SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શ્રાવકજીવન ક્રોધ લાંબો સમય ટકતો નથી. બાળકને કોઈ વાર મારે છે તો પણ પાછળથી રડી પડે છે. એક શ્રીમંત શ્રાવકે કહ્યું : "એક દિવસે મેં મારા ઘરમાં નોકરી કરનારી ગરીબ છોકરી ઉ૫૨ ચોરીનો આરોપ ચડાવ્યો અને એ છોકરીને ખૂબ મારી. બિચારી ૧૨૧૩ વર્ષની છોકરી બેભાન થઈ ગઈ. એની માતા એને ઘેર લઈ ગઈ. હૉસ્પિટલમાં દાખલ કરી. એ દિવસે મારું ખાવાનું-પીવાનું હરામ થઈ ગયું. ઊંઘ પણ ન આવી. એટલું જ નહીં, મારું બ્લડપ્રેશર પણ વધી ગયું. બીજે દિવસે મારા પુત્રે ચોરીનો અપરાધ સ્વીકારી લીધો, ત્યારે હું એકદમ રડી પડ્યો. હું ઝડપથી હૉસ્પિટલ પહોંચ્યો. એ છોકરી પાસે જઈને બેઠો. એના માથે હાથ મૂકીને બોલ્યો : "બેટી, મારો અપરાધ માફ કરી દઈશ ને ? ચોરી તેં કરી ન હતી. મારા પુત્ર પંકજે કરી હતી. તેણે કબૂલ પણ કરી લીધું છે. તું સારી છોકરી છે. મેં ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તને ખૂબ મારી. હવે તને કદીય નહીં મારું.” છોકરીએ મારો હાથ પકડી લીધો અને રડી પડી. મારું બ્લડપ્રેશર નિયમિત થઈ ગયું, મને ઊંઘ આવી. મેં મારી જાતને ખૂબ હલકી અનુભવી. હેનરી ફોર્ડ : ધનનો સદુપયોગ : આખાય સંસારમાં પ્રસિદ્ધ મોટરગાડીના નિર્માતા અને સંસ્થાનના માલિક હેનરી ફોર્ડના જીવનની એક ઘટના વાંચી છે. એક વાર એના પૌત્ર એક નાનો સિક્કો એમ જ બહાર ફેંકી દીધો. હેનરી ફોર્ડ જોઈ રહ્યા હતા. તેમણે પૌત્રને પૂછ્યું : “બેટા, તેં સિક્કો શા માટે ફેંકી દીધો ?’ પૌત્રે કહ્યું : “દાદાજી, તમારી પાસે તો પુષ્કળ ધન છે, પછી એક સિક્કો ફેંકી દેવાથી શો ફેર પડે છે ?′′ હેનરી ફોર્ડે કહ્યું : "બેટા, આપણી જેમ બધાં પાસે ધન નથી હોતું; અને આપણી પાસે જે ધન છે તે ફેંકી દેવા માટે નથી. આપણને આ ધન એટલા માટે મળ્યું છે કે આપણે એનો એવો ઉપયોગ કરીએ, જેનાથી જેની પાસે ધન નથી, જેઓ દુઃખી છે, એમને પણ એ ધનનો લાભ મળે ! ધન દુઃખી, અનાથ અને વિકલાંગ મનુષ્યોની સેવામાં ખરચાવું જોઈએ.” હેનરી ફોર્ડનો આ માનવતાવાદી દૃષ્ટિકોણ શું તમને પસંદ આવ્યો ? પોતે સાદગીથી જીવતા હતા ! કોઈ વાર ફાટેલો કોટ પણ પહેરી લેતા હતા ! પરંતુ પરોપકારનાં કાર્યોમાં કોઈ કસર રાખતા ન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy