SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ @ લઉં તો તું મને જ કરડીશ, અને હું મરી જઈશ.” સાપે કહ્યું : “નહીં એવું નથી. હું તારી સાથે એવું વર્તન નહીં કરું. તું મને મદદ કરીશ તો હું તને કોઈ જ હાનિ નહીં પહોંચાડું.” ૧૮૩ યુવકે પોતાની જાત ઉપર લાંબો સમય નિયંત્રણ રાખ્યું, પરંતુ સાપ પણ સારી રીતે અનુનય-વિનય કરતો રહ્યો. અંતે યુવકે એને ઉઠાવીને પોતાના ખમીસની નીચે રાખ્યો અને એને લઈને ઘાટી તરફ ચાલ્યો. ઘાટીમાં પહોંચીને તેણે સંભાળપૂર્વક સાપને જમીન ઉપર મૂકી દીધો. એકાએક સાપે કુંડળી મારી, ડોલીને ઝડપથી યુવકના પગમાં ડંખ માર્યો. યુવક બરાડી ઊઠ્યો : "પરંતુ તેં તો જે વાયદો કર્યો હતો...... સાપે સરકી જતાં, આગળ વધતાં કહ્યું : "તેં મને ઉપાડ્યો હતો ત્યારે પણ તું જાણતો હતો કે હું કોણ છું.” હોલીવુડની ફિલ્મોનો એક અભિનેતા "આયરન આઈજ કોડી” આ વાર્તા અનેક યુવાનોને કહે છે અને માદક દ્રવ્યોનું સેવન ન કરવાની પ્રેરણા આપે છે. હું પણ સર્વ માદક દ્રવ્યોમાં કાતિલ ઝેર-માદક દ્રવ્ય "અર્થ”થી બચવા માટે તમને લોકોને કહું છું. અર્થ એટલે ધન-દોલત, અર્થ એટલે રૂપિયા-પૈસા, અર્થ એટલે વૈભવસંપત્તિ ! સાપ જેવી જ છે ! અર્થ સાપ જેવો જ છે. એક દિવસ જરૂ૨ ક૨ડશે અને મારશે. એટલા માટે કહું છું કે અર્થપ્રાપ્તિમાં સંતોષ રાખો. અપરિગ્રહનો આદર્શ ભુલાતો જાય છે ઃ મને કોઈ કોઈ વાર વિચાર આવે છે કે આપણે લોકો એટલે કે જૈનો અહિંસાનો વિચાર અને આચાર આજે પણ ભૂલ્યા નથી. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની દયાનું પાલન આજે પણ ઘણા જૈનો કરે છે; પરંતુ પરિગ્રહ પાપ છે' - એ વાત સ્મૃતિમાં પણ રહી નથી. :: સભામાંથી અમે સવાર-સાંજ પ્રતિક્રમણમાં ૧૮ પાપ સ્થાનકોનાં નામ બોલીએ છીએ, ત્યારે પાંચમો પરિગ્રહ” બોલીએ છીએ ! મહારાજશ્રી : બોલતી વખતે હ્રદયમાં ચોટ લાગે છે ? આપણી માન્યતા અપરિગ્રહની છે અને પ્રવૃત્તિ પરિગ્રહ વધારવાની રહી છે ! હિંસા કરનારાઓની આપણે નિંદા કરીએ છીએ, ભર્ન્સના કરીએ છીએ, પરંતુ પરિગ્રહની નિંદા કરતા નથી ! હિંસા કરનારાઓને આપણે પાપી કહીએ છીએ, પરિગ્રહવાળાને - વધારે પૈસાવાળાને આપણે ધનવાન-પુણ્યશાળી કહીએ છીએ. એટલા માટે આપણે પણ પુણ્યશાળી બનવા પુરુષાર્થ કરીએ છીએ, સાચી વાત છે ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy