________________
૩
તમારા વ્રતમય જીવનની ભાવનાઓને નષ્ટ કરી શકે છે. આવા જૈનોની સાથે રહેવું એના કરતાં તો શ્રદ્ધાવાન અને ધાર્મિક પ્રકૃતિવાળા અજૈન લોકો સાથે રહેવું વધારે સારું છે. એ લોકો તમારી ધર્મભાવના તોડશે નહીં. જો તે લોકો મધ્યસ્થ ભાવવાળા હશે તો તેઓ તમારા જૈન-આચારોની પ્રશંસા કરશે. કોઈ કોઈ વાર તો તેઓ તમારી સાથે દેરાસર આવશે, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા પણ આવશે. ઉપવાસ પણ કરશે. જૈનધર્મની પ્રશંસા કરશે.
મોટાં શહેરોની સમસ્યાઓ :
મોટાં નગરોમાં તમે પહેલેથી જ - ૫૦-૬૦ વર્ષથી - તમે સારી જગાએ રહેતા હો તો કોઈ ચિંતા નથી; પરંતુ આજે તમે સાધર્મિકો સાથે રહેવા જશો તો જગા મળવી મુશ્કેલ છે. સારી લોકાલીટીમાં લાખો રૂપિયા સિવાય જગા નથી મળતી.
ભાગ ૨
-
સભામાંથી : આજકાલ વ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ઓછાં હશે !
મહારાજશ્રી ; ઘણાં ઓછાં છે. બાર વ્રતોને સ્વીકારીને વ્રતમય જીવન જીવનારાં શ્રાવક-શ્રાવિકાઓ ઘણી ઓછી સંખ્યામાં છે. આવી પરિસ્થિતિમાં વ્રતધારીની સાથે રહેવાની વાત સરળ નથી. હવે પહેલાંની જેમ મહોલ્લો-શેરી, પોળ વગેરેની વ્યવસ્થા રહી નથી. હા, જૈનોની સોસાયટીઓ હોય છે. જો તમે જૈન સોસાયટીમાં રહેતા હો તો જૈન-આચારોના પાલનમાં સરળતા રહી શકે છે, સુખદુઃખમાં એકબીજાનાં સહયોગી બની શકો છો પરંતુ આ વાત ત્યારે જ સંભવિત બની શકે કે તમારામાં ૫રસ્પર મૈત્રીભાવ હોય, અંદર-અંદર સ્નેહભાવ હોય.
સાધર્મિક મૈત્રી આવશ્યક છે ઃ
તમારી બાજુમાં સારો સાધર્મિક પરિવાર રહેતો હોય, સારો સદાચારી પરિવાર હોય, પરંતુ જો તમે એ પરિવાર સાથે ઝઘડા કરતા હો, એ પરિવારની નિંદા કરતા હો તો એ પરિવાર તમને ઉપયોગી નહીં બની શકે. તમે વ્રતધારી છો પરંતુ જો તમારા હૃદયમાં તમારા સાધર્મિકો પ્રત્યે મૈત્રીભાવ ન હોય, સ્નેહભાવ ન હોય તો તમારું સાધર્મિકો સાથે રહેવું નિરર્થક છે. મૈત્રીભાવ-સ્નેહભાવ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારો પરિવાર કોઈની ય સાથે ઝઘડો કરવો, લડવું, નિંદા કરવી વગેરે પસંદ ન કરતો હોય. મૈત્રીભાવ ટકાવી રાખવા કોઈક વાર વત્તેઓછું નુકસાન પણ સહન કરવું પડે છે.
પ્રથમ તો સારો સાધર્મિક પરિવાર મળવો જ મુશ્કેલ છે. શું તમે બીજાઓ માટે સારા પરિવાર તરીકેનું દૃષ્ટાંત પ્રસ્તુત કરો છો ? તમારી આજુબાજુ રહેતા સાધર્મિકોનો ખ્યાલ રાખો છો ? તેમને માટે હિતકર વાતો વિચારો છો ? કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org