________________
ભાગ - ૨
૨૦૧
છોડીને લોકો એમનો પત્ર વાંચે છે. તેમણે જણાવ્યું કે લાંબો પત્ર લખવો આવશ્યક નથી. હૃદયસ્પર્શી થોડાક શબ્દો જ પર્યાપ્ત છે. "હું તને ખૂબ ચાહું છું”, “મને તારા સ્વાસ્થ્યની ચિંતા થાય છે”, ”હું તારા પત્રની રાહ જોઉં છું”, એવાં વાકયો તો લખવાં જ જોઈએ.
૧૫. બીજાંને મદદ કરતા રહો :
તમે તમારી સર્વોત્તમ શારીરિક અને માનસિક શક્તિ, ઉદ્દેશહીન કામોમાં યા ટેલીવિઝનના નિરર્થક કાર્યક્રમ જોવામાં નષ્ટ ન કરો. તમારી શક્તિનો ઉપયોગ બીજાંની ભલાઈમાં કરો. એમાં તમારી શક્તિ ઓછી નહીં થાય. આપણા સૌમાં શક્તિનો અખૂટ ભંડાર ભર્યો પડ્યો છે. એ એટલો વિશાળ છે કે તેનો ઉપયોગ ક૨વો તો દૂર રહ્યો પણ એની કલ્પનાય આપણે કરી શકતા નથી. જો આપણે આપણી આ શક્તિના અજસ્ત્ર સ્રોતનો માત્ર ૧૦ ટકા ભાગ જ ઉપયોગમાં લઈએ તો જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે. મુખ્ય વાત એ છે કે આપણે શક્તિનો સદુપયોગ કરીએ.
૧૬. સદૈવ કાર્યરત રહો :
કાર્યરત રહેવાનો દૃઢ નિશ્ચય તમારી માનસિક અને આધ્યાત્મિક શિથિલતા દૂર ક૨વામાં સમર્થ છે. તમે દરેક કામ તો ન કરી શકો પરંતુ એક તો કરી શકો છો. પછી બીજું, પછી ત્રીજું ! કામ શરૂ કરવા માટે તમે કાગળ ઉપર તમારી પ્રાથમિકતા નિર્ધારિત કરો. દૈનિક, સાપ્તાહિક અને માસિક કાર્યોનું વિભાજન કરી નાખો. પછી સર્વ પ્રથમ દૈનિક કાર્ય કરી જ નાખો.
લોકપ્રિય બનવા માટે તમારી કાર્યદક્ષતા આવશ્યક છે. એટલું જ નહીં, જે કાર્ય જે સમયમાં કરવાનું હોય તે સમયગાળામાં કરી નાખવા માટે દૃઢ નિશ્ચય કરો. નિરાશ થયા સિવાય કાર્ય કરતા રહો. તમારો દૃઢ નિર્ણય જ તમારામાં શક્તિ ભરી દેશે.
કોઈ પણ કાર્ય પૂરું કરી નાખવાની અવધિ નિર્ધારત કરવાનો સરળ ઉપાય છે કે તમે તમારો આ નિશ્ચય તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિની સમક્ષ પ્રકટ કરી દો.
૧૭, ગતિશીલ રહો :
ટીકાકાર આચાર્યશ્રીએ એક વાત તો ખૂબ જ સારી કહી છે. તમે જે કોઈ કાર્ય કરો, તે નિપુણ બુદ્ધિથી, વિશેષ રૂપે વિચારીને કરો. કહ્યું છે - “નિષુળમત્યા વિધિત્ત્વ’ પૂરી તૈયારી વગર કોઈ કામ ન કરો. યોજના સમજી-વિચારીને, સમય વાપરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org