________________
૨
શ્રાવકજીવન પરસ્પર કર્તવ્ય છે; તમે પણ અન્ય સાધર્મિકોને પ્રેરણારૂપ બની શકો છો.
આ વિષયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો વિચારવી પડશે. – રહેવા માટે જગાની પસંદગી કઈ વૃષ્ટિએ કરવી. – સાધર્મિક પરિવારો સાથે મૈત્રીસંબંધ સાચવી રાખવો. - આસપાસમાં વસતા સાધર્મિકો પ્રત્યે આપણા કર્તવ્યોનું પાલન કરવું.
આમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે - રહેવા માટે જગાની પસંદગી. જો તમે મુંબઈ, મદ્રાસ, બેંગલોર, દિલ્હી, કલકત્તા, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં રહેતા હો અને તમારી આજુબાજુ સાધર્મિક (જૈન) રહેતા હોય, તમે જે બિલિડંગમાં રહેતા હો તે બિલ્ડિંગમાં બધા જૈન રહેતા હોય તો પછી કોઈ પ્રશ્ન નથી.
સભામાંથી પરંતુ જો અમે ‘વ્રતધારી’ ન હોઈએ તો સાધર્મિકો સાથે રહેવું શું આવશ્યક છે ?
મહારાજશ્રી હા, જો કે ભલે તમે વ્રતધારી નથી પણ જૈન તો છો ને! તમારે જો તમારું જૈનત્વ ટકાવવું હોય, જૈન આચાર-વિચારોને જીવંત રાખવા હોય તો પણ તમારે જેનોની સાથે જ રહેવું પડશે ! માત્ર નામના જૈનો સાથે રહેવાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. જેનોમાં પણ આચાર-ભ્રષ્ટતા વધી રહી છે ઃ
જો કે જે જૈન-પરિવારો સાધુ-સાધ્વીઓના પરિચયમાં નથી આવતા, જેમને જૈનધર્મનો ઉપદેશ સાંભળવા મળતો નથી, જૈનધર્મનું સાહિત્ય વાંચવા મળતું નથી એટલે કે જે લોકો ધર્મથી વેગળા છે, એવા જૈન-પરિવારોમાં જૈન-આચારોનું પરિપાલન થતું નથી. એ લોકો રાત્રિભોજન કરે છે, કંદમૂળ ખાય છે, વાસી ભોજન પણ લે છે, કેટલાક લોકોના ઘરોમાં શરાબ પણ શરૂ થઈ ગયો છે. તો વળી કેટલાક લોકો ઈંડાં પણ ખાય છે ! જેન-પરિવારોમાં વિડિયો આવી ગયા અને એના દ્વારા ગંદી ફિલ્મો પણ જોવાય છે. સદાચાર અને વ્યભિચારના ભેદ ભૂલી ગયા છે. એવા લોકો તો ભલે જૈન હોય પણ તેમની પાસે રહેવાથી આપણું વ્રતમય જીવન સુરક્ષિત રહી શકતું નથી.
આજે તો ઘર-ઘરમાં કૉલેજડિગ્રીધારી માતા-પિતા અને છોકરા-છોકરીઓ થઈ ગયાં ! ધર્મની બાબતમાં વાદ-વિવાદ કરે છે. "શા માટે ધર્મ આચરવો જોઈએ ?" વગેરે પ્રશ્નો પૂછશે, પરંતુ "શા માટે પાપ કરવું જોઈએ ?" એ પ્રશ્નનો જવાબ એમની પાસે નથી હોતો. એ લોકો એવા કુતર્ક કરે છે કે જો તમારી પાસે એમને ચૂપ કરી દેવાની બુદ્ધિ નહીં હોય, તેમને પ્રભાવિત કરવાની પ્રતિભા નહીં હોય, તો એ લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org