________________
૭૧
ભાગ - ૨ આગળ વધતાં તેઓ નશીલી ગોળીઓ, કોકીન અને હેરોઈન જેવા માદક પદાર્થોનું સેવન કરવા લાગે છે. ધીરેધીરે તે નશાની આદતના શિકાર બની જાય છે. પરિણામ જાણો છો ? મહોલ્લાઓમાં અને શેરીઓમાં તેઓ ભીખ માગે છે. નદીઓના પૂલો નીચે દુર્ગધથી ખદબદતી ગંદકીમાં જિંદગીના દિવસો પસાર કરે છે.
આ બાબતમાં મારા મનમાં ઘોર ચિંતા છે, આ જંગલી જાનવરને કેવી રીતે મારીને ભગાડી શકાય ? વિચારું છું.... કોઈ માર્ગ દેખાતો નથી. નિરાશામાં ડૂબી જાઉં છું.
કારણ કે તમારા બાળકોની ચિંતા તમને - મા-બાપને નથી. તમારું બાળક નશીલા પદાર્થોની મજા લે છે કે નહીં, શું તમને ખબર છે?
બીજી વાત, જો તમે જાતે જ કોઈ નશાના બંધાણી હો અને વિચારતા હો કે તમારું બાળક નશાખોરીથી દૂર રહે તો તમે તમારી જાતને દગો દઈ રહ્યા છો - બીજા કોઈને નહીં.
મઘનિષેધ માટે અમેરિકન રાષ્ટ્રીય પરિષદનું કહેવું છે કે "કિશોર અવસ્થામાં શરાબ પીવાની લત પડવા પાછળનું મુખ્ય કારણ મા-બાપનું ચાલચલન અને બાળકો સાથેનો તેમનો વર્તાવ હોય છે.”
દિવસભર કઠોર પરિશ્રમ કરીને, ઘેર આવીને જો તમે કહો: “મારે શરાબ જોઈએ. મારે સિગારેટ જોઈએ !” તમને જોઈને તમારા બાળકને ખરાબ ટેવ પડશે જ. એક ભાઈએ મને કહ્યું "હું વર્ષોથી સિગારેટ પીવાનો શોખીન હતો, પરંતુ જે દિવસે મારો બે વર્ષનો બાબો મારા પાકીટમાંથી સિગારેટ કાઢીને પીવા માંડ્યો. તે દિવસથી મેં સિગારેટ છોડી દીધી. મારી પાસે ધૂમ્રપાન છોડવાનું આનાથી વધારે સારું બહાનું બીજું કોઈ ન હતું.”
જે લોકો પોતાના માનસિક ભારણને દૂર કરવાનું શીખતા નથી તેઓ સિગારેટ યા શરાબ વગેરે નશીલા પદાર્થોની લતના શિકાર સહજતાથી બની જાય છે. એટલા માટે નશીલી દવાઓથી પડનારા ખરાબ પ્રભાવ અંગે બાળકોને ચાર-પાંચ સાલની ઉંમરે જ સમજાવવાનું શરૂ કરી દો. તેમને નશીલી દવાઓ અંગે સમજાવવા કિશોરાવસ્થામાં પહોંચવાની રાહ જોશો તો ઘણું મોડું થઈ ગયું હશે.
સૌ પ્રથમ તો તમારી મનઃસ્થિતિ બિલકુલ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે તમારાં બાળકો કોઈ પણ નશીલી વસ્તુને સિગારેટ યા શરાબને હાથ ન અડકાડે. મેં સાંભળ્યું છે કે કેટલાંક આધુનિક મા-બાપ બાળકો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરવા પ્રત્યે બેદરકારીનો દ્રષ્ટિકોણ રાખે છે. કેટલાંક મા-બાપ ત્યાજ્ય નશીલા પદાથ ઘરમાં વાપરવાની બાળકોને છૂટ આપે છે. આ તદ્દન ખરાબ છે. જે મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org