SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૭ મહારાજશ્રી : એટલા માટે તેઓ નિંદાને પાત્ર બની જાય છે. પાછળથી તેઓ માને છે કે "આપણે આ રીતે કામ ન કર્યું હોત તો સારું થાત." આચાર્યશ્રી કહે છે કે “જે પ્રકારે તમારી લોકપ્રિયતા ટકી રહે એ રીતે સતત ઉચિત પ્રવૃત્તિ કરતા રહો. કારણ કે સર્વ ઇચ્છાઓને પૂર્ણ કરનારી લોકપ્રિયતા છે. તમારી લોકપ્રિયતા સમાજમાં સિદ્ધ થઈ ગયા પછી તમે નિશ્ચિંત રહો. તમારી નિંદા નહીં થાય ! સકલ-સમીહિત-સિદ્ધિવિધાયિની જનપ્રિયતા ઃ મહાન ટીકાકાર આચાર્યદેવે જનપ્રિયતાનું કેટલું મહત્ત્વ બતાવ્યું છે ? સર્વ અભિલાષાઓની સિદ્ધિ જનપ્રિયતાથી જ થઈ શકે છે. તમારે સમાજમાં પ્રિય થવું પડશે. સમાજમાં પ્રિય બનવા માટે તમારે ઉચિત પ્રવૃત્તિઓ કરવી પડશે. નિરંતરસતત ઉચિત પ્રવૃત્તિઓ કરવી પડશે. સૌથી પહેલાં તમારે આત્મસાક્ષીએ દૃઢ નિર્ણય કરવાનો રહેશે કે ”મારે લોકપ્રિય બનવું છે.” યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ જન્મજાત લોકપ્રિય નથી બની શકતી. લોકપ્રિય બનવા માટે કેટલાંક ગુણો વિકસિત કરવા પડે છે. કેટલાંક સાહસિક કાર્યો પણ કરવાં પડે છે. ૧. સદાય બીજાંને શ્રેય આપો : લોકપ્રિય બનવાનો પ્રથમ ઉપાય છે બીજાંને શ્રેય આપવું. એવી વ્યક્તિઓને શ્રેય આપો કે જેઓ સાચાં-સારાં કાર્યો કરી રહી હોય અને પછી સૌને તેમનાં કાર્યો જણાવો. આનાથી એ લોકોમાં વફાદારીની ભાવના જાગશે, એ શંકા વગર જ તમારી મોટી મૂડી બનશે. બીજાંને શ્રેય આપવું એવું ઉદારતાપૂર્ણ કામ છે કે જેને કદી ભૂલી શકાતું નથી. લોકપ્રિયતા પામવાનો આ પ્રથમ ઉચિત ઉપાય છે. ૨. જાણીબૂજીને જોખમ ખેડો : જ્યારે તમારી સમક્ષ કોઈ જોખમભર્યું કાર્ય ઉપસ્થિત થાય ત્યારે તમે આગળ જાઓ અને એ કાર્યને ઉપાડી લો. મોટા ભાગના લોકો એ વાતની રાહ જુએ છે કે જોખમ બીજા લોકો ઉઠાવે. પરંતુ તમે જો લોકપ્રિય બનવા ઇચ્છા રાખતા હો તો તમારે અસફળ બનવાની પણ તૈયારી રાખવી જોઈએ. કારણ કે જોખમ ઉઠાવવાના વિચાર સાથે અસફળ થવાની સંભાવનાઓ પણ રહેલી છે. દુઃખ અને પસ્તાવાથી હારી જઈને ન બેસવું જોઈએ. તમારી સમગ્ર શક્તિ એકઠી કરીને એક વાર ફરીથી તમારું કાર્ય શરૂ કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy