________________
૨૩૬
શ્રાવકજીવન જિનશાસનની ઉન્નતિ માટે યાત્રાસંઘ ઃ
શ્રાવકજીવનમાં જિનશાસનની ઉન્નતિનું એક વિશિષ્ટ કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. જિનશાસનની ઉન્નતિના લક્ષ્યથી : – સમ્યગુ ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો. – લોકોનો યથોચિત વિનય કરવો. - દીન-અનાથ લોકોનો સમુદ્ધાર કરવો. - સુવિહિત સાધુપુરુષોનું પુરસ્કરણ કરવાનું છે. - પરિશુદ્ધ શીલનું પાલન કરવાનું છે. - જિનમંદિરોનું નિમણિ કરવાનું છે અને – તીર્થયાત્રા, જિનજન્માભિષેક વગેરે વિવિધ ઉત્સવોનું આયોજન કરવાનું છે.
આજે હું સાતમો ઉપાય સમજાવું છું. એમાં પણ સર્વ પ્રથમ તીર્થયાત્રાના વિષયમાં સમજાવીશ. તીર્થયાત્રામાં બે શબ્દો છે તીર્થ અને યાત્રા. તીર્થનો અર્થ અને તેનું મહત્ત્વ સમજવું પડશે. યાત્રા કેવી રીતે કરવી જોઈએ, એ પણ સારી રીતે સમજવું પડશે. યાત્રાના વિષયમાં મહાન જ્ઞાની આચાર્યોએ પરિપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે, એના આધારે હું આજે તમને માર્ગદર્શન આપીશ. તીર્થ” શબ્દની પરિભાષા
પહેલાં તીર્થ વિશે સમજાવું છું. સંસ્કૃતમાં “તીર્થ” શબ્દની વ્યુત્પત્તિ આ રીતે બતાવવામાં આવી છે ? તીર્ઘતે મનેન તિ તીર્થ | જેના સહારે જીવાત્મા ભવસાગર તરી જાય, તેને તીર્થ કહે છે. આવાં તીર્થ બે પ્રકારનાં હોય છેઃ સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે ચાલતાં - હરતાંફરતાં-"મોબાઈલ તીર્થ!
શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, આબુ વગેરે સ્થાવર તીર્થ કહેવાય છે. કોઈ પ્રભાવશાળી જિનપ્રતિમાથી મહિમાવંત બનેલાં મંદિરને પણ તીર્થ કહે છે. આ બધાં સ્થાવર તીર્થ છે. સાધુ-સાધ્વી જંગમ તીર્થ છે. ચાલતાં-હરતાંફરતાં તીર્થ છે. '
જે તારે એનું નામ તીર્થ. તીર્થ તારે છે. પરંતુ જેને તરવાનું હોય છે, તરવાની પ્રબળ ઈચ્છા હોય છે, તેને તારે છે. તરવાનો પ્રયત્ન કરે છે તેને તારે છે. હું તમને પૂછું છું? શું તમારે ભવસાગર તરવો છે? તમારે પાપસાગર તરવો છે? સામેના કિનારે જવું છે ? ભવસાગરની પેલે પાર શું છે તે જાણો છો? જ્ઞાનવૃષ્ટિથી એ કિનારો જોયો છે? એ મોક્ષ છે, મુક્તિ છે, ત્યાં જવું છે? તીર્થયાત્રા ત્યારે સફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org