SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ગૃહસ્થજીવન ક્લેશ, સંતાપ અને કલહથી વિકૃત થઈ ગયું છે. તમે લોકો શ્રાવક-શ્રાવિકાઓ છો, આપણો ધર્મ એક શ્રેષ્ઠ ધર્મ છે. આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. જનપ્રવાહમાં વહી જવાથી તો માનવજીવન વ્યર્થ બની જશે. પરલોક અંધકારમય બની જશે. આત્મા દુર્ગાતમાં ભટકી જશે. ભલે તમે બે-ચાર ધર્મક્રિયાઓ કરતા હશો, પણ જે પરિશુદ્ધ શીલનું પાલન નહીં કરો તો તમારી અપકીર્તિ થશે, તમે નિંદાપાત્ર બનશો. જિનશાસનની અવહેલના થશે. એટલા માટે કહું છું કે ભલે જમાનો બદલાઈ ગયો હોય, તમે ન બદલાશો. જો જીવનમાં દુરાચારનો પ્રવેશ થઈ ગયો હોય તો તરત જ એ માર્ગમાંથી પાછા વળી જાઓ. મન વૃઢ કરો, વિવાહેતર સંબંધો તોડી નાખો. યાદ રાખો કે તમે શ્રાવક છો, જિનશાસનના સભ્ય છો, તમારે ભવસાગરમાં તરવાનું છે, ડૂબવાનું નથી. ભવસાગર તરી જવાનો છે. શીલ-ખંડનનાં કેટલાંક મહત્ત્વનાં કારણો ઃ આ તો મેં દાંપત્ય - વૈવાહિક જીવનની વાત કરી. વૈવાહિક જીવન પહેલાં જો યુવક-યુવતીઓ જાતીય સંબંધ બાંધી લે છે, શારીરિક સંબંધ કરી બેસે છે તો તેમના જીવનમાં શીલનું પાલન કરવું પ્રાયઃ અસંભવ બની જાય છે. કૉલેજમાં ૯૦ ટકા યુવક-યુવતીઓ શીલભ્રષ્ટ થઈ જાય છે. તેમની રહેણીકરણી, વેશભૂષા અને અંદરોઅંદરનો પરિચય શીલપાલન નહીં કરવા દે. વ્યભિચાર જેવું બીજું કોઈ પાપ નથી. આ રીતે યુવકવર્ગ વ્યભિચારનું સેવન કરી રહ્યો છે. શારીરિક અને માનસિક રીતે પોલો-બોદો થઈ ગયો છે. શારીરિક સ્વાસ્થ્ય બગડી ગયું છે અને બુદ્ધિ - પ્રતિભા ક્ષીણ થઈ ગઈ છે. રાજ્ય અને સમાજોને શીલપાલનની કોઈ મહત્તા અનુભવાતી લાગતી નથી. ધર્મગુરુઓનો ઉપદેશ યુવાનવર્ગ પ્રાયઃ સાંભળતો નથી. જે લોકો સાંભળે છે તેઓ તેનું પાલન કરતા નથી, પછી ઉપદેશની અસર કેવી રીતે થાય ? સામાજિક અને પારિવારિક વાતાવરણ જ શીધર્મના પાલનમાં પ્રતિકૂળ છે. ઘરઘરમાં કામોત્તેજક વેશભૂષા પ્રવેશી ચૂકી છે. ઘરમાં ટી. વી. અને વિડિયો આવી ગયાં છે. - - -- શ્રાવકજીવન - સ્થળેસ્થળે "બ્યૂ ફિલ્મો” જોવાય છે. વ્યભિચાર સેવન કરવાનાં સ્થળો વધતાં જાય છે. પરપુરુષો સાથે સ્ત્રીઓનો સંસર્ગ-પરિચય વધતો ગયો છે અને પરસ્ત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy