________________
૮૨
શ્રાવકજીવન – રોટલી બનાવતી વખતે આટામાં થોડુંક ઘી યા તેલ નાખો છો ને? એ રોટલી
સાધુ-સાધ્વીને નવી યા આયંબિલમાં કામ આવી શકે છે, છતાં પણ પચ્ચખાણનો ભંગ થતો નથી. તમારે નવી યા આયંબિલમાં એવી રોટલી કામમાં નથી આવતી.
આટલું જાણ્યા પછી હવે તો પચ્ચખાણ કરવાથી ગભરાશો નહીં ને ? પચ્ચખાણ ઉમંગભેર કરશો ને? – દરરોજ ઓછામાં ઓછું “નવકારશી'નું અને સાંજે ચોવિહારનું યા તિવિહારનું
પચ્ચખાણ કરતા રહો. સાંજનું પચ્ચખ્ખાણ ન થઈ શકે તો પણ સવારે : "નવકારશી તો અવશ્ય કરો જ. - પંચમી, અષ્ટમી, ચતુર્દશી જેવી પર્વતિથિમાં ઉપવાસ, આયંબિલ અથવા : એકાસણાનું પચ્ચખ્ખાણ કરવું જોઈએ. ઉપવાસ વગેરે ન થઈ શકે તો પોરસી
સાઢ પોરસી પણ કરવી જોઈએ. - મહિનામાં એક ઉપવાસ તો ઓછામાં ઓછો કરવો જોઈએ - જો શક્તિ હોય
તો. આત્મશુદ્ધિ તો થશે જ, સાથે શરીરશુદ્ધિ પણ થશે. – કોઈ કોઈ વાર નિવૃત્તિના દિવસોમાં “અભિગ્રહ” પચ્ચખ્ખાણ પણ કરવું જોઈએ.
“ભૂલ થશે તો શું થશે ? પાપ લાગશે' - આ ભય મનમાંથી કાઢી નાખો. અજાણતાં જે ભૂલ થાય છે તે ક્ષમ્ય હોય છે, એનાથી પચ્ચખાણનો ભંગ થતો નથી. જીવ કમપરવશ છે. પાપકર્મના ઉદયથી કદી ભૂલ પણ થઈ જાય છે. એ નિમિત્તથી પચ્ચખ્ખાણ-ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. શ્રદ્ધાથી અને જ્ઞાનથી પચ્ચખ્ખાણ કરતા રહો ! છ પ્રકારની શુદ્ધિ : - તીર્થંકર ભગવંતોએ જે પચ્ચખ્ખણ-ધર્મ બતાવ્યો છે તે સાચો છે ! એ ધર્મના પાલનથી જીવ અનંત પાપોથી બચી જાય છે : "મેં પચ્ચખ્ખાણ લીધું, સારું
કર્યું !” એવું વિચારવું, એવું ચિંતન શ્રદ્ધાને શુદ્ધ કરે છે. – પચ્ચખાણના સૂત્રોનો અર્થ જાણવો, એને ગ્રહણ કરવાનો વિધિ જાણવો, તેમના
અપવાદો જાણવા – પ્રકારો જાણવા એ જ્ઞાનશુદ્ધિ છે. – પચ્ચખ્ખાણ ગુરુદેવ સમક્ષ લેવામાં આવે છે. ગુરુદેવને વિધિપૂર્વક વંદન કરીને
તેમની પાસેથી પચ્ચખાણ લેવાય છે. વંદન કરવું એ વિનય છે. - કદાચ ગામમાં સાધુપુરુષ ન હોય, અથવા ઘણા દૂર હોય તો જિનમંદિરમાં
જઈને, પરમાત્માને વંદન કરીને સ્વયં પચ્ચખાણ લેવું જોઈએ. વંદન કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org