SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ એટલા માટે તે · હમેશાં શ્રમણોની, શ્રમણજીવનની પ્રશંસા, ગુણાનુવાદ કર્યા કરતા હતા. અને તેમને નિર્દોષ આહાર-પાણી, ઔષધ-વસ્ત્ર વગેરેનું દાન કર્યા કરતા હતા. તેમની સેવા-ભક્તિ કરતા રહેતા હતા. ૧૩૭ સભામાંથી : સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે ને ? મહારાજશ્રી : ભગવાન અજિતનાથથી ભગવાન પાર્શ્વનાથ સુધીના ૨૨ તીર્થંકરોના શ્રમણોને માટે આ નિયમ નથી. આ ૨૨ તીર્થંકરોના શ્રમણો સરળ અને બુદ્ધિના સ્વામી હોવાથી તેમને માટે રાજપિંડ વર્જ્ય ન હતો. તેઓ ઇચ્છતા હતા તો લેતા હતા. તેઓ ઇચ્છતા ન હતા તો લેતા ન હતા. આચાર્ય કેશીકુમા૨ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના મહાન આચાર્ય હતા. શ્રી ગૌતમ સ્વામી સાથે વિશદ ચર્ચા થયા પછી તેમણે ભગવાન મહાવીરના ધર્મશાસનનો સ્વીકાર કર્યો હતો. પાછળથી તેમણે રાજાને ત્યાંથી ભિક્ષા ગ્રહણ નહીં કરી હોય. રાજા પ્રદેશી આચાર્યદેવ કેશીકુમારના પરિચયથી જિનોક્ત તત્ત્વોના જ્ઞાતા બની ગયા હતા. એટલા માટે ગૂઢ-ગહન અને ગંભીર જિનતત્ત્વોનાં ચિંતન-મનન કરતા, જે તત્ત્વો સમજમાં ન આવતાં તે ગુરુદેવ પાસે જઈને પૂછતા હતા. આપણે કહી શકીએ કે પ્રદેશી ધર્મ કરતા ન હતા. ધર્મને જીવનમાં જીવતા હતા ! ધર્મ કરવો એક વાત છે, ધર્મ જીવવો એ બીજી વાત છે. જ્યાં સુધી ધર્મ ક૨વાની વાત છે, તો તે ધાર્મિકતાનો બાલ્યકાળ છે. ધર્મ જીવવાની વાત ધર્મનો યૌવનકાળ છે. પ્રદેશીના મન-વચન અને કાયા ત્રણે યોગ ધર્મરંગે રંગાઈ ગયાં હતાં. એટલા માટે જ્યારે મહારાણી સૂર્યકાન્તાએ - જે પરપુરુષગામિની, દુરાચારિણી સ્ત્રી હતી - પ્રદેશીને પૌષધોપવાસ પારણાને દિવસે પારણામાં ઝેર આપીને મારી નાખ્યો હતો, ત્યારે પ્રદેશીનું મન સમતા-સમાધિમાં રહ્યું હતું. સૂર્યકાન્તા પ્રત્યે તેના મનમાં કોઈ રોષ આવ્યો ન હતો. મરીને તે પ્રથમ દેવલોકમાં દેવ બન્યા. તેમનું નામ છે “સૂર્યભ.” જો મરણ પછી તમે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થાઓ તો સૂયભિને મળજો ! પૂછજો કે પૌષધોપવાસના પારણામાં ઝેર આપનાર પત્ની માટે ગુસ્સો કેમ ન આવ્યો ? અમને તો ઝેર નહીં, અમૃત પાનારી પત્ની ઉપર ગુસ્સો આવે છે. પૂછશો ને ? સભામાંથી : સ્વર્ગમાં જવાનાં અમારાં લક્ષણો દેખાતાં નથી. જો નરકમાં એકબીજાની મુલાકાત થશે તો મહારાજા શ્રેણિકને મળવું છે ! Jain Education International મહારાજશ્રી : નરકમાં જઈને પૂછવાને બદલે અત્યારે આ જીવનમાં તેમની મુલાકાત કરી શકો છો ને ? કલ્પનાના આલોકમાં શ્રેણિકના આત્માને અવતરિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy