SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ४७ ત્યાં પૂર્ણભદ્ર યક્ષને આહુતિ આપવા, તેની પૂજા કરવા, વંદવા અને ધ્યાન ધરવા આવતા હતા. તે ઘણા લોકોની ઉપાસનાનું સ્થળ હતું. પૂર્ણભદ્રની દૈવી શક્તિ ઉપાસકોની લૌકિક કામનાઓને પૂર્ણ કરતી હતી. અનેક લોકો દૂર-સુદૂરથી આવીને પૂર્ણભદ્ર યક્ષની અર્ચા-પૂજા કરતા હતા ! શ્રમણ ભગવાન મહાવીર ગામ-ગામ, નગર-નગર વિહાર કરતા કરતા એક દિવસ ચંપાનગરીએ પધાર્યા. તેઓ પૂર્ણભદ્ર ચૈત્યમાં બિરાજિત થયા. ત્યાં સમવસરણ થયું. ચંપાનરેશ જિતશત્રુ એ સમવસરણમાં પધાર્યા, હજારો નગરજનો પણ સમવસરણમાં ગયા. ભગવાનના આગમનનો ખ્યાલ કામદેવને આવ્યો. તેણે પણ ભગવાનની પાસે જવાનો, દર્શન-વંદન કરવાનો નિર્ણય કર્યો. તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યાં. આભૂષણો પહેર્યાં અને વિશાળ પરિવારની સાથે તે પૂર્ણભદ્ર ચૈત્ય તરફ ચાલ્યો, જ્યાં ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં ગયો. ત્રણ વાર તેણે ભગવાનની પરિક્રમા કરી અને વંદન કરીને ઉપદેશ સાંભળવા બેઠો. ભગવાનની ધર્મદેશના સાંભળીને કામદેવ અતિ સંતુષ્ટ થયો, ખૂબ પ્રસન્ન થયો. તેણે ભગવાનને કહ્યું : “ભન્તે ! હું નિગ્રંથ પ્રવચનમાં વિશ્વાસ રાખું છું. આપના નિગ્રંથ પ્રવચનથી સંતુષ્ટ છું. નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, તે મિથ્યા નથી. ભત્તે, હું સાધુ બનવા, નિથ પ્રવ્રજ્યા સ્વીકાર કરવામાં અસમર્થ છું. મને ગૃહીધર્મ પ્રદાન કરવાની કૃપા કરો.” કામદેવે ભગવાન પાસેથી ગૃહસ્થનાં બાર વ્રતો ગ્રહણ કર્યાં. તેણે ભગવાનને ત્રણ વાર વંદના કરી અને પોતાને ઘેર પાછો ફર્યો. હર્ષિત મન-વચન-કાયાથી તેણે પોતાની પત્ની ભદ્રાને કહ્યું ઃ "હે દેવાનુપ્રિયે, મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ લાગ્યો. એ ધર્મ મને ખૂબ જ રુચિકર જણાયો છે, એટલા માટે હે ભદ્રે ! તું પણ ભગવાન પાસે જા, તેમને વંદન કર, તેમની સેવા કર અને તેમની પાસેથી વ્રતમય ગૃહસ્થ-ધર્મ સ્વીકાર કર.” કામદેવની વાત સાંભળીને ભદ્રા આનંદિત થઈ ભદ્રાએ સ્નાન કર્યું. કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કર્યું. સુયોગ્ય અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને અલ્પ પણ મૂલ્યવાન અલંકારોથી શરીર-શૃંગાર કરીને તે ધાર્મિક વાહનમાં બેઠી. અનેક દાસીઓ સાથે તે જ્યાં ભગવાન મહાવીર બિરાજતા હતા તે પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy