________________
૧૮૬
શ્રાવકજીવન
વિનિયોગ કરતો રહું. દુઃખી જીવોનો ઉદ્ધાર કરતો રહું. જીવદયાનાં કાર્યો કરતો
રહું."
આવા વિચારો કરતા રહેવાથી દાનધર્મનું પાલન સરળ બની જશે. જોઈએ સંતોષ.
સભામાંથી : શુભ કાર્ય કરવાની ઇચ્છા થાય છે, પરંતુ ધનનું મમત્વ છૂટતું નથી. આસક્તિ છૂટતી નથી.
મહારાજશ્રી : "મમત્વ, આસક્તિ સારી નથી, તેનું પરિણામ સારું નથી હોતું”આ વિષયમાં વિચાર કરતા રહો. ધનની આસક્તિથી જીવનમાં કેવી કેવી ખરાબીઓનો પ્રવેશ થાય છે એ વાત વિચારતા રહો.
-
–
——
ધનની લોલુપતાથી જીવહિંસાના વિચારો આવે છે.
ધનની આસક્તિથી જૂઠું બોલાઈ જાય છે.
ધનના મમત્વથી મનુષ્ય ચોરી પણ કરે છે.
ધનની આસક્તિથી મનુષ્ય અનીતિ, અન્યાય, બેઈમાની કરે છે.
– ધનની આસક્તિ મનુષ્યને દુર્ગતિમાં લઈ જાય છે. જો દુર્ગંતમાં ન જવું હોય, નરક ગતિ અને તિર્યંચ ગતિમાં ન જવું હોય તો ધનની આસક્તિ દૂર કરવી જોઈએ. અનાસક્ત બનીને દાનધર્મની આરાધના કરતા રહો. ધનસંપત્તિની આસક્તિ છૂટી જતાં તમે અનેક પ્રકારના ધર્મોની આરાધના કરી શકશો. જીવન ધર્મમય બની જશે.
ધર્મે ધનબુદ્ધિ :
ગ્રંથકાર કહે છે ઃ ધર્મે ધનબુદ્ધિઃ ॥૬॥
”મારા માટે ધર્મ જ ધન છે !” બુદ્ધિમાન પુરુષ દરિદ્ર અવસ્થામાં પણ કદી દીનતા ધરતો નથી કે "મારું પાપકર્મ ઉદય પામ્યું છે, શું કરું ? મારી રિદ્રતા ચારે દૂર થશે ?” ના, આવો વિચાર બુદ્ધિમાન શ્રાવક નહીં કરે. "મારી પાસે ધર્મ છે, શ્રુતધર્મ છે, ચારિત્રધર્મ છે. બસ, એ જ ધન છે, એ જ દોલત છે.” આવો તાત્ત્વિક વિચાર કરતા રહેવું જોઈએ. આવા વિચારોથી "સંતોષ” દૃઢ બનતો જાય છે.
બે મિત્રો છે. બાળપણથી મિત્રતા છે. એક મિત્ર ૨૫ લાખના ફ્લેટમાં રહે છે. બીજો ૧૦-૧૨ના ઓરડામાં રહે છે. એક દિવસે ધનવાન મિત્રે કહ્યું : "તું મારી સાથે ધંધો કર. બે વર્ષમાં ૫-૧૦ લાખ રૂપિયા કમાઈ લઈશ.” સંતોષી મિત્ર કહ્યું : "મારે ૫-૧૦ લાખ રૂપિયા નથી જોઈતા, હું મહિને બે હજાર કમાઉં છું, બે હજારમાં નિર્વાહ થઈ જાય છે. કોઈ વ્યસન નથી. સિનેમા-નાટક જોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org