SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન કરતો હોય પરંતુ એનું મૂળ ધ્યેય-લક્ષ્ય આર્તધ્યાનથી બચવાનું છે, નહીં કે વૈષાયિક સુખ-ભોગ. એટલે તેનું ચિત્ત મલિન થતું નથી. ધર્મ કરવાની અધિકારિતા કોને? આ તમામ વાતો ગંભીર છે. ધર્મ કરવો એ કોઈ સામાન્ય વાત ન સમજે. ખૂબ ગંભીર વાત છે. આ અપેક્ષાએ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા નામના ગ્રંથમાં ધર્મ કરનારની, ધર્મ ગ્રહણ કરનારાઓની યોગ્યતા જોવાનું કહ્યું છે. અયોગ્યને ધર્મ આપવાની ના કહી છે. તેમણે લખ્યું છે ........... તથા ગર્થી સમર્થ શાસ્ત્રોળાપરતો ઘsfધરિતે . - જે મનુષ્યને ધર્મની જરૂર હોય, – જે મનુષ્ય ધર્મ કરવામાં સમર્થ હોય અને – જે મનુષ્ય ધર્મશાસ્ત્ર પ્રમાણે જ ધર્મ કરવા માટે સંમત હોય. સભામાંથી ધર્મ કરવા માટે પણ આટલા બધા નિયમો? - મહારાજશ્રીઃ હા, યોગ્યતા, પાત્રતા જોવી પડે છે. જેમ સેનામાં તમામ પુરુષોને પ્રવેશ નથી મળતો ને ? જે શરીરે સજ્જ હોય. જેની કારકિર્દી સારી હોય તેને જ સેનામાં પ્રવેશ મળે છે, એમ ધર્મક્ષેત્રમાં પણ પ્રવેશ મેળવવા ત્રણ પ્રકારની યોગ્યતા જોઈએ. ધર્મ પામવાની ગરજ જોઈએ ? ધર્મ એ માણસ જ પામી શકે છે કે જેને ધર્મ પામવાની ઈચ્છા-ગરજ હોય. ધર્મ પામવાની અભિલાષા હોય. જેવી રીતે ધન પામવાની ઇચ્છાવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધન મેળવવાનો પુરુષાર્થ કરે છે, એ રીતે ધર્મ પામવાની ઇચ્છાગરજવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધર્મનો પુરુષાર્થ કરશે. કષ્ટ જોઈને ધર્મ છોડી નહીં દે, અથવા ધર્મ પામવાનો પ્રયત્ન ત્યજી નહીં દે. પરંતુ જેને ધર્મની જરૂર નહીં હોય તેને ધર્મ આપવામાં આવશે તો તે વિધિપૂર્વક, ઉલ્લાસથી ધર્મ નહીં કરે. કષ્ટ પડતાં ધર્મ છોડી દેશે. દૂર ભાગી જશે. જે માણસને ધર્મની જરૂર નથી તે જાતે ધર્મની શોધ કરશે નહીં. જાતે સામે ચાલીને કોઈ મહાત્મા પાસે ધર્મ પામવા જશે નહીં. કોઈ મહાત્માએ તેની પાસે જઈને જો સમજાવી પટાવીને તેને ધર્મ આપી દીધો તો તે મન વગર, અવિધિથી, ખિન્ન ચિત્તે ધર્મનું આચરણ કરશે. "ક્યારે મારી આ ધર્મક્રિયા પૂરી થાય અને હું આ વાતાવરણમાંથી બહાર નીકળે.......!” એવા એના વિચારો હોય છે. તે ધર્મક્રિયા કર્યા પછી કદીય તે ક્રિયાની પ્રશંસા યા અનુમોદના કરતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy