SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રાવકજીવન સંભાળે છે. એમના તરફથી પિતાને કોઈ રુકાવટ નથી, પરંતુ પિતાને સંતોષ નથી ! એમને રાત્રે નવ વાગ્યા પહેલાં ભૂખ લાગતી જ નથી! કારણ કે ઑફિસમાં દિવસ આખોય કંઈક ને કંઈક ખાવા-પીવાનો કાર્યક્રમ ચાલતો જ રહે છે ! સાચી વાત છે ને ? પછી સાંજના ૬ વાગે ભૂખ ક્યાંથી લાગે ? રાત્રિભોજન કરવામાં કોઈ ભય લાગતો નથી. કોઈ ગભરામણ નથી થતી. કોઈ ભૂલ લાગતી નથી! મૂળ કારણ છે અસંતોષ ! પૈસાનો અસંતોષ ! જીવનપર્યત પૈસા જ કમાવા છે. પરંતુ યાદ રાખો કે જીવનમાં પૈસા જ સર્વસ્વ નથી ! કરોડો રૂપિયા હોવા છતાં તમે શાન્તિથી ભોજન નથી કરી શકતા, પરિવાર સાથે શાન્તિથી વાત નથી કરી શકતા, બાળકો સાથે આનંદથી અડધો કલાક પણ બેસી શકતા નથી. ન પરમાત્માનું સ્મરણ-દર્શન કરી શકતા, નથી સાધુપુરુષોનો પરિચય કરી શકતા, નથી ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી શકતા, નથી તો તમે સામાજિક વ્યવહારો નભાવી શકતા. એવા કરોડો રૂપિયાને શું કરવાના ? વ્યર્થ છે એ રૂપિયા ! અસંતોષથી અનાથની પરંપરા “અર્થથી અનર્થ" તમે ઘણી વાર સાંભળ્યું હશે. જાણવા છતાં પણ તમે અર્થોપાર્જનમાં સંતોષ રાખતા નથી, તો એક દિવસ તમે અનર્થથી, આપત્તિઓથી બરબાદ થઈ જશો. મેં એક વાત વાંચી હતી. આજે એ વાત સંભળાવું છું. વર્ષો પૂર્વે એક યુવાન પોતાના પૌરુષની પરીક્ષા માટે ભટકતો ભટકતો એક પહાડની ઘાટીમાં પહોંચી ગયો. એ ઘાટી વૃક્ષોની હરિયાળી અને ચમકતાં ફૂલોથી ભરેલી હતી. ત્યાં એ યુવાને આસપાસ ઊભેલાં વૃક્ષો સામે જોયું તો એને પર્વતની એક દુર્ગમ ટોચ દેખાઈ, જે બરફથી ચમકી રહી હતી. એ યુવકે વિચાર કર્યો: "હું આ પર્વત ઉપર મારું જોર અજમાવીશ !” તેણે ચામડાનું ખમીસ પહેર્યું અને કાંબલ ખભા ઉપર નાખી એ ટોચ ઉપર ચડવા આગળ વધ્યો. તે શિખર ઉપર પહોંચી ગયો ! જેમ કે દુનિયાના એક છેડા ઉપર જઈ ઊભો . રહ્યો. તેનું સ્ક્રય આનંદથી ભરાઈ ગયું હતું. જ્યારે તેણે પોતાના પગ તરફ જોયું તો પાસે જ સરસર જેવો અવાજ સંભળાયો. નીચે જોતાં જ એને એક સાપ દેખાયો. સાપ બોલ્યો: "હું અહીં બચી શકીશ નહીં. અહીં અતિશય ઠંડી છે. મારા માટે અહીં ખોરાક પણ નથી. તું મને તારા ખમીસમાં રાખીને નીચેની ઘાટી સુધી લઈ -લે.” યુવકે કહ્યું: “ના, હું તારા જેવાને જાણું છું. તું ઝેરી સાપ છે. જો હું તને ઉપાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy