________________
૧૮૪
શ્રાવકજીવન અપરિગ્રહનો આદર્શ રહેશે તો સંતોષ સહજ રીતે આવી જશે. “મારે જીવનમાં અપરિગ્રહી બનવું છે, માત્ર જીવનનિર્વાહ માટે જ ઉપાર્જન કરવું છે. વધારે પૈસા નથી જોઈતા, વધારે સંપત્તિ નથી જોઈતી, એ આદર્શ સદૈવ સ્મૃતિમાં રહેવો જોઈએ.'
જીવનનિર્વાહ માટે જેટલા પૈસા જોઈએ એટલો પ્રયત્ન કરતા રહો. જો આવો દ્રઢ સંકલ્પ કરી લેશો તો ધનવાન લોકો કરતાં પણ વધારે આનંદ પામી શકશો. ચિત્ત શાન્ત થઈ જશે. શાન્ત ચિત્તવાળાંનું સુખ, આંતરસુખ અનુપમ હોય છે, કારણ કે તેઓ સદૈવ સંતોષ-અમૃતનું પાન કરતા રહે છે. - સંતોષને અમૃત કહ્યું છે. તમે લોકો માનશો? અત્યારે તો તમને લોકોને પરિગ્રહ
અમૃત સમાન લાગતો હશે! ના, પરિગ્રહ અમૃત નથી. તે તો ઝેર છે. તમારે આજે નહીં તો કાલે પણ માનવું જ પડશે કે પરિગ્રહ ઝેર છે. હળાહળ વિષ છે. જ્યારે તમને આ વાતની પ્રતીતિ થશે ત્યારે સંતોષ તમને અમૃત લાગશે. તમે સંતોષી બની જશો. તમે શ્રેષ્ઠ આંતરસુખનો અનુભવ કરશો. જીવનનો રાહ બદલવો પડશે ઃ
જીવનમાં જ્યારે એ તથ્યની અનુભૂતિ થશે કે અપાર સંપત્તિ, ધનભંડાર આપણને સાચું સુખ નથી આપી શકતાં, સાચો સંતોષ નથી આપી શકતાં એ જ ક્ષણથી તમે એક જુદું જ જીવન જીવવા લાગશો. તમારા જીવનનો માર્ગ જ બદલાઈ જશે.
અધિક ધનપ્રાપ્તિથી તમને ક્ષણિક આનંદ જરૂર મળશે, પરંતુ આધ્યાત્મિક સુખની સાથે તેને કોઈ મેળ હોતો નથી. દ્રવ્યપ્રાપ્તિનો ક્ષણિક આનંદ દીર્ઘકાલીન દુઃખમાં પણ બદલાઈ જાય છે. સંતોષ-પરિતોષનું સુખ જો કે અનોખું સુખ છે, તે ધનલોભીના ભાગ્યમાં નથી હોતું. શ્રાવકનું જીવન દ્રવ્યલોલુપતાથી મુક્ત હોવું જોઈએ.
સભામાંથી શ્રમણ ભગવાન મહાવીરના શ્રાવક આનંદ કામદેવ વગેરેની પાસે તો વિપુલ ધનસંપત્તિ હતી.
મહારાજશ્રી વિપુલ ધનસંપત્તિ હોવી એક વાત છે, ધનસંપત્તિની લોલુપતા હોવી એ બીજી વાત છે. આનંદ કામદેવ વગેરેની અનાસક્તિ અંગે તમે કદી સાંભળ્યું યા વાંચ્યું છે? પુણ્યના ઉદયથી એ મહાન શ્રાવકોને વિપુલ ધનસંપત્તિ મળી હતી, પરંતુ તેઓ જળકમળવત્ જીવન જીવતા હતા! - સહજતાથી, પુણ્યકર્મના ઉદયથી, તમને કરોડો રૂપિયા મળી જાય, તો કોઈ સવાલ નથી. તમારે સમજવું જોઈએ કે તમારી પાસે કરોડો ઝેરી સાપ આવી ગયા છે. તમે સાવધાન રહેજો કે જેથી તે તમને કરડે નહીં. તમે તરત જ એ સંપત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org