________________
૯૦
ધર્મ કરવાનો આદેશ આપ્યો છે.
કેટલાંક કાર્યોનાં કારણો પ્રત્યક્ષ દેખાતાં નથી. સિદ્ધાંતને આધારે કા૨ણનું અનુમાન કરવું પડે છે. અનુમાનથી એ સત્ય પ્રતીત થાય છે.
- ગાડી પુલ ઉપરથી પસાર થતી હતી અને ગાડી નદીમાં પડી ગઈ; એક સાથે ૪૦૦ મુસાફરો નદીમાં ડૂબી ગયા. એક સાથે ૪૦૦ માણસો મર્યા. સમુદાયમાં મર્યા, કેમ ? કારણ કે એ ૪૦૦ માણસોએ ગત જન્મોમાં સામુદાયિક રૂપમાં હિંસા કરી હશે.
શ્રાવકજીવન
– આકાશમાં જમ્બો જેટ ઊડતું હતું. પ્લેનમાં બોંબ-વિસ્ફોટ થયો. પ્લેન સળગતું જમીન ઉપર આવીને પડ્યું. એક સાથે ૩૦૦ યાત્રીઓ મરી ગયા. મૃત્યુનું દુઃખ એકી સાથે કેમ આવ્યું ? કારણ કે એ ૩૦૦ યાત્રીઓએ ગત જન્મોમાં સામુદાયિક રૂપે કોઈ જીવને માર્યો હશે, મરાવ્યો હશે યા હિંસાની અનુમોદના કરી હશે.
– ગંગાના પાણીમાં નૌકા તરી રહી હતી અને અચાનક ડૂબી ગઈ. ૧૦૦ યાત્રીઓ એકી સાથે ડૂબી ગયા. કેમ ? પૂર્વજન્મમાં એકી સાથે તે ૧૦૦ માણસોએ પાપ કર્યું હતું. એ પાપનું ફળ ભોગવવા એ બધા એક નૌકામાં એકત્ર થયા અને નૌકામાં ડૂબી મર્યા.
– રાત્રિનો સમય હતો, નગર શાન્ત સૂતેલું હતું અને અચાનક ધરતીકંપ થયો. ઘરો પડી ગયાં, ધરતી ફાટી ગઈ અને નગરનાં ૫૦ હજાર માણસો માર્યાં ગયાં. એકી સાથે કેમ મરી ગયાં ? કારણ કે પૂર્વજન્મોમાં ૫૦ હજાર માણસોએ મળીને કોઈ ઘોર પાપ કર્યું હશે ! એ પાપક્રિયાની જ આ પ્રતિક્રિયા આવી અને ભૂકંપમાં ૫૦ હજાર મર્યા.
– ગામમાં ડાકુ આવ્યા. એક ઘર ઉ૫૨ હુમલો કર્યો. સ્ટેનગનમાંથી ગોળીઓ વરસવા લાગી. એકી સાથે ઘરની ૧૦ વ્યક્તિ ભૂંજાઈ ગઈ. ૧૦નું મોત કેમ એકી સાથે આવ્યું ? પૂર્વજન્મમાં આ ૧૦ વ્યક્તિઓએ મળીને કોઈની હત્યા કરી હશે. દરેક ક્રિયાની પ્રતિક્રિયા આવે જ છે. વર્તમાન જન્મમાં નહીં તો બીજા જન્મમાં !
– કોલસાની ખાણમાં મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક આગ લાગી અને ૫૦ મજૂરો બળીને મરી ગયા. આવું કેમ થયું ? કારણ કે પૂર્વજન્મમાં આ ૫૦ માણસોએ કોઈ જીવને સળગાવીને મારી નાખ્યો હશે.
એટલા માટે ત્રિકાળજ્ઞાની મહાપુરુષોએ કહ્યું છે કે સામુદાયિક પાપ ન કરો. સામુદાયિક પાપની અનુમોદના પણ ન કરો. સામુદાયિક પાપ તમે કઈ કઈ રીતે બાંધો છો તે બતાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org