SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રાવકવન પુત્રને આ હસ્તક્ષેપ પસંદ ન હતો. પત્ની કહી દેતી હતી : "તમે ઘર-વ્યવહાર તો સંભાળતા નથી અને દરેક વાતમાં હસ્તક્ષેપ કરતા રહો છો, એ મને પસંદ નથી. યા તો તમે ઘર-વ્યવહારને સારી રીતે સંભાળો યા તો મને સારી રીતે સંભાળવા દો. તમે જોયા કરો. તમારે તો ઘરનું અને દુકાનનું કામ કરવું નથી, મંદિર અને ઉપાશ્રયમાં બેસી રહેવું છે અને પછી તેં આ કામ સારું નથી કર્યું, પેલું કામ બગાડી દીધું, એવો બબડાટ કરો છો એ મને પસંદ નથી.” પત્નીનો આક્રોશ સકારણ હતો. એ રીતે પુત્રનો આક્રોશ પણ સકારણ હતો. પિતાજી ઘણી વાર તો ત્રણ વાગ્યા પહેલાં પહોંચતા જ ન હતા. કોઈ કોઈ વાર તો દુકાન ઉપર જતા જ ન હતા ! ‘આ સોદો બરાબર નથી કર્યો, આ પાર્ટી સાથે વેપાર કરવો ન હતો' વગેરે. પુત્ર તરત જ જવાબ આપી દેતો હતો. પિતાનું અપમાન કરી દેતો હતો. પિતાને ખોટું લાગી જતું હતું ! અને તેમને સંસાર ખરાબ લાગતો હતો ! તેઓ પોતાની ભૂલ સમજવા તૈયાર ન હતા. પોતાની ભૂલોનો સ્વીકાર કરો : મેં એ મહાનુભાવને કહ્યું : "જો તમે તમારા ઘરમાં પોતાનું વર્ચસ્વ ઇચ્છતા હો, પોતાની ઇચ્છા અનુસાર ઘર-વ્યવહાર ચલાવવા ઇચ્છતા હો તો તમે મંદિર, ઉપાશ્રયમાં વધારે સમય ન રોકાઓ. સમયસર ઘેર જાઓ. ઘરનાં કાર્યો સંભાળો. એ રીતે તમે દુકાનમાં તમારું વર્ચસ્વ ઇચ્છતા હો તો સમયસર દુકાને પહોંચી જાઓ. દુકાનનાં તમામ કાર્યો સારી રીતે સંભાળો. તમારો પુત્ર કહેતો હતો કે તમારે ઇન્કમટેક્ષ ઑફિસે જવાનું હતું; તમે ગયા ન હતા. મોડેથી ગયા અને દંડ ભરવો પડ્યો. જો તમારે મંદિર-ઉપાશ્રયનું કાર્ય સંભાળવું હોય તો પછી ઘર-દુકાનનો મોહ છોડી દો. ઘર પત્નીને સંભાળવા દો અને દુકાન પુત્રને સંભાળવા દો. તમે બબડાટ ન કરો. મનમાં પણ અસંતોષ ન રાખવો જોઈએ. ઘરને માત્ર ભોજનશાળા અને ધર્મશાળા સમજીને સંસારમાં રહો. એ પણ પસંદ ન હોય તો દીક્ષા લઇ લો. સાધુ બની જાઓ ! પરંતુ અમારે સાધુજીવનમાં પણ પોતપોતાનાં કર્તવ્યોનું પાલન સમયસર કરવું જ પડે છે. જે સાધુને ગોચરી લાવવા માટે અગિયાર વાગ્યે જવાનું છે તે સાધુ મંદિરમાં જઈને બેસી જાય અથવા વાંચવા બેસી રહે તો ન ચાલે ! ગુરુ એને કહેશે : “આ મંદિરે જવાનો સમય નથી, વાંચવાનો સમય નથી. ભિક્ષા લેવા જાઓ !” ભિક્ષા લેવા માટે સમયસર જવાનું હોય છે, એ રીતે ભિક્ષા લઈને સમયસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy