SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ભાગ - ૨ સામુદાયિક પાપકર્મ બાંધવાના પ્રસંગો : – દિલ્હીની તિહાર જેલમાં કોઈ અપરાધીને ફાંસી આપવામાં આવી. છાપામાં બીજે દિવસે તમે વાંચ્યું અથવા ટી.વી.ના પડદા ઉપર એ દ્રશ્ય જોયું. તમે ખુશી વ્યક્ત કરી, “આ દુષ્ટને ફાંસીની સજા થવી જ જોઈતી હતી. આ રીતે છાપું વાંચીને એક સાથે હિંસાની અનુમોદના કરનારાઓ સામુદાયિક પાપકર્મ બાંધી લે છે. સિનેમા જોવાય છે. એક સાથે સિનેમાગૃહમાં ૭૦૦-૮૦૦ જેટલા લોકો સિનેમા જુએ છે, તેઓ પડદા ઉપર એક દ્રશ્ય જુએ છે એક સૈનિક એક અપરાધીને મારે છે. જેનારાઓ ખુશ થાય છે. “સારું થયું, પકડાઈ ગયો અને મારી નાખવામાં આવ્યો.' આ રીતે સામુદાયિક પાપકર્મ બાંધવામાં આવે છે. - ૨00 ડાકુઓ ભેગા મળીને આખા ગામને સળગાવી મૂકે છે. હજારો માણસોની હત્યા કરે છે. આ ૨૦૦ ડાકુઓ સામુદાયિક પાપકર્મ બાંધે છે. – ૧૦ મિત્રોએ મળીને કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો, મારી નાખી, તે ૧૦ વ્યક્તિઓ સામુદાયિક પાપકર્મ બાંધે છે. – કોઈ મદારી સાપ અને નોળિયાને લડાવે છે. નોળિયો સાપને મારે છે. જોનારા ૧૦૦-૨૦૦ માણસો ખુશ થાય છે, તેઓ સામુદાયિક પાપકર્મ બાંધે છે. - પાંચ-સાત વ્યક્તિઓ મળીને ચોરી કરે છે, સામુદાયિક પાપકર્મ બાંધે છે. - T.V.ના પડદા ઉપર કેટલાય પ્રકારનાં પાપમય દ્રશ્યો આવે છે. એક સાથે લાખો કરોડો મનુષ્ય એ દ્રુશ્યોને જુએ છે અને સામુદાયિક પાપકર્મ બાંધે છે. – ટોળીઓ બાંધીને જે લોકો લડે છે તેઓ સામુદાયિક પાપકર્મો બાંધે છે. વર્તમાનકાળમાં સામુદાયિક પાપકર્મ બાંધવાનાં અનેક નિમિત્તો મળી જાય છે. • ટી.વી. લાખો લોકો એકી સાથે જુએ છે. • સિનેમા એક સાથે હજારો લોકો જુએ છે. • નાટક એક સાથે સેંકડો માણસો જુએ છે. ૦ રેડિયો એક સાથે હજારો માણસો સાંભળે છે. • છાપાં એક સાથે હજારો માણસો વાંચે છે. આ બધું જોતાં, સાંભળતાં અને વાંચતાં બધાને એક સાથે સારા-ખોટા વિચારો આવે છે ને ! સારા વિચારો આવે છે તો સામુદાયિક પુણ્યકર્મ બંધાય છે. ખરાબ વિચારો આવે છે તો પાપકર્મો બંધાય છે. પરંતુ વધારે પ્રમાણમાં તો ખરાબ વિચારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy