SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ શ્રાવકજીવન પાઠશાળામાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે. T.V. જોનારાઓની સંખ્યા વધતી જાય છે. ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરનારા પુરુષોની સંખ્યા ૦ શૂન્ય - ઝીરો ઉપર પહોંચી ગઈ છે. મૂળભૂત ઘાર્મિક સિદ્ધાન્તો પર પ્રહારઃ ભારતના તમામ ધર્મોના મૂળભૂત સિદ્ધાન્તો છેઃ દાન, શીલ અને તપ ત્રણે સિદ્ધાન્તોને જૂઠા પાડવા પ્રયત્નો થઈ રહ્યા છે. - આપણે કહીએ છીએ કે ગરીબને, ભિક્ષુકને, અતિથિને દાન આપવું જોઈએ. તેઓ કહે છેઃ દાન ન આપવું જોઈએ. દાન આપવાથી લોકો આળસુ થઈ જાય છે. આપણે કહીએ છીએ ? શીલ-સદાચાર અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેઓ કહે છે : “સેક્સ માણસની સહજ પ્રવૃત્તિ છે. એ વૃત્તિને દબાવવી ન જોઈએ. શીલ-સદાચાર અને બ્રહ્મચર્યના પ્રાચીન ખ્યાલો છોડી દેવા જોઈએ. સજાતીય અને વિજાતીય શારીરિક સંભોગ કરવા જોઈએ. આપણે કહીએ છીએ તપશ્ચર્યા કરવી જોઈએ, તપશ્ચયથી આત્મા શુદ્ધ થાય છે. શરીર શુદ્ધ થાય છે. મન પણ નિર્મળ બને છે. તેઓ કહે છેઃ નહીં, શરીરનું દમન ન કરવું જોઈએ. ખાવા-પીવા મળ્યું છે તો ભોગવવું જોઈએ. તપ ન કરવું જોઈએ. તપ કરવાથી શારીરિક અને માનસિક વિકૃતિઓ વધે છે. આવી વિપરીત વિચારધારાઓમાં આપણું તરુણ અને યુવાજગત વહી રહ્યું છે. તેમને કોણ સમજાવે? ઠીક છે, જે તરુણો અને યુવાનો પ્રબુદ્ધ સાધુપુરુષોના ઉપદેશ સાંભળે છે, અથવા તેમના પરિચયમાં રહે છે, તેઓ તો ખોટી વિચારધારાથી પ્રભાવિત નથી થતા, પરંતુ તેવા કેટલા છે? એક લાખમાં પચાસ કે સો! લાખો નહીં કરોડોની સંખ્યામાં તરુણો અને યુવકો વિભિન્ન પ્રકારના વ્યસનોમાં અને નશીલા પદાર્થોનાં સેવનમાં ફસાઈ ગયા છે, અને ફસાતા જાય છે. બાળકોને નશીલા પદાર્થોના સેવનથી બચાવો : કિશોર વયમાં નશાની લત, પેલાં ભયાનક, જંગલી જાનવર જેવી છે. મા-બાપ તો આ ખતરનાક જાનવરની ઉપસ્થિતિની ઉપેક્ષા જ કરે છે. ભલેને એ જાનવર તેમના દરવાજા ઉપર ઊભું રહીને ઘૂરકતું કેમ ન હોય ! મોટા ભાગના કિશોરોમાં નશાખોરીની સૌ પ્રથમ લત તમાકુથી શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy