SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ભાગ - ૨ શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર, શ્રી નેમિપ્રભુ, શ્રી વીરસેન, શ્રી મહાભદ્ર, શ્રી દેવયશા અને અજિતવીર્યને વંદન કરું છું. જો કલ્પના કરી શકો તો સમવસરણમાં બેસીને દેશના આપતા તીર્થકરોને વંદના કરવી. મુનિ-શ્રેષ્ઠોનું સ્મરણ કરવું? - ભગવાન ઋષભદેવના પ્રથમ શિષ્ય શ્રી પુંડરીક સ્વામીને નમન કરું છું. – ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર શ્રી ભરત કેવલીને વંદન કરું છું. – ભગવાન ઋષભદેવના દ્વિતીય પુત્ર શ્રી બાહુબલી કેવલીને હું નમન કરું છું. - સનકુમાર રાજર્ષિને નમન કરું છું. – ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીને નમન કરું છું. - શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને નમન કરું છું. - શ્રી દશાર્ણભદ્ર રાજર્ષિને નમન કરું છું. - શ્રી ગજસુકુમાલ મુનિને, શ્રી મેતાર્ય મુનિને, શ્રી શાલિભદ્ર મુનિને, શ્રી દૃઢકુમાર મુનિને, શ્રી ધન્ના અણગારને, શ્રી ચિલાતીપુત્રમુનિને, શ્રી ઉદયન રાજર્ષિને વંદન કરું છું. શ્રી જંબૂસ્વામીને, શ્રી સુદર્શન મુનિને, શ્રી સ્થૂલભદ્ર મુનિને, શ્રી અયવંતી સુકુમાલ મુનિને અને શ્રી વજસ્વામી મુનિ વગેરે મુનિવરોને નમન કરું છું. આ રીતે મુનિવરોનું પુણ્યસ્મરણ કરવું જોઈએ. આ વંદન-સ્મરણ કર્યા પછી "અધિકરણોની આલોચના” કરવી જોઈએ. અધિકરણાનો ત્યાગ કરીને સૂવું: આ પ્રકારે ચિંતન કરવું કે ગત જન્મોમાં ઉપાર્જિત કરેલાં કામ, ક્રોધ, માન-માયા અને લોભરૂપ જે અધિકરણો છે, જેમનો મેં ભાવથી ત્યાગ કયો નથી, તે અધિકરણોનો હું ત્યાગ કરું છું. દેહના પ્રમાદથી, નિદ્રાના પ્રમાદથી જે અધિકરણો (કર્મબંધના હેતુ) પેદા થતાં હોય છે, તેમનો પણ ત્યાગ કરું છું. આત્માની સાથે અનેક જન્મોથી કષાયોની પરંપરા ચાલતી આવે છે, તે આ પ્રકારના ચિંતનથી તૂટી જાય છે. કષાયોની તીવ્રતા ઓછી થઈ જાય છે. ત્રિવિધ પાપ વ્યાપારનો ત્યાગ કરો : કષાયોની આગ શાન્ત થાય તેની સાથે મન-વચન-કાયાની ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિનું મિચ્છામિ દુક્કડું આપવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy