SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૯૩ ઉત્પબિનનિતિવન 1 જિનશાસન એટલે જિનવચન. સર્વજ્ઞ શાસને એટલે સર્વજ્ઞનાં વચન. તમારે લોકોએ જિનવચનોની સ્તુતિ કરવાની છે. એટલે કે દુનિયાના લોકોને જિનવચન શ્રેષ્ઠ લાગે, પ્રિય લાગે. એવા ઉપાયો કરવાના છે. એટલા માટે સૌ પ્રથમ પોતાની જાતને સુધારવી પડશે. જિનવચનની મહાનતા - ગ્રંથકારનું એ કહેવું છે કે જેવું જિનવચન છે તેવું-તેને અનુસાર તમારું જીવન બનાવો. જિનવચન અનુસાર તમારું જીવન જોઈને દુનિયાના લોકો તમારાથી પ્રભાવિત થશે. જિનવચન પ્રત્યે આકર્ષિત થશે. શ્રાવક-શ્રાવિકાઓએ એ રીતે જીવન જીવવાનું છે. જિનવચન હેય અને ઉપાદેયનો વિવેક સમજાવે છે. જે રીતે સૂર્યનો પ્રકાશ જે વસ્તુ જેવી હોય છે તેવી જ બતાવે છે ને ? એ રીતે જિનવચન હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય બતાવે છે. છોડવા યોગ્ય હોય છે તે હેય કહેવાય છે. સ્વીકારગ્રહણ કરવા યોગ્ય હોય છે તેને ઉપાદેય કહે છે. જિનાગમોમાં આ તમામ વાતો બતાવવામાં આવી છે. જો તમારે જિનશાસનની ઉન્નતિ કરવી હોય તો આ બધી વાતો જાણવી પડશે. એટલું જ નહીં, જે છોડવા યોગ્ય હોય, તે છોડવી પડશે અને સ્વીકારવા યોગ્ય છે તેનો સ્વીકાર કરવો પડશે. તમે તમારી શક્તિ અને ભાવના અનુસાર આ કામ કરી શકો છો. જેનાથી તમારો આત્મા પાપકર્મો બાંધે છે. તે બધું છોડવા યોગ્ય છે. જેનાથી તમારો આત્મા પુણ્યકર્મ બાંધે છે. તે સર્વ સ્વીકારવા યોગ્ય છે. જેના દ્વારા કર્મોની નિર્જરા થાય છે તે સર્વ સ્વીકાર્ય હોય છે. સમજો, છોડો અને સ્વીકારો : પ્રથમ વાત છે સમજવાની. જ્યાં સુધી જિનવચનોને સમજશો નહીં, ત્યાં સુધી ઊલટી વાત ચાલતી રહેશે. હેયનો સ્વીકાર કરતા રહેશો અને ઉપાદેયનો ત્યાગ કરતા રહેશો ! આજથી આશરે ૨૫ વર્ષ પૂર્વે ગુજરાતની સરદાર યુનિવર્સિટીમાં હું પ્રવચન આપવા ગયો હતો. એક કૉલેજમાં પ્રવચન આપતાં મેં કેટલીક હેય-ઉપાદેયની વાતો કરી. પ્રવચન પછી કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મારી પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં : "અમે આ બધી વાતો જાણતાં જ ન હતાં! આજે અમને ખબર પડી કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ! કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને કેવી કેવી ન કરવી જોઈએ.” પછી તેમણે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા; મેં એ પ્રશ્નોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy