SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ વૃદ્ધ સાધુઓની સેવા-શુશ્રૂષા કરો છો. અધ્યયનશીલ સાધુ-સાધ્વીને અધ્યયનની સારી સુવિધાઓ આપો છો. સાધુ-સાધ્વીઓ માટે નિવાસની, ઉપાશ્રયની વ્યવસ્થા કરો છો. સાધુ-સાધ્વીના વિહારોમાં પણ સમુચિત સેવા અને સહયોગ આપો છો. સાધુ-સાધ્વીના ઉપદેશને ગ્રહણ કરીને જિનશાસનની પ્રભાવનાનાં અનેક કાર્યો કરો છો. - સાધુ અને સાધ્વીઓ તમારે માટે શું કરે છે, તે પણ સાંભળો. શ્રાવક-શ્રાવિકાઓને ધર્મનો-તત્ત્વનો ઉપદેશ આપે છે. - માંસાહાર, શરાબ, જુગાર વગેરે પાપોમાંથી તમને બચાવવા ભરપૂર પ્રયત્ન કરે છે. પ્રભુદર્શન, પ્રભુપૂજન, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા વગેરે અનેકવિધ ક્રિયાઓમાં તમને લોકોને જોડવા પ્રયત્ન કરે છે. પરોપકારના કાર્યોમાં તમને પ્રોત્સાહિત કરે છે. તમારા વ્યક્તિગત અથવા પારિવારિક સામાજિક પ્રશ્નોને અહિંસાના અને અનેકાંતના સિદ્ધાંતથી ઉકેલવા પ્રયત્ન કરે છે. ૧૫૭ જૈન સંઘ અહિંસક અને નિર્વ્યસની રહે, એટલા માટે સતત જાગ્રત રહે છે. ઉપદેશ દ્વારા, સાહિત્ય દ્વારા, જ્ઞાનસત્રો વગેરે આયોજનો દ્વારા વિવિધ દેશપ્રદેશોમાં પગપાળા ચાલીને ધર્મશાસનનો પ્રચાર કરે છે. આ રીતે આપણે એકબીજાને મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બનીએ છીએ. આ અપેક્ષાએ આપણો સંબંધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંબંધ છે. એટલા માટે બે સાવધાનીઓ તમારે રાખવી જોઈએ. ન તમે લોકો સાધુ-સાધ્વીની નિંદા ન કરો. સાધુ-સાધ્વીની અવહેલના-તિરસ્કાર ન કરો. સાવધાન રહો : આપણા આ ઘનિષ્ઠ સંબંધને તોડવા માટે કેટલાક લોકો પ્રયત્નશીલ બન્યા છે. આપણો આ સંબંધ લોકોને સહન થતો નથી. સંબંધ તોડવા માટે તે લોકો બે કામ કરી રહ્યા છે. ૧. સાધુ-સાધ્વીઓના નાના મોટા દોષો સભાઓમાં ગાય છે અને છાપાઓમાં છપાવે છે - ઘોર નિંદા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy