SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ સભામાંથી : ના જી ! તોફાનનું નામ સાંભળીને જ ઘ૨માં ઘૂસી જઈએ છીએ ! ભાગ - ૨ મહારાજશ્રી ઃ કારણ કે તમે લોકો બોલવામાં જ શૂરવી૨ છો ! કષ્ટ સહન કરવામાં કાયર છો ને ? મારામારીનાં તોફાનોમાં સામેલ નહીં થાઓ, પરંતુ શબ્દના તોફાનોમાં ને તકરાર કરવામાં સામેલ થાઓ છો. મારું કહેવું એ છે કે તમે સામુદાયિક ધર્મક્રિયાઓનો વિરોધ ન કરો. વિરોધ કરવો જ હોય તો પાપક્રિયાઓનો કરો. સભામાંથી : માની લીધું કે સામુદાયિક ધર્મક્રિયાની નિંદા ન કરવી જોઈએ. પરંતુ જ્યારે સામુદાયિક ધર્મક્રિયા કરનારાઓમાં વિવેક, શિસ્ત, અનુશાસન વગેરેનો અભાવ જોઈએ છીએ ત્યારે ત્યાં જવાની ઇચ્છા થતી નથી. મહારાજશ્રી : આ વાત હું પણ સ્વીકારું છું. આપણે ત્યાં ઉત્સવ-મહોત્સવમાં આ વિકૃતિ તો પ્રવેશી ચૂકી જ છે. વિવેકપૂર્ણ વ્યવહાર નથી રહ્યો, અનુશાસન નથી રહ્યું. શાન્તિનાં બોર્ડ લગાવે છે, પરંતુ લોકોને શોર મચાવવામાં જ મજા પડે છે. ધક્કામુક્કી કરવામાં શરમ નથી આવતી. લડવા-ઝઘડવામાં લાજ આવતી નથી. આ બધું કરતી વખતે તેમને એ ભાન રહેતું નથી કે તેઓ સામુદાયિક ધર્મક્રયાઓનું અવમૂલ્યન કરી રહ્યા છે. ― સામુદાયિક ધર્મક્રયાઓને શુદ્ધ કરો ઃ મંદિરમાં પૂજા-મહાપૂજા ભણાવતી વખતે સર્વે સ્ત્રી-પુરુષો પાસે પૂજાની ચોપડીઓ હોવી જોઈએ. બધાએ મધ્યમ સૂરમાં પૂજા ગાવી જોઈએ. પરસ્પર વાતો ન ક૨વી જોઈએ. ખૂબ નાનાં બાળકોને લાવવાં ન જોઈએ. મંદિરમાં પૂજા વખતે બાળકોને રમવા દેવાં ન જોઈએ. પ્રભાવના લેવા માટે લાઈનથી મંદિરની બહાર નીકળવું જોઈએ. પ્રભાવના લેનાર-આપનારે પરસ્પર વિવેક રાખવો જોઈએ, ધક્કામુક્કી ન કરવી જોઈએ. સ્વામિવાત્સલ્ય - ભોજનમાં વિવેક ખૂબ જરૂરી છે. સ્વામિવાત્સલ્ય બપોરે રાખવું જોઈએ, જેથી રાત્રિભોજનનો દોષ ન લાગે. સ્વામિવાત્સલ્યમાં મૌન રહીને ભોજન કરવું જોઈએ. એંઠું મૂકવું ન જોઈએ. જગા નાની હોય, બધા એક સાથે બેસી શકે તેમ ન હોય, તો ક્રમશઃ પંગતમાં બેસવું જોઈએ. પહેલાં બાળકોની અને પછી સ્ત્રીઓની પંગત ભોજન કરી લે, પછી પુરુષો ભોજન માટે બેસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy