________________
૧૦૨
શ્રાવકજીવન અંગપૂજા કરવી?
જળપૂજા કરતી વખતે ચિંતન કરવું કે "હે પ્રભુ ! આપનો જન્મ થતાંની સાથે જ ઈન્દ્ર આપને મેરુ પર્વત ઉપર લઈ ગયા અને તેમણે આપને રત્નજડિત સુવર્ણકલશોથી સ્નાન કરાવ્યું! એ સમયે જેમણે આપનાં દર્શન કર્યા તે ધન્ય બની ગયા !
સોના, ચાંદી યા કોઈ પણ સારી ધાતુના બનાવેલા કલશમાં સ્વચ્છ પાણી ભરીને જિનપ્રતિમા ઉપર અભિષેક કરવો. અભિષેક કરતી વખતે ત્રણ કામ ન કરવાં? ૧. શરીરે ખણવું નહીં, ૨. ઘૂંકવું નહીં, ૩. સ્તુતિ-સ્તોત્ર આદિ બોલવાં નહીં. મૌન રહીને અભિષેક-પૂજા કરવાની છે.
સભામાંથીઃ આજકાલ તો લોકો અભિષેક કરતાં ગાય છે ! વાતો ય કરે છે. મહારાજશ્રી ઃ અવિધિ છે. ગાવાનું નથી. વાતો પણ કરવાની નથી. દ્ધયમાં ભક્તિનો ભાવ હોવો જોઈએ. મનને પરમાત્મા સાથે જોડવાનું છે. પ્રતિમાને કેવી રીતે સાફ કરો છો ? :
તે પછી કોમળ અને સુગંધી વસ્ત્રથી જિનપ્રતિમાને સાફ કરવી. અંગ-ઉપાંગમાં ક્યાંય પાણી ન રહે તેવી રીતે સાફ કરવી. જેમ માતા પોતાના નાના બાળકને સ્નાન કરાવીને તેનું શરીર લૂછે છે, એ રીતે કોમળ હાથોથી પ્રતિમા સાફ કરવી.
કેટલાક અજ્ઞાની અને અવિવેકી લોકો પહેલવાનની માફક મૂર્તિના બંને બગલમાં વસ્ત્ર નાખીને મૂર્તિને એવી રીતે ઘસે છે કે મૂતિ કદાચ ગાદી ઉપરથી ઊખડી જાય ! કોઈ વાર મૂર્તિના ગળામાં કપડું નાખીને એવી રીતે ઘસે છે કે મૂર્તિનું મસ્તક અલગ થઈ જાય! કેટલાંક મંદિરોમાં મેં જાતે એ રીતે મૂર્તિને સાફ કરતા લોકોને જોયા છે, તેમને સમજાવ્યા પણ છે.
પ્રતિમા લૂછવાનાં વસ્ત્ર સ્વચ્છ, મુલાયમ અને સુગંધી હોવાં જોઈએ. તમારા મંદિરમાં કેવાં અંગ-લૂછણિયાં રાખો છો? તમારા શરીરને લૂછવા કેવો ટુવાલ રાખો છો ? કંઈક વિચારો અને સુધારો કરો.
અભિષેકપૂજા-પ્રક્ષાલપૂજા તમારે જાતે કરવી જોઈએ. પ્રતિમાને સાફ-સ્વચ્છ પણ તમારે જાતે જ કરવી જોઈએ. પૂજારી પાસે એ કામ ન કરાવવું જોઈએ. પ્રતિમાને સાફ-સ્વચ્છ કર્યા પછી ચંદન-કેસરથી પૂજા કરવી, પરમાત્માના નવ અંગો ઉપર પૂજા કરવી જોઈએ. કેસર-ચંદન સુગંધયુક્ત હોવું જોઈએ.
સભામાંથી કેટલાક લોકો પ્રતિમાજીની છાતી ઉપર અને ગળામાં ઘણાં બધાં તિલક ચંદનથી-લાલ કેસરથી કરે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org