________________
૬૮
શ્રાવકજીવન - આવાં કપડાં કેમ ન પહેરવાં જોઈએ? - આવાં સિનેમા - નાટક કેમ ન જોવાં? - આવા છોકરા સાથે કે આવી છોકરી સાથે શા માટે લગ્ન ન કરવાં? – રાત્રિએ કેમ ન ખાવું જોઈએ? – મંદિરમાં શા માટે જવું? ધર્મનો ઉપદેશ શા માટે સાંભળવો?
એવા અનેક પ્રશ્નો બાળકો કરે છે ત્યારે તમે ગુસ્સો કરો છો ને? તેમને ધમકાવીને ચૂપ કરી દો છો ને? આવું ન કરવું. શાંતિથી પ્રશ્ન સાંભળવા. જો ઉત્તર આપી શકો તો આપવા. ન આપી શકો તો તેમને કહેવુંઃ “બેટા! તારા પ્રશ્નો સાચા છે. હું તને એવા જ્ઞાની પુરુષ પાસે લઈ જઈશ જ્યાં તારા પ્રશ્નોના જવાબ તને મળી જશે.” અને જ્યારે તમારા ગામમાં કોઈ જ્ઞાની સાધુપુરષ આવે તો બાળકને તેમની પાસે લઈ જવો અને સમાધાન કરાવવું.
સભામાંથી કોઈ કોઈ વાર સાધુપુરુષોને પ્રશ્નો પૂછવામાં આવે તો તેઓ નારાજ થઈ જાય છે, ગુસ્સો ય કરી દે છે......મન વધારે વિદ્રોહી બની જાય છે: પ્રેમથી બીજાના પ્રશ્નોનું સમાધાન કરો :
મહારાજશ્રી એટલા માટે તમે સ્વયં જાણકારી મેળવી લો કે સાધુપુરુષ કેવા છે? તેમનું જ્ઞાન કેવું છે, સ્વભાવ કેવો છે, પ્રકૃતિ કેવી છે, આકૃતિ કેવી છે? હા. આકૃતિ પણ જોવી જોઈએ ! સાધુપુરુષની આકૃતિ સૌમ્ય હશે, તો બાળકો તેમની પાસે જશે, પાસે બેસશે અને તેમની વાતો સાંભળશે. પહેલી અસર સૌમ્ય આકૃતિની પડે છે, બીજી અસર મધુર વાણીની પડે છે અને ત્રીજી અસર તર્કબદ્ધ શૈલીથી સમજાવવાની પડે છે. તમે પહેલાં એવા સાધુપુરુષ શોધી કાઢો, પછી બાળકોને તેમની પાસે લઈ જાઓ. . બધા સાધુપુરુષો સમાન આકૃતિના નથી હોતા. બધા જ્ઞાની ય નથી હોતા. કોઈ સામાન્ય જ્ઞાની હોય તો પોતાના જીવનને સારી રીતે જીવી લે છે, પરંતુ બીજાંને સમજાવી શકતા નથી. બધા જ્ઞાની પુરુષ સૌમ્ય આકૃતિ - પ્રકૃતિના નથી હોતા. કોઈ સૌમ્ય હોય તો કોઈ ઉગ્ર હોય છે. તમારે સૌમ્ય પ્રકૃતિના - આકૃતિના સાધુપુરુષ શોધીને તેમની સામે પ્રશ્નો કરવા જોઈએ. તે શાન્તિથી, સમતાથી તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે.
ઘણી વાર એવું પણ બને છે કે સમજાવનાર તર્કબદ્ધ શૈલીથી સમજાવે છે, પરંતુ પ્રશ્ન કરનારની બુદ્ધિ સ્થૂળ-જડ હોવાથી તે સમજી જ શકતો નથી. પ્રશ્ન પૂછવામાં સૂક્ષ્મ અને તેજ બુદ્ધિ ન જોઈએ, પણ સમાધાન મેળવવામાં બુદ્ધિ સૂક્ષ્મ અને તેજ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org