SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૬૯ ૭. સક્ષમ વ્યક્તિ બનો તમારી યોગ્યતા અને વિશિષ્ટતા તમારા વ્યક્તિત્વનાં અભિન્ન અંગ છે. યોગ્યતા બીજા માણસો ઉપર એવો પ્રભાવ પાડે છે કે જેને લીધે એ લોકો પરામર્શ અને નિર્દેશો માટે તમારા તરફ જોવા લાગશે. તમારી પાસે જ્ઞાનની શક્તિ જોઈએ. જ્ઞાનથી તમારું વ્યક્તિત્વ પ્રભાવપૂર્ણ બનાવો. લોકપ્રિયતા સંપાદન કરવા માટે જ્ઞાનશક્તિ અનિવાર્ય રૂપે આવશ્યક છે. ૮. યશ વહેચતા રહો : કોઈ સારું પરોપકારનું કામ તમે કર્યું. તમારી સાથે બીજી આઠ-દસ વ્યક્તિઓએ પણ સહકાર આપ્યો છે. હવે જ્યારે કાર્યની સફળતાનો-અભિનંદન આપવાનો સમારોહ થાય ત્યારે તમે કહો કે “આ કાર્યમાં ઘણા લોકો મારી સાથે જોડાયેલા હતા, હું એકલો આ કાર્ય કદી ય ન કરી શકત. એટલા માટે આ કાર્યનો યશ મારા સાથીદારોને મળવો જોઈએ. અભિનંદન પહેલાં તેમને મળવાં જોઈએ.’ લોકપ્રિયતાનો આ વિશિષ્ટ ગુણ છે; યશને વહેંચો. ૯. શિષ્ટાચારનું પાલન કરો: સભ્ય અને શિષ્ટ આચરણ સમાજને સારી રીતે ચલાવવાના ઉપાયો છે. જો આપણે એકબીજા પ્રત્યે આદર પ્રકટ કરીશું તો પરસ્પર પ્રેમ વધશે. તમારું આચરણ, સભ્ય અને શિષ્ટ હશે તો લોકો તમારી પ્રશંસા કરશે, તમે સમાજમાં પ્રિય બનશો. શાલીન વ્યવહાર કરનારી વ્યક્તિ અધિકાંશ પરિસ્થિતિમાં અધિક સફળ થાય છે. - સૌથી સારા વકીલો પણ સામાન્યતયા ખૂબ સભ્ય અને શિષ્ટ હોય છે. - કૂટનીતિજ્ઞ પણ પોતાના શિષ્ટાચાર માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. શિષ્ટાચાર લોકપ્રિયતા ટકાવી રાખવા માટેનો અસાધારણ ઉપાય છે. હા, તમને ખબર હોવી જોઈએ શિષ્ટાચારની વિવિધ પદ્ધતિઓ. જ્યાં જેની સાથે જેવો શિષ્ટાચાર કરવો ઉચિત હોય એવો જ કરવો જોઈએ. ૧૦. આશ્વાસન આપતા રહો : શત્રુને પણ મિત્ર બનાવવાનો આ ઉપાય છે આશ્વાસન આપવાનો. - કોઈના યુવાન પુત્રનું મૃત્યુ થયું. તમને ખબર પડતાં જ તમે એને ઘેર જાઓ. ઉચિત શબ્દોમાં, પરિમિત શબ્દોમાં આશ્વાસન આપતા રહો. - વરસાદમાં કોઈ વ્યક્તિનું ઘર પડી ગયું, તે ઘર વગરનો થઈ ગયો. તેની પાસે જાઓ અને યોગ્ય શબ્દોમાં એને આશ્વાસન આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy