SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૭૧ રહે છે, ન તો ઘરનો ખ્યાલ રાખે છે કે ન ધંધામાં એમનું ધ્યાન રહે છે. ધંધો બગડતો જાય છે. ઘરમાં છોકરા-છોકરીઓ બગડતાં જાય છે. શું થશે ઘરનું, શું થશે ધંધાનું, ભગવાન જાણે! મને તો લાગે છે કે મારું ઘર ઉજ્જડ થઈ જશે.” દુનિયા છે આ તો ! તમારી નિંદાની સાથે મંદિર અને સાધુની પણ નિંદા કરવા લાગી જાય છે. નિમિત્ત તમે બનો છો. એટલા માટે ગ્રંથકાર આચાર્યદેવે કહ્યું કે ઘર અને વ્યવહારનાં કાર્યો માટે મંદિર વગેરે સ્થળોએથી સમયસર પાછા આવો. દુનિયાની ઉપેક્ષા કરવાની નથી? જ્યાં સુધી તમે ગૃહસ્થ છો, પરિવાર સાથે જીવન જીવો છો, ત્યાં સુધી તમારે વિવેક રાખવાનો છે. કર્તવ્યપાલનમાં જાગ્રત રહેવું પડશે. સભામાંથી કેટલાક મહાત્માઓના પ્રવચનોમાં અમે સાંભળીએ છીએ કે "જ્યારે મંદિરમાં જાઓ ત્યારે દુનિયાને ભૂલી જાઓ, સમયનું ભાન પણ ન રહેવું જોઈએ” વગેરે. મહારાજશ્રી યોગ્ય કહે છે. જ્યાં સુધી મંદિરમાં રહો ત્યાં સુધી પરમાત્મામાં જ મન જોડીને રહો. એ સમયે બીજા વિચારો ન કરવા જોઈએ. પરમાત્મા સાથે તાદાત્મ થઈ જવું જોઈએ. પરંતુ આવી સ્થિતિ કેટલો સમય રહે છે તે જાણો છો ? આવી સ્થિતિ કલાક-બે કલાક નથી રહેતી - કેટલીક મિનિટો, સેકંડો જ રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મંદિરમાં રહો ત્યાં સુધી દુનિયાને ભૂલી જાઓ. પરંતુ જ્યારે મંદિરમાંથી બહાર આવશો ત્યારે દુનિયામાં જ આવવું પડશે ! દુનિયાની ઉપેક્ષા કરવાથી તમે ઉપેક્ષિત થઈ જશો. અમદાવાદમાં એક મહાનુભાવ મળ્યા હતા. રોજ પ્રવચન સાંભળવા આવતા હતા. આમ તો તેઓ વૈભવ સંપન્ન હતા. બંગલો, મોટર, માર્કેટમાં મોટી દુકાન હતી. એક દિવસ મારી પાસે આવીને પોતાની મનોવ્યથા વ્યક્ત કરવા લાગ્યા : "મહારાજ સાહેબ, જેવો આપ કહો છો તેવો સંસાર છે. પત્ની, પુત્ર સર્વ સ્વાર્થી છે. મનસ્વી છે. કોઈને ધર્મ કરવો નથી. ધર્મ કરનારની નિંદા કરે છે ! મોજમજા કરે છે. પાપપુણ્યનો ભેદ સમજતાં નથી. શું કરું? કશું સમજાતું નથી!” વાસ્તવમાં આ તેમનો વૈરાગ્ય ન હતો, ઉદ્વેગ હતો. સંતાપ હતો ! અસંતોષ હતો! જ્યારે હું તેમની વાતોના ઊંડાણમાં ગયો ત્યારે ખબર પડી કે આ મહાનુભાવ ન તો ઘરનો ખ્યાલ રાખે છે કે ન તો દુકાનનો ઘરની તમામ જવાબદારી તેમની પત્નીએ ઉપાડી લીધી હતી અને દુકાનની તેમના મોટા પુત્રે ઉપાડી લીધી હતી. પરંતુ એ મહાનુભાવનો સંબંધ-ખેંચાણ તો ઘર અને દુકાન સાથે ચાલુ જ હતો. એટલે તેઓ ઘર અને દુકાનની બાબતમાં હસ્તક્ષેપ કરતા રહેતા હતા. પત્ની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy