SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ se હોવી જોઈએ. તમારે પ્રશ્નો વિનયથી પૂછવા જોઈએ. ઉત્તર શાન્તિથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. કોઈક વાર એવું પણ બને છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર સાધુપુરુષ એ સમયે ન આપી શક્યા હોય; કારણ કે તે સર્વજ્ઞ તો નથી. સમજી-વિચારીને પછીથી પણ ઉત્તર આપી શકે છે. તમે તમારા બાળકોને બચપણથી જ તમારા ઘરમાં સુશિક્ષિત કરવાનું કાર્ય કરો. સુશિક્ષિત કરવાનું કાર્ય બીજા પર ન છોડો. જો તમે તમારા બાળકોની ભલાઈ ઈચ્છતા હો તો તમે તેમને પૂર્ણ રીતે બહારની વ્યક્તિઓ ઉપર ન છોડી દો. તમારાથી વધારે કોનો પ્રભાવ તમારા બાળકો ઉપર પડવાનો? તમારાથી વધારે ચિંતા તમારા બાળકોની કોણ કરશે? ‘પરંતુ તમારા બાળકોને શિક્ષિત કરતા પૂર્વે આ અંગેની તમારી જાણકારીને અદ્યતન બનાવો. આધુનિક સામગ્રીથી પૂર્ણ બનાવો. આ માટે તમારે અધ્યયન કરવું પડશે. સમય છે ને? આજકાલ મોટા ભાગનાં માતા-પિતાને પોતાનાં બાળકો માટે સમય નથી ! સમય હોય છે તો તેમને શિક્ષિત કરવાની કળા એમની પાસે હોતી નથી. જ્ઞાન હોતું નથી. બાળકોના પ્રશ્નોનું શાંતિથી સમાધાન કરવાની ક્ષમતા હોતી નથી. આવાં માતા-પિતા લાંબો સમય પૂજ્ય કે વંદનીય રહી શકતાં નથી. કોન્વેન્ટ કલ્ચર : અને જો તમે તમારાં બાળકોને કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા મોકલતા હશો તો તમે બાળકો માટે વંદનીય નહીં બની શકો. ત્યાં "માતા-પિતા વંદનીય છે,” એવું શીખવવામાં આવતું નથી. ત્યાં તો માતા-પિતા તમારા મિત્ર છે” એવું શીખવવામાં આવે છે ! મિત્ર વંદનીય નથી હોતો - સમકક્ષ હોય છે. મૂળભૂત મૂલ્યોમાં જ પરિવર્તન આવી રહ્યું છે. ત્યાંની શિક્ષણ પદ્ધતિ જ એવી છે. ભારતીય સનાતન મૂલ્યોનો મૂળસહિત ઉચ્છેદ કરવાનો સુવ્યવસ્થિત કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ એ શિક્ષણપદ્ધતિનું આકર્ષણ એટલું બળવાન છે કે માતા-પિતા કોન્વેન્ટ સ્કૂલમાં બાળકોને પ્રવેશ કરાવતાં જોવા મળે છે. સવારે સાત-આઠ વાગે બાળકો ચોપડીઓનો મોટો થેલો અને ટિફીન બોક્ષ ઉપાડીને સ્કૂલે જાય છે, સાંજના ચાર વાગે યા પાંચ વાગે ઘેર પાછાં ફરે છે, થોડુંક રમે છે ને ટ્યુશનનો સમય થઈ જાય છે. સાંજ પડી જાય છે કે TV. જોવા બેસી જાય છે....... ભોજન કરે છે અને સૂઈ જાય છે. ન મંદિર જાય છે, ન આરતીના સમયે મંદિર જઈને આરતી કરે છે કે ન સવારે મંદિરમાં દર્શન-પૂજન કરે છે કે ન તો સાધુઓની પાસે જાય છે. નથી ઉપદેશ સાંભળતાં નથી પાઠશાળામાં જતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy