SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રાવકજીવન બનાવો. પરંતુ માત્ર યોજના જ બનાવતા ન રહેશો. તમે જે કંઈ બીજું કરી શકો તે કરતા રહો પણ ગતિશીલ જ રહો. હા, કોઈ પણ કામની સાથે પતિ આરામની જરૂર છે. પણ કોઈ સાર્થક કામ કર્યા વગર આરામ નિરાશા ભરી દે છે. રચનાત્મક અને સર્જનાત્મક કામોની કમી નથી. કામ ફરતાં ફરતાં જ તમે તમારી શક્તિ અને સામર્થ્ય વધારી શકો છો. એક વાત તમારી ડાયરીના પ્રથમ પાને લખીને રાખો ઃ "અકર્મણ્યતા, ક્ષીણતા, ઉદાસીનતા અને નિરાશાની જનની છે.” નિરાશ ન થાઓ. કેવળ હાથ ઉપર હાથ રાખીને બેસવા માટે આ જીવન નથી. ૧૮. સત્યનું આચરણ કરો ઃ લોકપ્રિય વ્યક્તિ બનવા માટે તમારે સચ્ચાઈથી વર્તવું પડશે. તમારી અનુભૂતિઓ પ્રકટ કરવા માટે પ્રયુક્ત સત્ય સૌથી પ્રભાવશાળી છે. હા, બીજાંનું અપમાન કરવા અને પોતાનું કામ પાર પાડવા સત્યનો સહારો ન લો. સત્યનું આચરણ તમારામાં જોખમ, પડકાર તથા ઉત્સાહ તો ભરે જ છે; આ બધાંથી આગળ વધીને અધિક મહત્ત્વપૂર્ણ એ કે સત્યનું આચરણ તમારામાં રહેલી શક્તિને પ્રકટ કરે છે. ૧૯. દાન આપતા રહો : "ધર્મરત્ન પ્રકરણ” નામના ગ્રંથમાં "લોકપ્રિયતા”ને ધર્મક્ષેત્રમાં પ્રવેશ પામવા માટેનો એક વિશિષ્ટ ગુણ બતાવ્યો છે. ધાર્મિક લોકોમાં આ ગુણ હોવો આવશ્યક છે, એમ બતાવતાં કહ્યું છે કે લોકપ્રિય બનવા માટે ઉદારતાથી દાન આપતા રહો. પ્રેમથી દાન આપતા રહો. તમે લોકપ્રિય બની જશો. એક જૈન દાનવીરને ઘેર ચાર મુસલમાનો ગયા. ગુજરાતના એક ગામના મુસલમાન સમાજના તેઓ અગ્રણી હતા. પોતાના ગામમાં એક મસ્જિદ બનાવવી હતી. સ્થાનિક લોકો ગરીબ અને મધ્યમ કોટિના હતા. ફાળો ઊઘરાવવા તે લોકો મુંબઈ આવ્યા હતા. કોઈએ એ દાનવીર શેઠનું સરનામું આપ્યું ! તે દાનવી૨ લોકપ્રિય હતા. ઉચિત સત્કાર કર્યા બાદ દાનવીરે પૂછ્યું : "કહો સાહેબ, મારા લાયક કોઈ સેવા જણાવો.” મુસલમાન આગેવાને કહ્યું : “શેઠજી, અમે અમારા ગામમાં મસ્જિદ બનાવીએ છીએ. ફાળો કરવા મુંબઈ આવ્યા છીએ.” "કેટલું ખર્ચ કરવું છે ?” દાનવીરે પૂછ્યું. "દશ હજારમાં કામ પૂરું થઈ જશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy