SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૪૭ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં "શ્રાવકજીવન”ના વિષયમાં વિશદ માર્ગદર્શન આપ્યું છે. જેને સારી રીતે શ્રાવકજીવન જીવવું છે, એને માટે આ ગ્રંથ અત્યંત ઉપાદેય છે ! દ્રવ્ય-અનુકંપા અને ભાવ-અનુકંપાની વાત કર્યા પછી ગ્રંથકારે એક સાવધાની બતાવી છે - લોકાપવાદથી ડરતા રહો. જોજાપવા-મીતા ||૨||'' મનુષ્ય સમાજ સાથે જોડાયેલું પ્રાણી છે. એ સમાજની ઉપેક્ષા ન કરી શકે. જે સમાજની નજરમાંથી પડી જાય છે તે સમાજનો ભક્ષ્ય બની જાય છે. સમાજ એને ખાઈ જાય છે. એટલા માટે ચતુર રહીને જીવવાનું છે. ગફલતમાં રહેવાનું નથી. અતિ વિશ્વાસ પણ નથી કરવાનો. સીતાજીએ પોતાની સહપત્નીઓ ઉપર વિશ્વાસ કર્યો, અતિ વિશ્વાસ કર્યો અને એ રાણીઓની સામે રાવણના પગના પંજાનું ચિત્ર બનાવી દીધું ! એ ચિત્ર જ સીતાજીના અરણ્યવાસનું નિમિત્ત બની ગયું. અયોધ્યામાં આ ચિત્રની ચર્ચા એ રીતે ચાલી કે ‘રામપત્ની સીતા, દિનરાત રાવણને યાદ કરતી રહે છે. રાવણના શરીરનાં ભિન્ન ભિન્ન અંગોનાં ચિત્રો બનાવતી રહે છે !' આ સમાજ છે. એણે કોઈને ય છોડ્યા નથી. એક વાર સમાજની જબાન પર જેની નિંદા શરૂ થઈ, સંભવ છે કે એ વ્યક્તિને ગામ છોડવું પડે, દેશ છોડવો પડે અથવા દેહ છોડવો પડે ! એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રી કહે છે ઃ લોકસમૂહથી, સમાજથી ડરતા રહો. એવું એક પણ કામ ન કરો, જેથી સમાજ તમારી નિંદા કરે. લોકપ્રિયતા ટકાવી રાખો કોઈ પણ કાર્ય કરવું હોય તો બુદ્ધિથી વિચારીને કરો. કાર્યના પ્રતિભાવોને વિચારો. “હું આ કાર્ય કરવા વિચારું છું. મારી ભાવના સારી છે. પરંતુ સમાજ મારા કાર્યને કઈ દૃષ્ટિથી જોશે ?” એ પણ વિચારવું પડશે. માત્ર આપણી સારી ભાવનાથી કામ નહીં ચાલે. સારા કાર્યને પણ સમાજ ખરાબ દૃષ્ટિથી જોઈ શકે છે. એટલા માટે જે પ્રકારે કાર્યની સારી બાબત-ખરાબ બાબતનો વિચાર કરવાનો છે, એ રીતે સમાજ કઈ દૃષ્ટિથી કાર્યને જોઈ શકે છે, તે પણ વિચારવું આવશ્યક છે. સભામાંથી : ઘણા લોકો આ રીતે વિચારી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy