________________
૧૮૫
ભાગ - ૨ - મુક્ત થવાનું વિચારશો, સંપત્તિમાં કદીય આસક્ત નહીં બનો. આનંદ શ્રાવક :
તમે આનંદ શ્રાવકની વાત કરો છો ને ? આનંદ શ્રાવક બાર વ્રતોનું પાલન કરતા હતા. જાણો છો એ કેવી રીતે પાલન કરતા હતા તે? ઉપવાસ પણ કરતા હતા અને પૌષધ પણ કરતા હતા. આ બધું કરતાં કરતાં ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં હતાં. જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે એક રાત્રિના ઉત્તરાર્ધમાં, ધમનુષ્ઠાન કરતાં કરતાં તેમને વિચાર આવ્યો :
"હું વાણિજ્યગ્રામમાં ઘણા લોકોનો આધાર છું, એટલે હું કંઈક વ્યગ્રતા અનુભવી રહ્યો છું. એ કારણે હું શ્રમણ ભગવાન મહાવીરના શ્રેષ્ઠ ધર્મનો સ્વીકાર નથી કરી શકતો. એટલા માટે એ ઠીક રહેશે કે સૂર્યોદય થતાં જ્યેષ્ઠ પુત્રને તમામ જવાબદારી સોંપી દઉં અને નિવૃત્ત બનીને કોલ્લાગતસિવેશમાં જઈને જ્ઞાતકુળની પૌષધશાળામાં રહેલા ભગવાન મહાવીરના શ્રેષ્ઠ શ્રાવકધર્મનું પાલન કરું !”
એ મહાન શ્રાવકે જેવું વિચાર્યું એવું જ કર્યું. કુટુંબનો તમામ ભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી દીધો અને કહ્યું : “ભવિષ્યમાં મને કોઈ પણ પ્રકારની વાત ન પૂછશો !”
કરોડો રૂપિયાની સંપત્તિ હોવી એક વાત છે, જ્યારે એ સંપત્તિ પ્રત્યે મમત્વ ન રાખવું બીજી વાત છે. આનંદ, કામદેવ વગેરે શ્રાવકો પાસે જે વિપુલ સંપત્તિ હતી તે પહેલાંથી જ હતી. જ્યારે તેઓ શ્રાવક બન્યા ન હતા, ભગવાન મહાવીર મળ્યા ન હતા, ત્યારથી હતી. ભગવાન મહાવીરનો સંપર્ક થયો ત્યારે દ્રષ્ટિ બદલાઈ ગઈ ! વૃષ્ટિ અપરિગ્રહી બની ગઈ. પરિગ્રહનું પરિમાણ કરી દીધું અને મનને તત્ત્વચિંતનમાં જોડી દીધું !
ગ્રંથકારની વાત તમે લોકો સાચા અર્થમાં સમજવાની કોશિશ કરો. તેઓ સંતોષની જે વાત કરે છે તે ખૂબ જ મહત્ત્વની છે. તમારા મનમાં અસંતોષ ન હોવો જઈએ. દ્રવ્યપ્રાપ્તિનો અસંતોષ તમારા મનમાં ધર્મધ્યાન નહીં કરવા દે, એટલા માટે તેમણે કહ્યું કે દ્રવ્યપ્રાપ્તિમાં સંતોષ કરી લો. માત્ર જીવનનિવહિત માટે જ અર્થપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા રહો. ભાગ્યોદયથી વિપુલ ધનસંપત્તિની પ્રાપ્તિ થઈ જાય તો તેમાં આસક્ત ન બનો. શુભ કાર્યોમાં એ સંપત્તિનો વિનિયોગ કરી દો. સંતોષથી દાનધર્મનું પાલન સરળ ઃ
સંતોષ હશે તો તમે વિચારશો : "મારે જીવનનિર્વાહ માટે કેટલા રૂપિયા જોઈએ? ખૂબ થોડા, તો પછી આટલા બધા રૂપિયા મારી પાસે શા માટે રાખું ? શા માટે ધનધર્મની આરાધના ન કરું ? સાત શુભ ક્ષેત્રોમાં ધનસંપત્તિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org