________________
ભાગ - ૨
૧૦૩
મહારાજશ્રી ઃ એવું ન કરવું જોઈએ. નવ અંગો ઉપર જ પૂજા કરવી જોઈએ. કેસર-ચંદનથી પૂજા કર્યા પછી સુગંધયુક્ત ગુલાબ, જૂઈ, મોગરો વગેરે પુષ્પો ચડાવવાં જોઈએ. એટલે કે ભાવથી પુષ્પપૂજા કરવી જોઈએ. સુગંધયુક્ત વાસચૂર્ણથી પણ પૂજા કરવી જોઈએ.
ચંદન-પુષ્પો વગેરેથી પૂજા એવી રીતે કરવી જોઈએ કે જેથી પ્રતિમાજીનું મુખ ઢંકાઈ ન જાય, આંખો બંધ થઈ ન જાય. તમારે એ રીતે પૂજા કરવી જોઈએ કે જેથી દર્શન કરનારાઓને હર્ષ થાય - આનંદ થાય. આ રીતે અંગપૂજા કરીને ગર્ભગૃહમાંથી બહાર આવવું જોઈએ અને અગ્રપૂજા કરવી જોઈએ.
અંગપૂજા પછી અગ્રપૂજા કરવી :
ભગવાનની આગળ ઊભા રહીને જે પૂજા કરવામાં આવે છે તે અગ્રપૂજા કહેવાય
છે.
પહેલાં ધૂપપૂજા કરવી. સુગંધી ધૂપ હોવો જોઈએ.
– તે પછી દીપપૂજા ક૨વી. ઘીનો દીવો હોવો જોઈએ.
—
-
-
સિદ્ધશિલા ઉપર ફળ ચડાવીને ફળપૂજા કરવી, મીઠાઈ અને ફળો સારાં હોવાં જોઈએ. સડેલાં ફળ અને દુર્ગંધયુક્ત મીઠાઈ કદી ય ચડાવવાં નહીં. નૈવેદ્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે ઃ
પછી અક્ષતપૂજા કરવી જોઈએ. સ્વસ્તિકાદિનું આલેખન કરવું જોઈએ. સ્વસ્તિકની ઉપર નૈવેદ્ય - મીઠાઈ રાખીને નૈવેદ્યપૂજા કરવી.
"શ્રાદ્ધવિધિ" ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે અગ્રપૂજા કરતાં ભગવાનની સામે ચાર પ્રકારનાં નૈવેધ સમર્પિત કરવાં જોઈએ.
–
વિવિધ વ્યંજન, વિવિધ સૂપ, ભાત, રોટલી, દૂધ, દહીં વગેરે અશનનો થાળ. પાણીના ભરેલા કળશ,
અનેક પ્રકારનાં ફળ, નારિયેળ, બદામ, મેવા વગેરે ખાદ્ય પદાર્થો.
ઇલાયચી, લવિંગ, કેસર, સોપારી, સૂંઠ વગેરે ખાદ્ય પદાર્થો પરમાત્માની સામે પાટ ઉપર સ્થાપિત કરવાં જોઈએ. આ નૈવેદ્યપૂજા ગૃહસ્થ સરળતાથી દરરોજ કરી શકે છે. એનું ફળ પણ ખૂબ મોટું છે. ધાન્ય - રાંધેલું ધાન્ય તો જગતનું જીવન છે એટલા માટે "સર્વોત્કૃષ્ટ રત્ન” કહેવાયું છે.
પ્રાયઃ વ્યંતર દેવ-દેવીઓ નૈવેદ્યથી જ પ્રસન્ન થાય છે. માંત્રિકો પાસેથી સાંભળ્યું છે કે ભૂતપ્રેત, પિશાચ વગેરે દેવો ખીર માગે છે, ખીચડી માગે છે, વડાં માગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org