________________
૧૭૮
એ પણ ધર્મપુરુષાર્થ જ કહેવાય.
પરંતુ માત્ર આનંદપ્રમોદ માટે તમે અત્તર, સેન્ટ, એસેન્સ વગેરેનો ઉપયોગ કરો તો તે કામપુરુષાર્થ જ કહેવાય. જેમ કે :
- ભોજન ક૨વું એ કામપુરુષાર્થ છે, પરંતુ રાત્રિભોજન ન કરવું એ ધર્મપુરુષાર્થ છે. ભક્ષ્ય જ ખાવું, અભક્ષ્ય ન ખાવું, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસાસ્વાદ ઓછો ક૨વો એ ધર્મપુરુષાર્થ છે ! ભોજન કરતી વખતે આસક્તિ ન હોવી એ ધર્મપુરુષાર્થ છે. એટલા માટે તો ભોજન કરતાં કરતાં પણ "કેવળજ્ઞાની” બન્યા છે ને ? જોઈએ જ્ઞાનવૃષ્ટિ ! જ્ઞાનવૃષ્ટિ થતાં કામક્રિયા કરવા છતાં પણ પાપકર્મોનું બંધન નથી થતું !
શ્રાવકજીવન
- જિહ્વાથી જેવી રીતે ભોજન-૨સાસ્વાદ કરવામાં આવે છે એ રીતે બોલવાની ક્રિયા પણ થાય છે ! બોલવું કામપુરુષાર્થ છે, કામક્રિયા છે. પરંતુ પ્રિય અને હિતકારી બોલવું ધર્મપુરુષાર્થ બની જાય છે ! અસત્ય ન બોલવું એ ધર્મપુરુષાર્થ બની જાય છે. શાસ્ત્રાનુસારી બોલવું ધર્મપુરુષાર્થ બની જાય છે.
- મૈથુનની ક્રિયા કામપુરુષાર્થ છે, પરંતુ પોતાની પત્ની સાથે જ મૈથુનક્રિયા કરવી, પરસ્ત્રી સાથે ન કરવી ધર્મપુરુષાર્થ બની જાય છે ! શ્રાવકનું આ ચોથું વ્રત છે
ને ?
સ્વસ્ત્રી સંતોષ અને પરસ્ત્રી ત્યાગ-વ્રત એટલે ધર્મ.
ધર્મપુરુષાર્થની પ્રધાનતાનો આ અર્થ છે, અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ કરતી વખતે પણ મુખ્યતા ધર્મપુરુષાર્થની રહેવી જોઈએ. દિવસ-રાતના ૨૪ કલાકમાં તમારો વધારે સમય ધનસંપત્તિ પ્રાપ્ત કરવામાં, તેનું સંરક્ષણ કરવામાં અને વૈયિક સુખ ભોગવવામાં જાય છે. છતાં પણ તમે જ્ઞાનવૃષ્ટિના માધ્યમથી ધર્મપુરુષાર્થને મુખ્ય બનાવી શકો છો. જીવનના પ્રત્યેક કાર્યને ધર્મના રંગે રંગી નાખવાનું છે. એવું નહીં કે બે-ચાર ધર્મક્રિયાઓ કરી લઈએ અને પછી અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં આસકત બનીએ.
-
સભામાંથી : અમારી તો આ દશા થઈ ગઈ છે ! બે-ચાર ધર્મક્રિયાઓ ફરી લઈએ છીએ - નવકારવાળી ફેરવી લઈએ છીએ. પૂજા-સામયિક-પ્રતિક્રમણ કરી લઈએ છીએ. પરંતુ પૈસાની આસક્તિ અને વિષયાસક્તિ વધતી જ જાય છે.
મહારાજશ્રી ઃ હું તમારી આ સ્થિતિ જાણું છું ! ધર્મક્રિયાઓને જ તમે લોકોએ ધર્મપુરુષાર્થ માની લીધો છે. અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને ધર્મપુરુષાર્થમાં બદલી નાખવાની તમને કલ્પના ય નથી, એટલા માટે તમારા લોકોનો વ્યવહાર અશુદ્ધ બની ગયો છે. વ્યવહાર શું છે ? અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ જ વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org