? એ ભાઈ લખે જ છે, ફરીથી વાંચતા નથી ! એટલે તેમને તત્ત્વજ્ઞાન યાદ નથી. ૧૪૯ વારંવાર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાથી એ વાત સ્મૃતિમાં દૃઢ થતી જાય છે. એ વાત ભૂલાતી નથી. વારંવાર અભ્યાસ કરવા માટે “શોર્ટ નોટ્સ” Short Notes લખવી જોઈએ. લાંબું-પહોળું ન લખવું જોઈએ. જે વિષયમાં તમને કોઈ શંકા ન રહી હોય, એ વિષયને જ લખો. બહુશ્રુત ગુરુ : તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયોનો નિર્ણય "બહુશ્રુત” ગુરુ પાસેથી ક૨વો જોઈએ. જિનશાસનમાં બહુશ્રુત ગુરુનું વિશેષ સ્થાન છે. કોઈ કોઈ વાર તો બહુશ્રુત કહે તેને જ શાસ્ત્ર માનવામાં આવે છે. "શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર"માં બહુશ્રુત જ્ઞાનીની પૂજા કરવાનું કહ્યું છે, ભગવાન મહાવીર સ્વામીએ. બહુશ્રુત મહાપુરુષ, સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ધારક તો હોય જ છે, વિશેષ રૂપે તેઓ જ્ઞાન-પ્રકાશનો પૂંજ હોય છે. નિશ્ચયનય અને વ્યવહારનયથી વસ્તુનું તેમજ વ્યક્તિનું અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. આગમ ગ્રંથોની આજ્ઞાઓની દેશકાળના સંદર્ભમાં વ્યાખ્યા કરે છે. પુરુષ અને અવસ્થાના પરિપ્રેક્ષ્યમાં જિનાજ્ઞાઓનું નિરૂપણ કરે છે. અજ્ઞાનની અંધારી ગલીઓમાં ભટકતા જિજ્ઞાસુઓને તેઓ સમ્યગ્ જ્ઞાનના પ્રકાશપથ ઉપર લઈ આવે છે. તેમના સંપર્કમાં આવનાર મનુષ્ય જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં શંકારહિત બની જાય છે. એવા જ્ઞાની પુરુષોની શોધ કરવી પડશે. એવા જ્ઞાની પુરુષો મળવા મુશ્કેલ છે. છતાં પણ જે કાળમાં, જે સમયમાં, જે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ મળી જાય તેમની પાસેથી જ્ઞાન-તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને તેને સ્મૃતિમાં ધારણ કરી લેવું જોઈએ. એટલું જ તમે તત્ત્વચિંતન કરી શકશો. જ્ઞાની પુરુષોના સંપર્કમાં રહેવાથી અને એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાવકજીવન એકાગ્રતા રાખવાથી તત્ત્વજ્ઞાનનું સમ્યક્ અવતરણ થઈ શકે છે. ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે કે ‘નિર્ણયાવધારળમ્’ - આ સૂત્રનો અર્થ આટલો જ છે. ઉપાશ્રયમાં કર્તવ્યપાલન : તમે દ૨૨ોજ ઉપાશ્રયે જાઓ છો, સાધુપુરુષોને વંદન કરો છો, તેમની પાસેથી સમ્યગ્ જ્ઞાન પામો છો, જિનવચનોનું શ્રવણ કરો છો - સારું છે. આ બધું કરવું જ જોઈએ. પરંતુ આથી કંઈક વધારે કર્તવ્યોનું પાલન કરવા માટે ગ્રંથકારે કહ્યું છે } ग्लानादिकार्याभियोगः ॥६२॥ ઉપાશ્રયમાં જઈને તમારે જોવાનું છે કે : * કોણ બીમાર છે ? * કોણ બાલ મુનિ છે ? * કોણ વૃદ્ધ મુનિ છે ? * કોણ કોણ મુનિ અધ્યયનમાં નિમગ્ન છે ? * આજે કયા મુનિ અભ્યાગત છે ? કયા મુનિ બહારથી પધાર્યા છે ? આ સર્વ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અને એ સર્વે પ્રત્યે તમારું જે કર્તવ્ય છે, તે કર્તવ્યમાં પ્રમાદ કરવાનો નથી. ઉલ્લાસથી કર્તવ્ય બજાવવાનું છે. ગ્લાન મુનિની સેવા જો કોઈ મુનિ ગ્લાન હોય, બીમાર હોય-રોગી હોય અને એને ઔષધની જરૂર છે, તો તમે ઔષધ લાવીને આપજો. કદાચ ડૉકટરની જરૂર હોય તો ડૉકટરને બોલાવી લાવજો. રાત્રે બીમારનો ખ્યાલ કરનાર કોઈ ન હોય તો તમે મુનિ પાસે રહો અને તેમની સેવા કરો. સભામાંથી : અમે લોકો તો અમારા પરિવારોમાં અમારાં માતા-પિતાની અને બાળબચ્ચાંની સેવા પણ કરતા નથી, ભલે તે બીમાર હોય ! સેવા કરવાનો ભાવ જ જાગતો નથી. મહારાજશ્રી ; એ તમારે તમારું દુર્ભાગ્ય સમજવું જોઈએ. બીમારની સેવા કરવાની ભાવના ન જાગતી હોય તો એ તમારું મોટું દુર્ભાગ્ય છે. બીમાર માતાપિતાની સેવા કરતા નથી, તો માનવતા ક્યાં રહી ? માનવતા નહીં હોય તો ધાર્મિકતા ક્યાંથી આવશે ? જીવનમાં માનવતા નહીં હોય તો ધાર્મિકતા પણ ન જ હોઈ શકે. માનવતારહિત મનુષ્ય ધાર્મિક ક્રિયાઓ કરતો હોય છતાં, ધાર્મિકતાનો ભાવ એનામાં પેદા થઈ જ શકતો નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧૫૧ આજે હું જે વાત કરી રહ્યો છું એ એવા શ્રાવકો માટે છે કે જેઓ માનવતાથી ભરપૂર છે. જેમને વાસ્તવમાં શ્રાવકજીવન જીવવું છે. “શ્રમણ ભગવાન મહાવી૨એ કેવો ગૃહસ્થાશ્રમ બતાવ્યો છે,” એ સમજવાની જેમનામાં જિજ્ઞાસા છે, એવા વિવેકી શ્રાવકોનું સાધુપુરુષો પ્રત્યે પહેલું કર્તવ્ય આ છે કે બીમારઙ્ગ સાધુઓની યોગ્ય સેવા કરે ! એ રીતે શ્રાવિકાઓએ સાધ્વીઓની સેવા કરવાની. – ૨ બાળ મુનિવરો પ્રત્યે : જેવી રીતે ગ્લાન મુનિવરોની સેવા કરવાની છે તમારે, તેવી જ રીતે બાળ મુનિવરોનો પણ ખ્યાલ કરવાનો છે. પૂર્વજન્મના સંસ્કારોને લીધે નાની ઉંમરે બાળકો પણ દીક્ષા લે છે. ધાર્મિક પરિવારોમાં બચપણથી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો મળે છે. તે બાળકો સાધુપુરુષોના સંપર્કમાં આવે છે. સાધુપુરુષોનો ઉપદેશ જે બાળકના હૃદયને સ્પર્શી જાય છે, તે સાધુ બનવા તત્પર થઈ જાય છે. એ બાળકનાં માતા-પિતા દીક્ષા લેવાની અનુમતિ પ્રદાન કરે છે. ગુરુ બાળકની ચારિત્ર્યપાલનની ક્ષમતા જુએ છે અને એ બાળક સાધુ બની જાય છે. બાળકને દીક્ષા આપનાર ગુરુમાં એ ક્ષમતા હોવી જોઈએ કે તે બાળકના ભવિષ્યને જ્ઞાનના પ્રકાશમાં જુએ. “આ બાળક આજીવન ચારિત્ર્યધર્મનું પાલન કરી શકશે કે નહીં." જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી અથવા યોગશક્તિથી અથવા દૈવી સહાયતાથી ભવિષ્ય જાણી શકાય છે. આજીવન સાધુધર્મનું પાલન કરવું સરળ નથી. ઘણું કપરું કામ છે. બધાં બાળકોમાં સાધુધર્મના પાલનની શક્તિ હોતી નથી. હજારોમાં એક બાળક મુશ્કેલીથી મળે છે કે જે આજીવન સાધુધર્મનું પાલન કરી શકે છે. એમ તો બાળ મુનિઓની માનસિક ભૂમિકા જોતાં સાધુઓએ અને શ્રાવકોએ તેમનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. તેમને પ્રિય હોય એવી ભિક્ષા આપવી જોઈએ. તેમને પ્રિય હોય તેવાં વસ્ત્રો આપવાં જોઈએ. તેમને પ્રિય અને પ્રશસ્ત હોય તેવાં પુસ્તકો આપવાં જોઈએ. તેમને પ્રિય હોય એવી પેન-પેન્સિલ વગેરે આપવાં જોઈએ. તમે તેમને પ્રેમથી પૂછો, "મહારાજ સાહેબ, આપને શું જોઈએ છે ? તેમને જે જોઈતું હશે તે તેમના ગુરુદેવને કહેશે. ગુરુદેવ તમને કહેશે, "મહાનુભાવ બાળ મુનિને આ વસ્તુ જોઈએ છે.” બાળ મુનિની પ્રિય-અપ્રિયની કલ્પનાઓનું સન્માર્જન કરવાનું કર્તવ્ય તેમના Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રાવકજીવન ગુરુદેવનું છે. કોઈ વાર જે પ્રિય ન લાગવું જોઈએ તે પ્રિય લાગે છે, અને જે પ્રિય લાગવું જોઈએ તે અપ્રિય લાગે છે ! એટલા માટે બાળ મુનિઓના ગુરુ મનોવિજ્ઞાનના જ્ઞાતા હોવા જોઈએ. બાળ મુનિઓને મનોવૈજ્ઞાનિક પદ્ધતિએ જ શિક્ષણ આપવું પડે છે. સારાને સારું મનાવવું અને ખરાબને ખરાબ મનાવવું એ સરળ કામ નથી! તમને લોકોને મનાવવા મુશ્કેલ છે, તો પછી બાળકોને મનાવવાં એ સરળ હોઈ શકે ખરું ? એક મહત્ત્વની વાત કહું છું, ધ્યાનથી સાંભળો. જે વ્રત-નિયમ યુવક અને પ્રૌઢ સાધુઓ માટે હોય છે, તે બધા નિયમો બાળ મુનિ અને વૃદ્ધ મુનિ માટે હોતા નથી. તેમને માટે વિશેષ અપવાદ હોય છે. ગુરુજનો એ અપવાદ જાણતા હોય છે, એટલા માટે કોઈ બાળ મુનિ કોઈ નિયમનું પાલન ન કરતો હોય તો તમારે એની નિંદા ન કરવી. મહાવ્રત સર્વનાં સમાન હોવા છતાં પણ તીર્થકર ભગવંતોએ વયઅવસ્થાની દ્રષ્ટિથી અપવાદ પણ બતાવ્યા છે. તમારું એ કર્તવ્ય છે કે તમે લોકો બાળ મુનિઓના ઉલ્લાસને વધારતા રહો. તેમના મનને પ્રફુલ્લિત રાખો. હા, એમની સાથે એવી વાતો કદી ન કરો કે જેથી તેમનું મન સંસારસુખ પ્રત્યે આકર્ષાયિ. તમે એમની સાથે જ્ઞાન-વિજ્ઞાનની વાતો કરો. જ્ઞાનવર્ધક કિસ્સાઓ- વાઓ કહો. ચારિત્ર્યદ્રઢતા વધારનારી વાર્તાઓ કહો. - આવી ઘટનાઓ સંભળાવ્યા કરો. વાસ્તવમાં આ ખ્યાલ તો ગુરુએ કરવાનો હોય છે, તમારે તો સહાયક બનવાનું છે. ગુરુએ બાળ મુનિની જિજ્ઞાસાઓનું પ્રેમથી સમાધાન કરતા રહેવું જોઈએ. બાળસહજ જિજ્ઞાસાઓ તો ઉત્પન્ન થશે જ ! જે એ જિજ્ઞાસાઓનું સમુચિત સમાધાન કરવામાં આવે તો બાળ મુનિનો બૌદ્ધિક વિકાસ થાય છે અને ગુરુ પ્રત્યે તેનો પ્રેમ વધે છે. બાળ મુનિ પર વધારે દબાણ ન નાખવું જોઈએ. તેના મનની વાતો શાંતિથી, પ્રેમથી સાંભળવી જોઈએ, અને તેના જીવન-નિર્માણની યોજના કરવી જોઈએ. કઈ કઈ ધર્મ-આરાધનામાં બાળ મુનિને અભિરુચિ છે, તે જાણીને એ આરાધનામાં તે મુનિવરની પ્રગતિ કરાવવી જોઈએ. વિશેષ કરીને જ્ઞાનોપાસનામાં તેમની અભિરુચિ વધારવી જોઈએ. બાળ મુનિઓનું તમારે પણ ધ્યાન રાખવાનું છે. વૃદ્ધ સાધુઓ પ્રત્યે કર્તવ્ય : જેવી રીતે ગ્લાન અને બાળ મુનિઓની સેવા કરવાની છે, એ રીતે જે વયોવૃદ્ધ મુનિઓ હોય તેમનો પણ ખ્યાલ રાખવાનો છે. વૃદ્ધાવસ્થા માનવીને પરાધીન Page #159 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ બનાવી દે છે ત્યારે બીજાની સહાયતા અપેક્ષિત બની જાય છે. કાન સાંભળતા ન હોય, અથવા ઓછું સાંભળતા હોય. આંખો જોઈ શકતી ન હોય, અથવા ઓછું દેખતી હોય. ચાલવામાં પગ લંગડાતા હોય. પોતાનાં કાર્યો કરી ન શકતા હોય. આવી પરિસ્થિતિમાં વૃદ્ધ સાધુઓનાં તન-મન, સંયમ સાચવવાનાં હોય છે ! સભામાંથી ઃ આ કર્તવ્ય તો સાધુપુરુષોનું હોય છે ને ? મહારાજશ્રી : હા, આ કર્તવ્યનું પાલન તો સાધુપુરુષોનું હોય છે. પરંતુ ગૃહસ્થ શ્રાવકોનું ય છે. સાધુપુરુષોને સહાયક થવાનું હોય છે. કોઈ વાર વૃદ્ધ સાધુની પાસે સહાયક યુવક સાધુ ન હોય, બંને વૃદ્ધ હોય, તેમનાં શરીર કાર્યક્ષમ ન હોય, સ્વાસ્થ્ય સારું ન હોય એવી સ્થિતિમાં તમારે એમની સેવા કરવી જોઈએ. એમની પાસે બેસીને એમની સુખશાતા પૂછવી જોઈએ. તેમને ઔષધ, વસ્ત્ર વગેરેની જરૂર હોય તો લાવી આપવાં જોઈએ. તેમની સાથે ખૂબ જ સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. --- ― ૧૫૩ સભામાંથી : કેટલાક વૃદ્ધ સાધુપુરુષો ખૂબ ગુસ્સો કરે છે. મહારાજશ્રી : એ ગુસ્સો અલ્પકાલીન હોય છે, ક્ષણિક હોય છે. ક્ષણિક ક્રોધ ક્ષમ્ય ગણવો જોઈએ. ક્રોધની સામે અરુચિ યા અભાવ ન હોવો જોઈએ. જો તમે એમની સેવા કરશો તો તેઓ તમારી ઉપર ગુસ્સો નહીં કરે. સાધુઓની સેવાનું કર્તવ્ય વિશેષ રૂપે તો સાધુઓનું હોય છે. છતાં પણ તમારે લોકોએ વૃદ્ધ સાધુઓનો ખ્યાલ રાખવાનો છે. તેમને સહાય કરવાની છે. એ કરવાથી એ સાધુઓના મનનું સમાધાન થાય છે. જ્ઞાનોઘત સાધુઓની સેવા : જેવી રીતે વૃદ્ધ, બાળ અને બીમાર સાધુઓની યથોચિત સેવાનું લક્ષ્ય રાખવાનું છે, એ જ રીતે અધ્યયનશીલ સાધુઓનું પણ ધ્યાન રાખવાનું છે. જો તમારા ઘરની નજીકમાં ઉપાશ્રય હોય અને ઉપાશ્રયમાં સાધુપુરુષ રહેતા હોય - ખાસ અધ્યયન માટે રહેતા હોય તો તમે એમનું ધ્યાન રાખશો. તેમને શું જોઈએ તે પૂછતા રહેવું, તેમને પુસ્તક વગેરે જેની જરૂર હોય તે આપવું. આજના યુગમાં પ્રાચીન સમય જેટલી મુશ્કેલીઓ તો નથી હોતી. આજના જમાનામાં "જ્ઞાનખાતું" મોટે ભાગે જૈન સંઘો પાસે હોય છે. જ્ઞાનખાતાના દ્રવ્યરાશિનો ઉપયોગ સાધુપુરુષના અધ્યયનકાર્યમાં થઈ શકે છે. ભણાવનાર Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવકજીવન પંડિતનું પારિશ્રમિક પણ આપી શકાય, પુસ્તકો પણ ખરીદી શકાય, છપાવી શકાય. પરંતુ જ્ઞાનખાતાનો વહીવટ કરનારા ટ્રસ્ટીઓ જાગ્રત હોવા જોઈએ. અધ્યયન કરનારાઓ, શાસ્ત્રલેખન કરનારાઓ, સંશોધન કરનારાઓ, પ્રકાશન કરનારાઓ સાથે તેમનો સહયોગ હોવો જોઈએ. વિશિષ્ટ કોટિનું અધ્યયન કરનારાઓની ગોચરીનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. કેટલાંક ગામો-શહેરોમાં સવાર-સાંજની ગોચરી દુર્લભ થતી જાય છે. કેટલાંક ભક્તિભાવવાળાં કુટુંબો હોય છે; પરંતુ આ કર્તવ્ય તમારું સૌનું છે. જે જે શહેરોમાં સાધુ-સાધ્વીઓના અધ્યયન માટે વિશિષ્ટ પાઠશાળાઓ છે, અધ્યયનની વ્યવસ્થા છે, ત્યાં શ્રાવક-શ્રાવિકાઓની વિશેષ રૂપે જાગૃતિ હોવી જોઈએ. નવા આગન્તુક સાધુ પ્રત્યે : જે સાધુઓ તમારી આસપાસ રહેલા છે, એ સર્વે પ્રત્યે જેવા જાગ્રત રહો છો અને કર્તવ્યનું પાલન કરો છો, એ રીતે નવા સાધુ-સાધ્વીઓ ગામમાં આવે તો તેમના પ્રત્યે પણ તમારે ભક્તિભાવથી ધ્યાન આપવાનું છે. માની લો કે ગામમાં સાધુસમૂહ યા સાધ્વીવૃંદે પ્રવેશ કર્યો છે. નવા નવા ગામમાં આવ્યા છે, ગામના માર્ગોથી અપરિચિત છે. તમે એમને જુઓ છો, તો સૌ પ્રથમ શું ક૨શો ? તમે વિનયથી મસ્તક નમાવીને ‘“મત્કણ્ વંવામિ’’ બોલશો, પછી તેમને ઉપાશ્રય બતાવવા તેમની સાથે જશો. સભામાંથી : અમે લોકો એવું કરતા નથી. હાથ પણ કદી જોડતા નથી ! મહારાજશ્રી : એટલા માટે તો આ બધી વાતો તમને સમજાવી રહ્યો છું. આ બધી વાતો તમે નથી સમજતા, પરિણામે વિના કારણે સાધુ-સાધ્વીઓને કષ્ટ પડે છે. ગુજરાતના એક ગામમાં પહેલી જ વાર અમે જઈ રહ્યા હતા. સવારનો સમય હતો. અમે ગામમાં પ્રવેશ કર્યો. ગામમાં કોઈ શ્રાવક અમને ઓળખતો ન હતો. કારણ કે એ સમયે મારું કોઈ પદ ન હતું કે પ્રસિદ્ધિ પણ ન હતી. અમે ચાર મુનિઓ હતા. ઉપાશ્રય કાં આવ્યો છે તે અમે જાણતા ન હતા. અમે એક ભાઈને પૂછ્યું : "જૈન ઉપાશ્રય ક્યાં છે ?” તેણે અમારી સામે જોયું અને હાથ લાંબો કરીને દિશા બતાવી દીધી, અને તે આગળ ચાલ્યો ગયો. અમે એ દિશામાં આગળ વધ્યા. બે રસ્તા હતા, ત્યાં એક શ્રાવક મળ્યો; બે હાથ જોડવા. અમે પૂછ્યું : "ઉપાશ્રયે જવાનો રસ્તો કર્યો ?” તેણે પણ હાથ લંબાવીને કહી દીધું : "મહારાજ, આ રસ્તેથી સીધા ચાલ્યા જજો, આગળ મસ્જિદ આવશે, Page #161 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૧૫૫ ત્યાંથી જમણી બાજુ વળી જો, આગળ પાણીની ટાંકી આવશે. પાસેની ગલીમાં વળી જજો. આગળ કબૂતરખાનાની પાસે કોઈને પૂછજો, ઉપાશ્રય બતાવી દેશે.” આટલું ભાષણ આપીને તે પણ પોતાને રસ્તે પડ્યો. અમે આગળ વધ્યા. પાણીની ટાંકી સુધી તો પહોંચી ગયા, પરંતુ ત્યાંથી બીજી ગલીમાં વળી ગયા. ચાલ્યા કર્યું. ઉપાશ્રય ન આવ્યો. એક ભાઈને પૂછ્યું : "જૈન ઉપાશ્રય ક્યાં છે ?” તેણે કહ્યું : “આપ ખોટી જગાએ આવી ગયા છો. પૂર્વ દિશાએ જાઓ. આગળ એક લીલા રંગનું મકાન આવશે. ત્યાંથી દક્ષિણ દિશામાં જજો. ત્યાં આપને જૈન દેરાસ૨ દેખાશે.” અમે દેરાસર ગયા, ચૈત્યવંદન કર્યું. પૂજારીને પૂછ્યું : "ઉપાશ્રય ક્યાં છે ?” તેણે કહ્યું : "ઉપાશ્રય તો ગામમાં દેરાસર છે તેની પાસે છે. અહીંથી એક કિલોમિટર......” પૂજારીની વાત સાંભળીને અમે એકબીજાનું મુખ જોવા લાગ્યા. ૧૬ કિલોમિટરનો વિહાર કરીને આવ્યા હતા. ગામમાં પણ બે-ત્રણ કિલોમિટર ચાલ્યા હોઈશું. અમે પૂજારીને કહ્યું : "ભૈયા, તમે ચાલીને અમને ઉપાશ્રય બતાવશો ?" પૂજારી સાથે આવ્યો અને ઉપાશ્રય બતાવ્યો, અમે સ્થાન ઉપ૨ પહોંચ્યા. જો સૌ પ્રથમ જે શ્રાવક મળ્યો હતો, તે અમારી સાથે આવ્યો હોત તો અમારે ભટકવું ન પડત ! એટલા માટે કોઈ પણ સાધુ-સાધ્વી તમને રસ્તો પૂછે તો, અથવા મંદિર-ઉપાશ્રય સંબંધી પૂછે તો તમારે સાથે ચાલીને બતાવવું જોઈએ. નજીકમાં હોય, રસ્તો સરળ હોય તો સમુચિત માર્ગદર્શન આપવું. એ રીતે અભ્યાગત સાધુઓ પ્રત્યે અમારું (સાધુઓનું) કર્તવ્ય હોય છે. અમારા સાધુ-સાધુઓનો વ્યવહાર પણ તમારે લોકોએ જાણવો જોઈએ. ખૂબ સારો વ્યવહાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે. એક ઉદાહરણ બતાવું છું. " અમે એક ઉપાશ્રયમાં ઊતર્યા છીએ. ગોચરીના સમયે ગોચરી લઈ આવ્યા છીએ. ગોચરી કરવા બેસી પણ ગયા છીએ. હાથમાં પ્રથમ કોળિયો પણ લીધો છે. મુખમાં મૂકવાની વાર છે ત્યાં અભ્યાગત-પ્રાધૂર્ણક સાધુઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને એમનો અવાજ નીતિહિ નીતિહિ નમો ઘુમાસમાĪ' સંભળાયો. અમારે ભોજનનો કોળિયો મોઢામાં ન મૂકવો જોઈએ. કોળિયો પાછો પાત્રમાં નાખીને ઊભા થઈ જવું જોઈએ અને આગન્તુક સાધુઓને ‘“મસ્થળ વંવામિ' બોલીને તેમનું સ્વાગત ક૨વું જોઈએ. આગન્તુક સાધુઓ સાથે જો અમારી સમાન સમાચારી (સમાન ધર્મક્રિયાઓ, સમાન ધાર્મિક માન્યતાઓ) હોય તો તેમને પૂછીને એ સાધુઓ માટે અમે ભિક્ષા લઈ આવીશું. આગન્તુક સાધુ થોડોક આરામ કરશે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રાવકજીવન ભિક્ષા આવ્યા પછી અમે સાથે બેસીને ભોજન કરીશું. જો આગન્તુક સાધુ સ્વયં ભિક્ષા લાવવા આગ્રહ કરે તો અમારો એક સાધુ એમની સાથે જઈને ગૃહસ્થોનાં (જૈનોનાં) ઘર બતાવશે. એમને વિહાર કરીને જવું હોય, રસ્તો જાણતા ન હોય તો અમારો એક સાધુ તેમને રસ્તો બતાવશે. પણ કિદાચ કોઈ ગૃહસ્થ મહાનુભાવ રસ્તો બતાવનાર મળી જાય તો અમે રસ્તો બતાવવા નહીં જઈએ. અમારો સાધુઓનો પરસ્પરનો વ્યવહાર જો શાસ્ત્રીય પદ્ધતિએ સુસંસ્કૃત થઈ જાય તો શ્રમણ સંઘનો પરસ્પરનો મૈત્રીભાવ વધી જાય. શાસ્ત્રાજ્ઞાના પાલનમાં ઉત્સાહી સાધુઓએ સાધુઓનો પારસ્પરિક વ્યવહાર શાસ્ત્રાનુસારી બનાવવો જોઈએ. એકબીજાની સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારમાં નાના મોટાનો યા તો ઓછાવત્તા જ્ઞાનનો ભેદ જોવામાં આવતો નથી. – આગન્તુક સાધુઓ દીક્ષાપયયિમાં નાના હોય, યજમાન સાધુ દીક્ષાપયયિમાં મોટા હોય તો પણ તે ઊભા થઈને આગન્તુક સાધુઓનું સમુચિત સ્વાગત કરે. આગન્તુક સાધુ મહાજ્ઞાની યા પ્રભાવશાળી ન હોય, યજમાન સાધુ મોટા જ્ઞાની છે, પ્રભાવશાળી છે, પદસ્થ છે, છતાં પણ આગન્તુક સાધુઓને ઊભા થઈને સ્વાગત કરે ! - આગન્તુક સાધુ શ્રેષ્ઠ કોટિના ચારિત્રી-તપસ્વી નથી. યજમાન સાધુ શ્રેષ્ઠ કોટિના ચારિત્રી છે - મહાન તપસ્વી છે, છતાં પણ તેઓ ઊભા થઈને આગન્તુક સાધુઓનું પ્રેમથી સ્વાગત કરે. સ્નેહ અને સભાવ મહત્ત્વની વાત છે. વત્તો ઓછો વ્યવહાર વિશેષ મહત્ત્વ નથી રાખતો. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારનાં વિધાનો મળે છે. ઘણી સુંદર વ્યવસ્થા મળે છે. સાધુ-શ્રાવકોનો સંબંધ ગ્રંથકાર આચાર્યદેવે આ સૂત્રના (અનારિકાયffમયT:) માધ્યમથી તમારો અને અમારો સંબંધ સ્પષ્ટ કર્યો છે. સાધુ અને સાધ્વી પોતાના સંયમ ધર્મની આરાધના ત્યારે જ નિશ્ચિતતા અને પ્રસન્નતાથી કરી શકે કે જ્યારે તમે શ્રાવકશ્રાવિકાઓ તેમની આધારશિલા બનીને રહ્યાં હો, તેમના સંરક્ષક બનીને રહ્યા હો. તમે લોકો : - બીમાર સાધુ-સાધ્વીની સેવા કરો છો. - બાળ - નાની ઉંમરના - સાધુ-સાધ્વીનો ખ્યાલ રાખો છો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ વૃદ્ધ સાધુઓની સેવા-શુશ્રૂષા કરો છો. અધ્યયનશીલ સાધુ-સાધ્વીને અધ્યયનની સારી સુવિધાઓ આપો છો. સાધુ-સાધ્વીઓ માટે નિવાસની, ઉપાશ્રયની વ્યવસ્થા કરો છો. સાધુ-સાધ્વીના વિહારોમાં પણ સમુચિત સેવા અને સહયોગ આપો છો. સાધુ-સાધ્વીના ઉપદેશને ગ્રહણ કરીને જિનશાસનની પ્રભાવનાનાં અનેક કાર્યો કરો છો. - સાધુ અને સાધ્વીઓ તમારે માટે શું કરે છે, તે પણ સાંભળો. શ્રાવક-શ્રાવિકાઓને ધર્મનો-તત્ત્વનો ઉપદેશ આપે છે. - માંસાહાર, શરાબ, જુગાર વગેરે પાપોમાંથી તમને બચાવવા ભરપૂર પ્રયત્ન કરે છે. પ્રભુદર્શન, પ્રભુપૂજન, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા વગેરે અનેકવિધ ક્રિયાઓમાં તમને લોકોને જોડવા પ્રયત્ન કરે છે. પરોપકારના કાર્યોમાં તમને પ્રોત્સાહિત કરે છે. તમારા વ્યક્તિગત અથવા પારિવારિક સામાજિક પ્રશ્નોને અહિંસાના અને અનેકાંતના સિદ્ધાંતથી ઉકેલવા પ્રયત્ન કરે છે. ૧૫૭ જૈન સંઘ અહિંસક અને નિર્વ્યસની રહે, એટલા માટે સતત જાગ્રત રહે છે. ઉપદેશ દ્વારા, સાહિત્ય દ્વારા, જ્ઞાનસત્રો વગેરે આયોજનો દ્વારા વિવિધ દેશપ્રદેશોમાં પગપાળા ચાલીને ધર્મશાસનનો પ્રચાર કરે છે. આ રીતે આપણે એકબીજાને મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બનીએ છીએ. આ અપેક્ષાએ આપણો સંબંધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંબંધ છે. એટલા માટે બે સાવધાનીઓ તમારે રાખવી જોઈએ. ન તમે લોકો સાધુ-સાધ્વીની નિંદા ન કરો. સાધુ-સાધ્વીની અવહેલના-તિરસ્કાર ન કરો. સાવધાન રહો : આપણા આ ઘનિષ્ઠ સંબંધને તોડવા માટે કેટલાક લોકો પ્રયત્નશીલ બન્યા છે. આપણો આ સંબંધ લોકોને સહન થતો નથી. સંબંધ તોડવા માટે તે લોકો બે કામ કરી રહ્યા છે. ૧. સાધુ-સાધ્વીઓના નાના મોટા દોષો સભાઓમાં ગાય છે અને છાપાઓમાં છપાવે છે - ઘોર નિંદા કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવકજીવન ૨. સાધુની પાસે જઈને "આજે શ્રાવક-શ્રાવિકાઓ બગડી ગયાં છે, વ્યસની થઈ ગયાં છે વગેરે વાતો કરે છે; સાધુ-સાધ્વીઓના હૃદયમાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રત્યે દુર્ભાવ પેદા કરે છે ! આવું થતાં પરસ્પરનો પ્રેમ તૂટતો જાય છે અને અવિશ્વાસ વધતો જાય છે. એટલા માટે તમારે સાવધાન રહેવાનું છે. અમારે લોકોએ પણ સાવધ રહેવાનું છે. જે લોકો શ્રાવક આચારનું અલ્પ પણ પાલન નથી કરતા, તે લોકો છાપાઓમાં સાધુઓની નિંદા કરે છે ! તેઓ પોતાના દોષગ્રસ્ત જીવનનો વિચાર પણ કરતા નથી, જીવનને દોષમુક્ત ક૨વાની તો વાત જ નહીં." એવા “લેખકો”થી સાવધાન રહેવું. તેઓ ઉટપટાંગ લખતા રહે છે ! એવા શ્રમદ્વેષી લોકોની વાતો વાંચવી પણ ન જોઈએ. ગુણવૃષ્ટિવાળા થઈને રહો, બીજાઓમાં રહેલા ગુણો પણ જોતા રહો. ત્યાગી, તપસ્વી અને જ્ઞાની-ધ્યાની સાધુપુરુષોની સેવાભક્તિ કરતા રહો. કોઈ વાર કોઈ ભૂલ જોવામાં આવે તો વિનય અને નમ્રતાથી એકાંતમાં બતાવતા રહો. પૂજ્ય પુરુષોની અવજ્ઞા કદી ન કરો. સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને પરસ્પર પૂરક બનવાનું છે. વિઘટક બનવાનું નથી. મોક્ષમાર્ગની આરાધનામાં એકબીજાને સહાયક બનવાનું છે. કર્તવ્યપાલનમાં જાગ્રત થાઓ. બીમાર, બાળ, વૃદ્ધ અધ્યયનશીલ અને પ્રાથૂર્ણક સાધુ-સાધ્વી પ્રત્યે જે કર્તવ્યો છે તે કર્તવ્યોનું પાલન કરવા માટે પ્રયત્નશીલ રહો. પૂજ્ય પુરુષો પ્રત્યે પૂજ્યભાવ અખંડ રાખીને સેવાભક્તિ કરતા રહેશો તો બે ફળની પ્રાપ્તિ થશે - ગુણપ્રાપ્તિ અને પુણ્યપ્રાપ્તિ. તમે આ બંને ફળો પ્રાપ્ત કરનારા બનો એ જ મંગલ કામના. આજે, બસ આટલું જ. ★ Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩૭ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકની દિનચર્યા બતાવતાં કહે છે કે શ્રાવક પ્રતિદિન ઉપાશ્રયમાં જાય, ત્યાં રહેલા સાધુસમુદાયનો ખ્યાલ કરે. કોઈ બીમા૨ સાધુ હોય, કોઈ બાળ મુનિ હોય, કોઈ વૃદ્ધ સાધુ હોય, તે સર્વેની યથોચિત સેવા કરે. ઔષધ, અન્ન, પાણી, વસ્ત્ર, પુસ્તક વગેરે જે જરૂરી હોય તે લાવી આપે. આ વિષયમાં ગ્રંથકાર આચાર્યશ્રીએ વિશેષ રૂપે કહ્યું : ધૃતાકૃતપ્રત્યુપેક્ષા । રા ખૂબ જ સુંદર વાત કરી છે. કાર્ય કરવાની સમુચિત પદ્ધતિ પ્રસ્તુત કરી દીધી છે. "શું કર્યું, શું ન કર્યું" તે વિચારો : ભલે મંદિરનું કામ હોય કે ઉપાશ્રયનું. કાર્ય થઈ ગયા પછી વિચારવું જોઈએ ઃ ”મેં કયું કાર્ય કર્યું અને કયું ન કર્યું.” આ વિચારવાથી ખબર પડી જાય છે કે કયું કાર્ય નથી થયું. જે કાર્ય તમે ન કરી શક્યા હો, કરવું આવશ્યક છે, તો તમે બીજી વ્યક્તિને કહીને પણ એ કાર્ય કરાવી શકો છો. કોઈ વાર આળસમાં, કોઈ વાર ઉતાવળમાં, તો કોઈ વાર શારીરિક અશક્તિને કારણે, પૈસાના અભાવે કોઈ કાર્ય ન પણ થઈ શકે; ભાવના હોવા છતાં પણ કાર્ય ન થઈ શકે, કાર્યની ઉપેક્ષા પણ થાય છે. જેમ કે : – આ કાર્ય તો પૂજારીનું છે, પૂજારી કરશે. આ કાર્ય ટ્રસ્ટી લોકોનું છે, તેઓ ક૨શે. આ કાર્ય તો નોકરોનું છે, તેઓ કરશે. મારે આજે જલદી બજારમાં જવું છે. મુનિરાજોનું કાર્ય નહીં કરી શકું, બીજા લોકો ક૨શે. મારે આજે ઘરમાં ઘણું કામ છે. મારે આજે બહારગામ જવું છે. કોઈ વાર આ વાતો સાચી હોય છે, તો કોઈક વાર સાચી નથી પણ હોતી. એને લીધે કાર્ય બગડે છે અને માણસની કાર્યદક્ષતામાં ક્ષતિ આવે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગૃહકાર્યોમાં પણ આ ગુણ આવશ્યક : જો તમે તમારા ગૃહકાર્યોમાં સફળતા અને પ્રશંસા પામવા ઇચ્છતા હો તો તમે આ ગુણને સિદ્ધ કરો. જેમ કે તમારે આજે ચાર કામ કરવાનાં છે ૧. એક દદીમિત્રને હૉસ્પિટલમાં મળવા જવાનું છે. ૨. ઘર માટે ઘી, તેલ, અનાજ લાવવાનાં છે. શ્રાવકજીવન ૩. બેંકમાં જવાનું છે. કેટલાક પૈસા બેંકમાંથી ઉપાડવાના છે. ૪. એક વેપારી પાસેથી રૂપિયા લેવાના છે. સર્વ પ્રથમ તમારે આ ચારેય કામ યાદ કરી લેવાં જોઈએ. જો ડાયરી રાખતા હો તો ડાયરીમાં લખી લેવાં જોઈએ. કામ પતાવીને જ્યારે ઘેર પાછા ફરો તો તમારે વિચારવું જોઈએ, ડાય૨ી ઉઘાડીને જોવું જોઈએ કે તમારે જે જે કાર્યો કરવાનાં હતાં તે કરી લીધાં છે કે કેમ ? કોઈ કામ રહી ગયું હોય, ભૂલી ગયા હો, તો તે કામ પૂર્ણ કરીને તમે ઘેર પાછા ફરો. યાદ હોય છતાં પણ સંજોગવસાત્ કાર્ય ન થઈ શક્યું હોય તો ઘેર આવ્યા પછી ઘરવાળાંના મનનું સમાધાન કરી શકો છો. સભામાંથી : સમાધાન તો જૂઠું બોલીને પણ કરી દઈએ છીએ ! મહારાજશ્રી ઃ જે દિવસે તમારું જૂઠ પકડાઈ ગયું તે દિવસે શું થશે ? ઝઘડો તો થશે જ. સાથે સાથે તમે વિશ્વાસપાત્રતા પણ ખોઈ બેસશો. આ ઘણું મોટું નુકસાન છે. તમારા ઉ૫૨ તમારા ઘરવાળાઓનો વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે જૂઠું ન બોલવું. કહી દેવું કે "આ કામ કરવું હું ભૂલી ગયો છું.” અથવા “પ્રયત્ન કરવા છતાં કાર્ય થઈ શક્યું નથી.” કેટલાક લોકો તો એવા ભૂલકણા હોય છે કે એક કામ પણ યાદ રહેતું નથી, ભૂલી જાય છે ! અને પ્રાયઃ આવા લોકો પોતાના ઘરમાં અપ્રિય બને છે. પરસ્પર સંબંધો બગડે છે. કેટલાંક વર્ષો પૂર્વે અમેરિકન ગેજેટમાં એક ઘટના વાંચી હતી. એક યુવકનું લગ્ન થયું, લગ્નના બીજા દિવસે યુવકે ઑફિસ જતી વખતે પોતાની પત્નીને પૂછ્યું : "બજારમાંથી તારા માટે કંઈ લાવવાનું છે ?” પત્નીએ કહ્યું : “હા, લાવવાનું છે. બિસ્કિટનું એક મોટું પેકેટ લેતા આવજો." યુવકે કહ્યું : "સારુ, આવતી વખતે લેતો આવીશ.” યુવક ઑફિસે ગયો. પાછા ફરતી વખતે તેણે વિચાર્યું નહીં કે "મારે ઘેર શું લઈ જવાનું છે.” જ્યારે તે શેરીમાં પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે "બિસ્કિટનું એક મોટું પેકેટ લઈ જવાનું છે !” તે પાસેના એક નાના સ્ટોરમાં ગયો. ત્યાં બિસ્કિટનું Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૬૧ મોટું પેકેટ ન હતું, નાનું પેકેટ હતું. તેણે નાનું પેકેટ લઈ લીધું અને ઘેર આવ્યો. આવતાં જ તેની પત્નીએ પૂછ્યું: ”મારે માટે બિસ્કિટનું મોટું પેકેટ લાવ્યા છો?” તેણે કહ્યું: "આજે નાનું પેકેટ લાવ્યો છું. કાલે મોટું પેકેટ લાવીશ.” તેની પત્ની અત્યંત નારાજ થઈ ગઈ અને બોલી : "તમે કંજૂસ છો, તમને મારા પ્રત્યે પ્રેમ નથી. બિકિટનું એક પેકેટ પણ મારે માટે નથી લાવી શકતા તો પછી બીજું શું લાવશો? મારે તમારી સાથે રહેવું નથી....... અને તે તે જ ઘડીએ ઘર છોડીને ચાલી ગઈ, લગ્નવિચ્છેદ કરી દીધો. નાનકડી ભૂલ પણ કોઈ વાર ભારે નુકસાન કરી બેસે છે. તમે કહેશો કે એ સ્ત્રીએ થોડીક ધીરજ ધરવી જોઈતી હતી. એવી ઉતાવળ ન કરવી જોઈએ. ઠીક છે. મનુષ્યનો સ્વભાવ પડી ગયો છે. બીજુંની ભૂલ જોવાનો. વાસ્તવમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે "મારી શું ભૂલ છે?" મનુષ્ય પોતાની ભૂલોને જોતો રહે તો ઘણો બધો સુધરી શકે છે. બીજાંને સુધારવાં ખૂબ મુશ્કેલ છે. સ્વયંને સુધારવાનું કામ સરળ છે. સદાય આ વિચારવાની આદત પાડી રાખો. " કયું કાર્ય માટે કરવાનું હતું? કયું કર્યું અને કયું કર્યું નથી ?” આ આદતથી તમારી કાર્યદક્ષતા વધી જશે. દક્ષતા અને ગંભીરતાથી વિચારો : પરંતુ ઉપર ઉપરથી વિચારવાનું નથી; એકાગ્રતાથી વિચારવાનું છે. જે કાર્ય તમારે કરવાનું છે, વિશેષ રૂપથી બીમાર સંબંધી, તો તમે દક્ષતાથી વિચારો. કોઈ કાર્યભૂલી ન જાઓ, સાવધાનીથી વિચારો. ડૉકટરે તમને બીમાર છોકરા માટે કહ્યું હોય કે : - બબ્બે કલાકે છોકરાનું ટેમ્પરેચર લેતા રહેવું અને ચાર્ટમાં એ નોંધતા રહેવું. – એક-એક કલાકે બબ્બે ગોળીઓ આપતા રહેવું. - બબ્બે કલાકે પીવાની દવા આપતા રહેવું. - રોજ સવારે એક ઇજેકશન આપવાનું છે. – આજે એનો બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ કરાવી લેવાનો છે. - એક-એક કલાકે થોડું થોડું દૂધ, જ્યુસ વગેરે પ્રવાહી પદાર્થ આપતા રહેવું. તો તમે આ બધી વાતો યાદ રાખો છો ને? પછી વિચારો છો ને કે મેં કઈ દવા આપી અને કઈ નથી આપી ? ટેમ્પરેચર માગ્યું કે નહીં? ટેસ્ટ કયો કરાવ્યો અને કયો નહીં? કદાચ કોઈ વાત ભૂલી જાઓ છો તો ડૉકટરનો ઠપકો સાંભળવો Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૧૬૨ . પડે છે ને ? છોકરાને પણ નુકસાન થાય છે. એટલા માટે ગ્રંથકાર કહે છે: "કરેલાં અને નહીં કરેલાં કાર્યોની પ્રત્યુપેક્ષા કર્યા કરો! વિશેષ રૂપે તો દેવકાર્ય અને ગુરુકાર્યના વિષયમાં પ્રત્યુપેક્ષા કરો. જો ઘરનાં કાર્યોમાં પ્રત્યુપેક્ષા કરવાની આદત હશે તો દેવકાર્ય તથા ગુરુકાર્યમાં પ્રત્યુપેક્ષા કરશો જ. હા, દેવ-ગુરુના પ્રત્યે તમારા દ્ધયમાં શ્રદ્ધા અને ભક્તિ હશે, બહુમાન હશે, પ્રેમ હશે તો અવશ્ય પ્રત્યુપેક્ષા કરશો. ઉપેક્ષા નહીં કરો. દેવકાર્ય અને ગુરુકાય કરવાથી તમારી મન-વચન અને કાયાની શક્તિ સફળ થશે. કૃતાર્થ થશે. ઉપેક્ષા નહીં પ્રત્યુપેક્ષા કરો: શુભ કાર્યોની કદી ઉપેક્ષા ન કરો. પોતાનાં કર્તવ્યો પ્રત્યે જાગ્રત રહો. વિશેષ રૂપે તમારી જે કાર્યમાં જવાબદારી હોય, એ કાર્યમાં કદીય ઉપેક્ષા ન કરો. કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત સમજાવું છું. માની લો કે તમે એક દેરાસરના કાર્યવાહક ટ્રસ્ટી છો. દેરાસરનાં જેટલાં કાર્યો હોય તેમાંથી તમારે જે જે કાર્યો જોવાનાં હોય તેનું તમે લિસ્ટ તૈયાર કરો. - તમારે પૂજારીનું કામ જોવાનું છે, પૂજારી કામ બરાબર કરે છે કે નહીં તે તમારે જોવાનું છે. - દેરાસરમાં કેસર, ચંદન, ધૂપ વગેરે સામગ્રી સ્ટોકમાં છે કે નહીં, તે તમારે જોવાનું - દેરાસરમાં કોઈ મરામતનું કામ છે કે નહીં, તે તમારે જોવાનું છે. - દેરાસર સ્વચ્છ છે કે નહીં તે પણ જોવાનું છે. – દેરાસરમાં જેટલી પ્રતિમાઓ છે તે દરેક પ્રતિમાને જોવાની છે. - કોઈ પ્રતિમા ખંડિત તો નથી થઈ ને ? - કોઈ પ્રતિમાનાં ચક્ષુ ચાલી ગયા નથી ને? – કોઈ પ્રતિમા ઉપર કાળા, પીળા, લાલ દાગ તો નથી પડ્યા ને ? – કોઈ પ્રતિમાની ચોરી તો નથી થઈ ગઈ ને ? આ બધું જોઈને જે કંઈ કરવાનું છે, તે તમારે વિલંબ વગર કરવાનું છે. આજે કેટલાં કામ કર્યા અને કેટલાં કરવાના બાકી રહ્યાં તે અંગે ગંભીરતાથી વિચારો. – મંદિરનો હિસાબ-કિતાબ જોવાની તમારી જવાબદારી છે, તો તમે અવશ્ય જોઈ લો. દરરોજ જુઓ. દરરોજ ન જોઈ શકો તો સપ્તાહમાં એક વાર જુઓ. મુનિમ પર પૂર્ણ વિશ્વાસ ન રાખો. Page #169 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૧૬૩ કેટલાંક ગામ-નગરોમાં મેં જોયું છે કે ટ્રસ્ટીની લાપરવાહી-ઉપેક્ષાને કારણે મંદિરોમાં હજારો-લાખોનો ગોટાળો થાય છે. મુનીમો ગોલમાલ કરતા હોય છે ! સભામાંથી જેટલા રૂપિયાની ગોલમાલ થાય એટલા રૂપિયા ટ્રસ્ટીઓએ આપવા જોઈએ ને ? મહારાજશ્રી : જરૂર આપવા જોઈએ. વસૂલ કરીને આપવા જોઈએ. વસૂલ ન થાય તો પોતાના રૂપિયા આપવા જોઈએ. પરંતુ કોણ આપે છે ? મંદિરોના હિસાબકિતાબ જોવાની ફુરસદ કયા ટ્રસ્ટીને છે ? અને આવી ઘોર ઉપેક્ષા કરનારાઓની કેવી દુર્દશા થાય છે તે તમે જાણો છો ? આ જન્મમાં બરબાદી અને પરલોકમાં દુર્ગાત ! પ્રત્યુપેક્ષાથી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન : અને જે મહાનુભાવ પોતાના કર્તવ્યનું સુયોગ્ય પાલન કરે છે, મંદિરો પ્રત્યે, તેમની વ્યવસ્થા પ્રત્યે, દ્રવ્ય-વ્યવસ્થા પ્રત્યે જાગ્રત રહે છે, કોઈ પણ ગોલમાલ થવા દેતો નથી. તે મહાનુભાવ "તીર્થંકર નામકર્મ" બાંધી લે છે. એટલે કે આવનારા જન્મોમાં, કોઈ પણ જન્મમાં તે તીર્થંકર બને છે. તીર્થંકરની ભક્તિ, તીર્થંકરના શાસનની ભક્તિ, શાસનનાં કાર્યો પ્રત્યે સજાગતા મનુષ્યને તીર્થંકર કેમ ન બનાવે ? જોઈએ પ્રત્યુપેક્ષા. "મેં કયું કાર્ય કર્યું અને કયું ન કર્યું ?” એ ગંભીરતાથી વિચારતા રહેવાનું છે. એક સાવધાની રાખવી. કોઈ વાર કોઈ કાર્ય તમારે કરવાનું હતું. તમે ભૂલી ગયા, તે કાર્ય કરી શક્યા નહીં, અને કોઈ બીજી વ્યક્તિએ યાદ કરાવ્યું ઃ ”તમારે એ કાર્ય કરવાનું હતું, તમે તે કર્યું નથી.” એ સમયે તમારે નારાજ ન થવું. યાદ કરાવનાર પ્રત્યે ક્રોધ ન કરવો. સભામાંથી : કેટલાક દ્વેષી લોકો ક્રોધમાં આવીને યાદ કરાવે છે, આક્રોશ કરે છે ! મહારાજશ્રી ઃ એ સમયે તમારે સમતાભાવ રાખવાનો છે. કેટલાક લોકોને એવી આદત હોય છે. તેઓ કોઈને કશું કહેશે તો આક્રોશની ભાષામાં જ કહેશે. ઘરમાં પણ તેમને આવી જ આદત હોય છે. પ્રેમથી, શાંતિથી યાદ કરાવવાની આદત પાડવી જોઈએ. તમે લોકો પણ આ વાત સમજી લો. ભૂલી જવું એ થોડાઘણા પ્રમાણમાં દરેક માણસમાં જોવામાં આવે છે. કોઈ માણસ ઘણી વાતો ભૂલી જાય છે તો કોઈ માણસ ઓછી વાતો ભૂલી જાય છે ! યાદ અપાવવાની રીત સારી હોવી જોઈએ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રાવકજીવન સભામાંથી ? વારંવાર યાદ કરવા છતાં કેટલાક ટ્રસ્ટીઓ વાત ધ્યાનમાં લેતા જ નથી, ત્યારે આક્રોશ-ક્રોધ થઈ જાય છે. ગુસ્સો આવે છે. મહારાજશ્રી : એવા ટ્રસ્ટીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કરો. જો શક્તિ હોય તો એવા ટ્રસ્ટીઓને દૂર કરવા પ્રયત્ન કરો. દુભવથી નહીં, પરંતુ મંદિરના હિતની દ્રષ્ટિએ કાર્ય કરો. એક વાત યાદ રાખો, બીજાંને સુધારવાની પ્રવૃત્તિમાં આપણું મન ન બગડે તે જોવું જોઈએ. આપણા મનમાં દ્વેષભાવ પેદા થવો ન જોઈએ. જ્યાં સુધી દેરાસરની વાત છે, મંદિરોની વાત છે તો મંદિર બનાવવું સરળ છે. તેને નભાવવું. વ્યવસ્થાને સુંદર રીતે ટકાવી રાખવી ખૂબ મુશ્કેલ છે. સારા, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ પુરુષોનો આજે દુકાળ વયિ છે. આવી પરિસ્થિતિમાં મંદિરો અંગે ગંભીરતાથી વિચારવું અનિવાર્ય થઈ ગયું છે. પ્રમુખ બનવું, ટ્રસ્ટી બનવું. સેક્રેટરી બનવું સરળ છે, પણ પોતાના પદનાં કર્તવ્યો નભાવવાં સરળ કામ નથી. મુશ્કેલ કામ છે. દેરાસરના ટ્રસ્ટી કેવા હોવા જોઈએ : આ પહેલાં તો એ બધા ટ્રસ્ટીઓને પ્રમુખને જૈન દેરાસરના વિષયમાં શાસ્ત્રીય જ્ઞાન હોવું જોઈએ. દ્રવ્ય વ્યવસ્થાનું પણ જ્ઞાન હોવું જોઇએ. - દેરાસરમાં કેવી કેવી આશાતનાઓ ના થવી જોઈએ. – દેરાસરમાં કેવાં વસ્ત્રો પહેરીને જવું જોઈએ. - દેરાસરમાં કેવી વસ્તુઓ ન લઈ જવી જોઈએ. - દેરાસરમાં કઈ ધાતુનાં વાસણો કામમાં આવે છે, કઈ ધાતુનાં કામમાં આવતાં નથી. - દેરાસર કયારે ખૂલવું જોઈએ. કયારે બંધ થવું જોઈએ. - પ્રતિમાજીની પૂજા કેવાં દ્રવ્યોથી થવી જોઈએ. - મંદિરની શોભા કેવી રીતે વધારવી જોઈએ, વગેરે. – દરેક પદાધિકારી દરરોજ મંદિરમાં આવતો હોવો જોઈએ અને પરમાત્માની પૂજા કરનારો હોવો જોઈએ. - પદાધિકારી દેશવિરુદ્ધ કાર્ય કરનારો ન હોવો જોઈએ. - પદાધિકારી શરાબી અને જુગારી ન હોવો જોઈએ. - પદાધિકારી સદાચારી અને સચ્ચરિત્રી હોવો જોઈએ. – દેવગુરુ પ્રત્યે આદર-બહુમાનવાળો પદાધિકારી હોવો જોઈએ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ આવા પદાધિકારીઓ હોવાથી મંદિરની વ્યવસ્થા સારી રહે છે અને સંઘની ઉન્નતિ થાય છે. આ વાતો પ્રાસંગિક બતાવી દીધી છે. પ્રસ્તુતમાં મંદિરનાં કાર્યોના વિષયમાં જાગ્રત રહેવાની વાત છે. જે કાર્યો કરવાનાં છે પરંતુ કરી શકાયાં નથી, તો તે કરી લેવાં જોઈએ. ઉપેક્ષા ન કરવી જોઈએ. ભાગ · ૨ ગ્લાન-બાલ વૃદ્ધનાં કાર્ય : ઘરમાં કોઈ બીમાર હોય, ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી બીમાર હોય, કોઈ સાધર્મિક બીમાર હોય અને જો તેમની સેવાનું કાર્ય કરવાની જવાબદારી તમારી હોય, તો તમારે જાગૃત રહીને સેવાનાં કાર્યો કરવાં જોઈએ ! કોઈ કાર્ય ભૂલવું ન જોઈએ. એકસાથે ત્રણ-ચાર કાર્યો કરવાનાં હોય તો લિસ્ટ બનાવી લો. ડૉકટર બોલાવી લાવવાનો છે. બજારમાંથી દવા લાવવાની છે. અનુપાનની વ્યવસ્થા કરવાની છે. તમે બજાર ગયા, ડૉકટરને બોલાવી લાવ્યા અને દવાઓ પણ લઈ આવ્યા. ઉપાશ્રયે આવ્યા પછી વિચારો, તમારું લિસ્ટ જુઓ. "કોઈ કામ ભૂલી તો નથી ગયા ને ?” લિસ્ટ વાંચ્યું ત્યારે યાદ આવ્યું - "અનુપાનની વ્યવસ્થા કરવી છે." તરત જ જઈને અનુપાનની વ્યવસ્થા કરો. એ વાતની ઉપેક્ષા ન કરો, અથવા "આટલું કામ બીજો શ્રાવક કરી લેશે.” એ રીતે કર્તવ્યવિમુખ ન બનો. એક દુઃખદ અનુભવ ઃ વિહાર કરતા કરતા અમે એક શહેરમાં ગયા. ત્યાં જૈનસમાજનાં અંદાજે ૭૦ ઘર હશે. લોકો સુખી અને સંપન્ન હતા. લોકોએ અમારું સ્વાગત કર્યું. મેં પ્રવચન કર્યું. બપોરે બે વાગે મારા સહવર્તી મુનિને તાવ આવ્યો. તાવ વધારે હતો. મેં ત્યાંના એક મુખ્ય કાર્યકરને ડૉકટર બોલાવી લાવવા સૂચના આપી. તેમણે કહ્યું : "હું હાલ જ ડૉકટરને બોલાવી લાવું છું." અમે એમના ભરોસે રહ્યા. ચાર વાગ્યા છતાં ડૉકટર ન આવ્યા. તાવ તો વધતો જતો હતો. મેં ત્યાંના એક નોકરને ટ્રસ્ટી પાસે મોકલ્યો. ટ્રસ્ટીએ આવીને કહ્યું : “મહારાજ સાહેબ, ક્ષમા કરશો. ડૉકટર પાસે જવાનું જ ભૂલી ગયો. આ નોકર તમારો સંદેશો લઈને આવ્યો ત્યારે જ યાદ આવ્યું. હાલ જ ડૉકટર બોલાવી લાવું છું.” સાંજના ૬ વાગે ડૉકટર આવ્યો ! ટ્રીટમેન્ટ આપી, ચાર-પાંચ દિવસ પછી તાવ ઊતર્યો ! સાધુ-સાધ્વીઓને એવા બે-ચાર અનુભવો જે ગામમાં થાય છે તે ગામમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રાવકજીવન રહેવાની ઇચ્છા થતી નથી. મનુષ્ય પોતાના ઘરમાં પણ બીમારીનો ખ્યાલ રાખવાનો હોય છે. જો પુરુષ બીમાર પત્નીની ઉપેક્ષા કરે છે અથવા પત્ની બીમાર પતિની ઉપેક્ષા કરે છે તો પરસ્પર મનદુઃખ થઈ જાય છે, સંબંધ બગડી જાય છે. બીમારની ઉપેક્ષા ન કરો : બીમારની ઉપેક્ષા કરવાથી બીમારનું મન આર્તધ્યાન (પાપવિચાર) કરતું રહે છે. નિરાશા એને ઘેરી લે છે. અને જો તમે એની સેવા કરતા હો, પૂરો ખ્યાલ રાખીને કરતા હો તો બીમારને શાન્તિ મળે છે; સમાધિ મળે છે. બીમારને શાન્તિ-સમતા આપવી એ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ સુકન્ય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે "સો કામ છોડીને સૌ પ્રથમ બીમારની સેવા કરો.” સેવા કરતી વખતે ખ્યાલ કરવાનો કે સેવાના કામમાં કોઈ કામ અધૂરું તો નથી રહ્યું ને ? જો અધૂરું રહ્યું હોય તો રાત્રે ઊઠીને પણ કાર્ય પૂરું કરી લેવું જોઈએ. કોઈ વાર સાધુ-સાધ્વીની બીમારી લાંબો સમય સુધી ચાલે છે. એ સમયે સેવા કિરવામાં થાકી જવું ન જોઈએ, દુભવિ ન આવવો જોઈએ. સેવાકાર્યમાં વિલંબ ન થવો જોઈએ. બીમારની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. એના મનને દુઃખ ન પહોંચાડવું જોઈએ. તેની સાથે પ્રિય શબ્દોથી વાત કરો અને ઉચિત સમયે સેવા કરતા રહો. વૃદ્ધ, અંધ અને અપંગ પ્રત્યેક જેવી રીતે બીમાર પ્રત્યે કર્તવ્યોનો ખ્યાલ રાખવાનો છે. એ રીતે વૃદ્ધ પુરુષો પ્રત્યે પણ કર્તવ્યો નભાવવાનાં છે. જે વૃદ્ધ સ્ત્રીપુરુષ સ્વયં પોતાનાં કાર્યો નથી કરી શકતાં, તેમનાં કાર્યોને સારી રીતે કરવાં જોઈએ. એમના મનને સંતોષ થાય એ રીતે કરવાં જોઈએ. એક કામ કર્યું, બીજું ન કર્યું, પછી બે કાર્યો કર્યા, પછી તેમને મોટું પણ ન બતાવ્યું, એ રીતે ન કરવાં જોઈએ. તેમનો હાથ પકડીને ઊભા કરો, હાથ પકડીને બેસાડો ય ખરા. તેમને પ્રેમથી ભોજન કરાવો, અને ભોજન પછી થાળી પણ ઉપાડી લો ! તેમને સ્નાન કરાવો, વસ્ત્રપરિવર્તન પણ કરાવો. તેમને દવા આપવાની હોય તો દવા પણ આપો, અનુપાન આપવાનું હોય તો એ અનુપાન પણ આપ્યા કરો. સભામાંથી સેવા તો અમે અમારાં માતાપિતાની પણ કરી નથી. મહારાજશ્રી છતાં પણ માતાપિતાને ઘરમાં તો રાખ્યાં હશે ને? તમને તમારાં બાળકો કદાચ ઘરમાં પણ નહીં રાખે ! વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે ! Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ભાગ - ૨ સભામાંથી ઘર કરતાં વૃદ્ધાશ્રમ સારો હશે ! મહારાજશ્રી ટ્રાયલ ઉપર જઈને વૃદ્ધાશ્રમ જોઈ આવો! ત્યાં રોટી, કપડાં અને મકાન મળે છે. પરંતુ સ્નેહ, સહાનુભૂતિ, પ્રશંસા નથી મળતાં. મનુષ્યને રોટી, કપડાં અને મકાન મળી જવા માત્રથી સંતોષ નથી થતો. જીવનનો અર્થ રોટી, કપડાં અને મકાન નથી. મનુષ્યને જો ભરપૂર સ્નેહ મળતો હશે અને રોટી ઓછી મળતી હશે, તો તે દુઃખી નહીં થાય. જો મનુષ્યને સમય-સમય પર સહાનુભૂતિ મળતી હોય અને જોઈએ તેવાં કપડાં નહીં મળતાં હોય તો તે દુઃખી નહીં થાય - દુઃખ નહીં માને. મનુષ્યને જો પ્રશંસાના બે શબ્દો મળતા હોય અને સારું મકાન ન મળતું હોય તો તે દુઃખ નહીં માને. વૃદ્ધાશ્રમોમાં સમયસર ભોજન મળે છે પરંતુ સ્નેહ કયાંથી મળશે? વૃદ્ધાશ્રમમાં કપડાં મળે છે પરંતુ સમય-સમય પર સહાનુભૂતિ કોણ આપશે? વૃદ્ધાશ્રમોમાં સારું મકાન, પલંગ, ગાદી મળી જાય છે, પરંતુ પ્રશંસાનાં પુષ્પ ક્યાંથી મળી શકશે ? એટલા માટે વૃદ્ધાશ્રમમાં રહેવા છતાં લોકોને ઘર યાદ આવે છે, પરિવાર યાદ આવે છે, ત્યારે બિચારાં એકલાં એકલાં રડે છે ! વૃદ્ધાવસ્થા જ એવી છે. એ અવસ્થામાં સ્નેહ, સહાનુભૂતિ અને પ્રશંસાની ભૂખ વધી જાય છે. અપેક્ષા વધી જાય છે. એમને તમે આ ત્રણે વાતો આપ્યા કરો. એમાં પૈસા આપવા પડતા નથી. તેમાં કોઈ શારીરિક શ્રમ પણ પડતો નથી. વાત એક જ છે ... તમારા દયમાં વૃદ્ધ પુરુષોને શાન્તિ-સમતા અને સંતોષ આપવાની વાત જીવંત રહેવી જોઈએ. એ વાત સમજો કે એક દિવસે તમારે પણ વૃદ્ધ થવાનું છે, જો તમારું આયુષ્ય દીર્ઘકાલીન હોય તો ! વૃદ્ધ સાધુ-સાધ્વીની સેવાભક્તિ ખૂબ વિનય અને બહુમાનપૂર્વક કરવી જોઈએ. જિનશાસનની વ્યવસ્થા તો એ છે કે જે સમુદાયમાં વૃદ્ધ સાધુ-સાધ્વી હોય તો એ સમુદાયના આચાર્ય જ તેમની દેખભાળ રાખે. તેમની સેવાનો પ્રબંધ કરે. શ્રાવકશ્રાવિકાઓ પોતાની મર્યાદામાં રહીને સેવાભક્તિમાં સહભાગી બને. જો તમારા ગામમાં વૃદ્ધ સાધુ-સાધ્વી રહ્યાં હોય, તમારા મહોલ્લામાં યા ગલીમાં વૃદ્ધ સાધુ-સાધ્વી રહ્યાં હોય તો તમે પ્રતિદિન તેમની સેવાભક્તિ કરી શકો છો. તેમની સેવાભક્તિ કરવામાં સાધુજીવનના કેટલાક નિયમોનું પાલન ન પણ થઈ શકે, તો પણ તમે જિનાજ્ઞાના વિરાધક નથી બનતા. ગ્લાન, વૃદ્ધ, બાળ સાધુ-સાધ્વી તે માટે સાધુજીવનના નિયમોમાં અનેક અપવાદો બતાવવામાં આવ્યા છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન માની લો કે ઉપાશ્રયમાં બે યા ત્રણ જ સાધુઓ છે. બધા વૃદ્ધ છે, અશક્ત છે. ગોચરી પાણી લેવા તમારે ઘેર આવી શકતા નથી. આવી સ્થિતિમાં તમે લોકો ઉપાશ્રયમાં જઈને ગોચરી (ભોજન-પાણી) આપી શકો છો. ૧૬૮ - એ રીતે સ્વયં પોતાનાં વસ્ત્રો ધોઈ શકતા નથી, તો તમે અચિત્ત જળથી ઉપયોગપૂર્વક વસ્ત્રપ્રક્ષાલન કરી શકો છો. વૈદ્ય યા ડૉકટરની સૂચના હોય તો તેમના શરીરને અચિત્ત જળથી સ્પંજ કરી શકો છો. તેમની પાસે બેસીને તેમને કોઈ ધર્મગ્રંથ સંભળાવી શકો છો. કોઇ સ્તવનસજ્ઝાય ગાઈને સંભળાવી શકો છો. આ સેવા-વૈયાવચ્ચનો મહાન ધર્મ છે. આ ધર્મ જન્મોજન્મ આત્મા સાથે ચાલે છે. શ્રેષ્ઠ સુખસમૃદ્ધિ આપતો રહે છે. એટલા માટે જ્યારે બીમાર, વૃદ્ધ, બાળ સાધુસાધ્વીની સેવા કરવાનો અવસર આવે-મળે ત્યારે પ્રમાદ ન કરવો, ઉપેક્ષા ન કરવી. પોતાનાં તન-મન-ધનની શક્તિનો ઉપયોગ કરવો એ જ સદુપયોગ છે. ગ્રંથકાર આચાર્યદેવે "કૃતાકૃતપ્રત્યુપેક્ષા"ને આટલું મહત્ત્વ આપ્યું છે તો આપણે પણ આ મહત્ત્વને સમજવું જ જોઈએ. પોતાનાં કર્તવ્યોનું પાલન સંપૂર્ણ રૂપથી થાય એટલા માટે પ્રતિદિન ગંભીરતાથી વિચારવાનું છે કે "આજે મેં કયાં કાર્યો કર્યાં અને કાં કાર્યો નથી કર્યાં. વિશેષ રૂપથી મંદિર તેમજ બીમાર વગેરેનાં કોનાં કાર્યો કર્યાં અને કોનાં નથી કર્યાં.” આ વિચારવાની ટેવ પાડો. એથી કાર્યદક્ષતા વધશે. તમે કાર્યકુશળ બનશો. આજે, બસ આટલું જ. Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩૮ બાર પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનો વિશિષ્ટ ધર્મ બતાવ્યો છે. વ્રતોનું વિવરણ કર્યા પછી શ્રાવકની દૈનિક જીવનચર્યા બતાવવામાં આવી છે. તમે જીવનચર્યાની વાતો સાંભળી રહ્યા છો, તમે અનુભવ કરી રહ્યા હશો કે હજાર વર્ષ પૂર્વે બતાવેલી આ વાતો આજે પણ એટલી જ ઉપયોગી અને ઉપયુક્ત છે. આ વાતો કદી પુરાણી થતી નથી કે અર્થહીન થતી નથી. આપણે આ વાતોને વર્તમાન દેશકાળના સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરવો જોઇએ. સમયજ્ઞ આચાર્યદેવે શ્રાવકજીવનની સર્વાંગીણ ઉન્નતિનું લક્ષ્ય રાખીને માર્ગદર્શન આપ્યું છે. તેઓ કહે છે ઃ उचितवेलयाऽऽ गमनम् ||६३ || જિનમંદિર સંબંધિત અને સાધુ-સંબંધિત કર્તવ્યોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યા પછી તેઓ શ્રાવકને ગૃહવિષયક અને વ્યાપારવિષયક કર્તવ્ય યાદ કરાવતાં કહે છે ઃ “ઉચિત સમય પર ઘેર પહોંચી જાઓ. ઉચિત સમયે દુકાન યા ઑફિસે પહોંચી જાઓ.” સમયની પાબંદી સમો : મંદિરે જવું છે. દર્શન, પૂજન, સ્તવન ઇત્યાદિ આરાધના કરવી છે. મંદિરસંબંધી કાર્ય પણ (જે તમારે ક૨વાનાં હોય છે) કરવાનાં છે. પણ ઘેર ક્યારે પહોંચવાનું છે એ પણ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. દુકાને ચારે પહોંચવાનું છે એ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. ગુરુજનો પાસે જવાનું છે, તેમનાં દર્શન-વંદન, સેવા વગેરે કરવાનાં છે. પરંતુ ઘેર-દુકાને પહોંચવાનો સમય ભૂલવાનો નથી. સમયની પાબંદી સમજો અને દરેક કર્તવ્યનું સમુચિત પાલન કરો. આમ કરવાથી તમે યશસ્વી બનશો અને તમારી કાર્યદક્ષતા વધશે, અને જો તમે સમયની પાબંદી નહીં સમજતા હશો તો તમે અનેક અનર્થોના ભાગીદાર બનશો, અનેક ક્લેશોના નિમિત્ત બનશો. નિમિત્ત કેવી રીતે બનશો તે બતાવું છું. અનિયમિતતાથી ઘરમાં ક્લેશ ઃ તમે મંદિરે અથવા ઉપાશ્રયે ગયા છો. તમારે ૧૧ વાગે ઘેર પહોંચવાનું છે અને ભોજન કરવાનું છે. તમે ૧૧ વાગે નથી પહોંચતા, ૧૨ વાગે પહોંચો છો. તમારી ની અગર માતા તમને ઘેર પહોંચ્યા પછી ધૂંધવાઈને પૂછે છે : "આટલી વાર Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રાવકજીવન કેમ લગાડી ? હું તમારી કેટલી રાહ જોઉં ? મારે ઘરનાં કેટલાં કામ કરવાનાં છે ? સમયસર ઘેર આવતા રહો.” માની લો કે તમને ગુસ્સો આવ્યો અને તમે ન બોલવાનાં વાકયો બોલી નાખ્યાં. તો શું થશે? ઝઘડો ! લડાઈ ! ભોજન કરવું દૂર રહી જશે અને જોશ વધી જશે. તમે કહેશો "મેં મોડું કર્યું તે સાચી વાત છે, પરંતુ મંદિર-ઉપાશ્રયમાં મોડું થયું છે ને ? બીજી જગાએ તો ગયો નથી ને ? તો પછી પત્નીએ ઝઘડો ન કરવો જોઈએ ને ?" વાત નિયમિતતાની છે. નિશ્ચિત સમયની છે. તમે ક્યાં મોડું કર્યું એ પ્રશ્ન નથી. તમે મોડું કરી દીધું. એથી તમારી પત્નીના ગૃહકાર્યમાં વિક્ષેપ પડ્યો. બીજાં ગૃહકાર્યો બગડે છે, એ પ્રશ્ન છે. તમે મોડું કરીને આવો છો, તો રસોડાનું કાર્ય સમાપ્ત નથી થતું. વાસણ સાફ કરવાવાળો પોતાના સમયે આવીને ચાલ્યો જાય છે, પછી તમારી પત્નીને જાતે વાસણો માંજવાં પડે છે વગેરે અસગવડો પેદા થાય છે. એટલા માટે ક્લેશ ઉત્પન્ન થાય છે. તમે સમયમાં નિયમિત ન રહેતા હો તો બીજાંને પણ અનિયમિત બનાવી દો છો. બીજાંના સ્વભાવને પણ બગાડો છો. સોક્રેટીસની પત્ની ઝઘડાળુ કેમ બની હતી ? ગ્રીસ દેશનો તત્ત્વચિંતક સોક્રેટીસ આખા વિશ્વમાં 'તત્ત્વચિંતક'ના રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયો. જેવી રીતે તે તત્ત્વચિંતક, તત્ત્વબોધક હતો. એ રીતે તે ઘરમાં બેપરવા હતો. કદી પણ સમયસર ઘેર પહોંચતો ન હતો. એટલે તેની પત્ની નારાજ થતી હતી. ગુસ્સો કરતી હતી. ઝઘડો કરતી હતી. જો સોક્રેટીસ અનિયમિત ન હોત તો તેની પત્ની સંભવ છે કે ગુસ્સાવાળી ન બનત. લોકોએ સોક્રેટીસની ક્ષમાસમતાની પ્રશંસા કરી, પરંતુ તેની અનિયમિતતાની નિંદા કરી નથી! તેની પત્નીની નિંદા કરી, પરંતુ પત્નીના ગુસ્સામાં નિમિત્તભૂત સોક્રેટીસની નિંદા કરી નથી ! તમારા લોકોના ઘરોમાં મોટે ભાગે અનિયમિતતાને લીધે ઝઘડા થાય છે ! - પતિ નિયમિત ઘેર આવતો નથી તો ઝઘડો થાય છે. - છોકરા-છોકરીઓ સ્કૂલમાંથી સમયસર આવતાં નથી તો ઝઘડો થાય છે. - નોકર સમયસર નથી આવતો તો ઝઘડો થાય છે ! ખાસ કરીને તમારે લોકોએ મંદિરમાંથી યા ઉપાશ્રયમાંથી ઘેર નિયમિત જવું જોઈએ, નહીંતર ભૂલ તમે લોકો કરશો અને નિંદા અજ્ઞાની લોકો મંદિર અને સાધુઓની કરશે. ઘરના લોકો બીજા લોકો સામે તમારી નિંદા આ રીતે કર્યો કરશે : ”અમારા એ મંદિરમાં બે-ત્રણ કલાક રહે છે. સાધુઓ પાસે બે-ત્રણ કલાક Page #177 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૭૧ રહે છે, ન તો ઘરનો ખ્યાલ રાખે છે કે ન ધંધામાં એમનું ધ્યાન રહે છે. ધંધો બગડતો જાય છે. ઘરમાં છોકરા-છોકરીઓ બગડતાં જાય છે. શું થશે ઘરનું, શું થશે ધંધાનું, ભગવાન જાણે! મને તો લાગે છે કે મારું ઘર ઉજ્જડ થઈ જશે.” દુનિયા છે આ તો ! તમારી નિંદાની સાથે મંદિર અને સાધુની પણ નિંદા કરવા લાગી જાય છે. નિમિત્ત તમે બનો છો. એટલા માટે ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું કે ઘર અને વ્યવહારનાં કાર્યો માટે મંદિર વગેરે સ્થળોએથી સમયસર પાછા આવો. દુનિયાની ઉપેક્ષા કરવાની નથી? જ્યાં સુધી તમે ગૃહસ્થ છો, પરિવાર સાથે જીવન જીવો છો, ત્યાં સુધી તમારે વિવેક રાખવાનો છે. કર્તવ્યપાલનમાં જાગ્રત રહેવું પડશે. સભામાંથી કેટલાક મહાત્માઓના પ્રવચનોમાં અમે સાંભળીએ છીએ કે "જ્યારે મંદિરમાં જાઓ ત્યારે દુનિયાને ભૂલી જાઓ, સમયનું ભાન પણ ન રહેવું જોઈએ” વગેરે. મહારાજશ્રી યોગ્ય કહે છે. જ્યાં સુધી મંદિરમાં રહો ત્યાં સુધી પરમાત્મામાં જ મન જોડીને રહો. એ સમયે બીજા વિચારો ન કરવા જોઈએ. પરમાત્મા સાથે તાદાત્મ થઈ જવું જોઈએ. પરંતુ આવી સ્થિતિ કેટલો સમય રહે છે તે જાણો છો ? આવી સ્થિતિ કલાક-બે કલાક નથી રહેતી - કેટલીક મિનિટો, સેકંડો જ રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મંદિરમાં રહો ત્યાં સુધી દુનિયાને ભૂલી જાઓ. પરંતુ જ્યારે મંદિરમાંથી બહાર આવશો ત્યારે દુનિયામાં જ આવવું પડશે ! દુનિયાની ઉપેક્ષા કરવાથી તમે ઉપેક્ષિત થઈ જશો. અમદાવાદમાં એક મહાનુભાવ મળ્યા હતા. રોજ પ્રવચન સાંભળવા આવતા હતા. આમ તો તેઓ વૈભવ સંપન્ન હતા. બંગલો, મોટર, માર્કેટમાં મોટી દુકાન હતી. એક દિવસ મારી પાસે આવીને પોતાની મનોવ્યથા વ્યક્ત કરવા લાગ્યા : "મહારાજ સાહેબ, જેવો આપ કહો છો તેવો સંસાર છે. પત્ની, પુત્ર સર્વ સ્વાર્થી છે. મનસ્વી છે. કોઈને ધર્મ કરવો નથી. ધર્મ કરનારની નિંદા કરે છે ! મોજમજા કરે છે. પાપપુણ્યનો ભેદ સમજતાં નથી. શું કરું? કશું સમજાતું નથી!” વાસ્તવમાં આ તેમનો વૈરાગ્ય ન હતો, ઉદ્વેગ હતો. સંતાપ હતો ! અસંતોષ હતો! જ્યારે હું તેમની વાતોના ઊંડાણમાં ગયો ત્યારે ખબર પડી કે આ મહાનુભાવ ન તો ઘરનો ખ્યાલ રાખે છે કે ન તો દુકાનનો ઘરની તમામ જવાબદારી તેમની પત્નીએ ઉપાડી લીધી હતી અને દુકાનની તેમના મોટા પુત્રે ઉપાડી લીધી હતી. પરંતુ એ મહાનુભાવનો સંબંધ-ખેંચાણ તો ઘર અને દુકાન સાથે ચાલુ જ હતો. એટલે તેઓ ઘર અને દુકાનની બાબતમાં હસ્તક્ષેપ કરતા રહેતા હતા. પત્ની અને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રાવકવન પુત્રને આ હસ્તક્ષેપ પસંદ ન હતો. પત્ની કહી દેતી હતી : "તમે ઘર-વ્યવહાર તો સંભાળતા નથી અને દરેક વાતમાં હસ્તક્ષેપ કરતા રહો છો, એ મને પસંદ નથી. યા તો તમે ઘર-વ્યવહારને સારી રીતે સંભાળો યા તો મને સારી રીતે સંભાળવા દો. તમે જોયા કરો. તમારે તો ઘરનું અને દુકાનનું કામ કરવું નથી, મંદિર અને ઉપાશ્રયમાં બેસી રહેવું છે અને પછી તેં આ કામ સારું નથી કર્યું, પેલું કામ બગાડી દીધું, એવો બબડાટ કરો છો એ મને પસંદ નથી.” પત્નીનો આક્રોશ સકારણ હતો. એ રીતે પુત્રનો આક્રોશ પણ સકારણ હતો. પિતાજી ઘણી વાર તો ત્રણ વાગ્યા પહેલાં પહોંચતા જ ન હતા. કોઈ કોઈ વાર તો દુકાન ઉપર જતા જ ન હતા ! ‘આ સોદો બરાબર નથી કર્યો, આ પાર્ટી સાથે વેપાર કરવો ન હતો' વગેરે. પુત્ર તરત જ જવાબ આપી દેતો હતો. પિતાનું અપમાન કરી દેતો હતો. પિતાને ખોટું લાગી જતું હતું ! અને તેમને સંસાર ખરાબ લાગતો હતો ! તેઓ પોતાની ભૂલ સમજવા તૈયાર ન હતા. પોતાની ભૂલોનો સ્વીકાર કરો : મેં એ મહાનુભાવને કહ્યું : "જો તમે તમારા ઘરમાં પોતાનું વર્ચસ્વ ઇચ્છતા હો, પોતાની ઇચ્છા અનુસાર ઘર-વ્યવહાર ચલાવવા ઇચ્છતા હો તો તમે મંદિર, ઉપાશ્રયમાં વધારે સમય ન રોકાઓ. સમયસર ઘેર જાઓ. ઘરનાં કાર્યો સંભાળો. એ રીતે તમે દુકાનમાં તમારું વર્ચસ્વ ઇચ્છતા હો તો સમયસર દુકાને પહોંચી જાઓ. દુકાનનાં તમામ કાર્યો સારી રીતે સંભાળો. તમારો પુત્ર કહેતો હતો કે તમારે ઇન્કમટેક્ષ ઑફિસે જવાનું હતું; તમે ગયા ન હતા. મોડેથી ગયા અને દંડ ભરવો પડ્યો. જો તમારે મંદિર-ઉપાશ્રયનું કાર્ય સંભાળવું હોય તો પછી ઘર-દુકાનનો મોહ છોડી દો. ઘર પત્નીને સંભાળવા દો અને દુકાન પુત્રને સંભાળવા દો. તમે બબડાટ ન કરો. મનમાં પણ અસંતોષ ન રાખવો જોઈએ. ઘરને માત્ર ભોજનશાળા અને ધર્મશાળા સમજીને સંસારમાં રહો. એ પણ પસંદ ન હોય તો દીક્ષા લઇ લો. સાધુ બની જાઓ ! પરંતુ અમારે સાધુજીવનમાં પણ પોતપોતાનાં કર્તવ્યોનું પાલન સમયસર કરવું જ પડે છે. જે સાધુને ગોચરી લાવવા માટે અગિયાર વાગ્યે જવાનું છે તે સાધુ મંદિરમાં જઈને બેસી જાય અથવા વાંચવા બેસી રહે તો ન ચાલે ! ગુરુ એને કહેશે : “આ મંદિરે જવાનો સમય નથી, વાંચવાનો સમય નથી. ભિક્ષા લેવા જાઓ !” ભિક્ષા લેવા માટે સમયસર જવાનું હોય છે, એ રીતે ભિક્ષા લઈને સમયસર Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૭૩ પાછા ઉપાશ્રયે આવવાનું હોય છે ! એવું નહીં કે અગિયાર વાગે ભિક્ષા લેવા માટે જાય અને બે-ત્રણ વાગ્યા સુધી ભિક્ષા માટે ઘેરઘેર ભટકતો રહે! અડધા કલાકમાં યા એક કલાકમાં તેને ભિક્ષા લઈને પાછા આવી જવું પડે છે. કોઈ વાર બે-ત્રણ કિલોમીટર દૂર ભિક્ષા માટે જવાનું હોય તો ગુરુને કહીને જવું પડે છે. એ રીતે તમારે લોકોએ કોઈ વાર મંદિર યા ઉપાશ્રયમાં કામ માટે વધારે સમય રોકાવાનું હોય તો ઘરમાં કહીને જવું જોઈએ. જો તમે ધાર્મિક હો છતાં પણ ઘરમાં અપ્રિય હો તો તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ધાર્મિક માણસ જનપ્રિય જ હોવો જોઈએ. જનપ્રિયતા ધાર્મિક મનુષ્યનું એક લક્ષણ છે. તમારામાં જો સાચી ધાર્મિકતા હશે તો તમે જનપ્રિય હશો જ ! પરંતુ જો ધાર્મિકતા નહીં હોય દ્ધયમાં. તો તમે જનપ્રિય ન પણ હોઈ શકો. તમારા ઘરમાં સૌને પ્રિય બની રહો એ અત્યંત આવશ્યક વાત છે. અનિયમિતતાથી અપ્રિયતા : અપ્રિય બનવાનાં અનેક કારણો હોય છે, તેમાંનું એક કારણ છે અનિયમિતતા. અનિયમિતતા કહો, ઉપેક્ષા કહો, લાપરવાહી કહો એક જ વાત છે. પોતાનાં કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા કરવાવાળો મનુષ્ય અપ્રિય બને છે. ૫૦ વર્ષ પૂર્વેની વાત છે. મુંબઈમાં એક ડૉકટર હતા. એ સમયે પરદેશ જઈને C.R.C.S.ની ડિગ્રી લીધી હતી. એ સમયે મુંબઈમાં આવી ડિગ્રીવાળા ડૉકટરો થોડાક જ હતા. પ્રેક્ટિસ સારી જામી ગઈ હતી. પરંતુ ધીમેધીમે ડૉકટર પોતાના દરદીઓ પ્રત્યે બેપરવાહી કરવા લાગ્યા. તમે ડૉકટરને સવારે ૯ વાગે ફોન કરો કે "પેશન્ટની સ્થિતિ ગંભીર છે, આપ જલદી પધારો.” ડૉકટર કહેતા હતા "હાલ જ આવ્યો.” અને આવતા હતા અગિયાર વાગે. ધીમેધીમે તેઓ અપ્રિય બનવા લાગ્યા અને પ્રેક્ટિસ તૂટી ગઈ. ગુજરાતના એક શહેરમાં એક વકીલ હતા. વકીલાત સારી કરતા હતા. પરંતુ તેમને વકીલાત કરતાં પણ વધારે રૂચિ તત્ત્વચર્ચામાં રહેતી હતી. તેઓ ઉપાશ્રય આવતા, ત્યાં કોઈ મુનિરાજ સાથે તત્ત્વચર્ચા કરવા બેસી જતા તો તેમને સમયનું ભાન ન રહેતું. અસીલ તેમની ઑફિસમાં બેસી રહેતા, થાકીને ચાલ્યા જતા અને બીજા વકીલને પોતાનો કેસ સોંપી દેતા હતા. વકીલની વકીલાત તૂટી ગઈ. અત્યંત દરિદ્ર-અવસ્થામાં આવી ગયા હતા. તેમનું એક પુણ્યકર્મ સારું હતું, તેમની પત્ની શાન્ત, સુશીલ અને સહનશીલ હતી! અન્યથા એવા લોકોની ખૂબ ખરાબ હાલત થાય છે. ધર્મક્ષેત્રના લોકોને તેમનાં વ્યાવહારિક, સાંસારિક કર્તવ્યો પ્રતિ જાગ્રત કરતાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રાવકજીવન આચાર્યદવ કહે છે: “તયા ગામનY“દીર્ઘકૃષ્ટિથી આ વાત કહેવામાં આવી છે. અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થ ગૃહસ્થજીવન સાથે જોડાયેલા પુરુષાર્થો છે. એ પુરુષાર્થોની ઉપેક્ષા કરવાની નથી. આ વિષયમાં પહેલા અધ્યાયના પ્રવચનમાં મેં વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. મનુષ્યનું જીવન સાપેક્ષ છે? ભલે મનુષ્ય ગૃહસ્થ હોય યા સાધુ હોય, તેનું જીવન બીજા મનુષ્યો સાથે જોડાયેલું છે. જીવનમાં બીજાંની અપેક્ષા રહે જ છે. કોઈ ને કોઈ રૂપમાં અપેક્ષા રહે છે. આ અપેક્ષાઓ મુખ્ય રૂપથી ત્રણ પ્રકારની હોય છેઅર્થની અપેક્ષા, કામની અપેક્ષા અને ધર્મની અપેક્ષા. કોઈ આપણી અપેક્ષાઓ પૂર્ણ કરે, આપણે બીજાંની અપેક્ષાઓ પૂર્ણ કરીએ, આ સંસારનો વ્યવહાર છે. અર્થ અને કામની અપેક્ષાઓ પર અંકુશ રાખનારું તત્ત્વ ધર્મ છે. પરંતુ આ ત્રણે પુરુષાર્થ પરસ્પર બાધક ન બનવા જોઈએ. જો તમે મંદિરમાંથી યા ઉપાશ્રયમાંથી ઘેર ન પહોંચી શકો તો અર્થપુરુષાર્થ તથા કામપુરુષાર્થમાં વિખ ઊભું થાય છે. અર્થપુરુષાર્થ બગડે છે, કામપુરુષાર્થ પણ બગડે છે ! એનાથી તમારા મનમાં અને પરિવારના લોકોના મનમાં અશાંતિ, અસંતોષ વગેરે દોષ પેદા થાય છે. ધર્મધ્યાન નથી રહેતું, તત્ત્વચિંતન નથી થતું. એટલા માટે દરેક કાર્ય ઉચિત સમયે કરતા રહો. બીજાંની શાન્તિનો વિચાર કરો : - એક વાત ભૂલવાની નથી કે તમારા પરિવારમાં અશાંતિ હશે તો તમે પણ અશાંત બનશો. એ રીતે તમે તમારી શાન્તિ ચાહતા હો તો તમારે પરિવારની શાન્તિનો પણ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. પરિવારની શાન્તિનો વિચાર કર્યો સિવાય તમે શાન્તિ નહીં મેળવી શકો. એ રીતે પરિવારના દરેક સભ્ય વિચાર કરવો જોઈએ. “મારા નિમિત્તે ઘરમાં અશાંતિ કોઈનેય ન થવી જોઈએ.” આ વિચાર છે ઘરના દરેક માણસને આવે તો ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ન રહી શકે. સભામાંથી ઘરના લોકો બીજાંની શાન્તિ-અશાંતિનો વિચાર જ કરતા નથી. સૌ પોતપોતાના તાનમાં ગુલતાન......! મહારાજશ્રી : એક ભાઈએ હમણાં જ ચાર-પાંચ દિવસ પૂર્વે મને કહ્યું હતું : "મહારાજ સાહેબ, કાલે રાત્રે અગિયાર વાગ્યા સુધી ઘોર અશાંતિ રહી. છોકરી સાંજના પાંચ વાગે ઘરથી ગઈ હતી. દરરોજ સાંજે સાત-આઠ વાગે ઘેર આવી જતી હતી. કાલે રાત્રે ૧૦ વાગ્યા સુધી ન આવી. ૧૦-૧૨ જગાએ ફોન કર્યા, કોઈ પત્તો ન લાગ્યો. છોકરીની માતા રડવા લાગી. છોકરાઓ અહીંતહીં શોધવા લાગ્યા. અગિયાર વાગે તે જાતે જ આવી ગઈ. તેની માતાએ પૂછ્યું : "ક્યાં ગઈ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭પ ભાગ - ૨ હતી? આટલી વાર કેમ લગાડી ?” અક્કડ છોકરીએ જવાબ આપ્યો : "હું ગમે ત્યાં જાઉં મને પૂછવાની જરૂર નથી.” એમ કહી તે પોતાના રૂમમાં ચાલી ગઈ. કહો, પોતાની છોકરીને પણ પૂછી શકતા નથી કે કયાં ગઈ હતી ! અને અમે રાતના ૧૦ વાગ્યા સુધી ચિંતા કરતા રહ્યા ! છોકરીને વિચાર ન આવ્યો કે હું મોડું કરીને જઈશ તો મારાં માતાપિતાને ચિંતા થશે, અશાંતિ થશે. એણે ઇચ્છયું હોત તો ક્યાંકથી ફોન પણ કરી શકત.”, એ ભાઈની વાત આજે ઘરઘરની વાત બની ગઈ છે. કોઈ કોઈની શાન્તિનો વિચાર જ નથી કરતું, છતાં એકબીજાનો મોહ રહે છે. એ આશ્ચર્યની વાત નથી? પત્ની પતિને અશાંત કરે છે, છતાં પતિનો મોહ છૂટતો નથી! પતિ પત્નીને અશાંત કરે છે, છતાં પત્નીની આસક્તિ છૂટતી નથી છોકરાઓ માતાપિતાને અશાંત કરતા રહે છે, છતાંય માતાપિતાનો મોહ છૂટતો નથી. વહુ સાસુને અશાંત કરે છે, છતાં સાસુનો મોહ ઓછો થતો નથી. વિરક્તિ-વૈરાગ્ય આવતો નથી. ઉચિત સમયમાં સર્વ કાર્યો કરવા જોઈએ. ઉચિત વેળાએ મંદિરે જતા રહો. ઉચિત વેળાએ સાધુ-સમાગમ કર્યા કરો. ઉચિત વેળાએ ઘેર આવ્યા કરો. ઉચિત વેળાએ દુકાને જતા રહો. ઉચિત વેળામાં પોતાનાં કર્તવ્યોનું પાલન કરો. આવું કરવાથી તમારું શ્રાવકજીવન યશસ્વી અને નિરુપદ્રવી બનશે. હા, ઉચિત સમયે જો તમે કાર્ય નહીં કરો તો કષ્ટ-આપત્તિ આવી પડશે. પછી ત્યાં કર્મનો દોષ ન કાઢતા. કર્મનો દોષ જોતા રહેશો તો તમારો પુરુષાર્થ પ્રયત્ન સુધરશે નહીં, તમે તમારા પ્રયત્નનું સંશોધન કરો. મનુષ્યજીવનમાં પુરુષાર્થ પ્રધાન છેઃ પુરુષાર્થમાં સંશોધન કરવાને બદલે આપણે કર્મનો દોષ કાઢતા રહીએ છીએ. એટલા માટે આપણો પુરુષાર્થ સુધરતો નથી. કર્મના સિદ્ધાંતને આપણે લોકોએ એકાંત રૂપથી પકડી લીધો છે. જે કંઈ બને છે અને ભવિષ્યમાં થશે, એ બધું કર્મથી જ થશે' - એવું આપણે માની લીધું છે. એનાથી કેટલું ભયંકર પરિણામ આવે છે, એ શું તમે વિચારી શકો છો? સૌથી વધારે ખરાબ પરિણામ આવ્યું છે નિષ્ક્રિયતાનું. આપણા પુરુષાર્થમાં નવીનતા નથી આવતી, તેજસ્વિતા નથી આવતી. બે-ચાર વાર પુરુષાર્થ નિષ્ફળ જવાથી આપણે પુરુષાર્થ છોડી દઈએ છીએ. એવું માનીને કે "આપણા ભાગ્યમાં (કર્મમાં) સિદ્ધિ છે જ નહીં.” આપણે આપણી હાર માની લઈએ છીએ. તીર્થકર ભગવંતોએ મનુષ્યજીવનમાં પુરુષાર્થને જ સર્વોપરિ બતાવ્યો છે. કહ્યું છેઃ પુરુષાર્થારાધનાનો / પુરુષાર્થની આરાધના કરવાનો આ મનુષ્ય Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રાવકજીવન જીવનનો કાળ છે. એમાં કમનો દોષ જોતાં હાથ ઉપર માથું ટેકવીને બેસી રહેવાનું નથી. વારંવાર પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થમાં નિષ્ફળ જતાં પુરુષાર્થમાં કયાં ભૂલ થઈ તેની શોધ કરો. ભૂલ જણાતાં એને સુધારો અને પુનઃ પુનઃ પુરુષાર્થ કરો. તમારે જે સમયે વેપાર કરવાનો હતો તે સમયે ન કર્યો અને જે અર્થલાભ પ્રાપ્ત કરવાનો હતો તે ન કરી શક્યા. શું ભાગ્યનો દપ માનશો કે પુરુષાર્થનો ? તમે તમારા પુરુષાર્થનો દોષ જુઓ. બીજી વાર તમે સમયસર વેપાર કરશો. તમે ઘરમાં અથવા બજારમાં. સામાજિક ક્ષેત્રમાં વા રાજકીય ક્ષેત્રમાં જે કંઈ કાર્ય કરશો, જે વ્યવહાર કરશો, તમારો વ્યવહાર ધર્મપ્રધાન હશે. તમે ધર્મ-નિરપેક્ષ કોઈ પણ વ્યવહાર નહીં કરો. ધર્મપ્રધાન વ્યવહાર કર્યા કરો: ગ્રંથકાર આચાર્યદેવ ધર્માચાર્ય હતા. એમનું જીવન ધર્મમય હતું. તેઓ પ્રજાને અર્થપ્રધાન અને કામપ્રધાન ઉપદેશ કેવી રીતે આપે ? એ તો પ્રજાને અર્થ અને કામથી મુક્ત કરવાની ભાવનાવાળા હતા. તેમણે કહ્યું : “ઘર્મઘાનો વ્યવહાર I૬૪” ભલે તમે અર્થની પ્રવૃત્તિ કરો યા કામની. એ પ્રવૃત્તિ ઉપર "ધર્મ”નો પ્રભાવ, ધર્મની મર્યાદા રહેવી જોઇએ. પૈસા કમાવા એ અપુરુષાર્થ છે, પરંતુ અન્યાય, અનીતિ અને બેઈમાનીથી પૈસા નથી કમાવાના - એ ધર્મની મયદા, ધર્મનો પ્રભાવ, ધર્મની પ્રધાનતા ! આ વાત આ ગ્રંથના પહેલા અધ્યાયના પ્રવચનોમાં વિસ્તારથી સમજાવવામાં આવી છે, એટલે આજે વિસ્તાર કરતો નથી. કામપુરુષાર્થને થોડાક સ્પષ્ટ વિસ્તારથી સમજાવવો છે. કામનો અર્થ માત્ર "જાતીય પ્રવૃત્તિ” - “સેક્સી પ્રવૃત્તિ' જ નથી કરવાનો. કામપુરુષાર્થમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભોગ-ઉપભોગનો સમાવેશ થાય છે. જેને આ વિષયનું વાસ્તવિક જ્ઞાન નથી હોતું તે લોકો કામપુરુષાર્થનો અર્થ માત્ર “મૈથુનક્રિયા જ કરે છે ! એટલા માટે કામપુરુષાર્થને સારી રીતે સમજવાનો છે. કામપુરુષાર્થ : - આપણા કાનોથી શબ્દ સાંભળવો કામપુરુષાર્થ છે. - આપણી આંખોથી રૂપદર્શન કરવું કામપુરુષાર્થ છે. - આપણા નાકથી ગંધ ગ્રહણ કરવી કામપુરુષાર્થ છે. - આપણી જીભથી રસાસ્વાદન કરવું એ કામપુરુષાર્થ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૭૭ - આપણી જનનેન્દ્રિયથી મૈથુન-સેવન કરવું કામપુરુષાર્થ છે. સ્ત્રીપુરુષની સંભોગની સર્વ ક્રિયાઓ કામપુરુષાર્થમાં સમાવિષ્ટ છે. આ કામપુરુષાર્થને ધર્મપુરુષાર્થમાં બદલી દેવાની દ્રષ્ટિ હોવી જોઈએ. જો જ્ઞાનવૃષ્ટિ હોય તો કર્મબંધનની જગાએ કર્મનિર્જરા થઈ શકે છે. સભામાંથી એ કેવી રીતે સંભવ બને? મહારાજશ્રી સાંભળો ધ્યાનથી, સમજાવું છું. - કાનોથી શબ્દ શ્રવણ કરતી વખતે "મારે શું સાંભળવું જોઈએ અને મારે શું ન સાંભળવું જોઈએ.” એ વાતનો વિવેક હોવો જોઈએ. મારે કોઈના દોષોની નિંદા નથી સાંભળવી. બીજાના ગુણોની પ્રશંસા સાંભળવી છે. મારે જિનેશ્વર ભગવાનનાં વચનો સાંભળવાં છે. સાંભળવું એ કામપુરુષાર્થ છે, પરંતુ જિનવચન સાંભળવા ધર્મપુરુષાર્થ બની જાય છે. સાંભળવું કામપુરુષાર્થ છે, પરંતુ બીજાંના ગુણાનુવાદ કરવા એ ધર્મપુરુષાર્થ છે ! - આંખોથી જોવું તે કામપુરુષાર્થ છે. પરંતુ જે શુભ છે, તેને જેવું એ ધર્મપુરુષાર્થ છે. જિનમંદિર, જિનમૂર્તિ, સદ્ગુરુ, સાધર્મિક વગેરેને શુભ ભાવથી જોવા એ ધર્મપુરુષાર્થ છે. કોઈ પણ વસ્તુ યા વ્યક્તિને જો તમે જ્ઞાનવૃષ્ટિથી જોતા હો તો તે ધર્મપુરુષાર્થ બની જાય છે! હનુમાનજીએ સંધ્યા સમયે આકાશમાં વાદળોની રમણીય રચનાને જોઈ હતી ને? એમણે જોયું એ કામપુરુષાર્થ છે. એ મહત્ત્વનું નથી, એને કઈ દ્રષ્ટિથી એમણે જોયું હતું એ મહત્ત્વપૂર્ણ છે. જોવાથી વિરક્તિનો ભાવ પેદા થયો હતો. દુનિયાની આસક્તિ તૂટી ગઈ હતી ! ત્યાંથી તેમની મુક્તિયાત્રાનો પ્રારંભ શરૂ થયો હતો. વાદળો તો આપણે પણ જોઈએ છીએ ને ! કદી એ જોઈને જીવનની ક્ષણભંગુરતાનો વિચાર આવ્યો? કદી જીવનની વાસ્તવિકતાનું ચિંતન કર્યું? ના, કારણ કે આપણે જોઈએ છીએ જરૂર, પરંતુ જોતાં આવડતું નથી. તત્ત્વદ્રષ્ટિથી જોતાં આવડતું નથી ! જો તત્તવૃષ્ટિ ખૂલી જાય તો પછી ગમે તે જુઓ ને! તમે કર્મબંધ નહીં કરો. કર્મનિર્જરા જ થતી રહેશે. કુરૂપ સ્ત્રીને જુઓ યા રૂપવતી સ્ત્રીને જુઓ, તમારા દર્શનમાં કોઈ ફેર પડવાનો નથી! નિધનને જુઓ યા ધનવાનને જુઓ, તમારું દર્શન સમ્યગુ જ હશે. સમ્ય દર્શન ધર્મપુરુષાર્થ જ કરાવે છે. - એ રીતે ગંધ ગ્રહણ કરવી એ કામપુરુષાર્થ છે, પરંતુ દુર્ગધ આવતાં અણગમો ન કરવો અને સુગંધ આવતાં રાગ ન કરવો - એ ધર્મપુરુષાર્થ છે. આ વાત મનુષ્યના પોતાના માટે છે, પરંતુ પરમાત્માના મંદિરમાં સુગંધી ધૂપ કરવામાં આનંદ આવે છે. પરમાત્માનો જાપ-ધ્યાન કરતી વખતે સુગંધી વાતાવરણ પસંદ કરીએ છીએ. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ એ પણ ધર્મપુરુષાર્થ જ કહેવાય. પરંતુ માત્ર આનંદપ્રમોદ માટે તમે અત્તર, સેન્ટ, એસેન્સ વગેરેનો ઉપયોગ કરો તો તે કામપુરુષાર્થ જ કહેવાય. જેમ કે : - ભોજન ક૨વું એ કામપુરુષાર્થ છે, પરંતુ રાત્રિભોજન ન કરવું એ ધર્મપુરુષાર્થ છે. ભક્ષ્ય જ ખાવું, અભક્ષ્ય ન ખાવું, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસાસ્વાદ ઓછો ક૨વો એ ધર્મપુરુષાર્થ છે ! ભોજન કરતી વખતે આસક્તિ ન હોવી એ ધર્મપુરુષાર્થ છે. એટલા માટે તો ભોજન કરતાં કરતાં પણ "કેવળજ્ઞાની” બન્યા છે ને ? જોઈએ જ્ઞાનવૃષ્ટિ ! જ્ઞાનવૃષ્ટિ થતાં કામક્રિયા કરવા છતાં પણ પાપકર્મોનું બંધન નથી થતું ! શ્રાવકજીવન - જિહ્વાથી જેવી રીતે ભોજન-૨સાસ્વાદ કરવામાં આવે છે એ રીતે બોલવાની ક્રિયા પણ થાય છે ! બોલવું કામપુરુષાર્થ છે, કામક્રિયા છે. પરંતુ પ્રિય અને હિતકારી બોલવું ધર્મપુરુષાર્થ બની જાય છે ! અસત્ય ન બોલવું એ ધર્મપુરુષાર્થ બની જાય છે. શાસ્ત્રાનુસારી બોલવું ધર્મપુરુષાર્થ બની જાય છે. - મૈથુનની ક્રિયા કામપુરુષાર્થ છે, પરંતુ પોતાની પત્ની સાથે જ મૈથુનક્રિયા કરવી, પરસ્ત્રી સાથે ન કરવી ધર્મપુરુષાર્થ બની જાય છે ! શ્રાવકનું આ ચોથું વ્રત છે ને ? સ્વસ્ત્રી સંતોષ અને પરસ્ત્રી ત્યાગ-વ્રત એટલે ધર્મ. ધર્મપુરુષાર્થની પ્રધાનતાનો આ અર્થ છે, અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ કરતી વખતે પણ મુખ્યતા ધર્મપુરુષાર્થની રહેવી જોઈએ. દિવસ-રાતના ૨૪ કલાકમાં તમારો વધારે સમય ધનસંપત્તિ પ્રાપ્ત કરવામાં, તેનું સંરક્ષણ કરવામાં અને વૈયિક સુખ ભોગવવામાં જાય છે. છતાં પણ તમે જ્ઞાનવૃષ્ટિના માધ્યમથી ધર્મપુરુષાર્થને મુખ્ય બનાવી શકો છો. જીવનના પ્રત્યેક કાર્યને ધર્મના રંગે રંગી નાખવાનું છે. એવું નહીં કે બે-ચાર ધર્મક્રિયાઓ કરી લઈએ અને પછી અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં આસકત બનીએ. - સભામાંથી : અમારી તો આ દશા થઈ ગઈ છે ! બે-ચાર ધર્મક્રિયાઓ ફરી લઈએ છીએ - નવકારવાળી ફેરવી લઈએ છીએ. પૂજા-સામયિક-પ્રતિક્રમણ કરી લઈએ છીએ. પરંતુ પૈસાની આસક્તિ અને વિષયાસક્તિ વધતી જ જાય છે. મહારાજશ્રી ઃ હું તમારી આ સ્થિતિ જાણું છું ! ધર્મક્રિયાઓને જ તમે લોકોએ ધર્મપુરુષાર્થ માની લીધો છે. અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને ધર્મપુરુષાર્થમાં બદલી નાખવાની તમને કલ્પના ય નથી, એટલા માટે તમારા લોકોનો વ્યવહાર અશુદ્ધ બની ગયો છે. વ્યવહાર શું છે ? અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ જ વ્યવહાર Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૧૭૮ છે. જો આ પુરુષાર્થો ઉપર ધર્મનો રંગ નથી ચડતો તો વ્યવહાર અશુદ્ધ જ બની રહેશે. વ્યવહા૨ શુદ્ધ કરવો હોય તો ધર્મને જીવનમાં જીવવાનો પ્રયત્ન કરતા રહો. ધર્મ એ ક૨વાની-આચરવાની વાત નથી, જીવવાની વાત છે ! તમે લોકો તો કેટલીક ધર્મક્રિયાઓ કરીને સંતોષ પામો છો ! ધર્મને જીવતા નથી. ઘરમાં ધર્મ નથી રહ્યો, બજારમાં ધર્મ નથી રહ્યો, એટલા માટે ધર્મની પ્રધાનતા નથી રહી ! ધર્મપ્રધાનો વ્યવહાર: જોઈએ. એવું કહેવાનું તાત્પર્ય આ જ છે કે વ્યવહારમાં ધર્મની ઝલક આવવી જોઈએ. ત્યાર પછી જ વ્યવહારશુદ્ધિ આવશે. ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં વ્યવહારશુદ્ઘિની એક-એક વાત અતિ સ્પષ્ટતા કરીને બતાવી છે. સભામાંથી : વર્તમાન વિષમ કાળમાં શું વ્યવહારશુદ્ધિ સંભવિત છે ? મહારાજશ્રી : વ્યક્તિગત રૂપે સંભવિત છે, સમષ્ટિગત રીતે સંભવિત ન પણ હોય ! સભામાંથી : વ્યક્તિ સમષ્ટિનું અભિન્ન અંગ છે ને ? :: મહારાજશ્રી : છે, છતાં પણ વ્યક્તિ એ વ્યક્તિ છે અને સમષ્ટિ એ સમષ્ટિ છે ! વ્યક્તિ સ્વયં સ્વતંત્ર છે. અલબત્ત, એનામાં નૈતિક હિંમત હોવી જોઈએ. સિદ્ધાન્તનિષ્ઠ થવા માટે, આદર્શોને જીવનમાં જીવવા માટે દૃઢ મનોબળ હોવું જોઈએ. આવા માણસો આ વર્તમાન કાળમાં પણ છે ! હું એવા મહાનુભાવોને જાણું છું. તમે કહેશો કે એવા માણસો લાખોમાં એક-બે હશે ! તો હું કહીશ કે તમે એવા બનો તો ત્રણની સંખ્યા બની જશે ! એ રીતે એક-એક વધતા જશે તો સંખ્યા કેટલી વધી શકે ? તમે લોકો વ્યવહારશુદ્ધિ, ધર્મપ્રધાન વ્યવહાર કેમ નથી કરી શકતા તેનું કારણ જાણો છો ખરા ? તેનું મૂળ કારણ છે ઃ ધનધાન્યાદિમાં અસંતોષ ! અસંતોષની આગ તમારા લોકોના દિલમાં સળગી રહી છે. દિમાગમાં સળગી રહી છે. આ વિષયમાં આગળ ઉપર વિવેચન કરીશ. આજે, બસ આટલું જ. Page #186 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૩૯) પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત “ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનું વિશદવિવેચન કર્યું છે. જે કોઈ સ્ત્રીપુરુષને સમુચિત શ્રાવકજીવન જીવવું છે, તેને માટે આ ત્રીજો અધ્યાય માર્ગદર્શક બની શકે છે. બાર વ્રતોનું વર્ણન-વિવેચન તો બીજા અનેક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ શ્રાવકની દિનચય અને ભાવાત્મક ભૂમિકા છે આ ગ્રંથમાં મળે છે તેવી બીજા કોઈ ગ્રંથમાં પ્રાયઃ મળતી નથી. તમે શ્રાવક છો, ગૃહસ્થ છો, બીજા ગૃહસ્થો સાથે તમારે વ્યવહાર કરવો પડે છે. ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં તમારે કાર્યો કરવા પડે છે. એ સર્વ ક્ષેત્રોમાં તમારો વ્યવહાર શુદ્ધ રહેવો જોઈએ. કવ્યાંય પણ અનીતિ, અન્યાય અને બેઈમાની ન હોવી જોઈએ. પરંતુ શું આજે તમારા લોકોનો વ્યવહાર શુદ્ધ છે ? કેમ નથી ? શું તમે ગંભીરતાથી વિચાર કર્યો છે? ના, આ વિષયમાં તમે વિચાર કરતા જ નથી. ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું છે : દવ્ય સંતોષપરતા ૬ ' ધનસંપત્તિમાં સંતોષી રહો ! જો સંતોષી નહીં રહો તો અસંતોષ વધતો જશે, અને તેથી અનેક અનર્થોમાં ફસાઈ જશો. પાપોનું મૂળ અસંતોષ : ધનસંપત્તિમાં જેને સંતોષ નથી થતો, તે કોઈ પણ ઉપાયથી ધન કમાવાનો પુરુષાર્થ કરતો રહે છે. ઉપાય સારો હોય કે ખોટો! ઉપાયનો વિવેક રહેશે જ નહીં. પ્રાયઃ દરેક વેપારમાં બેઈમાની થઈ ગઈ છે ને ? દરેક વેપારમાં અનીતિ અને મિલાવટ થઈ ગઈ છે ને? કેમ? માણસને લાખો કરોડો રૂપિયા કમાવા છે. દરેકને ધનવાન બનવું છે, એટલા માટે મનુષ્ય પાપ-પુણ્ય ભૂલી જાય છે - ભૂલતો રહ્યો છે. ધર્મ અને અધર્મનો ભેદ ભૂલતો જાય છે. સંતોષ છે જ નહીં. અસંતોષનો અગ્નિ ભભૂકી ઊઠ્યો છે તમારા લોકોના દિલ-દિમાગમાં. આવી મનઃસ્થિતિમાં અને અશુદ્ધ વ્યવહારમાં તમે શું શ્રાવક બનશો? એવા લોકો શ્રાવક બની જ શકતા નથી. માત્ર વ્રત ધારણ કરવાથી શ્રાવક નથી બનાતું. માત્ર મંદિરે જવાથી શ્રાવક નથી બની શકાતું. માત્ર ઉપદેશ સાંભળવાથી શ્રાવક નથી બની શકાતું. શ્રાવક સંતોષી હોય છે ! Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૮૧ સંતોષથી પોતાની જીવનયાત્રા કરતો જાય છે. અનીતિ, અન્યાય, ચોરી, અસત્ય, બેઈમાની વગેરે શ્રાવકથી સો માઈલ દૂર રહેવા જોઈએ. શ્રાવકનો સંતોષ કેવો હોય ? શ્રાવકના વિચારો આ પ્રકારના હોય છે: "મારે શું જોઈએ? ભોજનમાં ગરમ ઘી ચોપડેલી રોટલી હોય, પહેરવા માટે અખંડ વસ્ત્ર હોય, બીજાનું દાસપણું ન હોય. બસ, મારે આનાથી વધારે કશું ન જોઈએ.” આ ગ્રંથના ટીકાકાર આચાર્યદિવે આટલું જ બતાવ્યું છે. હું વધારીને કહું છું: રહેવા માટે એક નાનકડું ઘર, પરિવારનું યોગક્ષેમ થઈ શકે તેટલી આવક હોવી જોઈએ. બાળકોનું શિક્ષણ, ઔષધોપચાર, લગ્નવ્યવહાર વગેરે સરળતાથી સંપન્ન થઈ શકે એટલી આવક હોવી જોઈએ. બરાબર છે ને? આનાથી વધારે ન જોઈએ ને ? સભામાંથી મારે વધારે ન જોઈએપરંતુ મારી પત્નીને વધારે જોઈએ. પત્નીને વધારે ન જોઈએ, પણ બાળકોને વધારે જોઈએ ! એનાથી ઘરમાં ક્લેશ થાય છે. ઘરમાં સૌના વિચારો સમાન નથી હોતા. મહારાજશ્રી સૌ પ્રથમ તમારો નિર્ણય હોવો જોઈએ કે “મારે સંતોષી બનવું છે. પૈસા પાછળ પાગલ બનવું નથી. તમારો નિર્ણય થયા પછી, જો તમે બુદ્ધિશાળી હો તો તમારી પત્નીને સંતોષી બનાવી શકશો. ધીરે ધીરે એને સમજાવવાનો પ્રયત્ન કરી શકો છો. કેટલાક ઘરોમાં તો મેં જોયું છે કે સ્ત્રી સંતોષી હોય છે. પુરુષને સંતોષ નથી હોતો. સ્ત્રી પોતાના પતિને કહે છે : "હવે તમે ધંધો છોડી દો, છોકરાઓને સોંપી દો દુકાન. આપણી પાસે ઘણા પૈસા છે. નિવૃત્તિ લઈ લો અને આપણે પાલીતાણા જઈએ. ગિરનાર વગેરે તીર્થોમાં જઈએ. હવે શાન્તિથી આત્મકલ્યાણ કરતા રહીએ. ઘરમાં પણ પોતપોતાની ધર્મ-આરાધના કરતા રહીશું. આખોય વ્યવહાર છોકરાઓ અને પુત્રવધૂઓને સોંપી દઈએ !” આવી વાતો પત્ની કરે છે ! પણ પતિદેવોને પસંદ આવતી નથી. કારણ કે સંતોષ નથી ! લાખો રૂપિયા પાસે હોવા છતાં પણ રાત-દિવસ દોડધામ કરતા જ રહે છે ! મેં એક પરિચિત ભાઈને કહ્યું "તમારી ઉંમર ૫૦ વર્ષની થઈ. હવે તમે રાત્રિભોજન ન કરો. સૂર્યાસ્ત પહેલાં બજારમાંથી ઘેર આવી જાઓ. તમે નોકર નથી, કોઈનીય ગુલામી નથી.” તેમણે કહ્યું: "આપની વાત સાચી છે, પરંતુ સંધ્યા સમયે એટલું બધું કામ રહે છે કે સૂર્યાસ્ત પહેલાં હું ઘેર પહોંચી જ નથી શકતો.” જો કે હું જાણું છું. તેમના બે પુત્રો ઑફિસમાં બેસે છે અને સારી રીતે કામ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાવકજીવન સંભાળે છે. એમના તરફથી પિતાને કોઈ રુકાવટ નથી, પરંતુ પિતાને સંતોષ નથી ! એમને રાત્રે નવ વાગ્યા પહેલાં ભૂખ લાગતી જ નથી! કારણ કે ઑફિસમાં દિવસ આખોય કંઈક ને કંઈક ખાવા-પીવાનો કાર્યક્રમ ચાલતો જ રહે છે ! સાચી વાત છે ને ? પછી સાંજના ૬ વાગે ભૂખ ક્યાંથી લાગે ? રાત્રિભોજન કરવામાં કોઈ ભય લાગતો નથી. કોઈ ગભરામણ નથી થતી. કોઈ ભૂલ લાગતી નથી! મૂળ કારણ છે અસંતોષ ! પૈસાનો અસંતોષ ! જીવનપર્યત પૈસા જ કમાવા છે. પરંતુ યાદ રાખો કે જીવનમાં પૈસા જ સર્વસ્વ નથી ! કરોડો રૂપિયા હોવા છતાં તમે શાન્તિથી ભોજન નથી કરી શકતા, પરિવાર સાથે શાન્તિથી વાત નથી કરી શકતા, બાળકો સાથે આનંદથી અડધો કલાક પણ બેસી શકતા નથી. ન પરમાત્માનું સ્મરણ-દર્શન કરી શકતા, નથી સાધુપુરુષોનો પરિચય કરી શકતા, નથી ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી શકતા, નથી તો તમે સામાજિક વ્યવહારો નભાવી શકતા. એવા કરોડો રૂપિયાને શું કરવાના ? વ્યર્થ છે એ રૂપિયા ! અસંતોષથી અનાથની પરંપરા “અર્થથી અનર્થ" તમે ઘણી વાર સાંભળ્યું હશે. જાણવા છતાં પણ તમે અર્થોપાર્જનમાં સંતોષ રાખતા નથી, તો એક દિવસ તમે અનર્થથી, આપત્તિઓથી બરબાદ થઈ જશો. મેં એક વાત વાંચી હતી. આજે એ વાત સંભળાવું છું. વર્ષો પૂર્વે એક યુવાન પોતાના પૌરુષની પરીક્ષા માટે ભટકતો ભટકતો એક પહાડની ઘાટીમાં પહોંચી ગયો. એ ઘાટી વૃક્ષોની હરિયાળી અને ચમકતાં ફૂલોથી ભરેલી હતી. ત્યાં એ યુવાને આસપાસ ઊભેલાં વૃક્ષો સામે જોયું તો એને પર્વતની એક દુર્ગમ ટોચ દેખાઈ, જે બરફથી ચમકી રહી હતી. એ યુવકે વિચાર કર્યો: "હું આ પર્વત ઉપર મારું જોર અજમાવીશ !” તેણે ચામડાનું ખમીસ પહેર્યું અને કાંબલ ખભા ઉપર નાખી એ ટોચ ઉપર ચડવા આગળ વધ્યો. તે શિખર ઉપર પહોંચી ગયો ! જેમ કે દુનિયાના એક છેડા ઉપર જઈ ઊભો . રહ્યો. તેનું સ્ક્રય આનંદથી ભરાઈ ગયું હતું. જ્યારે તેણે પોતાના પગ તરફ જોયું તો પાસે જ સરસર જેવો અવાજ સંભળાયો. નીચે જોતાં જ એને એક સાપ દેખાયો. સાપ બોલ્યો: "હું અહીં બચી શકીશ નહીં. અહીં અતિશય ઠંડી છે. મારા માટે અહીં ખોરાક પણ નથી. તું મને તારા ખમીસમાં રાખીને નીચેની ઘાટી સુધી લઈ -લે.” યુવકે કહ્યું: “ના, હું તારા જેવાને જાણું છું. તું ઝેરી સાપ છે. જો હું તને ઉપાડી Page #189 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ @ લઉં તો તું મને જ કરડીશ, અને હું મરી જઈશ.” સાપે કહ્યું : “નહીં એવું નથી. હું તારી સાથે એવું વર્તન નહીં કરું. તું મને મદદ કરીશ તો હું તને કોઈ જ હાનિ નહીં પહોંચાડું.” ૧૮૩ યુવકે પોતાની જાત ઉપર લાંબો સમય નિયંત્રણ રાખ્યું, પરંતુ સાપ પણ સારી રીતે અનુનય-વિનય કરતો રહ્યો. અંતે યુવકે એને ઉઠાવીને પોતાના ખમીસની નીચે રાખ્યો અને એને લઈને ઘાટી તરફ ચાલ્યો. ઘાટીમાં પહોંચીને તેણે સંભાળપૂર્વક સાપને જમીન ઉપર મૂકી દીધો. એકાએક સાપે કુંડળી મારી, ડોલીને ઝડપથી યુવકના પગમાં ડંખ માર્યો. યુવક બરાડી ઊઠ્યો : "પરંતુ તેં તો જે વાયદો કર્યો હતો...... સાપે સરકી જતાં, આગળ વધતાં કહ્યું : "તેં મને ઉપાડ્યો હતો ત્યારે પણ તું જાણતો હતો કે હું કોણ છું.” હોલીવુડની ફિલ્મોનો એક અભિનેતા "આયરન આઈજ કોડી” આ વાર્તા અનેક યુવાનોને કહે છે અને માદક દ્રવ્યોનું સેવન ન કરવાની પ્રેરણા આપે છે. હું પણ સર્વ માદક દ્રવ્યોમાં કાતિલ ઝેર-માદક દ્રવ્ય "અર્થ”થી બચવા માટે તમને લોકોને કહું છું. અર્થ એટલે ધન-દોલત, અર્થ એટલે રૂપિયા-પૈસા, અર્થ એટલે વૈભવસંપત્તિ ! સાપ જેવી જ છે ! અર્થ સાપ જેવો જ છે. એક દિવસ જરૂ૨ ક૨ડશે અને મારશે. એટલા માટે કહું છું કે અર્થપ્રાપ્તિમાં સંતોષ રાખો. અપરિગ્રહનો આદર્શ ભુલાતો જાય છે ઃ મને કોઈ કોઈ વાર વિચાર આવે છે કે આપણે લોકો એટલે કે જૈનો અહિંસાનો વિચાર અને આચાર આજે પણ ભૂલ્યા નથી. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની દયાનું પાલન આજે પણ ઘણા જૈનો કરે છે; પરંતુ પરિગ્રહ પાપ છે' - એ વાત સ્મૃતિમાં પણ રહી નથી. :: સભામાંથી અમે સવાર-સાંજ પ્રતિક્રમણમાં ૧૮ પાપ સ્થાનકોનાં નામ બોલીએ છીએ, ત્યારે પાંચમો પરિગ્રહ” બોલીએ છીએ ! મહારાજશ્રી : બોલતી વખતે હ્રદયમાં ચોટ લાગે છે ? આપણી માન્યતા અપરિગ્રહની છે અને પ્રવૃત્તિ પરિગ્રહ વધારવાની રહી છે ! હિંસા કરનારાઓની આપણે નિંદા કરીએ છીએ, ભર્ન્સના કરીએ છીએ, પરંતુ પરિગ્રહની નિંદા કરતા નથી ! હિંસા કરનારાઓને આપણે પાપી કહીએ છીએ, પરિગ્રહવાળાને - વધારે પૈસાવાળાને આપણે ધનવાન-પુણ્યશાળી કહીએ છીએ. એટલા માટે આપણે પણ પુણ્યશાળી બનવા પુરુષાર્થ કરીએ છીએ, સાચી વાત છે ને ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રાવકજીવન અપરિગ્રહનો આદર્શ રહેશે તો સંતોષ સહજ રીતે આવી જશે. “મારે જીવનમાં અપરિગ્રહી બનવું છે, માત્ર જીવનનિર્વાહ માટે જ ઉપાર્જન કરવું છે. વધારે પૈસા નથી જોઈતા, વધારે સંપત્તિ નથી જોઈતી, એ આદર્શ સદૈવ સ્મૃતિમાં રહેવો જોઈએ.' જીવનનિર્વાહ માટે જેટલા પૈસા જોઈએ એટલો પ્રયત્ન કરતા રહો. જો આવો દ્રઢ સંકલ્પ કરી લેશો તો ધનવાન લોકો કરતાં પણ વધારે આનંદ પામી શકશો. ચિત્ત શાન્ત થઈ જશે. શાન્ત ચિત્તવાળાંનું સુખ, આંતરસુખ અનુપમ હોય છે, કારણ કે તેઓ સદૈવ સંતોષ-અમૃતનું પાન કરતા રહે છે. - સંતોષને અમૃત કહ્યું છે. તમે લોકો માનશો? અત્યારે તો તમને લોકોને પરિગ્રહ અમૃત સમાન લાગતો હશે! ના, પરિગ્રહ અમૃત નથી. તે તો ઝેર છે. તમારે આજે નહીં તો કાલે પણ માનવું જ પડશે કે પરિગ્રહ ઝેર છે. હળાહળ વિષ છે. જ્યારે તમને આ વાતની પ્રતીતિ થશે ત્યારે સંતોષ તમને અમૃત લાગશે. તમે સંતોષી બની જશો. તમે શ્રેષ્ઠ આંતરસુખનો અનુભવ કરશો. જીવનનો રાહ બદલવો પડશે ઃ જીવનમાં જ્યારે એ તથ્યની અનુભૂતિ થશે કે અપાર સંપત્તિ, ધનભંડાર આપણને સાચું સુખ નથી આપી શકતાં, સાચો સંતોષ નથી આપી શકતાં એ જ ક્ષણથી તમે એક જુદું જ જીવન જીવવા લાગશો. તમારા જીવનનો માર્ગ જ બદલાઈ જશે. અધિક ધનપ્રાપ્તિથી તમને ક્ષણિક આનંદ જરૂર મળશે, પરંતુ આધ્યાત્મિક સુખની સાથે તેને કોઈ મેળ હોતો નથી. દ્રવ્યપ્રાપ્તિનો ક્ષણિક આનંદ દીર્ઘકાલીન દુઃખમાં પણ બદલાઈ જાય છે. સંતોષ-પરિતોષનું સુખ જો કે અનોખું સુખ છે, તે ધનલોભીના ભાગ્યમાં નથી હોતું. શ્રાવકનું જીવન દ્રવ્યલોલુપતાથી મુક્ત હોવું જોઈએ. સભામાંથી શ્રમણ ભગવાન મહાવીરના શ્રાવક આનંદ કામદેવ વગેરેની પાસે તો વિપુલ ધનસંપત્તિ હતી. મહારાજશ્રી વિપુલ ધનસંપત્તિ હોવી એક વાત છે, ધનસંપત્તિની લોલુપતા હોવી એ બીજી વાત છે. આનંદ કામદેવ વગેરેની અનાસક્તિ અંગે તમે કદી સાંભળ્યું યા વાંચ્યું છે? પુણ્યના ઉદયથી એ મહાન શ્રાવકોને વિપુલ ધનસંપત્તિ મળી હતી, પરંતુ તેઓ જળકમળવત્ જીવન જીવતા હતા! - સહજતાથી, પુણ્યકર્મના ઉદયથી, તમને કરોડો રૂપિયા મળી જાય, તો કોઈ સવાલ નથી. તમારે સમજવું જોઈએ કે તમારી પાસે કરોડો ઝેરી સાપ આવી ગયા છે. તમે સાવધાન રહેજો કે જેથી તે તમને કરડે નહીં. તમે તરત જ એ સંપત્તિથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભાગ - ૨ - મુક્ત થવાનું વિચારશો, સંપત્તિમાં કદીય આસક્ત નહીં બનો. આનંદ શ્રાવક : તમે આનંદ શ્રાવકની વાત કરો છો ને ? આનંદ શ્રાવક બાર વ્રતોનું પાલન કરતા હતા. જાણો છો એ કેવી રીતે પાલન કરતા હતા તે? ઉપવાસ પણ કરતા હતા અને પૌષધ પણ કરતા હતા. આ બધું કરતાં કરતાં ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં હતાં. જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે એક રાત્રિના ઉત્તરાર્ધમાં, ધમનુષ્ઠાન કરતાં કરતાં તેમને વિચાર આવ્યો : "હું વાણિજ્યગ્રામમાં ઘણા લોકોનો આધાર છું, એટલે હું કંઈક વ્યગ્રતા અનુભવી રહ્યો છું. એ કારણે હું શ્રમણ ભગવાન મહાવીરના શ્રેષ્ઠ ધર્મનો સ્વીકાર નથી કરી શકતો. એટલા માટે એ ઠીક રહેશે કે સૂર્યોદય થતાં જ્યેષ્ઠ પુત્રને તમામ જવાબદારી સોંપી દઉં અને નિવૃત્ત બનીને કોલ્લાગતસિવેશમાં જઈને જ્ઞાતકુળની પૌષધશાળામાં રહેલા ભગવાન મહાવીરના શ્રેષ્ઠ શ્રાવકધર્મનું પાલન કરું !” એ મહાન શ્રાવકે જેવું વિચાર્યું એવું જ કર્યું. કુટુંબનો તમામ ભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી દીધો અને કહ્યું : “ભવિષ્યમાં મને કોઈ પણ પ્રકારની વાત ન પૂછશો !” કરોડો રૂપિયાની સંપત્તિ હોવી એક વાત છે, જ્યારે એ સંપત્તિ પ્રત્યે મમત્વ ન રાખવું બીજી વાત છે. આનંદ, કામદેવ વગેરે શ્રાવકો પાસે જે વિપુલ સંપત્તિ હતી તે પહેલાંથી જ હતી. જ્યારે તેઓ શ્રાવક બન્યા ન હતા, ભગવાન મહાવીર મળ્યા ન હતા, ત્યારથી હતી. ભગવાન મહાવીરનો સંપર્ક થયો ત્યારે દ્રષ્ટિ બદલાઈ ગઈ ! વૃષ્ટિ અપરિગ્રહી બની ગઈ. પરિગ્રહનું પરિમાણ કરી દીધું અને મનને તત્ત્વચિંતનમાં જોડી દીધું ! ગ્રંથકારની વાત તમે લોકો સાચા અર્થમાં સમજવાની કોશિશ કરો. તેઓ સંતોષની જે વાત કરે છે તે ખૂબ જ મહત્ત્વની છે. તમારા મનમાં અસંતોષ ન હોવો જઈએ. દ્રવ્યપ્રાપ્તિનો અસંતોષ તમારા મનમાં ધર્મધ્યાન નહીં કરવા દે, એટલા માટે તેમણે કહ્યું કે દ્રવ્યપ્રાપ્તિમાં સંતોષ કરી લો. માત્ર જીવનનિવહિત માટે જ અર્થપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા રહો. ભાગ્યોદયથી વિપુલ ધનસંપત્તિની પ્રાપ્તિ થઈ જાય તો તેમાં આસક્ત ન બનો. શુભ કાર્યોમાં એ સંપત્તિનો વિનિયોગ કરી દો. સંતોષથી દાનધર્મનું પાલન સરળ ઃ સંતોષ હશે તો તમે વિચારશો : "મારે જીવનનિર્વાહ માટે કેટલા રૂપિયા જોઈએ? ખૂબ થોડા, તો પછી આટલા બધા રૂપિયા મારી પાસે શા માટે રાખું ? શા માટે ધનધર્મની આરાધના ન કરું ? સાત શુભ ક્ષેત્રોમાં ધનસંપત્તિનો Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રાવકજીવન વિનિયોગ કરતો રહું. દુઃખી જીવોનો ઉદ્ધાર કરતો રહું. જીવદયાનાં કાર્યો કરતો રહું." આવા વિચારો કરતા રહેવાથી દાનધર્મનું પાલન સરળ બની જશે. જોઈએ સંતોષ. સભામાંથી : શુભ કાર્ય કરવાની ઇચ્છા થાય છે, પરંતુ ધનનું મમત્વ છૂટતું નથી. આસક્તિ છૂટતી નથી. મહારાજશ્રી : "મમત્વ, આસક્તિ સારી નથી, તેનું પરિણામ સારું નથી હોતું”આ વિષયમાં વિચાર કરતા રહો. ધનની આસક્તિથી જીવનમાં કેવી કેવી ખરાબીઓનો પ્રવેશ થાય છે એ વાત વિચારતા રહો. - – —— ધનની લોલુપતાથી જીવહિંસાના વિચારો આવે છે. ધનની આસક્તિથી જૂઠું બોલાઈ જાય છે. ધનના મમત્વથી મનુષ્ય ચોરી પણ કરે છે. ધનની આસક્તિથી મનુષ્ય અનીતિ, અન્યાય, બેઈમાની કરે છે. – ધનની આસક્તિ મનુષ્યને દુર્ગતિમાં લઈ જાય છે. જો દુર્ગંતમાં ન જવું હોય, નરક ગતિ અને તિર્યંચ ગતિમાં ન જવું હોય તો ધનની આસક્તિ દૂર કરવી જોઈએ. અનાસક્ત બનીને દાનધર્મની આરાધના કરતા રહો. ધનસંપત્તિની આસક્તિ છૂટી જતાં તમે અનેક પ્રકારના ધર્મોની આરાધના કરી શકશો. જીવન ધર્મમય બની જશે. ધર્મે ધનબુદ્ધિ : ગ્રંથકાર કહે છે ઃ ધર્મે ધનબુદ્ધિઃ ॥૬॥ ”મારા માટે ધર્મ જ ધન છે !” બુદ્ધિમાન પુરુષ દરિદ્ર અવસ્થામાં પણ કદી દીનતા ધરતો નથી કે "મારું પાપકર્મ ઉદય પામ્યું છે, શું કરું ? મારી રિદ્રતા ચારે દૂર થશે ?” ના, આવો વિચાર બુદ્ધિમાન શ્રાવક નહીં કરે. "મારી પાસે ધર્મ છે, શ્રુતધર્મ છે, ચારિત્રધર્મ છે. બસ, એ જ ધન છે, એ જ દોલત છે.” આવો તાત્ત્વિક વિચાર કરતા રહેવું જોઈએ. આવા વિચારોથી "સંતોષ” દૃઢ બનતો જાય છે. બે મિત્રો છે. બાળપણથી મિત્રતા છે. એક મિત્ર ૨૫ લાખના ફ્લેટમાં રહે છે. બીજો ૧૦-૧૨ના ઓરડામાં રહે છે. એક દિવસે ધનવાન મિત્રે કહ્યું : "તું મારી સાથે ધંધો કર. બે વર્ષમાં ૫-૧૦ લાખ રૂપિયા કમાઈ લઈશ.” સંતોષી મિત્ર કહ્યું : "મારે ૫-૧૦ લાખ રૂપિયા નથી જોઈતા, હું મહિને બે હજાર કમાઉં છું, બે હજારમાં નિર્વાહ થઈ જાય છે. કોઈ વ્યસન નથી. સિનેમા-નાટક જોતો નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૮૭ સાદગીથી રહું છું. પત્ની અને બાળકોને પણ આ સંસ્કારો આપ્યા છે અને ધર્મઆરાધના શાન્તિથી થાય છે. હવે તું જ બતાવ કે મારે પ-૧૦ લાખ રૂપિયા શા માટે જોઈએ ? આ ઓરડામાં કોઈ તકલીફ નથી.” ધનવાન મિત્રે કહ્યું: "આટલા નાના ઓરડામાં તકલીફ તો થાય જ છે. તકલીફને તું માનતો નથી એ બીજી વાત છે.” સંતોષી મિત્રે કહ્યું : "એમ તો તને કેટલી મોટી તકલીફ છે? તારો ધંધો હું જાણું છું. કેટલો ભય અને કેટલી ચિંતાઓ ઊભી થતી રહે છે ? હું તો ધર્મને જ ધન માનું છું. સાચું ધન તો ધર્મ જ છે. ઠીક છે, પરિવારનું પાલન કરવું એ આપણી ફરજ છે. એટલા માટે અર્થોપાર્જન કરવું પડે છે. પરંતુ મને બે હજારમાં સંતોષ છે.” નિરર્થક ખર્ચ બંધ કરશો ? માત્ર મોજમજામાં કેટલો ખર્ચ થાય છે ? ખર્ચ વધારશો તો વધારે પૈસા કમાવા પડશે ! જેમ જેમ પૈસા વધશે તેમ તેમ ખર્ચ વધશે અને ખર્ચ વધશે તો પૈસા વધારે કમાવા પડશે. આ વિષચક્ર ચાલતું રહે છે. વ્યસનો પણ તમે લોકોએ કેટલાં વધારી દીધાં છે? પાન, સિગરેટ, માવો તો સામાન્ય બની ગયાં છે. હોટલમાં ખાવું એ ફેશન થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ધર્મ કયાંથી પસંદ આવે ? સર્વ ઇચ્છાઓની સિદ્ધિ ધર્મથીઃ "ધર્મબિંદુ” ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રી કહે છે : ઘર્ષઃ સવામિનપિતાવિનંતિપૂન સર્વ ઇચ્છાઓની પરિપૂર્ણ સિદ્ધિનું મૂળ છે ધર્મ ? સમજ્યા? માનશો આ વાત? તમારી ઈચ્છાઓ સહજતાથી પૂર્ણ થાય, એવું તમે ઇચ્છો છો? તો તમારે ધર્મનું શરણું લેવું જ પડશે. ધર્મનું શરણું લેવું એટલે શ્રતધર્મી અને ચારિત્રધર્મનું શરણું લેવું પડશે. સૌ પ્રથમ શ્રુતધર્મનું શરણું લેવું જોઈએ. શ્રુત એટલે જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. જ્ઞાની પુરુષ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. એને માટે એવા જ્ઞાની પુરુષના સંપર્કમાં આવવું પડશે. જ્ઞાની અને ચારિત્રી પુરુષોનો સંપર્ક-પરિચય જ મહાન ઉપકારક બની શકશે. પરિચય પાતક-ઘાતક સાધુ શું ? સપુરુષોનો પરિચય માત્ર, મનુષ્યના પાતકો-પાપોનો નાશ કરનાર બને છે. અલબત્ત, પરિચય નિષ્કપટ યનો હોવો જોઈએ-નિર્મળ દયનો હોવો જોઈએ. દૃષ્ટિ ગુણગ્રાહી હોવી જોઈએ. ગુણગ્રાહી દૃષ્ટિથી, સદ્ગુરુનો વિનય કરતાં, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રાવકજીવન સર્વ પ્રથમ જીવતત્ત્વને, આત્મતત્ત્વને સમજવું જોઈએ. પછી પુણ્ય અને પાપને સમજવાં જોઈએ. આઠ પ્રકારનાં કર્મોના વિષયમાં પણ સારી જાણકારી મેળવી લેવી જોઇએ. જેમ જેમ તમને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતો જશે તેમ તેમ અંદરનો આનંદ વધતો રહેશે. આગળ વધતાં તમને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થશે. વિરતિધર્મનો સ્વીકાર કરવાની ભાવના જાગૃત થતી જશે. ઘણાં બધાં પાપ છૂટી જશે. નિષ્પાપ જીવન પ્રત્યે અભિરુચિ પ્રકટ થશે. "શ્રુતધર્મ અને ચારિત્રધર્મ જ સાચું ધન છે," એ વચનની પ્રતીતિ થશે. ધનપ્રાપ્તિથી જે સુખ મળે છે તેનાથી અતિશય વધારે સુખ ધર્મપ્રાપ્તિથી મળે છે. આ અનુભવની વાત છે. તમે પ્રત્યક્ષ જુઓ છો ને કે ધનવાનો કરતાં વધુ સુખી ધર્મશીલ પુરુષો હોય છે ! એટલા માટે તો ધનવાન માણસ ધર્મશીલ પુરુષના ચરણોમાં નમે છે ! વધારે સુખી કોણ ? નિર્ણય કરો ઃ આ ગંભીરતાથી વિચારવાની વાત છે. વિચારવું તો પડશે જ કે વધારે સુખી કોણ છે ? ધનવાન યા ધર્મશીલ માણસ ? ભગવાન ઉમાસ્વામીજીએ પ્રશમતિ ગ્રંથમાં કહ્યું છે કે “જે સુખ ચક્રવર્તી રાજા પાસે નથી હોતું તે સુખ ધર્માત્મા પાસે હોય છે ! ', એક વાત સમજી લેવાની કે સુખનો સંબંધ મન અને આત્મા સાથે છે. સુખનાં, ભૌતિક સુખનાં અનેક સાધનો તમારી પાસે હોવા માત્રથી સુખી થઈ શકાતું નથી. એમ તો જેમની પાસે વૈયિક સુખનાં વધારે સાધનો છે તે જ વધારે દુઃખી હોય છે ! છતાં પણ કોણ જાણે કેમ સુખનાં સાધનો માટેનો મોહ વધતો જ જાય છે ! લાગે છે કે સ્પર્ધા ચાલી રહી છે સુખનાં સાધનો ઘરમાં વસાવવાની ! વેપારી જાહેરાતોના માધ્યમથી પ્રજાને લલચાવવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. ભોળા-સીધા લોકો આકર્ષાઈ જાય છે અને સુખનાં સાધનોને સુખ માનવાની ભૂલ થઈ રહી છે. સાધનોનાં માધ્યમોથી સુખદુઃખની કલ્પના કરવી એ મોટી ભૂલ છે. જેમની પાસે વૈયિક સુખનાં સાધનો નહીંવત છે, છતાં પણ તેઓ સદૈવ પ્રસન્ન નયન અને પ્રસન્ન વદન હોય છે. તેમના મુખ ઉપર કદીય ઉદાસીનતા હોતી નથી. આવા લોકો આ વર્તમાનકાળમાં પણ છે. જૈન છે, જૈનેતરો પણ છે ! મહત્ત્વની વાત એ છે કે તમે નિર્ણય કરો. ધનવાન બનવામાં સુખ છે કે ધર્મશીલ બનવામાં ? હા, ધર્મશીલ મનુષ્ય ધનવાન હોઈ શકે છે, પરંતુ એવા લોકો ધનપરસ્ત નથી હોતા. તેમનું ખેંચાણ ધર્મ પ્રત્યે જ હોય છે. જો ધર્મશીલ મનુષ્ય ધનવાન ન Page #195 -------------------------------------------------------------------------- ________________ " ભાગ - ૨ ૧૮૯ હોય તો પણ એને અફ્સોસ નથી હોતો. તે ધર્મને જ ધન માને છે. તે પોતાની જાતને ધર્મ-ધનનો માલિક સમજે છે. તે કદીય કોઈની આગળ દીનતા નહીં બતાવે. તે કદી ધનવાનોની ઈષ નહીં કરે ! હા, આ મહત્ત્વપૂર્ણ વાત છે. ધર્મક્રિયા કરનારાઓ, જેઓ જ્ઞાની નથી હોતા તેઓ મોટે ભાગે ધનવાનોની નિંદા કરતા જણાય છે! ભલે ધનવાન લોકો ધર્મથી વિમુખ હોય છતાં તેમની નિંદા ન કરવી જોઈએ. સભામાંથી ધનવાન લોકો ધાર્મિક લોકોની નિંદા કરી શકે ? મહારાજશ્રી નિંદા ન કરવી જોઈએ, છતાં પણ ધાર્મિક લોકોએ નિંદા સાંભળીને નિંદકો પ્રત્યે રોષ ન કરવો જોઈએ. પરંતુ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ધાર્મિક લોકો આત્મનિરીક્ષણ કરે ? પોતાની ભૂલો શોધો અને એ ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરો. ભલે ને સ્વયં ભૂલ કરનારા લોકો તમારી ભૂલોની આલોચના કરતા હોય, કરવા દો આલોચના. તમને આત્મનિરીક્ષણ કરવાનો અવસર મળે છે ને ? આત્મનિરીક્ષણ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. ધર્મ કરનારા લોકો જ્યારે ધનની લાલસામાં, ધનની આસક્તિમાં ડૂબી જાય છે ત્યારે તેમનો વ્યવહાર અશુદ્ધ બની જાય છે. અશુદ્ધ આચારવાળો મનુષ્ય નિંદાને પાત્ર બની જાય છે ! જે લોકો ધર્મ કરતા નથી, તેમનો અશુદ્ધ વ્યવહાર જેટલો નિંદાપાત્ર હોય છે એનાથી વધારે નિંદાપાત્ર અશુદ્ધ વ્યવહાર ધાર્મિક વ્યક્તિનો હોય છે. ચોર તો ચોરી કરે જ છે. તે નિંદાપાત્ર હોય છે, પરંતુ ચોરીને રોકનાર પોલીસ ચોરી કરે છે, તો તે વધારે નિંદાપાત્ર બને છે. - ધર્મક્રિયા કરનારા તમે લોકો શું ધર્મને જ ધન માનીને ધર્મની આરાધના કરો છો ? ના ને ? તમે લોકો સમજો છો કે ધર્મ ધર્મને ઠેકાણે છે, ધન ધનને ઠેકાણે છે! આનાથી તમારી મનોવૃત્તિ ધાર્મિક નથી બની. ધન ઉપર જેટલો પ્રેમ છે તેટલો પ્રેમ ધર્મ ઉપર નથી. જો તમે શ્રાવક છો તો તમારું આકર્ષણ ધનથી વધારે ધમી પ્રત્યે હોવું જોઈએ. તમે ધનવાન હોવા છતાં પણ તમારા મનમાં વધારે મહત્ત્વ તો ધર્મનું જ હોવું જોઈએ. ધનનું અવમૂલ્યન, ધર્મનું મૂલ્યાંકન : તમારા મનમાં ધનનું મૂલ્યાંકન ન હોવું જોઈએ. શ્રાવકના મનમાં ધનની મહત્તા ન રહેવી જોઈએ. મહત્તા તો રહેવી જોઈએ ધર્મની. આ પ્રકારનું માનસિક પરિવર્તન Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રાવકજીવન શ્રુતધર્મથી આવે છે. શ્રુતધર્મ વગર ચારિત્રધર્મ આ પ્રકારનું પરિવર્તન નથી લાવી શકતો, ધર્મે ધનવૃદ્ધિ: સામાન્ય વાત નથી, ઘણી અઘરી વાત છે. ધર્મના વિષયમાં ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર બુદ્ધિ નિર્મળ નથી બનતી અને ધર્મમાં આસક્ત નથી બનતી. જેમ જેમ તત્ત્વજ્ઞાન વધતું જશે, તત્ત્વચિંતન વધતું જશે, આત્મનિરીક્ષણ થતું જશે, તેમ તેમ ધનસંપત્તિની આસક્તિથી મન મુક્ત બનતું જશે. ધનનું અવમૂલ્યાંકન થશે, ધર્મનું મૂલ્યાંકન થશે. તમારા મનમાંથી ધનની મહત્તા સાફ થઈ જશે. ધનની મહત્તા જ્યારે મનમાં નહીં રહે ત્યારે સંતોષ આવી જશે અને ધર્મશીલતા આવી જશે. “ધર્મ જ સાચું ધન છે, ૫૨લોકમાં સાથે આવનારો છે,” આ વાત હૃદયમાં અંકિત થઈ જશે. ધનની મહત્તા જ મનમાં નહીં રહે ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે અનેક પાપોથી તમે મુક્ત થઈ જશો. ક્રોધ, અભિમાન અને માયાના પાપોથી પણ છૂટી શકશો. "ધર્મ જ ધન છે" આ વાત સ્વીકારી લેવાની છે, ત્યારે ધર્મપુરુષાર્થમાં અપાર ઉત્સાહ અને અપૂર્વ આનંદ ઉલ્લસિત થાય છે. શ્રાવકજીવનની ત્યારે સાર્થકતા પ્રતીત થાય છે. તમે લોકો એવી સાર્થકતા પ્રાપ્ત કરો. આજે, બસ આટલું જ. Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪૦ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં વ્રતોની સાથે સાથે દૈનિક ચર્ચા પણ બતાવી છે. એટલી સુંદર જીવનશૈલી બતાવી છે કે જો તમે એ પ્રકારે જીવવાનો પ્રયત્ન કરો તો અનેક આફતોમાંથી, ક્લેશોમાંથી બચી જશો. આ પ્રકારની જીવનપદ્ધતિનો સ્વીકા૨ ક૨વા માટે સર્વ પ્રથમ તો તમારે ગતાનુગતિકતા અને અનુકરણશીલતાનો ત્યાગ કરવો પડશે. જો કે આ ૨૦મી શતાબ્દીમાં પણ તમે "ધર્મબંદુ” નિર્દિષ્ટ જીવનપદ્ધતિથી જીવી શકો છો; કોઈ તકલીફની વાત નથી. જોઈએ શ્રાવકજીવન જીવવાની તમન્ના ! અર્થોપાર્જનમાં સંતોષ રાખવાની વાત કર્યા પછી ગ્રંથકારે ધર્મને જ ધન માનવાની માર્મિક વાત કરી છે. એટલે કે એક અસાધારણ બુદ્ધિમત્તાની વાત કરી છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મને ધન માનીને ચિત્ત સંતોષ પ્રાપ્ત કરવાની વાત ભૌતિક સંપત્તિની તીવ્ર સ્પૃહાથી ભરેલા તમારા ચિત્તમાં પ્રવેશી શકશે ખરી ? જો વાત તમારા મનમાં ઊતરી ગઈ તો સમજો કે જીવન સુધરી ગયું ! કારણ કે સંસારમાં સૌથી મોટું આકર્ષણ ધનસંપત્તિનું હોય છે. પ્રગાઢ મમત્વ અને તીવ્ર આસક્તિ હોય છે. જો મમત્વ છૂટી જાય તો ઘણા પ્રશ્નો ઉકલી જાય છે. ધનસંપત્તિ ભલેને સ્થાવર હોય યા જંગમ, એના ઉપ૨ની અધિકારની ભાવના, વધારેમાં વધારે પામવાની ભાવના ખતમ થઈ જવી જોઈએ. ત્યારે જીવનમાં મજા આવશે. જીવવાનો આનંદ અનાસક્તિમાં છે ઃ એક પરિચિત પરિવારની વાત છે. બે ભાઈઓનો સંયુક્ત પરિવાર હતો. માતાપિતા સ્વર્ગવાસી થઈ ગયાં હતાં. નાનો ભાઈ એ વખતે ૫-૬ વર્ષનો હશે. મોટા ભાઈ અને ભાભીએ પ્રેમથી એને મોટો કર્યો હતો, ભણાવ્યો હતો અને લગ્ન કરાવ્યાં હતાં. લગ્ન થયાં ત્યાં સુધી એ પરિવારમાં કોઈ ક્લેશ ન હતો, મતભેદ ન હતો. લગ્ન થયા પછી આંતરિક મતભેદ શરૂ થયા. નાના ભાઈની પત્નીનું દિલદિમાગ દ્રવ્યની આસક્તિથી-મમત્વથી ભરેલું હતું. તેણે પોતાના પતિને ધનસંપત્તિનું મૂલ્ય સમજાવ્યું ! પરસ્પરના પ્રેમનું અવમૂલ્યન કરતી રહી. કેટલાક મહિનાઓ સુધી તો નાનો ભાઈ પોતાના શુદ્ધ વિચારોમાં દૃઢ રહ્યો. પોતાના ભાઈ-ભાભી પ્રત્યે તેનો પ્રેમ અને વિશ્વાસ દૃઢ રહ્યો. પરંતુ પત્નીના હેમરીંગે” તેના વિચારોને વિકૃત બનાવી દીધા. એક દિવસે તેણે ખૂબ સંકોચપૂર્વક મોટા ભાઈને કહ્યું : "મારે જુદા રહેવું Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રાવકજીવન મોટા ભાઈએ પ્રસન્નતાથી કહ્યું “જુદા રહેવાથી તું સુખી રહેતો હોય તો મને કોઈ વાંધો નથી. જ્યારે ઇચ્છે ત્યારે જુદો થઈ શકે છે. તમે જે ઘર પસંદ આવે તે લઈ લે, તને પસંદ આવે તે દુકાન લઈ લે ! સોનું, ચાંદી, ઝવેરાત, વાસણો - જે જોઈએ તે લઈ લે !” નાનો ભાઈ રડી પડ્યો! મોટા ભાઈએ તેને પોતાની છાતીએ લગાવીને કહ્યું “કેમ રડે છે? આ તો સંસારની નિયતિ છે. સાથે રહેવું અને છૂટા પડવું, એ તો સંસારનો અનાદિકાલીન ક્રમ છે. સહુ પોતપોતાના ભાગ્યને, કર્મોને આધીન છે. રડીશ નહીં. તું જુદો રહીશ એટલે મારો ભાઈ મટી નહીં જાય. મારો અને તારી ભાભીનો એટલો જ પ્રેમ રહેશે, જેટલો આજે છે.” રડતાં રડતાં નાનો ભાઈ બોલ્યો : "ના, ના. મારે તમારાથી અલગ નથી થવું. હું તમારી સાથે જ રહીશ. તમારા અને ભાભી વગર મારે માટે જીવવું અશક્ય છે.” નાના ભાઈની પત્ની આ વૃશ્ય જોઈ રહી હતી. બે ભાઈઓનો વાતલિાપ સાંભળી રહી હતી. આજે સૌ પ્રથમ તેણે મોટા ભાઈની અનાસક્તિનાં દર્શન કર્યા. પોતાના નાના ભાઈને સર્વસ્વ આપવા તેમની તૈયારી જોઈને તે દિંગ થઈ ગઈ. તેણે પોતાના પિતાના ઘરમાં નાની નાની વસ્તુઓ માટે પોતાના ભાઈઓને લડતા જોયા હતા, માતાપિતાને લડતા જોયાં હતાં અને અહીં જે જોઈ રહી હતી, સાંભળી રહી હતી તે તેની કલ્પના બહારનું હતું. પરિવાર વિભક્ત ન થયો, સંયુક્ત જ રહ્યો. જિનશાસનની ઉન્નતિ કરો : ગ્રંથકાર આગળ વધતાં કહે છેઃ “શાસનોનેતિવરણમ્' દશા જ્યારે તમારું જીવન શ્રાવકજીવન બનશે ત્યારે તમે જિનશાસનની ઉન્નતિ કરી શકશો. શ્રાવક-શ્રાવિકા જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર હોય છે. તેઓ જિનશાસનને યથાર્થ રૂપે સમજે છે અને ઉન્નતિના ઉપાયો પણ જાણે છે. તમે લોકો "જિનશાસન”નો અર્થ જાણો છો ને ? સભામાંથી અમે તો “જિનશાસનની જય' બોલાવવાનું જાણીએ છીએ. વધારે કશું જાણતા નથી. મહારાજશ્રી એથી તો મોટો અનર્થ થઈ રહ્યો છે. મનમાન્યા અર્થ કરવાથી સંઘ અને સમાજને નુકસાન થઈ રહ્યું છે. "જિનશાસનનો અર્થ ટીકાકાર આચાદિવે બહુ જ માર્મિક બતાવ્યો છે. જિનશાસનમુત્ર નિવિદેશોભાવવિíવનમાર Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૯૩ ઉત્પબિનનિતિવન 1 જિનશાસન એટલે જિનવચન. સર્વજ્ઞ શાસને એટલે સર્વજ્ઞનાં વચન. તમારે લોકોએ જિનવચનોની સ્તુતિ કરવાની છે. એટલે કે દુનિયાના લોકોને જિનવચન શ્રેષ્ઠ લાગે, પ્રિય લાગે. એવા ઉપાયો કરવાના છે. એટલા માટે સૌ પ્રથમ પોતાની જાતને સુધારવી પડશે. જિનવચનની મહાનતા - ગ્રંથકારનું એ કહેવું છે કે જેવું જિનવચન છે તેવું-તેને અનુસાર તમારું જીવન બનાવો. જિનવચન અનુસાર તમારું જીવન જોઈને દુનિયાના લોકો તમારાથી પ્રભાવિત થશે. જિનવચન પ્રત્યે આકર્ષિત થશે. શ્રાવક-શ્રાવિકાઓએ એ રીતે જીવન જીવવાનું છે. જિનવચન હેય અને ઉપાદેયનો વિવેક સમજાવે છે. જે રીતે સૂર્યનો પ્રકાશ જે વસ્તુ જેવી હોય છે તેવી જ બતાવે છે ને ? એ રીતે જિનવચન હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય બતાવે છે. છોડવા યોગ્ય હોય છે તે હેય કહેવાય છે. સ્વીકારગ્રહણ કરવા યોગ્ય હોય છે તેને ઉપાદેય કહે છે. જિનાગમોમાં આ તમામ વાતો બતાવવામાં આવી છે. જો તમારે જિનશાસનની ઉન્નતિ કરવી હોય તો આ બધી વાતો જાણવી પડશે. એટલું જ નહીં, જે છોડવા યોગ્ય હોય, તે છોડવી પડશે અને સ્વીકારવા યોગ્ય છે તેનો સ્વીકાર કરવો પડશે. તમે તમારી શક્તિ અને ભાવના અનુસાર આ કામ કરી શકો છો. જેનાથી તમારો આત્મા પાપકર્મો બાંધે છે. તે બધું છોડવા યોગ્ય છે. જેનાથી તમારો આત્મા પુણ્યકર્મ બાંધે છે. તે સર્વ સ્વીકારવા યોગ્ય છે. જેના દ્વારા કર્મોની નિર્જરા થાય છે તે સર્વ સ્વીકાર્ય હોય છે. સમજો, છોડો અને સ્વીકારો : પ્રથમ વાત છે સમજવાની. જ્યાં સુધી જિનવચનોને સમજશો નહીં, ત્યાં સુધી ઊલટી વાત ચાલતી રહેશે. હેયનો સ્વીકાર કરતા રહેશો અને ઉપાદેયનો ત્યાગ કરતા રહેશો ! આજથી આશરે ૨૫ વર્ષ પૂર્વે ગુજરાતની સરદાર યુનિવર્સિટીમાં હું પ્રવચન આપવા ગયો હતો. એક કૉલેજમાં પ્રવચન આપતાં મેં કેટલીક હેય-ઉપાદેયની વાતો કરી. પ્રવચન પછી કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મારી પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં : "અમે આ બધી વાતો જાણતાં જ ન હતાં! આજે અમને ખબર પડી કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ! કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને કેવી કેવી ન કરવી જોઈએ.” પછી તેમણે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા; મેં એ પ્રશ્નોનો Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રાવકજીવન સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પરિણામ રૂપે એ લોકોએ ઘણી ખોટી પ્રવૃત્તિઓ છોડી દીધી હતી. જાણ્યા વગર કેવી રીતે છોડી શકો? જાણ્યા વગર સ્વીકાર પણ કેવી રીતે કરી શકો? એટલા માટે કહું છું કે પ્રતિદિન જિનવચન સાંભળતા રહો. જ્યાં જ્યાં સુચારુ રૂપે જિનવચનોનો અનુવાદ થતો હોય, જિનવચનોનું પ્રવચન થતું હોય, ત્યાં જઈને સાંભળતા રહો. તમે જિનવચનોને જાણશો અને તે અનુસાર જીવન બનાવશો, તો અવશ્ય દુનિયા જિનવચનોની પ્રશંસા કરશે ! આ છે જિનશાસનની ઉન્નતિ ! આ સૂત્રની ટીકામાં આચાર્યશ્રીએ સાત ઉપાયો બતાવ્યા છે જિનશાસનની ઉન્નતિ માટે. પહેલાં હું એ સાત ઉપાયોનાં નામ બતાવીશ. પછી એક-એક કરીને એ ઉપાયોને સ્પષ્ટતાથી સમજાવીશ. ૧. સમ્યક્ ન્યાયપૂર્ણ વ્યવહાર. ૨. લોકોનો યથોચિત વિનય.. ૩. દીન અને અનાથોનો ઉદ્ધાર. ૪. સુવિહિત સાધુપુરુષોને પુરસ્કાર. પ. પરિશુદ્ધ શીલપાલન. ૬. જિનમંદિરનું નિર્માણ અને ૭. વિવિધ મહોત્સવોનું આયોજન. આ સાત ઉપાયો છે. કેટલા સારા ઉપાયો છે ? ક્રમ પણ કેટલો ચડિયાતો છે ? જિનશાસનની ઉન્નતિ, જિનશાસનની પ્રભાવના - આવા ઉપાયોથી કરવી જોઈએ. સૌ પ્રથમ તો તમારે લોકોએ તમારો વ્યવહાર સુધારવો પડશે. સમ્યગૂ ન્યાયપૂર્ણ વ્યવહાર : લોકો સાથે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ હોવો જોઈએ. પૈસાની લેણદેણમાં, વસ્તુ લેવા-દેવામાં ખૂબ ન્યાયપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. પરસ્પરના સંબંધોમાં પણ તમારો વ્યવહાર સુચારુ હોવો જોઈએ. વ્યવહારમાર્ગની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. જો ઉપેક્ષા કરશો, અન્યાયપૂર્ણ વ્યવહાર કરશો, તો જિનશાસનની ઉન્નતિને બદલે અવનતિ કરનારા બનશો. જિનશાસનની નિંદામાં તમે નિમિત્ત બનશો. ' લોકો તમને “જૈન”, ”શ્રાવક”ના રૂપમાં જાણે છે, ઓળખે છે. તમારો અન્યાયપૂર્ણ વ્યવહાર ”જેન”નો, "શ્રાવક”નો અન્યાયપૂર્ણ વ્યવહાર બની જશે. દુનિયાના લોકો Page #201 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૯૫ કહેશે જેને લોકો બેઈમાન હોય છે.” આગળ વધીને કહેશેઃ "શું જૈનધર્મ માત્ર ત્યાગ - તપશ્ચર્યાનો જ ધર્મ છે? ન્યાય-નીતિ અને ઈમાનદારીનો ઉપદેશ જૈનધર્મી નથી આપતો ?” સભામાંથી એવી વાતો તો થતી રહે છે. મહારાજશ્રી છતાં પણ તમે જોરજોરથી બોલી ઊઠો છો “વીને ગતિ શાસન ” સમજતા કશું નથી. માત્ર બોલતા રહો છો. તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ હોવો જોઈએ. કોઈની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર ન કરવો જોઈએ. ન્યાય અને અન્યાયનો ભેદ કરવાની તમારામાં બુદ્ધિ હોવી જોઈએ. જો એવી બુદ્ધિ ન હોય તો બુદ્ધિમાન પુરુષોની સલાહ લેવી જોઈએ. કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત બતાવું છું. જિનશાસનની ઉન્નતિના કેટલાક ઉપાયો : એક શ્રાવકના ઘરમાં એક નોકર ૧૦-૧૫ વર્ષથી કામ કરતો હતો. નોકરનો પરિવાર હતો; પત્ની હતી, ત્રણ બાળકો હતાં. એક દિવસ અચાનક નોકરનું મૃત્યુ થઈ ગયું. શેઠની પાસે નોકરના ૫ હજાર રૂપિયા જમા હતા. નોકરની પત્ની યા બાળકોને આ વાતની ખબર ન હતી. શેઠ પણ જાણતા હતા કે નોકરની પત્નીને આ ખબર નથી કે તેમના ૫ હજાર રૂપિયા શેઠ પાસે જમા છે. શેઠ, નોકરના મૃત્યુ પછી બીજે જ દિવસે એને ઘેર ગયા અને નોકરની પત્નીને અને બાળકોને આશ્વાસન આપ્યું અને કહ્યું : "તમારા પાંચ હજાર રૂપિયા મારી પાસે હતા તે લઈને આવ્યો છે.” પાકીટમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને નોકરની પત્નીની સામે મૂકી દીધા! નોકરની પત્ની ભાવવિભોર થઈ ગઈ. શેઠના ચરણોમાં માથું મૂકીને કહ્યું : " શેઠસાહેબ, અમે જિંદગીભર તમારી જ નોકરી કરીશું. તમારો ઉપકાર કદીય નહીં ભૂલીએ.” સ્ત્રીએ આ વાત પોતાના સ્નેહી, સ્વજનોને કહી, તેમણે બીજા લોકોને કહી. શેઠની અને જૈનધર્મની પ્રશંસા થઈ. આ થઈ જિનશાસનની ઉન્નતિ. બીજી ઘટના છે એક જૈન ડૉકટરની. એક ભાડાના મકાનમાં ડૉકટરનું દવાખાનું હતું. અંદાજે ૪૦ વર્ષ સુધી ડૉકટર ત્યાં જ કાર્ય કરતા રહ્યા. ઉંમર ૭૦ વર્ષની થઈ ગઈ હતી. તેમણે દવાખાનું બંધ કરી દીધું; તે નિવૃત્ત થઈ ગયા. બે દિવસ પછી તેઓ મકાનમાલિક પાસે ગયા અને મકાનની ચાવી સોંપી દીધી કહ્યું: "દવાખાનું બંધ કરી દીધું છે એટલે મકાન આપને સોંપી દેવું જોઈએ.” મકાનમાલિક સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું : “પરંતુ આપે એક પૈસો લીધા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રાવકજીવન સિવાય.....' ડૉકટર હસ્યા અને બોલ્યા “જ્યારે તમે મને મકાન આપ્યું હતું ત્યારે એક પૈસો પણ લીધો ન હતો, પછી મકાન પરત કરતી વખતે મારે પૈસા ન લેવા જોઈએ, મારો ધર્મ મને આ શીખવે છે.” જ્યારે મકાન વેચાયું તો ૧૮ લાખ રૂપિયા મળ્યા. ડૉકટરે ઇચ્છર્યું હોત તો ૧૨ લાખ રૂપિયા પોતાને મળત અને ૬ લાખ રૂપિયા માલિકને ! મુંબઈ છે ને ! પરંતુ ડૉકટરનો વિચાર ન્યાયયુક્ત હતો. તેમના ન્યાયપૂર્વકના વ્યવહારથી તેઓ ખૂબ જ પ્રશંસા પામ્યા. આ થઈ જિનશાસનની ઉન્નતિ. ત્રીજી ઘટના છે મારી પોતાની. ગુજરાતના એક નાના શહેરમાં અમે રોકાયા હતા. એક દિવસ સ્થાનિક હાઈસ્કૂલના હેડમાસ્તર પોતાના ૫ સાથીશિક્ષકો સાથે મારી પાસે આવ્યા અને વિનયથી બોલ્યા : "અમારી વિનંતી છે કે આપ “ગીતા જયન્તી' પ્રસંગે અમારી સ્કૂલમાં પધારો અને ગીતા ઉપર પ્રવચન આપો.” મેં તેમની વિનંતી સહર્ષ સ્વીકારી લીધી અને હાઈસ્કૂલમાં ગયો. “ગીતા” ઉપર અનેકાન્ત દ્રષ્ટિથી પ્રવચન આપ્યું. ત્યાંના હેડમાસ્તરે ગીતા' લઈને એમ.એ. કર્યું હતું. તેઓ તો એટલા ખુશ થયા કે તે દિવસે રાત્રે તે મારી પાસે આવ્યા અને ગીતાના વિષયમાં મારાં દ્રષ્ટિબિંદુઓથી ખૂબ પ્રભાવિત થઈને ગયા. આખા ગામમાં જૈનધર્મની પ્રશંસા ફેલાઈ ગઈ." જૈન મુનિએ ગીતા ઉપર પ્રવચન આપ્યું. ગીતા ઉપર ઘણી વિચારણીય બાબતો બતાવી.” જૈનધર્મની, જૈનશાસનની ઉન્નતિ થઈ. ન્યાયપૂર્ણ વ્યવહારના પાલન માટે તમારી પાસે જ્ઞાનવૃષ્ટિ જોઈએ. ઉદાર અને ઉદાત્ત દ્રષ્ટિ જોઈએ. મૂળમાર્ગ અને અપવાદ માર્ગનું જ્ઞાન જોઈએ. જ્ઞાન નથી હોતું. તો કોઈ વાર વ્યવહારમાર્ગમાં ક્ષતિ થઈ જાય છે. આવી એક ઘટના મને યાદ આવે ગુજરાતના એક નાનકડા શહેરમાં અમારું ચાતુર્માસ હતું. એક દિવસ બપોરે સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે - “આજે સવારે ગામના મુખ્ય નાગરિકોની મિટિંગ હતી. અત્યારે હાઈસ્કૂલનું જે મકાન છે તે નાનું પડતું જાય છે. બીજા આઠ નવા ઓરડા બાંધવાનો નિર્ણય થયો. નિર્ણય એ પ્રકારનો થયો કે બે ઓરડા જૈનસમાજ બંધાવે, બે ઓરડા બ્રાહ્મણસમાજ બંધાવે. બે પટેલ અને બાકીના અન્ય જ્ઞાતિઓ બંધાવે. મેં દુકાને આવીને આપણા સમાજના પ-૭ આગેવાનોને બોલાવીને યોજના બતાવી, તો એક ભાઈ બોલ્યા : "હાઈસ્કૂલમાં વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવે છે, તે પાપશિક્ષણ છે. ત્યાં આપણે ઓરડા બંધાવી ન શકીએ.” અમે બધા વિચારમાં પડી ગયા, હવે કરવું શું? ગામમાં રહેવું છે. આપણાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૯૭ બાળકોને પણ ત્યાં જ ભણવા મોકલવાં છે. જો ઓરડા ન બંધાવીએ તો પટેલ વગેરે જ્ઞાતિઓ સાથે સંબંધો બગડી જાય છે. શું કરવું જોઈએ ? આપની પાસે એટલા માટે આવ્યો છું, આપ માર્ગદર્શન આપવાની કૃપા કરો. મેં કહ્યું: ‘તમે સંઘની મિટિંગ મારી હાજરીમાં બોલાવો. મિટિંગમાં હું જ માર્ગદર્શન આપીશ. જેને જે કંઈ પૂછવું હશે તે પૂછી શકશે. હું જવાબ આપીશ.' સંઘપ્રમુખે મિટિંગ બોલાવી. મેં કહ્યુંઃ ભગવાનની આજ્ઞા છે કે લોકવિરુદ્ધ કાર્યો ન કરવાં જોઈએ. જેનાથી બહુજનસમાજ નારાજ થાય એવાં કાર્યો ન કરવાં જોઈએ. તમે લોકો ગૃહસ્થ છો. તમારા બાળકોને વ્યાવહારિક શિક્ષણ આપવું અનિવાર્ય છે. હાઈસ્કૂલનું કામ પૂરા નગરનું કામ છે. તમારે નગરની સાથે રહેવું જોઈએ. જો તમે અલિપ્ત રહેશો અને નગરજનો ભેગા મળીને પ્રસ્તાવ પસાર કરશે કે “જેનસમાજનાં બાળકોને હાઈસ્કૂલમાં પ્રવેશ ન આપવો” ત્યારે તમે શું કરશો ? એટલા માટે ન્યાયપૂર્ણ વ્યવહારનું અનુસરણ કરો. જો તમે બે યા ચાર ઓરડા બંધાવી દેશો તો ધમવિરુદ્ધ કામ નથી. વધારે બંધાવશો તો જિનશાસનની શાન વધશે. ત્યાં જ બેને બદલે ચાર ઓરડા બંધાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. હાઈસ્કૂલના કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી. તે લોકો ખૂબ પ્રસન્ન થયા. નગરમાં જનસંઘની પ્રશંસા થઈ. આ થયો જિનશાસનનો જય-જયકાર ! બૂમો પાડવાથી જય-જયકાર નથી થતો. ન્યાયપૂર્વક વ્યવહારમાર્ગનું અનુસરણ કરવાથી જય-જયકાર થાય છે. ધર્મના સિદ્ધાંતોને અનેકાન્ત વૃષ્ટિથી સમજવાની આવશ્યકતા છે. તમારી વૃષ્ટિને, સમજદારીને સમ્યગુ બનાવી દો અને જ્ઞાની પુરુષોનું માર્ગદર્શન લેતા રહો. જિનશાસનની ઉન્નતિ થતી રહેશે. આપણાં સૌનું કર્તવ્ય છે કે આપણે જિનશાસનની ઉન્નતિમાં આપણો યોગ-સહયોગ આપીએ. પારિવારિક જીવનમાં કેવો વ્યવહાર કરો છો ?? જે પ્રકારે બીજા લોકો સાથે બીજા સમાજો સાથે ન્યાયપૂર્વકનો વ્યવહાર કરવાનો છે એ રીતે તમારા ઘરમાં સ્વજનો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનો છે. મેં કેટલીય જગાએ જોયું છે કે સમાજમાં ન્યાય-અન્યાયની વાતો કરનારા, ન્યાય માગનારા લોકો પોતાના ઘરમાં સ્વજનો સાથે અન્યાય જ કરે છે – અન્યાયપૂર્ણ વ્યવહાર કરે છે. - એક ભાઈ સાથે વાત થઈ હતી. તે પોતાની માતાના ભક્ત હતા. માતૃભક્ત થવું સારું છે. પરંતુ પત્નીને અન્યાય કરવો ખોટું છે. તેઓ સદાય માતાના પક્ષમાં ન્યાય કરતા હતા. પત્ની મૌન રહેતી હતી. એ અન્યાય સહન કરતી રહેતી હતી. પરંતુ ક્યાં સુધી અન્યાય સહન કરતી રહે? પતિ પત્નીની એક પણ વાત સાંભળવા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રાવકજીવન તૈયાર ન હતો. એક દિવસે પત્નીએ બળી મરીને આપઘાત કરી નાખ્યો. અન્યાયપૂર્ણ વ્યવહારનું આ દુષ્પરિણામ આવ્યું. આજુબાજુના અન્ય સમાજોમાં આ માતા-પુત્રની ઘોર નિંદા થઈ, જિનશાસનની મલિનતા દેખાઈ. – બીજી ઘટના સંભળાવું છું. બે ભાઈઓ સાથે રહેતા હતા. બે ભાઈઓની પત્નીઓ પણ આનંદથી સાથે રહેતી હતી. અચાનક નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી કેટલાક દિવસો પછી નાના ભાઈની પત્ની સાથે દુર્વ્યવહાર શરૂ થયો. ચાર-છ મહિના પછી એ વિધવા સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી, ન આપ્યો એનો ભાગ. ન આપ્યા એના દાગીના કે ન આપી એની નાની બાળકી. બીજા મહોલ્લામાં એક નાનું માટીનું ઘર, એ વિધવાને આપવામાં આવ્યું. આખાય ગામમાં મોટા ભાઈ અને તેની પત્નીની ભયંકર નિંદા થવા લાગી. એ બંને જણાં દેરાસર જનાર હતાં; એટલા માટે ધર્મની પણ નિંદા થવા લાગી. સભામાંથી ઃ એ વિધવાનું શું થયું? મહારાજશ્રી તેણે અપૂર્વ સમતા રાખી. ન કદી જેઠની નિંદા કરી, ન જેઠાણીની. એ તો એક જ વાત કહેતી હતી : “મેંપૂર્વ જન્મમાં પાપ કર્યો હશે. સમતાથી ભોગવી લઈશ, તો આગામી જન્મોમાં આવાં દુઃખ નહીં આવે. વધારે પ્રમાણમાં તપશ્ચર્યામય જીવન વ્યતીત કર્યું અને યુવાવસ્થામાં જ મરી ગઈ. લોકોએ એનાં જેઠ-જેઠાણીની ઘોર નિંદા કરી. જૈનશાસનની શાન ના રહી. યાદ રાખો, તમારી ઉપર બેવડી જવાબદારી છે. તમારા આત્માની અને તમારા ધર્મની. આત્મા પાપકર્મોથી બંધાય નહીં અને તમારા નિમિત્તે ધર્મની નિંદા ન થાય. એ બે વાતોની સાવધાની રાખવાની છે. એવો એક પણ દુર્વ્યવહાર ન થવો જોઈએ કે જેથી જિનશાસનની નિંદા થાય. આનાથી વિપરીત ત્રીજી ઘટના સંભળાવું છું. આજકાલની સાચી ઘટનાઓ એટલા માટે બતાવું છું કે તમારા લોકોનાં દિમાગ સુધરે અને તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ બને. રાજસ્થાનની આ વાત છે. સારા સંસ્કારી પરિવારની એક છોકરી હતી. એનાં લગ્ન એવા પુરુષ સાથે થયાં કે જેની પત્ની મરી ગઈ હતી. મૃત પત્નીનાં બે બાળકો હતાં. સગાંસંબંધી અંદર-અંદર વાતો કરતાં હતાં કે "બિચારાં ફૂલ જેવાં બે બાળકો દુઃખી થઈ જશે. તેમની સાવકી માતા ખૂબ દુઃખ આપશે. શું થાય? લગ્ન ન કરે તો બાળકોની સંભાળ કોણ રાખે ?” વગેરે વાતો થતી હતી. ઘરની આસપાસનાં માણસો બાળકોને પોતાને ઘેર બોલાવીને પૂછતાં હતાં : "તમારી મા સારું ખાવાનું આપે છે ને ? તમારી માં તમને મારતી તો નથી ને ? તમારી માં તમને સારાં કપડાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૧૯૯ પહેરવા આપે છે ને ?" બાળકો એક જ ઉત્તર આપતાં હતાં - "અમારી માં ખૂબ સારી છે. અમને ખૂબ પ્યાર કરે છે. અમારી સારી સંભાળ રાખે છે.” બાળકોના પિતાએ એક દિવસે કહ્યું: "મહારાજસાહેબ, મારા માથા ઉપરથી હિમાલય જેવડો ભાર ઊતરી ગયો. બીજું લગ્ન કરતા તો કરી લીધું પણ બાળકોની ચિંતા મને સતાવતી હતી, પરંતુ આ સ્ત્રીએ અદ્દભુત કર્યું. બાળકો પોતાની જન્મ આપનારી માતાને ભૂલી ગયાં છે! એટલો પ્યાર એમને સાવકી માતા તરફથી મળે છે. શું એ બાળકોનો પુણ્યોદય કે મારો પુણ્યોદય ?" મેં કહ્યું: ‘તમારી બીજી પત્નીની ન્યાયપૂર્ણ વ્યાવહારિકતાનો આ પ્રભાવ છે. એની સાચી ધાર્મિકતાનું આ ફળ છે. તમારો અને બાળકોનો પુણ્યોદય તો છે જ, કારણ કે તમને આવી વ્યવહારદક્ષ પત્ની મળી અને બાળકોને પ્યારભરી માતા મળી.” - એ પુરુષે કહ્યું : “અમારાં સગાંસંબંધી અને મિત્રમંડળ, આસપાસના લોકો - બધા આ સ્ત્રીની પ્રશંસા કરે છે.” એ તો એક જ વાત કરે છે : “આ બધું મારા જિનધર્મનો પ્રતાપ છે. મને આ ધર્મ ન મળ્યો હોત તો હું પણ બીજી સાવકી માતાઓ જેવી જ હોત.' જિનશાસનની પ્રશંસા આ રીતે થાય છે. લોકોના દયમાં જિનધર્મની સ્થાપના આ રીતે થાય છે. ન્યાયપૂર્ણ વ્યવહારનું પાલન ખૂબ આવશ્યક છે. એનાથી તમારી યશ-કીતિ વધશે જ. જિનશાસનની પણ અપૂર્ણ પ્રશંસા થતી રહેશે. હા, તમને પોતાને સ્વયંની યશ-કીર્તિની ચાહના ન હોય તો જુદી વાત છે. જિનશાસનની કીતિ વધારવા માટે તમારે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો આવશ્યક છે. એનાથી તમારું પારિવારિક જીવન સુધરી જશે. પરિવારનો પરસ્પર પ્રેમ વધશે અને ધર્મપુરુષાર્થમાં પણ પ્રગતિ થશે. રાજ્યની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર : જેવી રીતે તમારે ઘરમાં રહેવાનું છે તેમ સમાજમાં પણ રહેવાનું છે. એ રીતે રાજ્યમાં પણ રહેવાનું છે. વ્યવહાર સૌની સાથે કરવો જ પડે છે. રાજ્યની સાથે પણ વ્યવહાર કરવો પડે છે. તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ હોવો જોઈએ. રાજ્યની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર રાખવાથી તમે નિર્ભયતાથી, નિશ્ચિતતાથી જીવી શકો છો. અમદાવાદમાં એક રાજસ્થાની વેપારી પેઢી હતી. કદાચ આજે પણ છે. મેં સાંભળ્યું હતું કે ઈન્કમટેક્ષવાળા એ પેઢીનો હિસાબ જોતા ન હતા. એ પેઢી ન્યાયપૂર્વક ટેક્ષ ભરી દેતી હતી. કોઈ કોઈ વાર તો ચાર-પાંચ લાખ રૂપિયા ટેક્ષના ભરતી હતી. સરકારમાં પણ એ પેઢીની ઈજ્જત હતી. આજે શું સ્થિતિ છે એ હું Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જાણતો નથી. સભામાંથી : સરકાર સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર નથી કરી શકતા, કારણ કે સરકાર જ પ્રજા સાથે અન્યાય કરી રહી છે ! શ્રાવકજીવન મહારાજશ્રી : તમારી સાથે જે અન્યાય કરે છે, તેની સાથે તમે અન્યાય કરવો ઉચિત સમજશો, તો પછી તમે કોઈની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર નહીં કરી શકો. કોઈ તમારી સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરે, તો પણ તમારે એની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, અથવા વ્યવહાર જ ન કરવો જોઈએ. બીજી વાત એ છે કે રાજ્યની પાસે સત્તા છે, તમારી પાસે સત્તા નથી. પરિણામનો વિચાર કરવો. તમે અન્યાય કરતાં પકડાઈ જશો તો આપત્તિ આવશે, કષ્ટ પડશે. રાજ્યસત્તા અન્યાય પણ કરશે, તેને કશું થવાનું નથી. હા, અન્યાય સામે લડવાની શક્તિ હોય, કષ્ટ સહન કરવાની તૈયારી હોય, તો રાજ્યસત્તાની સામે સત્યાગ્રહ કરવો. પરંતુ અન્યાય કરવાથી તો તમારે કારાવાસમાં જવું જ પડશે. તમારી સાથે સાથે તમારા પરિવારને પણ કષ્ટ સહન કરવાં પડશે. એટલા માટે રાજ્યની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર ન કરો. ન્યાયથી વેપાર કરો ઃ વેપારમાં અન્યાય ન કરવો જોઈએ. અન્યાય ન કરવો જોઈએ, એટલે કે - વિશ્વાસઘાત ન કરવો. મિલાવટ ન કરવી. ચોરી ન કરવી. વેપારમાં પરસ્પર વ્યવહાર કરવો જ પડે છે. જો દૃઢ વિશ્વાસ સાથે આ ત્રણે વાતોનું પાલન કરશો તો તમારો વેપાર સારો ચાલશે, તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારું "લાભાન્તરાય" કર્મ તૂટશે. અન્યાય-અનીતિથી "લાભાન્તરાય" કર્મ બંધાય છે. આ "લાભાન્તરાય કર્મ” મનુષ્યને ખૂબ સતાવે છે. પ્રબળ પુરુષાર્થને પણ સફળ નથી થવા દેતું. મનુષ્યને વારંવાર નિષ્ફળ બનાવે છે. વેપારમાં ન્યાયપૂર્ણ વ્યવહાર કરવાથી તમારી કીર્તિ તો વધશે, સાથે સાથે જિનશાસનની પણ કીર્તિ વધશે. ગ્રંથકાર જિનશાસનની ઉન્નતિ કરવાની વાત જણાવે છે. દરેક શ્રાવકે જિનશાસનની ઉન્નતિ કરવાની છે. જિનશાસનની ઉન્નતિ કરવાથી મનુષ્ય "તીર્થંકર નામકર્મ" બાંધી લે છે. ટીકાકારે કહ્યું છે : Page #207 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૦૧ कर्तव्या चोन्नतिः सत्यां शकत्याविह नियोगतः । ગવષ્ય વારાં , તીર્થનામવર્ણન છે “તીર્થકર નામકર્મ બાંધવાનું આ અવંધ્ય કારણ છે. અવંધ્ય એટલે કે અવશ્ય તીર્થકર નામકર્મ બંધાય છે, જિનશાસનની ઉન્નતિ કરવાથી. એટલા માટે – જિનશાસનની પ્રશંસા થાય એવો ન્યાયપૂર્ણ વ્યવહાર કરતા રહો. – જિનધર્મની કીર્તિ વધે એવી ક્રિયાઓ કરતા રહો. – જિનવચન સર્વત્ર શ્રદ્ધેય બને એવા પ્રયત્નો કરતા રહો. - જિનશાસનનું ગૌરવ વધે એવાં કાર્યો કરતા રહો. સમગ્ર સંસારને સુખ અને શાન્તિ દેવાની શક્તિ જિનવચનોમાં છે. જે મનુષ્ય જિનવચનો પામશે, શ્રદ્ધાથી આત્મસાત્ કરશે તે પરમ શાંતિ અવશ્ય પામશે. એટલા માટે લોકોને જિનવચનો પ્રત્યે આકર્ષિત કરવાનું શુભ કાર્ય કરવું જ જોઈએ. બીજા ઉપાયો આગળ બતાવીશ. આજે, બસ આટલું જ. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪૧ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવી રહ્યા છે, શ્રાવકનાં દૈનિક કર્તવ્યો બતાવી રહ્યા છે. એ કર્તવ્યોમાં એક મુખ્ય કર્તવ્ય બતાવ્યું છેઃ શાસનોન્નતિરમ્ । એટલે કે જિનશાસનની ઉન્નતિ કરવી, જિનશાસન એટલે જિનવચન. પોતાના જીવનમાં જિનવચનોનું પાલન કરવું, જિનશાસનનું અનુસરણ કરવું, ઉચ્ચ કોટિના ભાવોથી પાલન કરવું. પાલન કરતાં કરતાં કોઈ વાર ઉત્કૃષ્ટ શુભ ભાવ આવી જાય, તો "તીર્થંકર નામકર્મ” બંધાઈ શકે છે. જે ઉત્કૃષ્ટ ભાવ ”તીર્થંકર નામકર્મ” બાંધવા માટે જોઈએ, એવા શુભ ભાવ કોઈક વાર જ આવી શકે છે. બધા જીવોને નથી આવતા. જેનો આત્મા ખૂબ ભારે કર્મોથી મુક્ત થાય છે અને વિશિષ્ટ યોગ્યતા-સંપન્ન થાય છે, એવો આત્મા જ તીર્થંક૨ નામકર્મ બાંધી શકે છે. મહત્ત્વપૂર્ણ વાત છે જીવનમાં જિનાજ્ઞાઓનું યથોચિત પાલન કરવાની. સૌથી પહેલી જિનાજ્ઞા, અહીં સમ્યગ્ ન્યાયપૂર્ણ વ્યવહારની વાત બતાવવામાં આવી છે. સમગ્ર જીવનવ્યવહારમાં પરિવર્તન ! કોઈ પણ જીવની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનો જ નહીં ! જીવનમાંથી અન્યાયને દૂર ધકેલી દેવો. ભલેને ગમે તેવો ભૌતિક લાભ હોય-તેનું પ્રયોજન સામે આવે, લલચાવું નહીં. ઉચિત વિનય કરતા રહો : બીજી જિનાજ્ઞા છે વિનય કરવાની. ઉચિત વિનય રાખવાનો છે. આપણી પૂજ્ય વ્યક્તિઓનો વિનય કરવાનો છે. ઉચિત સમયે વિનય કરવાનો છે. જે જે વ્યક્તિઓના આપણી ઉ૫૨ નાના-મોટા ઉપકાર છે, જેઓ વિશિષ્ટ ગુણોના ધારક છે, જેઓ પરિવારમાં, સમાજમાં, દેશમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એ સર્વેનો વિનય કરવાનો છે. સર્વ પ્રથમ માતા અને પિતાનો વિનય કરવાનો છે. કારણ કે જીવનનો પ્રારંભ તેમનાથી થાય છે. તેમની પાસેથી પ્યાર મળે છે, સુખ અને સુવિધાઓ મળે છે. તેઓ બાળકોની તમામ જવાબદારી સંભાળે છે, શારીરિક અને માનસિક વિકાસ માતાપિતા ઉપર નિર્ભર હોય છે. માતાપિતા જે ખવડાવે-પિવડાવે છે તે જ બાળકો ખાય-પીએ છે. માતાપિતા જ બાળકોના વિચારો ઘડે છે. તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ પણ માતાપિતા જ રાખે છે. બાળકોના શિક્ષણની વ્યવસ્થા પણ માતાપિતા જ કરે Page #209 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૨૦૩ છે. જે માતાપિતા આ બધું કરે છે, તેમનો વિનય બાળકોએ કરવો જ જોઈએ. વિનયના સંસ્કાર બચપણથી જ મળે છે, ત્યારે તે સંસ્કારો પાંગરે છે. અલબત્ત, માતાપિતાએ પણ એવો જીવનવ્યવહાર રાખવો જોઈએ કે બાળકોને વિનય રાખવાની ઇચ્છા જાગૃત થાય. જે માતાપિતા અધિક ક્રોધી હોય છે. વારંવાર ગંદા શબ્દો બોલે છે. બાળકોને મારે છે. વ્યસનોનું સેવન કરે છે. – દુરાચારી જીવન જીવે છે. બાળકો પ્રત્યે બેપરવાહી રાખે છે. - - - - ખરાબ વાતો કરે છે, ખરાબ સંસ્કાર આપે છે. એવાં માતાપિતાનો વિનય ન કરવો જોઈએ. ટીકાકાર આચાર્યશ્રીએ એટલા માટે જ યથોચિત શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘યથોચિત જનવિનયક૨ણ' કહ્યું છે. બધી ક્રિયામાં પણ ઔચિત્ય અપેક્ષિત હોય છે. ઔચિત્યનો બોધ થવો જરૂરી છે ઃ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને કાળની અપેક્ષાએ ઔચિત્ય-બોધ થવો જોઈએ. કેટલાક લોકોને સહજ રૂપે બોધ થાય છે, કેટલાક લોકોને બોધ કરાવવો પડે છે. એક નાના છોકરાએ મને કહ્યું ઃ ”મારા પિતાજી કહે છે મારાં ચરણોમાં પ્રણામ ન કરવા. મેં પ્રતિજ્ઞા લીધી છે કે પ્રતિદિન માતાપિતાનાં ચરણોમાં પ્રણામ કરવા. હવે હું શું કરું ?” મેં એ બાળકને પૂછ્યું : "તું જ્યારે પ્રણામ કરવા ગયો ત્યારે તારા પિતા શું કરતા હતા ?” બાળકે કહ્યું "તેઓ સૂઈ રહ્યા હતા.” જેવો મેં પગે સ્પર્શ કર્યો, તેઓ ગુસ્સાથી બોલ્યા, “મારા પગને સ્પર્શ કરીશ નહીં !' બાળક એટલું જ જાણતો હતો કે પિતાને પાયવંદન કરવાં જોઈએ; પરંતુ ક્યારે પાયવંદન કરવાં, કયા સમયે કરવાં, એ જ્ઞાન એને ન હતું. પિતાની નિદ્રા બગડવાથી સ્વભાવ બગડ્યો અને કહ્યું કે “મારા પગને વંદન-સ્પર્શ કરવો નહીં.' અમારી સાથે પણ કોઈ કોઈ વાર લોકો અનુચિત વિનય કરે છે ! જ્યારે અમે ચાલીએ છીએ ત્યારે ભોળા લોકો - ભક્તો અચાનક સામે આવીને પગ પકડી લે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રાવકજીવન છે ! અચાનક અટકી જવું પડે છે. સંતુલન ન રહે તો રસ્તા ઉપર પડી જવાય ! – ઘણી વાર શોભાયાત્રાઓમાં પણ લોકો આવો અવિનય કરે છે. કરવા જતા હોય છે વિનય, પણ થઈ જાય છે અવિનય. જ્યારે અમે ચાલીએ છીએ ત્યારે લોકો પગ દબાવવા લાગે છે. આ રીતે રસ્તામાં પગ દબાવવા અનુચિત છે. – કેટલાક લોકો પ્રવચન પૂરું થતાં ઝડપથી અમારી પાસે આવે છે અને બે હાથે પગ દબાવવા લાગે છે. આ ઉચિત વિનય નથી. માત્ર ચરણસ્પર્શ જ કરવો જોઈએ, એ ઉચિત વિનય છે. કોઈ કોઈ વાર અમે સ્વાધ્યાય-નિમગ્ન હોઈએ છીએ, તે સમયે કેટલાક લોકો આવીને જોરશોરથી ચંદનનાં સૂત્ર બોલીને વંદન કરે છે ! અમારી ધ્યાનધારા તૂટી જાય છે ! વંદન કરવું એ વિનય છે, પરંતુ અયોગ્ય સમયે વંદન કરવું એ અવિનય છે. - ઔચિત્યનો બોધ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે, એટલા માટે તેઓ યોગ્ય રીતે વંદન કરી શકતા નથી. અમારે ત્યાં તો સાધુ-સાધ્વીઓને વિનયનું શિક્ષણ આપવામાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરે પોતાની અંતિમ દેશનામાં સર્વ પ્રથમ "વિનય”નો જ ઉપદેશ આપ્યો હતો. "ઉત્તરાધ્યયનસૂત્રમાં પહેલો અધ્યાય ‘વિનય'નો આપવામાં આવ્યો છે. વિનયમાં વિવેક અને નમ્રતા હોવાં અતિ આવશ્યક છે. નમ્રતા વગર વિનય નહીં : નમ્રતા વિનયની આધારશિલા છે. નમ્રતા હશે તો જ વિનય કરી શકશો, અને વિનય જ બાકીના ગુણોનો આધાર છે. ભગવાન ઉમાસ્વાતીજીએ કહ્યું છે : विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः એટલા માટે મૃદુતા-નમ્રતા તમારા હૃદયમાં અવશ્ય જોઈએ. હ્દયની મૃદુતાકોમળતા પારિવારિક જીવનમાં પણ આવશ્યક છે. તમારું હૃદય મૃદુ-કોમળ હશે તો તમારામાં બીજાં માટે સહાનુભૂતિ રહેશે, બીજાં સાથે પ્રેમથી વાત ક૨શો, બીજાંની અવસરે પ્રશંસા પણ કરશો. નમ્રતા કહો, મૃદુતા કહો યા કોમળતા કહો, દરેક મનુષ્ય માટે તે આવશ્યક છે. દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેની સાથે બધા નમ્રતાથી વાત કરે, મૃદુતાથી વ્યવહાર કરે, અને તેના મુખ ઉપર કોમળતા ઉપસી આવે. માતાપિતા અને વડીલોને આજે હું કહું છું કે તમે તમારો વ્યવહાર એવો રાખો કે સંતાનો સહજતાથી વિનય કરે. તમે તમારા વ્યક્તિત્વને એવું બનાવો કે તમારાં Page #211 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૦૫ સંતાનો આપોઆપ તમારો આદર કરે. બાળકોનો પ્રેમ, આદર અને સમર્પિતતા પામવી તમારે માટે અતિ આવશ્યક છે. જો તમે એ વાતને ગંભીરતાથી નહીં વિચારો તો તમારે ભવિષ્યમાં કડવાં પરિણામો જોવાં પડશે. પરિવારને સંયુક્ત રાખવો હોય, વિભક્ત થવા દેવો ન હોય, તો તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો વિચારવી રહી. પરિવારને અખંડ રાખવાના ઉપાયો : મોક્ષની આરાધનામાં, ધર્મનો પુરુષાર્થ કરવામાં સંયુક્ત પરિવારનું મહત્ત્વ છે. માનસિક સ્વાથ્ય ટકાવી રાખવા માટે પણ સંયુક્ત પરિવાર હોવો આવશ્યક છે. જો કે કેટલાક લોકોને સંયુક્ત પરિવારમાં રહેવું પસંદ નથી હોતું, પરંતુ અલગ થયા પછી અનુભવે છે કે સંયુક્ત પરિવારમાં રહ્યા હોત તો સારું હતું. અમેરિકા જેવા દેશમાં કે જ્યાં સંયુક્ત પરિવારની સંસ્કૃતિ નથી ત્યાં પણ આ વિષય ઉપર શોધ-અનુસંધાન થવા લાગ્યાં છે-અધ્યયન થવા લાગ્યાં છે. અમેરિકામાં હમણાં જ એક સંસ્થા અસ્તિત્વમાં આવી છે - "ફેમિલી સ્ટેટ્સ રિસર્ચ પ્રોજેક્ટ" એટલે કે પરિવાર દ્રઢતા અનુસંધાન પરિયોજના.” આ પ્રોજેક્ટના સંચાલક નિકસ્ટિનેટ અને જોન ડિફેને અમેરિકાના ૨૫ રાજ્યોના ૪૮ છાપાઓમાં એક સંક્ષિપ્ત સૂચના પ્રકાશિત કરાવી : "જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો કૃપયા અમારો સંપર્ક સાધો. પરિવાર કેમ તૂટે છે એ વિશે તો અમે ઘણું બધું જાણીએ છીએ, પરંતુ અમારે તો એ વિશે અધિક જાણકારી મેળવવી છે કે પરિવાર અતૂટ કેવી રીતે રહે છે !” આ અધ્યયનમાં ૩૦૦૦થી અધિક પરિવારોએ ભાગ લીધો. આ અધ્યયનથી એક આશ્ચર્યજનક તથ્ય પ્રકટ થયું. ઘણા બધા પરિવારોએ છ મહત્ત્વપૂર્ણ રહસ્યોનો ઉલ્લેખ કર્યો છે, જે કોઈ પણ પરિવારને અતૂટ અને સુદ્રઢ બનાવે છે. એ છે રહસ્યો સંક્ષેપમાં જણાવું છું ૧. પહેલી વાત તો એ છે કે પરિવારના સભ્યો એકબીજાના કલ્યાણ અને સુખની ભાવનાવાળા હોવા જોઈએ. એકબીજા પ્રત્યે સમર્પિત હોવા જોઈએ. એમાં પણ એક મહત્ત્વપૂર્ણ વાત છે યૌનસંબંધી-યૌનસંબંધોમાં એકનિષ્ઠતા હોવી જોઈએ. વિવાહ સિવાયના યૌનસંબંધ ન હોવા જોઈએ. એવા સંબંધથી તમારી પત્નીના આત્મગૌરવને ભયંકર ઠેસ વાગશે. પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી જાય છે. બીજી અગત્યની વાત છે કામની વ્યસ્તતા. માતાપિતાએ પોતાનાં કાર્યોમાં એટલાં વ્યસ્ત ન રહેવું જોઈએ કે જેથી તેઓ પોતાનાં સંતાનો સાથે પ્રેમથી વાત પણ ન કરી શકે. એક સુશિક્ષિત અમેરિકન પિતાએ કહ્યું છે: "હું મારા પુત્રો માટે સારો પિતા હોઉં તો એવી સંભાવના રહે કે તેઓ પણ સારા પિતા બને. એક દિવસે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રાવકજીવન જ્યારે હું નહીં હોઉં ત્યારે પણ મારા પૌત્ર અથવા પ્રપૌત્ર પાસે એક સારો પિતા હશે, કારણ કે હું એક સારો પિતા હતો !” એવા પિતાનો વિનય કરવા શું બાળકોને ઉપદેશ આપવો પડશે? ના, તેઓ સ્વયં જ પિતાને સમર્પિત બની જશે. ૨. બીજું રહસ્ય છે. પરિવારના સભ્યો સાથે ઊઠવું, બેસવું અને સાથે સાથે જ બધું કરવું. અંદાજે ૧૫૦૦ બાળકોને પૂછવામાં આવ્યું કે "તમારા વિચારમાં સુખી પરિવારનો આધાર શું છે?” તો તેમણે ધનસંપત્તિ, કાર યા બંગલાનું નામ ન દીધું, તેમનો જવાબ હતો સાથે સાથે બધું કરવું.” અતૂટ પરિવારના સભ્યોમાં સહમતિ હોય છે. તેઓ મોટા ભાગનો સમય સાથે જ વિતાવે છે. સાથે જ કામ કરે છે, સાથે રમે છે, ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લે છે અને સાથે જ ભોજન કરે છે. સાથે સાથે જે સમય વિતાવવામાં આવે તે સમય પયપ્તિ હોવો જોઈએ અને સારો પણ હોવો જોઈએ. કેવળ કેટલીક મિનિટો જ સાથે વિતાવવાનો કોઈ અર્થ નથી અને મુખ બગાડીને પણ સાથે રહેવાનો કોઈ અર્થ નથી - તે કશું મહત્ત્વ ધરાવતો નથી.” ૩. ત્રીજું રહસ્ય છેઃ પરસ્પરની પ્રશંસા કરવી. બીજાંની પ્રશંસા પામવાની અનુભૂતિ, માનવીય આવશ્યકતાઓમાંની એક પ્રાથમિક આવશ્યકતા છે. એક માતાએ લખ્યું છેઃ "દરેક રાતે અમે પતિ-પત્ની, બાળકોના સૂવાના ઓરડામાં જઈએ છીએ અને દરેકને ગળે લગાવીએ છીએ, ચૂમીએ છીએ, પછી કહીએ છીએ - "તમે સાચે જ સારાં બાળકો છો. અમે તમને ખૂબ ચાહીએ છીએ.” કહો, આવાં માતાપિતાનો વિનય બાળકો કરશે કે નહીં કરે? અવશ્ય કરશે. એક દંપતીએ બતાવ્યું કે અમે એક એવા યુગલના પરિચયમાં આવ્યાં કે જે કૂર ભંગ કરવામાં આનંદ લેતું હતું - વિશેષ કરીને પરસ્પરમાં. અમે અનુભવ્યું જ ન હતું કે તેમનું એકબીજાના દોષો કાઢવાનું અને એકબીજાને નીચા દેખાડવાનું અમારા ઉપર કેટલો ખરાબ પ્રભાવ પાડી રહ્યું હતું. અમારો દૃષ્ટિકોણ પણ નકારાત્મક થતો ગયો. અમે નિશ્ચય કર્યો કે અમે એમની સાથે બેસવા-ઊઠવાનું બંધ કરી દઈશું. પહેલાં અમે નવા મિત્રો શોધ્યા. પછી અમે હકારાત્મક વાતો પર જોર દેવાનું શરૂ કર્યું. હવે જ્યારે મારા પતિ ઘેર આવે છે ત્યારે કહે છે: "આજે તો હું જોઉં છું કે તું દિવસભર બાળકો સાથે એકરૂપ છે તે વાળ પણ ઓળ્યા છે અને ખરીદી પણ કરી લીધી છે.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૨૦૭ મારા પતિ જે કામ મેં ન કર્યું હોય તેની વાત જ કાઢતા નથી ! અને કોઈ વાર મારા પતિ એકાદ સોદો કર્યા વગર નિરાશ થઈને ઘેર આવે છે, તો હું તેમને યાદ અપાવું છું કે ”પાછળના સપ્તાહમાં તેમણે ત્રણ-ત્રણ સારા સોદા પતાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી ને !” હવે અમે, જે અમારી પાસે નથી તેની તરફ ન જોતાં જે અમારી પાસે છે તેની તરફ જ જોઈએ છીએ. ૪. ચોથું રહસ્ય છે ઃ સ્વસ્થ અને સહજ સંવાદ. સ્વસ્થ અને સહજ સંવાદથી પરસ્પર પોતાપણાની ભાવના પાંગરે છે. મુશ્કેલીઓ-સંકટોની તાણ શિથિલ થઈ જાય છે. પરંતુ ઉત્તમ સંવાદ એકાએક સ્થાપિત થઈ જતો નથી. એ સ્થિતિએ પહોંચવામાં પૂરા સમયની અને અભ્યાસની આવશ્યકતા રહે છે. એક પિતાએ કહ્યું : "અમે સાધારણ વાતચીતમાં પણ વધારે સમય વિતાવીએ છીએ. કોઈ કોઈ વાર અમે એવાં મહત્ત્વપૂર્ણ પ્રકરણ, ભાવનાઓ તથા મૂલ્યો પામીએ છીએ કે જેમને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા હોય છે. જો મારો પુત્ર મારી સાથે કાર, ટેનિસ યા ક્રિકેટસંબંધી વાત કરી શકતો ન હોય, તો હું એની પાસે આશા કેવી રીતે રાખી શકું કે તે શાળામાં ફેલાયેલી નશાખોરીની બાબતમાં મારી સાથે વાત કરી શકશે ? સારા સંવાદનો અર્થ છે ગેરસમજો દૂર કરવી. એકબીજાની વાતોનો યોગ્ય અર્થ કાઢવામાં પરિવાર સતર્ક હોવો જોઈએ. ૫. પાંચમું રહસ્ય છે ઃ શુભ કામના. શુભ કામના એટલે બીજાં માટે સહભાગિતા, પ્રેમ અને સંવેદના. ઘરના કેટલાક સભ્યોની આંતરિક અભિલાષા ધર્મસ્થાનોની સદસ્યતાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. બીજા સદસ્યોની આત્મીયતા પોતાની આસપાસના લોકો પ્રત્યે સેવા અથવા ચિંતાના રૂપમાં પ્રકટ થાય છે. આવી સ્થિતિમાં એકબીજાની કટુ આલોચના ન કરતાં એકબીજા પ્રત્યે શુભ કામનાઓ વ્યક્ત કરવી જોઈએ. પરંતુ પિરવારનાં કેટલાંક મૂલ્યો હોવાં જોઈએ. જેવાં કે ઈમાનદારી, જવાબદારી, સહિષ્ણુતા વગેરે. આપણે રોજના વ્યવહારમાં પણ એનું પાલન કરવાનું હોય છે. એવું ન બની શકે કે હું વાત ઈમાનદારીની કરું અને આવકવેરો ભરવામાં દગાબાજી કરું. એ ન બની શકે કે હું જવાબદારીનો પ્રલાપ તો કરતો રહું, પણ જરૂરવાળા પાડોશીથી મોઢું ફેરવી લઉં. ૬. અંતિમ અને છઠ્ઠું રહસ્ય છે ઃ સંકટ સાથે સંઘર્ષ કરવો. એવું નથી કે અખંડ પરિવારો સામે કોઈ સમસ્યા કદી ન આવે. સમસ્યાઓ તો આવે છે. જીવનની અનિવાર્ય ચેલેન્જો આવી પડે તો તેમની સાથે ઝઝૂમવાની અને તેમને કાબૂમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાવકજીવન લેવાની ક્ષમતા હોવી જોઈએ. સંકટને પતાવી લેવા માટે તમારે હકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સંવાદ-કૌશલ્ય પ્રાપ્ત કરવું પડશે અને પોતાની જાતને પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવી પડશે. એક ૪૦ વર્ષના પ્રાધ્યાપક પાસે લગભગ બધું જ હતું - જીવનમાં તે ઇચ્છતો હતો તે બધું જ હતું. એને ત્રણ સંતાનો હતાં, પત્ની હતી. પ્રાધ્યાપક તરીકેનો પૂરો અધિકાર પ્રાપ્ત હતો. એક સફળ લેખક પણ હતો. તેનું જીવન પૂરી ગતિથી આગળ વધી રહ્યું હતું. પરંતુ અચાનક એક દિવસ સંકટ આવ્યું. તેની પત્ની વગર કારણે એક દિવસ બિસ્તરાં બાંધીને તેને છોડીને ચાલી ગઈ. પ્રાધ્યાપકના ભાઈને અતિશય ધૂમ્રપાન કરવાથી ગળાનું કૅન્સર થઈ ગયું. ડૉકટરે ઓપરેશન કરીને તેની સ્વરપેટી કાઢી લીધી. પ્રાધ્યાપક રડી પડ્યો, આ કરુણ ઘટના જોઈને. પરંતુ તે હિંમત ન હાર્યો. તેણે બાળકોને સંભાળવાનો સમય નિશ્ચિત કરી દીધો, અને પત્ની પાસે જઈને તેને સમજાવી કે મનોચિકિત્સકને બતાવીને ઉપાય કરીએ. પત્ની સંમત થઈ ગઈ. એની પત્નીને ખબર પડી ગઈ કે તેનો પતિ ઈમાનદારીથી જીવવા ઇચ્છે છે. વિનયમાં ઔચિત્ય હોવું જરૂરી ઃ - જે પરિવારમાં માતાપિતા બાળકો પ્રત્યે જાગ્રત હોય છે કે "અમારાં બાળકો નમ્ર હોવાં જોઈએ” - એ પરિવારમાં બચપણથી જ વિનયના સંસ્કારો હોય છે. એક સંભ્રાન્ત પરિવાર સાથે અમારે ૧૫ દિવસ રહેવાનો પ્રસંગ આવ્યો. ત્રણ છોકરાઓ કૉલેજમાં ભણતા હતા. તેમના પિતાજી મુંબઈના જૈનસંઘના પ્રસિદ્ધ શ્રીમંત હતા. એક દિવસ બે છોકરાઓ મારી પાસે બેઠા હતા. સાંજનો સમય હતો. હું છોકરાઓને કંઈક સમજાવી રહ્યો હતો. એટલામાં તેમના પિતાજી આવ્યા અને મારી પાસે બેઠા. એક મિનિટમાં જ બે છોકરાઓ ઊભા થઈને રવાના થઈ ગયા. બીજે દિવસે મેં એમને પૂછ્યું : "પિતાજી આવતાં તમે બંને ભાઈઓ ઊઠીને કેમ ચાલ્યા ગયા ?” તેમણે જવાબ આપ્યો: "જ્યાં પિતાજી બેઠા હોય ત્યાં અમારે નિષ્પ્રયોજન બેસવું ન જોઈએ. પિતાજીને જે વાતો આપની સાથે કરવી હોય તે વાતો કદાચ ન કરી શકે...... એટલા માટે અમે ચાલ્યા ગયા.” આ હતો ઉચિત વિનય. જો છોકરાઓમાં વિનય ન હોત તો પિતાજીને કહેવું પડત ઃ ”અત્યારે તમે જાઓ, મારે સાહેબજી સાથે વાત કરવી છે.” પરંતુ એવું કહેવાનો પ્રસંગ જ ન આવ્યો. બોલવામાં, બેસવા-ઊઠવામાં, ચાલવામાં સર્વત્ર વિનય હોવો જરૂરી છે. જો તમે નોકરી કરતા હો તો શેઠ સાથે વાત કરવામાં વિનય જોઈએ. ક્યાં બેસીને શેઠ સાથે Page #215 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૦૯ વાત કરવી, ક્યાં ઊભા ઊભા વાત કરવી - વિવેક જોઈએ. - એક યુવકને નોકરી કરવી હતી. એક સરકારી ઑફિસમાં ગયો. જે અધિકારી સાથે વાત કરવી હતી, તેના ટેબલ પાસે જઈને ટેબલ ઉપર પોતાની બેગ મૂકી દીધી અને ધબ દઈને ખુરશીમાં બેસી ગયો. ઑફિસર જોતો રહ્યો. તરત જ પૂછ્યું "કોણ છે તું? શા માટે આવ્યો છે ?" : છોકરાએ કહ્યું : "હું નોકરી માટે આવ્યો છું.” ઑફિસરે કહ્યું: "તું ચાલ્યો જા, તને નોકરીમાં નથી રાખવાનો.” છોકરો નિરાશ થઈને ચાલ્યો ગયો. તેની પાસે ડિગ્રી હતી પરંતુ વિનય ન હતો. વિનય હોત તો તે ઑફિસરની પાસે જઈને પ્રણામ કરતા અને જ્યાં સુધી ઑફિસર તેને બેસવાનું ન કહે ત્યાં સુધી ઊભો રહેત. જે તમે શ્રાવક છો, તો તમે જ્યાં પણ જાઓ, અથવા તમારી પાસે કોઈ પણ આવે તો તમે એનો યોગ્ય વિનય કરો. તેની સાથે વિવેક અને નમ્રતાથી વાત કરો. નાનો હોય કે મોટો. શ્રીમંત હોય યા ગરીબ તમે નમ્રતાથી તેની સાથે વર્તો. કોઈનોય તિરસ્કાર નહીં કરતા. કડવા શબ્દોનો પ્રયોગ નહીં કરતા. દરેક વ્યક્તિની સાથે સદૂભાવપૂર્વક વ્યવહાર કરજે. બીજાંનો અભિપ્રાય એવો હશે કે "આ શ્રાવક કેટલો વિનયી છે ? જૈનધર્મમાં વિનય-વિવેકનું ઉચ્ચ સ્થાન છે. મંદિરોમાં અને ધર્મસ્થાનોમાં વિનયઃ ઘરોમાં, સ્કૂલોમાં કે બજારમાં કયાંય વિનય રહ્યો નથી. ધર્મસ્થાનોમાં પણ વિનય રહ્યો નથી. એનાથી ધર્મસ્થાનોનું ગૌરવ ખંડિત થતું જાય છે. કેટલાંક ઉદાહરણો બતાવું છું. - કોઈ સાધુ પ્રવચન આપી રહ્યા છે. તમારે લોકોએ પ્રારંભમાં જ વંદના કરીને વિનયથી બેસીને પ્રવચન સાંભળવું જોઈએ. કેટલાક લોકો મોડેથી આવે છે અને "ઇચ્છામિ ખમાસમણો” બોલીને વંદન કરે છે. બધા શ્રોતાઓની દૃષ્ટિ એ વ્યક્તિ તરફ જાય છે. પ્રવચનમાં વિક્ષેપ પડે છે. આ થયો અવિનય. મોડેથી આવનારાઓએ ચૂપચાપ પાછળ બેસી જવું જોઈએ. - કેટલાકને આદત પડી હોય છે કે મોડેથી આવે અને સૌથી આગળ આવીને બેસશે. પ્રવચનમાં વિક્ષેપ પડે છે, અવિનય થાય છે. - કેટલાક તો પ્રવચન સાંભળવા બેસે ત્યારે પગ લાંબા કરીને બેસે છે. પ્રમાદની મુદ્રામાં બેસે છે. અહીંતહીં જોતા રહે છે! આ અવિનય છે. - કેટલાક લોકો ચાલુ પ્રવચનમાં પ્રશ્નો પૂછે છે. નથી તો આજ્ઞા લેતા, નથી હાથ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રાવકજીવન જોડતા કે નથી શબ્દોની મર્યાદા સમજતા. આ અવિનય છે. પ્રશ્ન પણ વિષયને અનુરૂપ પૂછવો જોઈએ. જે વિષય ઉપર પ્રવચન ચાલતું હોય એ વિષયમાં જ પ્રશ્નો પૂછવા જોઈએ. કેટલાક લોકો અમારી પાસે આવે છે. તેમને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય છે. અમે સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હોઈએ અથવા કોઈ વ્યક્તિની સાથે વાર્તાલાપ કરતા હોઈએ, તેઓ રજા લીધા વગર જ પ્રશ્ન પૂછે છે. સ્વાધ્યાયમાં ખલેલ પડે છે. વાર્તાલાપમાં વિક્ષેપ પડે છે. આ અવિનય છે. કોઈ અજૈન વિદ્વાન બેઠા હોય, અધિકારી બેઠા હોય, તેમની ઉપર ખોટી અસર ઊભી થાય છે : "જૈનોમાં વિનય-વિવેક નથી હોતો કે શું ?” જો કે તેઓ મૌન રહે છે, પરંતુ ખોટી છાપ લઈને જાય છે. કોઈ કોઈ વ્યક્તિઓને એવી ખરાબ ટેવો હોય છે કે અમે કોઈની સાથે વાત કરતા હોઈએ તો વગર પૂછ્યું જ વચમાં ટપકી પડે છે. પોતાનો અભિપ્રાય આપે છે. જે વાતમાં તમારે કંઈ લેવા-દેવા ન હોય, એમાં તમારે ન બોલવું જોઈએ. તમે અમારી સાથે બેઠા છો. એક વ્યક્તિ આવીને મને કંઈક પૂછે છે. હું જવાબ આપું તે પહેલાં તમે જ જવાબ આપવા માંડો છો ! તે પૂછે છે મને અને જવાબ આપો છો તમે ! આ અવિનય છે. પ્રશ્ન પૂછનાર નારાજ થઈ જાય છે. કોઈ કોઈ વાર તો અપમાન કરી બેસે છે. "હું તમને નથી પૂછતો, તમે ન બોલો, મહારાજસાહેબને જવાબ આપવા દો.” અવિનયનું પરિણામ કોઈ વા૨ અપમાનમાં પણ આવે છે ! મંદિરમાં તો આનાથી ય વધારે અવિનય તમે લોકો કરો છો. મૂળ ગભારામાં પરમાત્માની પૂજા કરતાં કરતાં તમે પરસ્પર વાતો કરો છો ને ? અભિષેક કરતી વખતે અંગ લૂછતાં દુનિયાભરની વાતો કરો છો ને ? આ પરમાત્માનો અવિનય છે. મૂળ ગભારામાં ઝઘડા પણ કરો છો ને ? મંદિરના કોઈ પણ ભાગમાં ઝઘડા કરવા એ અવિનય છે. જ્યારે એક વ્યક્તિ એક પ્રતિમાની પૂજા કરતી હોય ત્યારે બીજી વ્યક્તિએ એ સમયે એ જ પ્રતિમાની પૂજા ન કરવી જોઈએ. ક્રમશઃ પૂજા કરવી જોઈએ. કોઈ સાધુપુરુષ પરમાત્માની સામે દર્શન-ચૈત્યવંદના કરતા હોય એ સમયે વચમાંથી પસાર ન થવું જોઈએ અને જોરશોરથી બોલવું ન જોઈએ. તમારામાં મોટે ભાગે આ વિનય દેખાતો નથી. કેટલીક સ્ત્રીઓને તો સાધુપુરુષ દેખાતા જ નથી ! Page #217 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૧૧ – કેટલાક પૂજકો ગભારામાં પરમાત્માની સામે એવી રીતે ઊભા હોય છે કે દર્શન કરનારાઓને દર્શન જ ન થાય. આ અવિનય છે. એમાં પણ "ડબલ બોડી” સ્ત્રી કે પુરુષ હોય ગભારામાં, તો ભગવાનનાં દર્શન જ ન થાય ! કોઈ વાર મંદિરમાં મોટી પૂજા થાય છે, ત્યારે પ્રભાવના આપવામાં આવે છે. પ્રભાવના કેવી રીતે આપવામાં આવે છે અને લેવામાં આવે છે, તે તમે જાણો છો ને? ત્યાં પુરુષ અને સ્ત્રીઓનું સંયુક્ત નૃત્ય થાય છે! ન લાઈનમાં ઊભા હોય છે, ન શાન્તિથી પ્રભાવના લેતા હોય છે ! બીજી કોમના લોકો હસે છે. મજાક ઉડાવે છે. જિનશાસનની નિંદા થાય છે. કોઈ કોઈ વાર લડાઈ-ઝઘડો પણ થઈ જાય છે ને ? શા માટે આવો અવિવેક કરો છો ? જ્યાં લોકો વિનયવિવેકથી પ્રભાવના ન લેતા હોય ત્યાં પ્રભાવના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. કેટલાક વર્ષોથી આપણા સમાજમાં પણ પુરુષો લુંગી પહેરવા લાગ્યાં છે. પહેલાં તો મુસલમાનો જ લુંગી પહેરતા હતા કે દક્ષિણ પ્રદેશના લોકો પહેરતા હતા. લુંગી પહેરીને મંદિરમાં જાય છે ! આ અવિનય છે. જે સ્થાનમાં જવું હોય ત્યાંની ઉચિત વેષભૂષા હોય તે જ વસ્ત્રો પહેરીને જવું જોઈએ. લુંગી પહેરીને મંદિરમાં ન જવું જોઈએ. એ રીતે સવારે ટેનિસ રમવા જાય છે તે લોકો નાની ચડ્ડી પહેરીને જાય છે. સારું છે કે હનુમાનના વેશમાં (લંગોટ પહેરીને) નથી જતા. એ લોકો મંદિરમાં પણ એ રીતે ચડ્ડી પહેરીને જાય છે. આપણાં મંદિરોમાં કોઈ નીતિ-નિયમ જેવું રહ્યું જ નથી. અવિનય અને અવિવેક વધતો જ રહ્યો છે. મહિલાઓની વેશભૂષાના વિષયમાં અહીં વાત કરવી હું પસંદ કરતો નથી. પરંતુ એ લજ્જાસ્પદ છે બધું. વિનયધર્મ વૈકાલિક છે : વિનયધર્મ સર્વ ધર્મસંપ્રદાયોમાં માન્ય ધર્મ છે. સૌ સમાજોમાં વિનય સ્વીકાર્ય છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ - ત્રણે કાળમાં વિનય સ્વીકૃત છે. આદિવાસી લોકોમાં પણ ક્યારેક વિનય જોવા મળે છે. વિનયથી જ મનુષ્યની યોગ્યતા જોવામાં આવે છે. લૌકિક વ્યવહારમાં પણ વિનયની મહત્તા માનવામાં આવી છે. છતાં પણ લોકોત્તર શાસનમાં વિનયની મહત્તા કેટલી છે તે વાત શું બતાવવાની હોય છે? ખાવાપીવામાં એટલે કે સ્વામિવાત્સલ્ય. નવકારશી ભોજન જેવા પ્રસંગોમાં શું તમે વિનયધર્મનું પાલન કરો છો? મૌન રહીને વિનયપૂર્વક ભોજન કરો છો? જગા નાની હોય અને તમે લોકો વધારે સંખ્યામાં હો તો ત્યાં વિનય-વિવેક રહે છે ? ધક્કામૂકી અને કોલાહલ નથી કરતા ને ? Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રાવકજીવન સુધરવું પડશે. માત્ર ફેશનેબલ કપડાં પહેરવાથી તમે સજ્જન શ્રાવક નથી બની જતા. તમારામાં વિનય હોવો જરૂરી છે. સર્વત્ર સર્વ ક્ષેત્રોમાં વિનયમર્યાદાનું પાલન અનિવાર્ય છે. તમારી શોભા વિનયથી છે, ધર્મની શોભા પણ વિનયથી છે. તમે ધાર્મિક છો, તમે શ્રાવક છો, તો તમારે ઉચિત વિનય શીખવો જ પડશે. વિનયધર્મનું પાલન કરવું જ પડશે. કયાં, કઈ વ્યક્તિનો કેવો અને કેવી રીતે વિનય કરવો એ તમારે સમજવાનું છે. જો કે આ પોતાની સૂઝની વાત છે. શીખવીએ તો કેટલું શીખવીએ? જિનશાસનની ઉન્નતિ કરવા માટે આ બીજો ઉપાય બતાવવામાં આવ્યો છે. આજે, બસ આટલું જ. Page #219 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૪૨) પરમ કૃપાનિધિ, મહાન કૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં વ્રત બતાવે છે અને તેમાં દૈનિક જીવનચય બતાવી છે. દૈનિક જીવનચર્યામાં એક મહત્ત્વપૂર્ણ કર્તવ્ય બતાવ્યું છે: “શાસનાતિવાર ” જિનશાસનની ઉન્નતિ કરવી. એટલે કે જિનવચનોનું પોતાના જીવનમાં એ રીતે પાલન કરવું કે બીજા લોકો પણ જિનશાસનના અનુરાગી બને. જિનશાસનનું ગૌરવ વધતું જાય. જિનશાસનની ઉન્નતિની સાત વાતો ગ્રંથમાં બતાવી છે. એમાંથી ૧. સમ્યગુ-ન્યાયપૂર્ણ વ્યવહાર અને ૨. યથોચિત વિનય - આ બે વાતો તમને બતાવી દીધી. આજે ત્રીજી વાત બતાવવાની છે. ત્રીજી વાત ખૂબ મહત્ત્વપૂર્ણ છે ? दीनानाथाभ्युद्धरणम् । દીન અને અનાથ જીવોનું અભ્યર્ધારણ કરવાનું છે. અભ્યરણ એટલે ઉદ્ધાર કરવો. સાચા અર્થમાં ઉદ્ધાર કરવો એ અભ્યારણ છે. જે જીવ દીન છે, અનાથ છે, તેનો ઉદ્ધાર કરવાનો છે. દીનતામાંથી તેને મુક્ત કરવાનો છે. અનાથતાનો બોધ દૂર કરવાનો છે. એક વાત ધ્યાનથી સાંભળોઃ દીન અને અનાથોને પાંચ-પચ્ચીસ યા સો-બસો રૂપિયા આપીને "ઉદ્ધાર” કરવાનો મિથ્યા પ્રયાસ કરવાનો નથી. પૈસા આપીને તમે લોકો ઉદ્ધાર કરવાનું આશ્વાસન લઈ લો છો એ ખોટું છે. સૌ પ્રથમ તમારે વિચારવાનું છે કે આ મનુષ્ય કઈ વાતની દીનતા અનુભવે છે. કઈ વાતને લીધે તે નિરાશામાં ડૂળ્યો છે. શા માટે પુરુષાર્થ છોડીને એકાન્ત ભાગમાં જઈને બેઠો છે. તે કઈ દુર્ઘટનાનો ભોગ બન્યો છે - આ બધું વિચારવું પડશે. ત્યાર પછી જ તમે એ દીન માણસનો ઉદ્ધાર-સમુદ્ધાર કરી શકશો. દીનતાનાં અનેક કારણ? દીનતાનું કોઈ એક કારણ નથી હોતું. અનેક કારણો હોય છે. એમાંથી મુખ્ય કારણો આ છે : - અનેક ઔષધ-ઉપચારો કરવા છતાં રોગ મટતો નથી. - ખૂબ પુરુષાર્થ કરવા છતાં પણ અર્થ ઉપાર્જનમાં સફળતા નથી મળતી. – કોઈ નજીકની વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો હોય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ - પ્રિય વ્યક્તિનું મોત થઈ જાય છે. કોઈ પ્રબળ ઇચ્છા સફળ ન થઈ હોય. આ છે દીનતાનાં મુખ્ય કારણો. દીન વ્યક્તિ સાથે તમે કેવો વ્યવહાર રાખો છો ? પહેલી વાત તો એ છે કે તેની સાથે અભદ્ર અને નિર્મમ વ્યવહાર ન કરો. કારણ કે તમે એને સહાય કરવા ઇચ્છો છો અને તેના દુઃખમાં ભાગીદાર બનવા ઇચ્છો છો. તમે એ દીન વ્યક્તિને સહ્દયતાથી પૂછો : "હું તને કઈ રીતે સહાયતા કરી શકું?” જ્યારે તે તમને પોતાની નિરાશાની વાત કરે ત્યારે તમે પોતાના જીવનની એવી જ ઘટના કહેવાની શરૂઆત ન કરો. તમારી વાત સાંભળવામાં એને રસ નથી. ત્યારે તમે એ દીન-પીડિત વ્યક્તિની ભાવનાઓ ૫૨ ધ્યાન કેન્દ્રિત કરો. સાવ સાથે તમારી પ્રતિક્રિયા વ્યક્ત કરો. હા, તમે એટલું કહી શકો કે : "હું પણ આવી પરિસ્થિતિ ભોગવી ચૂક્યો છું, એટલે અનુભવી શકું છું કે આવી પરિસ્થિતિમાં તમને શું થતું હશે.” પરંતુ એની સામે તમારું રુદન કરવાનું શરૂ ન કરતા. તમે એ દીન વ્યક્તિની વાતો ધ્યાનથી સાંભળો. એને એવું ન લાગવું જોઈએ કે તેની વાતથી તમારું મનોરંજન થઈ રહ્યું છે. તમારા મુખ ઉપર તો સહાનુભૂતિના જ ભાવ રહેવા જોઈએ. શ્રાવકજીવન કેટલીક શોકાતુર વ્યક્તિઓ પોતાની વેદના શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી, તેમની પીડા પણ સમજવી જોઈએ. તેમને સ્વાસ્થ્યના અંગે અને દિનચર્યાના વિષયમાં વારંવાર પૂછીને પરેશાન ન ક૨વી જોઈએ. બસ, એમને એટલું જ કહો કે ઃ "હું તમારી તબિયત અંગે ચિંતિત છું, પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમે જલદી સારા થઈ જાઓ.” જ્યારે તમે કોઈ અસાધ્ય રોગીને જોવા જાઓ તો ત્યાં એ બતાવવાનો પ્રયત્ન કરો કે તમે એનું કેટલું ધ્યાન રાખો છો, અને જરૂર પડતાં હાજ૨ રહેજો. સ્પર્શ કરતાં ડરો નહીં. હાથ પંપાળવા અથવા માથે હાથ ફેરવવો. એને આ ક્રિયા શબ્દો કરતાં વધારે રાહત આપનારી બનશે. જો તમને કોઈ આત્મીય જનનો શોક અસામાન્ય રૂપે પ્રબળ અને લાંબી અધિ સુધી વ્યાપતો દેખાય તો તેને જણાવો કે તમે એનાથી ચિંતિત છો. તમે કહી શકો કે "જે પીડા તમારે સહન કરવી પડે છે તે ચોક્કસ કઠણ છે, પરંતુ એમ ન સમજો કે તમે એકલા છો, હું પણ તમારી સાથે છું." સભામાંથી ; અમને લોકોને એવું નથી આવડતું. મહારાજશ્રી : ઠીક છે. ઘણા લોકો નથી જાણતા કે કોઈ પણ વિપત્તિ યા શોકના સમયે શું કહેવું અને કેવું વર્તન કરવું. પરંતુ જો એનો આરંભ સામાન્ય સહૃદયતાથી Page #221 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૧૫ કરો અને સહાયક બનવાની ભાવના રાખો તો તમને તરત જ સહજ આચરણની સૂઝ આવી જશે. ભાવાત્મક રૂપથી પીડિત વ્યક્તિને સહારાની જરૂર છે. બની શકે તો તમે સહારો આપો. તેનું કોઈ અપૂર્ણ કામ પૂરું કરાવી દો. એનાથી એ વ્યક્તિને ઘણી રાહત મળશે. મૃત્યુ-શોકથી પીડિત વ્યક્તિને માતમ કરવાની, દુઃખની સામાન્ય અવસ્થામાંથી પસાર થવાની અને પોતાની ભાવનાઓ તેમજ સ્મૃતિઓ કહેવાની આવશ્યકતા હોય છે. જો તમે તેની આ વાતો પસંદ કરશો, ધ્યાનથી સાંભળશો તો તેને રાહત થશે. ક્યાંક તે અટકે તો તેને પૂછી પણ લેવું. હકાર પણ ભણવો. ભાવાત્મક રૂપે દીન બનેલી વ્યક્તિને અન્ય કંઈ આશ્વાસન આપતાં ન આવડે તો એટલું જ કહો : "ચિંતા ન કરો, બધું સારું થઈ જશે.” જો કે આ સત્ય ન પણ હોય, છતાં પણ દીન-દુઃખી વ્યક્તિને એ શબ્દો આશ્વાસન આપે છે. - અર્થપ્રાપ્તિના પુરુષાર્થમાં નિષ્ફળ બનેલી વ્યક્તિને જો તમે કોઈ સાચી દિશાનો પુરુષાર્થ બતાવી શકતા હો તો બતાવો. જો તમે ન બતાવી શકતા હો તો કહો "લાભાન્તર કર્મ” તૂટ્યા સિવાય અર્થોપાર્જનમાં સફળતા નથી મળતી. નિરાશ ન થા, ક્ષેત્ર બદલી નાખો. ધંધો બદલી દો. ધર્મ-પુરુષાર્થ કરતા રહો. એક દિવસ તમને સફળતા અવશ્ય મળશે. પ્રબળ ઇચ્છા પૂર્ણ ન થવાથી દીન-હીન બનેલ મનુષ્યને ગંભીરતાથી સમજાવો કે “મનુષ્યની સર્વ ઇચ્છાઓ પૂર્ણ નથી થઈ શકતી. છતાં પણ તમે ધૈર્ય ધારણ કરો. કેટલાક સમય પછી તમારી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. મોરારજી દેસાઈની ‘વડા પ્રધાન’ બનવાની ઇચ્છા ૮૨ વર્ષે પણ પૂર્ણ થઈ હતી ને !” નિકટના મિત્ર અથવા સ્વજનના વિશ્વાસઘાતથી દીન બનેલી વ્યક્તિને કહો કે ‘સંસારમાં આવું જ બને છે. તીર્થંકરોના આત્મા સાથે, ચક્રવર્તીઓ સાથે અને મોટા મોટા રાજા-મહારાજાઓ સાથે પણ વિશ્વાસઘાત થતો હોય છે. ઠીક છે, તમારે કોઈની સાથે વિશ્વાસઘાત ન કરવો !’ પ્રિય વ્યક્તિના મૃત્યુથી દુઃખી-દીન બનેલી વ્યક્તિને ખૂબ જ સહાનુભૂતિ બતાવીને જન્મ-મૃત્યુનું તત્ત્વજ્ઞાન સંક્ષેપમાં સંભળાવવું. મૃત્યુની અનિવાર્યતા સમજાવવી. આત્માની અમરતા-અજરતાની વાત કરવી. દીન વ્યક્તિની દીનતા દૂર કરવી દીનજનોનો સમુદ્વાર છે. દીનતા દૂર કરીને તેનામાં ઉત્સાહ-ઉમંગ ભરી દેવો એ અભ્યુદ્ઘરણ છે. આવડે છે તમને એ સમુદ્ધાર ક૨વાનું ? શીખવું પડશે ને ? ઘરમાં પણ જ્યારે સ્વજન દીન બનતાં હોય ત્યારે Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રાવકજીવન તેમની દીનતા દૂર કરવાની કળા તમારી પાસે હોવી જોઈએ. તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ. એવું ન વિચારવું કે “એને તો ટેવ છે નાની નાની વાતોમાં રડવાની, દીનતા બતાવવાની, શોક કરવાની. કરવા દો રુદન, મરવા દો, હું શું કરું? તમે શ્રાવક છો, તમારે એવું ન વિચારવું જોઈએ. તમે જાતે દીન ન બનો: તમે શ્રાવક છો. સમ્યગુ વૃષ્ટિ છો. તમારામાં દીનતા હોઈ જ ન શકે! દીનતા તો ભવાભિનન્દી જીવોમાં હોય છે. જેઓ સંસારપ્રિય છે, વિષયાસક્ત છે, તેઓ દીન-મુદ્ર, મત્સરી-ભયભીત હોય છે, શઠ અને અજ્ઞ હોય છે. આવક-જાવકમાં રાગદ્વેષ કરનારા હોય છે. તમે તો શ્રાવક છો, તમારામાં એ દુર્ગુણો ન હોઈ શકે. જ્યારે જિનેશ્વરદેવ મળ્યા છે, જિનશાસન મળ્યું છે ત્યારે દીનતા કઈ વાતની? એક મહાત્માએ પ્રભુની સ્તવના કરતાં કહ્યું છે? "ગઈ દીનતા સબ હી હમારી પ્રભુ! તુજ સમકિત દાન મેં.” "હે ભગવંત, તમે મને સમકિતનું દાન આપ્યું અને મારી દીનતા ચાલી ગઈ.” “સમક્તિ” “સમ્યગુ દર્શન” મળતાં મનુષ્ય દીન નથી રહી શકતો. ગમે તેવા સંજોગો મળે છતાં તે દીન નહીં રહે - દીનતા નહીં કરે. ગમે તેવાં કષ્ટો આવે, તે ભયભીત નહીં બને. ગમે તેવાં પ્રલોભનો આવે, તે ક્ષુદ્ર નહીં બને. સમકિત પ્રકટ થતાં એ મહાનુભાવમાં વિશિષ્ટ ગુણો પેદા થાય છે. એની દ્રષ્ટિ આધ્યાત્મિક બની જાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિવાળો મનુષ્ય કદી પણ દીન નથી બનતો. તમે સ્વયં દીન નહીં બનો તો જ બીજા દીનજનોનો ઉદ્ધાર કરી શકશો - દીનજનોની દીનતા દૂર કરી શકશો. ઠગ લોકોથી સાવધાન રહો : – કેટલાક અનુભવી અને ચાલાક વયસ્ક લોકો દીનતા દેખાડીને, દેખાવ કરીને તમારું ભાવાત્મક શોષણ ન કરે એટલા માટે સાવધાન રહેવું. - મને એવા કેટલાક ચાલાક ઢોંગી લોકો મળ્યા છે. એક યુવક વારે વારે મારી પાસે આવીને દીનતાપૂર્વક કહેતો હતો : "હું મુસીબતમાં છું. મને મદદ કરો.” તે મારી ભાવના સાથે રમત રમી રહ્યો હતો. તે જાણી ગયો હતો કે હું દુખી લોકો પ્રત્યે કરુણા બતાવું છું. તે ખૂબ બનાવટી હતો. મારા પરિચિત બીજા સાધુઓને પણ પોતાના દામાં ફસાવ્યા હતા. જ્યારે મને ખબર પડી કે તેની દીનતા માત્ર દેખાવ જ હતો. “આંસુ” એવા લોકોનું પ્રિય અસ્ત્ર હોય છે. જરૂર પડતાં તેઓ તરત જ રોઈ જાય છે! બસ, આપણે Page #223 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨૧૭ કમોર થઈ જઈએ છીએ. બે-ત્રણ વાર તો મેં એને સહાય કરાવી, પછી તો મારી પાસે આવવાનો રસ્તો ભુલાવી દીધો ! - ૨ કેટલાક ચાલાક લોકો દીનતાની સાથે સાથે ચાટુકારી (ચાપલુસી) પણ કરે છે. ચાટુકારિતા પ્રાયઃ મનુષ્યના વિવેકને વિકૃત કરી દે છે. ચાટુકારને પ્રસન્ન કરવા વિવશ બનાવી દે છે, એટલા માટે ચાટુકારોથી દૂર રહેવું. – કેટલાક ચાલબાજ લોકો દીનતાભર્યા સ્વરમાં અનુચિત અથવા અનાવશ્યક માગ કરે છે. જ્યારે આપણે ઈન્કાર કરી દઈએ છીએ ત્યારે તે લોકો આપણી ઉપર આરોપ મૂકે છે કે "આપ મને પસંદ કરતા નથી, હું આપને સારો નથી લાગતો.” આવી વાતો કરનારાઓની સામે કમજોર વ્યક્તિ નમી જાય છે; પરંતુ આપણે કમજોર ન થવું જોઈએ. ચાલબાજ વ્યક્તિનો વ્યવહાર ખૂબ જ ઔપચારિક હોય છે. એની ચાલનો સામનો કરવા માટે એની સાથે વાતચીત ન કરવી. પોતાના કામમાં જ વ્યસ્ત રહો. ચાલબાજ વ્યક્તિ ઉપર દબાણ લાવીને તેની ચાલને નિરર્થક કરી દેવી. લોકો તમારો ખોટો ફાયદો ન ઉઠાવે, એ માટે સતર્ક રહેવું પડશે. ઠગાઈ જતાં બચવા માટે તમે જે કંઈ ઉચિત-યોગ્ય સમજો તે કરો. અનાથોનો ઉદ્ધાર કરવાનો છે ઃ એક વાત ભૂલવી નહીં કે દીન અને અનાથોનો ઉદ્ધાર કરવાનો છે, અને તે જિનશાસનની ઉન્નતિ માટે છે. આપણે જીર્ણ મંદિરનો ઉદ્ધાર ક૨વો, જીર્ણ ઉપાશ્રયનો ઉદ્ધાર કરવો આવશ્યક અને ધર્મકાર્ય માન્યું છે, તેથી જીર્ણોદ્ધાર કરીએ પણ છીએ. પરંતુ દીન અને અનાથજનોનો ઉદ્ધાર કરવો એટલું જરૂરી માન્યું નથી. જો આપણે એ જરૂરી માન્યું હોત તો એ કાર્યને સંપન્ન કરવા માટેની સંઘમાં યોજનાઓ હોત. સ્થળે સ્થળે અનાથોનાં આશ્રયસ્થાનો હોત. અનાથોનાં આશ્રયસ્થાનો નથી. જિનશાસનની ઉન્નતિ માટે આ ઉપાયને ઉપેક્ષિત કરી દીધો છે. ધર્મ અને જાતિનો ભેદ પાડ્યા સિવાય, આ દીન-અનાથોના ઉદ્ધારનું કાર્ય તમારે લોકોએ-શ્રાવકોએ કરવાનું છે. તમે લોકોએ મંદિર બંધાવ્યાં, ઉપાશ્રયો બનાવ્યા, આયંબિલ ભવન અને ધર્મશાળાઓ બનાવી, પશુઓ માટે પાંજરાપોળો પણ બનાવી, પરંતુ અનાથ લોકો માટે શું કર્યું ? અનાથ-અસહાય લોકોની પીડા સમજો છો ? કદી એવા લોકો પાસે જઈને તેમની વેદના-વ્યથાને સમજવાનો પ્રયત્ન કર્યો છે ? અનાથ બાળકોની વેદના સમજો, અનાથ વૃદ્ધજનોની વેદના જુઓ. અનાથ વયસ્ક સ્ત્રીપુરુષની વેદના જુઓ. જો તમારામાં દયા, કરુણાના ભાવ હશે તો તમારી આંખો વરસવા લાગશે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રાવકજીવન બજારમાં “નૈન નયતિ શાસનY'ની બૂમો પાડવા માત્રથી જિનશાસનની ઉન્નતિ નહીં થાય, ઉન્નતિ આવાં કાર્યોથી થશે. સૂત્રો પોકારવાં બંધ કરો. તમારી અને અમારી મશ્કરી થાય છે. લોકો હસે છે. અનાથોનો ઉદ્ધાર કેવી રીતે કરશો? - વાસ્તવમાં જિનશાસનનો જય-જયકાર કરવો હોય તો અનાથો માટે આશ્રયસ્થાનો બનાવવા જોઈએ. તેમને ભોજન અને વસ્ત્રો મળવાં જોઈએ. એમને યોગ્ય વ્યવસાય મળવો જોઈએ. તેમને લાગવું જોઈએ કે દુનિયામાં અમારું પણ કોઈક છે. અમારાં દુઃખ સમજનારા છે, અમને સહારો દેનારા છે. તેમને જીવનની સુવિધાઓ મળશે તો પરમાત્મા જિનેશ્વરદેવનાં અને જિનધર્મનાં ગુણગાન ગાશે, ગૌરવ કરશે અને જિનશાસનનું અનુશાસન માનશે. અનાથોનો ઉદ્ધાર–મહાન કાર્ય અનાથોનો ઉદ્ધાર-સમુદ્ધાર કરવાની વાત જિનશાસનના એક મહાન આચાર્યદવ કરી રહ્યા છે. સેંકડો વર્ષ પૂર્વે તેઓ લખી ગયા છે. તેમની વાત ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ. એમના કાર્યની કેમ ઉપેક્ષા થઈ છે એ વાત મારા સમજવામાં નથી આવતી. આ કાર્ય ઈસાઈ ધર્મવાળા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. બીજા ધર્મવાળાઓએ પણ અનાથાશ્રમોની સ્થાપના કરી છે. પરિણામ તમે જોઈ રહ્યા છો. દુનિયામાં સૌથી વધારે અનુયાયી ઈસાઈ ધર્મના છે. તે લોકો રોડ ઉપર સરઘસો કાઢીને સૂત્રો નથી પોકારતા કે "અમારો ઈસાઈ ધર્મ મહાન છે.” તે લોકો તો ગામ-નગરોમાં જઈને કામ કરે છે. દુઃખી મનુષ્યોની સેવા કરે છે. દીન-અનાથોનો ઉદ્ધાર કરે છે. તેથી તેમની સંખ્યા વધતી જાય છે ! તમે લોકો તો એટલા સ્વાર્થી બન્યા છો કે તમારા અનાથ સાધમિકોનો પણ ખ્યાલ રાખતા નથી. તમે તો તમારા રંગ-રાગ અને મોજ-મજામાં મસ્ત છો. સભામાંથી મોટા પર્વોના દિવસોમાં કોઈ કોઈ વાર અનાથોને ભોજન આપીએ છીએ, અથવા મીઠાઈ વહેંચીએ છીએ. મહારાજશ્રી એને ઉદ્ધાર-સમુદ્ધાર ન કહેવાય. એ તો તત્કાલીન સહાયતા હોય છે. પ્રાસંગિક કર્તવ્ય હોય છે. સમુદ્ધાર તો એને કહેવાય કે અનાથની અનાથતા દૂર થઈ જાય ! આ કાર્ય કદાચ તમે સમૂહ રૂપે ભલે ન કરો, વ્યક્તિગત રૂપે કરી શકો છો ! એક-એક સુખી શ્રાવક, સંપત્ર શ્રાવક એક-એક અનાથનો ઉદ્ધાર કરવાના Page #225 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૧૯ કાર્યમાં લાગી જાય તો તમારા ગામમાં એક પણ અનાથ ન રહી શકે. બધા સનાથ થઈ જાય. એ સનાથ બનેલા લોકો તમારો તો જય-જયકાર કરશે જ, જિનશાસનનો પણ જય-જયકાર કરશે. આવાં કાર્યોમાં રાજ્ય સરકાર પણ સહાયતા કરે છે - જો તમે આ દિશામાં નક્કર કાર્ય કરો તો. આવા કેટલાક અનાથાશ્રમો સરકાર ચલાવે છે. કેટલીક સામાજિક સંસ્થાઓ પણ અનાથાશ્રમ ચલાવે છે. જૈનસંઘો તરફથી પણ અનાથાશ્રમો ચાલવા જોઈએ. બાળકો, વૃદ્ધો, અપંગો માટે પણ ચાલવા જોઈએ. એથી જિનશાસનની ઉન્નતિ થશે, જૈનધર્મની કીર્તિ વધશે. આ કાર્યમાં તમે તમારી સંપત્તિનો ઉપયોગ કરો. આજે કેટલાક નવા શ્રીમંતોને આવાં કાર્યો પસંદ પડે છે. માર્ગદર્શન મળવું જોઈએ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓથી જ સાચા માર્ગે ચાલી શકાય છે. એવા નિષ્ઠાવાન કાર્યકરો પણ મળે છે. જોઈએ માત્ર તીવ્ર તમન્ના અને જિનશાસન પ્રત્યે અગાધ પ્રેમ ! ચોથો ઉપાય-સુવિહિત સાધુઓનું પુરસ્કરણ : આપણી વાત ચાલે છે જિનશાસનની ઉન્નતિ કરવાની. એ દ્રષ્ટિએ આ ચોથો ઉપાય બતાવવામાં આવ્યો છે. ગામમાં તમારો સૌની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર હશે. લોકોનો ઉચિત વિનય કરતા હશો. દીન-અનાથ લોકોનાં કાર્યો કરતા હશો. એનાથી તમારી ગામ-નગરમાં કિતિ ફેલાઈ જશે. નગરવાસી લોકોનો તમારા પ્રત્યે નેહ બંધાયો હશે. આવી સ્થિતિમાં તમે વિશિષ્ટ જ્ઞાની, તપસ્વી પ્રભાવક આચાર્યનું યા મુનિવરનું ભવ્ય સ્વાગત કરો છો, નગરપ્રવેશ કરાવો છો, તો જિનશાસનની શાન વધે છે. લોકો વાતો કરશે કે "આ જૈનાચાર્ય કેટલા સારા છે? પરોપકાર કરવાની વાત કરે છે - પ્રેરણા આપે છે. લોકોને સન્માર્ગનો ઉપદેશ આપે છે.” તમારો વ્યવહાર સારો હશે, તમે પરોપકારનાં કાર્યો કરતા હશો તો બીજા સમાજના લોકો તમારી પ્રશંસા કરશે. એટલે કે જિનશાસન પ્રત્યે સદૂભાવવાળા બનશે. પરંતુ જો તમારા લોકોનો વ્યવહાર સારો નહીં હોય, પરોપકારનાં કાર્યો નહીં કરતા હો તો લોકો તમારી પ્રશંસા નહીં કરે. સંભવ છે કે નિંદા કરશે."આ સાધુ..... પોતાના ધર્મવાળાઓને સારો ઉપદેશ નહીં આપતા હોય, કેવળ પોતાની જવાહવાહ કરાવતા ફરતા હશે”... વગેરે. સાધુઓનો નગર-પ્રવેશ અને સામૈયું: તમને લોકોને સામૈયું કેવી રીતે કરવું તે આવડે છે? ધ્યાન રાખો, સામૈયું સાધુ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રાવકજીવન પુરુષો માટે નથી કરવાનું. સાધુઓને તમારા સ્વાગતની આવશ્યકતા નથી. સામૈયું તો જિનશાસનની ઉન્નતિ માટે કરવાનું છે. જો સામૈયું કરવાનું જ હોય તો એવી રીતે કરો કે ગામની તમામ જાતિના લોકો પ્રભાવિત થાય ! જૈનધર્મના સાધુઓ પ્રત્યે શ્રદ્ધાવાન બને. સામૈયું કરતી વખતે આચાર્ય યા સાધુની પ્રભાવકતા દેખાવી જોઈએ અને લક્ષ્ય જિનશાસનની પ્રભાવનાનું હોવું જોઈએ. સામૈયું કરો તેમાં સમાજનાં સ્ત્રીપુરુષો હાજર રહેવાં જોઈએ. એવું નહીં કે બેંડવાળા ૧૧ માણસો અને તમે લોકો પ-૭ની સંખ્યામાં હાજર ! કેટલાંક વર્ષો પૂર્વે મેં એક આચાર્યશ્રીનું સામૈયું જોયું હતું. તેઓ મારા પરિચિત હતા, એટલે મારે જવું પડ્યું હતું. ત્યાં સંઘના માત્ર ૫ પુરુષો અને એક સ્ત્રી હતી. બેંડવાળા ૧૦-૧૨ માણસો હતા ! કેટલું હાસ્યાસ્પદ એ દૃશ્ય હોય છે ? સાધુપુરુષોના સ્વાગતમાં જો તમને - સંઘને રુચિ ન હોય તો સ્વાગતયાત્રા ન કાઢવી જોઈએ. બેંડ ન વગાડવું જોઈએ. બે-ચાર ભાઈ-બહેનો સાધુઓની સામે ચાલ્યા જાઓ અને શાન્તિથી તેમને લઈ આવો. સભામાંથી : કેટલીક વાર સામૈયું ન કરવાથી આચાર્ય મહારાજોને ખોટું લાગી જાય છે ! મહારાજશ્રી : ખોટું લાગવા દો ! શાસનનું ગૌરવ અખંડ રહેવું જોઈએ. જેઓ સન્માનના અભિલાષી હોય છે એમનું સ્વાગત શા માટે કરવું જોઈએ ? જેઓ જિનશાસનના ગૌરવને સમજતા ન હોય એમનું સ્વાગત કરવાની જરૂર નથી. સ્વાગતયાત્રા કાઢવી જ હોય તો ભવ્યતાથી કાઢો. સારી સંખ્યામાં જનસમૂહ એકત્ર થવો જોઈએ. બીજી વાત છે સૂત્રોચ્ચારની. પચાસ વર્ષ પૂર્વે જે સૂત્રો બોલાતાં હતાં તે આજે બોલાતાં નથી ! એ જ એક... બે... ત્રણ... ચારવાળાં સૂત્રો બોલાય છે ! એવાં સૂત્રો કેમ બોલો છો ? શા માટે શોર મચાવો છો ? આ કોઈ ચૂંટણીપ્રચારનું સરઘસ તો નથી ! સૂત્રો પોકાર્યા સિવાય સમૂહગીતો ગાઓ. લોકગીતના રાગમાં ગાઓ. ફિલ્મી ગીતની તરજમાં ન ગાઓ. ગીત પ્રભુભક્તિનું યા ગુરુભક્તિનું હોવું જોઈએ. સૂત્રો ઉચ્ચારતા હો તો કંઈક સારાં સૂત્રો ઉચ્ચારો. લોકોને, સાંભળનારાઓને કંઈક બોધ મળે એવાં સૂત્રો ઉચ્ચારવાં જોઈએ. બેંડમાં પણ સારી સૂરાવલી-શાસ્ત્રીય રાગોની સૂરાવલી વાગવી જોઈએ. સારાં લોકગીતોની તરજ વાગવી જોઈએ. ફિલ્મનાં ગંદાં ગીતોની તર્જ વાગવી ન જોઈએ. ગુરુજનોનું સ્વાગત તેમના વ્યક્તિત્વને અનુરૂપ હોવું જોઈએ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૨૧ અવિવેક વધતો જાય છે ? અમારે એક શહેરમાં જવાનું હતું. અમે શહેરમાં પહોંચ્યા ત્યાં સંઘની પેઢીના મુનીમ અમને મળ્યા. વંદના કરીને તેમણે નિવેદન કર્યું: “અમારે સામૈયું કરવું છે માટે આપ થોડોક સમય અહીં રોકાઓ. સંઘના લોકો આવી રહ્યા છે.” ત્યાં અમે એક મકાનમાં રોકાઈ ગયા. ૧૦ મિનિટ પછી બેંડ આવ્યું અને સંઘના કાર્યકર્તાઓ આવ્યા. બીજી ૧૦ મિનિટ વીતી ગઈ. એ કાર્યકર્તાએ કહ્યું : "મહારાજસાહેબ, આપણે ચાલીએ, રસ્તામાં લોકો ભેગા થઈ જશે.” મેં કહ્યું પહેલાં તમે બેંડ રવાના કરો. અમારે બૅડની જરૂર નથી. અમે એમ જ ગામમાં આવીશું. તે ભાઈએ માન્યું જ નહીં. પછી મેં મક્કમ થઈને કહ્યું: "જો તમારે બેંડ વગાડવું જ હોય તો વગડાવો, અમે ગામમાં નહીં આવીએ. અહીં જ બેસી રહીશું. શું તમે જૈનધર્મની નિંદા કરાવવા માગો છો? જેટલા બેંડવાળા છે એટલાય પુરુષો નથી, અને તમારે સામૈયું કરવું છે? સામૈયું કરવાનું કોણે કહ્યું? અમે સામૈયું પસંદ નથી કરતા.” આટલું કહ્યું ત્યારે એ ભાઈએ બેંડવાળાને વિદાય કર્યા અને પછી અમે ગામમાં ગયા. તમે લોકો સામાન્ય બુદ્ધિથી પણ નથી વિચારતા કે શું કરવાથી જિનશાસનની પ્રભાવના વધશે, શું કરવાથી ગૌરવને હાનિ પહોંચશે. આ વિચારવું જોઈએ. વિવેકવૃષ્ટિથી વિચારવું જોઈએ. સ્વાગતયાત્રા, શોભાયાત્રા, રથયાત્રા કાઢવાથી જિનશાસનની શોભા નહીં વધે. ભલે વર્ષમાં બે-એક વાર જ સ્વાગતયાત્રા યા રથયાત્રા કાઢો, પરંતુ ભવ્યતાથી કાઢો, સર્વ જૈનો મળીને કાઢો. ઐતિહાસિક સ્વાગતયાત્રાઓનાં વર્ણનો વાંચોઃ ગુરુદેવોનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે, નગરપ્રવેશ કેવી રીતે કરવામાં આવે છે, એનો ઇતિહાસ છે! આપણા પ્રાચીન ચરિત્રગ્રંથોમાં સ્વાગતયાત્રાઓનાં વર્ણનો મળે છે. કેટલાંક નામોનો નિર્દેશ જ કરું છું ઃ જ્યારે ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાયા, એ સમયે મગધસમ્રાટ કોણિકની રાજધાની ચંપામાં હતી. એને ખબર પડી કે ભગવાન મહાવીર પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા છે. ભગવાનને વંદન કરવા માટે કોણિક ખૂબ સજ્જ થઈને ગયો હતો. પ્રાચીન કાળમાં જ્યારે આચાયદિ નગરની બહાર ઉદ્યાનોમાં ઊતરતા હતા, એ સમયે આચાદિકનો નગરપ્રવેશ કરાવવામાં આવતો ન હતો. પરંતુ રાજા, શ્રેષ્ઠી વગેરે જનસમુદાયની સાથે હાથી, ઘોડા, રથ સાથે ગુરુદેવને વંદન કરવા જતા હતા. દર્શનયાત્રા નીકળતી હતી. – “ઔપપાતિક સૂત્રમાં કોણિક રાજાનું ભગવાનને વંદન કરવા જવાનું વિસ્તૃત Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રાવકજીવન વર્ણન આવે છે. કોણિક ભગવાન મહાવીર પ્રત્યે અપાર ભક્તિભાવ ધરાવતો હતો. - રાજા વિક્રમાદિત્યે આચાર્ય સિદ્ધસેન દિવાકરનું ભવ્ય સ્વાગત કરીને જૈનશાસનની ઉન્નતિ કરી હતી. - રાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનો પાટણમાં ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો હતો. પોતાના મિત્રરાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ એ સ્વાગતયાત્રામાં સંમિલિત કર્યા હતા. - માંડવગઢના મહામંત્રી પેથડશાહે ગુરુદેવશ્રી ધર્મઘોષસૂરિજીનો અતિભવ્ય નગરપ્રવેશ કરાવ્યો હતો. – આચાર્યપદ પ્રાપ્ત કરીને પહેલી વાર હીરવિજયસૂરિજી પાટણ પધાર્યા હતા ત્યારે સમરથ ભંસાલી નામના શ્રાવકે ભવ્ય સ્વાગતયાત્રા કાઢી હતી. આવા અનેક પ્રસંગો જેના ઇતિહાસમાં વાંચવા મળે છે. વર્તમાનકાળમાં પણ કોઈ કોઈ વાર મોટાં નગરોમાં પ્રભાવક આચાર્યોનાં ભવ્ય સ્વાગત થાય છે, હજારો સ્ત્રીપુરુષ સ્વાગતયાત્રામાં સામેલ થાય છે. જાહેર પ્રવચનોનું આયોજન : આ તો થઈ સ્વાગતની વાત. બીજી વાત છે જ્ઞાની પ્રભાવકાદિ સાધુપુરુષોનાં જાહેર સ્થળોના પ્રવચનોના આયોજનની વાત. જ્યાં જૈન-અજૈન હજારો લોકો પ્રવચન સાંભળવા આવે અને પ્રવચન સાંભળીને પ્રભાવિત થઈને જાય. સાધુપુરુષોનું આ શ્રેષ્ઠ પુરસ્કરણ છે. તેમની જ્ઞાનપ્રતિભાથી પ્રજાને લાભાન્વિત કરવી જિનશાસનની ઉન્નતિનો શ્રેષ્ઠ ઉપાય છે. મને વર્ષોથી અનુભવ છે કે જાહેર પ્રવચનો કરવાથી જૈન-અજૈન પ્રજા ઉપર કેવો અદ્દભુત પ્રભાવ પડે છે ! આ અંગે મારો શ્રેષ્ઠ અનુભવ છે આણંદના (ગુજરાત) ચાતુર્માસનો. વિ. સં. ૨૦૨૨નું અમારું ચાતુમસ આણંદમાં થયું. આણંદની પાસે વલ્લભ વિદ્યાનગર છે. ત્યાં સરદાર યુનિવર્સિટી છે. અંદાજે ત્યાં ૯ કૉલેજો હતી એ સમયે. આર્ટ્સ કૉલેજ, કૉમર્સ કૉલેજ, સાયંસ કૉલેજ, એમ. એ. કૉલેજ વગેરે. આણંદ સંઘના મુખ્ય કાર્યકર્તાઓએ ત્યાં ૯ કૉલેજોમાં હું પ્રવચનોની શ્રેણીનું આયોજન કર્યું હતું. આટૂર્સ કૉલેજમાં તો "ઉત્તરાધ્યયનસૂત્ર પર પ્રવચનો થયાં હતાં. વિદ્યાર્થીઓએ જ એ વિષય પસંદ કર્યો હતો. ત્યાં જૈનધર્મની સારી પ્રશંસા થઈ હતી. આણંદની સર્વ કૉલેજોમાં, હાઈસ્કૂલોમાં પ્રવચનો આયોજિત કર્યા હતાં. ફાર્મસી Page #229 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૨૨૩ કૉલેજમાં ૨૫૦ ડૉકટરોની સામે ખૂબ જ માર્મિક પ્રવચન થયું હતું. સર્વ ડૉકટરો ખૂબ જ આનંદિત થયા હતા. : મેં પ્રવચનમાં પૂછ્યું હતું ઃ આપણા દેશમાં બધી ફેકલ્ટીઓ છે - આર્ટ્સ, કૉમર્સ, સાયંસ, લૉ, ફાર્મસી - મેડિકલ વગેરે. પરંતુ સાધુ બનવા માટે કોઈ ફેકલ્ટી કેમ નથી ? તમારે ડૉકટર જોઈએ, વકીલ જોઈએ, વૈજ્ઞાનિક જોઈએ, સાહિત્યકાર જોઈએ, સાધુ ન જોઈએ, કેમ ? તો પછી મને અહીં શા માટે બોલાવ્યો ? સર્વ ડૉકટરોએ તાળીઓ પાડીને આનંદ અભિવ્યક્ત કર્યો હતો. જિનશાસનની ઉન્નતિ થાય એ રીતે સાધુપુરુષોનું પુરસ્કરણ કરવું જોઈએ. આજે, બસ આટલું જ. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન. : ૪૩ પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનાં કર્તવ્યોનો નિર્દેશ કર્યો છે. જે રીતે આપણા જીવનમાં વ્રતોનું પાલન કરવાનું છે, તે રીતે બીજા પ્રત્યે આપણાં કર્તવ્યોનું પાલન કરવાનું છે અને જિનશાસનની ઉન્નતિ ય કરવાની છે. આપણા ઉપર જિનશાસનનો મહાન ઉપકાર છે. જિનશાસન સુખદાયી છે કલ્યાણકારી છે. સંસારના સર્વ જીવો જિનશાસન પામીને સુખ પ્રાપ્ત કરે, સદ્ગતિગામી બને, એ ભાવનાથી તમારે : - સમ્યગુ ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. - યથોચિત વિનય કરવો જોઈએ. - દીન અને અનાથ જીવોનો સમુદ્ધાર કરવાનો છે. - સુવિહિત સાધુપુરુષોનું પુરસ્કરણ કરવાનું છે. - પરિશુદ્ધ શીલનું પાલન કરવાનું છે. પરિશુદ્ધ શીલનું પાલન : જિનશાસનની ઉન્નતિનો પાંચમો ઉપાય છે - પરિશુદ્ધ શીલનું પાલન. જો તમે પાંચ અણુવ્રત અથવા બાર વ્રતો ગ્રહણ કર્યા છે, તો પછી તમારા જીવનમાં શીલધર્મનું પાલન હશે જ. પરિશુદ્ધનો અર્થ છે અતિચારરહિત પાલન. શીલવતનું પાલન દોષ લગાડ્યા સિવાય કરવાનું છે. યાદ રાખો તમારી તરફ લોકોની દ્રષ્ટિ હોય છે, કારણ કે તમે શ્રાવક છો. તમે ઉચ્ચ કોટિનું જીવન જીવનારા છો. લોકો તમને એ રૂપે જુએ છે. જે લોકો દુરાચારીવ્યભિચારી હોય છે, તેઓ પણ તમને સદાચારીના રૂપમાં જોવા ઇચ્છે છે. શીલવાનના રૂપમાં તમારી ઈજ્જત કરે છે : “આ મહાનુભાવ જૈનધર્મના પાકા અનુયાયી છે. તે કદી પરસ્ત્રી સામે આંખ ઉઠાવીને જોતા નથી. પરસ્ત્રીને બહેન યા માતા સમાન જ જુએ છે - એવો જ પવિત્ર વ્યવહાર કરે છે. ગમે તેવી રૂપવાન કન્યા હોય તો પણ તેને પોતાની પુત્રીની સમાન જુએ છે. તમારે માટે લોકો આવી વાતો કરતા હોય તો સમજવું કે તમે પરિશુદ્ધ શીલનું પાલન કરો છો. પરંતુ દંભ ન કરવો. દેખાવ માત્ર ન હોવો જોઈએ. દંભનો પડદો એક દિવસે તુટી જશે. ત્યારે તમારી નિંદા તો થશે જ, જિનશાસનની પણ નિંદા WWW.jainelibrary.org Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાગ થશે. એટલા માટે આત્મસાક્ષીએ તમે શીલધર્મનું પાલન કરતા રહો. શીલપાલનની સભાનતાઓ - ૨ રિશુદ્ધ શીલપાલન સરળ નથી, ખૂબ જ કપરું કામ છે. પરંતુ જો તમારામાં બે વાતો હશે તો તમે સહજતાથી શીલપાલન કરી શકશો. પ્રથમ વાત છે પતિને પોતાની પત્નીમાં તૃપ્તિ અને પત્નીને પતિમાં તૃપ્તિ. બીજી વાત છે પતિ-પત્ની વચ્ચે અંતરંગતા. જીવનમાં આ બે વાતો હશે તો પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ નહીં બાંધે, પત્ની બીજા પુરુષ સાથે પ્રેમ-સંબંધ નહીં બાંધે. — ૨૨૫ જે પતિ-પત્નીની પરસ્પરમાં તૃપ્તિ નહીં હોય, અંતરંગ પ્રેમ નહીં હોય તો સદાચારી રહેવું મુશ્કેલ છે. વૈવાહિક જીવનમાં એકબીજાના તમામ ગુણદોષોથી પર રહી અગાધ વિશ્વાસથી જોવું પડશે. વિશ્વાસ ગુલાબી કાચ છે. એનાથી સર્વ વસ્તુઓ ગુલાબી જ ગુલાબી દેખાશે. સદાચારી જીવન જીવનારા એક પુરુષે મને બતાવ્યું હતું : “અમે પતિ-પત્ની સર્વાંગીણ અંતરંગતા સાથે રહીએ છીએ. અમે એકબીજામાં અંશતઃ સમાહિત થઈ જઈએ છીએ. એકબીજામાં એવાં તો મળી ગયાં છીએ કે જેની કલ્પના બીજાઓ માટે અસંભવ છે !” સદાચારી જીવન જીવવાના કેટલાક ઉપાયો : પતિ-પત્નીના સંબંધમાં એકબીજા પ્રત્યે પૂરી ઈમાનદારી જોઈએ. એકબીજાની પૂરી ઓળખાણ જોઈએ અને ગહન આત્મીયતા જોઈએ. બંને જીવનસાથી પરસ્પર નિઃસંકોચભાવે પોતપોતાની દુર્બળતાઓની ચર્ચા એવા વિશ્વાસથી કરે કે તેમના ગુણોની સાથે તેમની ખામીઓ પણ સ્વીકાર્ય બની શકે. આ જ સ્વીકૃતિ નિકટતાની પૂર્વ શરત છે. એનાથી જ વિશ્વાસ અને આસ્થાનો ઉદય થાય છે. તમારા મનમાં જીવનસાથી પ્રત્યે એ વિશ્વાસ હોવો જોઈએ કે તમને તમારા ગુણો અને દોષો સાથે સ્વીકારવામાં આવ્યા છે, અને તે તમારી આસ્થાને આઘાત નહીં પહોંચાડે. દાંપત્યજીવનમાં અંતરંગતાની અનુભૂતિ એ વાત પર નિર્ભર હોય છે કે બંને એકબીજાને પોતાના માટે કેટલાં મહત્ત્વપૂર્ણ માને છે. જો દંપતી એકબીજાને પોતાના જીવનના વિશિષ્ટ અંગ ન માનતાં હોય તો દાંપત્યજીવનમાં જુદાપણું આવતું-જતું રહે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રાવકજીવન ૨૫ વર્ષનું દાંપત્યજીવન પસાર કરનાર એક વ્યક્તિએ કહ્યું : "મને વર્ષોથી એક અનુભૂતિ થાય છે કે દુનિયામાં મારું કોઈ નથી કે જેને માટે હું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છું. મારી ચિંતા કરનાર, મારી પ્રતીક્ષા કરનાર કોઈ પણ નથી. હું મારી જાતને એકલવાયી અનુભવું છું. મેં પૂછ્યું : તમારી પત્ની છે ને ? - તેણે કહ્યું : "છે, પણ આત્મીયતા નથી, અંતરંગતા નથી. જ્યારે હું રાતના નવ વાગે ઘેર પહોંચું છું, તે નિદ્રાધીન હોય છે ! હું જાતે રસોડામાં જઈને, મારા માટે તેણે જે કંઈ રાખ્યું હોય તે ખાઈ લઉં છું. પછી ઘરમાંથી બહાર જઈને મિત્રો સાથે વાતો કરું છું. જીવનસાથી એકબીજાથી જેટલાં વધારે નજીક હશે તેટલાં જ તેમનાં રહસ્યો વધારે સુરક્ષિત રહેશે. ન પતિ પત્નીનાં રહસ્યોનું ઉદ્ઘાટન ક૨શે કે ન પત્ની પતિનાં રહસ્યો પ્રકટ ક૨શે. આવી અંતરંગતા હોવાથી દંપતીમાં કદી દુરાચારદુઃશીલતાનો પ્રવેશ થશે નહિ. કોઈ વાર ભાવોનું પરિવર્તન પણ થાય છે ઃ એવા લોકો કે જેમના લગ્નજીવનનાં કેટલાંક વર્ષો વીતી ચૂક્યાં છે, એ વાતનો સ્વીકાર કરે છે કે કેટલોક સમય સાથે રહેવાથી પછી ક્રૂરતાનો ગાળો પણ આવે છે અને કેટલોક સમય વીતી જાય તે પછી ફરી પાછી નિકટતા આવી જાય છે. એક વ્યક્તિએ બતાવ્યું કે ઃ "કેટલાક સમય માટે જ્યારે વૈવાહિક જીવન કડવાશથી ભરાઈ જાય છે ત્યારે કેટલાય પ્રકારના ભાવો મનમાં પ્રવાહિત થાય છે.” પતિને તેની પત્નીએ કહ્યું : "તમને લાગે છે કે ક્યાંક કશીક ગરબડ છે, પરંતુ તમે બીજા કોઈ સાથે સંબંધ જોડવા યા બધું છોડીને ક્યાંય અન્યત્ર ભાગી જવાની વાત કદી વિચારતા નથી ! બસ, જેમ તેમ પણ ગાડી ખેંચ્યું રાખો છો. તમે જાણો છો કે પરિસ્થિતિમાં નિશ્ચિત રૂપથી સુધારો થશે. બધું ફરીથી સારું થઈ જશે.” પરિશુદ્ધ શીલનું પાલન કરવા માટે દાંપત્યજીવન સારું હોવું અતિ જરૂરી છે. દાંપત્યજીવનમાં વફાદારી એ જ શીલ છે, તે જ સદાચાર છે, અંતરંગતા માટે મહત્ત્વપૂર્ણ વાત છે - એકબીજાને સમજવાં. એકસાથે સમય વીતાવવો, વાતો કરવી અને એકબીજાની અનુભૂતિઓ સાંભળવી; એનું પરિણામ એ આવશે કે એકબીજાની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલતાનો વિકાસ થશે. પતિ-પત્ની વચ્ચે સંવાદિતા ટકી રહેવી જોઈએ. વિસંવાદિતા ન આવવી જોઈએ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૨૭ વિસંવાદિતા આવી પણ જાય, તો તેને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પતિ-પત્ની બંનેએ એકબીજાની અનુભૂતિઓ, આકાંક્ષાઓને નિરંતર સમજતા રહેવું જોઈએ - આ જ વૈવાહિક અંતરંગ છે. "મેરિડ પીપલ સ્ટેઇગ ટુગેધર ઈન ધ એજ ઑફ ડાયવર્સ નામના પુસ્તકમાં લેખિકા ફોસીસ ક્લાસન” લખે છે : "હું મારી સાસુના વિવાહને યાદ કરું છું. એ જમાનામાં વિવાહ કોઈ મધ્યસ્થી નકકી કરતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં બેલ્જિયમમાં પરંપરાવાદી યહુદીઓમાં આ રીત હતી અને એક આજ્ઞાધારી બેટીની માફક તેમણે આ રીતનો વિરોધ કર્યો ન હતો, છતાં તેમનો વિવાહ-સંબંધ તેમના મૃત્યુ સુધી લગભગ ૫૦ વર્ષ સુધી ચાલ્યો. મારાં સાસુ-સસરા જીવનભર અનેક મુશ્કેલીઓ - વિશ્વયુદ્ધ, વેપારમાં અસફળતા, સસરાનો ઘાતક દયરોગ વગેરે - સહન કરતાં રહ્યાં. કોઈ વાર તેમની વચ્ચે કજિયા થયા તો કોઈ વાર મનમેળ પણ થયો. પરંતુ તેમના જીવનમાં નિષ્ઠા અને સમર્પણ પોતાની ચરમકક્ષાએ હતા, જ્યાં પ્રેમલગ્ન કરનારાં યુગલો પણ તેમની પાછળ રહી જતાં હતાં. એક વાર બીમાર પડવ્યા પછી મારી સાસુએ મને કહ્યું: “તારા પાપા મારે માટે કેટલું બધું કરે છે? કેવી રીતે મારું ધ્યાન રાખે છે, એને કોઈ જાણી નહીં શકે ! પોતાની પત્નીનું આવું ધ્યાન રાખનાર લોકો ખરેખર વિરલ જ હશે.” મેં પૂછ્યું તો શું તમે એને માટે એટલું નથી કર્યું? તે ગંભીરતાથી બોલી : "હા, મેં પણ કર્યું, પણ શું આ વિચિત્ર નથી લાગતું? અથવા તારી માફક હું પણ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે વિવાહ કરવા સ્વતંત્ર હોત તો કહી નથી શકતી કે મેં એને જ પસંદ કર્યો હોત. પરંતુ હું બીજા કોઈ પુરુષ તરફ એટલી નિકટતાની - કલ્પના પણ નથી કરી શકતી. ખબર નથી, તું મારી આ વાત સમજી શકીશ કે નહીં ! કારણ કે આજે જમાનો કેટલો બદલાઈ ગયો છે, કેવી રીતે બતાવું. અમે બંને એકબીજાની સાથે સદાય સહજ અને સુરક્ષિત અનુભવ કરતાં હતાં !” જમાનો બદલાઈ ગયો છે ? એક વિદેશી શીલવતી નારીને પણ લાગે છે કે આજે જમાનો બદલાઈ ગયો છે. સાચી વાત છે. આજે શીલ-સદાચારની વાત માણસ ભૂલતો જાય છે. “મુક્ત જીવન”ના નામે વ્યભિચારને ઉત્તેજન મળ્યું છે. એનાથી પોતાની પસંદગીનું વિવાહજીવન પણ તૂટતું જાય છે. પુરુષ પત્ની સિવાય પ્રેયસી પણ રાખવા લાગ્યો છે અને સ્ત્રી પણ પતિ સિવાય પ્રેમીને ત્યાં જાય છે, આવે છે. બંનેમાં નથી રહી નિષ્ઠા, નથી રહી સમર્પિતતા અને નથી રહી અંતરંગતા, એટલા માટે તમારા લોકોનું Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગૃહસ્થજીવન ક્લેશ, સંતાપ અને કલહથી વિકૃત થઈ ગયું છે. તમે લોકો શ્રાવક-શ્રાવિકાઓ છો, આપણો ધર્મ એક શ્રેષ્ઠ ધર્મ છે. આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. જનપ્રવાહમાં વહી જવાથી તો માનવજીવન વ્યર્થ બની જશે. પરલોક અંધકારમય બની જશે. આત્મા દુર્ગાતમાં ભટકી જશે. ભલે તમે બે-ચાર ધર્મક્રિયાઓ કરતા હશો, પણ જે પરિશુદ્ધ શીલનું પાલન નહીં કરો તો તમારી અપકીર્તિ થશે, તમે નિંદાપાત્ર બનશો. જિનશાસનની અવહેલના થશે. એટલા માટે કહું છું કે ભલે જમાનો બદલાઈ ગયો હોય, તમે ન બદલાશો. જો જીવનમાં દુરાચારનો પ્રવેશ થઈ ગયો હોય તો તરત જ એ માર્ગમાંથી પાછા વળી જાઓ. મન વૃઢ કરો, વિવાહેતર સંબંધો તોડી નાખો. યાદ રાખો કે તમે શ્રાવક છો, જિનશાસનના સભ્ય છો, તમારે ભવસાગરમાં તરવાનું છે, ડૂબવાનું નથી. ભવસાગર તરી જવાનો છે. શીલ-ખંડનનાં કેટલાંક મહત્ત્વનાં કારણો ઃ આ તો મેં દાંપત્ય - વૈવાહિક જીવનની વાત કરી. વૈવાહિક જીવન પહેલાં જો યુવક-યુવતીઓ જાતીય સંબંધ બાંધી લે છે, શારીરિક સંબંધ કરી બેસે છે તો તેમના જીવનમાં શીલનું પાલન કરવું પ્રાયઃ અસંભવ બની જાય છે. કૉલેજમાં ૯૦ ટકા યુવક-યુવતીઓ શીલભ્રષ્ટ થઈ જાય છે. તેમની રહેણીકરણી, વેશભૂષા અને અંદરોઅંદરનો પરિચય શીલપાલન નહીં કરવા દે. વ્યભિચાર જેવું બીજું કોઈ પાપ નથી. આ રીતે યુવકવર્ગ વ્યભિચારનું સેવન કરી રહ્યો છે. શારીરિક અને માનસિક રીતે પોલો-બોદો થઈ ગયો છે. શારીરિક સ્વાસ્થ્ય બગડી ગયું છે અને બુદ્ધિ - પ્રતિભા ક્ષીણ થઈ ગઈ છે. રાજ્ય અને સમાજોને શીલપાલનની કોઈ મહત્તા અનુભવાતી લાગતી નથી. ધર્મગુરુઓનો ઉપદેશ યુવાનવર્ગ પ્રાયઃ સાંભળતો નથી. જે લોકો સાંભળે છે તેઓ તેનું પાલન કરતા નથી, પછી ઉપદેશની અસર કેવી રીતે થાય ? સામાજિક અને પારિવારિક વાતાવરણ જ શીધર્મના પાલનમાં પ્રતિકૂળ છે. ઘરઘરમાં કામોત્તેજક વેશભૂષા પ્રવેશી ચૂકી છે. ઘરમાં ટી. વી. અને વિડિયો આવી ગયાં છે. - - -- શ્રાવકજીવન - સ્થળેસ્થળે "બ્યૂ ફિલ્મો” જોવાય છે. વ્યભિચાર સેવન કરવાનાં સ્થળો વધતાં જાય છે. પરપુરુષો સાથે સ્ત્રીઓનો સંસર્ગ-પરિચય વધતો ગયો છે અને પરસ્ત્રીઓ Page #235 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૨૯ સાથે પુરુષોની મૈત્રી પણ વધી ગઈ છે. સ્ત્રીઓ ઑફિસમાં નોકરી કરે છે. શેઠને ખુશ રાખવા માટે પોતાનું શરીર સમર્પિત કરી દે છે ! અથવા પોતાની સાથે નોકરી કરનાર કોઈ પુરુષને સમર્પિત કરી દે છે. નોકરી કરનારી સ્ત્રીઓમાં કેટલી સ્ત્રીઓ પોતાના શીલને સુરક્ષિત રાખી શકે છે? કોઈ સ્પષ્ટવક્તા સ્ત્રીને પૂછવું, મેં તો પૂછ્યું છે. જે ઘરમાં સ્ત્રીપુરુષ બંને નોકરી કરે છે, બંને વેપાર કરે છે, તે ઘરમાં પ્રાયઃ દાંપત્યજીવન ક્લેશમય, અશાંત બની જાય છે. એકબીજા પ્રત્યે શંકા પેદા થાય છે. બંનેમાં અહંકાર આવે છે. એકબીજાની સાથે પ્રતિબદ્ધતા નથી રહેતી. પછી ઘરમાં રહેવું પસંદ પડતું નથી અને બહાર ભટકવા લાગે છે. આવા લોકો શીલપાલન કેવી રીતે કરશે ? એક ભાઈએ મને કહ્યું : “શીલપાલનની દ્રષ્ટિથી અમે પતન પામ્યા છીએ. શીલના માધ્યમથી અમે ન તો અમારું કલ્યાણ કરી શકીએ છીએ કે ન તો જિનશાસનની ઉન્નતિ કરી શકીએ છીએ. અમારી નિર્બળતા કહો, નિર્લજ્જતા કહો યા મજબૂરી કહો, ગમે તે કહો, આ દુષિત વાતાવરણમાં શીલનું પાલન અસંભવ જેવું લાગે છે. છતાં પણ જેઓ શીલનું પાલન કરે છે, તેઓ વંદનીય છે, પૂજનીય એ ભાઈની વાત અતિસ્પષ્ટ હતી. દંભ કરવાનો કોઈ અર્થ નથી. મેં એની વાત સાંભળી લીધી. સામાજિક પરિવર્તન સામે જ દેખાય છે. ધર્મસ્થાનોમાં પણ વિકૃતિઓ પ્રવેશી ચૂકી છે. રોગનાં જંતુઓ જ્યાં પણ ફેલાશે, રોગ પેદા કરશે. તમે લોકો જ્યાં પણ જશો, ત્યાં વિકૃતિઓ પેદા કરશો જ! ઠીક છે, આ વિષયમાં આમે. ય હું વધારે ચર્ચા કરતો નથી. ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેમ કોઈ મોટું સરોવર તૂટી જાય અને આજુબાજુનાં ગામોને ડુબાડી દે, એ રીતે આ દુઃશીલતાનું સરોવર તૂટી ગયું છે, એમાં દેશ અને દુનિયા ડૂબી રહ્યાં છે. બચવાનો કોઈ ઉપાય નથી. વર્તમાનકાળમાં પરિશુદ્ધ શીલપાલનથી શાસનોન્નતિ પ્રાયઃ સંભવ નથી. છઠ્ઠો ઉપાય છે - જિનમંદિરોનું નિર્માણ : હવે આપણે આગળ વધીએ છીએ. જિનશાસનની ઉન્નતિના સાત ઉપાયોમાં છઠ્ઠો ઉપાય છે જિનમંદિરનું નિમણિ કરવાનો. એટલે કે જિનમંદિરો જોઈને બીજા લોકો જિનશાસનની પ્રશંસા કરે ! આવી પ્રશંસા ત્યારે જ થઈ શકે જ્યારે અન્ય ધર્મોવાળાઓનાં મંદિરો કરતાં જિનમંદિરો ચડિયાતાં હોય ! કલાની દ્રષ્ટિથી, શિલ્પસ્થાપત્યની વૃષ્ટિથી, ભવ્યતા અને વિશાળતાની દ્રષ્ટિથી જિનમંદિર અદ્વિતીય હશે ત્યારે જ તેની સર્વત્ર પ્રશંસા થશે. દેશવિદેશના લોકો Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩) શ્રાવકજીવન આબુ-દેલવાડા જાય છે. ત્યાંનાં કલાત્મક, ભવ્ય જિનમંદિરો જુએ છે, કલા, શિલ્પ વગેરે નિહાળે છે અને શ્રદ્ધાથી-પ્રેમથી અભિભૂત થઈ જાય છે. આવાં જિનમંદિરોને ૮૦૦ વર્ષ પૂર્વે ગુજરાતના મહામંત્રી વિમલશાહે, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે બનાવ્યાં હતાં. અનુપમાદેવીએ ત્યાં સ્વયં હાજર રહીને મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ૮૦૦ વર્ષથી એ મંદિરો લાખો લોકોને જિનશાસન પ્રત્યે આકર્ષિત કરી રહ્યાં શું તમે જાણો છો તેજપાલની પત્ની અનુપમાદેવીએ એ દેલવાડાની જમીન કેવી રીતે લીધી હતી? ત્યાંના રાજાએ કહ્યું: "જેટલી જમીન જોઈએ તેટલી જમીન ઉપર ચાંદીના સિક્કા પાથરી દો, જમીન તમારી સિક્કા અમારા! અનુપમાદેવીએ ગોળ નહીં, ચોરસ સિકકા બનાવડાવીને જમીન ઉપર પાથર્યા હતા અને પરમાર રાજા. પાસેથી જમીન લીધી હતી. રાજા પણ દંગ થઈ ગયો હતો, જિનશાસનથી પ્રભાવિત થયો હતો. જિનમંદિરનું નિર્માણ પણ કેટલી ઉદારતાથી કર્યું? શું ઈતિહાસ વાંચ્યો છે? ન વાંચ્યો હોય તો અવશ્ય વાંચો. માલુમ પડશે કે જિનમંદિર કેવી રીતે બનાવવામાં આવે છે. પોતાના લાખો-કરોડો રૂપિયા ખરચીને ભવ્ય અને રમણીય જિનાલયો બનાવવાં જોઈએ, એ તમારા જીવનનું શ્રેષ્ઠ સુકત હશે. જિનશાસનની પ્રભાવના થશે. જો પુણ્યોદયથી પૈસા મળ્યા હોય તો સદુપયોગ કરી લો. શ્રીમંત લોકો પણ મંદિર માટે ફાળો એકત્ર કરે છે ! આજના જમાનામાં તમારા લોકો પાસે કેવા પૈસા આવ્યા છે?પૈસાનો સદુપયોગ કરવાની ભાવના જ પેદા થતી નથી! સર્વ શુભ કાર્યોમાં જિનમંદિરનું નિમણિ કરવું શ્રેષ્ઠ શુભ કાર્ય છે. પરમાત્મા પ્રત્યે તમારા હૃદયમાં ઉત્કૃષ્ટ ભક્તિ હશે તો તમે પરમાત્માના મંદિરના નિમણિમાં કોઈ કસર નહીં રાખો. એક છોકરીના લગ્નમાં તેના શ્રીમંત પિતાએ બે કરોડનું ખર્ચ કર્યું. અમે પૂછ્યું "આટલું બધું ખર્ચ કેમ કર્યું?" તેણે જવાબ આપ્યો: "મને મારી દીકરી ખૂબ પ્યારી છે....... એનાથી વધારે કોઈ નથી ! એટલે તેનું લગ્ન ભવ્યતાથી કર્યું !” વાત કેટલી તકેયુક્ત છે ! મનોવૈજ્ઞાનિક વાત છે. પોતાની પ્રિય વ્યક્તિ માટે માણસ જે કંઈ કરવા ઇચ્છે તે કરવા સ્વતંત્ર છે. તે કોઈથી બંધાયેલો નથી. કોઈ મનુષ્યને પરમાત્મા પ્રિય હોય, તો તેના નામ ઉપર, એની પ્રતિમા ઉપર, એના મંદિર ઉપર કરોડો રૂપિયા ખર્ચ કરી શકે છે. ભગવાન કૃષ્ણના નામ ઉપર ૨૫ કરોડનું દાન ! હમણાં મેં એક પ્રસિદ્ધ છાપામાં વાંચ્યું કે મુંબઈમાં એક શ્રીમંત મહિલાએ એક Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ હૉસ્પિટલ બાંધવા માટે ૨૫ કરોડનું દાન આપ્યું. તેણે શરત મૂકી કે એ હૉસ્પિટલ ઉપર તેનું નામ નહીં આવે. ફોટો નહીં મુકાય ! નામ રહેશે ભગવાન શ્રીકૃષ્ણનું ! મૂર્તિ રહેશે ભગવાન શ્રીકૃષ્ણની ! આ કળિયુગમાં પણ ઉદાર અને ગુપ્ત દાન કરનારી સ્ત્રીઓ છે ને ! આ દેશની ધરતી કોઈ વાર ઓછી કે વત્તી, આવી ઉત્તમ વ્યક્તિઓને જન્મ આપતી રહી છે. રાણકપુરનું જૈનમંદિર ૯૯ કરોડમાં બન્યું હતું ! : આશરે ૫૦૦ વર્ષ પૂર્વે રાજસ્થાનમાં સાદડી ગામ પાસે જંગલમાં પહાડોની વચ્ચે બનેલું ભવ્ય જિનમંદિર જોયું છે ? અવશ્ય યાત્રા કરો. ધનાશા પોરવાડ નામના એક જ નરવીરે આ મંદિર બનાવ્યું હતું. ૯૯ કરોડ રૂપિયા એ મંદિરના નિર્માણમાં ખર્ચાયા હતા ! ૫૦૦ વર્ષ પૂર્વે ૯૯ કરોડ રૂપિયા લાગ્યા હતા ! આજના હિસાબે કેટલા રૂપિયા થાય ? ભાગ ૨ - રાણકપુરમાં પ્રતિવર્ષ હજારો વિદેશી પર્યટકો આવે છે. હજારો યાત્રિકો આવે છે. મંદિર જોઈને ધન્ય ધન્ય થઈ જાય છે. એનું અદ્ભુત શિલ્પ અને સ્થાપત્ય જોઈને દિમાગ સ્વિંગ થઈ જાય છે. અતિ વિશાળ મંદિર હોવા છતાં પણ Air & Lightહવા-ઉજાસની વ્યવસ્થા જોજો ! મંદિરના કોઈ પણ ભાગમાં જઈને ઊભા રહો. ત્યાં તમને પ્રકાશ મળશે, હવા મળશે. અંદાજે ૧૪૪૪ સ્તંભો છે એ મંદિરમાં ! રમણીય પ્રદેશ છે, સુવિશાળ ધર્મશાળા છે, ભવ્ય દેરાસર છે, નયનરમ્ય પ્રતિમા છે ! દર્શન, પૂજન અને સ્તવન કરીને પુણ્યના ભંડાર ભરતા રહો ! આજકાલ નાનું મંદિર બાંધવા માટે પણ ફાળો એકત્ર કરે છે, પોતે શ્રીમંત હોય છે, પોતાના બંગલા, લાખો રૂપિયા હોય છે, પરંતુ મંદિર બનાવવા માટે ગામમાં ફાળો એકઠો કરે છે. બહારગામ જઈને ફાળો એકઠો કરે છે. ગુજરાતના એક ગામના લોકો અમારી પાસે આવ્યા, તેમણે કહ્યું : "અમારા ગામમાં ૨૫ લાખ રૂપિયા ખર્ચ કરીને અમે દેરાસર બંધાવીએ છીએ. એ માટે ફાળો એકઠો કરવા અમે નીકળ્યા છીએ.” મેં કહ્યું : "તમારા ગામમાં મંદિર બાંધવા માટે તો ગામવાળાઓએ જ પૈસા આપવા જોઈએ. જો ગામમાંથી ૨૫ લાખ રૂપિયા એકઠા ન કરી શકતા હો તો ૧૦ લાખનું મંદિર બાંધો, ૫ લાખનું બાંધો. જો કે તમારા ગામના લોકો તો ખૂબ સુખી છે. ૨૫ લાખ એકઠા કરી શકો છો !” કેટલી ખોટી પરંપરા શરૂ થઈ ગઈ છે ? બહારગામથી પૈસા લાવીને પોતાના ગામમાં મંદિર બાંધવું - આ કેટલું ખોટું છે ? હા, ગામના લોકો શ્રીમંત ન હોય, ગામમાં મંદિર ન હોય, અથવા મંદિરનો જીર્ણોદ્વાર કરવો આવશ્યક હોય તો બહારગામ જઈને પૈસા લાવીને મંદિર-નિર્માણ કરી શકો છો ! Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રાવકજીવન પરંતુ તમારી વાત એ નથી. સામાન્ય કોટિના મંદિરથી શાસનપ્રભાવના થતી નથી. વિશિષ્ટ કોટિનાં મંદિરથી શાસન ઉન્નતિ થાય છે. શત્રુંજય પર્વત ઉપર જે લોકો જાય છે, ગિરનાર પર્વત ઉપર જેઓ જાય છે, ત્યાં મંદિરોની દુનિયા જોઈને પ્રશંસાનાં પુષ્પ વેરાય છે ઃ પાવાપુરીનું મંદિર અને જેસલમેર - લોદ્રવાજીનાં ભવ્ય મંદિર લોકોના ચિત્તને આકર્ષે છે. તારંગાજી(ગુજરાત)નું ગગનસ્પર્શી ભવ્ય મંદિર અને વિરાટકાય પ્રતિમા.... કોના મનને મુગ્ધ નથી કરતાં ? રાજા કુમારપાળે ૮૦૦ વર્ષ પૂર્વે બનાવેલું આ મંદિર જિનશાસનનું ગૌરવ છે. વર્તમાનકાળમાં પણ કેટલીય જગાએ કલાત્મક મંદિરો બની રહ્યાં છે. મહેસાણા (ગુજરાત)નું સીમંધર સ્વામીનું મંદિર અને પાલીતાણા - સોનગઢ રોડ ઉપર બનેલું કીર્તિધામ... દર્શનીય મંદિરો છે. જિનમંદિરનું નિર્માણ વિધિપૂર્વક, શાસ્ત્રીય પદ્ધતિએ કરવામાં આવે છે. ખાણમાંથી પથ્થર કાઢવાથી શરૂ કરીને પ્રતિમાનું સર્જન કરવા સુધી બધું જ વિધિપૂર્વક કરવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે મંદિર બનાવનાર ગૃહસ્થના ઉત્કૃષ્ટ ભાવ અને પથ્થર ઘડનારા શિલ્પીના શુભ ભાવ હોવા જોઈએ. ઉત્કૃષ્ટ-શુભ ભાવથી મંદિર બને છે. એ મંદિરમાં જનારાને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. શુભ ભાવોથી પ્રભાવિત ક્ષેત્રનો મહિમા હોય છે. એટલા માટે તો આબુ - દેલવાડા ઉપ૨ અનુપમાદેવી જ્યારે મંદિર બનાવી રહી હતી ત્યારે તે શિલ્પીઓનો પૂરેપૂરો ખ્યાલ રાખતી હતી. અતિશય ઠંડી પડતી હતી ત્યારે તે શિલ્પી પાસે સગડી રાખતી હતી. કોઈ શિલ્પી - કારીગર બીમાર પડી જતો તો એનો ઔષધ-ઉપચાર થતો હતો. આ શાસ્ત્રીય વિધાન છે કે મંદિર બનાવનારા સર્વેનાં ચિત્ત પ્રસન્ન અને સંતુષ્ટ રહેવાં જોઈએ. કોઈનું પણ મન ઉદ્વિગ્ન યા અસંતુષ્ટ ન રહેવું જોઈએ. મંદિરોની દેખભાળ જરૂરી ઃ મંદિર નિર્માણ થઈ જાય છે, પ્રતિષ્ઠા મહોત્સવ પણ થઈ જાય છે. લાખો-કરોડો રૂપિયા ખર્ચ થઈ જાય છે. ધામધૂમ થઈ જાય છે, પરંતુ જ્યારે પાછળથી પૂજારીનો પગાર નક્કી કરવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછો પગાર આપવાની વાત આવે છે ! પૂજારીનું મન સંતોષ પામતું નથી. ઘર ચલાવવા માટે હજારો રૂપિયા જોઈએ, પણ એને પગાર મળે છે ૭૦૦ યા ૮૦૦ રૂપિયા ! સભામાંથી : અમે લોકો તો ૫૦૦ રૂપિયા જ આપીએ છીએ. મહારાજશ્રી ઃ પછી મંદિરમાં ચોરી કરવાનો જ વિચાર આવે ને ? ખૂબ વિચારવા જેવી વાત છે. ૨૫ યા ૩૦ લાખ રૂપિયાનું મંદિર બંધાવ્યું. પચાસ લાખથી કરોડ Page #239 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૩૩ રૂપિયા પ્રતિષ્ઠામાં ખર્ચે છે. જે સંઘ ૨૫-૫૦ લાખની બોલીઓ બોલી શકે છે, તે સંઘ ૪-૫ લાખનું નિભાવ-ખર્ચ ન કરી શકે? સારું નિભાવ-ફંડ હોય તો પૂજારીને પૂરો પગાર પણ આપી શકાય. જો સંઘ સમૃદ્ધ ન હોય તો વધારે પગાર ન આપી શકે, તો દેવદ્રવ્યમાંથી પગાર આપવામાં આવે, પરંતુ પૂજારીનું મન પ્રસન્ન રહેવું જોઈએ. એનું ગુજરાન સારી રીતે થતું હશે તો તે મંદિરને સારી રીતે સંભાળશે, તે ચોરી નહીં કરે. માંડવગઢના મહામંત્રી પેથડશાહે દેવગિરિમાં ભવ્ય મંદિર બનાવ્યું હતું. પ્રતિષ્ઠાના દિવસે પૂજારીને સ્થાવર અને જંગમ એટલી સંપત્તિ આપી હતી કે તેની સાત પેઢીઓ સુધી ચાલે ! કહો, એ પૂજારી મંદિરને કેટલું સારું સંભાળશે? એક તીર્થમાં એક નવું વિશાળ મંદિર બન્યું. એક કરોડ રૂપિયામાં બન્યું હશે. એ મંદિરનો વહીવટ કરવા માટે મુનીમની જરૂર હતી. એક શ્રાવકને બોલાવવામાં આવ્યો. શ્રાવકે કહ્યું: “મને મહિને એક હજાર રૂપિયા મળવા જોઈએ, સાધારણ ખાતામાંથી પગાર મળવો જોઈએ. મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું : "અમારી પાસે સાધારણ ખાતામાં વધારે પૈસા નથી. અમે તમને મહિને ૬૦ રૂપિયા આપી શકીએ !” શ્રાવકે ના પાડી. શ્રાવકે મને કહ્યું કે "શું મારા પરિવારનું ગુજરાન ૬૦૦ રૂપિયામાં થઈ શકે ? ટ્રસ્ટીઓ આટલો વિચાર પણ કરતા નથી.” મંદિર બનાવવાની સાથે સાથે તેનું નિભાવ-ફંડ પણ કરવું જ જોઈએ. નોકરી કરનારાઓને પયપ્તિ સુવિધા મળવી જ જોઈએ. પૂરતો પગાર પણ આપવો જ જોઈએ. તે વાતમાં સંકોચ ન કરવો જોઈએ. નોકરોને ખુશ રાખો. તે લોકો તનમનથી ભગવાનની સેવા કરશે. મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થવા દે. સભામાંથી મુનીમોને પૂરો પગાર નથી મળતો તો તેઓ મંદિરની પેઢીમાં ગોટાળા કરે છે. યાત્રિકો પાસેથી લાંચ લે છે. મહારાજશ્રી એટલા માટે તો આ વાત સમજાવું છું. લાખો-કરોડોના ખર્ચે મંદિર બંધાવો છો. પછી મંદિરની ચાવી જેને આપો છો તે મુનીમ યા પૂજારીને પર્યાપ્ત વેતન આપવું જ જોઈએ. લક્ષ્ય જિનશાસનની ઉન્નતિનું જ રાખવું જોઈએ ? આ તો પ્રાસંગિક વાત કરી છે. પ્રસ્તુતમાં વાત છે જિનશાસનની ઉન્નતિ કરવાની. દરેક શ્રાવક-શ્રાવિકાના મનમાં જિનશાસન પ્રત્યે ગાઢ પ્રેમ હોવો જોઈએ. સૌથી વધારે પ્રિય જિનશાસન હોવું જોઈએ, ત્યારે એ શાસનની ઉન્નતિ કરનારા આ બધા ઉપાયો સહજ રીતે કરાશે. પોતપોતાની સંપત્તિ અનુસાર તમે લોકો ઉપાય કરતા રહો. તમારા મનમાં નિર્ણય કરો કેઃ “મારા સંજોગો અનુકૂળ હશે, મારી Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રાવકજીવન પાસે સંપત્તિ આવશે ત્યારે સૌ પ્રથમ જિનમંદિર બંધાવીશ.” કરશો નિર્ણય ? જિનશાસનની ઉન્નતિ કરવાનું મહાન ફળ શું છે તે જાણો છો ને? શ્રેષ્ઠ પુણ્યકર્મ બંધાય છે - તીર્થંકર નામકર્મ બંધાય છે. જિનશાસનની ઉન્નતિ કરવામાં પ્રવૃત્તિશીલ બનતા રહો, એ જ મંગળ કામના. આજે, બસ આટલું જ. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનના વિષયમાં વિશદ માર્ગદર્શન આપ્યું છે. જો તમે લોકો એ માર્ગદર્શન અનુસાર પોતાનું જીવન વીતાવવાનો પુરુષાર્થ ક૨શો તો તમારું જીવન ધન્ય બની જશે, એટલું જ નહીં જિનશાસનની પણ ભવ્ય ઉન્નતિ થવા લાગશે. પરંતુ સૌથી વધારે મુશ્કેલ કામ છે જીવનપરિવર્તનનું ! ભોજનનું પરિવર્તન, વસ્ત્રનું પરિવર્તન, ઘરનું પરિવર્તન... સુલભ છે. જીવનપરિવર્તન કરવું મુશ્કેલ છે ! પરંતુ એ કર્યા સિવાય મોક્ષમાર્ગની આરાધના ય સંભવિત નથી. તમારે તમારા વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. તમારે તમારા પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં પરિવર્તન લાવવું પડશે. તમારે દર્શન, શ્રવણ અને વાચનમાં પિરવર્તન લાવવું પડશે. આ તમામ પરિવર્તનો જિનવચન અનુસાર લાવવાં પડશે. જીવન દરેક દૃષ્ટિથી શ્રેષ્ઠ બની જશે. મહાન પુણ્યના ઉદયથી જ્યારે મનુષ્યજીવન મળ્યું છે, તો પછી શ્રેષ્ઠ જીવન કેમ ન જીવવું ? એક વાત સમજી લેવી કે માત્ર પૈસાથી, વૈભવ-સંપત્તિથી શ્રેષ્ઠ જીવન નથી જીવી શકાતું. તમારી પાસે કેટલો વૈભવ છે, એના ઉપરથી શ્રેષ્ઠ જીવનનું પ્રમાણપત્ર નથી અપાતું. તમને કેટલી શાન્તિ છે, સમતા છે, પ્રસન્નતા છે, એની ઉપર શ્રેષ્ઠ જીવન નિર્ભર છે. આ ગ્રંથમાં શ્રેષ્ઠ જીવન જીવવાની જે રીત બતાવવામાં આવી છે, તે જો તમે પસંદ કરો અને એવું જીવન જીવવા માટે પુરુષાર્થ કરો, તો આ જીવનમાં શાન્તિ, સમતા અને પ્રસન્નતાનો મધુ૨ અનુભવ કરી શકો છો. તમારી પાસે પૈસા વધુ હોય કે ઓછા હોય, તમારું ઘર નાનું હોય કે મોટું હોય. તમારો વ્યવસાય નાનો હોય કે મોટો હોય, એ વાતોનું કોઈ મહત્ત્વ નથી. જો તમે સાચા અર્થમાં શ્રાવક બનશો તો તમે સદૈવ પ્રસન્નતાનો અનુભવ કરશો. શાન્તિ, સમતા અને પવિત્રતા તમારા મુખમંડળ ઉપર છવાયેલાં રહેશે. શ્રીમંત બનવા દુનિયાની દોડમાં દોડતા ન રહો. આ દોડમાંથી બહાર નીકળી જાઓ. ભાગ્ય ઉપર ભરોસો રાખો. જેટલો અર્થપુરુષાર્થ જરૂરી હોય તેટલો જ કરો. જીવનપરિવર્તન પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રાવકજીવન જિનશાસનની ઉન્નતિ માટે યાત્રાસંઘ ઃ શ્રાવકજીવનમાં જિનશાસનની ઉન્નતિનું એક વિશિષ્ટ કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. જિનશાસનની ઉન્નતિના લક્ષ્યથી : – સમ્યગુ ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો. – લોકોનો યથોચિત વિનય કરવો. - દીન-અનાથ લોકોનો સમુદ્ધાર કરવો. - સુવિહિત સાધુપુરુષોનું પુરસ્કરણ કરવાનું છે. - પરિશુદ્ધ શીલનું પાલન કરવાનું છે. - જિનમંદિરોનું નિમણિ કરવાનું છે અને – તીર્થયાત્રા, જિનજન્માભિષેક વગેરે વિવિધ ઉત્સવોનું આયોજન કરવાનું છે. આજે હું સાતમો ઉપાય સમજાવું છું. એમાં પણ સર્વ પ્રથમ તીર્થયાત્રાના વિષયમાં સમજાવીશ. તીર્થયાત્રામાં બે શબ્દો છે તીર્થ અને યાત્રા. તીર્થનો અર્થ અને તેનું મહત્ત્વ સમજવું પડશે. યાત્રા કેવી રીતે કરવી જોઈએ, એ પણ સારી રીતે સમજવું પડશે. યાત્રાના વિષયમાં મહાન જ્ઞાની આચાર્યોએ પરિપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે, એના આધારે હું આજે તમને માર્ગદર્શન આપીશ. તીર્થ” શબ્દની પરિભાષા પહેલાં તીર્થ વિશે સમજાવું છું. સંસ્કૃતમાં “તીર્થ” શબ્દની વ્યુત્પત્તિ આ રીતે બતાવવામાં આવી છે ? તીર્ઘતે મનેન તિ તીર્થ | જેના સહારે જીવાત્મા ભવસાગર તરી જાય, તેને તીર્થ કહે છે. આવાં તીર્થ બે પ્રકારનાં હોય છેઃ સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે ચાલતાં - હરતાંફરતાં-"મોબાઈલ તીર્થ! શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, આબુ વગેરે સ્થાવર તીર્થ કહેવાય છે. કોઈ પ્રભાવશાળી જિનપ્રતિમાથી મહિમાવંત બનેલાં મંદિરને પણ તીર્થ કહે છે. આ બધાં સ્થાવર તીર્થ છે. સાધુ-સાધ્વી જંગમ તીર્થ છે. ચાલતાં-હરતાંફરતાં તીર્થ છે. ' જે તારે એનું નામ તીર્થ. તીર્થ તારે છે. પરંતુ જેને તરવાનું હોય છે, તરવાની પ્રબળ ઈચ્છા હોય છે, તેને તારે છે. તરવાનો પ્રયત્ન કરે છે તેને તારે છે. હું તમને પૂછું છું? શું તમારે ભવસાગર તરવો છે? તમારે પાપસાગર તરવો છે? સામેના કિનારે જવું છે ? ભવસાગરની પેલે પાર શું છે તે જાણો છો? જ્ઞાનવૃષ્ટિથી એ કિનારો જોયો છે? એ મોક્ષ છે, મુક્તિ છે, ત્યાં જવું છે? તીર્થયાત્રા ત્યારે સફળ Page #243 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૩૭ થશે. લગભગ તમામ ધર્મોને પોતપોતાનાં તીર્થ છે. જૈનોનાં છે, હિન્દુઓનાં છે, શીખોનાં છે, બૌદ્ધોનાં અને મુસલમાનોનાં પણ તીર્થો છે. ભારતમાં છે તેવાં તીર્થો બીજા દેશોમાં પણ છે. તીર્થની સંસ્કૃતિ ભગવાન આદિનાથ જેટલી પ્રાચીન છે. આમ તો શાશ્વત તીર્થ અને અશાશ્વત તીર્થ એમ તીર્થના બે પ્રકારો છે. શત્રુંજય તીર્થ શાશ્વત તીર્થ છે. શત્રુંજયનો પર્વત અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી અસ્તિત્વ ધરાવશે. કેટલાંક તીર્થ બને છે અને નષ્ટ થાય છે. તેવાં તીર્થો અશાશ્વત તીર્થો કહેવાય છે. યાત્રા કરવાની રીત: આવાં કલ્યાણકારી પવિત્ર તીર્થોની યાત્રા કેવી રીતે કરવી જોઈએ, પહેલાં તે રીત બતાવું છું. પછી તમે લોકો કેવી કેવી ભૂલો કરો છો તે બતાવીશ, કારણ કે તમે લોકો તીર્થયાત્રા માત્ર તમારે માટે જ કરો છો. જિનશાસનની ઉન્નતિનું લક્ષ્ય ચૂકી ગયા છો; એવું થઈ ગયું છે. પ્રથમ વાત છે યાત્રાની. તીર્થયાત્રામાં પગથાળા-પગે ચાલીને જવું જોઈએ. કોઈ વાહનમાં બેસીને ન જવું જોઈએ. શારીરિક અસ્વસ્થતાને કારણે વાહનનો ઉપયોગ કરવો પડે તે અપવાદમાર્ગ છે. ચતુર્વિધ સંઘ સાથે મળીને યાત્રા કરો. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા - આ ચતુર્વિધ સંઘ છે. સૌએ ચાલીને તીર્થયાત્રાએ જવાનું છે. જ્યાંથી સંઘ પ્રયાણ કરે ત્યાંથી નીચેના નિયમોનું પાલન કરવાનું હોય છે? - પ્રતિદિન એક જ વાર ભોજન કરવાનું હોય છે. એટલે કે એકાસણું યા આયંબિલ. - બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. – વનસ્પતિ વગેરે સચિત્ત વસ્તુઓ ખાવાની નથી. - પલંગ-ગાદી ઉપર શયન કરવાનું નથી. - સર્વજ્ઞ પરમાત્મા, વીતરાગ શાસનના સાધુપુરુષ અને સર્વજ્ઞના ધર્મ ઉપર પૂણી શ્રદ્ધા-વિશ્વાસ ધારણ કરવાનો હોય છે. જ્યાં સુધી યાત્રા પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવાનું હોય છે. ભોજનસંબંધી એટલો સખત નિયમ નથી. શારીરિક કારણથી બે વાર ભોજન કરવું પડે તો બે વાર કરવું; પરંતુ ગુરુદેવને પૂછીને કરવું, એમની અનુમતિ મેળવીને કરવું. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સંઘયાત્રાથી જનતા પ્રભાવિત થવી જોઈએ : સંઘ કાઢનાર સંઘપતિ ઉદાર પ્રકૃતિનો હોવો જોઈએ. જે જે ગામ-નગરોમાંથી સંઘ પસાર થાય તે તે ગામ-નગરમાં : - દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરવો જોઈએ. ગરીબ પ્રજાને અનુકંપા-દાન આપવું જોઈએ. વસ્ત્ર-ભોજન વગેરે આપવાં જોઈએ. હૉસ્પિટલોમાં-શાળાઓમાં-પાંજરાપોળોમાં યથોચિત અર્થદાન પણ આપવું જોઈએ. દાનથી જ સામાન્ય પ્રજા પ્રભાવિત થાય છે અને પ્રશંસક બને છે. એટલા માટે સંઘપતિને પહેલેથી જ માર્ગદર્શન આપી દેવું જોઈએ. રસ્તાનાં ગામોમાં કોઈ સાર્વજનિક પરોપકારનું કામ આવે તો સંઘપતિ સારું દાન આપીને જનતાને આનંદિત કરી દે ! સંઘપતિ જેવો ઉદાર હોય તેવો શાન્ત સ્વભાવનો હોવો જોઈએ. પ્રસન્નચિત્ત અને પ્રસન્નવદન હોવો જોઈએ. સંઘના બધા લોકોનો ખ્યાલ રાખનાર હોવો જોઈએ. . શ્રાવકજીવન જે જે ગામમાં સંઘ જાય, એ ગામમાં જિનમંદિર હોય તો પૂજા વગેરેનું આયોજન કરવું જોઈએ. બીજાં અજૈન મંદિરોમાં પણ શ્રીફળ વગેરે પૂજાપો મોકલવો જોઈએ. અન્ય દેવ-દેવીઓનો પણ અનાદર ન કરવો જોઈએ. આશાતના ન ક૨વી જોઈએ. તીર્થમાં પહોંચ્યા પછી ઃ તીર્થમાં મોટા આડંબર સાથે - ધામધૂમથી સંઘનો પ્રવેશ મહોત્સવ થવો જોઈએ. તીર્થમાળા પહેરવાનું આયોજન હોવું જોઈએ. સ્વામિવાત્સલ્ય થવું જોઈએ. ગરીબોને અનુકંપા-દાન આપવું જોઈએ. તીર્થક્ષેત્રમાં - જે જે ક્ષેત્રમાં પૈસાની કમી હોય, તે તે ક્ષેત્રને સમૃદ્ધ કરવું જોઈએ. તીર્થપતિ પરમાત્માની ભક્તિનું, પૂજનનું ભવ્ય આયોજન હોવું જોઈએ. દર્શનપૂજન-સ્તવન અને ગીતનૃત્ય કરતાં ભક્તિભાવથી વિભોર થઈ જવું જોઈએ. તીર્થક્ષેત્રમાં જૈન લોકો વસતા હોય તો તેમને પણ ઉચિત સહાય કરવી જોઈએ. દુઃખી પરિવારોનાં દુઃખ દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આ બધું કરવાથી જ જિનશાસનની ઉન્નતિ થાય છે. આપણા હૃદયમાં પણ જિનશાસન પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ઊભરાય છે. પૂર્વ મહાપુરુષોને યાદ કરો : જ્યારે જ્યારે તીર્થયાત્રાનું - યાત્રાસંઘનું આયોજન થાય ત્યારે જૈન ઇતિહાસમાં Page #245 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૩૯ સુવર્ણાક્ષરે લખાયેલાં મહાન સંઘપતિઓનાં નામ અને કામનાં વર્ણનો વાંચી લેવાં જોઈએ. અથવા ગુરમુખેથી સાંભળી લેવાં જોઈએ. એનાથી તમારા હૃદયમાં પણ સારા મનોરથો ઉત્પન્ન થશે. હું પણ આ પ્રકારના ભવ્ય યાત્રાસંઘો કાઢીશ.” એવી ભાવનાઓ પેદા થશે.. – રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીની નિશ્રામાં પાંચ હજાર જેટલા જૈનાચાર્યોની સાથે લાખો સ્ત્રીપુરુષોનો સંઘ કાઢ્યો હતો. - રાજા સિદ્ધરાજે અને કુમારપાળે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીની નિશ્રામાં ભવ્ય સંઘ કાઢ્યા હતા. – મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે પણ ગિરિરાજના સંઘ કાઢ્યા હતા. – માંડવગઢના મહામંત્રી ઝાંઝણશાહે પણ ગિરિરાજનો સંઘ કાઢ્યો હતો. એ રાતે આભુ સંઘવી વગેરેની સંઘયાત્રાઓ જિનશાસનની અપૂર્વ ઉન્નતિ કરનારી બની હતી. જિનશાસનની ઉન્નતિના લક્ષ્યથી જ સંઘ કાઢવામાં આવતા હતા. અજેને પ્રજાને પણ ધમપદેશ : સિંઘયાત્રા દરમિયાન મહત્ત્વનું એક કાર્ય કરવું જોઈએ, તે કાર્ય છે અજૈન પ્રજાઓને ધર્મોપદેશ સંભળાવવો. રાત્રે યા દિવસે આખું ગામ ભેગું કરવું અને પ્રવચનકાર મુનિવર-આચાયદિ એવો ધમોપદેશ સંભળાવે કે જેનાથી જિનશાસન પ્રત્યે પ્રજાના મનમાં સદ્દભાવ-પ્રેમ વધે. અજૈન પ્રજા સામે પ્રવચન આપતી વખતે પ્રવચનકારે અજૈન પ્રજાનાં દેવદેવીઓની નિંદા ન કરવી, જિનશાસનનાં શ્રેષ્ઠ આચારમયદાઓનું વિવેચન કરવું, પરંતુ અન્ય ધર્મો ઉપર પ્રહાર ન કરવો. ભલે સાચી વાતો હોય, પરંતુ પ્રજાનાં દિલ દુભાય તેવી વાતો ન કરવી જોઈએ. સર્વ પ્રકારનું સત્ય સર્વત્ર બોલવાનું હોતું નથી. અજૈન લોકોને ખાસ કરીને વ્યસનોથી મુક્ત થવા અને હિંસા છોડવાનો ઉપદેશ આપવો જોઈએ. દાન અને શીલનો ઉપદેશ આપવો જોઈએ. જેનદર્શન, જૈનધર્મની વિશાળ દ્રષ્ટિનો બોધ આપવો જોઈએ. જૈનશાસન માત્ર જૈનોનું જ નથી, જીવમાત્રનું કલ્યાણ ઇચ્છનારું ધર્મશાસન છે. ચાર વર્ણનાં તમામ લોકો જૈનધર્મ સ્વીકારી શકે છે. જેન” શબ્દ જાતિવાચક નથી, ધર્મવાચક છે. મહાવીર ક્ષત્રિય હતા અને તેમના ૧૧ મુખ્ય શિષ્યો બ્રાહ્મણો હતા! જૈનધર્મ સર્વેનો છે. સૌને માટે જૈનધર્મનાં દ્વાર ખુલ્લાં છે. આ રીતે ઉપદેશ આપવાથી અને ગીતા, ઉપનિષદ, ભાગવત, વેદ વગેરે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રાવકજીવન ગ્રંથોમાંથી ઉદ્ધરણો આપવાથી અજૈન પ્રજા ખૂબ પ્રભાવિત થાય છે. આવી રીતનાં પ્રવચનો દરેક ગામમાં થવાં જોઈએ. પ્રવચનોથી જિનશાસનની અપૂર્વ ઉન્નતિ થાય છે. તમે દાન આપો અમે પ્રવચનો આપીએ, તમે દ્રવ્યનું દાન આપો અમે ભાવોનું દાન આપીએ. ઉદારતાથી આપો, થાક્યા વગર આપતા રહીએ... આપતા જ રહીએ. જિનશાસન પ્રત્યે હજારો લોકોનું આકર્ષણ જાગશે. વ્યક્તિગત તીર્થયાત્રા : આ તો મેં સંઘયાત્રા સંબંધી બતાવ્યું કે જે જૈનશાસનની ઉન્નતિનું એક મુખ્ય કારણ છે. પ્રાસંગિક રૂપે વ્યક્તિગત તીર્થયાત્રાના વિષયમાં પણ માર્ગદર્શન આપું છું. તીર્થયાત્રા કરવા તમે સંઘની સાથે ન જતા હો, એકલા યા પરિવાર સાથે જતા હો, તમે પગે ચાલીને જઈ શકો છો. સાથે ‘કાર’ વગેરે વાહન રાખી શકો છો. તમારો સામાન, નોકર વગેરે વાહનમાં જઈ શકે છે. તમે લોકો પગપાળા જાઓ. તમારે સોના-ચાંદી વગેરેનાં આભૂષણો ન પહેરવાં જોઈએ. ગજવામાં વધારે પૈસા પણ ન રાખવા જોઈએ. તમે નિર્ભયતાથી ચાલી શકો છો. બે-ચાર માણસો ઓછામાં ઓછાં હોવાં જોઈએ. કેટલાક સાહસિક પુરુષો એકલા પણ જાય છે ! ઉ૫૨ બતાવેલા નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. કેટલીક સાવધાનીઓ : રસ્તે જતાં રેડિયો ન સાંભળવો જોઈએ. રસ્તે ચાલતાં પરસ્પર નકામી વાતો ન કરવી જોઈએ. કોઈની નિંદા ન કરવી જોઈએ. ગપ્પાં પણ ન મારવાં જોઈએ. કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરવો જોઈએ. કોઈ કષ્ટ આવે, અસુવિધા આવે તો સમભાવ રાખવો જોઈએ. સાથી યાત્રીઓ સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. — — — - — કોઈ બીમાર પડી જાય, તો તેની સેવા કરવી જોઈએ. જતી વખતે જ્યાં જ્યાં મુકામ કરો, ત્યાં પ્રતિક્રમણ, સામાયિક, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, શ્રી નવકાર મંત્રનો જાપ, જે તીર્થ પાસે જાઓ છો, તેના નામની માળાનો જાપ વગેરે કરવું જોઈએ. જુગા૨ ન ૨મવો જોઈએ. તીર્થસ્થાનમાં પહોંચ્યા પછી ભાવોલ્લાસની સાથે અને વિધિપૂર્વક યાત્રા કરવી Page #247 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૪૧ જોઈએ. શક્તિ અનુસાર દાન આપવું જોઈએ અને અનુકંપા-દાન આપવું જોઈએ. જીવનમાં કંઈક પરિવર્તન કરવાનો સંકલ્પ પણ તીર્થમાં કરવો જોઈએ. જેવા કે :- હવે હું ક્રોધ નહીં કરું. હવે હું ઘરમાં યા બહાર કંદમૂળ નહીં ખાઉં. - હવે હું રાત્રિભોજન નહીં કરું. હવે હું પ્રયોજન વગર હોટલમાં ભોજન નહીં કરું. હું દરરોજ પરમેશ્વરની પૂજા કરીશ. હવે હું દરરોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખ્ખાણ કરીશ. હવે હું વેપારમાં બેઈમાની નહીં કરું. – હવે હું બીડી-સિગરેટ નહીં પીઉં, જો પીતા હો તો. – હવે હું તમાકુનું પાન-માવો વગેરે નહીં ખાઉં. – પ્રતિવર્ષ એક તીર્થયાત્રા કરીશ. આવો કોઈ ને કોઈ સંકલ્પ કરવો જોઈએ. એનાથી તીર્થયાત્રાની સફળતા મળે છે. બીજા લોકો પણ તમારી પ્રશંસા કરશે. યાત્રા કરવી તો આ રીતે કરવી. તીર્થભૂમિમાં જઈને, ઓછામાં ઓછું છેવટે પાપ-પ્રવૃત્તિ તો કરવી જ નહીં. તીર્થયાત્રામાં પાપ-પ્રવૃત્તિ ન કરવી? જો તીર્થસ્થાનોમાં જઈને પાપ કર્યો તો તેનાં ભયંકર પરિણામો આ જન્મમાં અને પરલોકમાં ભોગવવાં પડશે. તીર્થક્ષેત્ર પાપ કરવા માટે છે જ નહીં. જેમને પાપ કરવાં હોય, તેણે તીર્થમાં જવું જ ન જોઈએ. શા માટે તીર્થક્ષેત્રમાં જાય ? આ સભામાંથી બીજી જગાએ જાય તો વધારે ખર્ચ થાય છે. તીર્થની ધર્મશાળા પ-૧૦ રૂપિયામાં મળી જાય છે ! ત્યાં પૂછનાર પણ કોઈ નથી હોતું ! મહારાજશ્રી પૂછનાર ભલે ન હોય, જોનાર તો છે ! એક નહીં, અનંત વિશુદ્ધ આત્માઓ જુએ છે ! અનંત સિદ્ધ ભગવંતો જુએ છે. મહાવિદેહ ક્ષેત્રના બે કરોડ કેવળાની જુએ છે. પાપ કરનારાઓ તેમને નથી જોતા, પણ તેઓ તો ચરાચર વિશ્વને જુએ છે. ઓરડો બંધ કરીને પાપ કરો યા ભૂગર્ભમાં જઈને પાપ કરો, અનંત સિદ્ધ આત્માઓ જુએ જ છે. તીર્થક્ષેત્રની ધર્મશાળાઓ શું ધર્મ કરવાની શાળાઓ નથી? નથી ને? વધારે લોકો ધર્મશાળામાં રાત્રિભોજન કરે છે. કંદમૂળ ખાય છે. જુગાર રમે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રાવકજીવન એક તીર્થસ્થાનના ટ્રસ્ટીએ મને જણાવ્યું હતું કે રાત્રે બાર વાગે ધર્મશાળાનો ચોકીદાર મારી પાસે આવ્યો અને મને જગાડીને બોલ્યો ઃ "ધર્મશાળાના એક રૂમમાં કેટલાક લોકો જુગા૨ ૨મી રહ્યા છે.” હું ચોકીદાર સાથે તે રૂમની પાસે ગયો. દરવાજો ખખડાવ્યો. દરવાજો ન ખુલ્યો. મેં કહ્યું : "હું તીર્થનો મેનેજિંગ ટ્રસ્ટી છું, મારું નામ.... છે. દ૨વાજો ઉઘાડો, નહીંતર પોલીસ સ્ટેશને ફોન કરું છું.” પોલીસનું નામ સાંભળીને અંદર લોકો ગભરાયા, ઝટપટ બાજી સમેટીને જે સંતાડવાનું હતું તે સંતાડીને દરવાજો ઉઘાડ્યો ! મેં જોયું તો મોટા શહેરના સારા વેપારીઓ હતા ! મને જોઈને તેમને શરમ આવી. મૌન ઊભા રહ્યા. મેં કહ્યું : "તમે અત્યારે જ ધર્મશાળા છોડીને ચાલ્યા જાઓ. આ તીર્થ છે, અહીં જુગા૨ ૨મવો મહાપાપ છે, અપરાધ છે.” રાત્રે જ તે લોકો પોતપોતાની ગાડીમાં બેસીને ચાલ્યા ગયા. આ તો ટ્રસ્ટી જાગ્રત હતા અને રાત્રે બાર વાગે ધર્મશાળામાં ગયા. આવા જાગ્રત ટ્રસ્ટીઓ કેટલા ? ધર્મશાળા તો મોટે ભાગે મુનીમ લોકો જ સંભાળે છે. મુનીમોને ખુશ કરીને તમે જે ઇચ્છો તે ધર્મશાળામાં કરો છો. મોટાં મોટાં તીર્થની ધર્મશાળાઓમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ? ધર્મશાળા બનાવનારા એ ભાવનાથી ધર્મશાળા બનાવે છે કે તીર્થયાત્રા કરનારા યાત્રીઓ તેમાં ઊતરે અને ધર્મ-આરાધના કરે. લાખો રૂપિયા લોકો આ ભાવનાથી ખર્ચે છે. ધર્મશાળા બનાવનારાઓની શુભ ભાવનાનું મૂલ્યાંકન તમે લોકો શું કરો છો ? ભાવનાથી વિપરીત વ્યવહાર કરીને તમે લોકો કેટલું મોટું પાપ કરો છો ? ક્યારે છૂટશો એવા પાપોમાંથી ? તમે લોકો જિનશાસનની ઉન્નતિ નહીં કરો તો ચાલશે, પરંતુ જિનશાસનની બદનામી તો ન જ કરવી જોઈએને ? દુરાચારી લોકો ધર્મની નિંદા કરાવે છે. પોતાનું અહિત તો કરે જ છે. તેમને કોણ સમજાવે ? જેઓ માત્ર નામના જ જૈન હોય છે તેઓ તીર્થસ્થાનોમાં જઈને ત્યાંની પવિત્રતાને ખંડિત કરે છે. ગાડી અને બસોના સંઘ ઃ -- કેટલાક વર્ષોથી ટ્રેઈનોમાં સંઘો નીકળે છે. બસોમાં સંઘો નીકળે છે. તે લોકો તીર્થયાત્રા ઓછી પણ મોજમજા જ વધારે કરે છે. કેટલાક લોકો તીર્થમાં જઈને ન તો પરમાત્માનાં દર્શન-પૂજન કરે છે, ન તો સામાયિક કરે છે. રાત્રિભોજન કરે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ભાગ - - - ૨ કંદમૂળ ખાય છે. હોટલમાં ચાલ્યા જાય છે. રેડિયો વગાડે છે, જુગાર રમે છે, બાજી રમે છે. સંઘપતિ કોઈને કશું કહી શકતો નથી. જાણે કે લોકો સંઘપતિની જાનમાં આવ્યા હોય એવો વ્યવહા૨ કરે છે ! એકાસણા - આયંબિલની વાત જવા દો, દિવસમાં ત્રણ-ચાર વખત ભોજન કરે છે. રોજ નવી નવી મીઠાઈઓ બને છે, શરાબ પિવાય છે ! ૨૪૩ ન તપ, ન ત્યાગ, ન પરમાત્મભક્તિ અને કહે છે કે અમે સંઘયાત્રા કરી આવ્યા ! ન રોજ ધર્મોપદેશ સાંભળવા મળે છે, ગુરુમહારાજ સાથે હોતા નથી ! એક દિવસમાં ત્રણ - ચાર તીર્થોમાં ચાલ્યા જાય છે. વ્યવસ્થાપક બૂમો મારે છે : "જલદી જલદી દર્શન કરી લો. બસ ઊપડે છે.” ન શાન્તિથી દર્શન થાય છે પરમાત્માનાં કે ન સ્તવન-ચૈત્યવંદન થાય છે. પૂજનની તો વાત જ શું ? ઠીક છે, દશ ટકા યા પચીસ ટકા લોકો વ્યવસ્થિત પદ્ધતિથી યાત્રા કરતા હશે. બાકીના લોકો યાત્રા ઓછી, મોજમજા જ વધારે કરે છે ! છોકરા-છોકરીઓની ધમાલ જુદી ચાલે છે ! ટ્રેઈનમાં સંઘ ખૂબ નીકળે છે. લાખો રૂપિયા ખર્ચાય છે; પરંતુ આટલાં તનમન-ધન વ્યય થતાં હોવા છતાં પણ ફળશ્રુતિ શું હોય છે ? જીવનમાં કેટલો સુધારો થાય છે ? સભામાંથી : જીવન સુધારવાની ભાવનાથી અમે તીર્થયાત્રા નથી કરતા, પુણ્ય બાંધવા તીર્થયાત્રા કરીએ છીએ ! મહારાજશ્રી : શું વધારે બાંધો છો ? પુણ્ય કે પાપ ? કોઈ વિચાર જ નથી. યાત્રાની યાત્રા અને મફતમાં ફ૨વા મળે છે. એમાં પણ પૂર્વના દેશોની તીર્થયાત્રામાં તો અનેક નગરો જોવા મળે છે. કોઈક સંઘ તો કાશ્મીર પણ જાય છે. આવી અનેક હરકતો તીર્થયાત્રાઓમાં ચાલી રહી છે. નામ તીર્થયાત્રાનું, કામ ભવયાત્રાનું થઈ રહ્યું છે ! તીર્થસ્થાનોમાં શું કરવું જોઈએ ? : ઘર, દુકાન, વેપાર અને વ્યવસાય છોડીને જ્યારે તીર્થમાં જાઓ જ છો, સમય કાઢ્યો જ છે, તો તે સમયનો સદુપયોગ કરવો જોઈએ. તીર્થમાં જઈને વિશેષ રૂપે પરમાત્માની પૂજા અને ભક્તિ કરવી જોઈએ. દોઢબે કલાક મંદિરમાં પસાર કરવા જોઈએ. બપોરે જ્યારે મંદિરમાં ભીડ નથી હોતી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવકજીવન ત્યારે ત્યાં જઈને શાન્તિથી બેસીને પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. આંખો બંધ કરીને પરમાત્માની મૂર્તિ સાથે મન જોડવું જોઈએ. માત્ર મૂર્તિ જ જોતા રહો. કલ્પનાથી સર્વ વિચારોમાંથી મુક્તિ પામીને જો પરમાત્માનું ધ્યાન કરશો, તો અપૂર્વ આનંદનો તમને અનુભવ થશે. જો ધ્યાનમાં મન ન લાગતું હોય તો ચાર-પાંચ ભક્તિગીત-સ્તવન ગાવાં. સ્તવનામાં મનને જોડવું! બની શકે તેટલું મૌન ધારણ કિરવું ! રાત્રિના સમયે પણ પરમાત્માની સાથે મનને જોડવાનો પ્રયત્ન કરવો. તીર્થક્ષેત્રમાં રાત્રિના સમયે જ દિવ્ય અનુભવો થઈ શકે છે. અલબત્ત, કેટલાંક વર્ષોથી મહિલાઓએ મોટી આશાતના કરવાની શરૂઆત કરી દીધી છે. એમ.સી. ના સમયમાં કેટલીક અજ્ઞાની છોકરીઓ અને સ્ત્રીઓ મંદિરમાં ચાલી જાય છે ! આ ઘણી મોટી આશાતના છે. આવું થતાં તીર્થની દિવ્યતા, પ્રભાવ, મહિમા ક્ષીણ થઈ જાય છે ! - કેટલાક અજ્ઞાની લોકો મુખમાં પાન યા સોપારી ચાલતા ચાલતા મંદિરમાં ચાલ્યા જાય છે. પાણીથી મુખ સાફ કરીને મંદિરમાં જવું જોઈએ - એટલો વિવેક પણ તેઓ જાણતા નથી. ૩૦-૪૦ વર્ષ પૂર્વે ભલે ઓછા લોકો તીર્થયાત્રા કરતા હતા, પરંતુ પ્રાયઃ આશાતના કરતા ન હતા. તે લોકો પાપથી ડરતા હતા. નિયમોનું પાલન કરતા હતા. એ સમયે તીર્થનો દિવ્ય પ્રભાવ અનુભવાતો હતો. લક્ષ્ય રાખવાનું છે શાસનની ઉન્નતિનું અહીં પ્રસ્તુતમાં આપણી વાત છે શાસન-ઉન્નતિની. જિનશાસનની ઉન્નતિના અનેક ઉપાયોમાં એક ઉપાય છે સંઘયાત્રા. ચતુર્વિધ સંઘની સાથે પગે ચાલીને સંઘયાત્રા કરવાની છે. ભવ્યતાથી કરવાની છે. બીજી પ્રજા તમારી સંઘયાત્રા જોઈને જૈનધર્મની પ્રશંસા કરે. તમારા હૃદયમાં પણ જિનશાસનની ભક્તિના ભાવ વધતા રહે. સંઘયાત્રાનું શ્રેષ્ઠ આયોજન કરવું જોઈએ. જ્યારે પણ અવસર પ્રાપ્ત થાય, અનુકૂળ સંજોગો આવે ત્યારે આયોજન કરવાના મનોરથ કરતા રહેવું. આજે, બસ આટલું જ. Page #251 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૪૫) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની આચારસંહિતા પ્રસ્તુત કરી છે. જો તમારે શ્રાવકજીવન જીવવું હોય, સાચા સ્વરૂપમાં શ્રાવકજીવન જીવવું હોય, તો તમને આ ગ્રંથમાંથી માર્ગદર્શન મળી શકશે - સુચારુ માર્ગદર્શન મળી શકશે. જિનશાસનની ઉન્નતિના સાત ઉપાયો બતાવ્યા છે. કોઈ ને કોઈ ઉપાયથી જિનશાસનની ઉન્નતિ કરતા રહેવું. જિનવચનો પ્રત્યે પોતાના દયમાં અને બીજાંના બ્દયમાં ઉચ્ચ કોટિનો ભાવ-અહોભાવ પ્રકટ થવો જોઈએ. સાતમો ઉપાય છે - વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવું. એવું આયોજન કરવાનું કે અજૈન પ્રજા એ ઉત્સવોમાં જોડાય અને આનંદ અનુભવે. અજૈન પ્રજા માટે જ ખાસ કરીને મહોત્સવો કરવામાં આવે. એમના દ્ધયમાં જિનવચનો પ્રત્યે આદરભાવ પેદા કરવાનો છે. એ પ્રજા સાથે તમારો ઉચિત વ્યવહાર હોવો જોઈએ. કોઈનો પણ તિરસ્કાર ન કરવો જોઈએ. કોઈનું ય અપમાન ન કરવું જોઈએ. મંદિર-ઉપાશ્રયમાં પ્રભાવના : જ્યારે મંદિરમાં મહોત્સવનું આયોજન થાય છે, પૂજા-મહાપૂજાઓ થાય છે, અને જ્યારે પૂજા પૂર્ણ થાય છે ત્યારે લોકોને પ્રભાવના આપવામાં આવે છે. મીઠાઈ વહેંચવામાં આવે છે અથવા ફળ આપવામાં આવે છે અથવા શ્રીફળ વગેરે આપવામાં આવે છે. કેવી રીતે આપવામાં આવે છે ? ન કોઈ શિસ્ત, ન કોઈ વ્યવસ્થા ! અને જો કોઈ અજૈન છોકરો યા સ્ત્રી લેવા માટે આવી જાય છે, તો પ્રભાવના વહેંચનાર એનો તિરસ્કાર કરે છે, તે તમે જોયું છે ? "પ્રભાવના” કરીએ છીએ, પરંતુ પ્રભાવનાનો અર્થ નથી જાણતા ! ખાસ કરીને અજેને લોકો માટે પ્રભાવના હોય છે. જેથી કરીને તે લોકો જેનધર્મ પ્રત્યે આદરવાળા બને. પરંતુ એમને તો આપવામાં આવતી જ નથી ! તમે લોકો જ વહેંચી લો છો ! જો કે વર્તમાનકાળમાં પ્રભાવનાની આ પદ્ધતિ એટલી બધી પ્રભાવશાળી નથી રહી. પ્રભાવને લઈને ઘેર ચાલ્યા જાય છે. ભગવાનને યાદ કરતા નથી કે ન તો એક પણ શબ્દ પ્રશંસાનો બોલે છે. જે લોકોમાં - આમ જનતામાં જૈનધર્મનો પ્રભાવ ઉત્પન્ન કરે એને પ્રભાવના કહેવામાં આવે છે. વર્તમાનકાળમાં, આ કાળને અનુરૂપ પ્રભાવના કરવી જોઈએ. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૨૪૬ જિન-જન્માભિષેક મહોત્સવઃ . જે રીતે તીર્થયાત્રાના માધ્યમથી જિનશાસનની પ્રભાવના કરવાની છે, એ રીતે વિવિધ મહોત્સવોના માધ્યમથી પણ જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. આપણા ધર્મશાસનમાં અનેક મહોત્સવો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક છે "જિન-જન્માભિષેક, જે ખૂબ જ આકર્ષક મહોત્સવ છે. તીર્થંકરનો આત્મા માતાના ઉદરમાં આવે છે અને માતા ૧૪ સ્વપ્ર જુએ છે, ત્યાંથી આ મહોત્સવનો પ્રારંભ થાય છે. એક પ્રકારનું નાટક ડ્રામા જ છે. કોઈ સ્ત્રી તીર્થંકરની માતા બને છે. તેનો પતિ તીર્થંકરનો પિતા બને છે. ૧૪ સ્વપ્ર બતાવવામાં આવે છે. આ “સ્ટેજ પ્રોગ્રામ” થાય છે. પહેલાંના જમાનામાં સ્ટેજ-પ્રોગ્રામ થતા ન હતા. લોકોની વચ્ચે જમીન ઉપર જ કાર્યક્રમો થતા હતા. કેટલાંક વર્ષોથી સ્ટેજપ્રોગ્રામો થાય છે. તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે દેવલોકની પ૬ દિકકમારિકાઓ તીર્થંકરની માતાની પાસે આવે છે અને "સૂતિ કર્મ” કરે છે. આઠ-આઠના ગ્રુપમાં અને ચાર-ચારના ગ્રુપમાં તેઓ આવે છે. દેવકુમારિકાઓ જેવા વેશમાં આવે છે, એ સમયે ગીત-સંગીત ચાલતું હોય છે. આની પહેલાં જ્યારે માતાને ૧૪ સ્વમ આવે છે, એ વિશિષ્ટ સ્વપ્રોનું ફળ સાંભળવા માટે પાઠકોને રાજસભામાં બોલાવવામાં આવે છે, અને એ એક-એક સ્વપ્રનું ફળ સાંભળવામાં આવે છે. રાજા એ પંડિતોને સ્વર્ણમહોરોનું પ્રીતિદાન આપે છે. આ દ્રય પણ ખૂબ જ આકર્ષક હોય છે. ભગવાનનો જન્મ થાય છે ત્યારે દેવલોકમાં ઈન્દ્રનું સિંહાસન ડોલે છે. ઈન્દ્ર અવધિજ્ઞાનથી જુએ છે - "મારું ઈન્દ્રાસન કોણે હલાવ્યું?" વ્યાકુળતાથી જુએ છે. જ્યારે તેને ખબર પડે છે કે પૃથ્વી પર તીર્થંકરનો જન્મ થયો છે, તે સિંહાસન ઉપરથી ઊતરી જાય છે. પગમાંથી જોડા કાઢી નાખે છે અને જે દિશામાં તીર્થંકરનો જન્મ થયો હોય છે, એ દિશામાં વિશિષ્ટ આસન-મુદ્રામાં બેસીને “નમુત્યુનું સૂત્ર” બોલે. છે. હર્ષ-પુલકિત થઈને બોલે છે. પછી સેનાપતિને બોલાવીને, એની પાસે "સુઘોષા” ઘંટ વગડાવે છે. લાખો દેવો એકત્ર થઈ જાય છે. દેવો સાથે ઈન્દ્ર નવજાત તીર્થકરને લઈને "મેરુ પર્વત” ઉપર જાય છે. ૬૪ ઈન્દ્રો એકઠા થાય છે. ત્યાં તીર્થંકર ઉપર અભિષેક કરવામાં આવે છે. અભિષેક પછી ઈન્દ્ર બળદનું રૂપ લઈને તીર્થંકરની સામે નૃત્ય કરે છે. એ રીતે તે કહે છેઃ “હે ભગવંત, હું આપની સામે ઈન્દ્ર નથી, બળદ જેવો બુદ્ધિહીન છું.” પછી માતાની પાસે જઈને ભગવાનને મૂકી દે છે. માતાનો પણ ઈન્દ્ર આદર Page #253 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૨૪૭ કરે છે. તીર્થંકરને જન્મ આપનારી માતા પણ એટલી જ પુણ્યશાલિની અને મહાન છે. મેરુ પર્વતની રચના કરવામાં આવે છે. તેની ઉ૫૨ ૬૪ ઈન્દ્ર-ઇન્દ્રાણી વગેરે આવે છે, અભિષેક કરે છે. આ દૃશ્ય પ્રભાવોત્પાદક હોય છે. દેવ-દેવેન્દ્ર પણ તીર્થંકરના ભક્ત હોય છે.” આ વાત અજૈન લોકોને ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. જ્યારે સ્ટેજ ઉપર આ કાર્યક્રમ ચાલે છે તે સમયે યા તો મુનિરાજ અથવા કોઈ ગૃહસ્થ પ્રસંગને સમજાવતા જતા હોય છે, ‘રનિંગ કોમેન્ટ્રી' ચાલતી હોય છે, અંદાજે ચાર કલાકનો આ કાર્યક્રમ-મહોત્સવ હોય છે. એમાં જૈન-અજૈન સૌ લોકોને નિમંત્રિત કરવાં જોઈએ. આ રીતે જિનશાસનની ઉન્નતિ કરવી જોઈએ. આ કોઈ ધર્માન્તરની વાત નથી : તમારે એવું નહીં વિચારવું કે આપણે બીજા લોકોને "જૈન” બનાવીને આપણાં જૈનોની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. જૈનધર્મ તો સંખ્યા કરતાં વધારે તો ગુણવત્તાને મહત્ત્વ આપે છે. ભલે જૈનો થોડા રહ્યા પરંતુ "ક્વોલીટી" હોવી જોઈએ. ગુણવત્તા શ્રેષ્ઠ હોવી જોઈએ. "બધા જૈનધર્મ પામે,” એવી આપણા સૌની ભાવના હોવી જોઈએ; કારણ જૈનધર્મ પોતાના સિદ્ધાંતોથી સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે. જૈનધર્મનો "અનેકાન્તવાદ” કોઈ ધર્મમાં નથી. જૈનધર્મનો "કર્મવાદ" અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. જૈનધર્મની "અહિંસા" કેટલી સૂક્ષ્મ અને વ્યાપક છે ! જો દુનિયાના લોકો આ ધર્મનો સ્વીકા૨ કરે તો દુનિયાના ઘણાખરા ઝઘડા - ઘણાંખરાં યુદ્ધો સમાપ્ત થઈ જાય. જૈનધર્મનો પ્રભાવ ફેલાવવો એ આપણું કર્તવ્ય છે. સહજતાથી કોઈ ધર્મનો સ્વીકાર કરે છે તો તેનું કલ્યાણ થાય છે. એમાં કોઈ લાલચ આપવામાં નથી આવતી. કરુણાથી, દયાથી દુઃખી મનુષ્યોનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિને લાલચ કહેવામાં નથી આવતી. ન કોઈ મનુષ્યને આપણે ભય બતાવીએ છીએ કે "જો તું જૈનધર્મનો સ્વીકાર નહીં કરે તો તું નર્કમાં જઈશ...... ” હા, આપણે એમ કહીએ છીએ કે તું હિંસાદિ પાપ કરીશ તો દુઃખી થઈ જઈશ. જે માણસ બીજા જીવોને દુઃખ આપે છે, તે જાતે દુઃખી થાય જ છે; આ વાત તો સર્વ ધર્મો કહે છે. સારી વાત કહેવી અને બીજાંને આકર્ષિત કરવાં એ કોઈ ખરાબ વસ્તુ નથી. આજે તો ખરાબ વાતોની અને તેનાથી લોકોને આકર્ષિત કરવા કેટલી જાહેરાતો છપાય છે ? T.V. ઉપર, રેડિયો ઉપર કેવી કેવી જાહેરાતો આવે છે ? કોઈ એનો Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૨૪૮ વિરોધ નથી કરતું. જો કે વિરોધ કરવો જોઈએ. જાહેરાતોમાં જે રીતે સ્ત્રીઓને બીભત્સતાથી દેખાડવામાં - ૨જૂ ક૨વામાં આવે છે તે અતિશય નિર્લજ્જ વાત છે. નારી-જગતનું ઘોર અપમાન છે. દાન સુપાત્રને અને વિધિપૂર્વક : જિનશાસનની ઉન્નતિના સાત ઉપાયો બતાવ્યા પછી દાનના વિષયમાં માર્ગદર્શન આપવામાં આવે છે. विभवोचितं विधिना क्षेत्रदानम् ॥६८॥ सत्कारादिविधिः निःसंगता च ॥ ६९॥ वीतरागधर्मसाधवः क्षेत्रम् ॥७०॥ · અહીં ધન-સંપત્તિના દાનની વાત નથી. સોના-ચાંદીના દાનની પણ વાત નથી. રૂપિયા-પૈસાના દાનની વાત ય નથી ! અહીં તો અન્ન, પાણી, વસ્ત્ર, ઔષધ, પાત્ર, પુસ્તક વગેરે વસ્તુઓના દાનની વાત છે. આ દાન દરેક વ્યક્તિને આપવાની વાત નથી. વીતરાગ સર્વજ્ઞ - સર્વજ્ઞ શાસનના સાધુ-સાધ્વીઓને દાન આપવાની વાત છે, જેઓ પૂર્ણતયા સમાજ ઉપર આધારિત જીવન જીવી રહ્યાં છે. ન તો પોતે કમાય છે, ન તો સંગ્રહ કરે છે. - આ દાન તમારે તમારી શક્તિ અનુસાર આપવાનું હોય છે. દેવું કરીને દાન આપવાનું નથી. ન્યાય-નીતિ અને ઈમાનદારીથી જે અર્થોપાર્જન કર્યું હોય તેમાંથી દાન આપવાનું હોય છે. "વિભવોચિતમ્”નો આ અર્થ છે. દાન વિધિપૂર્વક આપવાનું હોય છે. સાધુ-મુનિરાજ જ્યારે તમારે ઘેર પધારે ત્યારે તમે ઊભા થઈને ‘મર્ત્યĪ વંવામિ’ બોલીને સત્કાર કરો. ઉચિત આસન આપો. મુનિરાજ આસન ગ્રહણ કરે; તમારી પાસે જે કંઈ આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ આદિ હોય તે તેમની સામે મૂકી દો અને કહો ઃ “આપને જે કંઈ ઉપયોગી હોય તેને કૃપા કરીને ગ્રહણ કરો; આપ સ્વીકારશો તો મારા ઉપર ઉપકાર થશે.” આ રીતે તમે તમારી વિશુદ્ધ શ્રદ્ધાને પ્રકટ કરો. અને અંતિમ વાત છે નિઃસંગતાની. ખૂબ મહત્ત્વની વાત છે આ. તમારે જે દાન આપવું હોય તે નિઃસ્પૃહ ભાવથી આપવાનું છે. ઇહલૌકિક યા પારલૌકિક કોઈ ફળની અપેક્ષા ન હોવી જોઈએ. એકમાત્ર મુક્તિની, મોક્ષની ભાવનાથી દાન આપવાનું છે. આ વાત ગંભીરતાથી સમજવી જરૂરી છે. નિરાશંસ ભાવથી દાન આપવાનું છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ભાગ આ દાન સુપાત્ર સાધુપુરુષ મળતાં દરરોજ આપવાનું છે - શક્તિઅનુસાર આપવાનું છે. શક્તિથી ઓછું નહીં તેમજ શક્તિથી વધારે પણ નહીં. દાન વિધિપૂર્વક આપવું જોઈએ : . ૨ જ્યાં વિધિપૂર્વક દાન આપવાની વાત કરી છે તેનો અર્થ થાય છે - વિનય અને વિવેક. સાધુ-સાધ્વી આપના ઘરમાં પ્રવેશ કરે ત્યારે તમે બેઠા હો અથવા ભોજન કરતા હો, તમારે ઊભા થવું જોઈએ. આ પ્રથમ વિધિ છે. આ વિવેક છે. બે હાથ જોડીને મસ્તક નમાવીને ‘મસ્થળ વંવામિ’ બોલવું જોઈએ. ભલે સાધુ-સાધ્વી દિવસમાં એક વાર આવે યા બે વાર આવે, ‘નત્થણા વંવામિ’ બોલીને, ઊભા થઈને સ્વાગત કરવું, બેસવા માટે આસન આપવું. હા, મુનિરાજ ઊભા હોય ત્યાં સુધી પંચાંગ પ્રણિપાત ન કરવો જોઈએ. ૨૪૯ આ વિધિ તમે ભૂલી જ ગયા છો. સાધુ-મુનિરાજ ઊભા હોય છે, બેઠા નથી હોતા અને તમે લોકો વંદન કરો છો. મુનિરાજ બેસે તે પછી જ વંદન કરવાં જોઈએ. વંદન કર્યા પછી તમારી પાસે જે કંઈ અન્ન-વસ્ત્ર વગેરે હોય એ વસ્તુઓને રજૂ ક૨વી જોઈએ, અને વિનંતી કરવી જોઈએ કે "આપના ઉપયોગમાં આવે તે વસ્તુઓ ગ્રહણ ક૨વાની કૃપા કરો.” એવું ન પૂછવું જોઈએ કે ઃ ”મહારાજસાહેબ, આપને શું જોઈએ ?” એવું પૂછવાથી મુનિરાજને વિચાર આવે છે કે : “મારે જે જોઈએ તે આ ઘરમાં નહીં હોય તો તેને સંકોચ થશે, શક્તિ હશે તો લાવવા દોડાદોડ કરશે. શક્તિ નહીં હોય તો ખરીદીને લાવવાની શરમ આવશે.” એટલે મુનિરાજ કશું ય માગ્યા સિવાય ચાલ્યા જાય. વર્તમાનકાળની પરિસ્થિતિ હું જાણું છું. સાધુ-મુનિરાજ તમારી શક્તિ અને ભક્તિ જોઈને બોલશે, જોઈતી વસ્તુ મંગાવી લે છે. આ પરિસ્થિતિ એટલા માટે પેદા થઈ કે તમે એમને વિધિપૂર્વક પૂછવાની પદ્ધતિ ત્યજી દીધી. કોઈ કોઈ ગામનગરોમાં આ પદ્ધતિ ચાલી રહી છે, પરંતુ પાંચ ટકા જેટલા જ પિરવારોમાં ! અમારી, સાધુ-સાધ્વીની પ્રાચીન આચારમર્યાદા એ હતી કે અમારે જે કંઈ આહાર, પાણી, વસ્ત્ર, પુસ્તક વગેરે જરૂરી હોય તે ગૃહસ્થોના ઘેર જઈને લાવતાં હતાં. આજકાલ આહાર-પાણી લેવા (પાણી નહીં, તમારા ઘરમાં તમે ગરમ પાણી પીતા નથી, એટલે બનાવતા નથી !) આવીએ છીએ. વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે તમે લોકો અમારી પાસે આવીને અમને આપો છો. દાન આપવામાં ભાવની પ્રધાનતા હોવી જોઈએ. દ્રવ્ય તો તમે શક્તિઅનુસાર આપી શકો છો, ભાવ તો શ્રેષ્ઠ હોવા જોઈએ. દાન આપતી વખતે તમારે મુનિરાજના Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ શ્રાવકજીવન ગુણો તરફ જોવું જેવી રીતે દૂધ પીનારા દૂધ તરફ જ જુએ છે, ભેંસની કાળી ચામડી તરફ નથી જોતા. એ રીતે જ્ઞાની-ચારિત્રી પુરુષના ગુણો જ જુઓ. તેમના દુર્ગુણો પ્રત્યે ન જુઓ. દોષ જોશો તો શ્રદ્ધા, ભક્તિ અને સ્નેહ તૂટી જશે, દ્વેષ ઉત્પન્ન થશે. ગુણ જોશો તો શ્રદ્ધા વગેરે ટકી રહેશે. આ યુગમાં, આ કાળમાં, સાધુ-સાધ્વી દોષરહિત, અતિચાર-રહિત સાધુજીવનનું પાલન નથી કરી શકતાં, છતાં પણ જે પ્રકારે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે એનું ઓછું મહત્ત્વ નથી. તેઓ પગે ચાલે છે, રાત્રિભોજન નથી કરતાં, અનેકવિધ કષ્ટો સહન કરે છે. અજેને લોકો આનું જેટલું મૂલ્ય કરે છે તેટલું તમે લોકો નથી કરતા. સુપાત્ર દાન, નિઃસ્પૃહ ભાવથી આપો? દાન આપવાની વિધિની અંતર્ગત ટીકાકાર આચાર્યશ્રીએ એક ખૂબ જ મહત્ત્વની વાત કરી છે ! તેમણે કહ્યું ઃ દાન આપતી વખતે યા દાન આપ્યા પછી "મને આ દાનથી આ જીવનમાં આવું આવું ફળ મળો...... પરલોકમાં સ્વર્ગીય સુખ મળો.” એવી અભિલાષા ન રાખવી જોઈએ. કેટલીક અભિલાષાઓનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે : - હું મુનિરાજને વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે આપીશ. મુનિરાજ જ્ઞાની છે, - પ્રભાવશાળી છે. મને કોઈ મંત્ર-યંત્ર આપશે. જેનાથી હું પૈસા કમાઈશ ! – હુંમુનિરાજને ઉત્તમ ભિક્ષા આપીશ, વસ્ત્ર વગેરે આપીશ, તેમની ભક્તિ કરીશ, તો તેમના આશીવદિથી મને પુત્ર-પ્રાપ્તિ થશે ! – હું મુનિરાજને જે જોઈએ તે બધું લાવીને આપીશ. તેમની ભક્તિ કરવાથી કોર્ટના કેસમાં હું જીતી જઈશ. મને આટલા લાખ રૂપિયા મળી જશે. – હું મુનિરાજની શ્રેષ્ઠ વસ્તુઓથી ભક્તિ કરીશ. તેઓ મારા ઉપર પ્રસન્ન થશે અને મને આપત્તિમાંથી બચાવશે. આ તો મુનિરાજ પાસેથી ફળની અપેક્ષાની વાત થઈ. કોઈ માણસ મુનિરાજ પાસે ફળની અપેક્ષા નથી રાખતો પણ સાધારણતયા ફળની અપેક્ષા કરે છે. જેમ કે : – “આપણે મુનિવરોની, સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ કરીશું તો સમાજમાં આપણું નામ થશે. આપણી પ્રશંસા થશે.” – આપણે સાધુ-સાધ્વીની સેવા કરીશું તો તેથી આપણાં દુઃખો દૂર થશે, પુણ્યકર્મ ઉદયમાં આવશે, અને આપણે સુખી થઈશું. Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨ ૨૫૧ – પારલૌકિક સુખોની અપેક્ષા પણ માણસ રાખે છે. જેમ કે પેલા ગોવાળના છોકરાએ મુનિરાજને ખીરનું દાન આપ્યું હતું, તો બીજા ભવમાં તે શાલિભદ્ર બન્યો અને પ્રતિદિન દેવલોકમાંથી ભોજન, વસ્ત્ર-સ્વર્ણાલંકારની ૯૯ પેટીઓ આવતી હતી. દાનધર્મ પ્રભાવશાળી છે, આપણે પણ દાન આપીએ. જેથી આપણને ૫૨લોકમાં પણ વિપુલ ધનસંપત્તિ મળશે ! આ રીતે ઇહલૌકિક યા પારલૌકિક ફળની અભિલાષા ન રાખવી જોઈએ. દાનનું જે વાસ્તવિક ફળ મળે છે, તે સામાન્ય માણસની કલ્પનાની બહારની વાત છે. ફળ માગનાર સામાન્ય ફળ માગે છે. એનાથી તે મહાન ફળથી વંચિત રહી જાય છે. સભામાંથી : કંઈ ને કંઈ ફળની ઇચ્છા જાગી જ જાય છે ! મહારાજશ્રી : આધ્યાત્મિક ફળ માગી શકો છો ! જેમ કે મુનિરાજની ભક્તિ ક૨વાથી મારું ચરિત્ર-મોહનીય કર્મ તૂટી જાય, તો મને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય ! મુનિરાજને દાન આપવાથી મારું જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય, તો મને સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય ! મુનિરાજને દાન આપવાથી, તેમની ભક્તિ કરવાથી મારું વીર્યાન્તરાય કર્મ તૂટી જાય અને ધર્મપુરુષાર્થમાં મારો ઉલ્લાસ વધે. મુનિરાજને દાન આપવાથી, તેમની કૃપાનો હું પાત્ર બનું અને મારામાં ક્ષમા, નમ્રતા વગેરે ગુણોનો આવિર્ભાવ થાય. તેમની ભક્તિ કરવાથી મારું મન પવિત્ર બને, મારા મનમાં સારા વિચારો જાગૃત થાય ! આવાં ફળોની અભિલાષા કરી શકો છો. પરંતુ આવી અભિલાષા ત્યારે જ જાગૃત થશે કે જ્યારે ચિત્તમાં ભૌતિક-વૈષયિક સુખો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હશે. અથવા "દેવ-ગુરુ પાસે મારે સંસારનાં સુખ માગવાં નથી” એવો દૃઢ નિર્ણય કર્યો હશે. મોક્ષ કોણ માગી શકે છે ? : તમે મોક્ષ પણ માગી શકો છો. પરંતુ મોક્ષની અભિલાષા મનમાં પેદા થઈ હોય તો, મોક્ષ તમને પસંદ આવ્યો હોય તો ! સભામાંથી : મોક્ષની કલ્પના જ કરી શકતા નથી ! મહારાજશ્રી : તો પછી મોક્ષ માગવાની વાત જ ક્યાં રહે છે ? પહેલાં મોક્ષનું સ્વરૂપ સમજવું જોઈએ. આત્માનું વિશુદ્ધ સ્વરૂપ જ મોક્ષ છે. તમને આત્માની સ્વભાવદશા પ્રિય લાગે છે ? વિભાવદશામાંથી તમે મુક્ત થવા ઇચ્છા રાખો છો ? જ્યાં સુધી વિભાવદશા પ્રિય લાગતી હોય, સ્વભાવદશાનું જ્ઞાન ન હોય, સ્વભાવદશાનું તીવ્ર આકર્ષણ નહીં હોય ત્યાં સુધી મોક્ષ માગવાની વાત ખોટી છે. જેને આપણે જાણતા નથી, સમજતા નથી, આપણને પ્રિય નથી, તે માગવું મૂર્ખતા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ છે. આ જન્મમાં માગવા છતાં મોક્ષ મળવાનો નથી. છતાં કલ્પના કરો કે માગવાથી મોક્ષ મળે છે ! તમે મંદિરમાં જઈને પરમાત્મા પાસે મોક્ષ માગ્યો. એ સમયે ભગવાનની મૂર્તિ બોલે કે : “તને મોક્ષ આપું છું, તું સંસાર છોડીને આવી જા, આજે જ આવી જા ! ” તો શું તમે સંસાર છોડીને મંદિરમાં પહોંચી જશો ? જરાક આત્મસાક્ષીથી વિચારો. : શ્રાવકજીવન સર્વ પ્રથમ "મોક્ષ”ને સમજવાનો પ્રયત્ન કરો. વિશુદ્ધ આત્મદશાને સમજવા પ્રયત્ન કરો. તે તમને પ્રિય લાગે અને અશુદ્ધ આત્મદશા અપ્રિય લાગે, ત્યારે તમે મોક્ષ માગી શકો છો. જેને વિશુદ્ધ આત્મદશા પામવાની તીવ્ર ઇચ્છા જાગૃત થાય છે તે માણસ શું દુનિયાના પ્રપંચોમાં ગૂંચવાશે ? તે વૈષયિક સુખોમાં આસક્ત થશે ? તમારી સ્થિતિ કેવી છે તે વિચારો. મોક્ષ પામવાનો માર્ગ જાણો છો ? મોક્ષની વાત દૂર રાખો. ત્યાં પહોંચવાનો માર્ગ જાણો છો ? સભામાંથી ; ત્યાં જવાની ઇચ્છા જ જાગી નથી, ત્યાં જવાનો માર્ગ શા માટે જાણીએ ? મહારાજશ્રી : હું એ જ વાત કરું છું. પહેલાં "મોક્ષ”ને સમજો. મોક્ષ શું છે ? ક્યાં છે મોક્ષ ? કેવો છે મોક્ષ ? ત્યાં કેવું સુખ છે ? ત્યાં જે સુખ છે તે તમને પસંદ છે ? આ સર્વ વાતો ગંભીરતાથી વિચારો. જ્યાં સુધી હૃદયમાં વિશુદ્ધ આત્મદશા પામવાની તીવ્ર ઇચ્છા-તમન્ના પેદા નહીં થાય અને મોક્ષ માગતા રહેશો, તો તમને લાખ ભવોમાં પણ મોક્ષ મળશે નહીં. કર્મોથી - પાપકર્મોથી અને પુણ્યકર્મોથી અશુદ્ધ આત્મા જ પ્રિય લાગે છે, ત્યાં સુધી મોક્ષ માગવાનો અભિનય કરવો દંભ છે. એક ધાર્મિક પુરુષે મને કહ્યું : "હું તો જે કંઈ પણ દાન, શીલ, તપ વગેરે કરું છું, મોક્ષની ઇચ્છાથી જ કરું છું.” મેં પૂછ્યું : “શું તમે મોક્ષનું સ્વરૂપ મને સમજાવી શકશો ? મોક્ષની ઇચ્છા, મોક્ષ પ્રિય લાગ્યા સિવાય જાગતી નથી. અને મોક્ષ ત્યારે જ પ્રિય લાગશે કે જ્યારે મોક્ષનું અદ્ભુત સ્વરૂપ તમે સમજ્યા હશો. બતાવો મને મોક્ષનું સ્વરૂપ. તેણે કહ્યું : “મોક્ષનું સ્વરૂપ તો હું નથી જાણતો.” મેં કહ્યું : "સંસારમાં પણ, જે વસ્તુને આપણે જોઈ નથી, જેનું વર્ણન સાંભળ્યું નથી. શું એ વસ્તુની ઇચ્છા મનમાં જાગશે ? તમે મોક્ષનું સ્વરૂપ જાણ્યું નથી, સાંભળ્યું નથી, વાંચ્યું નથી, તો Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ભાગ - ૨ તમારા મનમાં મોક્ષની ઇચ્છા પેદા જ થઈ શકે નહીં.” એ ભાઈએ કબૂલ કર્યું કે “અમે માત્ર બોલીએ છીએ કે મોક્ષ માટે ધર્મ કરવો જોઈએ, પરંતુ મોક્ષને તો જાણતા જ નથી.” આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ : મેં કહ્યું: “મોક્ષનો રાગ ખૂબ આગળની વાત છે, મોક્ષ પ્રત્યે અદ્વેષ થવો પહેલી વાત છે. સર્વ પ્રથમ માણસે મોક્ષદ્વેષથી મુક્ત થવું જોઈએ. મોક્ષદ્વેષ દૂર થતાં ગુણવાન પુરુષો માટે દ્વેષ નહીં રહે. કેટલાક ધાર્મિક લોકો એવા દુરાગ્રહી જોવા મળે છે કે તેમને સમજાવવા શક્ય જ નથી. શુભ ભાવનાઓથી અંતઃકરણ પવિત્ર થવું જરૂરી છે. સંસારના વિષયસુખો પ્રત્યે અનાસક્તિનો ભાવ જાગૃત થવો જરૂરી છે. શુભ ભાવનાથી સાધુ-સાધ્વીને દાન કરતા રહો. ગુણવૃષ્ટિથી દાન કરવું. દોષ જોવાના જ નથી. સર્વગુણસંપન્ન સાધુ આ ધરતી ઉપર ક્યાંય નહીં મળે ! દ્રષ્ટિ સુધારવી આવશ્યક છે. દોષવ્રુષ્ટિનું ઓપરેશન કરાવી નાખો, જેમ મોતીયાનું ઑપરેશન કરાવો છો ને ? એ રીતે. સાધુઓનું સ્વરૂપ જે સાધુપુરુષોને દાન માટે સુપાત્ર બતાવ્યા, એ સાધુઓનું સ્વરૂપ-દર્શન ટીકાકાર આચાર્યશ્રીએ બતાવ્યું છે કે જેને સાધુપુરુષ આત્મસાત્ કરી શકે. क्षान्तो दान्तो मुक्तो जितेन्द्रियः सत्यवागभयदाता । प्रोक्तस्त्रिदंड-विरतो, विधिग्रहिता भवति पात्रम् ॥ સાધુ ક્ષમાશીલ હોય છે, ઈન્દ્રિયોનું દમન કરનારો હોય છે, કષાયોથી મુક્ત હોય છે, જિતેન્દ્રિય હોય છે, સત્યભાષી હોય છે, અભયદાતા હોય છે, અને મનવચન-કાયાથી અશુભ પ્રવૃત્તિથી વિરત હોય છે. વિધિપૂર્વક દાન ગ્રહણ કરનારો હોય છે. આવો સાધુ દાન માટે પાત્ર હોય છે. આનો અર્થ એ છે કે જે સાધુ ક્ષમાશીલ વગેરે ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને વિધિપૂર્વક દાન ગ્રહણ કરે છે, તે દાન માટે પાત્ર બને છે. - સાધુએ ક્ષમાશીલ થવાનો-રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. - સાધુએ પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ. - સાધુએ કષાયોથી મુક્ત રહેવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. - સાધુએ અસત્ય ન બોલવું - સત્ય બોલવું જોઈએ. Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને અભયદાન આપવાનું છે. મન-વચન-કાયાને અશુભમાંથી મુક્ત રાખવાનાં છે, શુભમાં પ્રવૃત્ત કરવાનાં છે. ૨૫૪ આ વાતોનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસદશામાં ભૂલો પણ થાય છે. પરંતુ પ્રાયશ્ચિત્તથી આત્માને નિર્મળ કરવાનો હોય છે. ક્ષમાનો અભ્યાસ કરનારો સાધુ ક્ષમાશીલ કહેવાય છે. ઇન્દ્રિયો ઉ૫૨ સંયમ રાખના૨ જિતેન્દ્રિય કહેવાય છે. એ રીતે બીજી વાતો પણ સમજી લેવાની. કોઈ સાધુ અભ્યાસમાં વધારે સાફલ્ય પામે છે, તો કોઈ ઓછું પામે છે. આવું બને છે. સ્કૂલમાં એક વર્ગમાં એંક જ વિદ્યાર્થી પ્રથમ આવે છે. કોઈ બીજો, કોઈ ત્રીજો, કોઈ પચાસમો ! પાસ પણ થાય છે અને નાપાસ પણ થાય છે, છતાં પણ છેવટે તે વિદ્યાર્થી છે - ફરીથી અભ્યાસ ક૨શે. પાસ થવાનો પ્રયત્ન કરશે. એવું જ સાધુઓનું છે. બધા સાધુઓ પ્રથમ નંબરે નથી આવી શકતા. કોઈ પ્રથમ, કોઈ દ્વિતીય, કોઈ તૃતીય અને કોઈ પચાસમા નંબરે હોય છે ! પરંતુ છે તો બધા જ સાધુઓ ! સાધુને સાધુના રૂપમાં જ જોવાના છે અને દાન આપવાનું છે. દાન આપવાનું શ્રેષ્ઠ ક્ષેત્ર છે સાધુ ! આ ક્ષેત્રમાં આપેલું દાન મહાન ફળ આપે છે. જે ક્ષેત્રમાં ખૂબ જ ધાન્ય પેદા થાય છે, એ ક્ષેત્રને શ્રેષ્ઠ ક્ષેત્ર કહે છે. એવા ક્ષેત્રમાં બીજ વધારે વાવવાં જોઈએ, જેથી વધારે પાક મળી શકે. જિનશાસનના સાધુઓની શ્રેષ્ઠતા : તમને લોકોને જન્મથી જૈનસાધુઓ મળ્યા છે એટલે તેનું મૂલ્યાંકન નથી કરી શકતા. જે માણસ જન્મથી શ્રીમંત હોય છે તે પૈસાનું મૂલ્ય સમજી શકતો નથી ! જો તમે તુલનાત્મક દૃષ્ટિથી અધ્યયન કરશો તો દુનિયામાં જેટલા ધર્મો છે એ ધર્મોના સાધુઓની જીવનપદ્ધતિ, આચારમર્યાદા જુઓ અને જૈનધર્મના સાધુઓની આચારમર્યાદા જુઓ ! તુલના કરો તો તમને જૈનધર્મના સાધુઓની શ્રેષ્ઠતાની પ્રતીતિ થશે. એવું ન માનતા કે હું જૈનસાધુ છું એટલા માટે જૈનધર્મને શ્રેષ્ઠ માનું છું. આ કોઈ અભિમાનની વાત નથી પરંતુ મારા અધ્યયનથી મને માલુમ પડ્યું છે. વિશ્વના ધર્મોનું મેં અધ્યયન કર્યું છે, એ આધારે હું કહી શકું છું કે જૈનસાધુ જેવી શ્રેષ્ઠ જીવનપદ્ધતિ કોઈ પણ ધર્મના સાધુની નથી. એવા સાધુને વિનયી, ભક્તિથી વિધિપૂર્વક દાન આપીને સુકૃત ઉપાર્જન કરો એ જ મંગલ કામના. આજે, બસ આટલું જ. Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની સુંદર દિનચર્યા બતાવી છે. સમગ્ર જીવન દરમિયાન કરવા યોગ્ય સત્કાર્યોનો પણ નિર્દેશ કર્યો છે. ‘સુપાત્રે દાન’- આ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન આપ્યા પછી હવે તેઓ અનુકંપાદાન વિષયમાં માર્ગદર્શન આપતાં કહે છે ઃ दुखितेष्वनुकंपा यथाशक्ति द्रव्यतो भावतश्च ॥ ७१ ॥ અનુકંપાથી પ્રેરિત થઈને દુઃખી જીવોને અનુકંપા-દાન આપવું જોઈએ. દ્રવ્યનું દાન આપવું જોઈએ તેમજ ભાવથી દાન આપવું જોઈએ. આ વિષયમાં હું તમને પાંચ વાતો બતાવવા ઇચ્છું છું, જે નીચે પ્રમાણે છે ઃ – દુઃખી હોવાનાં કારણો - - અનુકંપાનો ભાવાર્થ “યથાશક્તિ”નો અર્થ દ્રવ્ય-અનુકંપાનું તાત્પર્ય ભાવ-અનુકંપાનું તાત્પર્ય આટલી વાતો સારી રીતે સમજી શકશો ત્યારે સાચા સ્વરૂપમાં તમે અનુકંપાદાન આપી શકશો. સર્વ પ્રથમ દુઃખનાં મુખ્ય કારણો બતાવું છું. દુઃખી હોવાનાં કારણો : વીતી ગયેલા અનેક જન્મોથી જીવ અનેક પાપકર્મો કરતો આવ્યો છે. મિથ્યાત્વને કારણે, અવિરતિને કારણે, કષાયોને કારણે, પ્રમાદને કારણે જીવ મન, વચન અને કાયાથી પાપ કરતો રહ્યો છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે અનેક પાપો કરતો રહ્યો છે. પાપ કરવાથી પાપકર્મો બાંધતો રહ્યો છે. જ્યારે બાંધેલાં પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે દુઃખો આવે છે. પાપોથી જ દુઃખો આવે છે. પાપોથી જ જીવ દુઃખી થાય છે. એટલા માટે દુઃખી માણસોએ સમજવું જોઈએ કે : "આપણે જ બાંધેલાં પાપકર્મોને કારણે દુઃખી થયા છીએ. બીજા કોઈનો ય દોષ નથી. જે પાપકર્મો પૂર્વજન્મોમાં બાંધ્યાં છે, એ કર્મોને મારે ભોગવવાં જ પડશે. જો આ જીવનમાં હું Page #262 -------------------------------------------------------------------------- ________________ રપ૬ શ્રાવકજીવન પાપ નહીં કરું, ધર્મની આરાધના કરીશ તો આગામી જન્મોમાં મારે દુઃખી નહીં થવું પડે. સમતાભાવથી મારે દુઃખો સહન કરવાનાં છે." આવી સમજદારી દુઃખી માણસોમાં હોવી જોઈએ. આવી સમજદારી જેમનામાં નથી તેઓ દુખી થવા છતાં પાપ કરે છે! અહીં તો દુખી છે જ, આવનારા જન્મોમાં પણ તેઓ દુખી જ થશે. વધારે પાપ કરશે તો પશુયોનિમાં અથવા નરકયોનિમાં જવું પડશે. ત્યાં તેઓને ઘોર દુખો સહન કરવો પડશે. અહીં સુખી, પરલોકમાં દુઃખી : કેટલાક લોકો એવા હોય છે, જેમને અહીં પુણ્યકર્મના ઉદયથી સુખનાં અનેક સાધનો મળ્યાં છે - પૂર્વ જન્મોમાં તેમણે ધર્મની આરાધના કરીને પુણ્યકર્મ બાંધ્યાં હતાં, એ પુણ્યકર્મો આ જન્મમાં ઉદયમાં આવવાથી સુખનાં અનેક સાધનો પ્રાપ્ત થયાં છે. પરંતુ જો તેઓ એ સાધનોનો દુરુપયોગ કરે, પાપાચરણ કરે તો આગામી જન્મોમાં એ લોકો દુખી જ થવાના છે. કેટલાક લોકો આ તત્ત્વજ્ઞાનથી વંચિત છે. તેઓ પ્રશ્ન પૂછે છે : “આ લોકો કેટલાં બધાં પાપ કરે છે, છતાં પણ તેઓ કેટલા સુખી છે ? આપણે એટલાં પાપ નથી કરતા છતાં પણ દુઃખી છીએ, એવું કેમ ?” એ પ્રશ્નનો જવાબ મળી ગયો ને ? તમે પૂર્વ જન્મનાં પાપોનું ફળ આ જન્મમાં ભોગવી રહ્યા છો, પેલા લોકોને આ જન્મનાં પાપોનાં ફળ આવનાર જન્મોમાં ભોગવવા પડશે. એટલું જ અંતર છે. “પાપોથી જ દુઃખ આવે છે - એ સિદ્ધાંતને દયમાં સ્થાપિત કરી લેવો. આપણાં પાપ આપણને દુખી કરે છે, બીજું કોઈ નથી કરતું. આ સિદ્ધાંતને માનીને ચાલશો તો દુઃખ વધારે સતાવશે નહીં અને હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે પાપોથી બચવા માટે ભરપૂર પ્રયત્ન કરતા રહેશો. "પાપોથી જ દુઃખ આવે છે, એટલા માટે પાપોથી બચવાનું છે.” જેઓ આ જન્મમાં દુખી છે, તેઓ પૂર્વ જન્મોમાં પાપી છે. એમના પ્રત્યે આપણા દયમાં અનુકંપાનો ભાવ પેદા થવો જોઈએ. અનુકંપા = પહેલાં હું તમને "અનુકંપા” શબ્દનો અર્થ સમજાવું છું. આ શબ્દ સમજવી ખૂબ જ આવશ્યક છે, કારણ કે "અનુકંપા” સમક્તિનું એક લક્ષણ છે એટલું જ નહીં, "ચરમાવર્ત કાળમાં આવેલા જીવોનું પણ આ વિશિષ્ટ લક્ષણ છે. "દુખી જીવો પ્રત્યે અત્યંત દયા” ચરમાવર્ત કાળમાં આવેલા જીવોમાં અવશ્ય હોય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ‘ભાગ - ૨ ૨પ૭ "અનુ” અને “કંપા” બે શબ્દો છે. મુખ્ય શબ્દ છે “કંપ.” "અનુ” ઉપસર્ગ છે. કંપા એટલે કંપન-કાંપવું. કોઈ જીવ દુઃખથી કાંપે છે, તેને જોઈને આપણું મન-સ્ક્રય કાંપવા લાગે ! તેને કહે છે "અનુકંપા.” "અનુ” એટલે પછીથી. કોઈ જીવ દુઃખથી કાંપે છે. તેને જોયા પછી તમે પણ સહાનુભૂતિથી કાંપવા લાગ્યા, તે અનુકંપા છે. અનુકંપા દયનો ગુણ છે. કઠોરતા દયનો દોષ છે. દુઃખી જીવોને જોઈને બ્દયમાં સંવેદન ન ઊઠે તો સમજવું જોઈએ કે આ મનુષ્ય છે, પરંતુ એનામાં માનવતા નથી. ધાર્મિકતાથી ખૂબ દૂરની વાત છે. ધર્મનો પ્રારંભ દયાથી, અનુકંપાથી થાય છે. “દયા ધરમ કા મૂલ હૈ” અન્ય ભારતીય અને વિદેશી ધર્મોમાં પણ આ વાત માન્ય છે. જેનધર્મમાં તો બતાવવામાં આવ્યું છે કે ધર્મનું મૂળ જ દયા છે ! દયાનું મૂળ છે જીવત્વ પ્રત્યે પ્રેમ. આપણે જીવ છીએ. બીજા જીવો પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ હોવો જ જોઈએ. જેની ઉપર આપણો પ્રેમ હોય છે તે દુઃખી થાય છે, તો આપણે પણ દુખી થઈએ છીએ. બસ, આને જ "અનુકંપા” કહે છે. જીવતત્ત્વ પ્રત્યે, આત્મતત્ત્વ પ્રત્યે, આપણા હૃદયમાં પ્રેમ હોવો એ અનુકંપાનું મૂળ છે. અનુકંપા મનુષ્યના ર્દયનો શુભ ભાવ છે, કારણ કે અનુકંપાથી પ્રેરાયેલો માણસ પરોપકાર કરે છે. ધર્મતત્ત્વના પરમાર્થને જાણનારાઓનો આ વિષયમાં કોઈ મતભેદ નથી. જ્ઞાની મહર્ષિએ કહ્યું છેઃ __ अन्योपकारकरणं धर्माय महीयसे च भवति ॥ પરોપકાર કરવો એ મહાન ધર્મનો અસાધારણ હેતુ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવે છે. એ દૃષ્ટિથી પરોપકાર મહાન ધર્મ છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દુઃખી જીવોને દુઃખથી કાંપતા જોઈને તમારું લ્કય કાંપવું જોઈએ. તેનું દુઃખ તમારું આંતરિક દુઃખ બની જવું જોઈએ. જો કે "ચરમાવત કાળ”માં જીવનો જ્યારે પ્રવેશ થાય છે, પ્રવેશ કરવામાં આવતો નથી, થઈ જાય છે, ત્યારે સહજતાથી અનુકંપાનો ભાવ આત્મામાં પ્રકટ થાય છે. કાલ”ની સાથે જોડાયેલો આ ગુણ છે. જ્યાં સુધી જીવ "ચરમાવર્ત કાળ”માં પ્રવેશ નથી કરતો ત્યાં સુધી આ ગુણ આત્મામાં પ્રકટ થતો નથી. અનુકંપા-દયા સાથે બીજા બે ગુણો પણ પ્રગટ થાય છે - ગુણવાન મનુષ્યો પ્રત્યે અદ્વેષ અને જીવનના હરેક ક્ષેત્રમાં ઉચિત કર્તવ્યોનું પાલન. ગ્રંથકાર આચાર્યદવે પોતાના એક અન્ય ગ્રંથમાં આ જ વાત કરી છે ? Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રાવકજીવન दुःखितेषु दयात्यंतं अद्वेषो गुणवत्सु च । औचित्यपालनं चैव सर्वत्रैवाविशेषतः ।। યોગદ્ગષ્ટિ સમુચ્ચય દુઃખી જીવો પ્રત્યે અત્યંત દયા–અનુકંપા છે. દુઃખી જીવો અનુકંપાને પાત્ર જ હોય છે - દયાને જ પાત્ર હોય છે. દુખી જીવો પાસેથી આપણે બીજી અપેક્ષાઓ જન રાખવી જોઈએ. કોઈ દુઃખી માણસ સાચા માર્ગે ચાલે છે, તો કોઈ દુઃખી માણસ ખોટા માર્ગે ચાલે છે. દુઃખ એવું તત્ત્વ છે કે તે મનુષ્યને, સામાન્ય કોટિના મનુષ્યને સન્માર્ગ ઉપર ચાલવા દેતું નથી. પથભ્રષ્ટ કરે છે. દુઃખ, અતિ દુખ માણસને પાપ કરવા, ખોટાં કામ કરવા મજબૂર કરે છે. એટલા માટે તે દયાપાત્ર છે. કોઈ જીવ કર્મવશ હોઈ ખોટું કામ કરતો હોય તે પણ દયાપાત્ર છે. દુઃખી જીવોનો તિરસ્કાર ન કરો. હા, એમને સન્માર્ગ ઉપર લાવવાના ઉપાય રૂપે તેમને મારવા પડે તો અંગોપાંગને નુકસાન ન થાય તે રીતે મારો. તેમને સુધારવા માટે શિક્ષા કરવી પડે તો અવશ્ય કરો. ભાવ જોઈએ દયાનો, અનુકંપાનો, કરુણાનો. અનુકંપા યથાશક્તિ કરવાની છે : - ગ્રંથકાર આચાર્યદિવે અનુકંપાની વાત કરતી વખતે તમારો ખ્યાલ કર્યો છે. તમારી શક્તિ અનુસાર દયા-અનુકંપા કરવાની વાત કહી છે. આ વાત દ્રવ્ય-દયાના વિષયમાં કહી છે. ભાવ-અનુકંપામાં "યથાશક્તિ”નો પ્રશ્ન જ ઊભો થતો નથી. તમારી આર્થિક સ્થિતિ અનુસાર તમારે દ્રવ્ય-અનુકંપા કરવાની છે. શક્તિથી ઓછી નહીં, શક્તિથી વધારે નહીં. "યથાશક્તિ”નો અર્થ આ છે. આજકાલ લોકો આ શબ્દનો દુરુપયોગ કરે છે. શક્તિ ઘણી હોય છે, પરંતુ દાન ઓછું આપે છે. પછી કહે છે "અમે યથાશક્તિ દાન આપીએ છીએ.” એક શ્રાવકને જ મેં પૂછ્યું: “તમે કદી કોઈ ભિખારીને પેટ ભરીને ભોજન આપ્યું છે ?" તેમણે કહ્યું : “ના, ભિખારી આવે છે. એક-બે રોટલીઓ આપીએ છીએ. કોઈ વાર વધેલા દાળ-ભાત આપીએ છીએ. આપની સામે જૂઠું નહીં બોલું, કદી ભિખારીને પેટ ભરીને ખાવા આપ્યું નથી.” મેં પૂછ્યું : શું તમારી શક્તિ નથી તેને ભરપેટ ખવડાવવાની? તેમણે કહ્યું "શક્તિ તો છે પરંતુ ભાવના હોવી જોઈએ ને? મેં કહ્યું તમે કોઈ સ્નેહી સ્વજનને ત્યાં ભોજન કરવા ગયા અને તેમણે તમને પરિમિત ભોજન જ આપ્યું, તમને પેટ ભરીને ભોજન ન મળ્યું, તો તમારા મનમાં કોઈ દુઃખ થશે ? Page #265 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૫૯ તેમણે કહ્યું "દુઃખ ઓછું થશે, વૈષ વધારે થશે.” મેં કહ્યું? તો પછી ભિખારીના મનમાં શું થશે? તેને દુઃખ થશે ને? માની લો કે તેને કયાંયથી ય ભિક્ષા નહીં મળે તો તે ભૂખ્યો રહેશે ને ? તમારામાં શક્તિ છે, તો તમે ભિખારીને-ગરીબને પેટ ભરીને ખવડાવો. શક્તિ હોય તો વસ્ત્ર પણ આપતા રહો. શક્તિ હોવાથી રોગી-ભિખારીને દવા પણ આપતા રહો. શક્તિ મળી છે તો સદુપયોગ કરો. ઉપભોગ નહીં ઉપયોગ કરો: પુણ્યકર્મના ઉદયથી તમને સુખનાં અનેક સાધનો મળ્યાં છે, જો તમે ઉપભોગ કરશો, સદુપયોગ નહીં કરો તો પાપકર્મનું બંધન થશે. ઉપભોગ મર્યાદિત અને સદુપયોગ વધારે કરશો તો પુણ્યબંધ કરશો. નવું પુણ્યકર્મ બાંધતા રહેશો. અજ્ઞાની લોકોની ધારણા જુદી જ હોય છે : "જેટલું વધારે મળ્યું છે સુખ, એટલું વધારે ભોગવવાનું. હા, એ લોકો ત્યારે જ ભોગપભોગ ઓછો કરે છે જ્યારે ભોગોપભોગની તેમની શક્તિ ક્ષીણ થઈ જાય છે, અથવા તેમનું શરીર રોગગ્રસ્ત થઈ જાય છે. આવા લોકો દુનિયામાં વધારે હોય છે, કારણ કે તેમને મોક્ષમાર્ગ નથી મળ્યો. તેમને શ્રાવકજીવનની કલ્પના ય નથી હોતી. આવા લોકો શક્તિ કરતાં વધારે ભોગોપભોગ કરે છે – શક્તિથી ખૂબ ઓછો સદુપયોગ કરે છે. જે શ્રાવકો છે, સુજ્ઞ જેનો છે, જે જ્ઞાની સગૃહસ્થો છે તેઓ ઉપભોગ ઓછો કરશે, ઉપયોગ વધુ કરશે. મુંબઈના એક સદ્દગૃહસ્થને હું જાણું છું. તેઓ પતિપત્ની બે જ છે. તેમનો ભોગ-ઉપભોગનો ખર્ચ માસિક ત્રણ હજાર છે; પરંતુ દાન ૨પ-પ૦ હજારનું આપે છે. તેઓ સમજે છે કે ભોગોપભોગથી પુણ્ય ક્ષીણ થઈ જાય છે. સદુપયોગથી પુણ્યની વૃદ્ધિ થાય છે. ભોગોપભોગ ખૂબ મર્યાદિત રાખવાથી અમે સુખી છીએ. અમને શાન્તિ મળે છે. સદુપયોગ કરવાથી હૃદય આનંદથી ભરેલું રહે છે. અજ્ઞાની લોકો પોતાની શક્તિને યા તો સમજતા નથી કે શક્તિ અનુસાર દાનઅનુકંપાદાન દેવાની ભાવના તેમનામાં હોતી નથી. થોડુંક દાન આપીને પણ તેઓ બોલે છે : "યથાશક્તિ અનુકંપા-દાન આપીએ છીએ.” એક સજ્જનને મેં સમજાવ્યા, “તમારી શક્તિ કેટલી છે? તમે આટલાં આટલાં અનુકંપાદાન કરી શકો છો, દુઃખી જીવોને દાન આપી શકો છો.” અને તેઓ એનુકંપાદાન આપવા માંડ્યા. તેમને ખબર જ ન હતી કે દુઃખી જીવોને અનુકંપાદાન આપવું એ ધર્મ છે અને પોતે આટલું સારું દાન આપી શકે છે. એક સુખી પરિવારના છોકરાને મેં કહ્યું "કોઈ દુઃખી મનુષ્યને ભોજન આપીને Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ભોજન કરવું જોઈએ. એથી દુઃખીજનોની દુઆ મળે છે.” ઘણા સમય પછી એ છોકરો મળ્યો; તેણે કહ્યું કે : "એક દિવસ અમારા ઘરની પાસે એક અંધ ભિક્ષુક બેઠો હતો; ‘હું ખૂબ ભૂખ્યો છું, કોઈ મને ભોજન આપો’ એવું વારંવાર બોલતો હતો.” મને દયા આવી. મેં એ અંધ ભિક્ષુકનો હાથ પકડીને મારા ઘરના આંગણામાં-કંપાઉન્ડમાં લઈ જઈને એને ભરપેટ ખવડાવ્યું. તે સંતોષ પામ્યો. મારા અવાજ ઉ૫૨થી તેને ખ્યાલ આવ્યો કે ‘હું નાનો છોકરો છું.’ તેણે મને કહ્યું : ”બેટા, તું ભણે છે ને ?” મેં કહ્યું : હા, ભણું છું. અત્યારે મારી પરીક્ષા ચાલી રહી છે. તે રોમાંચિત થઈને બોલી ઊઠ્યો : "બેટા, તું પાસ થઈ જઈશ.” તે પોતાના રસ્તે ચાલ્યો ગયો. હું સ્કૂલે ગયો. મહારાજસાહેબ, મને આશા ન હતી કે હું પાસ થઈશ. મારાં બે પેપરો સારાં ગયા ન હતાં, પરંતુ હું પાસ થઈ ગયો. મારા મનમાં એ વૃદ્ધ અંધ પુરુષની દુઆના શબ્દો ગુંજે છે : “બેટા, તું પાસ થઈ જઈશ.” સાચે જ ગરીબ લોકોની દુઆ ફળે છે. આ પ્રસંગ એ છોકરા માટે અનુકંપા-દાનમાં પ્રેરક બની ગયો. તે પોતાની શક્તિ અનુસાર, યથાશક્તિ અનુકંપા-દાન દેતો રહે છે. પોતાની શક્તિ અનુસાર અનુકંપાદાન કરતો રહે છે. શ્રાવકજીવન દ્રવ્ય-અનુકંપા : શક્તિ અનુસાર, દુઃખી જીવોને ભોજન, વસ્ત્ર વગેરે આપવું દ્રવ્ય-અનુકંપા છે. કોઈ ને કોઈ વસ્તુ આપવી, જે દુઃખી જીવો માટે ઉપયોગી છે. દુઃખી જીવો પ્રત્યે સહાનુભૂતિ બતાવીને આપવું. કદી તિરસ્કાર ન કરવો. યાદ રાખો, આ જન્મમાં નહીં તો ભૂતકાળના જન્મોમાં આપણે પણ દુઃખમય, ત્રાસમય અને કરુણાસ્પદ જીવન જીવ્યા છીએ. અને શું ખબર..... આવનારા ભવિષ્યમાં આપણે દુઃખી નહીં બનીએ ? એ સમયે આપણે પણ બીજાંની અનુકંપાની અપેક્ષા રાખીશું. આ જન્મમાં જો આપણે બીજા દુઃખી જીવો પ્રત્યે અનુકંપા બતાવી હશે તો આપણા પ્રત્યે અનુકંપા બતાવનારા મળશે. ભાવ-અનુકંપા : ટીકાકાર આચાર્યશ્રીએ અહીં ભાવ-અનુકંપાની ખૂબ સારી વાત કરી છે. આપણે જે ”ભાવ” સમજીએ છીએ કે ભાવથી એટલે કે મનથી અનુકંપા-દાન આપવું જોઈએ એ વાત નથી. અહીં તો નિરાળી જ વાત છે. તેઓ કહે છે કે દુઃખી મનુષ્યોના મનમાં વૈરાગ્યનો ભાવ પેદા કરો, તે તે ત્રાસ પામેલા મનુષ્યો ચાર ગતિમય સંસારમાં ભટકતા કેવાં કેવાં કષ્ટો સહન કરે છે તે સંભળાવો. કેવી કેવી વેદનાઓ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ભાગ - ૨ જીવને સહન કરવી પડે છે, એ વાત સંભળાવો. સંસાર જ દુઃખમય છે, એ વાત તેમના મનમાં ઉતારો. એને વૈરાગ્ય થઈ જવો જોઈએ. આ ભાવાત્મક અનુકંપા સભામાંથી આને દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે ને ? મહારાજશ્રીઃ નહીં, સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણીને જો દુઃખી જીવ પણ વૈરાગી બને છે તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. હા, દુઃખી મનુષ્ય એ વિચારે કે "આ ગૃહસ્થજીવનમાં દુઃખ જ દુઃખ છે. ન સારું ખાવાનું મળે છે, ન સારાં વસ્ત્રો મળે છે. પ્રયત્ન કરવા છતાં પૈસા નથી મળતા, તો સંસારમાં રહીને શું કરવાનું? એના કરતાં સાધુ બની જાઉં. ત્યાં ખાવાપીવાનું દુઃખ તો નથી. ત્યાં કપડાં મળે છે, મકાન મળે છે અને ઉપરથી માન-સન્માન મળે છે. ચાલો સાધુ થઈ જઈએ.” આ છે દુઃખગર્ભિત વૈરાગ્ય. પરંતુ દુઃખી જીવ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણી લે છે. સંસારની ચારે ગતિઓ પ્રત્યે વિરક્ત બની જાય છે, સંસારના સુખદુઃખ, બંનેના પ્રત્યે વિરાગી બની જાય છે તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાશે. દુઃખમાં વૈરાગ્યભાવ જાગવો સરળ જેની પાસે ભરપૂર વૈષયિક સુખ હોય છે, એમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવો સરળ નથી હોતો. કહો, તમારા લોકોના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે? દરરોજ ભગવાનની પૂજા કરનારા ભક્ત લોકો પરમાત્મા પાસેથી "વૈરાગ્ય” માગે છે, માગો છો ને ? “કવિરાગ' સૂત્રમાં “ભજિત્રેગો’ શબ્દ આવે છે ને ? મનિન્ટેશોનો અર્થ છે સંસાર પ્રત્યે વૈરાગ્ય. સભામાંથી અમે સૂત્ર બોલીએ છીએ, અર્થ નથી જાણતા. મહારાજશ્રી આ જ તકલીફ છે ને? અર્થ નથી જાણતા એ સારું છે ને? જાણતા હોત તો “ભવવૈરાગ્ય માગત જ નહીં ! તમારે તો સંસારનાં સુખ જ જોઈએ ને? જેમને સંસારનાં સુખોમાં આસક્તિ હોય છે એ લોકો વૈરાગ્ય શા માટે માગે ? જોઈએ છે “વૈરાગ્ય” ? તો માગજો. સંસાર છોડીને સાધુ બનવું મુશ્કેલ લાગતું હોય તો ભલે સાધુ ન બનો, પણ વૈરાગી તો બની શકો છો ને? હૃયમાં વૈરાગ્ય હોવો જ જોઈએ. તમે તો શ્રાવક છો. પાંચમા યા ચોથા ગુણસ્થાનક ઉપર છો. પરંતુ જેઓ પહેલા ગુણસ્થાનક ઉપર છે, તેઓ પણ વૈરાગી બની શકે છે. સંસાર ઉપર સહજ વૈરાગ્ય પેદા થાય છે. તમારામાં વૈરાગ્ય હોવો જ જોઈએ. સમક્તિ દૃષ્ટિ જીવ વૈરાગી હોવા જ જોઈએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રાવકજીવન – તેમનું લક્ષણ છે વૈરાગ્ય - અનુકંપા. તમે લોકો સમક્તિ વૃષ્ટિ તો છો ને ? સમક્તિનો ગુણ પ્રકટ થઈ ગયો છે ને ? આત્મનિરીક્ષણ કરજો. પોતાની અંદર જોજો. દુઃખી મનુષ્યને એવી પ્રેરણા, એવો ઉપદેશ આપવો જોઈએ કે એના હૃદયમાં વૈરાગ્યભાવ જાગૃત થાય. આ ભાવ-અનુકંપા અમે સાધુ-સાધ્વી કરી શકીએ છીએ. આપણે ભાવ-અનુકંપા કરવી જોઈએ અને દ્રવ્ય-અનુકંપાનો ઉપદેશ આપવો જોઈએ. વિચારોમાં પરિવર્તન કરવું આવશ્યક ઃ તમારું કર્તવ્ય જુદું છે. અમારું કર્તવ્ય જુદું છે. દુઃખી જીવો પ્રત્યે તમારે દ્રવ્યઅનુકંપા કરવાની છે, અમારે ભાવ-અનુકંપા કરવાની છે. ભાવ-અનુકંપા કરતી વખતે દુઃખી મનુષ્યોનું વિચારપરિવર્તન કરવાનું હોય છે. રાગ-દ્વેષમય વિચારોને મિટાવવાનું કાર્ય મહત્ત્વનું કાર્ય છે. બ્રેઈન વૉશિંગ” કરીને એના મનમાં શાન્તિ, પ્રસન્નતા અને વિરક્તિના ભાવ ભરવાના હોય છે. જ્યારે વિચારોમાં વિરક્તિ આવી જાય છે ત્યારે મનુષ્યનું અડધું દુઃખ ઓછું થઈ જાય છે. મનુષ્ય તન અને ધનથી જેટલો દુઃખી હોય છે એનાથી વધારે મનથી દુ:ખી હોય છે. રાગ-દ્વેષ મનુષ્યને વધારે દુઃખી કરે છે. રાગ-દ્વેષ મનના દોષ છે, તેમને દૂર કરવા ભાવ-અનુકંપા છે. અનુકંપા કરનારાઓને પણ ફાયદો : દુઃખી લોકોને અનુકંપા કરીને તમે એમની કૃતજ્ઞતા, સ્નેહ અને આદર પામો છો. જે કોઈ ને કોઈ રૂપમાં માનસિક વ્યગ્રતામાં તમારી રક્ષા કરે છે. વૈજ્ઞાનિકોએ હવે શોધી કાઢ્યું છે કે સારાં કાર્યોથી તમારી રોગપ્રતિરોધક શક્તિને પણ લાભ થાય છે. મસ્તિષ્ક અને આ રોગપ્રતિરોધક શક્તિનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જ્ઞાનતંતુ મગજને અસ્થિમજ્જા તથા પ્લીહાથી જોડે છે. જે રોગની સંક્રામકતા સામે લડવા માટે અપેક્ષિત કોશિકાઓનું ઉત્પાદન કરે છે. સંશોધકોએ આ સિદ્ધ કર્યું છે કે શ્વેત રક્તકણો મગજ દ્વારા ઉત્પાદિત રસાયણો - "ન્યૂરોપેપ્ટાઈડો” પ્રત્યે અતિ-અધિક સંવેદનશીલ હોય છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલય(માસાચુસેટ્સ)ના મનોવૈજ્ઞાનિક ડેવિડ મેકવેલેલેડે વિદ્યાર્થીઓને પરહિતવાદ(અનુકંપા)ની મધર ટેરેસાની એક ફિલ્મ દેખાડી. તેમાં તે કલકત્તાના રોગી અને ગરીબ લોકો વચ્ચે કાર્ય કરી રહી હતી. એ સમયે વિદ્યાર્થીઓની લાળનું વિશ્લેષણ કરવામાં આવ્યું. લાળમાં ઈમ્યુનોગ્લોબિન "એ"ની Page #269 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૨૬૩ વૃદ્ધિ જોવામાં આવી. જે શ્વાસરોગના આક્રમણથી બચવામાં સહાયક થાય છે. આ ક્રિયા-પ્રતિક્રિયાની પુષ્ટિ ભલેને ન થઈ શકે પણ કેટલાક સંશોધન-કર્તાઓને માન્ય છે કે અન્ય લોકો પ્રત્યે તમારા ચલણનો, તમારા હ્દયરોગથી ગ્રસ્ત થવાની આશંકા ઉપર અદ્ભુત પ્રભાવ પડે છે. શું તમે જાણો છો કે વેરભાવ, હૃદયરોગના જોખમને વધારી દે છે ? ક્રોધિત હૃદય” સંબંધી આ નવી જાણકારી ઉપર સાઉથ ફ્લોરિડા વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીલબર્ગરે આગળ શોધ ચાલુ રાખી છે. અનુસંધાન પહેલાં જ આ સિદ્ધ થઈ ચૂક્યું હતું કે ઉતાવળમાં, નિરંતર પ્રતિસ્પર્ધાના વાતાવરણમાં સતત કામ કરનારા “એ” વર્ગના લોકોમાં હ્રદયરોગથી ગ્રસ્ત થવાની સંભાવના વધારે હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - છૂપો ક્રોધ, ચીડિયાપણું તથા આક્રમક સ્પર્ધાત્મકતા જ હ્દયરોગની સંભાવના વધારે છે. અનુકંપા-દયાનો ભાવ તમારા હૃદયને શાન્ત, સ્વસ્થ અને કરુણાવંત બનાવે છે. તમારા હૃદયમાં દ્વેષ અને વેરની ભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. એનાથી હ્દયરોગની સંભાવના નષ્ટપ્રાયઃ થઈ જાય છે. ડ્યૂક વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ રેડકોર્ડ વિલિયમ્સ એક અધ્યયન ઉપરથી એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે જે વ્યક્તિમાં જેટલો વધારે દ્વેષ હોય છે, તેની હૃદય-ધમનીઓ એટલી જ અધિક અવરુદ્ધ થઈ જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાર્યરત ડૉ. આર્નિશ રોગી લોકોને બીજાંની ભલાઈ ક૨વા માટે પ્રોત્સાહિત કરતા હતા. એ નિર્વિવાદ સત્ય છે કે પરોપકાર, અનુકંપા, દયા વગેરે મંગલકારી છે. પાડોશીને, બીજાંને મદદ કરવી તેમના હિતમાં તો છે જ પણ તે આપણા ય હિતમાં છે ! અનુકંપા કરવાથી આપણને એવી અપાર્થિવ અનુભૂતિ થાય છે કે મનનું તમામ પાપ ધોવાઈ જાય છે. અનુકંપામાં પ્રેમ અને ક્ષમાશીલતા જોઈએ : અનુકંપા કરવામાં એક ભયસ્થાન એ હોય છે કે જે દુઃખી માણસને આપણે અનુકંપા-દાન કરીએ છીએ, તે આપણી સાથે યા બીજાં સાથે સારો વ્યવહાર નથી રાખતો અને કડવા શબ્દોનો પ્રયોગ કરે છે. કોઈ વાર અંદર-અંદર ઝઘડા-લડાઈ કરે છે ત્યારે આપણા મનમાં દ્વેષ આવી જાય છે. "આપણે આવા લોકોને દાન ન આપ્યું હોત તો સારું થાત,” એવી દુર્ભાવના જાગી ઊઠે છે - જો કે ન જાગવી જોઈએ. જો તમારા હૃદયમાં એ દુઃખી આત્માઓ પ્રત્યે પ્રેમ હશે તો તમે ક્ષમા આપશો ! પ્રેમ જ માનવીને ક્ષમાશીલ બનાવે છે. જેમ માતાને પોતાના બાળક ઉપર પ્રેમ હોય છે તો બાળક ગમે તેટલા અપરાધો કરે તો પણ મા એને ક્ષમા કરી દે છે. માતાનો Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રાવકજીવન ક્રોધ લાંબો સમય ટકતો નથી. બાળકને કોઈ વાર મારે છે તો પણ પાછળથી રડી પડે છે. એક શ્રીમંત શ્રાવકે કહ્યું : "એક દિવસે મેં મારા ઘરમાં નોકરી કરનારી ગરીબ છોકરી ઉ૫૨ ચોરીનો આરોપ ચડાવ્યો અને એ છોકરીને ખૂબ મારી. બિચારી ૧૨૧૩ વર્ષની છોકરી બેભાન થઈ ગઈ. એની માતા એને ઘેર લઈ ગઈ. હૉસ્પિટલમાં દાખલ કરી. એ દિવસે મારું ખાવાનું-પીવાનું હરામ થઈ ગયું. ઊંઘ પણ ન આવી. એટલું જ નહીં, મારું બ્લડપ્રેશર પણ વધી ગયું. બીજે દિવસે મારા પુત્રે ચોરીનો અપરાધ સ્વીકારી લીધો, ત્યારે હું એકદમ રડી પડ્યો. હું ઝડપથી હૉસ્પિટલ પહોંચ્યો. એ છોકરી પાસે જઈને બેઠો. એના માથે હાથ મૂકીને બોલ્યો : "બેટી, મારો અપરાધ માફ કરી દઈશ ને ? ચોરી તેં કરી ન હતી. મારા પુત્ર પંકજે કરી હતી. તેણે કબૂલ પણ કરી લીધું છે. તું સારી છોકરી છે. મેં ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તને ખૂબ મારી. હવે તને કદીય નહીં મારું.” છોકરીએ મારો હાથ પકડી લીધો અને રડી પડી. મારું બ્લડપ્રેશર નિયમિત થઈ ગયું, મને ઊંઘ આવી. મેં મારી જાતને ખૂબ હલકી અનુભવી. હેનરી ફોર્ડ : ધનનો સદુપયોગ : આખાય સંસારમાં પ્રસિદ્ધ મોટરગાડીના નિર્માતા અને સંસ્થાનના માલિક હેનરી ફોર્ડના જીવનની એક ઘટના વાંચી છે. એક વાર એના પૌત્ર એક નાનો સિક્કો એમ જ બહાર ફેંકી દીધો. હેનરી ફોર્ડ જોઈ રહ્યા હતા. તેમણે પૌત્રને પૂછ્યું : “બેટા, તેં સિક્કો શા માટે ફેંકી દીધો ?’ પૌત્રે કહ્યું : “દાદાજી, તમારી પાસે તો પુષ્કળ ધન છે, પછી એક સિક્કો ફેંકી દેવાથી શો ફેર પડે છે ?′′ હેનરી ફોર્ડે કહ્યું : "બેટા, આપણી જેમ બધાં પાસે ધન નથી હોતું; અને આપણી પાસે જે ધન છે તે ફેંકી દેવા માટે નથી. આપણને આ ધન એટલા માટે મળ્યું છે કે આપણે એનો એવો ઉપયોગ કરીએ, જેનાથી જેની પાસે ધન નથી, જેઓ દુઃખી છે, એમને પણ એ ધનનો લાભ મળે ! ધન દુઃખી, અનાથ અને વિકલાંગ મનુષ્યોની સેવામાં ખરચાવું જોઈએ.” હેનરી ફોર્ડનો આ માનવતાવાદી દૃષ્ટિકોણ શું તમને પસંદ આવ્યો ? પોતે સાદગીથી જીવતા હતા ! કોઈ વાર ફાટેલો કોટ પણ પહેરી લેતા હતા ! પરંતુ પરોપકારનાં કાર્યોમાં કોઈ કસર રાખતા ન હતા. Page #271 -------------------------------------------------------------------------- ________________ ભાગ . ૨ માનવતાવાદી સંસ્થાઓ : અલબત્ત, આજે કેટલાંક વર્ષોથી દેશમાં ગરીબો માટે, અનાથ લોકો માટે, અંધ અને વિકલાંગ સ્ત્રીપુરુષો માટે સેવાભાવી સંસ્થાઓ સારા પ્રમાણમાં સ્થાપિત થઈ છે. એ સંસ્થાઓમાં એ દીન-દુઃખી લોકોની દેખભાળ રખાય છે. માનવતાવાદી અનેક શ્રીમંતો એવી સંસ્થાઓમાં હજારો-લાખો રૂપિયાનાં દાન આપે છે. આ અનુકંપા-દાન કહેવાય છે. સરકારો તરફથી ‘બેગર્સ હોમ’ - ગરીબ-ઘરો પણ ખુલ્લાં છે. તેમાં ભિખારીઓને રાખવામાં તેમની પાસેથી કામ લેવામાં આવે છે. તેમને ખાવા-પીવાનું, મકાન મળે છે. તેમનું ભટકવાનું મટી જાય છે, ૨૬૫ અનુકંપા દ્રવ્યથી અને ભાવથી કરતા રહેવું, જીવનનો આ મહત્ત્વપૂર્ણ ધર્મ છે - કાર્ય છે. - આજે, બસ આટલું જ. Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪૭ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં "શ્રાવકજીવન”ના વિષયમાં વિશદ માર્ગદર્શન આપ્યું છે. જેને સારી રીતે શ્રાવકજીવન જીવવું છે, એને માટે આ ગ્રંથ અત્યંત ઉપાદેય છે ! દ્રવ્ય-અનુકંપા અને ભાવ-અનુકંપાની વાત કર્યા પછી ગ્રંથકારે એક સાવધાની બતાવી છે - લોકાપવાદથી ડરતા રહો. જોજાપવા-મીતા ||૨||'' મનુષ્ય સમાજ સાથે જોડાયેલું પ્રાણી છે. એ સમાજની ઉપેક્ષા ન કરી શકે. જે સમાજની નજરમાંથી પડી જાય છે તે સમાજનો ભક્ષ્ય બની જાય છે. સમાજ એને ખાઈ જાય છે. એટલા માટે ચતુર રહીને જીવવાનું છે. ગફલતમાં રહેવાનું નથી. અતિ વિશ્વાસ પણ નથી કરવાનો. સીતાજીએ પોતાની સહપત્નીઓ ઉપર વિશ્વાસ કર્યો, અતિ વિશ્વાસ કર્યો અને એ રાણીઓની સામે રાવણના પગના પંજાનું ચિત્ર બનાવી દીધું ! એ ચિત્ર જ સીતાજીના અરણ્યવાસનું નિમિત્ત બની ગયું. અયોધ્યામાં આ ચિત્રની ચર્ચા એ રીતે ચાલી કે ‘રામપત્ની સીતા, દિનરાત રાવણને યાદ કરતી રહે છે. રાવણના શરીરનાં ભિન્ન ભિન્ન અંગોનાં ચિત્રો બનાવતી રહે છે !' આ સમાજ છે. એણે કોઈને ય છોડ્યા નથી. એક વાર સમાજની જબાન પર જેની નિંદા શરૂ થઈ, સંભવ છે કે એ વ્યક્તિને ગામ છોડવું પડે, દેશ છોડવો પડે અથવા દેહ છોડવો પડે ! એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રી કહે છે ઃ લોકસમૂહથી, સમાજથી ડરતા રહો. એવું એક પણ કામ ન કરો, જેથી સમાજ તમારી નિંદા કરે. લોકપ્રિયતા ટકાવી રાખો કોઈ પણ કાર્ય કરવું હોય તો બુદ્ધિથી વિચારીને કરો. કાર્યના પ્રતિભાવોને વિચારો. “હું આ કાર્ય કરવા વિચારું છું. મારી ભાવના સારી છે. પરંતુ સમાજ મારા કાર્યને કઈ દૃષ્ટિથી જોશે ?” એ પણ વિચારવું પડશે. માત્ર આપણી સારી ભાવનાથી કામ નહીં ચાલે. સારા કાર્યને પણ સમાજ ખરાબ દૃષ્ટિથી જોઈ શકે છે. એટલા માટે જે પ્રકારે કાર્યની સારી બાબત-ખરાબ બાબતનો વિચાર કરવાનો છે, એ રીતે સમાજ કઈ દૃષ્ટિથી કાર્યને જોઈ શકે છે, તે પણ વિચારવું આવશ્યક છે. સભામાંથી : ઘણા લોકો આ રીતે વિચારી શકતા નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૭ મહારાજશ્રી : એટલા માટે તેઓ નિંદાને પાત્ર બની જાય છે. પાછળથી તેઓ માને છે કે "આપણે આ રીતે કામ ન કર્યું હોત તો સારું થાત." આચાર્યશ્રી કહે છે કે “જે પ્રકારે તમારી લોકપ્રિયતા ટકી રહે એ રીતે સતત ઉચિત પ્રવૃત્તિ કરતા રહો. કારણ કે સર્વ ઇચ્છાઓને પૂર્ણ કરનારી લોકપ્રિયતા છે. તમારી લોકપ્રિયતા સમાજમાં સિદ્ધ થઈ ગયા પછી તમે નિશ્ચિંત રહો. તમારી નિંદા નહીં થાય ! સકલ-સમીહિત-સિદ્ધિવિધાયિની જનપ્રિયતા ઃ મહાન ટીકાકાર આચાર્યદેવે જનપ્રિયતાનું કેટલું મહત્ત્વ બતાવ્યું છે ? સર્વ અભિલાષાઓની સિદ્ધિ જનપ્રિયતાથી જ થઈ શકે છે. તમારે સમાજમાં પ્રિય થવું પડશે. સમાજમાં પ્રિય બનવા માટે તમારે ઉચિત પ્રવૃત્તિઓ કરવી પડશે. નિરંતરસતત ઉચિત પ્રવૃત્તિઓ કરવી પડશે. સૌથી પહેલાં તમારે આત્મસાક્ષીએ દૃઢ નિર્ણય કરવાનો રહેશે કે ”મારે લોકપ્રિય બનવું છે.” યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ જન્મજાત લોકપ્રિય નથી બની શકતી. લોકપ્રિય બનવા માટે કેટલાંક ગુણો વિકસિત કરવા પડે છે. કેટલાંક સાહસિક કાર્યો પણ કરવાં પડે છે. ૧. સદાય બીજાંને શ્રેય આપો : લોકપ્રિય બનવાનો પ્રથમ ઉપાય છે બીજાંને શ્રેય આપવું. એવી વ્યક્તિઓને શ્રેય આપો કે જેઓ સાચાં-સારાં કાર્યો કરી રહી હોય અને પછી સૌને તેમનાં કાર્યો જણાવો. આનાથી એ લોકોમાં વફાદારીની ભાવના જાગશે, એ શંકા વગર જ તમારી મોટી મૂડી બનશે. બીજાંને શ્રેય આપવું એવું ઉદારતાપૂર્ણ કામ છે કે જેને કદી ભૂલી શકાતું નથી. લોકપ્રિયતા પામવાનો આ પ્રથમ ઉચિત ઉપાય છે. ૨. જાણીબૂજીને જોખમ ખેડો : જ્યારે તમારી સમક્ષ કોઈ જોખમભર્યું કાર્ય ઉપસ્થિત થાય ત્યારે તમે આગળ જાઓ અને એ કાર્યને ઉપાડી લો. મોટા ભાગના લોકો એ વાતની રાહ જુએ છે કે જોખમ બીજા લોકો ઉઠાવે. પરંતુ તમે જો લોકપ્રિય બનવા ઇચ્છા રાખતા હો તો તમારે અસફળ બનવાની પણ તૈયારી રાખવી જોઈએ. કારણ કે જોખમ ઉઠાવવાના વિચાર સાથે અસફળ થવાની સંભાવનાઓ પણ રહેલી છે. દુઃખ અને પસ્તાવાથી હારી જઈને ન બેસવું જોઈએ. તમારી સમગ્ર શક્તિ એકઠી કરીને એક વાર ફરીથી તમારું કાર્ય શરૂ કરો. Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકજીવન ૨૬૮ ૩. પથપ્રદર્શક બનો : લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે તમારે કાર્ય કરવાની અદમ્ય ઇચ્છાશક્તિ પ્રાપ્ત કરવી પડશે. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ પોતાની મુશ્કેલી લઈને આવે, પોતાનો પ્રશ્ન લઈને આવે તો તમે હસીને તેનું સ્વાગત કરો અને તેની વાતો એકાગ્રતાથી સાંભળો. સાંભળીને વિચારીને, તેની સમસ્યાઓને હલ કરવાનો ઉપાય બતાવો. તેની સામે કાચ જેવા તદ્દન નિર્મળ-સાફ અને સાચા માર્ગ રજુ કરો અને એને સ્પષ્ટ રૂપે બતાવી દો કે "તમારી મુશ્કેલી અવશ્ય દૂર થઈ જશે, ચિંતા ન કરો. જ્યારે પણ મારી જરૂર પડે તો તમે નિઃસંકોચ મારી પાસે આવજો.” એનાથી તમારી લોકપ્રિયતા વધશે. ૪. બીજામાં તમારો વિશ્વાસ જન્માવો : ખૂબ લોકપ્રિય બનેલા પુરુષો કહે છે, જો તમને એ વિશ્વાસ હોય કે બીજો માણસ સારું કાર્ય કરે છે, તો તેઓ સદેવ સારું કામ કરતા રહેશે. બીજા માણસોને એ સમજાવવાનો પ્રયત્ન કરો કે તમને તેમનામાં વિશ્વાસ છે. કોઈ બીજી વ્યક્તિમાં પૂર્ણ વિશ્વાસ કરવો એટલે તેનામાં આત્મવિશ્વાસ અને સંતુષ્ટિ ઉત્પન્ન કરવાં. તમે એને માટે પરમ પ્રિય વ્યક્તિ બની જશો. ૫. એક નિશ્ચિત કાર્યક્ષેત્ર રાખો: લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે તમારી પાસે તમારું નિશ્ચિત કાર્યક્ષેત્ર હોવું જોઈએ. જો તમારી પાસે તમારું નિશ્ચિત કાર્યક્ષેત્ર હશે અને તમે આમજનતાને સ્પષ્ટતાથી કાર્યક્રમની જાણકારી આપશો તો તેઓ તમારું અનુસરણ કરશે. માણસો એવા લોકોનું અનુસરણ કરવા ઇચ્છે છે કે જે વાયદા પૂર્ણ કરે છે, તેના બદલામાં સફળતા પ્રદાન કરે છે. લોકોને તમે કાર્યનો વાયદો કરો છો અને પછી એ કાર્યને પૂર્ણ કરો છો તો તમારી લોકપ્રિયતા વ્યાપક બને છે. ૬. પોતાનું કાર્ય કરતા રહો : – તમે શાન્તિથી, નિશ્ચિત ભાવથી કાર્ય કરતા રહો, તમને ખબર હોવી જોઈએ કે તમારી મંજિલ ક્યાં છે. – તમારી વેશભૂષા અને રીતભાત પણ બીજાં સામે મહત્ત્વ ધરાવે છે. - તમારે પ્રાયઃ પ્રસન્નચિત્ત રહેવું જોઈએ. – તમારી વાણી મીઠાશભરી અને સુસંસ્કૃત હોવી જોઈએ. – તમારો વ્યવહાર સંયત અને વિશ્વસનીય હોવો જોઈએ, તો તમે લોકપ્રિયતાના શિખરે પહોંચી જશો. Page #275 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૬૯ ૭. સક્ષમ વ્યક્તિ બનો તમારી યોગ્યતા અને વિશિષ્ટતા તમારા વ્યક્તિત્વનાં અભિન્ન અંગ છે. યોગ્યતા બીજા માણસો ઉપર એવો પ્રભાવ પાડે છે કે જેને લીધે એ લોકો પરામર્શ અને નિર્દેશો માટે તમારા તરફ જોવા લાગશે. તમારી પાસે જ્ઞાનની શક્તિ જોઈએ. જ્ઞાનથી તમારું વ્યક્તિત્વ પ્રભાવપૂર્ણ બનાવો. લોકપ્રિયતા સંપાદન કરવા માટે જ્ઞાનશક્તિ અનિવાર્ય રૂપે આવશ્યક છે. ૮. યશ વહેચતા રહો : કોઈ સારું પરોપકારનું કામ તમે કર્યું. તમારી સાથે બીજી આઠ-દસ વ્યક્તિઓએ પણ સહકાર આપ્યો છે. હવે જ્યારે કાર્યની સફળતાનો-અભિનંદન આપવાનો સમારોહ થાય ત્યારે તમે કહો કે “આ કાર્યમાં ઘણા લોકો મારી સાથે જોડાયેલા હતા, હું એકલો આ કાર્ય કદી ય ન કરી શકત. એટલા માટે આ કાર્યનો યશ મારા સાથીદારોને મળવો જોઈએ. અભિનંદન પહેલાં તેમને મળવાં જોઈએ.’ લોકપ્રિયતાનો આ વિશિષ્ટ ગુણ છે; યશને વહેંચો. ૯. શિષ્ટાચારનું પાલન કરો: સભ્ય અને શિષ્ટ આચરણ સમાજને સારી રીતે ચલાવવાના ઉપાયો છે. જો આપણે એકબીજા પ્રત્યે આદર પ્રકટ કરીશું તો પરસ્પર પ્રેમ વધશે. તમારું આચરણ, સભ્ય અને શિષ્ટ હશે તો લોકો તમારી પ્રશંસા કરશે, તમે સમાજમાં પ્રિય બનશો. શાલીન વ્યવહાર કરનારી વ્યક્તિ અધિકાંશ પરિસ્થિતિમાં અધિક સફળ થાય છે. - સૌથી સારા વકીલો પણ સામાન્યતયા ખૂબ સભ્ય અને શિષ્ટ હોય છે. - કૂટનીતિજ્ઞ પણ પોતાના શિષ્ટાચાર માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. શિષ્ટાચાર લોકપ્રિયતા ટકાવી રાખવા માટેનો અસાધારણ ઉપાય છે. હા, તમને ખબર હોવી જોઈએ શિષ્ટાચારની વિવિધ પદ્ધતિઓ. જ્યાં જેની સાથે જેવો શિષ્ટાચાર કરવો ઉચિત હોય એવો જ કરવો જોઈએ. ૧૦. આશ્વાસન આપતા રહો : શત્રુને પણ મિત્ર બનાવવાનો આ ઉપાય છે આશ્વાસન આપવાનો. - કોઈના યુવાન પુત્રનું મૃત્યુ થયું. તમને ખબર પડતાં જ તમે એને ઘેર જાઓ. ઉચિત શબ્દોમાં, પરિમિત શબ્દોમાં આશ્વાસન આપતા રહો. - વરસાદમાં કોઈ વ્યક્તિનું ઘર પડી ગયું, તે ઘર વગરનો થઈ ગયો. તેની પાસે જાઓ અને યોગ્ય શબ્દોમાં એને આશ્વાસન આપો. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રાવકજીવન - કાર અકસ્માત થયો, રેલવે અકસ્માત થયો યા પ્લેન અકસ્માત થયો. એમાં તમારા પરિચિત પરિવારની કોઈ વ્યક્તિ મરી ગઈ, અથવા ઘાયલ થઈ. તમને ખબર પડતાં જ તેને ઘેર જાઓ અને આશ્વાસનના, સહાનુભૂતિના બે શબ્દો કહો. ૧૧. બીજાનો વિશ્વાસ નભાવોઃ તમારી ઉપર જેમણે વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસને કોઈ પણ પરિસ્થિતિમાં નભાવવાથી તમે અત્યંત લોકપ્રિય બની જશો. તમારી ઉપર વિશ્વાસ કરીને, કોઈ વ્યક્તિએ તમને રાખવા માટે અથવા વેપાર કરવા માટે પૈસા આપ્યા; સમયાવધિ પૂર્ણ થતાં પૈસા પરત કરો છો તો તમારી ઈજ્જત વધે છે. - તમારા સ્નેહીએ, મિત્રે તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને કહ્યું "અમારે એક અઠવાડિયું બહારગામ જવું છે. બે બાળકો તમારે ઘેર મૂકીને જઈએ છીએ. તેમની સ્કૂલ ચાલુ છે. સંભાળજો.” જ્યારે તેઓ બહારગામથી આવે ત્યારે બાળકો કહે છે : “અમને ખૂબ આનંદ આવ્યો. અમારી ખૂબ કાળજી રાખતા હતા કાકા.” બસ, થઈ ગયું કામ. એ પરિવારમાં તમે પ્રિય બની ગયા. ૧૨. બીજા લોકોમાં ઊંડી રુચિ લો. અમેરિકાની પ્રકાશન સંસ્થા રેન્ડમ હાઉસના ભૂતપૂર્વ અધ્યક્ષ બેનેટ સફ" દુનિયાની સવધિક પ્રિય વ્યક્તિઓમાંથી એક હતા. ન તો તેમનું વ્યક્તિત્વ ભવ્ય હતું, ન એમનો અવાજ પ્રભાવશાળી હતો, અને ન તો તેઓ સમર્થ વક્તા હતા. પરંતુ બેનેટ સદાય પ્રફુલ્લ દેખાતા હતા. બીજા લોકોમાં ઊંડી રુચિ રાખતા હતા. તેમની સાથે દશ મિનિટ વીતાવવામાં તમે એકદમ તેમની વાતમાં તલ્લીન થઈ જાઓ અને એ પૂરી વાતચીત હોય પણ તમારી બાબતની જ ! ૧૩. બીજાંને શાન્ત અને સહજ રાખો : લોકપ્રિય વ્યક્તિમાં આ ગુણ હોવો અતિ આવશ્યક છે કે જે બીજાંને શાન્ત અને સહજ રાખી શકે. તેણે પોતાના ભાવોને નિયંત્રિત રાખવા જોઈએ. એનાથી પરિસ્થિતિ બીજાં માટે સહજ થઈ જાય છે. બીજા લોકો એ વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધાવાન બની જાય છે. તેનું કહ્યું માને છે. તેને પોતાની વચ્ચે જોઈને લોકો પ્રસન્ન થાય છે. ૧૪. પત્રવ્યવહારમાં નિયમિત રહો: એક લોકપ્રિય વ્યક્તિએ બતાવ્યું કે તે પત્રવ્યવહારમાં ખૂબ જ નિયમિત રહે છે. કેટલાક પત્રો તેઓ જાતે જ લખે છે. તેમનું કહેવું છે કે લોકો તેમના હસ્તાક્ષરોથી અનહદ ખુશ થાય છે. પત્રની ભાષાનું તો પૂછવું જ શું? ભોજન છોડીને, ટી.વી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૦૧ છોડીને લોકો એમનો પત્ર વાંચે છે. તેમણે જણાવ્યું કે લાંબો પત્ર લખવો આવશ્યક નથી. હૃદયસ્પર્શી થોડાક શબ્દો જ પર્યાપ્ત છે. "હું તને ખૂબ ચાહું છું”, “મને તારા સ્વાસ્થ્યની ચિંતા થાય છે”, ”હું તારા પત્રની રાહ જોઉં છું”, એવાં વાકયો તો લખવાં જ જોઈએ. ૧૫. બીજાંને મદદ કરતા રહો : તમે તમારી સર્વોત્તમ શારીરિક અને માનસિક શક્તિ, ઉદ્દેશહીન કામોમાં યા ટેલીવિઝનના નિરર્થક કાર્યક્રમ જોવામાં નષ્ટ ન કરો. તમારી શક્તિનો ઉપયોગ બીજાંની ભલાઈમાં કરો. એમાં તમારી શક્તિ ઓછી નહીં થાય. આપણા સૌમાં શક્તિનો અખૂટ ભંડાર ભર્યો પડ્યો છે. એ એટલો વિશાળ છે કે તેનો ઉપયોગ ક૨વો તો દૂર રહ્યો પણ એની કલ્પનાય આપણે કરી શકતા નથી. જો આપણે આપણી આ શક્તિના અજસ્ત્ર સ્રોતનો માત્ર ૧૦ ટકા ભાગ જ ઉપયોગમાં લઈએ તો જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે. મુખ્ય વાત એ છે કે આપણે શક્તિનો સદુપયોગ કરીએ. ૧૬. સદૈવ કાર્યરત રહો : કાર્યરત રહેવાનો દૃઢ નિશ્ચય તમારી માનસિક અને આધ્યાત્મિક શિથિલતા દૂર ક૨વામાં સમર્થ છે. તમે દરેક કામ તો ન કરી શકો પરંતુ એક તો કરી શકો છો. પછી બીજું, પછી ત્રીજું ! કામ શરૂ કરવા માટે તમે કાગળ ઉપર તમારી પ્રાથમિકતા નિર્ધારિત કરો. દૈનિક, સાપ્તાહિક અને માસિક કાર્યોનું વિભાજન કરી નાખો. પછી સર્વ પ્રથમ દૈનિક કાર્ય કરી જ નાખો. લોકપ્રિય બનવા માટે તમારી કાર્યદક્ષતા આવશ્યક છે. એટલું જ નહીં, જે કાર્ય જે સમયમાં કરવાનું હોય તે સમયગાળામાં કરી નાખવા માટે દૃઢ નિશ્ચય કરો. નિરાશ થયા સિવાય કાર્ય કરતા રહો. તમારો દૃઢ નિર્ણય જ તમારામાં શક્તિ ભરી દેશે. કોઈ પણ કાર્ય પૂરું કરી નાખવાની અવધિ નિર્ધારત કરવાનો સરળ ઉપાય છે કે તમે તમારો આ નિશ્ચય તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિની સમક્ષ પ્રકટ કરી દો. ૧૭, ગતિશીલ રહો : ટીકાકાર આચાર્યશ્રીએ એક વાત તો ખૂબ જ સારી કહી છે. તમે જે કોઈ કાર્ય કરો, તે નિપુણ બુદ્ધિથી, વિશેષ રૂપે વિચારીને કરો. કહ્યું છે - “નિષુળમત્યા વિધિત્ત્વ’ પૂરી તૈયારી વગર કોઈ કામ ન કરો. યોજના સમજી-વિચારીને, સમય વાપરીને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રાવકજીવન બનાવો. પરંતુ માત્ર યોજના જ બનાવતા ન રહેશો. તમે જે કંઈ બીજું કરી શકો તે કરતા રહો પણ ગતિશીલ જ રહો. હા, કોઈ પણ કામની સાથે પતિ આરામની જરૂર છે. પણ કોઈ સાર્થક કામ કર્યા વગર આરામ નિરાશા ભરી દે છે. રચનાત્મક અને સર્જનાત્મક કામોની કમી નથી. કામ ફરતાં ફરતાં જ તમે તમારી શક્તિ અને સામર્થ્ય વધારી શકો છો. એક વાત તમારી ડાયરીના પ્રથમ પાને લખીને રાખો ઃ "અકર્મણ્યતા, ક્ષીણતા, ઉદાસીનતા અને નિરાશાની જનની છે.” નિરાશ ન થાઓ. કેવળ હાથ ઉપર હાથ રાખીને બેસવા માટે આ જીવન નથી. ૧૮. સત્યનું આચરણ કરો ઃ લોકપ્રિય વ્યક્તિ બનવા માટે તમારે સચ્ચાઈથી વર્તવું પડશે. તમારી અનુભૂતિઓ પ્રકટ કરવા માટે પ્રયુક્ત સત્ય સૌથી પ્રભાવશાળી છે. હા, બીજાંનું અપમાન કરવા અને પોતાનું કામ પાર પાડવા સત્યનો સહારો ન લો. સત્યનું આચરણ તમારામાં જોખમ, પડકાર તથા ઉત્સાહ તો ભરે જ છે; આ બધાંથી આગળ વધીને અધિક મહત્ત્વપૂર્ણ એ કે સત્યનું આચરણ તમારામાં રહેલી શક્તિને પ્રકટ કરે છે. ૧૯. દાન આપતા રહો : "ધર્મરત્ન પ્રકરણ” નામના ગ્રંથમાં "લોકપ્રિયતા”ને ધર્મક્ષેત્રમાં પ્રવેશ પામવા માટેનો એક વિશિષ્ટ ગુણ બતાવ્યો છે. ધાર્મિક લોકોમાં આ ગુણ હોવો આવશ્યક છે, એમ બતાવતાં કહ્યું છે કે લોકપ્રિય બનવા માટે ઉદારતાથી દાન આપતા રહો. પ્રેમથી દાન આપતા રહો. તમે લોકપ્રિય બની જશો. એક જૈન દાનવીરને ઘેર ચાર મુસલમાનો ગયા. ગુજરાતના એક ગામના મુસલમાન સમાજના તેઓ અગ્રણી હતા. પોતાના ગામમાં એક મસ્જિદ બનાવવી હતી. સ્થાનિક લોકો ગરીબ અને મધ્યમ કોટિના હતા. ફાળો ઊઘરાવવા તે લોકો મુંબઈ આવ્યા હતા. કોઈએ એ દાનવીર શેઠનું સરનામું આપ્યું ! તે દાનવી૨ લોકપ્રિય હતા. ઉચિત સત્કાર કર્યા બાદ દાનવીરે પૂછ્યું : "કહો સાહેબ, મારા લાયક કોઈ સેવા જણાવો.” મુસલમાન આગેવાને કહ્યું : “શેઠજી, અમે અમારા ગામમાં મસ્જિદ બનાવીએ છીએ. ફાળો કરવા મુંબઈ આવ્યા છીએ.” "કેટલું ખર્ચ કરવું છે ?” દાનવીરે પૂછ્યું. "દશ હજારમાં કામ પૂરું થઈ જશે.” Page #279 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ ૨૭૩ સારું.” દાનવીરે ૧૦ હજારનો ચેક લખીને આપી દીધો. મુસલમાન આગેવાને કહ્યું : “શેઠજી, આટલા બધા રૂપિયા આપની પાસેથી નથી લેવા, પાંચ હજાર તો અમે અમારા લોકોમાંથી એકઠા કરી લીધા છે. અમારે તો પાંચ હજાર જ જોઈએ.” દાનવીર શેઠે હસીને કહ્યું : “મેં તો ચેક આપી દીધો તમને ! પાછો નહીં લઉં! તમે તમારા ગરીબ ભાઈઓને મદદ કરશે, પરંતુ.... બોલતાં બોલતાં અટકી ગયા. મુસલમાન આગેવાને તરત જ કહ્યું : “કહો શેઠ, કેમ અટકી ગયા?" શેઠે કહ્યું : "મારી ઇચ્છા છે કે લોકો માંસાહાર છોડે. જે લોકો માંસાહારનો ત્યાગ કરે, તેમને સહાય કરવી, એ મારે કહેવું હતું.” "જરૂર શેઠજી. અમે આપની ઈચ્છા અનુસાર જ કામ કરીશું. અને જ્યાં સુધી મસ્જિદ તૈયાર નહીં થાય, ત્યાં સુધી અમે અહીં હાજર છીએ અને ચારે ભાઈઓ માંસાહારનો અત્યારથી ત્યાગ કરીએ છીએ.” જ્યારે ચારે મુસલમાન પોતાના વતનમાં ગયા, ત્યાં આ વાત જણાવી તો આખા ગામમાં શેઠની પ્રશંસા થવા લાગી. ત્યાં શેઠ લોકપ્રિય બની ગયા. અમદાવાદના કુંવરજી ઝવેરી : બીજી એક ઘટના છે અમદાવાદની. જે સમયે ભારત ઉપર મોગલ બાદશાહ અકબરનું સામ્રાજ્ય હતું. અમદાવાદનો સુબો હતો શિહાબખાન. એ સમયે જૈનશાસનના મહાન આચાર્ય હિરવિજયસૂરીશ્વરજી ગુજરાતમાં વિચરતા હતા. મુસલમાન સુબાઓનો જૈનપ્રજા સાથે વ્યવહાર સારો ન હતો. અમદાવાદમાં સુબા તરફથી આચાર્યદિવને પરેશાની થઈ હતી. આ દુઃખદ પરિસ્થિતિમાં અમદાવાદના શ્રેષ્ઠી કુંવરજી ઝવેરીએ વિચાર્યું : સલ્તનત સામે આપણું કશું જ નહીં ચાલે. પ્રજાને આપણા પક્ષમાં લેવી જોઈએ. પ્રજામાં આપણી લોકપ્રિયતા વધશે તો સુબાને જોઈ લેવાશે. કંવરજી ઝવેરી કરોડપતિ શ્રાવક હતા. એમણે પ્રજાને દાન આપવાની શરૂઆત કરી, પ્રેમથી આપવા લાગ્યા, ઉદારતાથી આપવા લાગ્યા. હિન્દુઓને અને મુસલમાનોને પણ આપવા લાગ્યા! બે-ત્રણ મહિનામાં કુંવરજી ઝવેરી આખા અમદાવાદમાં લોકપ્રિય વ્યક્તિ બની ગયા. સુબો પણ એમનું માન રાખવા લાગ્યો. માંડવગઢના મહામંત્રી પેથડશાહ: તમે પેથડશાહ અંગે ઘણું સાંભળ્યું હશે. કેટલીય વાર મેં તેમના જીવનમાંથી કેટલીક પ્રેરણાદાયી વાતો કહી છે. તેઓ માંડવગઢ રાજ્યમાં લોકપ્રિય હતા. રાજા કરતાં ય વધારે લોકપ્રિય હતા, પરંતુ તેમને દેવગિરિમાં દેરાસર બંધાવવું હતું. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રાવકજીવન દેવગિરિ રાજ્યનો મહામંત્રી બ્રાહ્મણ હતો, કટ્ટર બ્રાહ્મણ હતો. દેવગિરિમાં જેનનું એક પણ ઘર ન હતું. પેથડશાહે વિચાર્યું : "બળપ્રયોગ કરવો નથી. દેવગિરિના મહામંત્રીને પ્રેમથી વશ કરીને કામ કરવું છે." ખૂબ ગંભીરતાથી વિચાર કર્યો. નિપુણ બુદ્ધિથી યોજના બનાવી. પોતાના અત્યંત વિશ્વસનીય રાજપુરુષને કામ સોંપ્યું. યોજના ગુપ્ત રાખવાની હતી. માંડવગઢ-દેવગિરિના રાજમાર્ગ ઉપર "વિશ્રામગૃહ” બનાવ્યું. પાણી, ભોજન અને વિશ્રામ મત મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ત્યાં વ્યવસ્થામાં હોશિયાર અને પ્રિયભાષી કર્મચારીઓ રોકવામાં આવ્યા. જે કોઈ મુસાફરો આવતા, તેઓ નવું વિશ્રામગૃહ જોતા અને અંદર જતા. પાણી પીતા, ભોજન કરતા, આરામ કરતા અને જતી વખતે પૂછતાં : "આ વિશ્રામગૃહ કયા મહાનુભાવે બનાવ્યું છે ?” કર્મચારીઓ કહેતા : “દેવગિરિના મહામંત્રીએ બનાવ્યું છે.” દરેક મુસાફરને આ જ જવાબ મળતો. દેવગિરિના મુસાફરોએ મહામંત્રી પાસે જઈને તેમની પ્રશંસા કરીઃ “કેટલું સરસ આરામગૃહ આપે બંધાવ્યું છે? ધન્ય છે આપને, ધન્ય છે આપનાં માતાપિતાને.” મહામંત્રી આશ્ચર્યના સાગરમાં ડૂબી જાય છે. તે વિચારે છેઃ "મેં તો વિશ્રામગૃહ બનાવ્યું નથી. કોણે બનાવ્યું હશે, અને શા માટે બનાવ્યું હશે ? રહસ્ય શું છે તે મારે શોધવું પડશે." એક દિવસ સ્વયં મંત્રી એ વિશ્રામગૃહમાં આવે છે. ત્યાંના કર્મચારી દેવગિરિના મહામંત્રીને ઓળખતા ન હતા. મહામંત્રીએ તમામ વ્યવસ્થા જોઈ, તે પ્રભાવિત થયા. જતી વખતે પૂછ્યું: "આ વિશ્રામગૃહ કોણે બનાવ્યું છે અને કોણ મહાનુભાવ છે, જે આ બધું ખર્ચ કરે છે ?" કર્મચારીએ એ જ જવાબ આપ્યો : “દેવગિરિના મહામંત્રીએ......” મહામંત્રીએ વાત કાપી નાખીને કહ્યું "ના, ખોટું નામ દો છો. હું જદેવગિરિનો મહામંત્રી છું. સાચું બતાવો. મારા યશને સર્વત્ર ફેલાવનારો મારો મિત્ર છે, એ મિત્રને હું જાણવા અને મળવા ઇચ્છું .” કર્મચારીએ પ્રણામ કરીને કહ્યું "ક્ષમા કરો, અમે અમારા માલિકની આજ્ઞા. પ્રમાણે જવાબ આપીએ છીએ.” "કોણ છે તમારા માલિક?" મહામંત્રીએ પૂછ્યું. "માંડવગઢના મહામંત્રી પેથડશાહ.” "ઓહ, પેથડશાહ ! આ બધું શા માટે કરી રહ્યા છે? હું એમને મળીશ.” Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ પછી બંને મહામંત્રીઓ મળ્યા, પરસ્પર ગાઢ મૈત્રી બંધાઈ ગઈ, દેવગિરિની મધ્યમાં દેરાસર બંધાઈ જાય છે ! દાનથી દોસ્તી બંધાય છે. દાનથી મનુષ્ય લોકપ્રિય બને છે. દાનથી ઇચ્છિત કાર્યોની સફળતા પ્રાપ્ત થાય છે. ઉપસંહાર : ભાગ - લોકપ્રિય વ્યક્તિની સમાજમાં નિંદા થતી નથી, લોકાપવાદ નથી થતો. કદી લોકપ્રિય વ્યક્તિની નાની-મોટી ભૂલ થાય છે, પણ સમાજ એને માફ કરી દે છે. ચર્ચા નથી કરતો. ભૂલને ભૂલી જાય છે. તમે શ્રાવક છો. તમે લોકપ્રિય હશો, તો બીજા લોકોને જૈનધર્મ પ્રત્યે આદ૨વાળા બનાવી શકો છો. તમારે લીધે જૈનધર્મની પ્રશંસા થશે. તમારે લીધે જૈનધર્મમાં કોઈ ઉપદ્રવ નહીં થાય. એટલા માટે "લોકપ્રિય" બનવાનો નિર્ણય કરો, જે ઉપાયો બતાવ્યા છે તેનો અમલ કરો. આજે, બસ આટલું જ. Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગીઓ ૧. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ ૨. જૈન શ્વે. મૂર્તિ. સંઘ એન્ડ ચેરીટીઝ ૩. અંધેરી ગુજરાતી જૈન સંઘ ૪. પાર્શ્વનાથ જૈન સંઘ ૫. મહાવીર સ્વામી જૈન સંઘ ૬. શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ ૭. સુવિધિનાથ જૈન સંઘ ૮. સુધમસ્વિામી જૈન સંઘ ૯. પ્રાણલાલ કાનજી દોશી ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ૧૧. માણેકલાલ વી. સવાણી ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ ૧૩. એક સગૃહસ્થ ૧૪. નિર્મળાબેન પ્રવીણચંદ્ર ઝવેરી ૧૫. લીલાધર પાસુ શાહ ૧૬. નટવરલાલ મનસુખલાલ શાહ ૧૭. મીઠુભાઈ માવજી શાહ ૧૮. મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ ૧૯. જયંતિલાલ ધરમચંદ શાહ ૨૦. ગિરીશભાઈ ચંદુલાલ શાહ ૨૧. નયનાબેન ગિરીશભાઈ શાહ ૨૨. સવિતાબેન રમણલાલ ડી. શાહ ૨૩, અરવિંદભાઈ ભોગીલાલ શાહ ૨૪. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ (ચાણસ્માવાળા) ૨૫. જયંતિલાલ એચ. લોઢા ૨૦. નાગરદાસ કાનજી શાહ ૨૭. જયંતિલાલ મોતીલાલ લાપસીયા ૨૮. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા ૨૯. શ્રી ઉમરશી ખીયશી પોલડીયા ૩૦. રતિલાલ જેઠાલાલ સલોત ૩૧. ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી ૩૨. કાન્તિલાલ એલ. વસા ૩૩. મુગટલાલ સી. શાહ ૩૪. રાજેશભાઈ પી. મોતા મુંબઈ - ૩૬ પાલિ (ઇસ્ટ), મુંબઈ - ૫૭ ઈરલાબ્રીજ મુંબઈ - ૫૬ બેંગલોર ગાંધીનગર, દાસપ્પાલેન, બેંગલોર આર. એસ. પૂરમ, કોઈમ્બતૂર તીરનપૂર (T.N.) બુધવાર પેઠ, પૂના ગોવાલિયા ટેંક, મુંબઈ - ૩૬ ગોવાલિયા ટેંક, મુંબઈ - ૩૬ મુંબઈ - ૨૨ મુંબઈ - ૨૨ મુંબઈ - ૨૨ સાય, મુંબઈ - ૨૨ માટુંગા, મુંબઈ - ૧૯ માટુંગા, મુંબઈ - ૧૯ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (વેસ્ટ), મુંબઈ - ૫૭ મુંબઈ - ૨૭ મુંબઈ - ૮૦ સાયન, સાયન, સાયન, ભાયખલા, મુલુંડ, જુહુ, જુહુ, મુંબઈ - ૫૬ અંધેરી (વેસ્ટ), મુંબઈ - ૫૮ વાલકેશ્વર, ઘાટકોપર, ઘાટકોપર, મુંબઈ મુંબઈ - ૫૬ મુંબઈ - ૬ મુંબઈ - ૮૬ મુંબઈ - ૮૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૩પ. પદ્માબેન વસંતભાઈ શાહ સાન્તાક્રૂઝ, મુંબઈ - ૫૪ ૩૬. પોપટલાલ બાદરચંદ શાહ ઘાટકોપર, મુંબઈ - ૮૬ ૩૭. અમિતભાઈ સારાભાઈ મહેતા અમદાવાદ ૩૮. અશોકભાઈ રતિલાલ કાપડિયા અમદાવાદ ૩૯. માયાભાઈ મણીલાલ કાપડિયા અમદાવાદ ૪૦. ધીરજલાલ હાલાણી અમદાવાદ ૪૧. રાજેન્દ્રભાઈ કે. શાહ અમદાવાદ ૪૨. ગંગાબેન બાલાભાઈ ઝવેરી અમદાવાદ ૪૩. આણંદજી નાનજી દેઢીયા બિદડા-કચ્છ ૪૪. રતનબાઈ આણંદજી દેઢીયા બિદડા-કચ્છ ૪૫. ચંદુલાલ અંબાલાલ શાહ વડાવલી ૪૬. મણીલાલ મગનલાલ શાહ ચવેલી ૪૭. રામચંદ સવરાજભાઈ ધાનેરા ૪૮. મંજુલાબેન રમણીકલાલ જોગાણી સૂરત ૪૯. અરવિંદભાઈ રતિલાલ શાહ સુરેન્દ્રનગર ૫૦. કલાવતીબેન રસિકલાલ વોરા ધ્રાંગધ્રા ૫૧. હર્ષદભાઈ અમૃતલાલ શાહ વાપી પ૨. વિદ્યાબેન સરદારમલ નાહર વાપી પ૩. શકરચંદ નાથાલાલ શાહ (સૂરજવાળા) સૂરત પ૪. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) સૂરત પપ. દિલીપ વ્રજલાલ શાહ (ચાણસ્માવાળા) ભીવંડી પ૬. જગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) ભીવંડી પ૭. વિનેશ ઈન્ડસ્ટ્રીઝ ઃ રવિભાઈ દોશી મદ્રાસ ૫૮. હંસાબેન મૂળજીભાઈ શાહ મદ્રાસ પ૯. ઝવેરબેન જેઠુભાઈ મોમાયા તિરુપુર (T.N.) ૬૦. વ્રજલાલ રતનચંદ શાહ પૂના. ૬૧. પદાબેન શશિકાન્ત પારેખ પૂના ૬૨. સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ પૂના ૬૩. ભરતભાઈ હીરાલાલ શાહ દાદરા ૬૪. પુનમચંદ શિવલાલ શાહ સોલાપુર ૬૫. રમાબેન વસંતભાઈ શાહ સોલાપુર ૬૬. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા. શ્રીરામપુર ૬૭. સુભાષભાઈ ભાયચંદ શાહ ઈસ્લામપુર ૬૮. સર્વોદય કમર્શિયલ બેંક લિ. મહેસાણા ૬૯. બાબુલાલ મણીલાલ શ્રોફ મહેસાણા ૭૦. રઈબેન શાન્તિલાલ ગો. વકીલ મહેસાણા ૭૧. શાકેશવજી ખીમજી ગાલા દશલપુરવાળા) કોરેગામ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકો (સં. ૨૦૪૮) ૧. સમરાદિત્ય મહાકથા : ભાગઃ ૧-૨-૩ (વાત) ૨. જૈન રામાયણ : ભાગ : ૧-૨-૩ (વાત) ૩. ધમ્મ સરણે પવજ્જામિ : ભાગઃ ૧-૨-૩-૪ ૪. પ્રશમરતિ (સંપૂણ) પ. પર્વપ્રવચનમાળા ૬. મારગ સાચા કૌન બતાવે ૭. શ્રાવક જીવન : ભાગ : ૧ ૮. પ્રીત કિયે દુઃખ હોય (વાત). ૯. શોધ-પ્રતિશોધ (વાત) ૧૦. પાંપણે બાંધ્યું પાણિયારું (વાત) ૧૧. નીલ ગગનનાં પંખેરુ (વાત) ૧૨. વિચારપંખી ૧૩. વિજ્ઞાન-સેટ (૩ પુસ્તકો) ૧૪. તારા દુઃખને ખંખેરી નાખ ૧૫. સર્વજ્ઞ જેવા સૂરિદેવ (વાત) ૧૬. જૈનધર્મ ૧૭. દોસ્તી (વાત) ૧૮. વ્રત ધરે ભવ તરે (વાતા) ૧૯. વાતદીપ (વાત) ૨૦. અંજના (વાત) ૨૧. રીસાયેલો રાજકુમાર (વાત) ૨૨. ન પ્રિયતે ૨૩. જિનદર્શન ૨૪. ફૂલપાંદડી (વાત) ૨૫. માંગલિક ૨૬. બાળકોની સુવાસ-સેટ ૨૭. જ્ઞાનસાર ૨૮. શ્રાવક જીવન ભાગ : ૨ કિંમત ૨૦૦-૦૦ ૧૩૦-૦૦ ૧૦૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧૫-૦૦ ૧પ-૦૦ ૧૫-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૮-૦૦ ૮-૦૦ ૬-૦૦ પ૦-૦૦ પ૦-૦૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ સર્જનનાં ‘માઈલસ્ટોન कचंद महेता निर्मि काशन ट्रस्ट JIT | | | | | | || |_|_||_| || || || ||, • ધર્મો સરણે પવજજાભિ (ભાગઃ ૧-૨-૩-૪ ) પ્રશમરતિ (સંપૂર્ણ). • જૈન રામાયણ (ભાગ ૧-૨-૩) • પર્વ પ્રવચનમાળા • મારગ સાચા કૌન બતાવે • પ્રીત કિયે દુઃખ હોય • પાંપણે બાંધ્યું પાણિયારું • નીલ ગગનના પંખેરૂ • વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) • તારા દુઃખને ખંખેરી નાંખ • સર્વજ્ઞ જેવા સૂરિદેવ • વિચારપં ખી • જૈનધર્મ • દોસ્તી • શ્રદ્ધાની સરગમ વાર્તાદીપ • અંજના • ન પ્રિયતે • રીસાયેલો રાજકુમાર • જિન દર્શન • ફુલપાંદડી • માંગલિક • સુવાસ સેટ (૩ પુસ્તકો) છે પ્રાર્થના © વ્રત ધરે ભવ તરે • શ્રાવક જીવન (૧-૨-૩-૪) જ્ઞાનસાર • સમરાદિત્ય મહાકથા (ભાગ ૧-૨-૩) શોધ પ્રતિશોધ JAIN RAMAYAN (1-2-3) THE WAY OF LIFE (1-2-3-4) GUIDELINESS OF JAINISM • A CODE OF CONDUCT TREASURE OF MIND • SCIENCE SET (3 BOOKS) (ATMA-KARMA-DHARMA) JIN DARSHAN • BURY YOUR WORRY • 13 MINI BOOKLETS • अरिहंत (हिन्दी मासिकपत्र) • अन्य हिन्दी साहित्य For Private Per T Page #286 -------------------------------------------------------------------------- ________________ , ysl Play વ્યા Kaly